Page #1
--------------------------------------------------------------------------
________________
રdolઝટીની અજવાળ
પ્રવચળકાર•નાચાર્ય વિજયવલ્લભસૂરિજી |
- સંપાદક.S. કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી અરવિંદભાઈ પનાલાલના એંસીમા વર્ષના શુભ-પ્રવેશ પ્રસંગે
પ્રકાશિત ગ્રંથશ્રેણી-૧
શનત્રયીનાં અજવાળાં
યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ
જ અનુકંપા ટ્રસ્ટ પ્રકાશન છે
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રવચનકાર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ
સંપાદક ડૉ. કુમારપાળ દેસાઈ
પ્રકાશક
અનુકંપા ટ્રસ્ટ ૧૩/બી ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭.
મુદ્રક
ભગવતી ઑફસેટ ૧૫/સી બંસીધર એસ્ટેટ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
કિંમત વીસ રૂપિયા ૬ ઑગસ્ટ, ૧૯૯૭
Page #4
--------------------------------------------------------------------------
________________
સાદર સમર્પણ
શ્રી અરવિંદભાઈ પનાલાલ શેઠ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
મહાજન-પરંપરાના યશસ્વી ધારક
શ્રી અરવિંદભાઈ પનાલાલ
સમગ્ર દેશમાં ગુજરાતની મહાજન પરંપરા વિરલ ગણાય છે અને એ પરંપરામાં ગુજરાતના શ્રેષ્ઠિઓએ પોતાની પ્રતિભા અને પ્રમાણિકતાથી આગવું પ્રદાન કર્યું છે. શ્રી અરવિંદભાઈ પનાલાલ આવી ઉત્તમ અને ઉમદા પરંપરાના યોગ્ય ધારક છે અને તેમનાં દ્વારા અનેકવિધ ધર્મકાર્યો થયાં છે.
૧૯૧૮ની છઠ્ઠી ઓગસ્ટે ગુજરાતના ગૌરવશાળી કુટુંબમાં શ્રી અરવિંદભાઈનો જન્મ થયો. શેઠ હઠીસિંહ કેસરીસિંહ અને હરકુંવર શેઠાણીના જેવી સમર્થ વ્યક્તિઓના એ પ્રપૌત્ર થાય. શ્રેષ્ઠિવર્ય હઠીસિંહ કેસરીસિંહે અમદાવાદમાં હઠીભાઈની વાડી તેમજ અન્ય પાંચ જિનાલયોનું નિર્માણ કર્યું, એ પછી એમના પત્ની હરકુંવર શેઠાણીએ ગુજરાતની નારીની બાહોશી, કાર્યદક્ષતા અને તેજસ્વિતાનો પરિચય આપ્યો. આ હરકુંવર શેઠાણીએ અમદાવાદના ઉત્કૃષ્ટ જિનાલય હઠીભાઈની વાડીના અનુપમ અને કલામય જૈન દેરાસરનું નિર્માણકાર્ય પૂર્ણ કર્યું. જેમની પૂજાઓ આજે પણ સમગ્ર સમાજના કંઠે વસે છે તેવા પૂ. શ્રી વીરવિજયજી મહારાજની નિશ્રામાં હરકુંવર શેઠાણીએ અમદાવાદથી શ્રી સમેતશિખર મહાતીર્થનો છ'રી પાળતો સંઘ કાઢીને નૂતન ઈતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત તેઓએ અમદાવાદથી શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો હતો. એમણે વિદ્યા ક્ષેત્રે અમદાવાદમાં પ્રથમ મ્યુનિસિપલ સ્કૂલ બનાવવામાં અને માનવસેવાના ક્ષેત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન કર્યું. એમની આવી યશસ્વી અને બહુવિધ સેવાઓ જોઈને રાણી વિક્ટોરિયાએ “નેક નામદાર સખાવતે બહાદુર'નો ખિતાબ અને મેડલ આપ્યો હતો.
શ્રી અરવિંદભાઈના પિતા શ્રી પનાલાલ ઉમાભાઈ શેઠ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. તેઓ એવું કડકડાટ સંસ્કૃત બોલી શકતા હતા કે એમની સંસ્કૃત વાણી સાંભળીને સહુ કોઈ આનંદ વિભોર બની જતા હતા. શ્રી શત્રુંજય તીર્થના આગમ મંદિરની તથા નવરંગપુરા જૈન દેરાસરની શિલાસ્થાપનવિધિ એમના શુભહસ્તે થઈ હતી. તેઓ શ્રી જીવદયા મંડળી (મુંબઈ)ના અમદાવાદના સ્થાપક પ્રમુખ બન્યા હતા. એમની જીવંદયા, અનુકંપા અને જ્ઞાનપ્રસારની ભાવના શ્રી અરવિંદભાઈને વારસામાં મળી. -
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી અરવિંદભાઈના માતા મહાલક્ષ્મીબહેન અત્યંત ધાર્મિક મનોવૃત્તિવાળા હતા. પર્વોમાં તો એમની તપશ્ચર્યા ચાલતી, પરંતુ અન્ય દિવસોમાં પણ વિવિધ તપશ્ચર્યાઓ ચાલ્યા કરતી હતી. શ્રી અરવિંદભાઈના નાના છોટુભાઈ લલ્લુભાઈ ઝવેરી વિદ્યાશાળાની ધર્મપ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહેતા હતા અને શ્રી અરવિંદભાઈને ધર્મપ્રવૃત્તિના પ્રારંભિક સંસ્કાર એમની પાસેથી મળ્યા. શ્રી અરવિંદભાઈના લગ્ન શ્રી શેરિસા તીર્થનું નિર્માણ કરનાર શ્રી સારાભાઈ ડાહ્યાભાઈના સુશીલ અને ધર્મપરાયણ પુત્રી પદ્માબહેન સાથે ૧૯૪૧ની બીજી ફેબ્રુઆરીએ થયા.
શ્રી અરવિંદભાઈએ અમદાવાદની આર.સી. હાઈસ્કૂલમાં મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. આ સમયે એમના સહાધ્યાયીઓમાં શ્રી અરવિંદભાઈ નરોત્તમ, શ્રી રમેશ ચંદુલાલ ઝવેરી, શ્રી બકુભાઈ ચમનલાલ મંગળદાસ અને શ્રી નવનીતભાઈ રણછોડલાલ પરીખ જેવા મહાનુભાવો હતા.
માત્ર સત્તર વર્ષની વયે શ્રી અરવિંદભાઈએ પોતાના પિતાના એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વ્યવસાયમાં ઝૂકાવ્યું. અઠ્ઠાવીસ વર્ષે તો તેઓ મિલોમાં શાઈનીંગમાં વપરાતા “સેગો ફ્લોર' માટે સિંગાપોર અને બટાવિયાના વિદેશ પ્રવાસે ગયા. આ સમયે તેઓએ સળંગ પોણા બે મહિના વિદેશમાં રહીને પોતાના વ્યવસાય અંગે કામગીરી બજાવી. અમદાવાદની ચાલીસ જેટલી મિલો એમની પાસેથી સેગો ફ્લોર' લેતી હતી. તેત્રીસ વર્ષની વય સુધી શ્રી અરવિંદભાઈએ સેગો ફ્લોરનો વ્યવસાય કર્યો, ત્યારબાદ શ્રી મથુરદાસ વસનજી ખીમજીની ઈન્ડિયન ગ્લોબ ઈસ્યુરન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે સફળ કામગીરી બજાવી. આ કંપની પાસે અંબિકા એરલાઈન્સની એજન્સી હતી અને એના દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને એ સમયના અન્ય અગ્રગણ્ય રાષ્ટ્રવાદી નેતાઓને આઝાદીની ચળવળમાં વિમાની સેવા પૂરી પાડી હતી. ૧૯૫૨માં શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ અતુલ કંપની સ્થાપી અને તેની ગુજરાત રાજ્યની સોલ સેલિંગ એજન્સી શ્રી અરવિંદભાઈની કંપનીને આપી હતી. ૧૯૭૧માં શ્રી અરવિંદભાઈ પર પેરાલિસિસનો હુમલો થતાં તેઓએ વેપાર-ધંધામાંથી નિવૃત્તિ લીધી અને સઘળું ધ્યાન ધર્મકાર્યોમાં કેન્દ્રિત કર્યું.
તીર્થોના વહીવટના અનુભવમાં શ્રી અરવિંદભાઈને ગુજરાતના મહાન પ્રતિભાશાળી શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળ્યું. ધર્મસંસ્થાનો વહીવટ કેવી રીતે કરવો, એમાં આવતા પ્રશ્નોને કઈ રીતે ઉકેલવા અને તીર્થોના જિર્ણોદ્ધાર અંગે કઈ રીતે આયોજન કરવું – એ બધી બાબતોનો
Page #8
--------------------------------------------------------------------------
________________
મૂલ્યવાન અનુભવ શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ પાસેથી પ્રત્યક્ષ રૂપે મળ્યો. શ્રી જેસલમેર તીર્થ અને શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થનો જીર્ણોદ્ધાર શ્રી કસ્તૂરભાઈના માર્ગદર્શનથી કર્યો. અન્ય યાત્રામાં પણ તેઓ શ્રી અરવિંદભાઈને સાથે લઈ જતા હતા. પરિણામે યાત્રાનું પુણ્ય અને અનુભવનું ભાતું બંને અરવિંદભાઈને એકસાથે મળ્યા. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈની કરકસરયુક્ત વહીવટ અને ઝીણવટભરી દૃષ્ટિ – આ બે બાબતો અરવિંદભાઈને સ્પર્શી ગઈ.
પ.પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ મહારાજ વિદ્યાશાળામાં રહેતા હતા અને તેઓશ્રી ત્યારે અરવિંદભાઈને ત્યાં ગોચરી માટે પધારતા હતા. સંસારીકાળમાં પ.પૂ. સિદ્ધિસૂરિજી (બાપજી મહારાજ) મ. પાસે પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ શાસ્ત્રાભ્યાસ કરતા હતા અને એ સમયે અરવિંદભાઈના માતુશ્રી મહાલક્ષ્મીબેન પણ પૂ. બાપજી મહારાજ પાસે ધાર્મિક અભ્યાસ માટે આવતા હતા. પ.પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજી મ. પાસેથી દેરાસરનો વ્યવસ્થિત વહીવટ કઈ રીતે કરવો તેની ઊંડી સમજ મળી અને જિર્ણોદ્ધારના કાર્યમાં પણ મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અરવિંદભાઈએ ગંધાર તીર્થનો જિર્ણોદ્ધાર પૂરો કરાવ્યો અને તેઓની આજ્ઞાથી હસ્તગિરિ તીર્થના કાર્યમાં ઊંડો રસ લીધો અને જ્યાં આવશ્યક્તા થઈ ત્યાં આ તીર્થ નિર્માણમાં શ્રી કાંતિભાઈ ઝવેરીને સાથ પૂરો પાડ્યો. આજથી ચાલીસ વર્ષ પહેલા પોતાના મામા જીવણલાલ છોટાલાલ સંઘવીની સાથે રહીને માતર તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો. અમદાવાદના લાવણ્ય સોસાયટીના જિનાલયના નિર્માણમાં એમનો અપૂર્વ સહયોગ મળ્યો. બનારસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક સ્થળે નિર્મિત જિનાલયમાં અને હૈદ્રાબાદમાં શ્રી કુલપાકજી જિનાલયના જિર્ણોદ્ધારમાં સક્રિય ફાળો આપ્યો. આવી રીતે રાંતેજનું શ્રી બાવન જિનાલયનું કાર્ય એમના સાથને પરિણામે શક્ય બન્યું. દિલ્હી-હસ્તિનાપુર પાસે નિર્માણ થઈ રહેલા અષ્ટાપદજીના મંદિરનો શિલાસ્થાપનવિધિ શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની સાથે રહીને કરી હંતી. મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં ચંદનબાલાનું સફેદ આરસનું જિનાલય એમની દેખરેખ હેઠળ તૈયાર થયું. આમ ભારતના કોઈપણ જિનાલયના નિર્માણમાં શ્રી અરવિંદભાઈએ તન, મન અને ધનથી સહયોગ આપ્યો. ભારતના દોઢસોથી વધુ તીર્થો કે જિનાલયોનો જિર્ણોદ્ધાર અંગે તેઓએ માર્ગદર્શન અને મદદ આપ્યાં છે.
ઈ. ૧૯૭૪માં અમદાવાદથી શ્રી શેરિસા તીર્થ, શ્રી વામજ તીર્થ, શ્રી
Page #9
--------------------------------------------------------------------------
________________
ભોયણી તીર્થ અને શ્રી શંખેશ્વર તીર્થનો છરી પાળતો સંઘ કાઢ્યો. શ્રી ભોયણી તીર્થમાં માતુશ્રી મહાલક્ષ્મીબેનના શ્રેયાર્થે ઉપધાન તપની આરાધના કરાવી. - તેઓ શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર (અમદાવાદ: ફતાસા પોળ), શ્રી શ્રેયાંસનાથ જૈન દેરાસર (અમદાવાદ: ફતાસા પોળ), ડહેલાનો ઉપાશ્રય, શ્રી ગંધાર જૈન ટ્રસ્ટ (ગંધાર), શેઠાણી હરકુંવરબા સરકારી ઉપાશ્રય (અમદાવાદ) શ્રી સરસ્વતીબેન જૈન પાઠશાળા ટ્રસ્ટ (અમદાવાદ) શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસર (રામજીમંદિર પોળ : અમદાવાદ), શ્રી હરિપુરા સુમતિનાથજી ટ્રસ્ટ (હરિપુરા) જેવી સંસ્થાઓના પ્રમુખપદે કામગીરી બજાવે છે.
ભારતમાંથી વિદેશમાં ગયેલા જૈનો પોતાની ધર્મસંસ્કૃતિ સાથે લઈને પરદેશ ગયા હતા. આ જૈનોએ એમના જૈન સેન્ટરો દ્વારા ધર્મ આરાધના માટે દેરાસરો તૈયાર કર્યા. અમેરિકાના હ્યુસ્ટન, લોસ-એંજલિસ અને ડેટ્રોઈટ જેવા શહેરોમાં નિર્મિત થયેલા જિનમંદિરમાં શ્રી અરવિંદભાઈ પનાલાલની પ્રેરણા, માર્ગદર્શન અને સાથે ઉપકારક બની રહ્યા. આમાં પણ અમેરિકામાં જમીન ખરીદીને સર્વપ્રથમ તૈયાર થયેલા લોસ એંજલિસના જિનાલયમાં તેઓએ પોતે પ્રભુજીની પ્રતિમાઓ મોકલી હતી.
શ્રી અરવિંદભાઈ એમના અપાર ઉત્સાહ અને કાર્યશક્તિના બળે અનેક સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. તેઓ શ્રી શંખેશ્વર તીર્થ, શ્રી ભોયણીજી તીર્થ, શ્રી જેસલમેર તીર્થ, કરેડા પાર્શ્વનાથ દેરાસર, કલોલ જૈન દેરાસર, હસ્તગિરિ જૈન દેરાસર ટ્રસ્ટ, વર્ધમાન તપ આયંબિલ સંસ્થા અને પૂ. આ. શ્રી રામચંદ્રસુરીશ્વરજી મહારાજ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.
૧૯૯૭ની છઠ્ઠી ઑગસ્ટે શ્રી અરવિંદભાઈ પનાલાલ ૭૯ વર્ષ પૂરા કરીને ૮૦મા વર્ષમાં પ્રવેશ્યા છે. આજે પણ તેઓ અપાર ઉત્સાહથી ધર્મકાર્યો કરે છે. વિશ્વમાં જ્યાં જ્યાં જિનમંદિરોના નિર્માણની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં ત્યાં શ્રી અરવિંદભાઈની પ્રેરણા અને માર્ગદર્શન મળતા રહે છે. એમની કાર્યશક્તિ અને નિર્ણયશક્તિને કારણે એમના દ્વારા જ્ઞાન-પ્રસાર, જિનાલય-નિર્માણ તીર્થોનો જિર્ણોદ્ધાર અને જીવદયાની અનેકવિધ પ્રવૃત્તિ થતી રહે છે. તેઓ સ્વસ્થ અને નિરામય સ્વાથ્ય સાથે જિનશાસનની સેવા કરતું સુદીર્ઘ જીવન જીવે અને સમાજને એમની શક્તિથી સુવાસિત કરતા રહે એ જ અભ્યર્થના.
Page #10
--------------------------------------------------------------------------
________________
------
------ ૩૦
--
--
----—
—
—
૮
d
4 ----
અનુમ ૧. ઈશ્વરનું સ્વરૂપ-------------- ૨. ઈશ્વરશ્રદ્ધાના અજવાળે ------------ ૩. પરમાત્માનું નિવાસસ્થાન ---------- ૪. સાચી સેવાભક્તિ------------ ૫. આત્મા અને પરમાત્મા ------- ૬. સત્, ચિત્ અને આનંદની ઓળખ ---- ૭. આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ ૮. સમાજોદ્ધારનો મૂળમંત્ર
૯. રત્નત્રયનો પ્રકાશ ------------- ૧૦. સમ્યગ્દર્શનનો પ્રભાવ -------- ૧૧. નમો નાણસ્સ ------- ૧૨. ચારિત્ર્ય એ જ ધર્મ --------- ૧૩. ધર્મકળામય જીવન ----- ૧૪. ધર્મનું સાચું સ્વરૂપ ----------- ૧૫. પુણ્ય અને પાપનું રહસ્ય------
--------------------------
H
T TP
-------
૧ ૩૭
--------------- ૧૪૮
૧૬૯
----
૧૮૮ ૨૦૭ ૨૨૬
----
૨૪૩
Page #11
--------------------------------------------------------------------------
________________
મુખ્ય આદર્શો મારા જીવનના ત્રણ મુખ્ય આદર્શો :
આમાં પહેલું, આત્મસંન્યાસ; બીજું, જ્ઞાન પ્રસાર અને ત્રીજું, શ્રાવક-શ્રાવિકાઓનો ઉત્કર્ષ
– શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
Page #12
--------------------------------------------------------------------------
________________
૧
ઈશ્વરનું સ્વરૂપ
ઈશ્વરનું સ્વરૂપ
यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो । बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः ॥ अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः । सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथः प्रभुः ॥
આ છે આપણાં છ દર્શનોનું મંગળાચરણ, આમાં પરમાત્માને ભિન્નભિન્ન નામથી ઓળખનારાં વિભિન્ન દર્શનોના મતની સ્પષ્ટ રજૂઆત છે. શૈવ ધર્મીઓ તેની ઉપાસના શિવરૂપે કરે છે, વેદાન્તદર્શનને માનનારા તેને બ્રહ્મ કહે છે, બૌદ્ધો તેને બુદ્ધ કહે છે, ન્યાયદર્શનમાં માનનારા તેને કર્તા તરીકે વર્ણવે છે. જૈનશાસનમાં શ્રદ્ધા ધરાવનાર તેને અર્હત્ કહે છે અને મીમાંસકો તેને કર્મ કહે છે. ભલે તેઓ જુદાજુદા નામથી ઓળખાતા હોય પણ આપણે તો તેમના સ્વરૂપ અને તેમની ઉપાસના વિશે વિચાર કરવો જોઈએ.
વૈદિકધર્મ ઈશ્વરને નિરંજન-નિરાકાર કહે છે, જૈનધર્મ તેને સિદ્ધ પરમાત્મા કહે છે. ખ્રિસ્તીધર્મમાં તેને ‘ગૉડ' અને ઇસ્લામધર્મ તેને ‘ખુદા' તરીકે દર્શાવે છે. શીખ લોકો તેને ‘કર્તાર' કહે છે તથા બીરપંથી એને ‘સાંઈ' કહે છે, કોઈ એને ‘રામ’ કહે છે, કોઈ ‘હરિ' કે ‘વિષ્ણુ' કહે છે. પારસીધર્મમાં તેને અશો જરથ્રુસ્ત કહ્યા છે. ભિન્નભિન્ન દેશ અને પ્રાંતમાં દૂધને જુદાંજુદાં નામે ઓળખવામાં આવે
૧
Page #13
--------------------------------------------------------------------------
________________
છે. કોઈ એને “દૂધ' કહે છે, કોઈ “ક્ષીર' તો કોઈ દુગ્ધ', કોઈ “હાલુ તો કોઈ પાલુ', કોઈ વળી પર' કહે છે તો કોઈ મિલ્ક' કહે છે. શું આવા ભાષાભેદને લીધે દૂધના ગુણ બદલાઈ જાય ખરા ? કદાપિ નહીં. એ જ રીતે પરમાત્માનાં નામ અલગ અલગ હોવા છતાં પણ એના સ્વરૂપમાં કોઈ જુદાપણું નથી. પરમાત્માનું સ્વરૂપ
તો પછી સવાલ એ થાય છે કે આવા વિભિન્ન નામવાળા ઈશ્વરનું સ્વરૂપ કેવું છે ? એક કવિએ પરમાત્માના સાચા સ્વરૂપનું આ પ્રમાણે વર્ણન કર્યું છે : જય હે, જય હે, જય ભગવાન. અજર, અમર, અખિલેશ, નિરંજન, જયતિ સિદ્ધ ભગવાન. ધ્રુવ... અગમ, અગોચર, તું અવિનાશી, નિરાકાર, નિર્ભય, સુખરાશી, નિર્વિકલ્પ, નિર્લેપ, નિરામય, નિષ્કલંક, નિષ્કામ... || જય હે || 1 || કર્મ ન કાયા, મોહ ન માયા, ભૂખ ન તિરષા, રંક ન રાયા, એક સ્વરૂપ અરૂપ, અગુરુલઘુ, નિર્મલ જ્યોતિ મહાન.... || જય હે !. હે અનંત ! હે અંતર્યામી ! અષ્ટ ગુણોના ધારક સ્વામી, તુજ વિના બીજો દેવ ન જોયો, ત્રિભુવનમાં અભિરામ || જય હે ||
આ છે ઈશ્વરનું વાસ્તવિક રૂપ ! જેને વૈદિકધર્મમાં અમર [કદી મૃત્યુ પામે નહ), અજર [કદી વૃદ્ધિ થાય નહીં, અશરીરી [શરીરરહિત-નિરાકાર] અને નિરંજન [નિર્લેપ), નિષ્કલંક [કોઈ પણ પ્રકારનો દોષ, આક્ષેપ કે કલંક જેમના આત્મામાં નથી], નિરામય [રોગ-શોકરહિત], અકર્મ [આઠેય કર્મો (કર્મબંધન)થી રહિત], નિર્મોહ [મોહરહિત], માયારહિત, સુધા-તૃષારહિત, દરેક પ્રકારના માનવીય પદ [રાજા, રંક, શેઠ આદિથી રહિત, અરૂપ [રૂપ, રંગ, આકૃતિથી રહિત] પવિત્ર જ્યોતિ સ્વરૂપે વર્ણવવામાં આવ્યો છે. તેને જૈનધર્મમાં સિદ્ધ ઈશ્વર કહ્યો છે. વ્યાકરણ અનુસાર સિદ્ધ' શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે -
'सितं भातं अष्टकर्माणि यस्याऽसौ सिद्धः' 'सिद्धानि सर्वकार्याणि यस्य सः सिद्धः'
'सिद्धं प्राप्तं साध्यं येनाऽसौ सिद्धः' જેનાં આઠેય કર્મબંધન (જન્મ-મરણના કારણભૂત) નષ્ટ થઈ ગયાં
રત્નત્રયીનાં અજવાળાં
Page #14
--------------------------------------------------------------------------
________________
છે તેને સિદ્ધ કહે છે, અથવા તો જેનાં સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયાં છે અને જેને કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહ્યું નથી, એટલે કે જે કૃતકૃત્ય થઈ ગયા છે તેને પણ સિદ્ધ કહે છે. જેણે પોતાના સાધ્ય(મોક્ષ)ને પ્રાપ્ત કરી લીધું છે તેને સિદ્ધ કહે છે.”
આનો અર્થ એ કે જન્મ, જરા, મરણ અને તેના કારણરૂપ કર્મબંધનોથી મુક્ત થઈને પોતાના સાધ્યને પ્રાપ્ત કરી ચૂક્યા છે, કૃતકૃત્ય થઈ ગયા છે, તેને સિદ્ધ કહેવામાં આવે છે. ગીતાની ભાષામાં કહું તો –
'यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम'
જ્યાં જઈને આત્મા પાછો નથી કરતો, તે મારું (ઈશ્વરનું) પરમધામ (મોક્ષ) છે.”
સિદ્ધ ભગવાનની સ્તુતિમાં પણ કહ્યું છે – 'सिवमयलमरुअमणं तमक्खयमव्वावाहमपुणरावित्ति
__सिद्धि गई नामधेयं ठाणं संपत्ताणं नमो जिणाणं'
જે કલ્યાણકારી, નિરુપદ્રવ, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ હોય અને જ્યાંથી પાછા આવવાનું ન હોય, એવી સિદ્ધગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેવા રાગદ્વેષવિજેતા સિદ્ધ પરમાત્માને નમસ્કાર.”
મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં આવાં જ લક્ષણો દર્શાવ્યાં છે. _ "क्लेश कर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेषः ईश्वरः"
જે ક્લેશ (કષાય), કર્મ, કર્મફળ તથા વાસનાઓથી સંપૂર્ણ રહિત છે, તેવા મહાપુરુષ (વિશિષ્ટ આત્મા) ઈશ્વર છે.”
ઈશ્વરના આ સ્વરૂપને માનવામાં કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી.
ઈશ્વરનું આ સ્વરૂપ ભારતના બધા મુખ્ય ધર્મોને માન્ય છે. શબ્દો ભલે જુદા હોય, વસ્તુતત્ત્વ તો એક જ છે, પરંતુ આજકાલ કેટલાક ધનાલ્પ, ધનાઢ કે પાપાત્મા સત્તાધારી માનવીઓ ઈશ્વરને જોવા-સાંભળવા કે સમજવા નથી માગતા.
એક ધર્માત્માએ એક લોભાધ વ્યક્તિને ઉપદેશ આપવાનો પ્રયત્ન ઈશ્વરનું સ્વરૂપ
Page #15
--------------------------------------------------------------------------
________________
કર્યો. ઉપદેશની કશી અસર થતી ન હોવાથી ધર્માત્માએ કાગળની એક નાનકડી ચબરખી પર “ઈશ્વર' શબ્દ લખીને પૂછ્યું, “શું તું આને જોઈ શકે છે? આના વિષે જાણી શકે છે ?”
એણે ઉત્તર આપ્યો, “હા.”
પરંતુ બરાબર એ જ શબ્દની સામે ધર્માત્માએ એક સુવર્ણમુદ્રા રાખીને પૂછ્યું, “શું હજી પણ આ શબ્દને જોઈ શકે છે કે એના વિષે જાણી શકે છે ?” તે લોભાન્ય પાપાત્માએ ચોખ્ખું કહ્યું, “નહીં.”
આનો અર્થ એ છે કે મનુષ્યની દૃષ્ટિની સામે લોભરૂપી સુવર્ણમુદ્રા અથવા અભિમાનરૂપી સત્તા કે અધિકાર હોય તો એને ઈશ્વર વિષે જાણવાની, સાંભળવાની કે માનવાની વાત સૂઝતી નથી. તેની દૃષ્ટિ પર એ વિચારોનો કાળો ગાઢ પડદો પડી જાય છે અને તેને પરિણામે આ બાબતો ઈશ્વરના સ્વરૂપને સમજવા દેતી નથી. ઈશ્વર એક કે અનેક ?
પહેલો મહત્ત્વપૂર્ણ સવાલ એ થાય છે કે ઈશ્વર એક છે કે અનેક ? જૈનદર્શન આ વિષયમાં નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિએ વસ્તુતત્ત્વનું વિશ્લેષણ કરે છે. નિશ્ચયની દૃષ્ટિએ સંસારના બધા આત્માઓમાં ઈશ્વર છે. આથી જ કહેવાયું છે કે “અપ્પા સો પરમપ્પા” એટલે કે “આત્મા જ પરમાત્મા છે.”
"सिद्धां जैसो जीव है, जीव सो ही सिद्ध होय ।
कर्ममैल का आंतरा, बूझे बिरला कोय ॥" સામાન્ય આત્મા અને સિદ્ધના આત્મા વચ્ચે સત્ય (પારમાર્થિક) દષ્ટિએ કશું અંતર નથી, પરંતુ પાધિક (કર્મબંધન) દષ્ટિએ અંતર છે. વેદાંતદર્શન આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –
'एकमेवाद्वितीयं ब्रह्म' 'सर्वं खल्विदं ब्रह्म'
નદ નાનાતિ વિવન ' બ્રહ્મ અને ઈશ્વર એક જ છે, ભિન્ન નથી. આખો સંસાર બ્રહ્મરૂપ છે. આ સંસારમાં અનેક કશું નથી.” આમ છતાં વેદાંતદર્શન એકાન્ત નિશ્ચયર્દષ્ટિની વાત કરે છે અને તેણે વ્યવહારપક્ષને છોડી દીધો છે. જ્યારે જૈનદર્શને વ્યવહારિક દૃષ્ટિથી પણ કથન કર્યું છે કે નિશ્ચયર્દષ્ટિથી
રત્નત્રયીનાં અજવાળાં છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
આત્મા-આત્મસ્વરૂપના સંબંધમાં એક છે તેથી સામાન્ય આત્મા અને વિશિષ્ટ આત્મામાં કોઈ ભેદ નથી, પરંતુ વ્યાવહારિક દૃષ્ટિથી તેના કર્મબદ્ધ અને કર્મમુક્ત એમ બે ભેદ પડે. બીજા શબ્દોમાં કહીએ તો સંસારી અને સિદ્ધ (મુક્ત) એમ બે પ્રકાર થાય. આ દૃષ્ટિકોણથી જૈનદર્શને ઈશ્વરની મુખ્ય ત્રણ શ્રેણી બતાવી છે : (૧) સિદ્ધ ઈશ્વર (૨) મુક્ત ઈશ્વર અને (૩) બદ્ધ ઈશ્વર.
સિદ્ધ ઈશ્વર
એવા સિદ્ધ પરમાત્મા.
-
મુક્ત ઈશ્વર
શરીરધારી હોવા છતાં ચાર ઘાતી (આત્માના ગુણોનો સીધો નાશ કરનાર) કર્મોને નષ્ટ કર્યાં છે. રાગદ્વેષથી મુક્ત છે. માત્ર ચાર અઘાતી કર્મ શરીરના કારણે બાકી છે, એવા પરમો૫કા૨ી જિન, તીર્થંકર, અરિહંત, કેવલી, સર્વજ્ઞ, જીવન્મુક્ત, વીતરાગ કે અવતારી પુરુષ મુક્ત ઈશ્વર કહેવાય છે.
-
આઠ કર્મોથી મુક્ત, અશરીરી, નિરંજન, નિરાકાર
-
બદ્ધ ઈશ્વર આ શ્રેણીમાં સિદ્ધ અને મુક્ત ઈશ્વર સિવાય સંસારના તમામ કર્મબદ્ધ જીવનો સમાવેશ થાય છે. એમનામાં ઈશ્વરત્વ વિદ્યમાન હોવા છતાં પણ તેઓ કર્મોના કે (અન્ય દર્શનો અનુસાર) માયાના પડદા(આવરણ)થી ઢંકાયેલા હોવાને કારણે સુષુપ્ત રહે છે. હા, એવું ખરું કે કેટલાક જીવ પોતાના સુષુપ્ત કે પ્રચ્છન્ન ઈશ્વરત્વને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરે છે.
વૈદિક ધર્મને માનનારા ઈશ્વરને એક માને છે, ત્યાં અનેક પણ માને છે. જો એવું ન હોત તો શ્રીમદ્ ભગવદ્ગીતા આવું કેમ કહે ? 'ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन ! तिष्ठति ।'
‘હે અર્જુન ! ઈશ્વર બધાં જ પ્રાણીઓના હૃદયપ્રવેશમાં વસે છે.’’ પરિણામે સાબિત થાય છે કે બધા જ આત્માઓમાં ઈશ્વરત્વ વસેલું છે. કોઈ એને પ્રગટ કરે છે અને કોઈનું અપ્રગટ રહે છે. આઘ શંકરાચાર્ય વેદાંતદર્શનમાં લખે છે
साचेयं वेदबाह्लेवरकल्पना अनेक प्रकारा ( २ - २ - ३७) ।
વૈદિક મતથી જુદા મતમાં માનનારાઓ પણ ઈશ્વરને અનેક પ્રકારના માને છે.’
ઈશ્વરનું સ્વરૂપ
૫
Page #17
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ ઈશ્વર કોણ થઈ શકે?
જૈનધર્મ એટલો ઉદાર અને વ્યાપક ધર્મ છે કે તે દેશ, વેશ, લિંગ, ધર્મ, સંપ્રદાય, જાતિ, જ્ઞાતિ વગેરે વર્તુળોને ઓળંગીને પ્રત્યેક તત્ત્વનું વિશ્લેષણ કરે છે, આથી જ તેનો નિર્ણય એકપક્ષીય કે એકદેશીય હોતો નથી. એ સર્વગ્રાહી દૃષ્ટિકોણથી વિચાર કર્યા બાદ જ વસ્તુનો નિર્ણય આપે છે. જ્યારે એની સમક્ષ એવો પ્રશ્ન ઊભો થયો કે શું જૈનધર્મમાં સાધુવેશમાં દીક્ષિત થયેલી વ્યક્તિ જ પોતાની સાધના દ્વારા સિદ્ધ ઈશ્વર થઈ શકે કે અન્ય કોઈ ધર્મ, સંપ્રદાય, વેશ આદિમાં દીક્ષિત થયેલી વ્યક્તિ પણ થઈ શકે ?
જૈનધર્મે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – ઈશ્વર કોઈના એકાધિકાર(Monopoly)ની બાબત નથી. અહીં તો સાધનાની વાત છે. કોઈપણ વ્યક્તિની સાધના કોઈપણ માધ્યમ દ્વારા થઈ હોય, પરંતુ તેને પરિણામે જો એને વીતરાગતા, નિર્વિકારતા, નિર્મોહતા, નિષ્કષાયતા અને કર્મબંધનમુક્તતા પ્રાપ્ત થઈ હોય તો તે સિદ્ધ ઈશ્વર બની શકે છે. પછી ભલે તે આ (જૈન) સંઘમાં દીક્ષિત હોય કે જૈનેતર સંઘમાં, તીર્થંકરની પાસે દીક્ષિત થયેલો હોય કે અન્ય કોઈની પાસે. આ (જૈન) વેશમાં દીક્ષિત થયેલો હોય કે અન્ય વેશમાં, સ્ત્રી હોય, પુરુષ હોય કે નપુંસક હોય; ગૃહસ્થ હોય કે ગૃહત્યાગી હોય. નીચે મુજબના પંદર પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારે તે સાધના કરી શક્યો હોય, તો તે સિદ્ધ ઈશ્વર થઈ શકે છે. આ છે એ પંદર પ્રકારો –
તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહીલિંગસિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરૂષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, એકસિદ્ધ અને અનેકસિદ્ધ.”
તીર્થસિદ્ધ – આ તીર્થ(સંઘ)માં રહીને રત્નત્રયની સાધના કરી હોય.
અતીર્થસિદ્ધ - આ સંઘને બદલે અન્ય સંઘમાં રહીને કે સંઘમાં સમ્મિલિત થયા વિના સાધના કરી હોય.
તીર્થંકરસિદ્ધ – તીર્થંકરની પાસે દીક્ષિત થઈને અથવા તો તીર્થંકરની હાજરીમાં તેમની સમક્ષ જ સિદ્ધ થયા હોય, તે તીર્થંકરસિદ્ધ કહેવાય છે. અતીર્થંકરસિદ્ધ – તીર્થંકરની પાસે દીક્ષિત થયા ન હોય અથવા તો
આ રત્નત્રયીનાં અજવાળાં
Page #18
--------------------------------------------------------------------------
________________
તીર્થંકરની હાજરીમાં તેમની સમક્ષ દીક્ષિત થયા વિના સાધના કરી હોય.
સ્વયંબુદ્ધસિદ્ધ – જેમને સ્વયં શાન થઈ ગયું હોય અને સાધના કરી હોય તેવા સાધકો.
પ્રત્યેકબુદ્ધસિદ્ધ – કોઈ પણ સજીવ કે નિર્જીવ પદાર્થોને જોવાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય ઊપજ્યો હોય અને જેઓ પોતાના આંતરિક બળથી જ સાધનાના માર્ગ પર ચાલી નીકળ્યા હોય, તેઓ પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય
છે.
બુદ્ધબોધિતસિદ્ધ – જે કોઈ પણ જ્ઞાની પુરુષનો પ્રતિબોધ મેળવીને સાધનામાર્ગ પર ચાલતા હોય અને એ રીતે સાધનામાં પારંગત થયા હોય.
સ્વલિંગસિદ્ધ – પોતાના ધર્મ-સંપ્રદાયના જાણીતા વેશ(જૈન વેશ)ને ધારણ કરીને, સાધુ બનીને સાધનામાં પ્રવીણ થયા હોય.
અન્યલિંગસિદ્ધ – જૈન સંપ્રદાય સિવાયના અન્ય કોઈ પણ સંપ્રદાયનો સાધુવેશ ધારણ કર્યો હોય અને તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની સાધના દ્વારા વિતરાગતા આદિ પ્રાપ્ત કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હોય.
સ્ત્રીલિંગસિદ્ધ – સ્ત્રીશરીરમાં જ્ઞાન-દર્શન, ચારિત્રની સાધના કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હોય. જેમકે મરુદેવી, ચંદનબાળા, રાજિમતી અને ભગવતી મલ્લિનાથ તીર્થંકર વગેરેએ નારીશરીરમાં જ ઉત્કૃષ્ટ સાધના દ્વારા પોતાનો સમસ્ત કર્મક્ષય કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું. મૂળભૂત રીતે તો આત્મા સ્ત્રી કે પુરુષ નથી. શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, તે મહત્ત્વનું નથી, મહત્ત્વ છે એની સાધનાનું.
પુરૂષલિંગસિદ્ધ - પુરુષશરીરમાં રત્નત્રયની સાધના કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું છે.
નપુંસકલિંગસિદ્ધ – નપુંસકરૂપમાં પણ પોતાની તીવ્ર સાધના દ્વારા કર્મબંધનોને તોડીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હોય.
એકસિદ્ધ – એકસાથે એક જ સિદ્ધ થયા હોય.
અનેકસિદ્ધ – જેઓ એકસાથે એક નહીં, પરંતુ અનેક વ્યક્તિ સિદ્ધ થયા હોય. પછી ભલે તેઓ ભિન્નભિન્ન સ્થળેથી, જુદાજુદા વેશ, દેશ, પંથ, લિંગ અને શરીર દ્વારા સાધના કરીને સિદ્ધત્વને પામ્યા હોય. હું ઈશ્વરનું સ્વરૂપ
Page #19
--------------------------------------------------------------------------
________________
સિદ્ધત્વ(ઈશ્વરત્વ)પ્રાપ્તિમાં પાયાની બાબત સાધના છે, આથી જૈનધર્મએ સાધના પર વિશેષ ભાર મૂક્યો છે. બાહ્ય વેશ કે ક્રિયાઓ પર નહીં. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે સ્પષ્ટપણે કહ્યું છે –
'न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो ।
न मुणी रण्णवासेण, कुसचीरेण " तावसो ॥' માથું મુંડાવવાથી શ્રમણ થવાતું નથી. કારનો જપ કરવાથી બ્રાહ્મણ બનાતું નથી. નિર્જન વનમાં રહેવાથી મુનિ થવાય નહીં અને કુશાવસ્ત્ર ધારણ કરવાથી કોઈ તપસ્વી થતો નથી.” ઈશ્વર વિશે વિવાદ
અહીં પ્રશ્ન એ થાય છે કે ઈશ્વરને જેઓ કર્તા, ધર્તા, હર્તા માને છે તેમના મતમાં અને જૈનદર્શનના મતમાં સમન્વય કેવી રીતે થઈ શકે ? ઈશ્વરને કર્તા-હર્તા માનવામાં કયો મહાલાભ છુપાયેલો છે?
હકીકતમાં ઊંડાણથી વિચારીએ તો પ્રત્યેક માનવીના હૃદયમાં બેઠેલો ઈશ્વર (શુદ્ધ આત્મા) પોતાનાં કર્મોના કર્તા, ધર્તા અને હર્તા છે. આ દષ્ટિએ ઈશ્વરકર્તુત્વની વાતનો મેળ મળે છે. આ સિવાય અન્ય કોઈ ઈશ્વર(નિરંજન, નિરાકાર, સિદ્ધ)ને જો કોઈ કર્મોના કર્તા-ધર્તા માનીએ તો પક્ષપાત, અન્યાય આદિ આક્ષેપ સિદ્ધ-ઈશ્વર પર થશે. આથી “શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે –
__'न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोग स्वभावस्तु प्रवर्तते ॥' પરમાત્મા (ઈશ્વર) લોકના કર્તૃત્વ અને કર્મોના ગ્રષ્ટા નથી. તે કર્મફળ સંયોગની રચના પણ કરતો નથી. ફક્ત સ્વભાવ એટલે કે પ્રત્યેક પદાર્થની સ્વાભાવિક પ્રવૃત્તિ અથવા પ્રત્યેક જીવ પોતાના કર્મમાં પ્રવૃત્તિ કરવામાં તથા તેનાં ફળ ભોગવવામાં અને કર્મોનાં બંધનને તોડવામાં સ્વતંત્ર છે. પાણિનિનું સૂત્ર “સ્વતંત્ર: વર્તા”નો આ જ અભિપ્રાય છે. કર્તા વ્યક્તિ પોતાનાં શુભ કે અશુભ કર્મો કરવામાં સ્વતંત્ર છે, તેથી ઈશ્વર(સિદ્ધ પરમાત્મા)ને આ વિવાદમાં નાખવા નહીં એ જ ઉચિત છે.
સંત તુલસીદાસ “શ્રી રામરિત માન'માં પણ આ વાત ભગવાન રામના મુખે અભિવ્યક્ત કરે છે – ૮
રત્નત્રયીનાં અજવાળાં
કલાકાર
Page #20
--------------------------------------------------------------------------
________________
'कर्म प्रधान विश्व करि राखा ।
जो जस करई (सो) तस फल चाखा ॥' જે લોકો ઈશ્વરને સુખ-દુઃખના દાતા માને છે અને સારું-ખોટું, સંપત્તિ-વિપત્તિ બધું જ ઈશ્વરની ઇચ્છાથી સાંપડે છે એમ માને છે તેવા લોકોના મનનું સમાધાન ઈશ્વરને કર્તા નહીં માનવાથી કેવી રીતે થશે ? નિરંજન, નિરાકાર ઈશ્વર તો આ બધાથી સાવ નિર્લેપ છે. તે કોઈની પાસેથી કંઈ લેતો નથી કે કોઈને કંઈ આપતો નથી, તો પછી ઈશ્વરને કર્તા-ધર્તા માનવા ઔચિત્યપૂર્ણ છે?
વાત એવી છે કે ભક્તિની ભાષામાં ઈશ્વર(નિરંજન, નિરાકાર, સિદ્ધ)ને જ નહીં, પણ આપણે આપણા ઉપકારી વડીલોને, “આ બધું તમારું જ આપેલું છે. તમારા પ્રતાપથી જ આ સઘળું બન્યું છે. આ સઘળી ધનસંપત્તિ તમારા કારણે પ્રાપ્ત થયેલી છે.” એવું વારંવાર કહીએ છીએ. વાસ્તવમાં વડીલોએ આ બધું નથી આપ્યું, પરંતુ કૃતજ્ઞતા અને વિનય દર્શાવવા માટે અથવા પોતાનો અહમ્ ઓછો કરવા માટે આવું કહેવામાં આવે છે.
આ રીતે નિરંજન, નિરાકાર પરમાત્મા પ્રતિ ભક્તિ વ્યક્ત કરવાની દૃષ્ટિથી અને પોતાનું અહંકત્વ (હું કરું છું, મેં કર્યું, એવો અહંકાર) મિટાવી દેવા માટે ભક્તિની ભાષામાં આવું કહેવામાં આવે છે. જૈનધર્મમાં શ્રદ્ધાની વાત પરમાત્માની સ્તુતિ કે પ્રાર્થના કરતી વખતે ભક્તિની ભાષામાં આવું કહે છે. વસ્તુતઃ સિદ્ધાંત આ છે –
"सुखस्य दुःखस्य न कोऽपि दाता, परो ददातीति कुबुद्धिरेषा । अहं करोमीति वृथाभिमानः
स्वकर्म सूत्र-प्रथितो हि लोकः ॥" સુખ અને દુઃખને આપનાર કોઈ નથી. કોઈ બીજા એ આપે છે એ સમજણ યથાર્થ નથી. હું જ કરું છું એવું અભિમાન ખોટું છે. સંસાર પોતપોતાનાં કર્મો (કર્મબંધનો)થી બંધાયેલો છે. આ દષ્ટિએ ઔપચારિકરૂપે ઈશ્વરને કર્તા (નિમિત્તકર્તા) માનવામાં કોઈ પણ ધર્મ કે દર્શનને કોઈ પણ મુશ્કેલી નડતી નથી. અને મુક્ત ઈશ્વર (તીર્થંકર, અરિહન્ત કે - ઈશ્વરનું સ્વરૂપ
Page #21
--------------------------------------------------------------------------
________________
અવતારી પુરુષ) તો શરીરધારી હોવા છતાં પણ જગતનું અહર્નિશ કલ્યાણ અને ઉપકાર કરતા રહે છે, આથી એક રીતે તો સમાજશ્નણ, માનવજાતિના ત્રાતા, તરણતારણહાર હોવાને કારણે તેમને જગતના ત્રણ કે નિમિત્તકર્તા માનવામાં કોઈને કંઈ વાંધો નથી, કારણ કે તે ધર્મમય સંઘ(સમાજ)ની રચના સ્થાપના કરે છે. આથી કહ્યું છે – “થતિસ્થ નિને ધર્મમય તીર્થ(સંઘ)ની સ્થાપના કરવાવાળા જિન”.
સામાન્ય માણસ વિપત્તિ કે આફતના સમયે ગભરાઈ જાય છે. ક્યારેક એવા સમયે તેને સાંસારિક વ્યક્તિઓની કોઈ સહાય મળતી નથી. એ સમયે તે વ્યક્તિ કોની પાસેથી પૈર્ય, આશ્વાસન કે આલંબન મેળવે ? એથી ભગવાનને પ્રાર્થના કરે છે – “ભગવાન, મારી રક્ષા કરો. હું ડૂબી રહ્યો છું. આપત્તિમાં આવી પડ્યો છું. મને ઉગારો વગેરે.
ઈશ્વરની સાચી પ્રાર્થના
આવી પ્રાર્થના કરનાર પરમાત્માને જ તારક અને ઉદ્ધારક માને છે, પરંતુ જે ઈશ્વરને આવા નથી માનતા તેઓ વિપત્તિના સમયે શું કરશે ? વિપત્તિના સમયે સામાન્ય માણસ બાળક જેવો બનીને ભગવાનની પાસે રક્ષા અને બળની પ્રાર્થના કરે છે, પરંતુ તે માટે પોતાની પાસે જે બળ અને સામર્થ્ય છે તેનો ઉપયોગ ન કરે તો તે તેનું ઘોર અજ્ઞાન છે. ભગવાન બળ કે સામર્થ્ય આપતા નથી, પરંતુ નિર્બળ વ્યક્તિ પહેલાં પોતાનું પૂરતું બળ લગાવ્યા પછી જુએ છે કે, મારું બળ હવે આગળ કામ નથી આપતું ત્યારે ભગવાન પાસે ખૂટતું બળ આપવા કે રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે. આમ કરવું એ કંઈ ખરાબ નથી, પરંતુ એ ધ્યાનમાં રાખવાનું કે એક બાજુ ભગવાનની આજ્ઞાઓ, આદેશો અને નિર્દેશોને ઠુકરાવતા જઈએ, પાપકર્મ કરતા જઈએ, જગત સાથે ખરાબ વ્યવહાર કરતા જઈએ અને બીજી બાજુ આપત્તિ આવવાથી, તે દુષ્કર્મો માટે પશ્ચાત્તાપ પણ કર્યા વિના અને તેને ત્યાગવાનો સંકલ્પ કર્યા વગર જ ભગવાન પાસે બચાવવાની કે ઉગારવાની પ્રાર્થના કરવામાં આવે તો તે અજ્ઞાનતા છે. આ સાચી પ્રાર્થના ન ગણાય. તે ઈશ્વરની વિડંબના કરવા સમાન હશે. આ કારણથી જ્ઞાની અને ધર્માત્મા પુરુષ આવી આપત્તિના સમયે ભગવાનને દોષ આપતા નથી કે ભગવાનને (રક્ષણ
રત્નત્રયીનાં અજવાળાં
૧૦
Page #22
--------------------------------------------------------------------------
________________
માટે) પ્રાર્થના કરતા નથી, પરંતુ પોતાનાં દુષ્કર્મોને જ દોષ આપે છે. પોતે કરેલાં દુષ્કર્મોના ફળનો વિચાર કરીને પશ્ચાત્તાપ કરે છે. તેના પ્રાયશ્ચિત્ત કે દંડસ્વરૂપે જપ-તપ કરે છે અને ભવિષ્યમાં આવાં દુષ્કર્મ ન કરવાનો વિચાર કે સંકલ્પ કરે છે. આમ કર્યા પછી પણ કે આમ કરવામાં પોતાનું બળ ઓછું પડે તો ભગવાનને એ પ્રાર્થના કરે છે કે,
“રે પ્રભુ ! અમને આત્મબળ આપ, કે જેથી ક્રોધાદિ વિકારોથી અમે પરાજિત ન થઈએ અને આપત્તિને સમભાવપૂર્વક સહન કરી શકીએ.”
આ પ્રાર્થના ભાવુક્તા, ભક્તિ અને વિવેકપૂર્વકની છે. આમાં સિદ્ધાંત પર કોઈ આંચ આવતી નથી. જો પોતાના દ્વારા કરાયેલા કર્મ(બંધન)નું શુભ કે અશુભ ફળ બીજા આપી શકે છે, તો તો સ્વયં શુભ કાર્ય કરવું કે પાપકર્મોથી દૂર રહેવું નકામું છે, કારણ કે જો આમ થાય તો તો કોઈ પણ વ્યક્તિ પાપકર્મ કરીને પણ દુષ્કર્મફળના સમયે ભગવાનને વિનંતી કરીને કે ભગવાનની સમક્ષ માફી માગીને તે દુષ્કર્મથી છુટકારો મેળવી લેશે. ધર્માચરણ કરીને કે પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત કરીને તેમને છોડાવવાનો તો વિચાર જ નહીં કરે. આમ કરવું એ તો ઈશ્વરવાદનો દુરુપયોગ હશે. સામાયિક પાઠમાં કહ્યું પણ છે –
'स्वयं कृतं कर्म यदाऽत्मना पुरा, फलं तदीयं लभते शुभाशुभम् ।। परेण दत्तं यदि लभ्यते स्फुटं
स्वयं कृतं कर्म निरर्थकं तदा ॥' આત્માએ પહેલાં જે કંઈ પણ કર્મો કર્યા છે, તેનું જ તે શુભ કે અશુભ ફળ મેળવે છે. જો બીજા દ્વારા ફળ પ્રાપ્ત થાય, તો એ સ્પષ્ટ છે કે પોતાનાં કરેલાં કર્મ નિરર્થક છે.' ઈશ્વરપ્રાપ્તિ કઈ રીતે થાય ?
અનેક લોકોના મનમાં એ પ્રશ્ન સતત ઘુમરાયા કરતો હોય છે કે ઈશ્વર મળે કઈ રીતે? તેની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ ? કઈ સાધના અમને ઈશ્વરપ્રાપ્તિ કરાવશે ?
ઘણા લોકો ઈશ્વરપ્રાપ્તિ માટે નદીઓમાં સ્નાન કરે છે, તીર્થોની યાત્રા કરે છે, કેટલાંય જુદાંજુદાં ક્રિયાકાંડ કરે છે, પરંતુ વર્ષો સુધી આવી - ઈશ્વરનું સ્વરૂપ
૧૧
Page #23
--------------------------------------------------------------------------
________________
ક્રિયાઓ કરવા છતાં તેમનું જીવન ઈશ્વરપ્રાપ્તિ માટે અનુકૂળ કે અનુરૂપ બનતું નથી. તેનું કારણ એ છે કે તેઓ આ વિભિન્ન ક્રિયાઓને ઈશ્વરપ્રાપ્તિમાં સહાયક સમજવાને બદલે તેને મૂળ સાધન અને ક્યારેક તો સાધ્ય સમજે છે. વાસ્તવમાં આ બધી ક્રિયાઓ તો મોક્ષપ્રાપ્તિમાં સહાયક
છે.
જેમ ગાઢ અંધકારમાં ચાલનારા યાત્રી માટે પ્રકાશ સહાયક બને છે, તે પ્રકાશ પછી બૅટરીનો હોય, ફાનસનો હોય કે દીપકનો પણ હોઈ શકે. જો કોઈ પ્રકાશના ભિન્નભિન્ન પ્રકાર માટે લડતા-ઝઘડતા રહે, તો પોતાના ધ્યેય સુધી પહોંચી શકતા નથી, ત્યાં જ અટકી જાય છે. આ રીતે સાધકો જુદાજુદા ક્રિયાકાંડોના પ્રકારો જોઈને તેમાં જ મૂંઝાઈ જાય છે. જો એમાંથી કોઈ એક પ્રકારના ક્રિયાકાંડને ગ્રહણ કરીને આગળ વધે નહીં તો તેમની પરમાત્માપ્રાપ્તિની યાત્રા ત્યાં જ સ્થગિત થઈ જશે. જૈનદર્શનમાં સ્પષ્ટપણે કહ્યું છે
‘સમ્યવર્ણન-જ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ' । તત્ત્વાર્થસૂત્ર 9/9
‘સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણેય મળીને મોક્ષનો માર્ગ બને છે. અર્થાત્ આ ત્રણેય પરમાત્મા સુધી પહોંચવાનાં સાધન છે.’
1
આનો અર્થ એ છે કે જ્યારે મનુષ્યની શ્રદ્ધા પરમાત્મતત્ત્વ પર, કલ્યાણના માર્ગ પર, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ વ્રતો અને નિયમો તેમ જ ક્ષમા, દયા આદિ ધર્મતત્ત્વો પર દૃઢ થઈ જાય છે, તે પછી ગમે તેટલાં સંકટો આવી પડે, ગમે તેટલાં પ્રલોભનો કે ભય આવે, તેમ છતાં પણ આ કલ્યાણકારી તત્ત્વો પરથી શ્રદ્ધા ન ડગે અને કલ્યાણના આ માર્ગનું સાચું જ્ઞાન હોય એટલે કે તેના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય, તેનું પાલન કરવામાં આવતાં વિઘ્નો, મૂંઝવણો તથા તેનું નિરાકરણ કરવાના ઉપાયની પૂરેપૂરી જાણકારી હોય, વળી અગાઉ કરેલાં કલ્યાણકારી તત્ત્વો પર ચાલવાની પૂરેપૂરી તમન્ના હોય, ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે.
કેટલાક લોકો એમ માને છે કે ફક્ત ભગવાનના નામની માળા ફેરવી લેવાથી કે માત્ર ભગવાનનું નામ લેવાથી જ ભગવાનની પ્રાપ્તિ રત્નત્રયીનાં અજવાળાં
૧૨
Page #24
--------------------------------------------------------------------------
________________
થઈ જાય છે, પરંતુ આ કોઈ સસ્તો સોદો નથી. પોતાના જીવનમાં દુર્ગુણોને ન તજે અને પોતાનું જીવન સુધારે તો નામસ્મરણનો કશો અર્થ નથી.
સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર(વૈદિક ભાષામાં ભક્તિ, જ્ઞાન અને કર્મ)નું સક્રિય આચરણ કરવું એ જ સચિ-આનંદ(ઈશ્વર)ને પ્રાપ્ત કરવા બરાબર છે. સમ્યગુદર્શન (કલ્યાણમાર્ગ વગેરે તરફ સાચી શ્રદ્ધા-ભક્તિ) થવાથી સત્ની પ્રાપ્તિ થાય છે અને સત્ હોય, તો જ્ઞાન પણ સમ્યફ થઈ જાય છે, એટલે કે ચિત(જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે. આ બંનેની સાથે જ્યારે સમ્યક ચારિત્રનું પાલન થાય છે, ત્યારે જીવનમાં અક્ષય અને શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય છે.
નામસ્મરણ, જાપ, પૂજાપાઠ કે અન્ય ક્રિયાઓ તો ભાવના અને અભ્યાસને ઉદીપ્ત કરવા માટે સહાયક છે. જેવી રીતે ઘડો બનાવવા માટે માટી લાવવામાં ગધેડો પણ કુંભારને સહાયક છે. ઠંડો, ચાકડો પણ માટીના પિંડને ઘુમાવવા માટે અને ઘડો વગેરે વસ્તુઓ બનાવવા માટે સહાયક થાય છે, તે જ રીતે વિવિધ સાધનો ઈશ્વર-પ્રાપ્તિની ભાવનાને સતેજ કરવા માટે અને જપ, તપ અને વ્રત, નિયમ આદિનો અભ્યાસ કરવામાં સહાયક છે. આથી કહેવાયું છે –
“ઈશ્વર મળે ન ગંગા નહાયે, ઈશ્વર મળે ન ભસ્મ લગાયે, ઈશ્વર મળે ન જટા રાખે, ઈશ્વર મળે ન ધૂણી ધખાયે || 1 || ભક્તિ તીર્થ હો, જ્ઞાન જળ હો, સદાચારનું જ્ઞાન,
તેને જ મળે છે ભગવાન. || ૨ || સમ્યક દર્શન, ચરિત્ર સમ્યક સમ્યક હોય જ્ઞાન,
એને જ મળે છે ભગવાન. || ૩ || કોધ, માનથી દૂર જ રહે, માયા, લોભને કદી ન રહે, વિષયાસક્તિમાં ન પડતો, રાગ-દ્વેષની મનમાં ન જડતા, શાંત, નગ્ન, સંતુષ્ટ, સરળ હો, અનાસક્તિની ખાણ,
તેને જ મળે છે ભગવાન.” || ૪ | વિવેચન પરથી આપ સમજી ગયા હશો કે ઈશ્વરનું સ્વરૂપ શું છે ? તેના કેટલા પ્રકાર છે ? કોણ વ્યક્તિ સિદ્ધ-ઈશ્વર બની શકે છે ? વળી ઈશ્વરપ્રાપ્તિનો મુખ્ય કયો માર્ગ છે ?- ---
ઈશ્વરનું સ્વરૂપ
૧૩
છે
Page #25
--------------------------------------------------------------------------
________________
તમને મારો આગ્રહ છે કે તમે સિદ્ધ પરમાત્મા(ઈશ્વર)ના સ્વરૂપનો યથાર્થરૂપથી વિચાર કરીને પોતાના અંતઃકરણમાં ઈશ્વરતત્ત્વની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરશો, તો તમે તમારા જીવનને સફળ બનાવી શકશો.
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધૂની, મુંબઈ
સમય : વિ.સં. ૨૦૦૮, આસો સુદ ૯
૧૪
રત્નત્રયીનાં અજવાળાં
રત્નત્રયીનાં અજવાળાં.
Page #26
--------------------------------------------------------------------------
________________
ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
આજે મારે ઈશ્વર (સિદ્ધ ભગવાન) પર આસ્થાના સંબંધમાં તમારી સમક્ષ કેટલીક વાતો કહેવી છે. આજે જગતમાં ઝડપથી લોકો નાસ્તિક્તા તરફ વિશ્વાસ ધરાવવા લાગ્યા છે. ધર્મ અને ઈશ્વરને ઢોંગ સમજીને તેના પર શ્રદ્ધા રાખવી કે ઈશ્વરમાં વિશ્વાસ રાખવો અને આફત માને છે અથવા તો હાથે કરીને બંધનમાં ફસાવું એમ ગણે
છે.
જૈનધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે. એ પ્રત્યેક બાબતને બુદ્ધિ, તર્ક અને યુક્તિની એરણે કસે છે અને કસોટીમાં પાર ઊતર્યા પછી જ એમાં આસ્થા રાખે છે.
નાસ્તિકો, ભૌતિકવાદીઓ અને ચાર્વાકના દર્શનમાં માનનારા કહે છે કે ઈશ્વરને માનવાની જરૂર જ શી છે ? ઈશ્વર આંખોથી નજરોનજર દેખાતો નથી, તો પછી તેને માનવો શા માટે ?
નાસ્તિક કે ચાર્વાક વિચારધારામાં માનનારાઓ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ કહે છે કે આ જગતમાં જે નજરોનજર છે તે જ માન્ય અને વિશ્વસનીય છે. આ લોકથી ભિન્ન એવી આત્મા, પરલોક, ઈશ્વર આદિ કપોળકલ્પિત બાબતો છે. તેમના મત પ્રમાણે સુર્વે સત્યમ્'. (આંખે
દેખાય તે જ સત્ય છે.) ઈશ્વરશ્રદ્ધાના અજવાળે.
૧૫
Page #27
--------------------------------------------------------------------------
________________
આ સિદ્ધાંત અનુસાર ચાર્વાકવાદીઓ ઈશ્વરનું કદાચ સમર્થન કરે છે, તો તે પણ રાજાના રૂપમાં. કેમ કે રાજા નિગ્રહ-અનુગ્રહ કરવામાં સમર્થ છે, ઐશ્વર્યશાળી છે તેથી તે જ ઈશ્વર છે, પરંતુ ‘આંખે દેખાય તેટલું જ માન્ય અને વિશ્વસનીય છે' આ વાત તર્કથી ખંડિત થઈ જાય છે. ચાર્વાક કે નાસ્તિક વિચારધારા ધરાવનારા લોકોએ પોતાના પરદાદા(પ્રપિતામહ)ને પોતાની આંખોથી જોયા નથી, છતાં પણ એમને માનવું પડે છે કે તેમના પરદાદા હતા.
કોઈ નાસ્તિકની પત્ની વિદેશથી પત્ર લખે કે ‘મારી કૂખે પુત્રજન્મ થયો છે.' શું પેલો નાસ્તિક પોતાની આંખોથી જોયા વગર જ પુત્રજન્મની વાત માની લેશે ? હા, જરૂર માનશે.
આ રીતે કોઈ નાસ્તિકના વિદેશમાં વસતા પુત્રનો પત્ર આવવાથી તે એમ કહે છે કે આ મારા પુત્રનો પત્ર છે,' જ્યારે તેનો પુત્ર તો પ્રત્યક્ષ નથી. આંખોથી વીજળી કે હવા દેખાતી નથી, પરંતુ વીજળી દ્વારા થતાં કાર્યો પંખો ચાલવો, મશીનો ચાલવાં, પ્રકાશ આપવો, હીટર દ્વારા ગરમી પેદા થવી વગેરે કામોને જોઈને અનુમાન કરાય છે કે વીજળી છે. પાંદડાં હાલતાં હોય, ઠંડી લહેર આવતી હોય, તો આ બધાથી વગેરે અનુમાન કરી શકાય કે હવા છે. આ જ રીતે નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ પણ પ્રત્યક્ષ ઉપરાંત અનુમાન, આગમ (આમ્રવચન) આદિને પ્રમાણ માનીને સ્વીકારે છે, તો પછી ઈશ્વર અંગે માનવામાં આનાકાની કે આપત્તિ શા માટે ?
-
―
ઈશ્વર દ્વારા થતાં કાર્યો અથવા તો ઈશ્વરની મહત્તાને જોઈને ઈશ્વરના અસ્તિત્વનું અનુમાન કરી શકાય. વળી રાગદ્વેષ વિનાના દોષરહિત, સર્વજ્ઞ મહાપુરુષોનાં વચન (આગમ) પણ આમ કહે છે, તો પછી ઈશ્વરને માનવામાં કોઈ મુશ્કેલી હોવી જોઈએ નહીં.
આપણા ચિત્તમાં રહેલાં જ્ઞાન કે વિદ્યાને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ ખરા ? વિદ્યા કે જ્ઞાનને કોઈ પ્રત્યક્ષ બતાવી શકે ખરું ? આમ છતાં વિદ્યા કે જ્ઞાનના કાર્ય કે વ્યવહારને જોઈને કહી શકાય કે અમુક વ્યક્તિમાં જ્ઞાન છે તેથી એ વિદ્યાવાન છે. ઈશ્વરીય સ્વરૂપનો વ્યવહાર કે કાર્ય જેનામાં દેખાય, તે ઈશ્વર કહેવાય. રાગદ્વેષરહિતતા (વીતરાગતા) અને નિર્દોષતા ધરાવનારને સર્વજ્ઞ વીતરાગ કહેવાય.
૧૬
રત્નત્રયીનાં અજવાળાં
Page #28
--------------------------------------------------------------------------
________________
નાસ્તિકો રાજાને ઈશ્વર માને છે, પણ આ રાજા ન તો વીતરાગ છે, ન તો નિર્દોષ છે, કે ન તો એ અષ્ટકર્મબંધનથી મુક્ત છે. રાગદ્વેષરહિતતા, કષાય-ઉપશાંતતા, નિર્દોષતા વગેરે ગુણો વત્તા-ઓછા પ્રમાણમાં મનુષ્યોમાં રહેલા છે, તે તો અનુભવસિદ્ધ છે. આવા ઉત્કૃષ્ટ ગુણોને આંશિક રૂપે આપણે ઉચ્ચ સાધકોમાં જોઈએ છીએ. તો પછી તેઓ પૂર્ણ રૂપે ઉપર વર્ણવેલા ગુણો ધરાવતા હોય તેવી વ્યક્તિને જીવનમુક્ત, વીતરાગ, કેવલી, ઈશ્વર કે સિદ્ધ-ઈશ્વર કહેવામાં વાંધો શું ? રાજાની સરખામણીમાં તો આ જીવનમુક્ત ઈશ્વર કે સિદ્ધ-ઈશ્વર ઘણા ચડિયાતા છે.
જો કોઈ ઈશ્વરના નામથી જ ભડકીને ભાગી જતા હોય, તો તેના બદલે તેઓ કોઈ બીજા નામથી તેને માને. એને અવ્યક્ત શક્તિ કહે, પ્રકૃતિ કહે કે પછી બીજા કોઈ નામથી બોલાવે. કોઈને માન્યા વિના છૂટકો જ નથી. છ વિશિષ્ટ લાભ
ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી શું લાભ થાય ? સામાન્ય રીતે ફાયદાની વાત વ્યક્તિને તરત આકર્ષે છે. ઈશ્વરશ્રદ્ધાથી કોઈ હાનિ નથી, બલ્ક અનેક લાભ છે. મુખ્ય છ લાભ છે. સૌ પ્રથમ લાભ એ છે કે પરમાત્મા પર શ્રદ્ધા રાખવાથી મનુષ્ય આપત્તિના સમુદ્રમાં ડૂબી ગયો હોય, ચોતરફ સંકટોનાં વાદળાંથી ઘેરાયેલો હોય, તેમ છતાં સહેજે ગભરાતો નથી.
જો એ ઈશ્વરના કર્તૃત્વમાં માનનારો હોય તો વિચારે છે કે,
“આ દુઃખ, સંક્ટ કે વિપત્તિ ભગવાનનો જ પ્રસાદ છે. આ નિમિત્તે ભગવાન મારી કસોટી કરી રહ્યા છે. જો હું આ પરીક્ષામાં નિષ્ફળ જઈશ તો મારી ભક્તિ અપૂર્ણ, એકાંગી અને સ્વાર્થી છે.”
સંત તુકારામનો પુત્ર માંદો પડ્યો ત્યારે જીજીબાઈએ કહ્યું કે તમે આને માટે કોઈ દેવ-દેવીની માનતા કેમ નથી રાખતા ? સંત તુકારામ બોલ્યા, “માનતામાં હું માનતો નથી. મારે તો પાંડુરંગ(ભગવાન વિષ્ણુ)નો આધાર છે. તેમના પર પૂરો ભરોસો છે. તે જે કંઈ કરશે તે સારું જ કરશે.”
સંત તુકારામનો પુત્ર મૃત્યુ પામ્યો ત્યારે પણ પુત્રવિયોગમાં તેઓ રડ્યા નહીં. . ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
Page #29
--------------------------------------------------------------------------
________________
જીજીબાઈએ કહ્યું, “તમારો પ્રિય પુત્ર અવસાન પામ્યો તેમ છતાં તમને આંસુ નથી આવતાં ? કેમ ધ્રુસકે ને ધ્રુસકે રડતા નથી ?” તુકારામે કહ્યું –
“રે મેરે દાનવોદી, ગાતાં હું સોના સારી” આવા તો મારા કોટાનકોટિ(કરોડો) જન્મોમાં પુત્રજન્મ લઈને મૃત્યુ પામ્યા. એ પ્રમાણે આ પણ મૃત્યુ પામ્યો. તેથી હું આગલા જન્મના પુત્રના વિયોગ માટે રુદન કરું કે આના માટે આક્રંદ કરું? કોના માટે રહું ?”
રૂંવે રૂંવે ઈશ્વરશ્રદ્ધા હોય, તેનું આ જ્વલંત ઉદાહરણ છે. ખરો ઈશ્વરભક્ત દુઃખ અને સંકટના સમયે પણ ઈશ્વરશ્રદ્ધા છોડતો નથી. તે એ જ વિચારે છે –
વિષ વિસ્મરણં તથ, સમૂહું સંભાળ્યું પ્રપોઃ ” પરમાત્માનું વિસ્મરણ થવું એ વિપત્તિ છે અને પરમાત્માનું સતત સ્મરણ થવું એ સંપત્તિ છે.”
દઢ ઈશ્વરશ્રદ્ધા ધરાવનારી નારીનો એનો એક પુત્ર મૃત્યુ પામ્યો. તેના મન પર પુત્રવિયોગની ઘેરી અસર થઈ. પરંતુ બીજી જ ક્ષણે એને ઈશ્વરનું સ્મરણ થયું. એણે વિચાર્યું –
“ભગવાન મારી કસોટી કરે છે કે મને ઈશ્વર પર પ્રેમ છે કે મારા પુત્ર પર ? આ દુઃખ એ દુઃખ નથી, પણ ઈશ્વરનો પ્રસાદ છે.”
તે ઈશ્વરભક્ત નારીએ પોતાના પતિને, ઘરનાં સ્વજનોને અને પડોશીઓને સાંત્વના આપી. અપૂર્વ શાંતિ તથા સમભાવથી પુત્રવિયોગનું દુઃખ સહન કર્યું. ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારી વ્યક્તિ પહેલાં તો એ વિચારે છે કે આ દુઃખ, વિપત્તિ કે સંકટ મારા જ કોઈ પૂર્વજન્મનાં અશુભ કર્મોનું ફળ છે. એક શાહુકારની જેમ મારે આ દેવું હસી હસીને ચૂકવવું જોઈએ. આ સંકટોને સમભાવપૂર્વક સહન કરવો જોઈએ. જો તે આપત્તિ અને આફતને સહન કરવામાં તેનું આત્મબળ ઓછું પડે તો તે પરમાત્માને પ્રાર્થના કરે છે કે – “ગાવોદિતામં સમાવિમુત્તમં હિંતુ ! સિટી સિદ્ધિ મમ વિસંત ”
રત્નત્રયીનાં અજવાળાં.
૧૮
ક
Page #30
--------------------------------------------------------------------------
________________
“સિદ્ધ પરમાત્મા ! આપ મને સ્વસ્થતાબોધિ(સમ્યકજ્ઞાન)નો લાભ અને ઉત્તમ સમાધિ (સમભાવમાં મસ્ત રહેવાની શક્તિ) આપો. હે સિદ્ધેશ્વરો ! તમે મને સિદ્ધિ પ્રદાન કરો અથવા સિદ્ધિ (મુક્તિ) પ્રાપ્ત કરવાની પ્રેરણા આપો.
આ રીતે પોતાની ઉત્કૃષ્ટ શ્રદ્ધાને કારણે ઈશ્વરભક્તને પરમાત્મા પાસેથી આત્મશક્તિ, સમ્યકજ્ઞાન, સમતા અને સ્વસ્થચિત્તતાની પ્રેરણા મળતી રહે છે. પરમાત્મબળ પામીને તે કામક્રોધાદિ શત્રુઓ સાથે પરાક્રમ દાખવીને લડી શકે છે. ઈશ્વરીય સહાય અને અસીમ શ્રદ્ધાને બળે એનો નિશ્ચિતપણે વિજય થાય છે.
ભારતીય ધર્મગ્રંથોમાં અનેક મહાન નારીઓનાં દૃષ્ટાંતો છે કે જેમણે સંકટના સમયે ન તો પ્રભુભક્તિ છોડી અને ન તો પરમાત્માને દોષ આપ્યો, પરંતુ ઈશ્વર પ્રતિ દઢ શ્રદ્ધા રાખીને, સંકટોને પોતાનાં દુષ્કર્મોનાં ફળ સમજીને તેમનો સામનો કરતી રહી. અંતે તો સંકટોમાંથી નિર્વિન પાર ઊતરીને તેઓ પ્રભુભક્તિમાં અધિક લીન થઈ ગઈ.
ભક્ત પ્રહલાદને હિરણ્યકશિપુએ ઈશ્વરભક્તિ છોડવા માટે કેટલો વિવશ કર્યો ! કેટલાં કષ્ટ આપ્યાં ! પરંતુ તેણે ગભરાઈને ઈશ્વરભક્તિ છોડી નહીં કે ઈશ્વરને દોષ દઈને એના પ્રત્યેની શ્રદ્ધા ખોઈ નહીં. કલની ફિકર નહીં
પરમાત્મા પર વિશ્વાસ રાખનારને બીજો લાભ એ છે કે વ્યક્તિ પોતાની પાસે વસ્તુઓની અછત હોવા છતાં તેના અભાવનો અનુભવ કરતી નથી. અભાવને પરિણામે થતા અભાવોથી દુઃખી નથી થતો. તે તો માત્ર સમતારૂપી સાગરમાં ડૂબકીઓ મારતો ઈશ્વરભક્તિમાં લીન-પ્રસન્ન રહે છે. ઈશ્વરની કૃપા પર એટલો દૃઢ વિશ્વાસ હોય છે કે બીજા દિવસ માટે પણ સંગ્રહ કરવાની તેને ચિંતા હોતી નથી.
ઈરાનના કેરમાન પ્રદેશમાં શાહશુજા નામનો એક પવિત્ર રાજવંશી વિદ્વાન અને જ્ઞાની પુરુષ રહેતો હતો. તેને ઈશ્વર પર અટલ વિશ્વાસ હતો. ત્યાંના સંત ફકીરો પણ તેને પૂજનીય પુરુષ માનતા હતા. શાહશુજાને સંતાનમાં માત્ર એક પુત્રી હતી. પિતાની માફક એ ઘણી વિવેકી, શિક્ષિત, સંસ્કારી અને ઈશ્વરમાં આસ્થાવાન હતી.
ઈશ્વરશ્રદ્ધાના અજવાળે.
છે કે
૧૯
Page #31
--------------------------------------------------------------------------
________________
એક દિવસ અતિ ધનાઢ્ય કૈરમ બાદશાહે શાહશુજાને તેની પુત્રી સાથે પોતાનું લગ્ન કરાવી આપવા કહ્યું, તો તેણે ઉત્તર આપ્યો, “મારે મારી પુત્રીનાં લગ્ન કોઈ રાજા નહીં, પરંતુ ત્યાગી અને ઈશ્વર પર અટલ શ્રદ્ધા ધરાવનાર સાથે કરાવવાં છે.”
એક દિવસ શાહશુજાએ ફકીરના વેશમાં એક યુવકને તલ્લીનતાથી ઈશ્વરોપાસના કરતો જોયો. તેની સાથે વાતચીત કરવાથી જાણવા મળ્યું કે તે ઉમદા સ્વભાવનો કાબેલ યુવક છે.
ફકીર વેશધારી એ યુવકને શાહશુજાએ પૂછ્યું, “શું તું લગ્ન કરવા ઈચ્છે છે ?”
મુસ્લિમ ફકીરો વિવાહિત હોય છે, તે યુવકે કહ્યું, “હા ઈચ્છે તો છું, પરંતુ મારા જેવા ગરીબ ફકીરને કોણ પોતાની કન્યા આપે ? મારી પાસે તો માત્ર ત્રણ દિરહમ છે.”
શાહશુજાએ કહ્યું, “તું ચિંતા ન કર, હું તને મારી પુત્રી પરણાવીશ, પરંતુ શરત એટલી કે ઈશ્વર પર તારો અડગ વિશ્વાસ રહેવો જોઈએ. જે દિવસે ઈશ્વર પરની તારી શ્રદ્ધા ડગી જશે તે દિવસે મારી પુત્રી તને છોડીને મારી પાસે આવતી રહેશે.”
યુવકે કહ્યું, “એ તો ઘણી સરસ વાત. હું આ શરત માન્ય રાખું છું, પરંતુ ત્રણ જ દિરહમમાં લગ્નનું કામ કેવી રીતે થશે ?”
શાહશુજા : “બધું જ થઈ જશે. તું આ ત્રણ દિરહમમાંથી રોટલી, ખાંડ અને મીઠું વગેરે લઈ આવ. હું તરત જ મારી પુત્રીનું લગ્ન તારી સાથે કરાવી આપીશ.”
ફકીર યુવક બજારમાં જઈને ત્રણ દિરહમની વિવાહની સામગ્રી લઈ આવ્યો. શાહશુજાએ પોતાની પુત્રીનું લગ્ન તેની સાથે કરાવી આપ્યું. ફકીર લગ્ન કરીને તે કન્યાને પોતાને ઘેર લઈ આવ્યો, પણ એણે જેવો ફકીરના ઘરમાં પગ મૂક્યો, તો જોયું કે પાણીના કૂંજા પર એક રોટલી મૂકી હતી. આ જોઈને કન્યાએ તરત જ કહ્યું,
“હું આ ઘરમાં નહીં રહી શકું.”
ફકીર બોલ્યો, “મને તો પહેલેથી જ શંકા હતી કે તું રાજપરિવારની હોવાથી મારી ઝૂંપડીમાં કદાચ નહીં રહી શકે અને મારા દુઃખ અને ૨૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #32
--------------------------------------------------------------------------
________________
મારી દરિદ્રતામાં ભાગ નહીં પડાવી શકે.”
છોકરીએ જવાબ આપ્યો, “હું તારી આ ઝૂંપડી કે દરિદ્રતા જોઈને મારા પિયર નથી જતી, પરંતુ એટલા માટે જાઉં છું કે ઈશ્વર પર તારી શ્રદ્ધા અડગ નથી. ઈશ્વર પર આધાર રાખવામાં નિર્બળ છે. આજે શું ખાવું તેની ચિંતા તું કાલથી કરે છે. મને મારા પિતાએ વીસ વર્ષ સુધી પાળી-પોષી અને કહ્યું હતું, “હું તારું લગ્ન એવા પુરુષ સાથે કરાવીશ, જેનામાં વૈરાગ્ય અને પૂર્ણ ઈશ્વરશ્રદ્ધા હોય. મને આજે ખ્યાલ આવ્યો કે તેમણે મારું લગ્ન એવી વ્યક્તિ સાથે કરાવ્યું છે કે જેને પોતાની આજીવિકા માટે ઈશ્વર પર વિશ્વાસ નથી.”
ફકીરની આંખો ઊઘડી ગઈ. તેણે ગદ્ગદ કંઠે કહ્યું, “આ ભૂલનું પ્રાયશ્ચિત્ત ?”
તે બોલી, “પ્રાયશ્ચિત્ત એ જ છે કે આ ઘરમાં કાં તો આ રોટલી રહેશે અથવા હું રહીશ.”
ફકીરે તરત જ એ રોટલી એક ભૂખ્યા માનવીને આપી દીધી, તેથી એ કન્યાએ ફકીરના ઘરમાં રહેવાનું મંજૂર રાખ્યું.
આ છે ઈશ્વરશ્રદ્ધાનો લાભ ! ઈશ્વરશ્રદ્ધાનું લક્ષણ અહીં બતાવ્યું છે –
“નામાનામે સહુ કુદે, વીgિ મરી તદા |
समो निंदा-पसंसासु, तहा माणावमाणओ ॥" ઈશ્વરશ્રદ્ધા ધરાવનાર સાધક લાભ અને ગેરલાભમાં, સુખ અને દુઃખમાં, જીવન અને મરણમાં, નિંદા અને પ્રશંસામાં તથા માન અને અપમાનમાં સદા સમ રહે છે.”
શ્રીમદ્ ભગવદ્ગીતા'માં આલેખાયેલાં પરમાત્મભક્તનાં લક્ષણ આની સાથે મળતાં આવે છે. -
"समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः । शीतोष्ण-सुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥ तुलयनिन्दास्तुतिौनी संतुष्टो येन केनचित् ।
अनिकेतः स्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः ॥" । જે શત્રુ અને મિત્ર પર, માન અને અપમાનમાં, શીત-ઉષ્ણ અને . ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
Page #33
--------------------------------------------------------------------------
________________
સુખ-દુઃખમાં સમ રહે છે, જે આસક્તિથી રહિત છે અને નિંદા અને સ્તુતિમાં પણ સમ રહે છે, મનનશીલ, યથાલાભસંતુષ્ટ, ઘરબારની ચિંતા નહીં કરનારો, સ્થિર બુદ્ધિવાળો છે, એવો ભક્ત મને પ્રિય છે.''
પાપકર્મમાં પ્રવૃત્ત નહીં :
ઈશ્વરશ્રદ્ધાનો ત્રીજો લાભ એ છે કે આવી વ્યક્તિ કદી પાપકર્મમાં પ્રવૃત્ત નથી થતી. પાપકર્મની વાત આવતાં જ એ ખચકાય છે, કારણ કે તે દૃઢ વિશ્વાસ ધરાવે છે કે ઈશ્વર તો સર્વજ્ઞ છે. જો હું અંધારામાં કે ક્યાંક છુપાઈને પણ પાપકર્મ કે ખરાબ કર્મ કરીશ, તો પણ એનાથી તો ઘટ-ઘટની કે કણ-કણની કોઈ પણ વાત છુપાએલી રહેતી નથી. મને આ દુષ્કર્મોની સજા જરૂર મળશે. સામાન્ય માનવીઓથી ભલે હું વાત છુપાવી શકીશ, પરંતુ ઈશ્વરથી તો હું એ વાત નહીં છુપાવી શકું. એક ઉદાહરણ જોઈએ
એક ઉત્કૃષ્ટ સાધનાવાળા ઈશ્વરભક્ત ધર્મગુરુ પાસે એક દિવસ બે યુવકો શિષ્ય બનવા માટે આવ્યા. તેઓ કહેવા લાગ્યા,
“ગુરુજી, અમે આપના શિષ્ય બનવા ઇચ્છીએ છીએ. આપ અમને આપના શિષ્ય બનવાનું સદ્ભાગ્ય આપો.''
ગુરુએ કહ્યું, “ભાઈ, હું ગમે તેવા માણસોને મારા શિષ્ય બનાવતો નથી. સાચા ઈશ્વરભક્ત હોય તેને જ શિષ્ય બનવાને પાત્ર માનું છું. પહેલાં એની પરીક્ષા કરું છું કે ઈશ્વર પર તેનો વિશ્વાસ કેટલો સુદૃઢ છે.
""
બંને યુવકોએ કહ્યું, “ગુરુજી, અમે પરીક્ષા આપવા તૈયાર છીએ. આપ જેમ ઇચ્છો તે પ્રમાણે અમારી પરીક્ષા કરી શકો છો. જ્યારે અમે આપની આજ્ઞાનું પાલન કરવાવાળા અને પાકા ઈશ્વરભક્ત સિદ્ધ થઈ જઈએ એ પછી જ આપ અમને શિષ્ય બનાવજો, એ પહેલાં નહીં.''
ગુરુ વૈક્રિય શક્તિ ધરાવતા હતા. એમણે પોતાની શક્તિથી બે નકલી કબૂતર બનાવ્યાં. જાણે જીવતાં કબૂતર ! ગુરુએ બંને યુવકોને એક એક બૂતર આપ્યું અને એવી આજ્ઞા કરી કે, જ્યાં કોઈ જોતું ન હોય તેવી જગ્યાએ આ કબૂતરને મારીને અહીંયાં લઈ આવો.''
બંને યુવકોએ કહ્યું, “આપની આજ્ઞા પ્રમાણે અમે જરૂર આ કામ
કરીશું.’’
૨૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #34
--------------------------------------------------------------------------
________________
ગુરુએ પોતાની શરત પુનઃ યાદ કરાવી, “મારી આજ્ઞાને ધ્યાનપૂર્વક સાંભળજો. પોતપોતાના કબૂતરને એવી જગ્યાએ મારજો, જ્યાં કોઈ જોતું ન હોય.”
બંનેએ વિનયપૂર્વક આ આશાનો સ્વીકાર કર્યો અને પોતપોતાના કબૂતરને લઈને જુદી જુદી દિશામાં ચાલી નીકળ્યા. આમાં એક યુવક અવિવેકી હતો. એણે શહેરની બહાર થોડે દૂર જઈને જોયું તો ખેતરમાં થોડાક માણસો ઊભા હતા. આથી તે એનાથી પણ વધારે આગળ વધ્યો તો ઘોર જંગલ આવ્યું. જંગલમાં એક જગ્યાએ વૃક્ષોની સઘન ઘટા હતી. અંધારું થવા આવ્યું હતું. આ અવિવેકી યુવકે વિચાર્યું કે, “અહીંયાં તો કોઈ જોતું નથી, તેથી આ કબૂતરને અહીંયાં જ મારું તો કેવું?”
તેણે તરત જ કબૂતરની ગરદન મરડી નાંખી, અને પછી તેને લઈને ગુરુ પાસે પાછો આવ્યો.
ગુરુએ પૂછ્યું, “કેમ ભાઈ, આજ્ઞાનું પાલન કરીને આવ્યા ?”
યુવક કહે, “હા ગુરુજી ! આપની આજ્ઞા અનુસાર આ કબૂતરને મારીને લાવ્યો છું.” ગુરુ બોલ્યા, “પરંતુ તે મારી શરત યાદ રાખી હતી ને ?” યુવક કહે, “અવશ્ય ! મેં એવી જગ્યાએ આ કબૂતરને માર્યું છે કે જ્યાં કોઈ જ જોતું ન હતું. ઘોર જંગલમાં વૃક્ષોની ઘનઘોર ઘટા વચ્ચે તેને હું લઈ ગયો હતો.”
ગુરુએ ક્રોધાવેશમાં આવીને તેને ધમકાવ્યો, “તું મારો શિષ્ય બનવાને લાયક નથી, કારણ કે તેં મારી આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કર્યું નથી. તું કહે છે કે મેં આ કબૂતરને એવી જગ્યાએ લઈ જઈને માર્યું છે કે
જ્યાં કોઈ જોતું ન હોય, પરંતુ જ્યાં અને જ્યારે તે આ કબૂતરને માર્યું, ત્યારે ત્યાં તું તો આ કબૂતરને જોતો હતો અને આ કબૂતર પણ તને જોતું હતું, તો પછી તું એવી કેવી રીતે કહી શકે કે તે આ કબૂતરને એવી જગ્યાએ માર્યું છે કે જ્યાં કોઈ જ જોતું ન હતું. વળી ઈશ્વર તો સઘળે વસે છે. એ બધી જગ્યાએ જુએ છે. એનાથી કશું છૂપું રહેતું નથી.”
આ સાંભળીને તે અવિવેકી યુવકે આવેશમાં આવીને કહ્યું, “વાહ ગુરુજી વાહ ! જો આમ જ હતું તો આપે પહેલાં જ કહેવું જોઈતું હતું.
ઈશ્વરશ્રદ્ધાના અજવાળે છે
૨૩
Page #35
--------------------------------------------------------------------------
________________
તમે પહેલેથી ખુલાસો તો કર્યો નહીં અને હવે કહો છો કે તું જોતો હતો, તે જોતું હતું, ઈશ્વર જોતા હતા! દોષ આપનો છે, મારો નહીં ! હું તો મારી સમજણ પ્રમાણે આપની આજ્ઞાનું પાલન કરીને લાવ્યો છું.”
ગુરુએ કહ્યું, “સારું ભાઈ ! મારો જ દોષ છે, પણ હું તારા જેવા ઈશ્વર પર શ્રદ્ધા ન રાખનાર યુવકને મારો શિષ્ય નહીં બનાવું.” તે યુવક અયોગ્ય સાબિત થવાથી ચાલ્યો ગયો.
એવામાં વિવેકી અને વિનમ્ર બીજો યુવક કબૂતરને જીવતું જ લઈને આવ્યો અને બોલ્યો, “ગુરુજી ! લ્યો આ આપનું કબૂતર ! મને દુઃખ છે કે હું આપની આજ્ઞાનું પાલન ન કરી શક્યો.” ગુરુએ પૂછ્યું, “હે શિષ્ય ! શું ક્યાંય એવું એકાંત ન મળ્યું કે જ્યાં કોઈ જોતું ન હોય ?” યુવક બોલ્યો, “ગુરુજી, આપની પાસેથી કબૂતરને લઈને હું એક જંગલમાં ગયો, પણ ત્યાં ખેતરમાં એક માણસ ઊભો હતો. પછી હું એથી ય આગળ વધ્યો.
એક પહાડની પાછળ કોઈ માણસ ન હતો, પરંતુ મેં વિચાર્યું કે અહીંયાં સૂરજ તો જુએ છે, હું જોઉં છું, આ કબૂતર પણ મને જોઈ રહ્યું છે, તેથી અહીં તો કેવી રીતે મારી શકું ? ગુરુની આજ્ઞા છે કે
જ્યાં કોઈ ન જોતું હોય ત્યાં આને મારવું, તેથી હું અને ત્યાં પણ ન મારી શક્યો. તે પછી હું એક ગુફામાં ગયો, જ્યાં સૂરજ જોઈ શકે નહીં, પરંતુ આછા પ્રકાશમાં હું કબૂતરને જોઈ શકતો હતો અને કબૂતર પણ મને જોઈ શકતું હતું. હું ગુફામાં આગળ વધ્યો તો ત્યાં એટલો ગાઢ અંધકાર હતો કે ખુદ પોતાનો હાથ પણ જોઈ શકાય નહીં. મેં વિચાર્યું કે અહીંયાં સૂરજ જોતો નથી, હું જોઈ શક્તો નથી અને આ કબૂતર પણ જોઈ શકતું નથી. વળી અહીંયાં અન્ય કોઈ પ્રાણી પણ નથી, જે જોઈ શકતું હોય. બસ ! અહીંયાં જ ગુરુજીની આજ્ઞાનું પાલન કરું. પરંતુ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મેં ગુરુઓ પાસેથી સાંભળ્યું છે ઈશ્વર ઘટ ઘટની વાત જાણે છે. સર્વજ્ઞ અને સર્વત્ર છે. એનાથી કોઈ પણ વાત છૂપી નથી રહેતી, પછી ભલેને તે ઘોર અંધકારમાં જ કેમ ન કરવામાં આવે. આ દૃષ્ટિએ તો બીજું કોઈ ભલે ન જોતું હેય, પરંતુ ઈશ્વર તો જુએ છે, એટલા માટે જ હું આ કબૂતરને ક્યાંય મારી ન શક્યો. પરંતુ બીજી બાજુ ગુરુએ આપેલી આજ્ઞાનું શું થશે ?
આ રત્નત્રયીનાં અજવાળાં .
િ૨૪
૨૪
.
Page #36
--------------------------------------------------------------------------
________________
એ વિશે વિચાર કરતાં મને આપની અપાર કૃપાનું દર્શન થયું. ગુરુજી ! આપે આ કબૂતરને મારવાની આજ્ઞા આપીને મારી ઈશ્વર પ્રત્યેની આસ્થાની પરીક્ષા પણ લઈ લીધી અને આવી કૃપા કરીને મને ઈશ્વરશ્રદ્ધાનું ગહન રહસ્ય પણ સમજાવ્યું. હવે આપની આજ્ઞાનું પાલન ન કરવા માટે આપ જે કંઈ દંડ મને આપશો તે સહર્ષ સ્વીકારવા હું તૈયાર છું.”
ગુરુએ કહ્યું, “ધન્ય છે વત્સ ! હું તારી ઈશ્વરશ્રદ્ધાની પરીક્ષા કરવા માગતો હતો. આ કસોટીમાં તારો સાથી તો નિષ્ફળ ગયો, પરંતુ તું સફળ થયો છે, એટલે જ હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારવા તૈયાર
આ મહાલાભ છે ઈશ્વરશ્રદ્ધાનો ! સાચો ઈશ્વરભક્ત તો સ્વપ્નમાં પણ પાપકર્મનો વિચાર કરી શકતો નથી, તો પછી તે દુરાચરણ કરી શકે જ કેવી રીતે ?
ઈશ્વરી ગુણોનો અવસર
ઈશ્વરશ્રદ્ધાનો ચોથો લાભ એ છે કે મનુષ્યને ઈશ્વરીય ગુણો પ્રાપ્ત કરવાની પ્રેરણા સાંપડે છે. મનુષ્ય પોતાના જીવનમાં જેવો બનવા ઇચ્છે છે, તેવી આદર્શ વ્યક્તિના જીવનને પોતાની નજર સમક્ષ રાખે છે. આવી આદર્શ વ્યક્તિના ઉત્તમોત્તમ ગુણોનું સ્મરણ કરીને તદનુસાર પોતાના જીવનમાં સાધના કરીને એ ગુણોની વૃદ્ધિ કરે છે.
જો કોઈ છદ્મસ્થ, અપૂર્ણ વ્યક્તિના આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખે તો, આદર્શની અપૂર્ણતાને કારણે એનામાં કોઈ ને કોઈ દોષ હોય છે. પરિણામે આવી વ્યક્તિ પ્રત્યે મનુષ્યને પૂર્ણ આસ્થા નથી થતી, અને આસ્થા ન થવાથી તે તેનામાંથી ગુણ ગ્રહણ કરવાને બદલે કદાચ દોષ શોધવા માંડે છે, એટલા માટે જ પૂર્ણ વીતરાગી, સર્વદોષમુક્ત, સર્વકર્મમુક્ત, અશરીરી સિદ્ધ ઈશ્વર કે સિદ્ધ જીવન્મુક્ત તીર્થકર કે કેવલીનો આદર્શ સામે રાખી શકાય.) નિર્દોષ હોવાને કારણે તેમના પર દઢ વિશ્વાસ બેસે છે અને તે રીતે જપ દ્વારા ઈશ્વરનું સ્મરણ કરી શકાય છે. તેમનામાં રહેલા વીતરાગતા (રાગદ્વેષરહિતતા), કષાય-મુક્તતા, નિરપણું, નિર્વિકારતા, ક્ષમા, દયા, વત્સલતા, સત્ય, અહિંસા, સેવા, જ્ઞાન-દર્શન-ચરિત્ર આદિ ઉત્તમોત્તમ ગુણોની પ્રેરણા લઈને જીવનમાં યથાશક્તિ એ ગુણો ઉતારી શકે. આ ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
રપ છે
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રકારે ક્રમશઃ ગુણોમાં વૃદ્ધિ કરીને સામાન્ય સાધક પણ એક દિવસ ઈશ્વરત્વ પ્રાપ્ત કરી શકે છે. આથી કહ્યું છે કે
" एस घम्मे धुवे निचे सासए जिणदेसिए । सिज्झाक सिज्यंति चाणेण, सिज्झिरसंति तहावरे ॥"
-
[ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૧૬, ગા. ૧૭]
આ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, વીતરાગપુરુષો દ્વારા બતાવેલો છે. આ જ ધર્મ (ઉત્તમોત્તમ ગુણસમૂહ) દ્વારા જીવ સિદ્ધ-ઈશ્વર બન્યા છે, સિદ્ધ બને છે અને કેટલાય સિદ્ધ-ઈશ્વર બનશે.’’
સંકટનો સથવારો
ઈશ્વરશ્રદ્ધાનો પાંચમો ફાયદો એ છે કે શ્રેયસ્કર ધર્મકાર્યો કે શુભકાર્યોમાં વિઘ્ન કે સંકટ આવે છે તે સંકટ ઈશ્વરના નામસ્મરણથી દૂર થઈ જાય છે અને શ્રેયસ્કર શુભ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે. ભક્તિની ભાષામાં કહેવાય છે કે ઈશ્વરનું નામસ્મરણ જાપ કે દૃઢ વિશ્વાસ દ્વારા શુભ કાર્યોમાં તેમના આશીર્વાદ (ભલેને પરોક્ષ રૂપે) મળે છે એટલે જ પ્રાર્થના કરવામાં આવે છે કે
-
સિદ્ધા સિદ્ધિ મમ વિતંતુ ।'' “તિષવરા મે પસીવંતુ ।''
‘‘સિદ્ધ ભગવંત મને સિદ્ધિ પ્રદાન કરે, તીર્થંકર ભગવંત મારા પર પ્રસન્ન હો.'’
જૈનધર્મની દૃષ્ટિએ વિચારીએ તો ઈશ્વરના નામસ્મરણથી, તેમના પ્રત્યે નમસ્કારથી, સમસ્ત પાપકર્મોનો નાશ થાય છે. આ પાપકર્મોમાં અંતરાય, અસાતાવેદનીય વગેરેનો સમાવેશ થાય છે.
ભક્તિની ભાષામાં આ જ ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલા આશીર્વાદ છે. આથી ઈશ્વરભક્ત સાધક માટે કહેવામાં આવ્યું છે કે એ પ્રત્યેક કાર્ય કે પ્રવૃત્તિ ઈશ્વરને દૃષ્ટિ સમક્ષ રાખીને, એનું સ્મરણ કરીને અને નમસ્કાર કરીને જ કરે. આમ કરવાથી એના કાર્યમાં અહંકાર, ફળની આસક્તિ, રાગદ્વેષ કે અંતરાયકર્મ જેવા દોષમાંથી ઊગરી જાય છે અને પોતાના જીવન-વ્યવહારને પવિત્ર રાખી શકે છે.
૨૬
રત્નત્રયીનાં અજવાળાં
Page #38
--------------------------------------------------------------------------
________________
સમર્પણનો આનંદ
ઈશ્વરશ્રદ્ધાનો છઠ્ઠો લાભ છે સમર્પણભાવનાનો. જ્યારે કોઈ પણ વસ્તુ, કાર્ય કે પ્રવૃત્તિ મનુષ્ય પરમાત્માનાં ચરણોમાં અર્પિત કરીને કરવા ઇચ્છે છે, ત્યારે સર્વપ્રથમ તો એનામાં અહંકાર જાગતો નથી. “હું કરું છું કે મેં કર્યું,” એવું ગુમાન થતું નથી. આના કારણે સાહજિક નમ્રતા આવે છે, પરંતુ આજકાલ અધિકાંશ લોકોની વૃત્તિ એવી થઈ ગઈ છે કે તેઓ કોઈ કામ પુરુષાર્થથી કરે અને તેમાં જો સફળતા મળી જાય તો કહેવા માંડે છે કે “અમે કર્યું, ત્યારે થયું.” પરંતુ જો કોઈ કામમાં અસફળતા મળે કે કોઈ આર્થિક નુકસાન કે બીમારી, આફત, મૃત્યુ વગેરે આવી જાય છે તો તેનો દોષ ભગવાનને આપે છે અને કહે છે કે ઈશ્વરે ઘણું જ ખરાબ કર્યું, ઈશ્વરની આવી જ ઇચ્છા હતી” વગેરે.
હકીકતમાં તો આ ઈશ્વરકર્તુત્વવાદનો દુરુપયોગ છે. વાસ્તવમાં, સારાં કે ખરાબ બધાં જ કર્મો માટે જવાબદાર મનુષ્ય પોતે જ છે, ઈશ્વર નહીં. છતાં પણ જો સારાં કર્મોના કરનાર તરીકે ઈશ્વરને માનવામાં આવે તો મનુષ્યમાં અહંકર્તુત્વનો દોષ આવતો નથી.
જૈનધર્મમાં પણ ઈશ્વર પ્રત્યે સમર્પણભાવનાની વાત કહેવામાં આવી છે. આ શબ્દોમાં તે બતાવી છે – ____ "तस्स भंते ! पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि ।"
હે ભગવાન ! એ દુષ્કૃત્યથી હું મારી જાતને પાછી ખેંચી લઉં છું. પશ્ચાત્તાપ (આત્મનિંદા) કરું છું. ગુરુ, વડીલો કે સમાજ સમક્ષ તેને પશ્ચાત્તાપપૂર્વક પ્રગટ કરું છું અને પોતાની જાતને (પોતાના મન, વચન, કાયા કે કાયા સાથે સંબંધિત જડ કે ચેતન વસ્તુનો) વ્યુત્સર્ગ કરું છું – તમારાં ચરણોમાં સમર્પિત કરું છું.”
આ છે સમર્પણભાવનાનું ઉત્કૃષ્ટ રૂપ ! આવી ભાવના ઈશ્વરશ્રદ્ધા વિના આવે કેવી રીતે ?
ઈશ્વરશ્રદ્ધાના આ લાભ કેટલો બધો ફાયદો કરાવનારા છે. ઈશ્વરને ન માનવાથી થતી હાનિ
સિદ્ધ ઈશ્વરને ન માનનારા લોકો જેમ ઈશ્વરને કલ્પનાની વસ્તુ ગણે છે, તેવી જ રીતે સ્વર્ગ, નરક, પુનર્જન્મ, આત્મા, મોક્ષ આદિને પણ
ઇશ્વરશ્રદ્ધાના અજવાળે
ક
રછ
Page #39
--------------------------------------------------------------------------
________________
કલ્પના માને છે. આવી વિચારધારા ધરાવનારા લોકો મોટે ભાગે સ્વચ્છન્દી
જીવન પસંદ કરે છે. તેઓ પોતાના જીવનમાં કોઈ મર્યાદા, બંધન કે નિયંત્રણ ઈચ્છતા નથી. આહાર-વિહારના સંબંધમાં પણ આવા લોકોના કોઈ દઢ વિચાર હોતા નથી. ગમ્યાગમના સંબંધમાં પણ તેઓ માનવીય મર્યાદાઓનું પાલન કરતા નથી. ચાર્વાકદર્શનનો મત છે –
'मातृयोनि परित्यज्य विहरेत् सर्वयोनिषु' માતા સિવાયની દરેક સ્ત્રી સાથે સહવાસ કરો.”
આવો અમર્યાદ યૌનસંબંધ શું સમાજવ્યવસ્થાને સુરક્ષિત રાખી શકે ? તેવી જ રીતે – “Eat, drink and be merry” “ખાઓ, પીઓ અને મજા કરો” આ પણ વિચારસરણીમાં તેમના ભાઈઓ જેવા ભૌતિકવાદીઓનો મત છે. જેમકે આચાર્ય બૃહસ્પતિ કહે છે –
"यावाजीवेत्सुखं जीवेत् ऋणं कृत्वा घृतं पिवेत् ।
ભસ્મીભૂતાય તેહથ પુનરામ સુતઃ !”
જ્યાં સુધી જીવો, ત્યાં સુધી સુખપૂર્વક જીવો. (તપ, ધર્મ માટે કષ્ટ સહન કરવાની તથા વ્રતપાલન વગેરેની શી આવશ્યકતા છે ?) દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. આ શરીર મૃત્યુ પામશે ત્યારે તેને ભસ્મ કરી નાખવામાં આવશે, પછી ફરીથી આવવાનું નથી.”
આનો અર્થ એ કે જો દરેક મનુષ્ય ઉપરની બાબતોને અનુસરીને જીવન વ્યતીત કરવા લાગે તો દુનિયામાં કોઈને કોઈ પર વિશ્વાસ ન રહે. કોઈ પણ સમયે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારપીટ કરી શકે છે. દગો કરી શકે છે, જુઠું બોલી શકે, અપ્રામાણિક્તા અને ચોરી કરી શકે છે, કોઈ પણ સ્ત્રી સાથે આનંદ-વિહાર કરી શકે છે, ગમે તે રીતે જીવન પસાર કરીને ધનસંગ્રહ કરી શકે. એને ન ભગવાનનો ડર, ન ધર્મ પર વિશ્વાસ, ન સમાજના નીતિનિયમો કે મર્યાદાઓનું પાલન ! આમ થાય તો આખા જગતની, સમગ્ર મનુષ્યસમાજની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે. સુખશાંતિ ચાલી જશે અને મનુષ્ય પ્રાણીથી પણ હલકી કક્ષાનો બની જશે.
ઉચ્ચ સાધના માટે કોઈ આદર્શ કે પ્રતીક લક્ષવામાં નહીં આવે, તો મનુષ્યનો વિકાસ અટકી જશે અથવા તો પાશવી યોનિઓમાં કે દાનવી
"રત્નત્રયીનાં અજવાળાં
*
૨૮
Page #40
--------------------------------------------------------------------------
________________
યોનિઓમાં ફર્યા કરશે. પછી તો સાધ્યને હાંસલ કરવાની વાત તો માનવી માટે અત્યંત દૂરની વાત બની જશે. મનુષ્યએ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઈશ્વરશ્રદ્ધાથી કરેલા વિકાસ પર પાણી ફરી વળશે. આ માનવજાતિ માટે કેટલી મહાન હાનિ ગણાય !
આ બધી બાબતોને લક્ષમાં રાખીને પરમાત્મા પર આસ્થા રાખવી તે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય ગણાય.
ઈશ્વરની સત્તા પર વિશ્વાસ ન કરવો એ તો પોતાની જાત પર વિશ્વાસ ન કરવા સમાન છે. જે મનુષ્ય પોતાની જાત ૫૨, પોતાના આત્મા પર વિશ્વાસ રાખે છે, તેણે પોતાના પૂર્વજો (માતા, પિતા, પિતામહ વગેરે) પર વિશ્વાસ કરવો જ પડશે. જો પૂર્વજો પર તે વિશ્વાસ કરે છે તો પરમપિતા પરમાત્મા પર પણ તેણે અવશ્ય શ્રદ્ધા રાખવી જોઈએ. આથી ‘નંદીસૂત્ર’માં કહ્યું છે
“નવર્ડ નાપિયામો મળવ
-
“જગતના પિતામહ ભગવાન વિજયી હો.''
આ રીતે ઈશ્વરશ્રદ્ધા માનવીજીવનમાં અપૂર્વ ફળદાયી છે. જગતકલ્યાણમાં એ અત્યંત આવશ્યક અને સહાયક તત્ત્વ છે. આ જ શ્રદ્ધાના દોરને પકડીને તો કરોડો આસ્તિક પુરુષોએ પોતાની નૌકા સંસારસાગર પાર ઉતારી છે અને ઉતારશે.
ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
O
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : સંવત ૨૦૦૬, કાર્તિક વદ ૧
૨૯
Page #41
--------------------------------------------------------------------------
________________
પરમાત્માનું નિવાસસ્થાન
ઈશ્વરશ્રદ્ધાની મહત્તા જાણ્યા બાદ હવે ઈશ્વરનો વાસ ક્યાં છે તે વિશે જોઈએ.
કેટલીક વ્યક્તિઓ ઈશ્વર (સિદ્ધ) માટે ઘણા ચિત્રવિચિત્ર પ્રશ્નો ઊભા કરે છે.
કોઈ કહે છે, “ઈશ્વર ક્યાં છે ? આંખોથી તો નજરે પડતો નથી, તો પછી એમાં શ્રદ્ધા ટેકવવી કઈ રીતે ? તે ક્યાં વસે છે ? જ્યાં સુધી એના નિવાસસ્થાનની જાણકારી ન હોય ત્યાં સુધી તેને સ્વીકારવાની કે શ્રદ્ધા રાખવાની વાત કેમ વિચારી શકાય ?'
આ પૂર્વે આપણે વિચારણા કરી કે નિશ્ચયનયની દૃષ્ટિએ સમસ્ત જીવોમાં ઈશ્વરનો વાસ છે. કોઈ એની ભીતરમાં સુષુપ્તપણે રહેલા ઈશ્વરતત્ત્વને જાગ્રત કરે છે, તો કોઈ જાગ્રત કરતા નથી. આ વિશે જુદાજુદા યુગમાં લોકોએ જુદીજુદી રીતે આ સવાલ ઉઠાવ્યો છે. એક ઉદાહરણ જોઈએ –
એક જ્ઞાની અને અત્યંત ધર્માત્મા રાજવી હતા. તેણે એક વાર પોતાના પંડિતોને ચાર પ્રશ્નો પૂક્યા, પરંતુ કોઈ તે પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. તેણે દેશ-દેશાંતરમાં ઢંઢેરો પિટાવ્યો કે જે વ્યક્તિ મારા આ ચાર પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર ૪
હું રત્નત્રયીનાં અજવાળાં
૩૦
થી
Page #42
--------------------------------------------------------------------------
________________
આપશે, તેને હું મારું અડધું રાજ્ય આપીશ. આ માટે હજારો વિદ્વાનો દેશ-પરદેશથી આવવા લાગ્યા, પરંતુ રાજાના પ્રશ્નોનું સમાધાન કરવામાં કોઈને સફળતા ન મળી.
આવા અસફળ વિદ્વાનોની મંડળી એક દિવસ પોતાના ખેતર પાસેથી પસાર થતી જોઈને એક ખેડૂતે પૂછયું,
“કેમ ભાઈ ! તમે લોકો રોજેરોજ રાજમહેલના ધક્કા ખાવ છો, તો કારણ શું છે? પહેલાં તો આટલી મોટી ભીડ ક્યારેય જોઈ ન હતી.”
પંડિતોએ રાજાના ઢંઢેરાની વાત કરી અને એના ચાર પ્રશ્નો ખેડૂતને કહી સંભળાવ્યા.
આ સાંભળીને ખેડૂત બોલ્યો, “આ પ્રશ્નોના ઉત્તર સાવ સરળ છે. તમારા જેવા આટલું બધું ભણેલાગણેલા પંડિતો આના ઉત્તર કેમ આપી શકતા નથી તે જ મને સમજાતું નથી.”
પંડિતો બોલ્યા, “તો શું તું ઉત્તર આપીશ શકીશ?” ખેડૂત બોલ્યો, “જો મને પૂછવામાં આવે તો ખાતરીપૂર્વક કહું છું કે હું જરૂર પ્રશ્નોના યોગ્ય ઉત્તરથી રાજાના મનનું સમાધાન કરી શકીશ.”
આ અસફળ પંડિતો ખેડૂતને રાજદરબારમાં લઈ ગયા. રાજસિંહાસન પર બિરાજમાન રાજાને સંબોધિત કરતાં પંડિતોએ રાજાને કહ્યું, “રાજનું ! આ ખેડૂત આપના પ્રશ્નોના સાચા સમાધાનકારક ઉત્તર આપી શકશે. તેને પૂછો.
રાજાએ પૂછ્યું, “ભગવાન ક્યાં રહે છે ?” ખેડૂતે સામો પ્રશ્નો પૂક્યો, “ભગવાન ક્યાં નથી રહેતા ?” રાજા નિરુત્તર થઈ ગયો. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, “ભગવાન શું ખાય છે?” ખેડૂતે જવાબ આપ્યો, “ભગવાન અહંકાર ખાય છે.” રાજાએ પૂછયું, “ઈશ્વર ક્યારે હસે છે?”
ખેડૂત બોલ્યો, “જ્યારે બાળક માતાના ઉદરમાં હોય છે, ત્યારે તે ઈશ્વરને વારંવાર પ્રાર્થના કરે છે કે ઈશ્વર ! મને આ અંધકારમાંથી પરમાત્માનું નિવાસસ્થાન
૩૧ ૩
ક
Page #43
--------------------------------------------------------------------------
________________
મુક્ત કરીને પ્રકાશમાં લઈ જા. પ્રકાશ પ્રાપ્ત કર્યા બાદ હું મન, વચન અને કાયાથી તારી ભક્તિ કરીશ, પરંતુ જન્મ લેતાં જ એ માનવી ભગવાનને ભૂલી જાય છે. મનુષ્યના આવા ભુલકણા સ્વભાવને જોઈને ભગવાન હસે છે.”
રાજાનો અંતિમ પ્રશ્ન હતો, “ભગવાન શું કરે છે?”
ખેડૂત બોલ્યો, “હું હળ ખેડી રહ્યો હતો, મને આ પંડિતો ઉતાવળે અહીં લાવ્યા છે, એ પછી ક્યારનોય હું આપની સાથે બોલી રહ્યો છું. હવે તમે જરા સિંહાસન પરથી નીચે ઊતરો અને મને એના પર બેસવા દો. તમારા ચોથા પ્રશ્નનો જવાબ શાંતિથી સિંહાસન પર બેસીને આપીશ.”
ત્રણ પ્રશ્નોના ઉત્તરથી પ્રભાવિત થયેલો રાજા તત્કાળ સિંહાસન પરથી ઊઠી ગયો અને કહ્યું, “જાઓ, તમે થોડી વાર વિશ્રામ કરો. થાક ઊતર્યા પછી હું મારા પ્રશ્નનો ઉત્તર સાંભળીશ.”
થોડો સમય વીત્યો. રાજાએ ફરી પોતાનો ચોથો પ્રશ્ન પૂછ્યો. ખેડૂત મૌન રહ્યો.
રાજાએ ત્રણ-ચાર વખત પૂછ્યું, તેમ છતાં ખેડૂતે ઉત્તર ન આપ્યો, તેથી રાજાએ જરા ઊંચા સ્વરમાં કહ્યું.
ખેડૂતે ચમકીને પૂછ્યું, “મારા ઉત્તરથી તમારા પ્રશ્નનું સમાધાન નથી થયું ?” રાજા બોલ્યા, “તેં મારા અંતિમ પ્રશ્નનો ઉત્તર જ ક્યાં આપ્યો છે ?”
ખેડૂતે કહ્યું, “ઉત્તર તો આપી દીધો છે, પણ તમે સમજ્યા નથી. સાંભળો, ફરીથી સમજાવું છું. એકાદ કલાક પહેલાં હું સખત તાપમાં મારું ખેતર ખેડી રહ્યો હતો. થોડા સમય પહેલાં હું તમારી સામે ઊભો હતો અને આ ક્ષણે રાજસિંહાસન પર બિરાજમાન છું, વળી સિંહાસન પર બિરાજમાન થનાર આપ મારી સામે ઊભા છો. બસ, આ રીતે ભગવાન રાજાને રંક અને રંકને રાજા બનતો જુએ છે. આખા સંસારની લીલા તેમના જ્ઞાન-દર્પણમાં ઝળક્યા કરે છે. તે અલિપ્તભાવથી આ સઘળું જોયા કરે છે.” ખેડૂતના ઉત્તરોથી રાજાના મનનું પૂર્ણ સમાધાન થયું.
આ વાર્તાનો સારાંશ એ છે કે ભગવાન સર્વત્ર પોતાના સ્વરૂપમાં બિરાજમાન છે. કોઈ તે સ્વરૂપને પ્રગટ કરી લે છે, તો કોઈ અજ્ઞાનાવસ્થામાં . ૩૨
રત્નત્રયીનાં અજવાળાં
ક
Page #44
--------------------------------------------------------------------------
________________
પડીને તે સ્વરૂપને વધારે આચ્છાદિત કરી નાંખે છે. આ માટે ભારતના એક મહાન સંત કબીર કહે છે –
तेरा सांई तुझ में ज्यों पुहुपन में वास ।
कस्तुरी का मिरग ज्यों फिर फिर टूटे घास ॥ જેમ ફૂલોમાં તેમની સુગંધ છે તેમ તારો પરમાત્મા તો તારી અંદર જ છે, પરંતુ જેમ કસ્તુરી મૃગ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીને ભૂલીને ઝાડીઓ વગેરેમાં ઘાસ સૂંઘી સૂંઘીને તેને શોધ્યા કરે છે, તે રીતે તું પણ તેને બહાર શોધ્યા કરે છે.
____ "मनुष्य-देहमास्थाय छन्नास्ते परमेश्वराः" "५२मेश्वर मनुष्यमित ४ छुपामेवी छ."
વર્તમાન સમયમાં લોકો આ તત્ત્વને સમજતા નથી અને ઈશ્વરને શોધવા-પામવા માટે જંગલમાં ભટક્યા કરે છે એટલે કે બાહ્ય જગતમાં શોધે છે. સંત કબીર આ પ્રકારના લોકોને ઉદ્દેશીને કહે છે –
मोको कहाँ ढूँढे तू बंदा, मैं तो तेरे पास में । ना मैं कोई क्रियाकर्म में, ना मैं जोग-संन्यास में ना मैं पोथी, ना मैं पण्डित, ना मैं कासी-कैलास में । ना रहता श्री द्वारिका, ना रहता जगनाथ में ना मैं रहता मक्का मदीना, ना रहता हिमालय में । ना रहता मैं जंगल सहरा, रहता में विश्वास में ॥ ३ ॥ कहत कबीर सुनो भाई साधू, सब स्वासन की स्वास में । जो खोजे तो तुरत मिलूँ मैं, छिन भर की तलास में ॥ ४ ॥
વસ્તુતઃ જોઈએ તો યથાર્થ આત્મદર્શન જ ઈશ્વરદર્શન છે. ઈશ્વરને ક્યાંય બહાર શોધવા કરતાં પોતાના આત્મામાં શોધવો જોઈએ. કવિ કહે છે -
खुद को खुद में ढूंढ़, खुद को तू दे निकाल ।
फिर तू खुद कहेगा, खुदा हो गया हूँ मैं ॥ १. ४ारनी भाषामा असो -
"घट घट मेरा साईयाँ सूनी सेज न कोय । वा घट की बलिहारियों जा घट परगट होय ॥"
- संपादक
688
888888888888888
EHERE
પરમાત્માનું નિવાસસ્થાન
Page #45
--------------------------------------------------------------------------
________________
પરમાત્માને મોટાં મોટાં પુસ્તકોમાં ખોળવા કરતાં પોતાના આત્મામાં શોધવો જ વધુ ઉચિત છે. જે કાર્ય કરવાથી આત્માને પોતાના અસ્તિત્વ અને સ્વરૂપનું ભાન થાય, જ્ઞાનપ્રાપ્તિ થાય અને સર્વત્ર આનંદનું અસ્તિત્વ હોય, ત્યાં ઈશ્વર છે. અર્થાત્ જ્યાં સચ્ચિદાનંદ (સત, ચિત્ અને આનંદ)ની પ્રાપ્તિ થઈ, તો સમજી લો કે ત્યાં ઈશ્વરનો નિવાસ થયો. ફકીરને ત્રણ સવાલ છે
આ અંગે મને એક ફકીરનો માર્મિક પ્રસંગ યાદ આવે છે - એક માણસે એક ફકીરને ઈશ્વર(ખુદા)ના વિષયમાં ત્રણ પ્રશ્નો પૂછ્યા.
(૧) ઈશ્વરની સત્તા સર્વત્ર છે, એમ સહુ કોઈ કહે છે, પરંતુ હું એને કેમ પ્રત્યક્ષ જોઈ શકતો નથી?
(૨) મનુષ્ય જે કંઈ કરે છે તે ઈશ્વરની પ્રેરણાથી કરતો હોય, તો એણે કરેલાં પાપની સજા એ કેમ ભોગવે છે?
(૩) ઈશ્વર રાક્ષસને નરકની આગમાં નાખે છે અને દંડ કરે છે, પણ તે કઈ રીતે માની શકાય? કારણ કે તે પોતે જ અગ્નિરૂપ છે. આગ પર આગનું શું ચાલી શકે ?
ફકીરે ત્રણે પ્રશ્નો સાંભળીને જમીન પરથી એક માટીનું ઢેડું ઉઠાવ્યું અને પ્રશ્નકર્તાના માથામાં માર્યું.
તેણે કાજીને આની ફરિયાદ કરી.
કાજીએ ફકીરને બોલાવીને આવું વર્તન કરવાનું કારણ પૂછ્યું, તો ફકીરે કહ્યું કે, “આ તો એના ત્રણ પ્રશ્નોના જવાબ છે.”
કાજીએ પૂછ્યું, “કેવી રીતે?”
ફકીર બોલ્યો, “એ કહે છે કે મારા માથામાં વાગ્યું. પરંતુ જો વાગ્યું હોય તો એને પીડા થવી જોઈએ. અને પીડા થઈ હોય તો મને બતાવવી જોઈએ. આમ કરીશ તો જ હું તને ઈશ્વર બતાવીશ. એ માને છે કે ઈશ્વરની પ્રેરણાથી જ સઘળાં કાર્યો થાય છે, તો પછી મારા આ કાર્યને તે ગુનો કેમ ગણે છે? વળી એનું શરીર તો માટીનું બનેલું છે, માટીના શરીર પર બિચારી માટીનું શું ચાલી શકે ? જો માટી પર માટીનું જોર ચાલી શક્યું, તો આગ પર આગનું કેમ ન ચાલે ?”
કર રત્નત્રયીનાં અજવાળાં
Page #46
--------------------------------------------------------------------------
________________
ફકીરના ઉત્તર સાંભળીને પ્રશ્નક્તને અત્યંત આશ્ચર્ય થયું. કાજીએ ફકીરને નિર્દોષ છોડી દીધો.
આ માર્મિક દષ્ટાંતથી તમને સમજાશે કે ઈશ્વર” ક્યાં છે? શું છે? કેટલાક ઈશ્વરને એક જ સ્થાનમાં સ્થિર હોવાનું કહે છે, કોઈ સાતમા આકાશમાં, મુક્તિપુરીમાં અથવા તો વૈકુંઠમાં એનો નિવાસ સમજે છે તે વાત સિદ્ધઈશ્વર માટે બરાબર છે, પરંતુ બદ્ધઈશ્વર માટે યોગ્ય નથી. બદ્ધઈશ્વર તો પ્રત્યેક આત્મામાં બિરાજમાન છે. તે અદેશ્ય અને અમુક અંશે અનિર્વચનીય પણ છે.
ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ ખુદા કે “ગોડ'ને સાતમા આસમાનમાં રહેલા માને છે. આથી પૃથ્વી પર એમને જોનારું કોઈ નથી, એવી સમજણને પરિણામે તેઓ પ્રાય: સ્વેચ્છાચારી, માંસાહારી, ક્રૂર, હત્યારા, ડાકુ અને લૂંટારા બની જાય છે. વિશ્વમાં સ્વેચ્છાચારી લોકોની વિપુલ સંખ્યા છે, બીજી બાજુ જે પરમાત્મા-ઈશ્વરને સર્વવ્યાપક માને છે, તે એને સદાય સર્વત્ર પોતાની નજીક જુએ છે. આથી આવી વ્યક્તિઓ દુષ્ટ કે ખરાબ કાર્ય કરી શકતી નથી. તેઓ માને છે –
__“ईशावास्यमिदं सर्व यत्किंच जगत्यां जगत्"
આ ચરાચર જગતમાં જે કંઈ છે તે બધું ઈશ્વરથી પૂર્ણતયા વ્યાપ્ત છે, ઓતપ્રોત છે.”
આજ-કાલ સ્વેચ્છાચારી વ્યક્તિઓ વધારે છે, તેનું કારણ એ છે કે તેઓ પરમાત્માને દરેક આત્મામાં વ્યાપ્ત કે હાજર નથી માનતા અથવા તો જો માને છે તો ઈશ્વર દષ્ટિગોચર ન હોવાને કારણે ખરાબ કર્મ કરતાં ખચકાતા નથી. પરંતુ યાદ રાખો, ખરાબ કર્મોનાં ખરાબ ફળ નિશ્ચિતપણે મળવાનાં જ.
આમ ઈશ્વરનો સર્વત્ર નિવાસ છે. આમ સમજીને પોતાની અંદર સુષમ એવા ઈશ્વરને વ્યક્ત કરવાનો પુરુષાર્થ કરો. તે વિરાટ ઈશ્વરને ઘટ-ઘટમાં જુઓ અને પોતાના હૃદયમાં ઈશ્વરત્વને સુરક્ષિત રાખો. પછી તમને સ્વયં “ઈશ્વર ક્યાં છે ?'નો ઉત્તર “ઈશ્વર ક્યાં નથી ?' એ વાક્યથી મળી જશે અને ઈશ્વરત્વની નજીક પહોંચવામાં મદદ મળશે. છે પરમાત્માનું નિવાસસ્થાના
: ૩૫
Page #47
--------------------------------------------------------------------------
________________
ફૂલાંબાઈની વાત
ઈશ્વર કેવી રીતે અને ક્યાં રહે છે અને ક્યાં નથી રહેતા? આ વિષયને એક રોચક ઉદાહરણ આપીને સમજાવું છું.
ભગવાનસહાય નામના ઘનાટ્ય અને ધર્મપ્રેમી વ્યક્તિને ફૂલાંબાઈ નામની એકની એક પુત્રી હતી. ઈશ્વરભક્ત ભગવાનસહાયના ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ હતી. ઘરના લોકો પ્રતિદિન એની સેવા-પૂજા કરતા હતા. તેમના ઘરમાં તેઓ, તેમનાં પત્ની, ચાર પુત્રો, ચાર પુત્રવધૂઓ, એક પુત્રી – એમ કુલ અગિયાર વ્યક્તિઓ હતી. ફૂલાંબાઈ એકની એક પુત્રી હોવાને કારણે પોતાનાં માતા-પિતાની ઘણી લાડકી હતી. ભાઈ-ભાભીઓ પણ તેને ભારે લાડથી રાખતાં હતાં.
અતિ લાડકોડને કારણે ફૂલાંબાઈનો સ્વભાવ દિવસે દિવસે લડાઈખોર, ક્રોધી અને ગુમાની થતો જતો હતો. રોજ શેઠને ફરિયાદ મળતી હતી કે તમે તમારી દીકરીને ઘણી મોંએ ચઢાવેલી છે. એ વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે, ઘમંડથી કોઈને અપશબ્દ કહી દે છે અને કોઈને તો થપ્પડ પણ મારે છે.
શેઠ કહેતા, “ભાઈ, શું કહીએ એને ? એક જ તો દીકરી છે.”
ફરિયાદ કરવા ગયેલા લોકો શેઠનું માન રાખતા હતા એટલે શાંત થઈ જતા.
ફૂલાંબાઈ એમ સમજતી હતી કે, “હું દરરોજ ઠાકુરજીની પૂજા કરું છું એટલે ઠાકુરજીની મારી પર કૃપા છે તેથી મને કોઈ કંઈ જ કહી શકતું નથી.”
સંયોગોવશાત શેઠને ઘેર એક દિવસ એક ગીતાપાઠી પંડિત આવી ચડ્યા. તેમણે ગીતાપાઠ કરતા સમયે એક શ્લોક કહી સંભળાવ્યો –
"सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज । ____ अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥" આનો સાચો ભાવાર્થ આમ થતો હતો કે –
“આત્મા સિવાય બધા (ઈન્દ્રિયો વગેરેના) ધર્મો(વિષયો)ને છોડીને તું એકમાત્ર મારી (પરમાત્માશુદ્ધ આત્માની) શરણમાં આવી જા. હું તને સર્વ પાપોથી મુક્ત કરાવીશ. તું ચિંતા ન કર.”
રત્નત્રયીનાં અજવાળાં
Page #48
--------------------------------------------------------------------------
________________
નાદાન ફૂલાંબાઈ હજી બાળકી જ હતી. તે આ શ્લોકના ગંભીર અર્થને શું સમજે? તે ઠાકુરજીની સેવા-પૂજા તો કરતી જ હતી, તેથી તેને ગર્વ થઈ ગયો કે મારી પૂજાથી ઠાકુરજી મારા પર પ્રસન્ન છે, તેથી બીજાઓની મને કંઈ જ પડી નથી. હું દુનિયાના લોકો સાથે ગમે તેવો વ્યવહાર કરું, તેનાથી મારા ઠાકુરજી મારા પર ગુસ્સે નહીં થાય. બસ, એણે તો પોતાની પ્રકૃતિ અનુસાર શ્લોકનો અર્થ કરીને એક કવિતા રચી દીધી.
" रुठो क्यों न राजा, तासों कछु नांहि काजा । एक तोसे महाराजा, केर कौन पास जाइए । रूठो क्यों ना भाई, तासों कछु न बसाई । एक तू ही है सहाई, फेर कौन को सराइए ॥ रूठो क्यों न मित्र, जाओ कछु नांहि अंत्र । एक सांवरा निरंत्र फेर कौन को रिझाइए ।
जग रहे रूठा, एक तू ही है अनूठा । सब चूसेंगे अंगूठा, एक तू न रूठा चाहिए ॥"
આ કવિતા પ્રમાણે એણે પોતાની પ્રકૃતિ વધુ ગુસ્સાવાળી અને ગુમાની બનાવી દીધી. ફૂલાંબાઈ સમજણી થઈ ત્યારે માતાપિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી.
તેમને એવી ચિંતા થવા લાગી કે, આવી લડાઈખોર અને ગુસ્સાવાળી છોકરીને કોણ લેશે ?'' વળી પોતાના ઘરમાં તો ગમે તે કરે એ બધા સહન કરી લે છે, પણ પારકા ઘરમાં એના અક્કડ અને અલ્લડ સ્વભાવને કોણ સહન કરશે ? તેથી જ તેના વિવાહની ઘણી જ ચિંતા છે.
આખરે એમણે પોતાના મનનું સમાધાન એ રીતે કર્યું કે અહીંયાં તો એને રોક-ટોક કરનારું કોઈ નથી, પરંતુ સાસરામાં તો તેને રોક-ટોક કરશે ત્યારે પોતાની જાતે જ સુધરી જશે.
ભગવાનસહાયે પોતાના કુટુંબને છાજે તે રીતે એક છોકરા સાથે ફૂલાંબાઈની સગાઈ નક્કી કરી દીધી અને થોડા મહિના પછી તેનું લગ્ન પણ ધામધૂમથી કરી નાખ્યું. સાસરે જતી વખતે માતાએ એને ઘણી ઉત્તમ શિખામણ આપી. ફૂલાંબાઈ સાસરે આવી. આવતાં જ એણે વિચાર્યું કે, મારા પર ભગવાનની ઘણી કૃપા છે. ભગવાનની કૃપાથી મને કોઈ પરમાત્માનું નિવાસસ્થાન
36
Page #49
--------------------------------------------------------------------------
________________
કશું જ કહેતું નથી.”
અત્યાર સુધી પિયરમાં બધા ઉપર મારી ધાક જામેલી હતી. હવે ભગવતકૃપાથી સાસરામાં પણ મારી ધાક કેમ ન જમાવી લઉં !
ફૂલાંબાઈએ મનોમન યુક્તિ વિચારીને પોતાની સાસુને કહેણ મોકલ્યું, હું ધનાઢ્ય પરિવારની છોકરી છું. મારા પિતાના ઘરમાં કોઈ વાતની કમી નથી, તેથી હું અહીંયાં કંઈ ઘરકામ કરવા માટે નથી આવી. હું જેમ કહે તેમ બધાં કરશે તો જ હું અહીંયાં રહીશ, નહીં તો હું મારા પિયર ચાલી જઈશ.” સાસુ તો નવી પુત્રવધૂની આ અનોખી વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે વિચાર્યું, “અમે તો મોટા ઘરની ખાનદાન વહુને લાવ્યાં હતાં, પરંતુ એણે તો આવતાંની સાથે જ અમારી સેવા, વિનય અને ભક્તિના બદલે હુકમ આપવાનું શરૂ કરી દીધું. હાય ! આ શું રત્નના બદલે પથ્થર અમારે પનારે પડ્યો ! હવે શું કરીએ ? પરંતુ સાસુ ગંભીર સ્વભાવની હતી. તેણે બીજી જ ક્ષણે કંઈક વિચાર્યું અને તેના મનમાં સમાધાનની આછી રેખા ખેંચાઈ. – “હજી તો નાસમજ બાળકી છે. બાળકપણાને કારણે આવી વાતો કરે છે, પરંતુ જ્યારે તેના પર ઘર-ગૃહસ્થીની જવાબદારી આવશે, ત્યારે પોતાની જાતે જ સમજશે અને સીધા રસ્તા પર ચાલશે.' તેથી તેણે વહુને કહેવડાવ્યું, “દીકરી ! તું એ વાતની જરા પણ ચિંતા ન કર. તારે કામ કરવાની જરૂર નથી. પ્રસન્નતાથી આ ઘરમાં રહે. તું જેમ કહીશ તેમ જ અમે બધાં કરીશું.'
સાસુની આ વાત સાંભળીને ફૂલાંબાઈ ફુલાઈને ફુગ્ગો બની ગઈ. તેણે મનોમન પોતાની બુદ્ધિની પ્રશંસા કરી અને વિચાર્યું, “ઠાકુરજીની મારી પર કેટલી બધી કૃપા છે ! સાસરામાં પણ મારો દાબ અને રુઆબ રહ્યો. જ્યારે સાસુ મારા વશમાં થઈ ગઈ તો આખું સાસરું મારા વશમાં થઈ ગયું સમજી લો ! બસ ! હવે તો હું અહીંયાં પણ ઠાકુરજી(ભગવાન વિષ્ણુ)ની મૂર્તિની સ્થાપના કરાવીશ અને પિયરની જેમ અહીંયાં પણ પૂજા-ભક્તિ કર્યા કરીશ.”
ફૂલાંબાઈએ પોતાની સાસુની અનુમતિ લઈને પોતાના સાસરામાં પ્રભુની મૂર્તિની સ્થાપના કરાવી દીધી. પ્રતિદિન બે-ત્રણ કલાક પૂજામાં વિતાવતી; પરંતુ આનાથી એના જીવનમાં, એની પ્રકૃતિ અને વ્યવહારમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. પિયરની જેમ અહીંયાં પણ તે જેને ઇચ્છે ( ૩૮
રત્નત્રયીનાં અજવાળાં
Page #50
--------------------------------------------------------------------------
________________
તેને મનફાવે એમ ગાળો દેતી, ગમે તેના પર ગુસ્સો કરતી અને ગમે તેની સાથે લડી પડતી. કોઈને થપ્પડ મારતી. કોઈ પર પોતાનો રોફ જમાવતી અને હુકમ ચલાવતી. કોઈને ડરાવતી, કોઈને ધમકાવતી તો કોઈની ચાડી-ચુગલી કરતી.
આમ એના ખરાબ સ્વભાવને કારણે પડોશી, પરિવાર અને ગામના લગભગ બધા જ માણસો એનાથી કંટાળી ગયા. બધાને એણે હેરાન-પરેશાન કરી નાખ્યા, પરંતુ ફૂલાંબાઈના સસરા હરિકૃષ્ણ ગામની એક પ્રતિષ્ઠિત, મોભાદાર વ્યક્તિ હોવાને કારણે લોકો તેમની સામે કંઈ કહેતા નહીં, પરંતુ અંદરોઅંદર વાતો કરતા હતા. ઔપચારિક રીતે બહારથી માત્ર આદર દાખવતા હતા.
શેઠ હરિકૃષ્ણના એક નજીકના સગાની દીકરીના વિવાહ થવાના હતા. તેમની નિમંત્રણપત્રિકા કોઈ દૂરના ગામથી આવી. શેઠે એ નિમંત્રણ પત્રિકા વાંચી અને ઊંડા વિચારમાં ડૂબી ગયા.
શેઠાણીએ શેઠનો ગંભીર અને ઉદાસ ચહેરો જોઈને પૂછયું,
“શું વાત છે? આજે તમારો ચહેરો કેમ ઉદાસ છે? કઈ ચિંતા તમને સતાવે છે ?”
શેઠે કહ્યું, “બીજી તો કોઈ ચિંતા નથી, માત્ર એક જ ચિંતા વળગેલી છે. હમણાં આપણે ત્યાં આપણા એક સગાની લગ્નપત્રિકા આવી છે. તેમની દીકરીનાં લગ્ન છે અને નિકટનાં સગાં હોવાને લીધે એમણે આપણને સહુને સપરિવાર નિમંત્રણ આપ્યું છે. આવે પ્રસંગે નજીકના સગાં હોવાને કારણે સપરિવાર જવું ઉચિત અને આવશ્યક છે, પરંતુ આ નવી વહુને ત્યાં લઈ જઈશું તો તે એના સ્વભાવનો પરિચય આપ્યા વગર નહીં રહે અને આપણી આબરૂ ધૂળમાં મેળવી દેશે. વળી જો એને અહીંયાં રહેવાનું કહીશું, તો તે આવવાની જીદ પડીને બેસી જશે. આનો કોઈ ઉપાય પણ સૂઝતો નથી.”
શેઠાણી થોડી વાર ઊંડા વિચારમાં ડૂબી ગયાં, પરંતુ એકાએક એમના મનમાં એક વિચાર જાગ્યો કે વહુને યુક્તિપૂર્વક સમજાવીને અહીંયાં જ રહેવા માટે મનાવી લઈશું.
એણે પતિને આશ્વાસન આપતાં કહ્યું, “નાથ ! તમે ચિંતા ન કરો. હું એવો ઉપાય કરીશ કે જેથી વહ અહીંયાં જ રહેશે.” છે. પરમાત્માનું નિવાસસ્થાન –
૩૯
Page #51
--------------------------------------------------------------------------
________________
એક-બે દિવસ પછી લાગ જોઈને સાસુએ વહુને કહ્યું, “જો, આપણા નિકટના સગાની દીકરીનાં લગ્ન છે. તેમની લગ્નપત્રિકા આવી ગઈ છે અને આ શુભ પ્રસંગે આપણે સહુએ જવું જરૂરી છે, પરંતુ આપણું આવવું મોટું ઘર રેઢું મૂકીને જઈએ તે યોગ્ય નથી. આપણા ગયા પછી કોઈ આપણું નામ પૂછતું આવે અને મળ્યા વગર પાછું જાય તે આપણા માટે અયોગ્ય કહેવાય. આપણા ઘરમાં સૌથી વધારે હોશિયાર તું છે. તારાથી કોઈ વધારે હોશિયાર વ્યક્તિ નથી, તેથી તને ઘર સોંપીને જવા ઇચ્છીએ છીએ. બોલ, તારી શું ઇચ્છા છે ?”
ફૂલાંબાઈ પોતાની પ્રશંસા સાંભળીને કુલાઈ ગયાં. આનું કારણ પણ મનોમન ઠાકુરજીની કૃપાને માનવા લાગી.
સાસુની વાત સાંભળીને એ તરત જ બોલી ઊઠી, “બા, તમે ઘરની ચિંતા ન કરો. તમારા વિના ઘર થોડું સૂનું પડી જશે? હું બધું સારી રીતે સંભાળી લઈશ. તમે કાલે જતાં હો, તો ભલે આજે જાઓ.”
વહુના ઉત્તરથી સાસુ નિશ્ચિત બન્યાં. એક-બે દિવસમાં જ ફૂલાંબાઈનાં સાસુ-સસરા, દિયર-જેઠ, પતિ વગેરેએ લગ્નમાં જવાની તૈયારી કરી લીધી.
ઘરમાંથી વિદાય લેતી વખતે સાસુએ વહુને શિખામણ આપતાં કહ્યું, “વહુ, જોજે ! આપણું ઘર મોભાદાર છે. આપણું નામ સાંભળીને કોઈ આવે, તો આદરસત્કાર કરીને ભાવથી જમાડજે.”
ફૂલાંબાઈ બોલી, “તમે નચિંત રહો, હું બધું સંભાળી લઈશ.'
ઘરમાં ફૂલાંબાઈ અને બે-ચાર નોકરને મૂકીને ઘરનાં બધાં લગ્નમાં ગયાં.
પછી કાતિ
માં
ભગતનું આગમન
આ પરિવારના ગયા બાદ ત્રણ દિવસ પછી શેઠ હરિકૃષ્ણના દૂરના સગા એવા એક ભગત શેઠનું નામ પૂછતાપૂછતા આવી ચડ્યા. ઘરમાં ફૂલાંબાઈ હતી.
તેણે આગંતુકને કહ્યું, “તમે કોઈ વાતની ચિંતા ન કરો. શેઠનું ઘર આ જ છે. શેઠ નથી તો શું થયું ? હું તેમની પુત્રવધૂ છું. આ ઘર તે મને સોંપી ગયા છે. પાંચેક દિવસમાં બધાં પાછાં આવી જશે, ત્યાં સુધી
આ રત્નત્રયીનાં અજવાળાં
૪૦
:
:
Page #52
--------------------------------------------------------------------------
________________
તમે ભોજન બીજે ક્યાંય કરશો નહીં. અહીંયાં જ આવજો.”
આગંતુક ભગતે કહ્યું, “બહેન! કંઈ વાંધો નહીં. તમારા આગ્રહનો હું સ્વીકાર કરું છું. ભોજન બીજે ક્યાંય નહીં કરું. મારે જરા બજારમાં કામ છે, તે પતાવીને બરાબર ભોજનના સમયે આવી પહોંચીશ.”
એક બાજુ ભગત બજારમાં કામ પતાવવા ગયા અને બીજી બાજુ ફૂલાંબાઈએ રસોઈનો પ્રારંભ કર્યો. શેઠને ત્યાં ભગત સમયસર ભોજન માટે પહોંચી ગયા. ફૂલાંબાઈએ થાળીમાં ભોજન પીરસ્યું. સાથે પોતાની વાણી પણ પીરસતાં બોલી,
જુઓ ભગત ! આ કનું ઘર છે. અહીંયાં કોઈ વાતની ઓછપ નથી. તમારા માટે જ મેં ખાસ આ રસોઈ બનાવી છે, તેથી તમે કોઈ વાતનો સંકોચ ન રાખશો. જે વાનગી જોઈએ તે માગી લેજો.”
ભગતે વિચાર્યું કે આ બહેનની કેટલીક વાત બરાબર છે, પરંતુ કેટલીક અતિ વ્યંગપૂર્ણ છે.
મનુષ્યની પ્રકૃતિની ઘણીખરી પરીક્ષા તેની વાણી પરથી થઈ જાય છે. ફૂલાંબાઈની વાણી સાંભળીને ભગતે વિચાર્યું કે મારા જેવા અપરિચિત વ્યક્તિ સાથે પણ જો આ બહેન આવાં વચન ઉચ્ચારે છે તો પછી તેનાં ઘરવાળાં લોકો સાથે તો આનાથી પણ વધારે કટુ વચન અને કટુ વ્યવહાર કરતી હશે. હું ભગત છું એટલે આનાં વચન સાંભળવામાં કંઈ વાંધો નથી, પરંતુ આનાં ઘરવાળાં અને પડોશીઓ તો ઘણાં દુઃખી થતાં હશે. હું ભગત થઈને પણ આને ભક્તિનો રંગ ન ચઢાવી શકું તો મારી ભક્તિ કાચી છે.”
આવું વિચારીને ભગતે ફૂલાંબાઈને કહ્યું, “બહેન ! હું શા માટે કોઈ વાતનો સંકોચ કરે જ્યારે તારા જેવી ચતુર નારી રસોઈ બનાવનારી હોય !”
પોતાની પ્રશંસા સાંભળીને ફૂલાંબાઈને ઘણો ગર્વ થયો અને એ માટે પ્રભુની કૃપાનો આભાર માનવા લાગી.
ભોજન કર્યા પછી ભગત પડોશના લોકોને પૂછવા લાગ્યા, “આ સ્ત્રી કોણ છે ? કેવી પ્રકૃતિવાળી છે ?”
પડોશીઓએ કહ્યું, “આ હરિકૃષ્ણ શેઠની પુત્રવધૂ છે. તેની ખરાબ છેપરમાત્માનું નિવાસસ્થાના
૪૧
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ અને અભદ્ર વ્યવહારથી અમે બધા કંટાળી ચૂક્યા છીએ. તે પોતાના કુટુંબીજનો સાથે તો કંકાસ કરે છે, પણ અમારી સાથે પણ ઝઘડા કરે છે. એની વાણીમાં ભારોભાર કટુતા છે. સાસરે આવતાં પૂર્વે પિયરમાં પણ તેની આવી જ પ્રકૃતિ હતી. શેઠનું માન રાખીને અમે કશું કહેતાં ખચકાઈએ છીએ.”
ભગતે પૂછ્યું, “એના કોઈ ઈષ્ટદેવ છે કે નહીં ?”
પડોશી બોલ્યા, “કેમ નહીં ? ભગવાનની પૂજા-ભક્તિમાં તો આ રોજ બે-ત્રણ કલાક ગાળે છે, પરંતુ તેની પ્રકૃતિમાં કોઈ ફેર પડતો નથી.”
ભગત બોલ્યા, “સારું, જો એને ભગવાન પર થોડીકે ય શ્રદ્ધા છે, તો મને વિશ્વાસ છે કે એક દિવસ એની પ્રકૃતિ અવશ્ય સુધરશે. હું પ્રયત્ન કરીશ.”
ભગત ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે રાત્રે ભગવાનને ઘણી પ્રાર્થના કરી કે, “ભગવાન ! કોઈ એવો ઉપાય બતાવો કે જેથી હરિકૃષ્ણ શેઠની પુત્રવધૂની પ્રકૃતિ સુધરી જાય અને તે તમારી ભક્તિનું સાચું રહસ્ય સમજે.”
ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને કહ્યું, “ભગત, તમે તે સ્ત્રીને કહી દો કે જો એ પોતાની પ્રકૃતિ નહીં સુધારે તો હું તેના ઘરમાં નહીં રહું અને તમારી સાથે ચાલ્યો જઈશ. તેણે મને રાખવો હોય, મારી કૃપા પામવી હોય, તો સાચો ઉપાય એ છે કે તેણે પોતાની પ્રકૃતિ સુધારવી અને મારા ભક્તો સાથે અભદ્ર વ્યવહાર ન કરવો.” આ સ્વપ્ન જોઈને ભગત તરત જાગી ગયા અને સીધા જ ફૂલાંબાઈને ઘેર પહોંચ્યા. પરોઢનો સમય હતો. ગાત્ર થિજાવે તેવી ઠંડી પડી રહી હતી. ફૂલાંબાઈના ઘરનાં બારણાં બંધ હતાં, તેથી ભગતે બારણા પર ટકોરા માર્યા.
ફૂલાંબાઈએ બારણે આવીને પૂછ્યું, “કોણ છે આ રાતના સમયે ?”
ભગત બોલ્યા, “બહેન, હું ભગત છું. બારણું ખોલો. ભગવાનનો એક સંદેશો સંભળાવવા આવ્યો છું.”
ફૂલાંબાઈ બોલ્યાં, “તે હશો ભગત ! કોણ જાણે તમારો વિચાર બદલાઈ પણ ગયો હોય ! હું અત્યારે બારણું નહીં ખોલું, બોલો, ભગવાનનો
- રત્નત્રયીનાં અજવાળાં
(
૪૨
Page #54
--------------------------------------------------------------------------
________________
શું સંદેશ છે ?”
ભગત ધીરગંભીર અવાજે બોલ્યા, “બહેન ! ભગવાને મને આજે વપ્નમાં દર્શન આપ્યાં અને કહ્યું કે, ભગત ! હવે હું આ ફૂલાંબાઈના ઘેર રહેવા નથી માગતો. હું હવે તમારે ઘેર જવા ઇચ્છું છું.”
ભગવાનની વિદાયની વાત સાંભળતાં જ ફૂલાંબાઈ વ્યાકુળ બની ગઈ. વિચારવા લાગી, “ભગવાનની કૃપાથી જ મારાં બધાં કાર્ય સિદ્ધ થાય છે, જો તે ચાલ્યા જશે તો મારો સઘળો આધાર જ તૂટી જશે.”
ભયાવહ નિરાધારતાના ભાવિ ભયને વિચારતી ફૂલાંબાઈએ તરત જ બારણું ખોલ્યું અને ભગતનાં ચરણોમાં પડીને બોલી,
“ભગત, તમે ગમે તેમ કરીને મારા ભગવાનને થોભાવો. મેં એમની સેવા-પૂજામાં કઈ કમી રાખી છે ? અથવા કયો દોષ કર્યો છે? કે જેથી ભગવાન મારા ઘેરથી ચાલ્યા જાય છે? તમે કારણ પૂછ્યું તો હશે ને !”
ભગત બોલ્યા, “હું કેમ ન પૂછું? મેં તારું લૂણ ખાધું છે, તેથી ભગવાનને પૂછ્યું, ત્યારે ભગવાને કહ્યું,
હું આ સ્ત્રીની સેવા-પૂજાનો ભૂખ્યો નથી. દુનિયા આખી મારી સેવા-પૂજા કરે છે. હું એ કારણથી જાઉં છું કે આ સ્ત્રી મારા પ્રિય ભક્તોની સાથે વારંવાર લડાઈ-ઝઘડા કરે છે. કોઈને ગાળ આપે છે તો કોઈને થપ્પડ લગાવે છે.”
ફૂલાંબાઈ બોલ્યાં, “ત્યારે તો ભગવાને ન જવું જોઈએ. જો હું તેમની સેવા-પૂજામાં કસૂર રાખું તો તેમનું ગમન સમજી શકાય. દુનિયા સાથે હું ગમે તેવો વ્યવહાર કરું, તેમાં ભગવાનને શો વાંધો ?”
ભગત બોલ્યા, “આ જ તો તમારી ગેરસમજ છે. જો તમારો કોઈ પુત્ર હોય અને એને કોઈ થપ્પડ મારે, ગાળો આપે કે એની સાથે અભદ્ર વ્યવહાર કરે, પરંતુ તમને એ વ્યક્તિ સોનાની થાળીમાં ભોજન કરાવવા ઇરછે, તો શું તમે એવા ભોજનનો સ્વીકાર કરો ખરાં? એવું ભોજન તમને ભાવે ખરું ?”
ફૂલાંબાઈ બોલ્યાં, “ના, સોનાની થાળીમાં ભોજન કરવું તો દૂર રહ્યું પણ મારા પુત્ર સાથે આવો ખરાબ વ્યવહાર કરનાર, એને ગાળો દેનારનું તો હું મોં પણ જોઉં નહીં
પરમાત્માનું નિવાસસ્થાન
૪૩.
Page #55
--------------------------------------------------------------------------
________________
ભગત બોલ્યા, “બહેન ! જેવી રીતે તારા એક પુત્ર સાથે અભદ્ર વ્યવહાર કરનારનું તું મુખ પણ જોવા ઈચ્છતી નથી, પછી ભલે ને એ વ્યક્તિ તને સોનાની થાળીમાં મધમીઠું ભોજન કેમ ન ખવડાવે ! તેવી જ રીતે ભગવાન માટે તો વિશ્વના તમામ માનવીઓ સંતાન સમાન છે. આથી કહેવાયું છે -
“શિવ મતિ |
ત્તિો નાતો નારે મિત્રતનું ” આ આખો સંસાર પ્રભુમય છે અને પ્રભુ જ સર્વસંસારમય છે. (સર્વ જગતમાં વ્યાપ્ત છે.) પ્રભુથી અને જગતથી ભિન્ન આ શરીર નથી.” સંત તુલસીદાસે કહ્યું છે –
સિવારના સવ પણ નાની |
करहुँ प्रणाम जोरि जुग यानी ।" સીતારામમય સર્વ જગત છે. તેને બંને હાથ જોડીને પ્રણામ કરું
ભગવાનનાં પુત્ર-પુત્રીઓને તમે મારો, ગાળો આપો અને ભગવાનને સોનાની થાળીમાં ભોગ ચડાવો, તો ભલા ભગવાન તેનો કઈ રીતે સ્વીકાર કરે ?” ફૂલાંબાઈ બોલ્યાં, “નહીં કરે.” ભગત કહે, “બસ, આ જ કારણથી ભગવાન તારે ઘેર રહેવા નથી માગતા.”
ફૂલાંબાઈએ પશ્ચાત્તાપપૂર્વક કહ્યું, “હવે હું સમજી. પરંતુ ભગતજી, એવો કોઈ ઉપાય છે કે જેથી ભગવાન તમારી સાથે ન આવે અને મારા ઘરમાં જ બિરાજમાન રહે?” ભગતે કહ્યું, “એવો ઉપાય છે અને તે ઉપાય તો તમારા હાથમાં જ છે.”
ફૂલાંબાઈએ કહ્યું, “મારા હાથમાં કેવી રીતે? હું સમજી નહીં.”
ભગત બોલ્યા, “જો, તું આજથી જ એમ સમજે કે આખો સંસાર ભગવાનનાં સંતાનોથી ભરપૂર છે અને હું પણ ભગવાનની છું. આથી આજથી જ પ્રતિજ્ઞા કરી લે કે હવેથી હું કોઈની સાથે લડાઈ-ઝઘડા નહીં કરું, ગાળો નહીં આપું, ચાડી-ચુગલી, દ્વેષ, છળકપટ કે મારપીટ નહીં કરે. બધાની સાથે વ્યવહાર રાખીશ. સહુ પર દયા, સ્નેહ, કરુણા, વાત્સલ્ય, સહાનુભૂતિ અને ક્ષમા રાખીશ. યથાશક્તિ જનતાની સેવા કરીશ,
રત્નત્રયીનાં અજવાળાં
૪૪
Page #56
--------------------------------------------------------------------------
________________
તો ભગવાન તમારે ત્યાં રહી જશે. આ સિવાય બીજો કોઈ ઉપાય ભગવાનને રાખવા માટે કારગત નહીં નીવડે.”
ફૂલાંબાઈમાં ઈશ્વરશ્રદ્ધા તો હતી જ, પણ ભક્તિના સાચા રહસ્યથી અજ્ઞાત હતી. પરિણામે એ મનોમન વિચારવા લાગી કે વર્ષોના ખરાબ સ્વભાવને હું કેવી રીતે બદલી શકીશ ? પરંતુ જો છોડીશ નહીં, તો ભગવાનને છોડવા પડશે. આથી કહેવાયું છે -
जहां राम तहाँ काम नहीं, जहां काम नहीं राम । तुलसी दोऊ ना रहे, रविरजनी इकठाम ॥"
જ્યાં કામ, ક્રોધ આદિ પ્રબળ રીતે પ્રવર્તતા હશે, ત્યાં ભગવાન નહીં રહે અને મારે તો ભગવાનને કોઈ પણ સંજોગોમાં રાખવા જ છે. હવે શું કરું?”
થોડી વાર મથામણ કર્યા પછી ફૂલાંબાઈએ દઢ નિશ્ચય કરી લીધો કે કોઈ પણ ભોગે મારે ભગવાનને અહીંથી જવા દેવા નથી.”
ફૂલાંબાઈએ પોતાનો નિરધાર ભગત સમક્ષ પ્રગટ કર્યો.
ભગતે કહ્યું, “બહેન, અત્યારે તો મારી સામે તું એ વાતનો સ્વીકાર કરે છે કે ક્રોધ, કલહ, દુર્વ્યવહાર વગેરે છોડી દઈશ, પરંતુ કાલે તું તારી આદતથી મજબૂર બનીને ફરી અગાઉ પ્રમાણે વર્તવા લાગીશ, તો પછી ભગવાનને કોણ અને કેવી રીતે રોકી શકશે ?”
ફૂલાંબાઈએ પ્રતિજ્ઞા કરતાં કહ્યું, “ભગતજી ! આપની સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી કોઈની સાથે લડાઈ-ઝઘડા, ઈર્ષા, દ્વેષ, વૈરવિરોધ, મારપીટ કે કોઈ પણ પ્રકારનો અવિવેકી વર્તાવ નહીં કરું.. કોઈની નિંદા કે ચાડી-ચુગલી નહીં કરું. વળી અગાઉ મારાથી જે ભૂલો થઈ છે અને જેની સાથે દુર્વ્યવહાર કર્યો છે, તે માટે હું બધા સમક્ષ નમ્ર બનીને હાથ જોડીને ક્ષમા માગીશ.
“સૌથી પ્રથમ તો હું તમારી ક્ષમા માગું છું. મેં વાત-વાતમાં તમને ઘણાં મેણાં-ટોણાં માયાં. તમે ક્ષમાશીલ વડીલ મને ક્ષમા કરશો અને મારા પરિવારજનો કાલે આવવાનાં છે. હું સહુને હાથ જોડીને ક્ષમા માગીશ. હવે તો મારા ભગવાન મારા ઘરે રહેશે ને ?”
ભગતે કહ્યું, “બહેન ! હું તો ભક્ત છું. મને તો તમે બે કઠોર પરમાત્માનું નિવાસસ્થાના
૫
Page #57
--------------------------------------------------------------------------
________________
શબ્દો કહી દો, તો પણ સહી લેવું તે મારો સ્વભાવ છે. હું તને ક્ષમા આપું છું, પરંતુ સૌથી પહેલાં તારે તારા કુટુંબીઓ અને પડોશીઓની ક્ષમા માગવી જોઈએ. હવે તું નિશ્ચિત મનથી રહેજે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ફૂલાંબાઈએ આપની આજ્ઞા મુજબ કોઈની ય સાથે દુર્વ્યવહાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને બધાંની ક્ષમા માગવાની ઇચ્છા ધરાવે છે. પોતાનું જીવન શુદ્ધ બનાવવા ઇચ્છે છે, ત્યારે તમે મારી સાથે શા માટે આવો છો ? ફૂલાંબાઈના ઘરે જ વસવાની કૃપા કરો.”
આ સાંભળીને ફૂલાંબાઈને પરમ સંતોષ થયો અને ચિત્તને શાંતિ સાંપડી. ભગતે વિદાય લીધી અને ભગવાનને તેમણે સાચા અંત:કરણથી પ્રાર્થના કરી, જે ઈશ્વરે સ્વીકારી.
બીજા દિવસે ફૂલાંબાઈનાં પરિવારજનો ઘેર આવવાનાં હતાં એટલે ફૂલાંબાઈએ તેમના સ્વાગત માટે થોડે દૂર સુધી સામે જવાની પૂર્ણ તૈયારી કરી. પરિવારના લોકોએ ફૂલાંબાઈને આવતી જોઈને ગાડીઓ થંભાવી અને બધાં એમાંથી નીચે ઊતર્યા.
ફૂલાંબાઈએ ક્રમશઃ પોતાનાં સાસુ, સસરા, જેઠ, પતિ વગેરેનાં ચરણોમાં પડીને હાથ જોડીને ક્ષમા માગી અને નમ્રતાથી કહ્યું,
“મેં તમારું મન ઘણું અને વારંવાર દુભાવ્યું છે, તમારી નિંદા, ચુગલી કરીને, તમારી સાથે અનેક પ્રકારનો કંકાસ-કજિયો કરીને તમારા લાગણીશીલ હૃદયને ઠેસ પહોંચાડી છે. તમારી બદનામી કરાવી છે. આ બધા ગુનાઓ માટે મને માફ કરો. હું ભવિષ્યમાં કદી આવું નહીં કરું, એવી તમને ખાતરી આપું છું.”
ફૂલાંબાઈના આ આકસ્મિક જીવનપરિવર્તનને જોઈને સહુ આશ્ચર્યચકિત થઈ ગયાં. ફૂલાંબાઈને પૂછયું, “એવી તે શી ઘટના બની ગઈ ? અત્યાર સુધી નહીં અને આજે જ આ રીતે નમ્રતાભેર ક્ષમા માગવાનું કારણ શું ?'
ફૂલાંબાઈ બોલ્યાં, “હવે પછી કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર નહીં કરવાની ભગત સામે પ્રતિજ્ઞા લીધી છે, એટલે મારી ભૂતકાળની ભૂલો માટે તમારી ક્ષમા યાચું છું. બીજા બધાની પણ ક્ષમા માગીશ. હવે તમે ક્ષમા કરશો તો જ મારો ભગવાન મારે ત્યાં વસશે,
છે. રત્નત્રયીનાં અજવાળાં છે.
૪૬
Page #58
--------------------------------------------------------------------------
________________
કારણ કે મારા આવા દુર્વ્યવહારો અને દોષને કારણે ભગવાન આપણા ઘરેથી ચાલ્યા જવાના હતા. જો ભગત ન આવ્યા હોત અને મને સત્રેરણા આપીને ભગવાનને રાખવાનો ઉપાય બતાવ્યો ન હોત, તો ભગવાન આપણે ત્યાંથી ચાલ્યા જવાના હતા. ભગતની સાથે જ ચાલ્યા જાત. ભગતને ભગવાને સ્વપ્નમાં સંદેશો આપ્યો હતો.”
બધાંએ કહ્યું, “ખેર ! જે થયું તે સારું થયું. અમે બધાં તને ક્ષમા આપીએ છીએ. ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન ન કરીશ. અત્યારે તો ચાલો, બીજી બધી વાતો ઘેર જઈને કરીશું.”
બધાં ઘેર આવ્યાં. ભોજનના સમયે ભગત પણ શેઠને મળવા આવ્યા હતા. ભોજન કરીને બધાં નિરાંતે દીવાનખંડમાં બેઠાં.
પહેલાં તો ફૂલાંબાઈએ પોતાની પ્રકૃતિના પરિવર્તનની અથથી ઇતિ સુધી કથા સંભળાવી.
બધાંએ ભગતનો આભાર માનતાં કહ્યું, “ભગત ! તમે અમારી પર કૃપા કરીને અમારી વહુને બદલી નાખી, ઘર અને પડોશમાં સદાને માટે સુખ-શાંતિ કરી આપી. આ માટે અમે તમારા જન્મ-જન્માન્તર સુધી ઋણી રહીશું.”
ભગત બોલ્યા, “ભાઈ, તમે શા માટે નાહક મને શ્રેય આપો છો ? આમાં વળી મેં કર્યું મોટું કામ કરી નાખ્યું છે ? આ તો મારું કર્તવ્ય જ હતું અને જો હું કર્તવ્ય માટે પુરુષાર્થ કરું નહીં, તો મારી પ્રભુભક્તિ લાજે. જો ભગવાનની કૃપા ન થઈ હોત અને ફૂલાંબાઈએ પોતાની પ્રકૃતિ બદલવાનો સંકલ્પ ન કર્યો હતો, તો હું શું કરી શકત ?”
તેઓ કહેવા લાગ્યા, “ભગત ! અમે ઘણા લાંબા સમયથી વહુનો સ્વભાવ બદલવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ અમારો પ્રયત્ન સફળ થતો નહોતો ત્યારે તમે તો ત્રણ-ચાર જ દિવસમાં આના જીવનનું પરિવર્તન કરી દીધું, આ તમારો પુરુષાર્થ નથી તો બીજું શું છે? તમે ગમે તે કહો, પણ અમે તો આ માટે તમને જ શ્રેય આપીશું.”
ભગત આનું શ્રેય લેવાની ના પાડતા હતા, પરંતુ ફૂલાંબાઈનાં કુટુંબીજનો કહેવા લાગ્યાં, “અમારા માટે તો આપ ભગવાન સમાન છો. આપે અમારા ઘરની એક ગૃહિણીના જીવનમાં કેવું ઉત્તમ પરિવર્તન આયું !”
પરમાત્માનું નિવાસસ્થાન
પર ૪ળ હિ
કે
Page #59
--------------------------------------------------------------------------
________________
આખરે ફૂલાંબાઈએ પોતે ઊઠીને નમ્રતાપૂર્વક કહ્યું, “આપ જે પણ હો, મારા માટે તો પ્રભુતુલ્ય છો, ગુરુજન છો અને આજથી હું આપને મારા મોટાભાઈ માનું છું અને આપ મને આપની નાની બહેન સમજજો. અત્યાર સુધી તો આપ આપના કામસર અહીં રોકાયા હતા, હવે મારી વિનંતી છે કે આપ વધુ એક સપ્તાહ રોકાઈ જાવ. આપના સત્સંગથી મારી શંકાઓનું સમાધાન કર્યું અને વળી આપના જ્ઞાનનો લાભ પણ મળે.”
ભગત કહેવા લાગ્યા, “બહેન ! હું તો તને ક્યારનો ય બહેન માની ચૂક્યો. મારે પાછા ફરવું અત્યંત જરૂરી હોવા છતાં તારા અતિ આગ્રહને કારણે એક સપ્તાહ વધારે રોકાઈ જઈશ.”
ફૂલાંબાઈએ પોતાના પડોશીઓની અને પરિચિતોની ક્ષમા યાચી. પિયરમાં પણ પત્ર લખીને સઘળા સમાચાર મોકલ્યા અને સહુની લેખિત ક્ષમાયાચના કરી. એના પિયરના પરિવારમાં પણ પોતાની પુત્રીના સ્વભાવ-પરિવર્તનની ઘટના સાંભળીને સહુનાં હૃદયમાં આનંદ છલકાઈ રહ્યો.
આ બાજુ ફૂલાંબાઈએ પ્રતિદિન સત્સંગના સમયે ભગત પાસેથી શંકા-સમાધાન મેળવવાનું શરૂ કર્યું. બાળપણમાં સાંભળેલા ગીતાના શ્લોકોનો સાચો ભાવાર્થ સમજી અને એ પણ ભગતે તેને સારી રીતે સમજાવી દીધું કે ભગવાનનો નિવાસ તો આપણા ભીતરમાં – હૃદયમાં છે. શરીરરૂપી મંદિરમાં, હૃદયરૂપી વેદિ પર અજ્ઞાનવશ ક્રોધ, કામ, મોહ, અભિમાન, દ્વેષ, ઈર્ષા, કલહ આદિ દુર્ગુણોને બિરાજમાન કરી દઈએ છીએ, ત્યાં ભગવાન કઈ રીતે પ્રવેશી શકે? પરિણામે તારે ત્યાંથી ભગવાન અન્યત્ર જઈ રહ્યા હતા, આથી એમ પણ કહ્યું છે –
"देहो देवालयः प्रोक्तो, जीवो देवः सनातनः ।
त्यजेदज्ञाननिर्मालयं, सोऽहंभावेन पूजयेत ॥" “આ શરીર ઈશ્વરનું મંદિર કહેવાય છે અને શુદ્ધ સનાતન આત્મા તેમાં બિરાજિત પરમાત્મદેવ છે. અજ્ઞાનને કારણે જીવનમાં આવનારી મલિનતાઓને - કામ, ક્રોધાદિ મેલને – છોડી દઈએ તો તે આત્મા સ્વયં જ ઈશ્વરના રૂપમાં પૂજનીય થઈ જાય છે. આ જ ઈશ્વરની પૂજા છે.”
રત્નત્રયીનાં અજવાળાં
ક
૪૮
કારક
ક
Page #60
--------------------------------------------------------------------------
________________
થોડા સમયમાં જ ફૂલાંબાઈને ઈશ્વરનિવાસ, ઈશ્વરભક્તિ વગેરે વાતોનું રહસ્ય સમજાવા લાગ્યું. એ પછી ભગતને આખા પરિવારે સહર્ષ વિદાય આપી. ફૂલાંબાઈના પિયર પક્ષના લોકોએ પણ ભગતને સત્સંગ માટે બોલાવ્યા અને એમના ઉપકાર માટે તેમનો અત્યંત આભાર માન્યો.
આ વાર્તા પરથી ખ્યાલ આવશે કે ભગવાન ક્યાં રહે છે ? ક્યાં નહીં?
આનું તાત્પર્ય એ છે જે કાર્યથી સત, ચિત અને આનંદની પ્રાપ્તિ થાય છે, ત્યાં જ ઈશ્વરનો નિવાસ છે. મન, વચન, કાયાની પવિત્રતા યથાર્થ શ્રદ્ધા અને સમ્યગુ જ્ઞાનપૂર્વક યોગ્ય રીતે ધર્માચરણ કરવાથી જ શક્ય બને છે. જ્યાં પવિત્રતા છે, ત્યાં ઈશ્વરનો નિવાસ છે.
જ્યાં સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર્યની ત્રિવેણી વહેતી નથી, ત્યાં મન, વચન, કાયાની શુદ્ધિ રહેતી નથી. અશુદ્ધિ હોય ત્યાં, પ્રભુ દૂર ને દૂર રહે છે. મનુષ્ય ધર્મવિરુદ્ધ આચરણ કરે, ત્યારે એની લોકનિંદા થાય છે. આત્મગ્લાનિ અને પશ્ચાત્તાપ થાય એવાં પાપકર્મ કરવા લાગે છે. આ સમયે સમજવું કે ઈશ્વર એ આત્માથી દૂર ગયો છે. એકાદ ખરાબ કર્મ થાય તો ઈશ્વર હૃદયમાંથી વિદાય લઈ લે છે. કર્તવ્યપાલનમાં જ ઈશ્વર છે. ધર્મના યથાર્થ પાલનમાં ઈશ્વરદર્શન સમાયેલું છે. ઇમાનદારીમાં ઈશ્વર વસે છે. તમારું કાર્ય ધર્મદષ્ટિથી બેયને અનુકૂળ અને પવિત્ર હશે તો તમારા પ્રત્યેક કાર્યમાં ઈશ્વર સાથે રહેશે.
ઈશ્વર ક્યાં છે? એ વિષયમાં વિસ્તારપૂર્વક વાત કરી. તમે તેને હૃદયંગમ કરો અને તમારા જીવનમાં ઉતારો. ઈશ્વરના નિવાસના જ્ઞાનને જ બીજા શબ્દોમાં ઈશ્વરદર્શન કે ઈશ્વર-સાક્ષાત્કાર કહેવાય છે. આવું ઈશ્વરદર્શન ભાગ્યવાનને જ પ્રાપ્ત થાય છે. તમે તમારા જીવનમાં તે માટે પુરુષાર્થ કરશો તો જરૂર પ્રાપ્તિ થશે જ.
સ્થળ : એડીઝનો ઉપાશ્રય પાયધુની, મુંબઈ
સમય : સંવત : ૨૦૦૬ કાર્તિક વદ-૪ ૧. અંગ્રેજીમાં એક કહેવત છે – "Cleanliness is next to Godliness." ઈશ્વરતત્ત્વનું બીજું નામ છે પવિત્રતા.” –
છે પરમાત્માનું નિવાસસ્થાન.
Page #61
--------------------------------------------------------------------------
________________
સાચી સેવાભક્તિ
જગતમાં પરમાત્માની સેવા અને ભક્તિનો અતિ મહિમા છે. બધા ધર્મોમાં પરમાત્માની બંદગી, સેવા, ભક્તિ અને નમસ્કાર વગેરેનો ઉલ્લેખ કોઈ ને કોઈ રૂપમાં મળે જ છે. જૈનધર્મમાં આ વિશે ઘણા ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે. જૈનધર્મએ સેવાભક્તિનાં બધાં અંગો પર વિશ્લેષણ કર્યું છે. સેવાનું રહસ્ય
પ્રશ્ન એ છે કે સિદ્ધ-ઈશ્વર તો નિરંજન-નિરાકાર છે, તેમને તો કોઈ શરીર, ઇન્દ્રિયો કે અંગ-ઉપાંગ હોતાં નથી અને આપણાં ચર્મચક્ષુઓથી એ દષ્ટિગોચર નથી, તો પછી એમની સેવા-ભક્તિ કેવી રીતે કરી શકાય ?
જો એમ કહેવામાં આવે કે મુક્ત ઈશ્વર (વીતરાગ-તીર્થંકર) તો શરીરધારી હોય છે, તેમની સેવાભક્તિ થઈ શકે છે, પરંતુ તીર્થકર કે તેમના અનુગામી સાધુ-સાધ્વી બધાં મુનિવેષમાં હોય છે અને મુનિવેષમાં હોવાને કારણે મોટા ભાગે કોઈ પ્રકારની શારીરિક સેવા તો ગૃહસ્થો પાસેથી સાધુમર્યાદા અનુસાર તેઓ લેતા નથી. હા, આહાર-પાણી આપવાં, દવા વગેરે આપવી, ધર્મપ્રચારમાં સહયોગ આપવો જેવાં કાર્યો દ્વારા ગૃહસ્થો સેવાભક્તિ કરી શકે છે.
પ૦
નયીનાં અજવાળાં
Page #62
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર ભગવાન બધા કાળ(યુગ)માં પ્રત્યક્ષ હોતા નથી. તેઓ મહાવિદેહક્ષેત્રમાં રહે છે ખરા, પરંતુ ભરતક્ષેત્રમાં તે દરેક યુગમાં વિદ્યમાન નથી હોતા, તો પછી તે તીર્થકર ભગવંતો(મુક્ત ઈશ્વર)ની સેવાભક્તિ કેવી રીતે કરી શકાય ?
વાસ્તવમાં, સિદ્ધ ઈશ્વર કે મુક્ત ઈશ્વરની સેવાનું રહસ્ય એ છે કે તેમની આજ્ઞાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ. એટલા માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યએ “વીતરાગસ્તુતિ કરતાં કહ્યું -
“વ સમસ્ત વીર-પરિવાતન” “હે ભગવાન! તમારી વાસ્તવિક સેવા તો તમારી આજ્ઞાઓનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું તે જ છે.”
આનો અર્થ એ કે જે ઈશ્વર(સિદ્ધ કે મુક્ત)ની વાસ્તવિક રૂપે સેવા કરવા માગે છે, તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ વગેરે વ્રતો અને નિયમોનું પાલન અને ધર્મઆજ્ઞાઓનું શ્રદ્ધાપૂર્વકનું પાલન કરવું જોઈએ. પોતાના જીવનમાં જેઓ એક તરફ ઈશ્વર(સિદ્ધ કે અહંન્ત)ને નમન-વંદન કરે છે, તેમના નામનો જપ જપે છે અને તેમની હાજરીમાં તેમને આહાર-પાણી વગેરે સ્વરૂપે ભિક્ષા આપે છે, પરંતુ જીવનમાં ઈશ્વરથી વિપરીત આચરણ કરે છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, કલહ, ઈર્ષા, છલ-પ્રપંચ, દગો વગેરે દુર્ગુણોને અપનાવે છે, તેઓ ઈશ્વરની વાસ્તવિક સેવા નથી કરતા.
એક પુત્ર પોતાના પિતાનાં ચરણોમાં ખૂબ નમન કરે, તેમની પ્રશંસા કરે, વારંવાર તેમનું નામ લે, તેમની સામે હાથ જોડીને ઊભો રહે, પરંતુ પિતા કોઈ વાતમાં આજ્ઞા કરે તો એને સાંભળ્યું ન સાંભળ્યું કરી દે, તેમના આદેશને ઠુકરાવી નાખે, તેમનું અપમાન અને અવગણના કરે અથવા બદનામી કરાવે, તો શું આ પુત્ર દ્વારા પિતાની થયેલી વાસ્તવિક સેવા ગણાય ? આવો પુત્ર સુપુત્ર કહેવાય ખરો ? ના. એવી જ રીતે જે ભગવાનને વંદના-નમસ્કાર કરે, હાથ જોડે, પૂજા-પાઠ કરે, સતત નામસ્મરણ કરે, પરંતુ તેમની આજ્ઞાઓને ઠોકર મારે અથવા તેમની બદનામી થાય એવાં અધર્મ કાર્ય કરે, તેમના આદેશો અને સંદેશ પર જરા પણ ધ્યાન ન આપે, ફક્ત પોતાની સ્વાર્થપૂર્તિ સાધવા માટે, પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત ની સાચી સેવાભક્તિ
Page #63
--------------------------------------------------------------------------
________________
કરવા માટે ભગવાનનો ભક્ત કે સેવક બની જાય, તો તે પણ ભગવાનનો સાચો ભક્ત કે સેવક કેવી રીતે કહેવાય ?
માની લો કે, ઈશ્વરલાલ નામના એક શેઠને ત્યાં બે ગુમાસ્તા રહે છે. એકનું નામ છે ભક્તદાસ અને બીજાનું નામ છે સેવકરામ. બંને ભિન્ન પ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓ છે. જ્યારે જુઓ ત્યારે ભક્તદાસ શેઠના નામની માળા ફેરવ્યા કરતો હોય, પણ શેઠના વ્યાપારધંધાના કારોબારમાં સહેજે ધ્યાન આપે નહીં. એ હિસાબક્તિાબ યોગ્ય રીતે રાખે નહીં કે ન તો એ ગ્રાહકો સાથે વ્યવસ્થિત રીતે સોદો કરે. શેઠ જ્યારે આવે છે ત્યારે હાથ જોડીને ઊભો થઈ જાય. તેમનાં ચરણોમાં પડીને નમન કરે. તેમની અતિશયોક્તિભરી પ્રશંસા કરે.
બીજો ગુમાસ્તો સેવકરામ શેઠના નામની માળા નથી ફેરવતો. શેઠ જ્યારે આવે છે ત્યારે વિનય-શિષ્ટાચાર અવશ્ય દાખવે છે, પરંતુ ખોટી પ્રશંસા કરવાને બદલે, શેનું કામ વ્યવસ્થિત રીતે અને વિશ્વાસથી બજાવે છે. વ્યવસ્થિત રીતે હિસાબ રાખે છે અને ગ્રાહક સાથે વિચારીને સોદો કરે. હવે બતાવો, ઈશ્વરલાલ શેઠ બંનેમાંથી કોના પર પ્રસન્ન થશે ? ક્યો ગુમાસ્તો તેમને પ્રિય હશે ? કયા ગુમાસ્તાને રાખવા માટે શેઠ રાજી થશે ?
ઈશ્વરલાલ શેઠ ગુમાસ્તા સેવકરામ)ને પસંદ કરશે. એ એમને પ્રિય હશે, કારણ કે તેમનું કામ વ્યવસ્થિત રીતે કરે છે.
આ પરથી શેઠના ય શેઠ પરમ શ્રેષ્ઠ પરમાત્માને પણ તે જ વ્યક્તિ પ્રિય હશે, જે એમની આજ્ઞાઓનું યથાર્થરૂપે પાલન કરતો હશે. તેમના દ્વારા રચાયેલ (સ્થાપિત) સંઘ(તીથ)ની ઉન્નતિ માટે પ્રયત્ન કરતો હશે. તેમના દ્વારા પ્રચારિત વ્યાપક અને શુદ્ધ ધર્મનું પાલન કરવા અને કરાવવા માટે પણ એ સતત પ્રયત્નશીલ હશે અને આ જ વાસ્તવિક રૂપમાં પરમાત્મસેવા હશે.
પાપકર્મોનો પશ્ચાત્તાપ
દુનિયામાં આજે ભગવાનની વાસ્તવિક સેવા-ભક્તિ બહુ ઓછી જોવા મળે છે. લોકો અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. જૂઠું બોલે છે, દગો કરે છે, વ્યાપાર-ધંધામો અપ્રામાણિકતા આચરે છે, ચોરી કરે છે ને લાંચ લે છે તેમ જ અન્યાય-અત્યાચાર પણ કરે છે અને એ પાપના ફળથી ; પર
રત્નત્રયીનાં અજવાળાં
Page #64
--------------------------------------------------------------------------
________________
બચવા માટે ભગવાન સામે કરગરે છે, પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, જોરશોરથી બૂમો પાડીને ભગવાનના નામની ધૂન લગાવે છે કે જેથી ભગવાન પ્રસન્ન થઈને પાપના ફળથી મુક્તિ આપે અને પાપનું ફળ ભોગવવું ન પડે.
કેટલાક લોકો એવો દેખાવ કરવાના આશયથી ભગવાનની સ્તુતિ કે પ્રાર્થના કરતા હોય છે કે જેથી લોકો જાણી શકે કે તેઓ પરમાત્માના પરમ ભક્ત છે. રોજ કલાકોના કલાકો પ્રાર્થના-પૂજા કે નામસ્મરણમાં વિતાવે છે, પરંતુ બીજી બાજુ તેઓ પાપકર્મોને ત્યજવાનો વિચાર નથી કરતા કે ન તો એમના હૃદયમાં પાપકર્મો માટે કોઈ પશ્ચાત્તાપ હોય છે.
આમ જગતમાં એક તરફ પાપના પહાડ ઊભા થઈ ગયા છે, તો બીજી બાજુ તે પોતાના માનેલા ભગવાન પાસે પાપોની ક્ષમા માગે છે. ભલા, પરમાત્મા એમ કેવી રીતે ક્ષમા આપશે ? શું ભગવાન આ પ્રકારની પ્રપંચી પ્રશંસા કે દંભી સ્તુતિથી પ્રસન્ન થઈ જશે? કદાપિ નહીં. વ્યક્તિ પોતાનાં પાપકર્મો માટે સાચા હૃદયથી સંતાપ-પશ્ચાત્તાપ ન કરે, ભવિષ્યમાં આવાં દુષ્કર્મ નહીં કરવાનો સંકલ્પ ન કરે, જેમની સાથે દુર્વ્યવહાર થયો હોય તેમની વિનયપૂર્વક ક્ષમાયાચના ન માગે અથવા ક્ષતિપૂર્તિ ન કરે, ત્યાં સુધી માત્ર ભગવાનને બે હાથ જોડીને વંદન કરવાથી કે એમની ભાવહીન સ્તુતિ કરવાથી યા માત્ર તેમની ક્ષમા માગવાથી ઈશ્વર પ્રસન્ન નહીં થાય અને પાપકર્મોથી છુટકારો નહીં મળે.
ભગવાન મહાવીરના પરમ ભક્ત સમ્રાટ કોણિક રોજ પ્રભુ મહાવીરના વિહારના સમાચાર મેળવ્યા પછી જ અન્નપાણી ગ્રહણ કરતા હતા. બાહ્યભક્તિની આ પરાકાષ્ઠા હતી.
એક વાર સમ્રાટ કોણિકે મનોમન વિચાર કર્યો કે મેં ઘણાં પાપકર્મ કર્યો છે. હલવિહલકુમાર પાસેથી એમના હક્કનો હાર અને સંચાનક હાથી બળજબરીથી પડાવી લેવા માટે પોતાના ન્યાયપ્રિય માતામહ ચેટક મહારાજ સાથે ભયંકર યુદ્ધ ખેડ્યું. રાજ્યની પ્રાપ્તિ માટે પિતાને કેદમાં નાખ્યા, અને એવા કેટલાય અનર્થ કર્યા. જો તીર્થંકર પ્રભુ મહાવીર લોકોની સમક્ષ સમવસરણ(ધર્મસભા)માં દેશના આપતા મારી ભક્તિની પ્રશંસા કરી દે તો, મારાં બધાં પાપો પર પડદો પડી જાય અને હું લોકનજરમાં ભગવાન મહાવીરના પરમ ભક્ત તરીકે પ્રસિદ્ધ થઈ જાઉં. આથી એક વાર સાચી સેવાભક્તિ
- ૫૩
પડે.
Page #65
--------------------------------------------------------------------------
________________
વિરાટસભામાં જનતાની સામે ઊભા થઈને કોશિકે ભગવાન મહાવીરને પૂછ્યું, ‘ભગવન્, હું મરીને ક્યાં જઈશ ?”
પ્રખર સત્યવાદી ભગવાન મહાવીરે ગંભીર ભાવથી કહ્યું, ‘‘કોણિક ! આ પ્રશ્નનો ઉત્તર તાા મનને પૂછીને મેળવ. સૌથી મોટો આત્મદેવતા તો તમારા હૃદયમાં બિરાજમાન છે, જે તમારા જીવનનો સાચો નિર્ણય આપતો સાક્ષી છે. મારા નિર્ણયને જાણવાની આતુરતા હોય તો હું તમારા ભવિષ્યને અત્યંત અંધકારમય જોઈ રહ્યો છું. તમે મૃત્યુ પામીને પણ છઠ્ઠી નભૂમિમાં જશો.''
‘ભગવન્ ! તમારો ભક્ત અને છઠ્ઠી નરકભૂમિમાં ?' કોણિકે નિરાશાભર્યા અવાજમાં કહ્યું.
ભગવાન મહાવીરે વિશેષ ગંભીર અવાજે કહ્યું, “ક્યારથી બન્યા છો ભક્ત ? જે કર્મ કર્યાં છે તેને યાદ કરો. પિતાને કેદમાં નાખ્યા. ભાઈઓનું બધું જ પચાવી પાડીને હવે તેમનો જાન લેવા કોશિશ કરો છો અને તમારા નાના ચેટકરાજનો નિર્મમ સંહાર કર્યો. આ બધાં કાળાં કર્મો ક્યારેય ભૂલી શકાશે ? અશુભ કર્મોનું ફળ ક્યારેય શુભ હોઈ શકે ખરું ? જ્યાં સુધી તમને આ બધી બૂરાઈઓ માટે મનમાં પશ્ચાત્તાપ નહીં થાય અને આવી દુરિતતાને છોડવાની તૈયારી નહીં હોય, તો માત્ર ભક્તિથી પાપકર્મ ઓછાં થશે નહીં.''
અત્યાર સુધી સ્વર્ગની કલ્પનાની પાંખો લગાડીને કોણિક મનથી ઊડી રહ્યો હતો અને ભગવાન પાસેથી સ્વર્ગપ્રાપ્તિનું પ્રમાણપત્ર મેળવવાની ધૂન વળગેલી હતી, આ સ્પષ્ટ ઉત્તર સાંભળીને શરમથી તેનું માથું ઝૂકી ગયું.
આ છે પરમાત્માની સેવા-ભક્તિનું રહસ્ય ! એનો સાચો મર્મ સમજ્યા વિના ઔપચારિકરૂપે સેવા, ભક્તિ, નમાજ-બંદગી કે પ્રાર્થના કરે છે, પરંતુ ઈશ્વરીય આજ્ઞાઓ સમાન ભગવાન દ્વારા દર્શાવાયેલાં યમનિયમોને જીવનમાં ઉતારતા નથી, બલ્કે અધિકાધિક પાપકર્મ કરીને તેનો ઢાંકપિછોડો કરીને જનતાની આંખોમાં ધૂળ નાખે છે આવા લોકો સેવા-ભક્તિની કેટલીક ક્રિયાઓનું પ્રદર્શન કરનાર વાસ્તવમાં પરમાત્માની સેવા કે ભક્તિ નથી
કરતા.
સાચા અંતઃકરણની સેવાભક્તિ
રશિયાનો એક ઝાર (સમ્રાટ) પીટર ધ ગ્રેટ' મહાન ઈશ્વરભક્ત
રત્નત્રયીનાં અજવાળાં
૫૪
Page #66
--------------------------------------------------------------------------
________________
હતો. તેણે મોસ્કોમાં મોટું દેવળ (ચર્ચા) બનાવવાનું શરૂ કર્યું. તે ખુદ દર રવિવારે તેમાં પ્રાર્થના કરવા માટે જતો. આના કારણે રવિવારે પ્રાર્થનામાં આવનારની સંખ્યા પચાસ હજાર જેટલી વધી જતી.
સમ્રાટ પીટરે દેવળના પાદરીને કહ્યું, “મારી પ્રજા કેટલી ઈશ્વરભક્ત છે !”
પાદરી સમજતો હતો કે સંખ્યાબળ એ ઈશ્વરભક્તિની પારાશીશી નથી અને સમ્રાટનો આ ભ્રમ છે, પરંતુ કદાચ આ કટુ સત્યને સાંભળવા સમ્રાટના કાન તૈયાર ન હોય, તેથી તે ખામોશ રહ્યા. અગાઉના શનિવારની રાત્રે પાદરીએ મોસ્કોની આમજનતામાં જાહેરાત કરાવી કે, “કાલે પ્રાર્થનામાં બાદશાહ નહીં પધારે.” બીજા દિવસે, રવિવારે સવારે બાદશાહ પીટર દેવળમાં પ્રાર્થના કરવા આવ્યા, તો તેમણે આશ્ચર્યચકિત થઈને જોયું તો માત્ર સાત વ્યક્તિઓ જ પ્રાર્થના કરવા આવી હતી.
પાદરીએ આ પરિસ્થિતિનું રહસ્ય દર્શાવતાં કહ્યું, “પ્રજા રાજાની ભક્ત છે, ભગવાનની નહીં. તે માત્ર તમારી નજરમાં પોતાને સારા દેખાડવાની ઇચ્છાથી, સમાજમાં સન્માન પામવા માટે અથવા તો પોતાની અનેક પ્રકારની સ્વાર્થસિદ્ધિ માટે ધાર્મિક સ્થાનોમાં અથવા પૂજા-ભક્તિનાં સ્થાનોમાં આવે છે, ઈશ્વરની ખરી પૂજા-ભક્તિ માટે નહીં.”
પરમાત્માની સેવા-ભક્તિ માત્ર બીજાને દેખાડવા માટે કરવામાં આવે તો ફળદાયી બનતી નથી. પરમાત્માની સેવાની રીત જ અનોખી છે. સહુ કોઈ સમજે છે કે નિરંજન, નિરાકાર, સિદ્ધ પરમાત્માનું માથું નથી દુઃખતું કે જેથી તમે તેમનું મસ્તક દબાવીને તેમની સેવા કરી શકશો અથવા તો એ શરીરમાં કોઈ વ્યાધિ નથી, કે જેથી તમે તેમને દવા લાવીને આપી શકો. ભગવાનને કોઈ પગચંપીની આવશ્યક્તા નથી કે નથી કોઈ આહાર-પાણીની. આથી પરમાત્માની સેવાની આગવી રીત જાણી લેવી જોઈએ.
પરમાત્માની સેવાની એક રીત એ કે તેમના નામસ્મરણની સાથે સાથે તેમનું કાર્ય પણ કરવું. નામસ્મરણ કે સ્તુતિ તો તેમના ગુણોને યાદ કરવા માટે છે. પરિણામે આપણે તેમના ગુણોને થોડાક પણ આપણા જીવનમાં ઉતારી શકીએ. જે ભગવાનનું નામ લઈને તેમનું જરાય કામ કરતા નથી અથવા તો વિરોધી (તની આજ્ઞાની વિરુદ્ધ) કાર્ય કરે છે, તે સેવાભક્તિ
પપ .
છે
કે
Page #67
--------------------------------------------------------------------------
________________
ભગવાનની સેવા કરવાના બદલે તેમનો દ્રોહ કરે છે. વિષ્ણુપુરાણ''માં સ્પષ્ટ કહ્યું છે
-
" अपहाय निजं कर्म, कृष्ण-कृष्णेति वादिनः । ते हरेद्रोहिणः पापाः परार्थं जन्म यद्धरेः ॥"
જે પોતાના કર્તવ્ય (ભગવાનના પ્રતિ) કર્મને છોડીને કેવળ કૃષ્ણ-કૃષ્ણના રૂપમાં રટણ કરે છે, તે પાપી વ્યક્તિ હરિ(ભગવાન)ના દ્રોહી છે, કારણ કે ભગવાનનો જન્મ તો પરોપકાર માટે છે.''
આનો અર્થ એ છે કે તીર્થંકર (મુક્ત ઈશ્વર) કે અવતારી પુરુષનો જન્મ જગતમાં ફેલાઈ રહેલા અધર્મ, હિંસા, મારામારી વગેરે પાપને દૂર કરીને શુદ્ધ વ્યાપક ધર્મની સ્થાપના માટે હોય છે. ‘‘શ્રીમદ્ ભગવદ્ગીતા’'માં કહ્યું છે.
" यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम ॥ धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥"
જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થઈ જાય છે અને અધર્મ વધી જાય છે ત્યારે (ઈશ્વરીય શક્તિના રૂપમાં) હું સ્વયં જન્મ લઉં છું. પાપોનો નાશ કરવા માટે અને ધર્મની સંસ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતરિત થઉં છું.''
આ દૃષ્ટિએ તીર્થંકર (મુક્ત ઈશ્વર) અથવા અવતારી પુરુષ સંસારની સેવા અને જગતના જીવોની રક્ષા માટે જન્મ લે છે. સંઘની સ્થાપના કરીને ધર્મની વૃદ્ધિ કરે છે અને પ્રવચન કરે છે. ‘‘પ્રશ્નવ્યાકરણસૂત્ર’’માં સ્પષ્ટ કહ્યું છે.
-
“सव्वजगजीवरक्खणदयटठ्याए पावयणं भगवया सुकहियं ।”
‘તીર્થંકર ભગવાને સમસ્ત જગતના જીવોની રક્ષા અને દયા માટે પ્રવચન આપ્યાં છે અથવા તો ધર્મતીર્થની સ્થાપના કરી છે.’’
ભક્તિમાં શ્રદ્ધા અને પ્રમાણિકતા
મુક્ત ઈશ્વર (તીર્થંકરાદિ)ની સેવા માટે એક રીત એ છે કે જ્યારે તેમનો જન્મ ધર્મ માટે થાય છે અને ધર્મ-પ્રચાર કરતા કરતા તેઓ સંસારથી મુક્ત થઈને સિદ્ધગતિમાં જાય છે, ત્યારે તેમના સંઘની સેવા રત્નત્રયીનાં અજવાળાં
૫૬
Page #68
--------------------------------------------------------------------------
________________
કરીએ, તેમના ધર્મ પ્રચાર-પ્રસારના અધૂરા કાર્યને પૂર્ણ કરવા-કરાવવામાં, ધર્મવૃદ્ધિ કરવા-કરાવવામાં સહયોગ આપીએ, સ્વયં ધર્મપાલન કરીએ, બીજાઓને ધર્મપાલનમાં પ્રેરિત કરીએ, તેમના દ્વારા રચિત ધર્મસંઘમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉન્નતિ માટે પ્રયત્ન કરીએ, સંઘ(શાસન)ની રક્ષા માટે પુરુષાર્થ કરીએ.
સિદ્ધ ઈશ્વરની સાચી સેવા એ છે કે જે દુનિયાનું કલ્યાણ કરતાં કરતાં (પોતાની આત્મસાધના સહિત) તેઓ સિદ્ધ (મુક્ત) બન્યા, તે સિદ્ધ ઈશ્વર દ્વારા વધુ સારી બનેલી અને વિશેષે ધર્મસંમુખ અને સુસંસ્કૃત કરેલી સૃષ્ટિને વિકૃત કરીએ નહીં, પરંતુ સૃષ્ટિને વિશેષે આનંદમય, જ્ઞાનમય અને શ્રદ્ધામય બનાવવામાં પોતાનો યોગ આપીએ અને તે કાજે પુરુષાર્થ કરીએ. દુનિયામાં મારામારી, લૂંટફાટ, દગો, તોફાન, અપ્રામાણિકતા, અન્યાય, અત્યાચાર, ચોરી, મદ્યપાન, જુગાર, માંસાહાર, વ્યભિચાર વગેરે દૂષણો કે અનિષ્ટોનું સેવન કરીને આ આનંદકંદમય બનેલી સૃષ્ટિને નરક જેવી અશાંત અને અવ્યવસ્થિત બનાવી દે છે, તે વ્યક્તિ ભલે ઔપચારિક રૂપે અથવા દંભથી બાહ્યરૂપે પરમાત્માની સેવા-પૂજા, વંદના-અર્ચના વગેરે કરતો હોય, તે તેની વાસ્તવિક સેવા-ભક્તિ કરતી નથી.
એક રાજાએ પોતાના નગરની બહાર એક વિશાળ બગીચો બનાવડાવ્યો. આ વિશાળ બગીચાને એક માળી સંભાળી શકે તેમ નહોતો, તેથી રાજાએ બે માળી રાખ્યા. બંનેને અડધો-અડધો બગીચો સોંપતાં રાજાએ સૂચના આપી, ‘જુઓ, તમને સોંપાએલા બગીચાના ભાગની પૂર્ણ સંભાળ લેજો. બગીચાને વિશેષ સમૃદ્ધ અને સુંદર બનાવજો. કોઈ પશુ પેસી જઈને નુક્સાન ન પહોંચાડે, ગમે ત્યાં, ગમે તેમ ઝાડી-ઝાંખરાં, કાંટા ઊગી ન જાય અને વૃક્ષ-છોડ સુકાઈ ન જાય તેનું બરાબર ધ્યાન રાખજો.’’
બંનેએ રાજાની વાત શિરોધાર્ય કરી, કિંતુ આ બેમાંથી એક માળી સાવ બેદરકાર હતો. એ બગીચામાં પૂરું પાણી પાતો નહીં કે ઝાડી-ઝાંખરાં ઉખાડતો નહીં. જાનવરોથી બગીચાની રક્ષા કરતો નહીં અને વૃક્ષ-છોડની સંભાળ રાખતો નહીં.
એનામાં એક જ વિશેષતા હતી કે તે નિયમિતપણે રાજાને ત્રણ વાર પ્રણામ કરવા જતો હતો અને કહેતો હતો, રાજાની ગાદી સુરક્ષિત રહે.’’
સાચી સેવાભક્તિ
૫૦
Page #69
--------------------------------------------------------------------------
________________
રાજા એમ માનતો કે આ ઘણો પ્રામાણિક અને વિશ્વાસુ નોકર છે. બીજો માળી રાજાને રોજ પ્રણામ કરવા જતો ન હતો. આખો દિવસ બગીચાની જાળવણીના કામમાં ડૂબેલો રહેતો હતો. બગીચાને વૃક્ષ-છોડથી રમણીય બનાવવાનો પ્રયત્ન કરતો હતો અને વૃક્ષ-છોડ, ફળ-ફૂલ વગેરેની પૂરતી સંભાળ રાખતો હતો. જાનવરોને પેસવા દેતો નહીં અને કાંટાળાં ઝાડી-ઝાંખરાં ઉખાડી નાખતો હતો.
એક વર્ષ વીતી ગયું. એક દિવસ રાજાએ વિચાર્યું, “ચાલો, આજે બગીચામાં લટાર મારવા જઈએ. માળીઓએ કેવું અને કેટલું કામ કર્યું છે તેની ભાળ મેળવીએ. બગીચો કેટલો સમૃદ્ધ થયો છે તેનો પ્રત્યક્ષ અહેવાલ મેળવી લઉં.”
રાજા રથમાં બેસીને બગીચામાં પ્રવેશ્યો.
સંયોગવશાત્ રાજા પ્રથમ બેદરકાર માળીને સોપેલા ભાગમાં ગયો. દાખલ થતાં જ રાજાએ જોયું કે બગીચો સાવ ઉજ્જડ છે. માર્ગમાં કાંટાળાં ઝાડી-ઝાંખરાં ઊગી જવાને લીધે બગીચામાં પ્રવેશ પણ દુર્ગમ બની ગયો હતો. વૃક્ષો પર ફળ-ફૂલનું નામ-નિશાન નથી. રાજાએ અત્યંત ગુસ્સે થઈને તત્ક્ષણ એ માળીને બોલાવ્યો.
બેદરકાર માળી આવ્યો અને બોલ્યો, “કહો રાજ, આપની આજ્ઞા શું છે ?”
રાજાએ ગુસ્સે થઈને કહ્યું, “અરે મૂર્ખ ! જો તો ખરો, તે મારા બગીચાનો સત્યાનાશ કરી નાખ્યો છે. ક્યાંય વૃક્ષ-છોડ પર ફૂલ નથી. લીલોતરી તો ક્યાંય દેખાતી પણ નથી, બગીચાને ક્યારેય પાણીથી સીંચ્યો ન હોય તેવો વેરાન બની ગયો છે. મેં તને બગીચો એટલા માટે સોંપ્યો હતો કે તું એને આવો ઉજ્જડ બનાવી દે ? અને તું તો રોજ દિવસમાં ત્રણ-ત્રણ વાર મને પ્રણામ કરવા આવતો હતો અને કહેતો હતો,
રાજાની રાજગાદી સુરક્ષિત રહે” પણ મારી ગાદી શું ધૂળ સુરક્ષિત રહેશે ! તેં મારો બગીચો તો અસુરક્ષિત કરી દીધો. બસ, નોકરીમાંથી તને દૂર કરવામાં આવે છે. તારો પાછળનો પગાર પણ તને નહીં મળે અને હવેથી મારા રાજ્યની હદ છોડીને ચાલ્યો જા. મારા રાજ્યમાં તારા માટે કોઈ જગા નથી.” ૫૮
છે રત્નત્રયીનાં અજવાળાં
કાકા કાકી:
Page #70
--------------------------------------------------------------------------
________________
રાજાએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો અને દેશનિકાલ કરી દીધો.
બીજા માળીના વિભાગમાં રાજાએ પ્રવેશ કર્યો, તો એનો બગીચો રળિયામણો અને હરિયાળો હતો. ચોતરફ ઘટાદાર વૃક્ષો અને છોડ, ફળ-ફૂલ ઝૂમી રહ્યાં હતાં. બગીચો અત્યંત વ્યવસ્થિત અને નેત્રરંજક હતો.
બગીચો નિહાળીને અત્યંત પ્રસન્ન થયેલા રાજવીએ તરત જ માળીને બોલાવ્યો. બગીચાના એક ખૂણામાં બાગકામ કરતો માળી રાજાનો આદેશ મળતાં જ તરત જ હાજર થયો અને બોલ્યો,
“મહારાજ, કહો, શું આજ્ઞા છે ?”
રાજાએ કહ્યું, “માળી, હું તારા કાર્યથી અત્યંત પ્રસન્ન છું. મેં બગીચાની ઘણી સુંદર સાર-સંભાળ લીધી છે અને એને યોગ્ય માવજતથી ફળ-ફૂલ, ઝાડ-છોડથી સમૃદ્ધ બનાવ્યો છે. આ માટે પ્રસન્ન થઈને હું તને હજાર રૂપિયા પારિતોષિક રૂપે આપું છું. અને આજથી તારો પગાર બમણો કરી દઉં છું. આજથી બંને બગીચા તારા કાર્યક્ષેત્રમાં રહેશે. તું ઇચ્છે તો તે માટે મદદકર્તા અને અન્ય કર્મચારીઓને રાખી શકે છે.”
આમ એક માળી પર પ્રસન્નતા અને બીજા પર અપ્રસન્નતા દાખવીને રાજા રાજમહેલમાં પાછો ફર્યો.
આ વાતનો મર્મ એ છે કે એક સામાન્ય રાજવી પણ બગીચાને ઉજ્જડ કરનાર કે કામ બગાડનાર પર પ્રસન્ન થતો નથી, પછી ભલેને તે એની અપાર પ્રશંસા કરતો હોય કે એને અગણિત પ્રણામ કરતો હોય. આવું હોય ત્યાં રાજાઓના પણ રાજા દેવાધિદેવ વીતરાગ પ્રભુ કે સિદ્ધ-ઈશ્વર દુનિયાના માનવીઓ અને પ્રાણીઓ સાથે મારામારી, દગાબાજી, અપ્રામાણિકતા, લૂંટફાટ, ચોરી, હત્યા, ઝઘડા, ડાકુગીરી વગેરે દુર્વ્યવહાર કરીને સંસારરૂપી બગીચાને વેરાન બનાવનાર, બગાડનાર અને અશાંત બનાવનાર પર કઈ રીતે પ્રસન્ન થાય? પછી ભલેને તે આખો દિવસ ભગવાનની સ્તુતિ કરતો હોય, એના નામની ધૂન લગાવતો હોય અથવા તો સતત વંદના કે નમસ્કાર કરતો હોય.
દુનિયાને પોતાનાં દુષ્કર્મોથી નરક સમાન બનાવનાર અજ્ઞાની અને પ્રમાદી વ્યક્તિઓએ કરેલી પ્રશંસા, સ્તુતિ અને વંદનાઓથી ભગવાન સહેજે પ્રસન્ન નથી થતા. અપ્રસન્ન થઈને એને શાપ પણ આપતા નથી. આવી
સાચી સેવાભક્તિ
શિકા
પ૯
Page #71
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિને પોતાનાં દુષ્કર્મોને કારણે મનુષ્યગતિથી નીચેલી ગતિ મળે છે અને દુર્ગતિમાં પડીને અનેક દુઃખ ભોગવવાં પડે છે.
જે વ્યક્તિ વિશ્વાસુ માળીની જેમ પરમાત્માની આજ્ઞા અનુસાર શ્રદ્ધા અને પ્રામાણિકતાથી કામ કરીને સ્વજીવનમાં ઉત્કર્ષ સાધે છે અને દુનિયારૂપી બગીચાના દરેક પ્રાણી (વૃક્ષ-છોડના સ્વરૂપ સાથે) સાથે આત્મીયતાપૂર્ણ વ્યવહાર કરે છે, તેને એ સત્કર્મોના પારિતોષિકરૂપે સુગતિ મળે છે. સજ્જનોની અને સત્પરુષોની સંગતિ મળે છે અને સહુનો સહયોગ સાંપડે છે. તે પોતે ધર્માચરણ કરે છે અને બીજાને પણ ધર્મપ્રેરિત કરે છે. આ રીતે પરમાત્માની સાચી સેવા કરીને, તેમને પ્રસન્ન કરીને પરોક્ષરૂપે આશીર્વાદ મેળવે છે. “બાઈબલમાં એક સ્થળે બતાવ્યું છે કે, પ્રાર્થના કરનારને ભગવાન કહે છે,
જો તું કોઈની સાથે લડી-ઝઘડીને અથવા હત્યા કે મારપીટ કરીને ચર્ચમાં પ્રાર્થના કરવા આવીશ, તો હું તારી પ્રાર્થના સ્વીકાર નહીં કરું.
જ્યારે તું તારા જીવનને શુદ્ધ બનાવીને પવિત્ર હૃદય સાથે પ્રાર્થના કરીશ તો હું તારી પ્રાર્થના સ્વીકારીશ.”
આ છે ભગવાનની અપ્રસન્નતા અને પ્રસન્નતાનું રહસ્ય. યોગી આનંદધન પણ ભક્તિરસમાં ડૂબી જઈને પોકારે છે -
ચિત્તપ્રસન્ન રે પૂજનફળ કહ્યું, પૂજા અખંડિત એહ.” “ભગવાનની પૂજાનું ફળ ચિત્તની પ્રસન્નતા છે. હૃદયની પવિત્રતા-પ્રસન્નતા જ ભગવાનની અખંડ પૂજા છે.”
ભગવાનની વંદના, સ્તુતિ કે તેમના નામનો જપ કે સ્મરણ કરવાથી તેમના પ્રત્યે શ્રદ્ધા, સદ્ભાવ અને તેમના ગુણોને ગ્રહણ કરવાની ભાવના જાગે છે, જ્યારે શુભ અને શુદ્ધ નિષ્કામ (નિઃસ્વાર્થ ભાવનાનો સાગર હૃદયમાં હિલોળા લે છે, તો તેનાથી બુદ્ધિ અને હૃદયપટ પર જામેલા અજ્ઞાન, મોહ, અંતરાય અને અશ્રદ્ધાનાં પડળો દૂર થવા માંડે છે. પુણ્યવૃદ્ધિ થાય છે અને પાપકર્મોનો હ્રાસ થાય છે તથા નિખાલસ ધર્માચરણ અને શુભ કાર્યો કરવાની બુદ્ધિ જાગ્રત થાય છે. ભગવાનની ભક્તિનું સાચું સત્ય તેને સાંપડે છે અને આ પ્રકારે તે વંદના વગેરેથી પ્રભુસેવા કે ભગવદ્ભક્તિમાં તલ્લીન થઈ જાય છે.
રત્નત્રર્યાનાં અજવાળાં
Page #72
--------------------------------------------------------------------------
________________
જનસેવા એ પ્રભુસેવા
પરમાત્માની સેવા-ભક્તિની બીજી રીત છે પ્રાણીસેવા ! કારણ કે પ્રભુ ત્રિલોકીનાથ છે, જગતના પિતામહ છે, જગવંદ્ય અને વિશ્વપૂજનીય છે. તે જગતનાં તમામ પ્રાણીઓ પ્રત્યે વાત્સલ્યભાવ, દયા અને કરુણાથી ઓતપ્રોત હોય છે. જગતને કલ્યાણમાર્ગનો બોધ આપીને જગતની અપાર સેવા કરે છે. આવા સર્વભૂતાત્મભૂત પ્રભુના દ્વારા કરાયેલી જગસેવાથી બધાં પ્રાણીઓ તેમનાં આત્મીય બની જાય છે, એટલે વિશ્વનાં પ્રાણીઓની સેવા કરવી એ પણ એક અર્થમાં તેમની સેવા કરવા બરાબર છે. ગુજરાતના ભક્ત હરિદાસે એક ભજનમાં ગાયું છે. -
જનસેવા તો પ્રભુની સેવા એહ સમજ વીસરાય નહીં, ઊંચનીચનો ભેદ પ્રભુના મારગડામાં થાય નહીં.” જનતા જનાર્દનની સેવા જ એક અર્થમાં પ્રભુની સેવા છે. કૈવલ્ય જ્ઞાન અને કૈવલ્યદર્શનની મહાજ્યોતિ પ્રાપ્ત કરી લીધા પછી તીર્થંકર ભગવાન મહાવીરે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી પગે ચાલીને જનસેવા કરી હતી. જનતાજનાર્દનની નિષ્કામ સેવા કરવી એ જ એક કર્તવ્ય બાકી રહ્યું હતું. તેમની દૃષ્ટિમાં જનસેવાનું કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું, તે ઇન્દ્રભૂતિ ગૌતમ અને ભગવાન મહાવીરના આ ઐતિહાસિક સંવાદથી જાણી શકાય છે.
એક વાર ગૌતમસ્વામીના અંતર્મનમાં એકાએક સહસા એવી શંકા જાગી કે તેનું સમાધાન પામવા જ્ઞાનના મહાપ્રકાશ ભગવાન મહાવીર પાસે પહોંચી ગયા. હાથ જોડી, વંદના કરીને વિનીતભાવથી તેમણે પૂછવું,
ભગવનું ! બે વ્યક્તિ છે. એમાંથી એક તો દિવસ-રાત આપની સેવામાં તત્પર રહે છે. આપના નામની માળા ફેરવે છે. આપની સ્તુતિ કરે છે, આપનાં દર્શન કરે છે, આપની વાણી સાંભળે છે. તેની આસપાસ દુઃખી છે, નિરાશ્રિત છે, તેમના આર્તનાદથી આખું વાતાવરણ કરુણાપૂર્ણ થઈ ગયું છે. તે સમર્થ છે. તેમને આશ્રય આપી શકે છે. તેમનો આધાર બની શકે છે, પરંતુ આપની સેવા કરવામાંથી તેને સમય મળતો નથી.
બીજી વ્યક્તિ એવી છે કે જેને હૃદયમાં આપના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવના છે, પરંતુ આપનું દર્શન અને આપની વાણી સાંભળવા માટે તેને સમય મળતો નથી, કારણ કે દીન-દુઃખીને જોતાં એનું હૈયું કરુણાથી
સાચી સેવાભક્તિ.
Page #73
--------------------------------------------------------------------------
________________
છલકાઈ જાય છે અને મન અનુકંપાથી ઓતપ્રોત થઈ ઊઠે છે. તેમનાં દુઃખદર્દને પોતાનું દુઃખ સમજીને દયાર્દ થઈને તે દિવસ-રાત દુઃખીઓ, પીડિતો અને નિરાશ્રિતોની સેવામાં ડૂબેલો રહે છે. તેની સહાનુભૂતિપૂર્ણ મધુર વાણી નિરાશ-હતાશ હૃદયોને હિંમત આપે છે. તે જાતે પોતાના હાથથી ગરીબોના આંસુ લૂછે છે. નિરાધારનો આધાર બને છે. જીવનની પછડાટ ખાધેલી વ્યક્તિઓને આધાર આપીને ઊભી કરે છે. ભન્ત ! આ બંને વ્યક્તિઓમાંથી આપનો સાચો ભક્ત અને શ્રેષ્ઠ પુરુષ કોણ કહેવાય ?'
ભગવાન મહાવીરે અત્યંત ગંભીર મુખમુદ્રા સાથે ઉત્તર આપ્યો, - “ નિરાળું વરવું માં વડવાડું ૧
જે દીન-દુઃખીઓ અને રોગીજનોની સેવા કરે છે તે જ ધન્ય છે. તે જ મારો શ્રેષ્ઠ ભક્ત છે.”
ગૌતમે વધારે સ્પષ્ટીકરણ માગ્યું – “ભગવન્! આપનું કથન સત્ય છે, પરંતુ સમજાતું નથી કે ક્યાં આપ સમાન ત્રિલોકીનાથ વીતરાગ પરમપુરુષ અને ક્યાં પેલો દીન-દુઃખી સંસારી માનવી ! આપની સેવા આગળ એની સેવાનું શું મૂલ્ય હોઈ શકે ?”
ભગવાને તથ્યને પ્રકાશિત કરતાં કહ્યું, “ગૌતમ, મારી ભક્તિ કે સેવા એટલે શું ? મારી વ્યક્તિગત સેવાનું મારી પાસે કોઈ સ્થાન નથી. મારી સેવા મારી આજ્ઞાના પાલનમાં અને મારા અનુશાસનમાં છે.
મારી આજ્ઞા છે, “દીન-દુઃખીઓ, રોગીઓ અને પીડિતોની સેવા કરો. જગતનાં સમસ્ત પ્રાણીઓને અભયદાન આપો. પીડિતો અને નિરાશ્રિતોને સુખ-શાંતિ પહોંચાડો, અનાથ, અસહાય અને નિરાધાર પર દયાભાવ દાખવો. દીન-દુઃખીઓનો આર્તનાદ સાંભળનાર મારી વાણી સાંભળે છે. તેમને કરુણાભરી દૃષ્ટિથી જોનારા મારાં દર્શન કરે છે. તેમને આશરો આપનારા મારું અનુશાસન માને છે. તેમનાં આંસુ લૂછીને તેમની સેવા કરનાર મારી સેવા કરે છે. એનાથી ઊંધું પોપટની જેમ માત્ર મારું નામ જપનાર કે માત્ર આ ચામડાની આંખોથી મારાં દર્શન કરવાવાળા મારા ૧. આ પાઠ આ પ્રકારે છે - ને ગિતા નહિ રે મ પદિર ”
– સંપાદક
૬૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #74
--------------------------------------------------------------------------
________________
સાચા સેવક કેવી રીતે બની શકે ?”
આ છે જનસેવામાં પ્રભુસેવાનો ભવ્ય આદર્શ ! નરસેવામાં નારાયણસેવાની દિવ્યદૃષ્ટિ !
પ્રભુ બારણે આવ્યા
જનતા જનાર્દનમાં પ્રભુનાં દર્શન કરનાર જ આવી સેવા કરી શકે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં આ વાત સંસ્કારના રૂપમાં ભાર દઈને શિખવાડવામાં આવી છે. રશિયાના પ્રસિદ્ધ લેખક મહાત્મા ટોલ્સ્ટોયે આ સંદર્ભે એક વાર્તા લખી છે.
માર્ટિન નામનો એક મોચી હતો. તે પ્રતિદિન બાઇબલનો પાઠ કરતો હતો. એક દિવસ તે બાઇબલનો પાઠ કરીને સૂતો હતો, ત્યાં એને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાને તેને કહ્યું કે કાલે હું ત્રણ વખત તારે ઘેર આવીશ. સવારે ઊઠ્યા પછી મોચીએ વિચાર્યું કે, “હું સવારે જલદી દુકાન પર ચાલ્યો જાઉં, કદાચ ભગવાન સવારે જ આવી જાય તો.”
વહેલી સવારે પોતાની દુકાન પર બેસીને મોચી કામ કરતો હતો. એટલામાં એક વૃદ્ધ ઠંડીથી ધ્રૂજતો જઈ રહ્યો હતો. મોચીએ તેને બોલાવ્યો અને પોતાની સગડી પર તેના હાથ શેકાવ્યા. એક જૂનો કોટ ઘરમાં પડ્યો હતો તે પણ એ વૃદ્ધને આપી દીધો. વૃદ્ધ પ્રસન્ન થઈ અત્યંત આભાર સાથે વિદાય થયો.
બે કલાક પછી એક ડોશી ફળની ટોપલી લઈને જઈ રહી હતી. તેની પાછળ કેટલાંક અટકચાળાં છોકરાંઓ દોડતાં હતાં. ડોશી ગભરાતી હતી. એની ટોપલી પડી જતાં બાળકો નીચે પડેલાં ફળો લઈ લેતાં હતાં. માર્ટિને જોયું ને તેણે બાળકોને સમજાવ્યાં અને જેટલાં ફળ જમીન પર પડી રહ્યાં હતાં તે ઉઠાવીને ટોપલીમાં મૂકી દીધાં. બાળકોને એક - એક ફળ આપીને તેમની કિંમત ડોશીને આપી દીધી. ડોશી અંતરના આશીર્વાદ આપતી ચાલી ગઈ. - દિવસ આથમતાં પહેલાં સંધ્યાટાણે ૬-૭ વર્ષનો છોકરો માર્ટિનની દુકાન પાસેથી જઈ રહ્યો હતો. છોકરો ભૂખથી ચીસો પાડતો હતો. માર્ટિનને દયા આવી. છોકરાને પ્રેમથી બોલાવીને, પોતાને ઘેર લઈ જઈને - સાચી સેવાભક્તિ
Page #75
--------------------------------------------------------------------------
________________
ભોજન કરાવ્યું. છોકરો ખુશ થઈને ચાલ્યો ગયો.
માર્ટિને મનોમન વિચાર્યું કે ભગવાને મને કહ્યું હતું કે હું ત્રણ વાર તારે ઘેર આવીશ, પણ તેઓ તો એક પણ વાર આવ્યા નહીં. હવે તો રાત પડવાની છે. અંધારું થવાનું છે. હવે શું? છતાં માર્ટિને ઘણી જ રાહ જોઈ, પરંતુ છેવટે ભગવાન ન મળતાં તે નિરાશ થઈ ગયો.
ભોજન કર્યા બાદ બાઇબલ વાંચીને માર્ટિન સૂઈ ગયો અને થોડીક આંખ મળી કે ભગવાને સ્વપ્નમાં કહ્યું, “હું તારે ત્યાં ત્રણ વાર આવ્યો હતો. એક વાર વૃદ્ધના રૂપમાં, બીજી વાર ડોશીના રૂપમાં અને ત્રીજી વાર બાળકના રૂપમાં. તેં કોટ આપીને મારી ઠંડી ઉડાડી, મને ખવડાવ્યું અને મને મદદ કરી. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.”
આ છે જનસેવામાં પ્રભુસેવાનો નમૂનો. આ પ્રકારની શુભ મનોવૃત્તિ અંતરમાં વસતી હોય, તે પોતાનું સર્વસ્વ જનતા જનાદર્નનાં ચરણોમાં સમર્પિત કરી દે છે.
ભગવાનનો સાચો ભક્ત સમય આવ્યે સર્વસ્વ બલિદાન કરવા માટે તૈયાર થઈ જાય છે. વાસ્તવિક પ્રભુભક્તિ તો માથા સાટેનો સોદો છે, પરંતુ આજકાલના ઘણા ભક્તો માથું આપવાનું તો દૂર રહ્યું, પોતાની જિંદગીમાં રહેલી ખરાબીઓને પણ છોડવા નથી માગતા. તેઓ ભગવાનની ભક્તિ માત્ર સ્વાર્થ માટે જ કરે છે. જો સ્વાર્થ સિદ્ધ ન થાય તો તેઓ ભગવાનને પણ છોડી દે છે. આ ભક્તિ નથી, કિંતુ સ્વાર્થની સોદાબાજી
જર્મની સાથે બ્રિટનનું મહાયુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે જર્મન પ્રજા પોતાના દેવળમાં જઈને પ્રાર્થના કરતી હતી,
“હે ભગવન્! તું ઇંગ્લેન્ડને હરાવી દે.”
ઇંગ્લેન્ડના લોકો પોતાના દેવળમાં જઈને એવી પ્રાર્થના કરતા કે, “હે ભગવન ! તું જર્મનીને હરાવી દે.”
આવી દશામાં ભગવાન કોનો પક્ષ લે અને કોનો નહીં? કેવા છે એ ભક્તોને, જે ભગવાનને પણ ચક્કરમાં નાખવાનો પ્રયત્ન કરે છે. શું
રત્નત્રયીનાં અજવાળાં
૬૪
Page #76
--------------------------------------------------------------------------
________________
આને તમે ભગવાનની ભક્તિ કહેશો? કદાપિ નહીં. - ઈશ્વરની સેવા-ભક્તિનું સાચું રહસ્ય સમજીને સ્વજીવનને સાચી સેવા-ભક્તિમાં જોડશો, તો નિઃસંદેહ તમારું કલ્યાણ થશે.
સ્થળઃ ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ. સં. ૨૦૦૬, કાર્તિક વદ ૩
સાચી સેવાભક્તિ
૬પ
Page #77
--------------------------------------------------------------------------
________________
આત્મા અને પરમાત્મા
આજે આત્મામાંથી પરમાત્મા કઈ રીતે બની શકાય, તે વિશે વિચારીએ. આમ તો આ વિષય ઘણો ગૂઢ છે અને સહજગમ્ય નથી, તેમ છતાં એને સરળ રીતે સમજવા કોશિશ કરીએ.
અભિન્નતા અને ભિન્નતા કેવી રીતે ?
પ્રત્યેક આસ્તિક વ્યક્તિ આત્મા અને પરમાત્માને માને છે, પછી ભલે તેના સ્વરૂપ અને એની અન્ય બાબતોમાં મતભેદ હોય.
જૈનદર્શનની દૃષ્ટિએ આત્મા અને પરમાત્મામાં કોઈ અંતર નથી, આમ છતાં બાહ્ય દૃષ્ટિએ જે અંતર દેખાય છે તે બાહ્ય કારણોથી સર્જાયેલું છે, અને તે બાહ્ય કારણો એટલે કર્મ
કર્મોએ આત્માના સાચા સ્વરૂપને આચ્છાદિત કરી દીધું છે. આત્માને રાજામાંથી રંક બનાવી દીધો છે.
પ્રશ્ન એ છે કે આત્મા રંક છે અને પરમાત્મા રાજા છે તો તેને રેકમાંથી રાજા કેવી રીતે બનાવી શકાય ? રંક રાજાની ગમે તેટલી સેવાચાકરી કરે, તેમ છતાં તે રંક જ રહે છે, રાજા નથી બની શકતો, તે જ રીતે આત્મા પરમાત્મારૂપી રાજાની ગમે તેટલી ભક્તિ કરે, પણ તે તો આત્મા જ
રત્નત્રયીનાં અજવાળાં
Page #78
--------------------------------------------------------------------------
________________
રહેશે. રાજાની ગમે તેટલી સેવાચાકરી કરવા છતાં પ્રજા પ્રજા જ રહે છે, રાજા બનતી નથી. નોકર શેઠની ગમે તેટલી સેવા કરે પણ તે કદી શેઠ બની શકતો નથી; શેઠ શેઠ જ રહે છે, નોકર નોકર જ રહે છે. આ જ રીતે આત્મા પરમાત્માની ગમે તેટલી ભક્તિ કરે તે પરમાત્મા બનવામાં સર્વદા અને સર્વથા અસમર્થ છે. આ જ વિચારથી પ્રેરાઈને કેટલાંક દર્શનોએ ઈશ્વરને આત્માથી અલગ રાખ્યો છે. આત્મા અને પરમાત્મામાં જે ભિન્નતા છે તેને તેઓ સદાય અમિટ માને છે. તેમનું કહેવું છે કે પ્રજા રાજાની કક્ષાએ ક્યારેય પહોંચી શકતી નથી. પ્રજાનું કાર્ય તો રાજાના ગુણગાન ગાવાનું અને બે હાથ જોડીને તેની આજ્ઞાનું પાલન કરવાનું છે. જો તેઓ રાજાની કક્ષાએ પહોંચી જશે તો રાજા શાસન કોની પર કરશે ? આ જ રીતે જો આત્મા પરમાત્માની કક્ષાએ પહોંચી જાય તો પરમાત્મા શાસન કોની પર કરશે ?
એટલે આત્મા આત્મા જ રહેશે અને પરમાત્મા પરમાત્મા. જીવ અને શિવ ક્યારેય એક નથી થઈ શકતા. વળી આવો મત ધરાવનારાઓનું કહેવું એમ છે કે જો આત્મા અને પરમાત્મામાં કશો ભેદ કે ભિન્નતા હોય નહીં અને બંને સમાન હોય, તો કોઈ પણ આત્માએ પરમાત્માની સેવાભક્તિ, ભજન-પૂજન કરવાં શા માટે ? નોકરને એમ કહેવામાં આવે કે તું નોકર નહીં, પણ શેઠ સમાન જ છે, તો તે નોકર અહંકારી બની જશે અને શેઠની સેવાચાકરી કરવાની અને જરૂર નહીં લાગે.
આ પ્રમાણે એક બીમારને વૈદ્ય એમ કહી દે કે તું બીમાર છે જ નહીં, હતો પણ નહીં અને થઈશ પણ નહીં. તું તો સદાકાળ નિરામય અને નીરોગી રહીશ, તો એ બીમાર વૈદ્યની દવા શા માટે લે ? અને પરહેજી શા માટે પાળે ?
આ વાતને સૂક્ષ્મતાથી વિચારીએ તો આ વિચારધારા એકાંતિક અને ભ્રાન્ત જણાશે. આત્મા અને પરમાત્માના પોતાના સ્વાભાવિક ગુણો પર ચિંતન કરતાં પ્રતીત થશે કે બંનેના વાસ્તવિક સ્વરૂપમાં કોઈ ભેદ નથી. આત્માનો પોતાનો ગુણ ચેતના છે અર્થાત્ જ્ઞાન-દર્શન-રૂપ ઉપયોગ છે. પરમાત્માનું પણ આ જ લક્ષણ છે.
કેટલાક દાર્શનિકો પરમાત્માને “સચ્ચિદાનંદ' પણ કહે છે. સચ્ચિદાનંદ પદમાં ત્રણ ગુણોનો સમાવેશ થાય છે. સત એટલે કે સત્તા, ચિત્ત એટલે આત્મા અને પરમાત્મા
૬o
Page #79
--------------------------------------------------------------------------
________________
ચૈતન્ય અને આનંદ એટલે સુખ. ત્રણેય કાળમાં અસ્તિત્વ હોવું, જ્ઞાન-દર્શનમય (ચૈતન્યરૂપ) હોવું અને આનંદરૂપ હોવું, આ ત્રણેય ગુણ જેમ પરમાત્મામાં છે, તેવી જ રીતે આત્મામાં પણ વસેલા છે.
આત્મા ક્યારેય નષ્ટ થવાનો નથી, તેની સત્તા સદા સર્વદા રહેશે. આત્માનો ચૈતન્યગુણ પણ આપણા અનુભવથી સિદ્ધ છે. જો આત્મામાં આ ચૈતન્યગુણ ન હોત તો તે જડ બની જાત.
મૃતદેહમાં ચેતના નથી હોતી એટલે એ કોઈ સંવેદના અનુભવી શકતો નથી. આ પ્રમાણે જો આત્મામાં સંવેદના ન હોય, તો તે પણ મૃતદેહની જેમ સંવેદનહીન જ હોય, પરંતુ આવું કદી હોતું નથી. આત્મા-પરમાત્માનો ભેદ
આનંદનો ગુણ એ આત્માનો સ્વાભાવિક ગુણ છે. એ ન હોત તો એને સુખની પ્રતીતિ કેવી રીતે થાય ? પરમાત્માના આ ત્રણેય ગુણ આત્મામાં રહેલા છે, ત્યારે આત્માને પરમાત્માથી જુદો કઈ રીતે ગણી શકાય ?
ગુણોના ભેદને કારણે જ એક પદાર્થને બીજા પદાર્થથી ભિન્ન જોઈ શકીએ, જ્યારે આત્મા અને પરમાત્માના ગુણોમાં કશી કોઈ ભિન્નતા નથી તેથી તેમને ભિન્ન માનવા યોગ્ય નથી.
જડ અને ચેતનના ગુણોમાં સ્વાભાવિક ભેદ છે. આ બંનેને અલગઅલગ જોવા-જાણવામાં આવે છે, પરંતુ આત્મા અને પરમાત્માના ગુણોમાં એવો કોઈ મૂળભૂત કે મૌલિક ભેદ નથી. પરિણામે આત્મા અને પરમાત્મામાં વસ્તુસ્વરૂપની દૃષ્ટિએ કોઈ મૌલિક ભેદ માની શકાતો નથી.
ખાણમાંથી નીકળેલા સુવર્ણ પર ઘણી માટી અને મેલ જામેલાં હોય છે, જ્યારે વિશુદ્ધ સુવર્ણ પર સહેજે માટી-મેલ હોતાં નથી, પરંતુ બંનેના સુવર્ણ તરીકેના સ્વભાવમાં કોઈ ભેદ કે ભિન્નતા નથી. માત્ર વિશુદ્ધ અને અશુદ્ધનો જે ભેદ દેષ્ટિગોચર થાય છે, તે સ્થાયી નથી, માત્ર થોડા સમયની અપેક્ષાથી છે.
આ રીતે આત્મા અને પરમાત્મામાં નિશ્ચયર્દષ્ટિએ, સ્વરૂપની અપેક્ષાએ મૂળભૂત કોઈ ભેદ ન હોવા છતાં પણ વ્યવહારષ્ટિએ વિશુદ્ધિ-અશુદ્ધિની અપેક્ષાએ દેખાતો ભેદ સ્થાયી નથી. સમય જતાં એ દૂર થઈ શકે છે ૬૮
રત્નત્રયીનાં અજવાળાં
છે
Page #80
--------------------------------------------------------------------------
________________
અથવા તો વિશિષ્ટ ઉપાયોથી દૂર કરી શકાય છે.
પરમાત્મા પૂર્ણ શુદ્ધ હોવાથી તેમાં પોતાના સમસ્ત સ્વાભાવિક ગુણ પૂર્ણતાએ પહોંચી ગયા હોય છે, જ્યારે આત્મા હજી અશુદ્ધ હોવાથી એણે પોતાના સ્વાભાવિક ગુણોની પરિપૂર્ણતા પ્રાપ્ત કરી નથી. કર્મ-વિકારોથી આચ્છાદિત હોવાને કારણે આત્મા હજી અશુદ્ધ છે.
આ રીતે આત્મા અને પરમાત્મામાં મૌલિક ભેદ ન હોવા છતાં પણ દેખાતું ઔપાધિક અંતર તે કૃતક અને દૂર કરી શકાય તેવું છે. આત્મા અને પરમાત્મામાં દેખાતી ભિન્નતાનું કારણ આવરણ છે. આવરણો દૂર થઈ જતાં આત્માને પરમાત્મા બનવામાં કંઈ અવરોધ આવતો નથી. તે નિઃસંશયપણે પરમાત્મા બની જાય છે. વેદાંત પણ આ જ સિદ્ધાંતનું નિરૂપણ કરતાં કહે છે
‘તત્ત્વમસિ’
“તે (પરમાત્મા) તું છે.”
આ રીતે શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ સ્વરૂપની અપેક્ષાએ જૈન શાસ્ત્રમાં ‘ì માયા' કહ્યું છે, એટલે કે આત્મા સામાન્ય હોય કે પરમ હોય, પણ એક જ છે.
-
-
આનો અર્થ એ કે આત્મા સ્વભાવને છોડીને પરભાવમાં આસક્ત કે મૂર્છિત હોય, ત્યાં સુધી આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર રહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ-દ્વેષ વગેરેને કારણે કર્મબંધન થાય છે. આત્મા આ જ વિકારોને શરી૨ અને શરીરને સંબંધિત સાંસારિક બાબતોના નિમિત્તથી વારંવાર અપનાવે છે. આને પરિણામે જેટલું કર્મબંધન ગાઢ અને વિશેષ માત્રામાં થતું જાય, તેટલો આત્મા પરમાત્માથી દૂર ચાલ્યો જાય છે.
તમે કહેશો કે આત્મા આ વિકારોને શા માટે ચોટે છે. જ્ઞાની પુરુષ દર્શાવે છે કે મકાન તો ઈંટ, ચૂનો વગેરેનું બનેલું હોવા છતાં મોહવશ મનુષ્ય તેને પોતાનું માની લે છે. અન્યની-પુત્રી હોવા છતાં પોતાના પુત્ર સાથે તેનાં લગ્ન થતાં તેના પર પિતાની મમતા જાગે છે. આ રીતે બાહ્ય વસ્તુઓ પર પણ નિક્ટના સંપર્કને લીધે મોહ જાગે છે. જે કર્મ શરીર સાથે સંબંધ રાખે છે, તેના પર પણ મોહ થઈ જવો સ્વાભાવિક છે. તેના પ્રત્યેના મોહને લીધે જ આત્મા અને પરમાત્મા વચ્ચે આટલી
આત્મા બને પરમાત્મા
ξε
Page #81
--------------------------------------------------------------------------
________________
મોટી ખાઈ પડેલી છે. જે દિવસે કર્મોના તરફ મોહનું જાળું દૂર થશે, તે દિવસે બેની વચ્ચેનું આવરણ પણ દૂર થઈ જશે. ખાઈ પુરાઈ જશે અને આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ કે અંતર સમાપ્ત થઈ જશે. ઈસ્લામ ધર્મના એક શાયરે ગાયું છે –
"तू जिस्म जिगर और जहाँ नहीं जानना । फिर क्यों नहीं कहता, खुदा जो तू है दाना ॥" .
“જો તું શરીર, હૃદય અને સંસારને પોતાનાં નથી માનતો, તો પછી શા માટે કહી દેતો નથી કે હું ખુદા છું.”
આ ત્રણે બાબતો શરીર અને શરીર સાથે સંબંધિત છે. આ ત્રણે પ્રત્યે આસક્તિ નહીં હોય અને સ્વ-આત્માથી એ અલગ થઈ જશે, તો શુદ્ધ આત્મા સિવાય બીજું રહેશે શું ? આવી અવસ્થામાં એને ખુદા કે પરમાત્મા કહેવો સહેજે અસંગત નથી. વળી આમાં અહંકારની પણ કોઈ છાયા નથી.
પરભાવમાંથી સ્વભાવ
સ્વસ્થ માનવીને દવા લેવાની કે કોઈની પાસે ઉપચાર કરાવવાની જરૂર રહેતી નથી, માત્ર એ બીમાર હોય ત્યાં સુધી એને વૈદ્ય કે ડોક્ટરની દવા કે સારવાર લેવી પડે છે. દર્દમુક્તિ થઈ ગયા પછી તેને કોઈ ઔષધ-ઉપચારની જરૂર નથી. એ રીતે જ્યાં સુધી આત્મા પર કર્મોની માંદગી કે ક્રોધાદિ માનસિક વિકારોની બીમારી લાગુ પડી હોય, ત્યાં સુધી તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપી દવા લેવાની જરૂર હોય છે. જ્યારે આત્મા આ કર્મો કે વિકારોની માંદગીથી મુક્ત થઈને સ્વસ્થ, સ્વરૂપસ્થ થઈ જશે ત્યારે તેને કોઈ ઔષધ લેવાની આવશ્યકતા નહીં રહે. આ રીતે આત્મા પોતાનો રાજા-સ્વભાવ ભૂલીને કર્મોના ચક્કરમાં ઘૂમતો રહેશે, કિંતુ જેવો આત્મા પોતાના સાચા રાજા-સ્વભાવને ઓળખી લેશે અને કર્મો અને પરભાવોના ચક્રમાંથી બહાર આવી પોતાની શક્તિનો ખ્યાલ મેળવશે, ત્યારે તેને પરમાત્મારૂપી રાજા જેવા બનતાં વાર નહીં લાગે.
આ વાતને સમજાવવા માટે આપણા સંતો સિંહના બચ્ચાનું આવું દૃષ્ટાંત આપે છે – ૦૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #82
--------------------------------------------------------------------------
________________
એક ગુફામાં સિંહણે સિંહબાળને જન્મ આપ્યો અને એનું પાલન-પોષણ કરતી હતી. એક દિવસ સિંહણ શિકારની શોધમાં ક્યાંક બહાર ગઈ હતી અને એનું બચ્ચું એકલું જ હતું. એ સમયે એક ભરવાડ ઘેટાંઓને લઈને પસાર થઈ રહ્યો હતો. એક-બે ઘેટાં ચરતાં-ચરતાં ગુફાની પાસે પહોંચી ગયા. સાંજ પડવા આવી હતી. બધાં ઘેટાં ટોળામાં આવી પહોંચ્યાં હતાં, પરંતુ એક-બે ઘેટાં આવ્યાં ન હતાં. ભરવાડને ઘણો ગુસ્સો આવ્યો. એણે લાકડી લીધી અને ઘેટાંઓની પાસે આવીને જોરથી બૂમ પાડીને લાકડી ફટકારતાં મોટા અવાજે કહ્યું,
સાંજ પડવા આવી છે ને હજી સુધી તમે અહીંયાં જ ચરી રહ્યાં છો” એ સમયે સંજોગવશાત સિંહનું બચ્ચે પોતાની ગુફામાંથી નીકળીને તે ઘેટાંઓની પાસે આવીને બેઠું હતું. તેણે સાંજનું નામ સાંભળ્યું ત્યારે તે ડરી ગયું અને વિચાર્યું કે આ કોઈ ભયંકર જાનવર હશે, જે પ્રાણીઓને ખાઈ જતું હશે.
અંધારામાં કંઈ ન સૂઝવાથી ભરવાડે ઘેટાંઓને લાકડી મારતાં – મારતાં સિંહના બચ્ચાને પણ લાકડી ફટકારી દીધી. બિચારું સિંહબાળ ભયભીત થઈને ગુફામાં જવાને બદલે ત્યાં જ બેસી રહ્યું. જ્યારે ઘેટાં આગળ ચાલવા લાગ્યાં ત્યારે એમની સાથે તે પણ ચાલવા લાગ્યું. પછી તો એ ઘેટાંઓની સાથે જ રહેવા લાગ્યું. ઘેટાંઓની જેમ જ ખાવા-પીવાનું, બોલવાચાલવાનું શીખી ગયું.
ભરવાડે વિચાર્યું, “સારું થયું. સિંહનું બચ્ચું મારા વશમાં આવી ગયું અને ઘેટાંની જેમ જ વર્તવા લાગ્યું છે.”
એક દિવસ સંયોગવશાતુ ઘેટાંઓને હાંકતો હાંકતો ભરવાડ એક નદીકિનારે પાણી પિવડાવવા લાગ્યો. સિંહનું બચ્ચું સાથે જ હતું. જેવી રીતે ઘેટાંઓ નદીમાં પાણી પીતાં હતાં તેવી રીતે તે પણ પાણી પીવા માંડ્યું. નદીના સામા કિનારે એક વિકરાળ સિંહ બેઠો બેઠો આ બધું નીરખતો હતો. એને ભારોભાર આશ્ચર્ય થયું કે આ સિંહબાળ મારી જાતિનું હોવા છતાં ય આ ઘેટાંઓની સાથે કેવી રીતે ભળી ગયું? વળી પોતાની જાતને ભૂલીને આ ઘેટાંઓની જેમ શા માટે વર્તે છે? મારે એને સાવધાન કરવું જોઈએ.
આત્મા અને પરમાત્મા
૧
Page #83
--------------------------------------------------------------------------
________________
આમ વિચારીને વિકરાળ સિંહે મોટેથી સિંહગર્જના કરી ને સિંહબાળનું ધ્યાન ખેંચ્યું અને ઈશારો કર્યો કે,
અરે સિંહશિશુ ! તું તો મારી જાતિનું સંતાન છે. આ ઘેટાંઓની સાથે તું કેમ ભળી ગયું છે? તું તારી જાત માટે જાગ્રત થા.”
પહેલી ગર્જનાનો સિંહના બચ્ચાએ કોઈ જવાબ ન આપ્યો. બચ્ચાએ સિંહને સંક્ત કર્યો કે, “હું ક્યાં સિંહ છું? હું તો ઘેટું છું. આ ઘેટાંઓની સાથે જ ખાઉં-પીઉં છું, જાગું-સૂવું છું. તારી અને મારી જાતિ એક નથી. મને ફોગટ ઉશ્કેરીશ નહીં.”
વિકરાળ સિંહે તેને પ્રેમથી કહ્યું, “અરે બાળક, તને મારી વાત પર વિશ્વાસ ન હોય તો નદીના પાણીમાં તારું પ્રતિબિંબ જો અને પછી મારા ચહેરા સાથે તારા ચહેરાની સરખામણી કર. તને સ્વયં ખબર પડી જશે કે તું ઘેટું છે કે સિંહ?” સિંહના બચ્ચાએ નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પછી પોતાનો ચહેરો સિંહના ચહેરા સાથે સરખાવ્યો તો તેને સામ્ય દેખાયું.
" વિકરાળ સિંહે તેને કહ્યું, “હવે તો તને પાકી ખાતરી થઈ ગઈ ને ? તું ઘેટું નથી, બલ્ક મારી જાતિનો સિંહ છે. જો હજી પણ શંકા હોય તો જો હું ગર્જના કરું છું તેવી રીતે તું પણ ગર્જના કર. આ ભરવાડ અને ઘેટાંઓ તારી સામે જોતાં જ ડરીને ભાગવા માંડશે.” સિંહના બચ્ચાએ જેવી ગર્જના કરી કે ઘેટાંઓ ડરના માર્યા ભાગ્યાં અને અહીં-તહીં વિખરાઈ ગયાં.
આ સમયે ભરવાડે વિચાર્યું, “હવે આ સિંહબાળ મારા કહ્યામાં નથી, તે પોતાની જાતને સિંહ સમજવા માંડ્યો છે, એટલે તેને અહીં જ રહેવા દઈને ભાગી જઈએ. એમાં જ મારું ભલું છે.”
ભરવાડ પોતાનાં ઘેટાંઓને લઈને ત્યાંથી ભાગી ગયો. સિંહનું બચ્ચું વિકરાળ સિંહની સાથે પોતાની જગાએ ગયું.
આ દૃષ્ટાંત આત્માને પણ લાગુ પાડી શકાય. આ આત્મા પરમાત્માની જેમ જ સિંહસ્વરૂપ છે, પરંતુ કર્મોરૂપી ઘેટાં અને મોહરૂપી ભરવાડોના ભુલાવામાં પડીને પોતાના સાચા સ્વરૂપને ભૂલીને મોહના ઈશારા પર નાચે છે. કર્મવિકારોની સાથે તે પણ તે મુજબ વર્તવા લાગ્યો છે અને ૦ર
રત્નત્રયીનાં અજવાળાં
Page #84
--------------------------------------------------------------------------
________________
પોતાને ઘેટું જ સમજવા માંડ્યો છે. એક દિવસ એને પરમાત્મા સ્વરૂપનો કોઈ આપ્તપુરુષ ખ્યાલ આપે છે અને આ આસપુરુષની વાત પર વિશ્વાસ ઠેરવીને જ્ઞાનરૂપી જળમાં આત્માના સાચા સ્વરૂપને જુએ છે. એ પછી દેઢ વિશ્વાસ જાગે છે કે હું ઘેટું નહીં, બલ્કે સિંહ છું. પરમાત્મારૂપી સિંહ જેવું જ મારું સ્વરૂપ છે. બસ, ત્યારથી જાગ્રત બનીને તપસંયમમાં પરાક્રમ કરે છે ત્યારે કર્મરૂપી ઘેટાં અને મોહરૂપી ભરવાડ બધાં તેને છોડીને ભાગી જાય છે. તે પોતાના સ્વસ્વરૂપ-પરમાત્મસ્વરૂપને પામે છે.
આ રીતે કર્મજન્ય ઉપાધિઓ આત્મા પરથી દૂર થાય, તે સમયે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, એ જ આત્મા પરમાત્મા કહેવાય છે.
પરમાત્માની આરાધનાની આવશ્યકતા
હવે પ્રશ્ન એ થાય કે જો આત્મા અને પરમાત્માના ગુણ સમાન હોય, અને બંને સમાન કોટિના હોય, તો પછી પરમાત્માની આરાધના કરવાની શી જરૂર ? પરમાત્માને આરાધ્ય અને આત્માને આરાધક શા માટે માનવા જોઈએ ?
આનો ઉત્તર એ કે જડ અને આત્માની જેમ બંનેમાં મૂળભૂત મૌલિક ભેદ હોત તો પરમાત્મા આત્મા માટે આરાધ્ય ન હોત, પરંતુ આત્મા અને પરમાત્મામાં જડ-ચેતન જેવા ગુણોનો મૂળભૂત ભેદ હોતો નથી. આથી જ પરમાત્મા બનવાની કે પરમાત્માની આરાધના કરવાની જરૂર રહે છે.
મૂળભૂત રીતે આત્મા અને પરમાત્મા પોતાના ગુણોની દૃષ્ટિએ એક જ હોવા છતાં વર્તમાન અવસ્થામાં કર્મજન્ય ઉપાધિને કારણે, આત્માનું પરમાત્માથી અંતર પડી ગયું છે આવા અસ્વાભાવિક અંતરને દૂર કરવા માટે પરમાત્માની આરાધના જરૂરી છે.
આત્મા કર્મજન્ય બંધનોને દૂર કરીને શુદ્ધ થાય ત્યારે પરમાત્મા બની શકે છે. તેનામાં પરમાત્મા બનવાની યોગ્યતા રહેલી છે. પરમાત્માના ગુણ પણ આત્મામાં સત્તાના રૂપમાં વિદ્યમાન છે. આથી જ એણે પરમાત્મા બનવા માટે એનો આદર્શ નજર સામે રાખવાની જરૂર છે. માટીમાં ઘડો બનવાની યોગ્યતા ન હોત તો કોઈ પણ કુંભાર ઘડો બનાવવા માટે
આત્મા બને પરમાત્મા
63
Page #85
--------------------------------------------------------------------------
________________
માટીમાં મહેનત કરે નહીં. માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે. એ ઘડાનું ઉપાદાન કારણ પણ માટી હોવાથી જ કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે.
આ ઘડો બનાવવા માટે સૂતરનો દોરો નથી લેતો, કારણ કે તેમનામાં ઘડો બનવાની યોગ્યતા નથી. આ રીતે આત્મામાં પરમાત્મા બનવાની યોગ્યતા રહેલી છે એટલે જ આત્મા પરમાત્મા બનવા માટે તેને આદર્શ તરીકે અપનાવીને તેની આરાધના તથા અન્ય સાધના કરે છે. જડમાં પરમાત્મા બનવાની યોગ્યતા નથી, તેથી જડને પરમાત્મા બનાવવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. ચેતન આત્મા જ પરમાત્મા બની શકે છે એટલે વર્તમાનમાં અપૂર્ણ અને અશુદ્ધ આત્મા પરમાત્માના આદર્શને સામે રાખીને એ સ્વયં પરમાત્મા બનવા માટે સાધના-આરાધના કરવાની આવશ્યકતા બતાવે છે. જેવી રીતે પરમાત્મા ઉપાધિરહિત છે તેવી જ રીતે જીવાત્મા પણ ઉપાધિરહિત થઈને પરમાત્મા બની શકે છે.
જીવનવ્યવહારમાં એવો અનુભવ થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ શેઠને ત્યાં મુનીમ કે નોકર હતા પરંતુ પોતાનો અંત, પુરુષાર્થ અને બુદ્ધિબળથી એ પણ એક દિવસ શેઠ બની ગયા અને શેઠના બરોબરિયા બની ગયા.
આ જ રીતે ક્યારેક રંકના રૂપમાં ફરનારી દરિદ્ર વ્યક્તિ પણ પ્રબળ પુણ્યોદય થવાથી રાજા બનેલી જોવા મળે છે. ક્યારેક પ્રજાના રૂપમાં રાજાની આજ્ઞામાં રહેનારી વ્યક્તિ કોઈ પ્રબળ પુણ્ય અને પુરુષાર્થના નિમિત્તથી સ્વયં રાજા બની શકે છે. આત્મા ક્યારે ય પરમાત્મા બની શકતો નથી, તે બ્રાન્ત માન્યતાઓનું નિરાકરણ થઈ જાય છે. સાચા હૃદયથી પરમાત્માની ઉપાસના કરનાર, એની આજ્ઞાનું આરાધન કરનારને પરમાત્મપદ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. પરમાત્માની ભક્તિ કરનાર સ્વયંમેવ પરમાત્મા બની જાય છે.
ભમરી એક સામાન્ય જીવ છે. તેની સંગતિથી ઇયળ પણ ભમરી બની જાય છે, જોકે તે ભમરી બનવાના સંસ્કારવશ જ પોતાનું પૂર્વ શરીર છોડીને ભમરી બની જાય છે. ઈયળ જો ભમરી બને, તો ભમરીને કોઈ વાંધો નથી હોતો. આ જ રીતે પરમાત્માનાં ધૂન-ભજન વગેરે કરવાથી અને પરમાત્મા બનવાની સાધના કરવાથી આત્મા પણ પરમાત્મા બની શકે છે. એમાં પરમાત્માને કોઈ વાંધો નથી હોતો. શુદ્ધ વૈતવાદના મતાનુસાર પણ જીવ સદાય જીવ જ નથી રહેતો, તે શિવ (પરમાત્મા)
રત્નત્રયીનાં અજવાળાં
ક
Page #86
--------------------------------------------------------------------------
________________
બની શકે છે. માત્ર શરત એટલી જ કે તે બંધનોથી મુક્ત હોવો જોઈએ.
સવાલ એ જાગે છે કે પરમાત્માની જેમ આત્મા પણ સર્વશક્તિમાન છે, તો પછી તેણે પરમાત્માના શરણમાં જવાની અને પરમાત્મા પાસે સહાયતા માગવાની જરૂર શી? વાસ્તવમાં જ્યારે આત્મા પૂર્ણ શુદ્ધ બનીને પરમાત્મસ્વરૂપ બની જાય છે, ત્યારે તેણે કોઈના શરણે જવાની, સહાયતા માગવાની કે આરાધના કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે જ્ઞાની પુરુષો શુદ્ધ વીતરાગ આત્માને જ પરમાત્મા માને છે. તેથી તેઓ કહે
“यः परमात्मा स एवाऽहं, यीऽहं सः परमस्ततः । ગમેવ મયાગsiાગો, તાવઃ શિિિત સ્થિતિઃ !”
જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. એટલે હું જ મારા દ્વારા આરાધ્ય છું. આત્માથી ભિન્ન કોઈ આરાધ્ય નથી, આ જ મારી સ્થિતિ છે.”
પરંતુ વ્યવહારમાં આત્મા પૂર્ણ શુદ્ધ ન હોવાથી પરમાત્માનું શરણ અને સહાયતા ચાહે છે અને આરાધના અને સાધન પણ કરવા ઇચ્છે
સમાન છતાં ભિન્ન
હવે પ્રશ્ન એ છે કે જ્યારે બધા આત્માઓ સ્વભાવથી સમાન છે તો પછી સંસારી આત્માઓમાં આ ભિન્નતા કેમ દેખાય છે ? નરકની યાતના ભોગવનાર નારકીનો આત્મા અને એક શ્વાસમાં ૧૮ વાર જન્મમરણ કરનારા નિગોદનો આત્મા સમાન છે. સ્વર્ગના રાજા ઈન્દ્ર, પૃથ્વીકાય વગેરેના રૂપમાં રહેવાવાળાં સ્થાવર તથા પશુ-પક્ષી, કીડા-પતંગિયાં વગેરે સહુનો આત્મા મૂળરૂપમાં સમાન છે, તો પછી વિભિન્ન ગતિઓ, યોનિઓ, ઈદ્રિયો વગેરે કારણે જીવોમાં વિવિધતા, વિદેશતા અને ભિન્નતા કેમ દેખાય છે ?
જ્ઞાની પુરુષો કહે છે કે આ વિભિન્નતાઓ આત્માના સ્વભાવ કે સ્વરૂપની અપેક્ષાએ હોતી નથી. સ્વરૂપની અપેક્ષાએ તો “જે કાયા' કહીને આત્મદ્રવ્યનું એકત્વ દર્શાવીને બધાનો આત્મા સમાન બતાવ્યો છે. જેવી રીતે બધા સૂર્ય સ્વભાવથી સમાન છે. બધા ચંદ્રમાં પણ સ્વભાવની કોઈ
આત્મા અને પરમાત્મા
o૫
Page #87
--------------------------------------------------------------------------
________________
ભિન્નતા નથી. બધાના ગુણ એકસરખા છે, પરંતુ મેઘપટલ (વાદળ) વગેરે આડાં આવી જવાથી તેમના પ્રકાશમાં ભિન્નતા દેખાય છે.
આ જ રીતે બધા આત્માઓ સ્વભાવ અને ગુણથી સમાન હોવા છતાં પણ કમજનિત આવરણોના કારણે ગુણોના વિકાસમાં ભિન્નતા હોવાથી જુદા જુદા પ્રકારના દેખાય છે. આથી આવી ભિન્ન ભિન્ન ગતિઓ, યોનિઓ કે ઈદ્રિયો વગેરેને કારણે દેખાતી ભિન્નતા આત્માનું સ્વરૂપ નથી. આ બધી ભિન્નતા ઔપાધિક (બાહ્ય રીતે પેદા થયેલી) છે અને કર્મજનિત ઉપાધિઓના કારણે છે.
જ્યાં સુધી આ ઉપાધિઓ છે, ત્યાં સુધી જીવમાં એકબીજાથી ભિન્નતા પ્રતીત થાય છે. આ ઉપાધિઓ કર્મને લીધે છે. દરેક જીવનાં જુદાં જુદાં પ્રકારનાં કર્મ હોય છે, તેથી કર્મજન્ય કારણો પણ જુદાં જુદાં હોય છે. આ કારણે જીવોમાં વિવિધતા અને વિદેશના પ્રતીત થાય છે.
કોઈ ત્રસ છે તો કોઈ સ્થાવર છે. કોઈ નારક છે, કોઈ મનુષ્ય, દેવ કે તિર્યંચ છે. કોઈ જળચર, સ્થળચર કે ખેચર' છે. કોઈને માત્ર એક જ સ્પર્શેન્દ્રિય છે. કોઈને બે, કોઈને ત્રણ, ચાર કે પાંચ ઈદ્રિયો છે, પરંતુ આ પૃથકતા કે વિવિધતા સ્વાભાવિક નથી, વૈભાવિક કે પાધિક
જેમ જેમ કર્મ કપાય છે, તેમ તેમ આત્મા નિરાધિક થતાં વિકાસ પામે છે. જ્યારે કર્મ સર્વથા દૂર થઈ જાય છે અને કોઈ પ્રકારની ઉપાધિ રહેતી નથી એટલે કે આત્મગુણ પર બાહ્ય (પર) ભાવોનો પ્રભાવ પૂર્ણરૂપથી દૂર થાય છે, ત્યારે આત્મા વિશુદ્ધ થઈને પોતાના મૂળ (શુદ્ધ) સ્વરૂપમાં આવી જાય છે. શુદ્ધ સ્વરૂપમાં આવી ગયેલા બધા આત્માઓ એકસમાન છે. તેમનામાં સત્તા (વ્યક્તિત્વ) ભિન્નતા જરૂર હોય છે, પણ ૧. તિર્યંચ – સાંસારિક જીવોની ચાર ગતિ છે – નરક, દેવ, મનુષ્ય અને તિર્યચ. પશુ, પંખીઓ વગેરે તિર્યંચ ગતિના જીવો છે. મનુષ્યજાતિ સિવાયનાં જે પ્રાણીઓ તે તિર્યંચ ગતિના જીવો કહેવાય. આ જીવો જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારના
હોય છે. ૨. ખેચર – જીવો બે પ્રકારના છે (૧) ચામડાની પાંખવાળા ચર્મપક્ષી જીવો; જેવા કે
ચામાચીડિયાં, વાગોળ વગેરે. (૨) રુવાંટીની પાંખવાળા રોમપક્ષી જીવો; જેવા કે પોપટ, કાગડા, કબૂતર, ચક્લાં, બતક, ગીધ, ઘુવડ વગેરે. ૦૬
રત્નત્રયીનાં અજવાળાં હું
Page #88
--------------------------------------------------------------------------
________________
ગુણોની વિષમતા નથી રહેતી. મુખ્યત્વે ત્રણ ભેદ
આત્મા જ્યારે જાણે છે કે આ કર્મભનિત ઉપાધિઓને કારણે આત્મગુણોના વિકાસમાં વિક્ષેપ આવે છે ત્યારે એવાં કર્મોને અપનાવે છે જ શા માટે ? ખરું જોતાં આત્મા ન ઇચ્છે તો પણ પરભાવો – શરીર અને શરીર સાથે સંબંધિત વસ્તુઓ – ઉપર રાગ, દ્વેષ, મોહ વગેરેને કારણે કર્મબંધન કરી બેસે છે. કર્મોને શત્રુ સમજીને દૂર રાખીએ તો જ આ શક્ય બને, પરંતુ આજે અધિકાંશ આત્માઓએ કર્મશત્રુઓને મિત્ર બનાવેલા છે.
માથું કાપી નાખતા શત્રુઓ તો પ્રત્યક્ષ રીતે શરીરનો નાશ કરે છે, જ્યારે કર્મશત્રુ તો આત્માના ગુણોનો નાશ કરીને કેટલાય જન્મોની ઉત્તમ ધર્મકરણીને નષ્ટ કરી નાખે છે. માથું વાઢી નાખનાર અનિત્ય શરીરનો જ નાશ કરે છે, નિત્ય આત્માનો નહીં, પરંતુ દુષ્ટ કર્મશત્રુઓ સાથે મિત્રતા કરીને તો આપણે સ્વયં આપણું માથું કાપવાનું કામ કરીએ છીએ.
આ માટે કર્યજનિત ઉપાધિ-નિરપાધિને ધ્યાનમાં લઈને આત્મગુણોના વિકાસની વધતીઓછી માત્રાની દૃષ્ટિએ આત્માઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા. શરીર અને શરીરને સંબંધિત વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરવાવાળો આત્મા બહિરાત્મા કહેવાય છે. શરીર અને શરીરનાં અંગઉપાંગોને બધું જ સમજનારા લોકો, એને પોતાનો માનીને રાત-દિવસ શરીરની જ સેવા શુશ્રુષામાં રચ્યા-પચ્યા રહે છે. આવો આત્માની સેવાનો કોઈ વિચાર નહીં કરનાર બહિરાત્મા છે. ભોજન માટે થોડું જ અનાજ જોઈએ. છતાં પણ આવા લોકો, દુનિયાભરના ખાદ્યપદાર્થો પહેલેથી સંગ્રહ અને મમત્વ કરીને ભરી રાખશે. પહેરવા માટે થોડાંક કપડાં જોઈએ, પરંતુ કપડાંની પેટીઓની પેટીઓ ભરીને રાખશે. કોઈ વ્યક્તિ ઠંડીથી ધ્રુજતો હશે તેમ છતાંય તેને કશું નહીં આપે. પોતાના માટે અને પોતાના શરીર માટે ભેગું કરીને રાખશે.
શરીરને રહેવા માટે નાનકડું મકાન જોઈએ, પરંતુ મોટા-મોટા વિશાળ અને આલીશાન બંગલા અને ઈમારતો બનાવશે. કોઈ ગરીબને એમાં
આત્મા અને પરમાત્મા
colo
ક
Page #89
--------------------------------------------------------------------------
________________
આશ્રય નહીં આપે. આ જ રીતે શરીરના એશ-આરામ. આનંદ-પ્રમોદ અને સુખ-સુવિધા માટે દુનિયાભરનાં સાધનો એકઠાં કરશે, પૈસાને વ્યર્થ રીતે પાણીની જેમ વેડફી નાખશે, પરંતુ કોઈ દુઃખીની સેવામાં ધનનો ઉપયોગ નહીં કરે. માત્ર શરીરમાં જ આનંદ માનનાર બહિરાત્માઓ ગણાય. આવી વ્યક્તિઓ આત્મા વિશે ક્યારેય કશું સમજતી કે વિચારતી નથી અને એ જ રીતે પરમાત્માના સ્વરૂપનો પણ વિચાર કરતી નથી. ખાવું-પીવું, સંપત્તિ એકઠી કરવી, સંતાનો પેદા કરવાં, મોજ-મજા કરવી આ બાબતો જ તેમને માટે તો આત્મા અને પરમાત્મા છે.
નિષ્કર્ષ એ છે કે “બહિ' એટલે કે આત્માના પોતાના ગુણો અને સ્વભાવથી બહાર પરભાવો અને પરગુણોમાં જ અહર્નિશ રમણ કરનાર જીવ બહિરાત્મા છે. આવા આત્માઓ માટે પરમાત્મા અતિ દૂર છે.
શરીરની ત્રણ અવસ્થાઓ છે – બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બહિરાત્મા જીવ હોય તેને, આ ત્રણ અવસ્થાઓ શરીરના ચિંતનથી વિશેષ કશું વિચારવાની તક સાંપડતી નથી. એને પોતાના બહિરાત્મપણાનું કોઈ દુઃખ હોતું નથી અને કોઈ ધર્મગુરુ ગમે તેટલો ઉપદેશ આપે, તો પણ એને સહેજે શરમ આવતી નથી. આવી વ્યક્તિ ધૃષ્ટ અને નિર્લજ્જ થઈને શરીરના સુખ માટે દુનિયાભરનાં પાપકર્મો કરે છે અને પોતે જ પોતાના આત્માનો શત્રુ બને છે. ધર્માચરણની વાત તો ઘણી દૂર ગણાય, પણ આવી વ્યક્તિઓ ધર્મની સન્મુખ પણ નથી હેતી.
બાળપણમાં ગંદકીથી લપેટાએલા એને પોતાની જાતનું પણ એ કાળે ભાન હોતું નથી અને પરાધીન બનીને જીવતો હોય છે. યુવાનીમાં વિષયવાસનાના કીચડમાં ફસાયેલો રહે છે, ત્યારે પણ પોતાની જાતને સમજતો નથી. વૃદ્ધાવસ્થામાં તો શ્વાસ, ખાંસી, દમ જેવા કેટલાય રોગ થાય છે, તૃષ્ણા વધતી જાય છે અને ઘરના લોકો પણ – ગમે ત્યાં ઘૂંકીને કે મળ-મૂત્ર કરીને ઘર બગાડતા હોવાથી – નફરત કરે છે. આટલું બધું થયું હોવા છતાં પણ, વૃદ્ધાવસ્થામાં ધર્મની સન્મુખ જઈને પોતાના આત્મા વિશે કશું ય વિચારતો નથી. આનો અર્થ એ કે ત્રણે અવસ્થાઓમાં મનુષ્ય હોવા છતાં પશુની જેમ જીવે છે. પુરુષ તો તે કહેવાય, જે ધર્મમાં અને આત્મગુણોના વિકાસ માટે પુરુષાર્થ કરે. શ્રી DOC
રત્નત્રયીનાં અજવાળાં
Page #90
--------------------------------------------------------------------------
________________
આનંદધન કહે છે
--
જે તે જીત્યા રે તે મુજ જીતિયા રે, પુરુષ કિશ્યું મુજ નામ ?”
પરમાત્માએ પરમાત્મા બનતાં અગાઉ કામ, ક્રોધ, રાગ-દ્વેષ, મોહ આદિના કારણે જન્મેલા કર્મશત્રુઓને જીતી લીધા છે. તેઓ હવે મને (બહિરાત્માને) જીતી રહ્યા છે, ત્યારે મારું ‘પુરુષ' નામ જ વ્યર્થ છે. કર્મશત્રુઓને જીતવાને બદલે એમનાથી હાર ખાઈને તેમનો ગુલામ બન્યો છું.''
બહિરાત્માનું બાહ્યજગત
બહિરાત્માની આ જ સ્થિતિ છે. જીવનની ત્રણે અવસ્થાઓમાં તે મૂર્ખ અને નાસમજ જ રહ્યો છે. સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન, મકાન વગેરેના મોહમાં લોકો એવા ફસાયેલા રહે છે કે તેમને પરમાત્માનું નામ લેવું કે આત્માના હિત માટે વિચારવું જરા પણ પસંદ પડતું નથી. આ વિશે એક રસપ્રદ ઉદાહરણ જોઈએ
મારવાડના એક વૈષ્ણવ વાણિયાને ચાર પુત્રો હતા. ચારેય ઘણા હોશિયાર, યોગ્ય અને વિનયી હતા. શેઠ રાત-દિવસ પોતાના કારોબારમાં જ ડૂબેલા રહેતા હતા. વૃદ્ધાવસ્થા આવવા છતાં પણ કોઈ દીકરા પર વિશ્વાસ રાખીને તેને કશું સોંપતા ન હતા.
દીકરાઓએ કહ્યું, ‘‘પિતાજી, હવે તમે ઘણા વૃદ્ધ થઈ ગયા છો. ભગવાનનું ભજન અને ધર્મધ્યાન કરો. વ્યાપારધંધો અમે સંભાળી લઈશું.''
શેઠ બોલ્યા, 'નહીં, હું તમારા વિશ્વાસે મારો વેપાર-ધંધો ન મૂકી કું. તમે બધા તો અત્યંત મહેનતથી કમાયેલી મારી સંપત્તિને વેડફી નાખો.’’
દીકરાઓએ આખરે કહ્યું, “ખેર પિતાજી ! તમારે ન માનવું હોય તો ન માનજો. તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.''
એક વાર શેઠ એટલા બધા બીમાર પડ્યા કે સાવ પથારીવશ થઈ ગયા. શેઠનું દુકાન જવાનું પણ બંધ થઈ ગયું, પરંતુ એમનો જીવ તો રાત-દિવસ ધંધાના વિચારોમાં જ ડૂબેલો રહેતો. પથારીમાં પડ્યા પડ્યા પણ શેઠ દુકાનની વાતો વિચારતા રહેતા હતા.
આત્મા બને પરમાત્મા
the
Page #91
--------------------------------------------------------------------------
________________
એક દિવસ શેઠની તબિયત ઘણી ગંભીર થઈ ગઈ. મરણ પથારીએ આવીને બેઠું.
દીકરાઓએ વિચાર્યું, “પિતાજીએ આપણને ઉછેર્યા છે. આપણા માટે સંપત્તિ એકઠી કરી છે, તેથી આપણું કર્તવ્ય છે કે અંતિમ સમયે તેમને પરમાત્માનું નામ યાદ કરાવીએ. “અંત મતિ સો ગતિ' એ કહેવત અનુસાર એમની ગતિ સુધરી જાય.'
આમ વિચારીને ચારે દીકરાઓ પિતાની પાસે આવ્યા અને એમની પથારીની આજુબાજુ ઊભા રહ્યા.
પ્રથમ મોટા દીકરાએ કહ્યું, “પિતાજી, હવે તમારી જિંદગીનો ભરોસો નથી. રામનું નામ લો.”
રામનું નામ સાંભળતાં શેઠને તરત જ કશું યાદ આવ્યું. તે બોલી ઊઠ્યા, “અરે ! રામા જાટ પાસેથી રૂપિયા લેવાના છે. ગમે તે થાય, માગી લેજો.” દીકરાઓએ વિચાર્યું, “વાત વિપરીત બની. ચાલો બીજું નામ યાદ કરાવીએ. કદાચ તેમના મનમાં ભગવાન જાગે.”
બીજા દીકરાએ કહ્યું, “પિતાજી, હવે તો કૃષ્ણ-કૃષ્ણ જપો.” આ સાંભળતાં શેઠ તત્કાળ બોલી ઊઠ્યા, “અરે ભાઈ ! પેલો કિશન ધોબી ધોતીજોટા લઈ ગયો હતો. એણે પૈસા આપ્યા નથી. બરાબર યાદ કરાવજો.”
નિશાન વીંધવામાં તીર નિષ્ફળ ગયું તેથી ત્રીજા પુત્રએ કહ્યું, “પિતાજી ! હવે તો ઘડી બે ઘડીના મહેમાન છો. ભગવાન-ભગવાન કરો.” ભગવાનનું નામ સાંભળતાં જ શેઠે કહ્યું, “અરે, જરા ભગવાન પંડિતનું ખાતું ખોલીને જોજો. તેમાં કેટલા રૂપિયા બાકી છે?”
અંતે ચોથા દીકરાએ કહ્યું, “પિતાજી ! બીજું કશું નહીં, તો પ્રભુ-પ્રભુ એટલું રટણ તો કરો.” પરંતુ શેઠનું ચિત્ત તો માયામાં ડૂબેલું હતું. તેને પ્રભુનું નામ ક્યાંથી પસંદ પડે? •
તરત જ બોલી ઊઠ્યા, “જુઓ તો ! પેલો પ્રભુ કામદાર ત્રણસો રૂપિયા લઈ ગયો હતો. બે વરસ થઈ ગયાં, પણ એણે એનું વ્યાજ ચૂકવ્યું નથી કે રૂપિયા પાછા આપ્યા નથી, એટલે તેનું ઘરબાર જા કરીને વ્યાજ સહિત રકમ વસૂલ કરજો.”
રત્નત્રયીનાં અજવાળાં
Page #92
--------------------------------------------------------------------------
________________
ચારે પુત્રો નિરાશ થઈ ગયા. કોઈ પણ રીતે પિતાજી ભગવાનનું સ્મરણ કરે તે માટે ઘણી મહેનત કરી, તેમણે મૃત્યુપર્યત ભગવાનનું નામ ન લીધું તે ન જ લીધું. ખાલી હાથે પરલોક સિધાવ્યા.
આવા હોય છે બહિરાત્મા જીવ ! જે જીવનભર ધર્મથી વિમુખ હોય છે અને આત્મા-પરમાત્માનો વિચાર કરતા નથી.
બીજા પ્રકારના આત્માનંદી અંતરાત્મા શરીર અને આત્માની ભિન્નતાનો વિચાર કરીને આત્માની સન્મુખ વસે છે. બાહ્ય પરભાવોથી દૂર થઈને અંતરમાં અવગાહન કરીને અંતર્મુખ બને છે. શરીર ધર્મપાલનનું સાધન હોવાથી તેનું પોષણ કરે છે, પરંતુ જ્યાં શરીર પાપ કે અધર્મ તરફ જવાની તૈયારી કરે છે, ત્યાં તેને સાથ આપતા નથી.
શરીર અને શરીર સંબંધિત સાધનોનો ઉપયોગ કરવા છતાં તેનાથી નિર્લિપ્ત રહીને કુટુંબ, સમાજ, રાષ્ટ્ર વગેરે પ્રત્યેના સ્વકર્તવ્યનું પાલન કરે છે. અંતરમાં તો એમ જ સમજે છે કે આ મારાં નથી, પારકાં છે. આ શરીર નિમિત્તે મારો બધાની સાથે સંબંધ છે, એટલે મારે એમના પ્રત્યે કર્તવ્ય અને ફરજ બજાવવી જોઈએ. આથી કહ્યું છે –
"२ रे समदृष्टि जीवडा करे कुटुम्ब-प्रतिपाल । __ अंतर से न्यारी रहे ज्यों धाय खिलावे बाल ॥" સંક્ષેપમાં, અંતરાત્મા ભીતરમાં બાહ્ય પરભાવોથી અલગ રહે છે અને આત્માનો વિચાર કરીને પરમાત્મા તરફ જવા માટે યોગ્ય ધર્મ-પુરષાર્થ કરે છે. એ વિચારે છે કે ધર્મના પ્રભાવથી જ આ બધા શુભ સંયોગ અને સાધનો મળ્યાં છે, તો હવે મારે પરમ ઉપકારી મિત્ર સમાન ધર્મને શા માટે તજવો જોઈએ? ધર્મ જ મારા આત્માનું કલ્યાણ કરનારો છે. આત્માની અભિમુખ થવાથી આવા જીવ અંતરાત્મા કહેવાય છે.
ત્રીજો પ્રકાર છે પરમાનંદી પરમાત્માનો. સમસ્ત કર્મજન્ય વિનથી રહિત થઈને શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન, નિરાકાર કે જીવનમુક્ત વીતરાગ બને છે. આવા આત્માઓ તો સદા-સર્વદા આત્મસ્વરૂપમાં જ રમણ કરે છે. પોતાના સ્વભાવ અને આત્મગુણોમાં જ તલ્લીન રહે છે.
જો બહિરાત્મા જીવ કર્મોનાં આવરણોને દૂર કરવા માટે શુદ્ધ ધર્મથી પુરુષાર્થ કરે, કામ, ક્રોધ, મદ, લોભ, કપટ, અભિમાન, રાગ-દ્વેષ, મોહ
આત્મા અને પરમાત્મા
૮૧
ર
Page #93
--------------------------------------------------------------------------
________________
વગેરે વિભાવોને છોડીને શીલ, ક્ષમા, નિરહંકાર, સંતોષ, સરળતા, નમ્રતા, વીતરાગતા વગેરે સ્વભાવમાં – આત્મગુણોમાં – રમણ કરવા લાગે, તો તે અંતરાત્મા બનીને ક્રમશઃ ગુણસ્થાનોનાં પગથિયાં ચઢતાં-ચઢતાં એક દિવસ પૂર્ણ-શુદ્ધ આત્મા-કર્મરહિત આત્મા-પરમાત્મા બની જાય છે. પરમાત્મપ્રાપ્તિનો ઉપાય
જિન મહામુનિઓએ અંતરાત્મા બનીને પરમાત્મતત્ત્વમાં લીન થવાની સાધના કરી છે. તેમણે પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ માટે વધારે સરળ ઉપાય આ બતાવ્યો છે. –
"सर्व निराकृत्य विकल्पजालं, संसारक्रांतारनिपातहेतुम् । विविक्तमात्मानमवेक्ष्यमाणो निलीयसे त्वं परमात्मतत्त्वे ॥" “હે મુમુક્ષુ ! જો તું પરમાત્મતત્ત્વમાં લીન થવા માગતો હોય, તો બધા પ્રકારના વિકલ્પોને તજી દે. આત્મામાં ઉત્પન્ન થનાર વિવિધ વિકલ્પ જ સંસારરૂપી ભવાટવિમાં ભટકાવે છે. આ મહેલ, ધનસંપત્તિ, મિત્ર, પત્ની, પુત્ર, જમીન-જાયદાદ મારાં છે. આ પ્રકારની મારાપણાની વિકલ્પજાળ જ આત્માને ચક્કરમાં નાખે છે. આ પરપદાર્થોમાંથી આત્મબુદ્ધિને દૂર કરી લો. આટલું જ નહીં, હું નિર્બળ છું, નિર્ધન છું, ધનિક છું, રાજા છું, રંક છું, આ બધા વિકલ્પો તથા આ મારો શિષ્ય છે, આ મારો ભક્ત છે વગેરે પ્રશસ્ત ગણાય તેવા વિકલ્પો પણ આત્માને પરમાત્મતત્ત્વમાં લીન નથી થવા દેતા, તેથી આ બધા વિકલ્પોથી આત્માને દૂર રાખીને નિર્કન્દ, નિર્વિકલ્પ રાખવો જોઈએ.
પોતાના આત્માને આ બધા વિકલ્પોથી મુક્તરૂપમાં અનુભવ કરવાનો પ્રયત્ન કરો. સંસારનો કોઈ પણ વિકલ્પ આત્માને સ્પર્શ ન કરે ત્યારે સમજવું કે પરમાત્મતત્ત્વમાં લીન થઈ ગયા, કારણ કે ત્યાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જ વિદ્યમાન રહે છે.
વિકલ્પોને દૂર કરવાનો ઉપાય એ છે કે પરમાત્માને આત્મામાં જુઓ. આત્મા પરમાત્મારૂપી સૂર્યની આભા છે. આત્મા ન હોત તો પરમાત્માની ચર્ચા જ ન થાય. હું (આત્મા) અને પરમાત્મા એક છીએ. અંતર એટલું જ છે કે હું (આત્મા) આવરણોથી ઢંકાયેલો છું. પરમાત્મા બધાં આવરણોથી દૂર છે. જે શક્તિ પરમાત્મામાં છે, તે જ આત્મામાં છે. આત્માની શક્તિ
રત્નત્રયીનાં અજવાળાં
૮૨
Page #94
--------------------------------------------------------------------------
________________
કર્મોનાં આવરણોથી ઢંકાયેલી છે અને પરમાત્માની શક્તિ કર્મક્ષયના કારણે સમસ્ત આવરણોથી અલગ પૂર્ણરૂપમાં પ્રગટ થયેલી છે.
આપણી શક્તિ પૂર્ણરૂપથી પ્રગટ નથી થઈ. તેને પૂર્ણરૂપથી પ્રગટ કરવા માટે સરળ માર્ગ એ છે કે પરમાત્મા પ્રતિ આત્મામાં પરિપૂર્ણ પ્રેમ જાગ્રત થઈ જાય. તે પ્રેમ એવો હોવો જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પરમાત્માનું ધ્યાન ખંડિત થવું જોઈએ નહીં. હંમેશાં આ જ ધ્યાન રહે –
“સિદ્ધો સુદ્ધો:૬ અનંતળાવિગુણામો ” “મારો આત્મા સિદ્ધ છે, શુદ્ધ છે, અનંતજ્ઞાન વગેરે નિજગુણોથી યુક્ત છે.
આ જ વાતનો નિર્દેશ શ્રાવક વિનયચંદ પોતાની “ચોવીસી'માં કરે છે. - - “તૂ સો પ્રભુ પ્રભુ સો તૂ હૈ, હૈતકલ્પના મેટો,
શુદ્ધ, ચેતન, આનંદ વિનયચંદ' પરમાતમ પદ મેટો.” આ રીતે આત્મા હંમેશાં પરમાત્મધ્યાનમાં તલ્લીન રહેશે તો તેનાં સમસ્ત આવરણ હટી જશે. તે સમયે આત્મા સ્વયમેવ પરમાત્મા બની
જશે.
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, શ્રાવણ સુદ ૧૨
આભા બને પરમાત્મા
આત્મા અને પરમાત્મા
૮૩
'
Page #95
--------------------------------------------------------------------------
________________
સત, ચિત અને આનંદની ઓળખ
દુનિયાના તમામ ધર્મો કોઈ ને કોઈ રૂપે આત્માને માને છે. આત્માની વ્યાખ્યા અને વર્ણનમાં ભલે મત-મતાંતર હોય, પણ તેના અસ્તિત્વના સ્વીકારમાં કોઈ મતભેદ નથી. બધા ધર્મો આત્માની સત્તાને સ્વીકારે છે, એટલું જ નહીં, પણ બધા ધર્મો આત્માને ઓળખ્યા વગરની બધી સાધનાને રાખ પર લીંપણ કરવા સમાન વ્યર્થ માને છે. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા કહે છે –
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.”
જ્યાં સુધી સાધક આત્મતત્ત્વને જાણી લેતો નથી, ત્યાં સુધી બધી સાધના મિથ્યા છે.”
એક બાજુ આસ્તિકો આત્મતત્ત્વને ઓળખવાની વાત કરે છે, તો બીજી બાજુ પંચભૂતોથી બનેલા શરીર સિવાય આત્મા જેવી અન્ય કોઈ અલગ વસ્તુ નથી, તેમ માનનારા નાસ્તિકો છે.
શરીર કે અન્ય કોઈ રૂપમાં આત્માના અસ્તિત્વનો ઈન્કાર કરનારા આધુનિક ભૌતિકવાદીઓ એમ કહે છે કે આત્મા-પરમાત્મા એ બધાં તો ઢોંગ-ધતિંગ છે. જ્યાં આત્મા જ નથી, ત્યાં એને ઓળખવાની જરૂર શી? આ માન્યતા ધરાવનારાઓ માટે આત્માને વિવિધ પ્રમાણોથી સિદ્ધ કરવો
રત્નત્રર્યનાં અજવાળાં
૮૪
Page #96
--------------------------------------------------------------------------
________________
અનિવાર્ય બને છે. આસ્તિકોને માટે પોતાને સમજવા અને આત્મા તથા એની શક્તિઓને પારખવા માટે પણ આત્માને સિદ્ધ કરવો જરૂરી છે.
વિભિન્ન પ્રમાણ
પ્રાચીન નાસ્તિકો કહે છે કે આત્મા નામની કોઈ ભિન્ન વસ્તુ નથી, આ શરીર જ આત્મા છે. જેવી રીતે ઘડિયાળના જુદા જુદા ભાગોને યોગ્ય રીતે જોડવાથી તે ટફ ટફ અવાજ કરતી ચાલે છે, એ જ રીતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતોના મળવાથી આ શરીર બન્યું છે. આ પંચભૂતોનું યથાસ્થાન સંમિશ્રણ થવાથી આ શરીર વિવિધ ક્રિયાઓ કરે છે.
આ પંચભૂત વિખરાઈ નથી જતાં, ત્યાં સુધી શરીર પોતાનું કામ કર્યો જાય છે. જ્યારે આ પાંચ ભૂત વિખરાઈ જાય છે, ત્યારે શરીર પોતાનું કામ કરવાનું બંધ કરે છે. શરીરથી આત્મા કોઈ જુદી વસ્તુ નથી. શરીરમાંથી પાંચ ભૂત વિખરાઈ ગયા પછી કશું શેષ રહેતું નથી.
નાસ્તિકોનો આ મત ઊંડાણપૂર્વક વિચારતાં ખોટો જણાશે. જો આત્માનું અસ્તિત્વ શરીરથી જુદું ન હોત એટલે કે શરીર જ આત્મા હોત તો મૃત શરીર અને જીવિત શરીર વચ્ચે કોઈ ભિન્નતા ન હોત. મૃતદેહ અમુક રીતે જીવંત શરીર જેવો લાગે છે અને તેમાંથી કોઈ વસ્તુ નીકળેલી કે નીકળતી ચર્મચક્ષુઓથી દેખાતી નથી. આમ પંચભૂત હંમેશાં એમ ને એમ જ રહે છે, તેમ છતાંય તે મૃતદેહ બોલતો નથી, ચાલતો નથી. શ્વાસ લેતો નથી. સ્વાદ ચાખતો નથી, સાંભળતો નથી, સૂંઘતો નથી અને જોતો પણ નથી; જ્યારે જીવિત શરીર બોલે છે, ચાલે છે, શ્વાસ લે છે, સુંઘે છે, સ્વાદ ચાખે છે, જુએ છે, સાંભળે છે. આમ જીવંત શરીર અને મૃત શરીરમાં દેખાતો આ તફાવત એ સાબિત કરે છે કે શરીરથી જ૮. કોઈ બીજું એવું તત્ત્વ છે કે જેની ઉપસ્થિતિ હોય તો શરીર જીવંત કહેવાય છે અને જે ન હોય તો એ જ શરીર મૃત કહેવાય છે. આ સૂક્ષ્મ તત્ત્વ તે આત્મા. તે હાડકાં, માંસ વગેરે શરીરના અવયવો તથા સમગ્ર શરીર અને ઈદ્રિયો તથા પંચભૂતોથી સર્વથા ભિન્ન છે.
નાસ્તિકોને પૂછવામાં આવે કે જો પંચભૂતોથી બનેલું શરીર જ સત્, ચિત્ અને...
( ૮૫
*
Page #97
--------------------------------------------------------------------------
________________
આત્મા હોય, તો એ પંચભૂતોને આંખોથી જોનાર, એના અવાજને કાનથી સાંભળનાર, પંચભૂતોની ગંધને નાકથી સૂંઘનાર, એમના સ્પર્શને સ્પર્શેન્દ્રિયથી અનુભવ કરનાર અને જીભથી પંચભૂતોના સ્વાદનો અનુભવ કરાવનાર કોણ છે ? જો આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિયમાં પોતાનામાં જ આ બધો અનુભવ કરવાની શક્તિ હોય તો મૃત શરીરમાં રહેલી ઇંદ્રિયો આ અનુભવ-સંવેદન કેમ નથી કરી શકતી ?
આનાથી એ સિદ્ધ થાય છે કે એ પંચભૂતોનો અને ઇંદ્રિયોના વિષયોનો દ્રષ્ટા કે સંવેદનકર્તા કોઈ ભિન્ન તત્ત્વ છે. શરીર ખુદ એ બધી બાબતોનું કે ઇંદ્રિય-વિષયોનું દ્રષ્ટા કે સંવેદન અનુભવનાર હોય તો મૃત શરીર પણ અવશ્ય દ્રષ્ટા, જ્ઞાતા અને સંવેદન અનુભવનાર હોય, પરંતુ એમ તો થતું નથી. આથી અંતે એમ માનવું પડશે કે આ દૃશ્યોને જોનાર, જાણનાર અને સંવેદન અનુભવનાર અન્ય કોઈ તત્ત્વ છે અને તે આત્મા છે.
માંસ અને રક્ત જેવી રીતે જીભમાં છે, તેવી રીતે હાથમાં પણ છે. પાંચેય ભૂત જેવી રીતે જીભમાં છે તેવી રીતે હાથમાં પણ છે, તો પછી એવું ક્યું કારણ છે કે ખાટો, મીઠો વગેરે સ્વાદનો અનુભવ માત્ર એકલી જીભ જ કરે છે. હાથ કેમ નથી કરતા ? જ્યારે હાથ અને જીભ બંને શરીરના અવયવ છે અને બંનેમાં પંચમહાભૂત સમાન છે. આ ભિન્નતા એ બતાવે છે કે દેહથી ભિન્ન એવું બીજું કોઈ તત્ત્વ છે, જે આ બધાનું સંચાલન કરે છે. જો દેહ અને ઇંદ્રિયો જ એનું સંચાલન કરતી હોત, તો મૃતશરીર અને એ શરીર સાથે સંબંધિત ઇંદ્રિયો કેમ સંચાલન નથી કરતી ?
તમે અહીંયાં વ્યાખ્યાન સાંભળવા બેઠા છો, પરંતુ કાનમાં આંગળીઓ નાખીને અને આંખો વધુ પહોળી કરીને વ્યાખ્યાન સાંભળવા ઇચ્છો તો શું સાંભળી શકશો ? આંખો જોવાનું કામ કરે છે અને કાન સાંભળવાનું, પરંતુ આ વ્યવસ્થાને ઉલટાવી દેવામાં આવે તો ? એટલે કે આંખો બંધ કરીને કાન પાસે જોવાનું કામ કરાવવામાં આવે તો કોઈ વસ્તુ જોઈ શકાશે નહીં. એ રીતે જો કાનમાં આંગળીઓ નાખીને, આંખો પાસે સાંભળવાનું કામ લેવામાં આવે તો તમે સાંભળી નહીં શકો. જે ઇંદ્રિય જે કાર્ય માટે છે તે જ કાર્ય તેનાથી થઈ શકે છે, બીજું નહીં.
૮૬
રત્નત્રયીનાં અજવાળાં
Page #98
--------------------------------------------------------------------------
________________
ઇંદ્રિયોનો રાજા ઃ આત્મા
હું સુખી છું કે હું દુઃખી છું એવું જ્ઞાન શું આંખ વગેરે કોઈ પણ ઇંદ્રિયને થાય છે ? ના. આ જ્ઞાન તો બધી ઇંદ્રિયોના રાજા આત્માને જ થાય છે. હકીકતમાં વાત એવી છે કે, સાંભળવા, જોવા, સૂંઘવા, ચાખવા, સુખ-દુ:ખ કે ઠંડી-ગરમીનો અનુભવ કરનાર કોઈ બીજું જ છે. કાન, આંખ વગેરે તો સૂંધવા, ચાખવા વગેરે કાર્ય માટેનાં ઉ૫ક૨ણ (સાધન) છે. તે સાંભળવાવાળો, જોવાવાળો, સૂંઘવાવાળો, સુખ-દુઃખ, ઠંડી-ગરમી વગેરેનો અનુભવ કરવાવાળો આત્મા છે.
જો ઇંદ્રિયો જ આ કામ કરી શકતી હોત તો તે મૃત અવસ્થામાં કેમ નથી કરતી ? કોઈ પ્રશ્ન કરે કે તમે શરીરથી ભિન્ન એવા આત્માને આ બધાનો જ્ઞાતા-દ્રષ્ટા કહો છો, તે દેહની મૃત અવસ્થામાં જોવા, સાંભળવાનું કામ કેમ નથી કરતો ? તેનો ઉત્તર સ્પષ્ટ છે કે એ સમયે મૃતકનો આત્મા શરીરમાંથી નીકળીને અન્યત્ર ચાલ્યો જાય છે, જ્યાં મૃતકને કર્મ અનુસાર યોનિ મળે છે.
જો કોઈ એમ કહે કે દરેક ઈંદ્રિય પોતાનું નિયત કાર્ય જ કરી શકે છે અને તેનાથી બીજી ઇંદ્રિયનું કાર્ય નથી થઈ શકતું. આમ ઇંદ્રિયોથી જ કામ ચાલતું હોય, તો આત્માને માનવાની શી જરૂર ? આનો ઉત્તર અગાઉ આપ્યો છે, તેમ છતાં પાંચ ઇંદ્રિયોથી ભિન્ન આત્મતત્ત્વને અલગ માનવાની વાતને ઉદાહરણથી સ્પષ્ટ કરું
-
ધારો કે તમે પાપડ ખાવ છો. આ સમયે જીભ તેનો સ્વાદ જાણી રહી છે. નાક તેની સુગંધનો અનુભવ કરી રહ્યું છે. આંખો તેનો આકાર જોઈ રહી છે. કાન તેનો ચર્ચચર્ચ થવાવાળો શબ્દ સાંભળી રહ્યો છે અને હાથ તેના સ્પર્શનો અનુભવ કરી રહ્યો છે, ઇંદ્રિયોના આ પાંચે વિષયોનું સમ્મિલિત જ્ઞાન તો કોઈ પણ એક ઇંદ્રિયને થવું અસંભવ છે, કારણ કે એક ઇંદ્રિય માત્ર પોતાના જ નિયત વિષયને જાણી કે અનુભવી શકે
છે.
જો એક જ ઈંદ્રિય રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચેય વિષયોને જાણી શકે તો પાંચેય ઇંદ્રિયોને જુદી જુદી બનાવવાની જરૂર શી હતી ? આ જ કારણ છે કે આ પાંચેય ઇંદ્રિયોએ ગ્રહણ કરેલા વિષયો, પાંચ ઇંદ્રિયોના સિવાય જે જાણે છે તે તમારો જ્ઞાતા-દ્રષ્ટા આત્મા સત્, ચિત્ અને....
८७
Page #99
--------------------------------------------------------------------------
________________
જ છે. જે એકસાથે આ પાંચેય ઈદ્રિયોના વિષયોનું ગ્રહણ અને અનુભવ કરે છે. - એક બીજું ઉદાહરણ જોઈએ. - તમે મારા વ્યાખ્યાનના શબ્દોને સાંભળો છો, એના એ જ શબ્દો હંમેશાં તો બોલી શકાય નહીં. વ્યાખ્યાનના શબ્દો પાછળથી તમને યાદ રહે છે કે મહારાજે આજે વ્યાખ્યાનમાં અમુક વાત કહી હતી.
હું તમને પૂછું છું કે વ્યાખ્યાનના શબ્દો કાલાન્તરે યાદ કરાવનાર કોણ ? શું શબ્દોને સ્મરણમાં રાખતી કોઈ છઠ્ઠી ઈદ્રિય છે ? એ જ રીતે તમે મારો ચહેરો જોયો. જો હું મહિના-બે મહિના પછી તમારે ત્યાં આવું તો તમે મારા ચહેરાને યાદ કરીને મને તરત જ ઓળખી જશો. આ બધું સાંભળવું અને જોવું એ કોને યાદ રહે છે ? તમારા શરીરમાં બિરાજમાન જ્ઞાતા-દ્રષ્ટા, અવિનાશી, ચિદાનંદ આત્માને જ આ બધું સ્મરણ રહે છે, એટલે પાંચે ઈદ્રિયોથી જુદું, જોયેલી-સાંભળેલી વાતોને યાદ રાખનાર આત્મા નામના તત્વને માન્યા વિના છૂટકો જ નથી.
એક સ્ત્રી વસ્ત્ર-અલંકારથી સુશોભિત બનીને કોઈ સગાને ત્યાં જઈ રહી છે. રસ્તામાં એના પુત્રએ તેને જોઈને પૂછ્યું, “મા, ક્યાં જાય છે ?” કોઈ કામીને તેને જોઈને કામબુદ્ધિથી પ્રેરિત થઈને તેની છેડતી કરવાનું સૂઝે છે. એટલામાં એક સંતે તેને જતી જોઈ, તો તેને વિરક્ત ભાવથી જોઈને આગળ વધી ગયા.
એક જ દશ્યને ત્રણ વ્યક્તિઓએ જોયું અને ત્રણેને જુદા જુદા ભાવ જાગ્યા. આ ત્રણેને અલગઅલગ બુદ્ધિ આપનાર કોણ ? આત્મા જ ભિન્નભિન્ન બુદ્ધિ આપે છે. જોવાનું કામ ભલે એક ઈદ્રિય-નેત્રએ કર્યું હોય, પરંતુ વિભિન્ન પ્રકારના સંવેદનનું કામ કરનાર તો આત્મા જ છે, તે તમારામાં જુદો જુદો છે. દેહથી ભિન્નતા
તમે મારી સામે બેઠા છો. જેવી રીતે હું તમારાં આંખ, કાન, નાક વગેરે અવયવોને જોઈ રહ્યો છું, તેવી રીતે હું મારા અવયવોને પણ જોઈ રહ્યો છું. બંનેના અવયવોને જોઈને હું એ જાણું છું કે બીજાનાં આંખ, કાન વગેરે અવયવ મારાં નથી. બીજાનાં આંખ, કાન વગેરે
રત્નત્રયીનાં અજવાળાં
૮૮
Page #100
--------------------------------------------------------------------------
________________
અવયવોને હું મારાં નથી માનતો, તે રીતે મારાં આ અંગોને પણ મારે પારકાં સમજવાં જોઈએ. આનો અર્થ એ કે બીજાનાં અવયવો માટે જેમ મને ભિન્નતાનું જ્ઞાન છે, તેમ પોતાનાં અવયવો અંગે પણ ભિન્નતાનું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ તેમ થતું નથી.
આત્મા જે શરીરમાં બેઠો છે તેને અને તેનાં અંગોને પોતાનાં સમજે છે, બીજાનાં અંગોને નહીં. શું શરીર અને ઈદ્રિયો આ રીતે પોતાનાપરાયાનો ભેદ કરી શકે છે ? નથી કરી શકતી.
આ પ્રકારનું ભેદજ્ઞાન આત્મા જ કરી શકે છે. જડને જડ કહેનાર આત્મા છે, પ્રમાણોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરનાર પણ આત્મા છે. જુદા જુદા પ્રકારની અભિલાષા કે સંવેદન અનુભવનાર આત્મા જ છે, એટલું જ નહીં, પણ જે આત્માનો નિષેધ કે શંકા કરે છે, તે સ્વયં જ આત્મા છે, પરંતુ તેઓ આ તથ્યને સમજતા નથી.
શું પદાર્થોને પોતાનું જ્ઞાન હોય છે ? ભાંગ વાટીને મૂકી હોય, પણ શું ભાંગ એ જાણે છે કે હું નશો માનવીમાં ચડાવી શકું છું ? તે નથી જાણતી. જ્યાં સુધી ભાંગ વાસણમાં રહે છે ત્યાં સુધી પણ તે નશો નથી ચઢાવતી, પરંતુ જીવંત શરીરધારી વ્યક્તિ જ્યારે એને ગળાની નીચે ઉતારે છે, ત્યારે તે વ્યક્તિમાં નશો ચઢાવે છે.
એ જ ભાગ જો મૃતદેહના પેટમાં નાખવામાં આવે કે કોઈ જડ વસ્તુમાં, લોટો, ગ્લાસ કે શીશીમાં નાખવામાં આવે તો એ નશો નથી ચઢાવતી. એવું કેમ થાય છે ? વાસ્તવમાં કોઈ પણ જડ પદાર્થ નશાનો અનુભવ કરી શકતો નથી. ચેતનની સાથે સંયોગ હોય તો જ નશાનો અનુભવ થાય છે.
મૃત શરીરમાં કે લોટો, ગ્લાસ વગેરે જડ પદાર્થોમાં ચેતના હોતી નથી.
આથી સિદ્ધ થાય છે કે નશાનો અનુભવ કરાવનારું કોઈ બીજું જ તત્ત્વ છે. આ ચેતન તત્ત્વને આત્મા કહીએ છીએ. જડ પદાર્થોમાં ચેતનાના અભાવે તેને પોતાનું કે પરનું કોઈ જ્ઞાન હોતું નથી. આ બધાં જ્ઞાન આત્માને થાય છે, તેથી આત્મા જ્ઞાતા-દ્રા છે, પદાર્થ જોય કે દેશ્ય છે.
અનાદિકાળથી શરીરની સાથે પ્રગાઢ સંબંધને લીધે કે અજ્ઞાનને કારણે આ શરીર જ આત્મા જેવું ભાસે છે, પરંતુ જેમ તલવાર અને મ્યાન - સત, ચિત અને....
૮૯
Page #101
--------------------------------------------------------------------------
________________
બંને જુદાં છે, એ રીતે આત્મા અને શરીર ભિન્ન છે.
આંખો આત્માને જોઈ શકતી નથી, પરંતુ આત્મા આંખોને જુએ છે. આંખો કેવળ સ્થૂળ રૂપને જ નીરખી શકે છે, કિંતુ આત્મા તો સ્કૂલ-સૂક્ષ્મ વગેરે બધાનું જ્ઞાન ધરાવે છે. ઈદ્રિયજન્ય જ્ઞાનમાં તો અન્ય કારણોથી અવરોધ ઊભો થાય, પરંતુ આત્માથી પ્રાપ્ત જ્ઞાનમાં કોઈ અવરોધ આવતો નથી. એટલે તે જ્ઞાન કે અનુભવ જ આત્માનું સ્વરૂપ છે.
નિષ્કર્ષ એ કે આત્માને શરીર જાણતું નથી, ઈદ્રિયો ઓળખતી નથી કે શ્વાસોચ્છવાસને એનો પરિચય નથી, બલ્ક આ બધાં આત્માના સહયોગથી જ પોતાની પ્રવૃત્તિ કરી શકે છે. જો આત્માનો એમને સહયોગ ન હોય, તો એ જડ જ બની જાય.
જો શરીર જ આત્મા હોત તો દૂબળા-પાતળા શરીરવાળાની બુદ્ધિ અત્યંત વિચક્ષણ અને સ્થૂળ શરીરધારીની બુદ્ધિ સ્થૂળ-મંદ દેખાય છે, તેવો વિરોધ જોવા મળતા નહીં. જેનામાં જાણવાની શક્તિ કે સ્વભાવ ન હોય, તે જડ છે. જાણવું જેનો સ્વભાવ છે તે ચેતન છે. આ રીતે જડ અને ચેતન બંનેનો સ્વભાવ તદ્દન ભિન્ન છે અને તે કોઈ દિવસ એક થાય નહીં. જડ ત્રણેય કાળમાં જડ જ રહેશે અને ચેતન ચેતન જ.
આત્માનું અસ્તિત્વ
વૈજ્ઞાનિકો કે ભૌતિકવાદીઓ આત્માના અસ્તિત્વને માનતા નથી. એમને કોઈ પૂછે કે રેડિયો આશ્ચર્યજનક છે કે રેડિયોના શોધકો ? આશ્ચર્યસર્જક તો રેડિયોના શોધકો ગણાય. આવાં અદ્ભુત સાધનોનું સંશોધન કરીને હજારો માઈલ દૂર બેઠેલો માનવી સમાચાર કે સંગીત સાંભળી શકે તેવા રેડિયોની શોધ કરી. જો વૈજ્ઞાનિકમાં આ શક્તિ ન હોત, તો એ રેડિયોનું નિર્માણ કઈ રીતે કરી શકે ?
પ્રશ્ન એ થાય કે રેડિયો-નિર્માતાની અંદર એવો ક્યો વિજ્ઞાનવત્તા બિરાજમાન છે કે જે રેડિયો જ નહીં, બબ્બે ટેલિવિઝન, ટેલિફોન, એરોપ્લેન, કયૂટર જેવી એક એકથી ચઢિયાતી આશ્ચર્યજનક અદ્ભુત શોધો કરે છે ? એ શક્તિને સ્વીકાર્યા સિવાય કોઈ આરો કે ઓવારો નથી. રેડિયો નિર્માણ કરનારા વૈજ્ઞાનિકમાં જે પરમ વિજ્ઞાનવેત્તા બેઠો છે, તે શક્તિનું નામ છે આત્મા.
રત્નત્રયીનાં અજવાળાં.
Page #102
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારનો આત્મા કેવળ રેડિયોનિર્માતામાં જ નહીં, બલ્ક તમામ નાનાં-મોટાં પ્રાણીઓમાં રહેલો છે. ઘડિયાળ જોઈને તમે એના શોધકની પ્રશંસા કરો છો, એ ઘડિયાળના શોધકમાં બેઠેલા મહાન યંત્રશોધકની કરો છો. એ માત્ર ઘડિયાળના શોધકને જ નહીં, બલ્બ તમામ ચૈતન્યશીલ પ્રાણીઓને બુદ્ધિ આપે છે, તેનો વિચાર કરવો જોઈએ. તે આત્મા સિવાય બીજો કોણ હોઈ શકે ?
આ આત્મા સમર્થ શક્તિવાન છે. પોતાની પ્રચંડ શક્તિના પ્રભાવથી તે સમસ્ત વિશ્વની કાયાપલટ કરી શકે છે. આખી દુનિયાને ચકિત કરનાર વિજ્ઞાનના મૂળમાં આ આત્મશક્તિ છે. આત્મા ન હોય, તો એકલું વિજ્ઞાન શું કરી શકે ? આ આત્મા પેલા વૈજ્ઞાનિકની શોધ પૂર્વે પણ વિદ્યમાન
હતો.
વિજ્ઞાન પોતે જડ છે. તે સ્વયં કશું જ કરી શકતું નથી અને આત્માશક્તિના સહયોગ વિના એ કશું કરી નહીં શકે.
જો આત્માની શક્તિના સહયોગ વિના કરી શકતા હોત, તો વિદેહ થયેલા વૈજ્ઞાનિકોનાં મૃતશરીરોના સહયોગથી નવી નવી શોધો થઈ શકી હોત. પરંતુ આવું બનતું નથી, એટલે જ વિજ્ઞાનની ઝાકઝમાળમાં વિજ્ઞાનના પ્રેરક આત્માને ભૂલવો જોઈએ નહીં. આત્મા અને તેની શક્તિઓને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. એ વૈજ્ઞાનિકોને પૂછવામાં આવે કે તમે જે ઘટ, પટ વગેરે પદાર્થોને જાણો છો અને કહો છો કે તે છે, પરંતુ એ ઘટ, પટ વગેરેના જાણનાર પર તમને વિશ્વાસ બેસતો નથી, તો તમારા તેવા જ્ઞાનને શું કહી શકાય ?
આત્માનું સ્વરૂપ
નાસ્તિકો અને ભૌતિક વિજ્ઞાનવાદીઓ કહે છે કે “જેમ આપણે શરીર, ઈદ્રિયો અને અન્ય દુન્યવી પદાર્થોને આંખોથી જોઈએ છીએ, તેવી રીતે આત્મા તો નરી આંખોથી દેખાતો નથી. આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી, માટે કહેવું જોઈએ કે આત્મા છે જ નહીં. આથી આત્માના અસ્તિત્વને અમે સ્વીકારતા નથી અને તેને ઓળખવાનો વ્યર્થ પ્રયત્ન પણ કરતા નથી.” અગાઉ વિવિધ દલીલો દ્વારા આત્માના અસ્તિત્વ અંગે આપણે જોયું, વળી વિવિધ દષ્ટાંતો દ્વારા આત્માને સિદ્ધ કરી શકાય.
સત, ચિત અને....
૯૧
Page #103
--------------------------------------------------------------------------
________________
આમ તો આત્માનું તત્ત્વ ઘણું ગહન છે. વેદો અને જૈનશાસ્ત્રોમાં તેના સ્વરૂપનું નિષેધાત્મક રૂપથી વર્ણન કરવામાં આવ્યું છે, કે આત્મા આ નથી, આત્મા આવો નથી વગેરે. પરંતુ અંતમાં તો તે અમૂર્ત વસ્તુનું શબ્દોથી વર્ણન કરીને પ્રત્યક્ષ અનુભવ નથી કરાવી શકતું તેથી તેમણે આત્મા અંગે ઘોષણા કરી – નેતિ નેતિ. (આ નથી, આ નથી.)
આપણું મન અને વાણી પણ આત્માનો પાર નથી પામી શકતાં. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે –
"आश्चर्यवत्यपश्यति कश्चिदेनमाश्चर्यवद् वदति तथैव चान्यः ।। आश्चर्यवज्जैनमन्यः श्रृणोति, श्रुत्वाऽच्येनं वेद न चैव कश्चित् ॥"
“આ ચિદાનંદ આત્માના બાહ્ય અને આંતરિક (અત્યંતર) સ્વરૂપને ઘણાં આશ્ચર્યની દૃષ્ટિએ જુએ છે. ઘણાં એ બાબતમાં વાણીથી આશ્ચર્ય પ્રગટ કરે છે. ઘણાં એનાં વર્ણનને આશ્ચર્યચકિત થઈને સાંભળે છે, પરંતુ સાંભળીને પણ એના સાચા સ્વરૂપને જ્ઞાની સિવાય કોઈ જાણી શક્યું નથી.”
આવા ગહન આત્મતત્ત્વને મારી બુદ્ધિ અને સંયમ અનુસાર સમજાવવા અને સિદ્ધ કરવા કોશિશ કરું છું.
સર્વપ્રથમ તો “આત્મા નથી' આ કથન જ આત્માને સિદ્ધ કરે છે, જેમ કે એક માણસને અંધકારમાં દોરડું સાપ જેવું લાગે છે. આ પ્રકારની ભ્રાંતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે આ જગતમાં સાપનું અસ્તિત્વ હોય. જો દુનિયામાં સાપનું ક્યાંય અસ્તિત્વ જ ન હોત તો સાપની ભ્રાંતિ થાય કેવી રીતે ? જેણે જળ જોયું છે, તે જ મૃગજળમાં જળની કલ્પના કરી શકે છે. જેણે કદી જળ જોયું જ ન હોય, એવી વ્યક્તિ મૃગજળમાં જળની કલ્પના કેવી રીતે કરી શકે ? એ જ રીતે “આત્મા નથી' એ કલ્પના પણ ત્યારે જ થઈ શકે, જ્યારે જગતમાં ક્યાંય ને ક્યાંય આત્માનું અસ્તિત્વ હોય. જો આત્માનું અસ્તિત્વ જ ન હોત, તો એનું નામ જ ક્યાંથી આવતી ? અને તેના નિષેધની આવશ્યકતા શા માટે ઊભી થાત ? પરિણામે આત્માનો નિષેધ જ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. આત્માના અસ્તિત્વના સ્વીકારનું બીજું કારણ એ છે કે જેટલાં
રત્નત્રયીનાં અજવાળાં
૯૨
Page #104
--------------------------------------------------------------------------
________________
સમાસરહિત પદ હોય છે, તેમના વાચ્ય પદાર્થ આ જગતમાં જરૂર હોય છે, પરંતુ જે પદ સમાસયુક્ત હોય છે એના વાચ્ય પદાર્થ કદાચિતું નથી પણ હતા.
ઉદાહરણ તરીકે શશશ્ચંગ કે આકાશપુષ્પ આ બંને પદ સમાસયુક્ત છે. આ સામાસિક પદોના વાચ્ય પદાર્થ કોઈ નથી, પરંતુ જ્યારે એ બંને પદોને અલગ કરવામાં આવે તો તે મળે છે. શશ એટલે સસલું. શૃંગ એટલે શીંગડું. આ બંને જગતમાં જોવા મળે છે. આ રીતે આકાશ અને પુષ્ય બંને જગતમાં છે, પરંતુ “આત્મા' પદ તો સમાસરહિત છે, તેનો વાચ્ય આત્મા નામનો પદાર્થ અવશ્ય હોવો જોઈએ, તેથી હાથી, ઘોડો વગેરે અસામાજિક જેટલા પણ શબ્દ છે તેમના વાર્થોનું અસ્તિત્વ સિદ્ધ છે, તો પછી આત્મા નામના એકલા અસામાસિક પદના વાચ્ય પદાર્થનું અસ્તિત્વ અવશ્ય સિદ્ધ થશે.
જ્ઞાતા અને દ્રષ્ટા
હવે લો આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે પુરાવો. આત્માની બાબતમાં પ્રથમ સાબિતી તો સ્વાનુભવ જ છે. જ્યારે તમે એમ કહો. છો કે “હું છું', “હું અમુક છું ત્યારે એમ કહેનાર કોણ છે ? આત્મા જ છે ને ! આત્મા સ્વયં જ પોતાના અસ્તિત્વનો સાક્ષી છે. | તમે વિચાર કરો કે તમે સ્વયં શું છો ? જડ છો કે ચેતન ? જો તમે જડથી ભિન્ન-ચેતન છો, તો તમારું પોતાનું સ્વરૂપ શું છે? શું તમે હાડકાં, માંસ, ચામડી, લોહી, મજ્જા કે શરીર અથવા શરીરના કોઈ અંગોપાંગના રૂપમાં છો ? કે પછી તમારું પોતાનું સ્વરૂપ આ બધાથી નિરાળું છે ? એ અગાઉ સિદ્ધ થયું છે કે આત્મા આ બધાથી નિરાળો છે, આ બધાનો જ્ઞાતા-દ્રષ્ટા છે.
અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. કોઈ કહે કે અમે તો આત્માને પ્રત્યક્ષ બતાવો, તો જ માનીશું.
પ્રદેશી નામનો રાજા નાસ્તિક અને નિર્દય હતો. આત્માની વાતો કરનારા લોકોને તે પ્રત્યક્ષ દેખાડવાનું કહેતો. એ જીવિત શરીરને ટુકડે-ટુકડા કરીને જોતો કે તેમાં કોઈ આત્મા નામનો પદાર્થ છે કે નહીં ! આ રીતે આત્માનો સ્વીકાર કરનારા સહુને નિરુત્તર કરી દેતો હતો, કારણ કે - સત, ચિત અને.. |
ક
Page #105
--------------------------------------------------------------------------
________________
આત્મા ચર્મચક્ષુથી જોઈ શકાય તેવો કોઈ મૂર્ત કે ધૂળ પદાર્થ નથી. કાનથી અવાજ સાંભળી શકાય, નાકથી એને સુંઘી શકાય કે જીભથી એને ચાખીને એના સ્વાદનો અનુભવ કરી શકાય કે સ્પર્શ કરીને તેનો અનુભવ કરી શકાય તેવું નથી, પરંતુ કેશીશ્રમણ મુનિએ પ્રદેશી રાજાને વિવિધ યુક્તિઓ અને પુરાવાઓથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું. તેમની યુક્તિઓ અને પુરાવાઓ આગળ પ્રદેશ રાજા નિરુત્તર થઈ ગયો અને નમ્ર ચરણસેવક બનીને સદ્ધર્મમાં રત થઈ ગયો.
અમૂર્ત વસ્તુને પ્રત્યક્ષ જોવાની હઠ કરનારને કહેવું જોઈએ કે, તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને તમારા મગજમાંથી બહાર કાઢીને અમને પ્રત્યક્ષ બતાવો. તેઓ કદાપિ બતાવી શકશે નહીં, કારણ કે જ્ઞાન અમૂર્ત વસ્તુ છે, તે આંખોથી જોઈ નથી શકાતું. માત્ર અમૂર્ત વસ્તુ જ કેમ, કેટલીક સ્કૂળ વસ્તુઓ પણ આંખોથી જોઈ શકાતી નથી. જેમ કે હવા, વીજળી વગેરે વસ્તુઓ સ્થૂળ હોવા છતાં તેને આંખોથી જોઈ શકાતી નથી. માત્ર હવાનું કાર્ય દેખાય છે અને એની લહરીનો સ્પર્શ પણ થાય
વીજળીના કાર્ય-પ્રકાશ, ગરમી, યંત્રચાલન વગેરે દેખાય છે અને તેના પરથી વીજળી હોવાનું અનુમાન થઈ શકે છે, આથી ધર્મશાસ્ત્રમાં કહ્યું –
"पुष्पै गन्धं तिले तैलं काष्ठेऽग्नि पयसि घृतम् ।
इक्षौ गुडं तथा देहे पश्याऽत्मानं विवेकतः ॥" “જેવી રીતે ફૂલમાં સુગંધ, તલમાં તેલ, કાષ્ઠમાં આગ, દૂધમાં ઘી અને શેરડીમાં ગોળ દેખાતો નથી, તેનું અસ્તિત્વ છુપાયેલું રહે છે, તેવી જ રીતે શરીરમાં છુપાએલા આત્માનું અસ્તિત્વ પણ વિવેકથી જાણવું જોઈએ.”
કાર્યને જોઈને તેના કારણનું અનુમાન કરી શકાય, કારણ કે જગતમાં કોઈ પણ કાર્ય કારણ વિના થઈ શકતું નથી. આત્માનું કાર્ય જ્ઞાન છે, કારણ કે ઘટ, પટ આદિ વસ્તુઓ અને ઈદ્રિયોના વિષયોને જાણનાર જ્ઞાન જ છે અને તે આત્માની સાથે અભિન્ન છે. જ્ઞાન આત્માનો પોતાનો ગુણ છે તેથી તે આત્માથી કદી અલગ થઈ શકતો નથી. જો જ્ઞાન આત્માથી અલગ થઈ જાય તો આત્મા જડ થઈ જાય, એટલે જ્ઞાનરૂપ કાર્યને જોઈને તે જ્ઞાનના કારણરૂપ આત્માના અસ્તિત્વનું અનુમાન થાય ૯૪
"રત્નત્રયીનાં અજવાળાં
Page #106
--------------------------------------------------------------------------
________________
છે કે આત્મા અવશ્ય છે, કારણ કે તેનું કાર્ય જ્ઞાન-ઉપલબ્ધિનું છે.
જ્ઞાન આત્માનો ધર્મ છે. જ્યારે જ્ઞાનરૂપી ધર્મની પ્રાપ્તિ થાય છે તો તેના ધર્મી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે, કારણ કે ધર્મ ધર્મીથી કદી જુદા હોતા નથી. જ્યાં ધર્મ હશે ત્યાં ધર્મી પણ રહેશે, એટલે કે જ્ઞાનરૂપ ધર્મની ઉપલબ્ધિ હોવાથી તેનો ધર્મી આત્મા અવશ્ય હોવો જોઈએ.
જ્ઞાન તો સ્વસંવિદિત છે, એટલે કે જ્ઞાન પોતાની જાતને જાણે છે. જો એ પોતાને જાણે, તો પોતાના ધર્મીને પણ જાણતું હોય. આ રીતે આત્મા સ્વસંવિત્ પ્રત્યક્ષ થશે.
લીલા રંગની મને જાણકારી થઈ.” એવું કહેનાર વ્યક્તિને લીલા રંગના ગુણની સાથોસાથ લીલા રંગના ગુણ જે વસ્તુમાં છે, તે ગુણની પણ જાણકારી થાય છે, કારણ કે ગુણ અને ગુણીનો સંબંધ અભિન્ન છે.
આમ આત્માનો જ્ઞાન-ગુણ સ્વસંવિથી પ્રત્યક્ષ હોવાથી ગુણી આત્મા પણ અનુમાનથી સિદ્ધ થાય છે. આ જ રીતે એક આ અનુમાન પ્રમાણ પણ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે કે વિવિધ શરીર આત્મા વિના બની શકતાં નથી. કારણ કે આત્મા જ વિવિધ કર્મબંધનોથી લિપ્ત થઈને વિવિધ શરીર ધારણ કરે છે.
જડ વસ્તુ શરીર બનવાનું કારણ બનતી નથી. જો જડ વસ્તુઓમાં શરીર બનવાનું કે બનાવવાનું સામર્થ્ય હોત, તો મૃતદેહ દેહ કેમ નથી બનાવતું ? અથવા પથ્થર, ઈટ, લોઢું વગેરે જડ પદાર્થ પણ શરીર કેમ નથી બનાવતાં ? આનાથી સિદ્ધ થાય છે કે આત્મા છે, કારણ કે તે શરીર બનાવવાનું કારણ છે. શરીરરૂપી કાર્યને જોઈને આત્મારૂપી કારણનું અનુમાન આપોઆપ થઈ જાય છે. શરીરને જોઈને શરીરને બનાવનારનું અનુમાન થાય છે. તે આત્મા જ છે. અનુમાન અને આગમ
નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિને પણ-અનુમાન પ્રમાણનો આધાર લેવો પડે છે. નાસ્તિકે પોતાના પરદાદાને જોયા નથી, પરંતુ તે પોતે છે, તેથી તેના પિતા, પિતામહ, પ્રપિતામહ પણ અવશ્ય હોવા જોઈએ, એવા અનુમાન પ્રમાણથી એના પરદાદાને એણે માનવા પડે છે. ક્યાંક રાત્રે વરસાદ પડવાથી જમીન ભીની થઈ ગઈ હોય, પરંતુ નાસ્તિકે વરસાદ
સત, ચિત અને...
૯૫
Page #107
--------------------------------------------------------------------------
________________
વરસતો જોયો ન હોય. સવારમાં એ નાસ્તિક ઘરની બહાર નીકળે અને જમીન ભીની જુએ, તો તરત જ અનુમાન કરશે કે અહીંયાં રાત્રે સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હશે, કારણ કે જમીન હજી ય ભીની છે. તો આત્મા જેવા અમૂર્ત અને અતીન્દ્રિય પદાર્થને અનુમાન પ્રમાણથી માનવામાં એને શું વાંધો છે?
આગમપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. સર્વજ્ઞ, વીતરાગ મહાપુરુષ આમ કહેવાય છે. તેમનાં વચન આગમપ્રમાણ કહેવાય છે. આપ્તપુરુષોનાં વચન શાસ્ત્રોમાં અંકિત છે. તેના પર અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી. તેમણે શાસ્ત્રોમાં આત્માનું વર્ણન કર્યું છે.
જો કોઈ નાસ્તિક કહે કે અમે તો આગમપ્રમાણને માનતા નથી, તો એમને એમ પૂછવામાં આવે કે તમે લૌકિક વ્યવહારમાં પોતાના પિતા, માતા, મોટા ભાઈ વગેરે હિતેચ્છુ વ્યક્તિઓનાં વચનોને પ્રમાણ માનીને ચાલો છો કે નહીં ? અદાલતમાં શાહુકારના ચોપડાને પ્રમાણ માનવામાં આવે છે, તો તેમને નિઃસ્પૃહ પરમકરૂણાશીલ, એકાંતહિતૈષી, આમ વીતરાગી મહાપુરુષો દ્વારા વર્ણવેલાં શાસ્ત્રોનું પ્રમાણ માનવામાં શું વાંધો હોઈ શકે ?
એક વૈજ્ઞાનિકને નવી શોધ કરતાં પૂર્વે અગાઉના વૈજ્ઞાનિકોએ સ્થાપેલો સિદ્ધાંત કે પદ્ધતિને પ્રત્યક્ષ ન હોવા છતાં પ્રમાણભૂત માને છે, તો પછી આગમમાં વર્ણવેલા સિદ્ધાંતો અને વચનોને પ્રમાણભૂત માનવામાં શું વાંધો ?
કોઈ એવો સવાલ કરે કે ભૂતકાળમાં કોઈને આત્માની ઉપલબ્ધિ થઈ હતી, એવું માનવા માટે આધાર શું? એનો ઉત્તર એ છે કે જો કોઈ મહાત્માએ ભૂતકાળમાં આત્માની શોધ ન કરી હોત તો શાસ્ત્રોમાં આત્માનું વર્ણન જ કેવી રીતે આવત? એ સાચું છે કે વિભિન્ન શાસ્ત્રોમાં આત્મા અને તેના સાક્ષાત્કારનું વર્ણન ભિન્ન ભિન્ન પ્રકારનું મળે છે, પરંતુ આ ભેદ તો વિવરણની બાબતમાં છે, મૂળ વસ્તુ એવા આત્માની સત્તાના વિષયમાં તો કોઈ બે મત નથી. આથી સ્પષ્ટ છે કે વિભિન્ન શાસ્ત્ર આત્માના અસ્તિત્વને સ્વીકારે છે ને તેની અનુભૂતિનું પણ વર્ણન કરે છે. આમ આગમપ્રમાણથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
સત, ચિત અને આનંદ - હવે આપણે આત્માની ઓળખની રીત જોઈએ. કોઈ વસ્તુનાં લક્ષણોથી
કર રત્નત્રયીનાં અજવાળાં
Page #108
--------------------------------------------------------------------------
________________
તેની ઓળખ થાય છે. લક્ષણ એક પ્રકારનો અસાધારણ ધર્મ હોય છે, જે તે વસ્તુ સિવાય બીજી વસ્તુઓમાં હોતો નથી. આત્માનું લક્ષણ શાસ્ત્રમાં સત્, ચિત્ અને આનંદ.
બતાવ્યું છે સત્નો અર્થ છે જેનો ત્રણેય કાળમાં નાશ ન થાય. જ્યારે જ્યારે જોઈએ ત્યારે તેનું એનું એ જ સ્વરૂપ દેખાય, તેમાં કશો વધારોઘટાડો ન થાય, તે સત્ છે. આત્મા સત્ એટલે કે સ્વરૂપની દૃષ્ટિએ હંમેશાં એક સરખો જ હોય છે. તે અવિનાશી છે. આત્મા જેટલા પ્રદેશ(વિસ્તાર)વાળો છે, તેમાંથી એક પણ વિસ્તાર ક્યારેય વધુ કે ઓછો ોતો નથી. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સ્વરૂપની દૃષ્ટિએ સમાન રૂપમાં રહે છે.
-
-
કોઈ કહે કે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થાઓ જેવી અવસ્થાઓ દેખાય છે, ત્યારે આત્માના રૂપમાં પણ પરિવર્તન થાય છે, એટલે તે સત્ કેવી રીતે કહેવાય ? આનો ઉત્તર એ છે કે આ પરિવર્તનની સૂચક એવી ત્રણ અવસ્થાઓ શરીરની છે, આત્માની નથી. આમ છતાંય કોઈ એમ કહે કે આ પરિવર્તન આત્માનું છે, તો એની શંકાનું સમાધાન એ કે જ્યારે એ વ્યક્તિ એમ કહે કે હું બાળક હતો, હું યુવક બન્યો, હું વૃદ્ધ છું, ત્યારે આ ત્રણેય અવસ્થાઓમાં તમે જેને ‘હું' કહો છો, તે તો પ્રત્યક્ષ છે. જો આત્મા બદલાતો રહ્યો હોત તો ત્રણેય અવસ્થાઓમાં તેને આ પરિવર્તનની જાણ જ ન થાત. પરિણામે સ્પષ્ટ થાય છે કે આ ત્રણે અવસ્થાઓમાં ‘હું' બદલાયો નથી. પરંતુ તેણે ત્રણેય અવસ્થાઓમાં, ઉપસ્થિત રહીને પરિવર્તન નિહાળ્યું છે, તેથી જે સ્વયં બદલાતો નથી. પરંતુ શરીરમાં આવતી અવસ્થાઓના પરિવર્તનનો અનુભવ કરે છે, તે આત્મા છે.
www
આત્મા એક દેહનો ત્યાગ કરીને બીજા દેહમાં જાય છે, એક યોનિમાંથી બીજી યોનિમાં ગમન કરે છે તેમ છતાં તેનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. તેના વિસ્તારની સંખ્યા એટલી ને એટલી જ રહે છે. દેહ બદલાય, પણ આત્મા નહીં. આથી આત્મા શબ્દની વ્યુત્પત્તિ આવી કરી છે
"अतति सततं गच्छतीति आत्मा"
જે નિરંતર પોતાના સ્વરૂપમાં ગમન કરતો રહે છે તે આત્મા છે.' ' સત્, ચિત્ અને....
Co
Page #109
--------------------------------------------------------------------------
________________
આત્માનો વૈભાવિક – ઉપાધિજન્ય ગુણ બદલાય છે, કિંતુ આત્માના સ્વાભાવિક ગુણ બદલાતા નથી.
આત્માનું બીજું રૂપ ચિત્ છે. ચિત્ દ્વારા આત્માના અસાધારણ રૂપની જાણ થાય છે. જે સ્વયં પ્રકાશમાન છે, તેને પ્રકાશિત કરવા માટે બીજા કોઈની સહાયતાની આવશ્યકતા નથી. આત્મા સૂર્યથી પણ અધિક પ્રકાશમાન છે. ઉત્કૃષ્ટ સાધના કરનાર આ રહસ્યને પામી શકે છે.
સૂર્યને આત્મા જોઈ શકે છે, પરંતુ સૂર્ય આત્માને નથી જોઈ શકતો. વાસ્તવમાં નેત્રોમાં જોવાની શક્તિ નથી, તે શક્તિ તો આત્માની છે,
જ્યારે નેત્ર તો કારણ માત્ર છે. ચિત્ (જ્ઞાન) આત્મા સિવાય કોઈ પદાર્થમાં હોતું નથી.
ત્રીજું રૂપ છે આનંદ. જેમાં દેશ, કાળ અને વસ્તુથી બાધા ન થતી હોય, જે અનુકૂળ-સંવેદનરૂપ હોય, તે આનંદ છે. આમ તો ઈદ્રિયોથી આનંદનો ખ્યાલ આવે છે, પરંતુ પૂર્ણ આનંદ તો ઈદ્રિયોથી પર છે. મીઠાઈ ખાનારો એમ કહે કે મીઠાઈમાં ભારે આનંદ છે, તો પછી માંદગીમાં કેમ મીઠાઈ ખાવામાં આનંદ આવતો નથી ? તેથી સ્પષ્ટ છે કે આનંદ મીઠાઈમાં નહીં, આત્મામાં છે. પાપકર્મોનાં કારણે આત્મા પર આવરણ આવી જાય છે. પાપકર્મો દૂર થવાથી આત્મા સાચા આનંદનો અનુભવ કરી શકે છે.
આમ સત, ચિત અને આનંદ એ ત્રણ આત્માના અસાધારણ ધર્મ છે. આ અસાધારણ ધર્મો પરથી ધર્મી આત્માની ઓળખ કરી શકાય છે.
આત્માનો વિચાર અત્યંત ગહન છે. આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાં તે પોતાની શક્તિઓના ખજાનાને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ ખેડે છે. તમે પણ આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને સમજીને તેની સાધના કરશો તો તમારા જીવનને પરમાત્માની નિકટ લઈ જઈ શકશો.
સ્થળઃ ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, શ્રાવણ સુદ ૪, શનિવાર
T
૯૮
રત્નત્રયીનાં અજવાળાં
દ
Page #110
--------------------------------------------------------------------------
________________
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
આત્માના ઉદ્ધાર વિશે થોડી વિચારણા કરીએ. આત્માના ઉદ્ધારની વાત સાંભળીને તમારા મનમાં કદાચ એ શંકા જાગે કે આત્મા તો શુદ્ધ, બુદ્ધ, નિરંજન, જ્ઞાનસ્વરૂપ છે, તો પછી એના ઉદ્ધારની જરૂર શી? જૈનદર્શન નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિથી વસ્તુને ચકાસે છે. આત્મા શુદ્ધ, બુદ્ધ અને જ્ઞાનમય હોવાની વાત નિશ્ચયર્દષ્ટિથી તો સાચી છે, પરંતુ વ્યવહારષ્ટિથી આ આત્મા પોતાની જાતને ભૂલીને શરીર અને શરીર સાથે સંબંધિત અન્ય વસ્તુઓ ઉપર આસક્ત થતો રહેશે ત્યાં સુધી કર્મબંધનમાં બંધાતો રહેશે. પોતાની શુદ્ધતા અને જ્ઞાનપણા પર આવરણ નાખતો રહેશે, એટલે જ આત્માના ઉદ્ધારની અનિવાર્યતા છે. એક વિચારકે આત્માને સંબોધીને કહ્યું છે - देहं विमुझ कुरुषे किमचं न वेत्सि,
देहस्व एव भजसे भवदुःखजालम् । लोहाश्रितोऽपि सहते घनघातमग्नि
बाधा न तेऽस्य न च भो वदनाश्रयत्वे ॥ .
-“હે આત્મન ! તું દેહ પર મોહિત થઈને પાપ કરે છે. શું તું એ નથી જાણતો કે તું શુદ્ધ, ચિદાનંદમય હોવા છતાં પણ દેહમાં રહીને
જન્મમરણનાં દુઃખ સહી રહ્યો છે ? જેમ પવિત્ર આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
Page #111
--------------------------------------------------------------------------
________________
અગ્નિને લોઢાની સાથે રહેવાથી ઘણના ઘા સહન કરવા પડે છે, તેવી રીતે શરીર આશ્રિત હોવાથી દુખના આઘાત તારે સહન કરવા પડે છે, પણ તને કંઈ વાંધો આવતો નથી.”
હે આત્માનું ! શરીર તારી અત્યંત નિકટ છે. તારો ઉપકારી અને સહાયક પણ છે. તું એનું પાલન-પોષણ કરીને પુષ્ટ બનાવે છે. આને પરિણામે શરીર સાથે તારે એટલી બધી નિકટતા સધાઈ ગઈ કે તું પોતાની જાતને શરીર જ સમજવા લાગ્યો છે, પરંતુ તે એ નિશ્ચિતપણે સમજી લે કે એક દિવસ આ સ્થૂળ શરીર અહીં પડ્યું રહેશે અને તું બીજે ચાલ્યો જઈશ. જેવી રીતે તલવારથી મ્યાન, ઘડાથી ઘી, તેલની શીશીથી તેલ જુદાં છે, એ જ રીતે તું પણ શરીરથી ભિન્ન છે. શરીર રૂપી છે, જ્યારે તું અરૂપી છે. શરીર જડ છે, તો તું ચેતન છે. જો તું શરીરથી ભિન્ન છે, તો શરીરના મોહમાં ફસાઈને અનેક પ્રકારનાં પાપકર્મ કરીને હાથે કરીને દુઃખ અને બંધનમાં શા માટે પડે છે? એટલે આચાર્ય અમિતગતિએ પરમાત્માને પ્રાર્થના કરતાં કહ્યું –
"शरीरतः कर्तुमनतशक्ति विभित्रमात्मानमपास्तदोषम् ।। जिनेन्द्र ! कोषादिव खङ्गयष्टिं तव प्रसादेन ममास्तु शक्ति ॥"
“હે વીતરાગ પ્રભુ ! જેમ માનથી તલવારને જુદી કરવામાં આવે છે, તેવી રીતે આપની કૃપાથી મારામાં એવી શક્તિ જાગે કે હું આ શરીરથી મારા અનંત શક્તિમાન વિશુદ્ધ આત્માને જુદો કરી શકે.” બંધનના નિર્માતા અને દુઃખોનો જનક
સવાલ એ જાગે છે કે આ આત્માને બંધન અને દુઃખમાં નાખનાર છે કોણ ? હકીકતમાં આ બંધન અને દુઃખનો સર્જક કે એને માટે જવાબદાર આત્મા સ્વયં છે. પોતાના અજ્ઞાનને કારણે સ્થૂળ અને નિર્જીવ પદાર્થોના ચક્કરમાં પડીને શરીરની બાહ્ય ચમકદમકમાં ફસાઈને સ્વયંને બંધન અને દુઃખમાં નાખે છે, આથી જ કહ્યું છે –
संयोगमूला जीवेन प्राप्ता दुःखपरंपरा । આત્માની આ દુઃખની પરંપરા સંયોગમૂલક છે. મિથ્યાજ્ઞાનને કારણે આત્મા પોતે જ મોહ પામીને સ્વયં દુઃખનું નિર્માણ કરે છે. પોતાના બંધનનો નિર્માતા એ પોતે જ છે. અજ્ઞાનવશ આત્મા દુઃખના નાશ માટે ૧૦૦
રત્નત્રયીનાં અજવાળાં
ક
Page #112
--------------------------------------------------------------------------
________________
જે પરપદાર્થોને સુખજનક માનીને સંયોગ કરે છે, એ પ્રયત્નમાંથી અનેક દુઃખ ઊગી નીકળે છે. આ પ્રકારે દુ:ખોની દીર્ઘ પરંપરા સર્જાય છે.
અજ્ઞાની આત્મા રેશમના કીડા જેવો છે. રેશમનો કીડો પોતાના મોંમાંથી જ તાંતણો કાઢીને કોષનું નિર્માણ કરે છે અને થોડા સમય પછી પોતે જ એની અંદર પુરાઈ જાય છે. કરોળિયાની જેમ કર્મોની મહાજાળ આત્મા મિથ્યાજ્ઞાનને કારણે પોતાની ચારે બાજુ ગૂંથે છે અને આ મિથ્યાજ્ઞાનના કારણે જ આત્માને એવું પ્રતીત થાય છે કે હું બદ્ધ છું અને તેથી તે સહાયતા માટે ચીસો પાડે છે. આ સમયે એને એવો ખ્યાલ આવતો નથી કે સહાયતા બહારથી નથી મળવાની, તે તો અંદરથી જ પ્રાપ્ત થશે.
જંગલમાં જઈને પોપટ પકડનારા એક ચકરડી લગાવે છે. પોપટ આવીને તેના પર બેસે કે તરત ચકરડી ઘૂમવા માંડે છે. આ સમયે પોપટ એમ વિચારે છે કે જો હું ચકરડી છોડી દઈશ, તો પડી જઈશ, આથી તે વધુ ચુસ્ત રીતે ચકડીને પકડે છે અને એથી ચકરડી પણ વધુ ને વધુ વેગથી ઘૂમવા માંડે છે. જો પોપટ પોતાની પાંખોના બળે ચકરડીને છોડી દે, તો તે ઊડી શકે અને ચકરડી પણ ફરતી બંધ થઈ જાય, પરંતુ પોપટ પોતાની પાંખોની શક્તિને ભૂલીને ચકરડી પર બેઠો-બેઠો હાય-હાય કરે છે અને પરિણામે તે બંધનમાં ફસાઈ જાય છે.
અજ્ઞાની આત્માની બરાબર આવી જ હાલત છે. ચકરડીની જેમ ઘૂમી રહેલો આત્મા સંસાર અને સંસારના પરપદાર્થોને પકડીને તેની સાથે એ ખુદ ચક્કર-ચક્કર ઘૂમવા લાગે છે.
આ આત્મા પોતાની જ્ઞાન-દર્શનરૂપી પાંખોની શક્તિ વીસરી જઈને એ જ વિચારે છે કે જો સંસાર કે પરપદાર્થોને છોડી દઈશ, તો મારો સઘળો આનંદ લૂંટાઈ જશે. હું દુઃખની ઊંડી ખીણમાં પડી જઈશ, આથી જેમ જેમ સંસાર અને પરપદાર્થો ફરે છે, તેમ તેમ તે આત્મા તેને વધારે જોરથી પકડી રાખે છે. આત્મા પેલા પોપટના જેવા જ ભ્રમમાં ડૂબેલો છે. આ આત્મા પોતાના જ્ઞાનબળને કામે લગાડીને સંસાર અને પરપદાર્થોરૂપી ચકરડીનો સંયોગ છોડી દે, તો તેને કર્મજાળનાં બંધનમાં ફસાવું પડતું નથી. આત્મા યથાર્થપણે સમજી લે કે મારા ઘૂમવાથી જ સંસાર અને પરપદાર્થો ફરે છે, ત્યારે તેનું ભ્રમણ બંધ થાય છે, પરંતુ આત્મા તો
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૦૧
Page #113
--------------------------------------------------------------------------
________________
સંસાર અને પરપદાર્થોને જ આના દોષી ઠરાવે છે. તે એટલું વિચારતો નથી કે આ સંસાર અને આ પરપદાર્થોને કોણે પકડી રાખ્યા છે?
એક વ્યક્તિએ થાંભલો પડી લીધો અને પછી પોતાના ગુરુને બૂમો પાડવા લાગ્યો, “ગુરુજી ! આ થાંભલો મને છોડતો નથી.”
ગુરુએ કહ્યું, “ભલા માણસ ! થાંભલાને તેં પકડી રાખ્યો છે કે થાંભલાએ તને ? થાંભલાને તે પોતે પકડેલો છે. એને તું છોડી દે તો તું છૂટી જઈશ.”
આ રીતે અજ્ઞાની જીવ કહે છે કે અમને અમુક પદાર્થોએ પકડી રાખ્યા છે, પરંતુ એમણે વિચારવું જોઈએ કે બીજા કોઈએ નહીં, બલ્ક એમણે પોતે જ તેને પકડેલા છે ! જો એ પોતે એને છોડી દેશે, તો જરૂર સુખશાંતિ સાંપડે. કર્મબંધનથી ભવભ્રમણ
પરપદાર્થોના ચકરાવામાં આ આત્માએ વારંવાર પોતાને નરક અને તિર્યંચના બંધનોમાં નાખ્યો છે. એને આસક્તિવશ થઈને અનંત વાર નરકની યાતના ભોગવી છે. હવે ક્યાં સુધી નરક અને તિર્યંચમાં ભવફેરા ફર્યા કરશો? કઈ રીતે આત્મા પોતે જ કર્મબંધનમાં ફસાય છે તેનું એક દૃષ્ટાંત જોઈએ :
સોળ શણગાર સજીને એક વેશ્યા બજારમાંથી પસાર થઈ રહી છે. તેને જોઈને જો કોઈના ચિત્તમાં વિકારભાવ જાગે તો તે સ્વયં કર્મબંધન બાંધે છે, પણ એ સમયે પોતાનું જ્ઞાનબળ લગાવીને આત્મા તે વેશ્યાને વિકારદષ્ટિને બદલે માતૃભાવથી જુએ અથવા વિરક્તભાવથી નીરખે તો એ પોતાનાં કર્મબંધન પોતાની જાતે જ જરૂર તોડી શકે છે. વેશ્યા પોતે તો કર્મબંધન બાંધનારી કે તોડનારી નથી. એ તો આત્માની પોતાની ચિત્તવૃત્તિ પર નિર્ભર છે. કર્મબંધન કરાવવામાં વેશ્યા જેવી રીતે નિમિત્ત બની શકે છે, તેવી રીતે એને છોડાવવામાં પણ નિમિત્ત થઈ શકે છે.
જગતના સામાન્ય માનવીઓ એમ માને છે કે વેશ્યા એ તો નરકનું દ્વાર છે. એ વ્યભિચારમાં અને નાગચૂડ જેવા મોહમાં ફસાવનારી છે, પરંતુ જ્ઞાનવાન આત્મા તો જેમ સ્કૂલિભદ્ર મુનિએ કોશા વેશ્યાને પોતાના કર્મનાશનું કારણ બનાવી, તેવી રીતે વેશ્યાને કર્મનાશનું કારણ બનાવે છે. ૧૦૨
રત્નત્રયનાં અજવાળાં
Page #114
--------------------------------------------------------------------------
________________
આત્માના સહજ ગુણો અને સ્વરૂપને ભૂલીને અજ્ઞાન અને મોહવશ શરીરમાં ગાઢ આસક્ત થયેલો આત્મા પણ જ્ઞાનબળનું નિમિત્ત પામીને કર્મબંધનમાં પડવાને બદલે કર્મનો નાશ પણ કરી શકે છે. એક સાંસારિક ઉદાહરણ જોઈએ –
સુંદરીના રૂપ પર મોહિત થયેલો એક માનવી અહર્નિશ તેનું જ ચિંતન કરવા લાગ્યો. દરેક વખતે એનું ધ્યાન તેનામાં જ રહેતું હતું. એ
ક્યારે મળે અને ક્યારે હું મારી પ્રેમિકાને મળીને મારા મનની ઈચ્છા પૂરી કરું, આ જ વિચાર સતત તેના ચિત્તમાં ચાલ્યા કરતો. તેની પડોશમાં એક વિચારશીલ સદાચારિણી બહેન રહેતી હતી. આ પુરુષની આવી વ્યાકુળ દશાનું કારણ પારખી લીધું. તે સદાચારી બહેને વિચાર્યું,
“આ માનવી પેલી નારીના શરીર પર આસક્ત થઈને સ્વયં તો ડૂબશે જ, કિંતુ પેલી નારીને પણ ડુબાડશે. આત્માનો એને સહેજે ખ્યાલ નથી, તેથી તેને યુક્તિથી સમજાવીને પાપકર્મમાંથી ઉગારવો જોઈએ.”
તે બહેન પેલા કામાંધ પુરુષના ઘેર જઈને કહેવા લાગી, “ભાઈ ! તું ચિંતામાં ને ચિંતામાં પાતળો કેમ થતો જાય છે ? હું તારા મનની વાત જાણી ગઈ છું. જો તું મારું કહ્યું માને તો તારો એ સ્ત્રી સાથે મેળાપ કરાવી શકું તેમ છું.”
આ સાંભળતાં જ એ ચમકી ઊઠ્યો અને બોલ્યો, “ઓહ ! તમે મારા મનની વાત કઈ રીતે જાણી ગયાં ? શું મને એનો મેળાપ કરાવી આપશો ?”
એ બોલી, “તમારી ચેષ્ટાઓ પરથી તમારા મનનું પ્રતિબિંબ જોયું છે. ફિકર ન કરો, મારા કહ્યા મુજબ ચાલશો તો જરૂર એક દિવસ તમને હું એની સાથે મેળવી આપીશ.” કામી પુરુષની મૂંઝવણ હળવી થઈ. તેણે વિચાર્યું, “સામે ચાલીને મફતમાં આવી દૂત મળી જાય, તો એનું કહ્યું માનવામાં મને વાંધો શું હોય ? કામાંધ પુરુષે એ બહેનને કહ્યું, “જો તમે મારું આ કામ કરી આપશો તો હું તમારા પર મારું તન-ધન સર્વસ્વ ન્યોછાવર કરી દઈશ. તમે જ કહેશો, તે હું માનીશ.”
“ભલે !” આટલું કહીને તે બહેન ચાલી ગઈ. બીજા દિવસે તે ફરી આવી અને તે પુરુષને કહ્યું, “ચાલો ભાઈ !” આત્મોદ્ધારનું અમૃતતત્વ
૧૦૩
Page #115
--------------------------------------------------------------------------
________________
તે પુરુષે વિચાર્યું કે, “કામ થઈ રહ્યું છે, તો વિલંબ શા માટે કરવો જોઈએ?' ટાપટીપ કરીને આનંદભેર તે પેલી બહેન સાથે ચાલી નીકળ્યો. એ સ્ત્રી અને એક દવાખાનામાં લઈ ગઈ, જ્યાં અનેક દર્દીઓ પર ઓપરેશન થતાં હતાં અને કેટલાંયના શરીરમાંથી લોહી તો કેટલાંયના શરીરમાંથી પરુ નીકળતું હતું. કોઈનાં કાપવામાં આવેલાં અંગો સડી રહ્યાં હતાં. દુર્ગધથી નાક ફાટી રહ્યું હતું.
આ જુગુપ્સાકારક દૃશ્ય જોઈને તે પુરુષ બોલી ઊઠ્યો, “તમે મને આવી જગાએ કેમ લઈ આવ્યાં ? દુર્ગધથી મારું માથું ફરી જાય છે. અહીંથી જલદી ચાલો.”
પેલી સ્ત્રી બોલી, “જરા થોડી વાર થોભો. હમણાં આવું છું.”
આમ કહીને તે દર્દીઓને પૂછવા લાગી, “અરે ભાઈ ! તમને આ ભયંકર રોગ કેવી રીતે થયો ?”
એક દર્દીએ કહ્યું, “બહેન, શું વાત કરીએ ! અમે તો અમારાં જ કુકર્મોનાં ફળ ભોગવીએ છીએ. અમે અજ્ઞાનવશ વિષયસેવનની કોઈ મર્યાદા ન રાખી તેને પરિણામે કોઈને સૂજાક, કોઈને ટી.બી, કોઈને ભયંકર ફોડલીઓ, કોઈને ભગંદર જેવા રોગ ઘેરી વળ્યા. અમે પરસ્ત્રીને માતા-બહેન સમજીને મર્યાદાપૂર્વક જીવ્યા હોત તો આજે અમારી આવી કફોડી દશા થાત નહીં. પરંતુ હવે શું થાય ? હવે તો બાજી ગુમાવી ચૂક્યા છીએ.” પેલી સ્ત્રીએ કામી પુરુષને કહ્યું, “જુઓ, ખરાબ કર્મોનાં ફળની વાત આ દર્દીઓનાં મુખેથી બરાબર ધ્યાનથી સાંભળો.” : કામી પુરુષે કહ્યું, “હા, મેં સાંભળી લીધું, બસ, ઘણો વખત થઈ ગયો છે, માટે અહીંયાંથી જલદી ચાલો. આ દુર્ગધ મારે માટે અસહ્ય થઈ રહી છે. ત્યાંથી નીકળીને બંને પોતાના ઘરે ગયાં.
પેલી સ્ત્રીએ વિચાર્યું, “હજી તીર સીધું લક્ષને વીંધી શક્યું નથી. ખેર ! થોડો વધુ પ્રયત્ન કરવો પડશે.”
ફરી બીજા દિવસે તે સ્ત્રી કામી પુરુષના ઘેર ગઈ અને એને સાથે આવવા કહ્યું તો તે પુરુષ બોલ્યો, “તમે મને ભૂલથાપ તો નથી આપતાં ને એ કહો કે એની સાથે ક્યારે મેળાપ કરાવી આપશો ?” સ્ત્રી બોલી, ભાઈ, આ મેળાપ માટે તો આટલી મહેનત કરું છું. યુક્તિ કર્યા વિના ૧૦૪
રત્નત્રયીનાં અજવાળાં
Page #116
--------------------------------------------------------------------------
________________
કાર્ય સિદ્ધ થતું નથી. હું તમને યુક્તિપૂર્વક તેની પાસે લઈ જવા ઈચ્છું છું. એમ ને એમ પહોંચી જઈશું, તો ઘરમાં પગ મૂકવા નહીં દે.”
કામી પુરુષે કહ્યું, “તમારી વાત બરાબર સમજી ગયો. ચાલો, તમે કહેશો એમ હું કરીશ.”
આજે એ સ્ત્રી અને એક જેલમાં લઈ ગઈ. આ જેલમાં આજીવન કેદની સજા પામેલા અને ૮-૧૦ વર્ષની સજા પામેલા કેદીઓ હતા.
એ બહેને એક કેદીને પૂછ્યું, “ભાઈ, એ તો કહો કે ક્યા અપરાધને લીધે તમને આ સજા મળી છે.” કેદીએ કહ્યું, “બહેન, અમે જુદા જુદા પ્રકારના ગુના કર્યા છે. કોઈએ ચોરી, તો કોઈએ ડાકુગીરી કરી, કોઈએ દગો કર્યો, તો કોઈએ પરસ્ત્રીગમન કર્યું છે. કોઈકે એનાથી પણ ભયંકર અપરાધ કર્યા છે. આ કારણે અમે આ જેલમાં નરક જેવી યાતના ભોગવી રહ્યા છીએ. પેટભરીને ખાવા નથી મળતું કે રહેવાની પૂરતી જગા પણ નથી મળતી. આ નાનકડી કોટડીમાં જ ખાવાનું અને અહીં સંડાસ પણ જવાનું. જેલમાં ચક્કી પીસવી પડે છે અને ન પીસીએ તો ખુલ્લી પીઠ પર કોરડા પડે છે. અમને તો જીવતાં જ આ નરક મળ્યું છે.” પેલી સ્ત્રીએ કામી પુરુષને કહ્યું, “ભાઈ, આ બધાની વાતો બરાબર સાંભળી. બિચારા કેટલી બધી યાતના ભોગવી રહ્યા છે.”
કામી પુરુષ બોલ્યો, “પણ એની સાથે આપણે શું નિસબત ?"
પેલી સ્ત્રીએ વિચાર્યું, “હજી મારો હેતુ સિદ્ધ થયો નથી. ખેર ! બીજો કોઈ ઉપાય અજમાવવો પડશે.”
આમ વિચારીને એ સદાચારિણી સ્ત્રી પાછી ફરી. બીજે દિવસે સવારે ફરીથી તેને પોતાની સાથે લઈને કતલખાનામાં ગઈ અને ત્યાં ગાય-ભેંસનાં માથાં કપાયેલાં પડ્યાં હતાં. ક્યાંક બકરાંઓની ડોક પર કસાઈની છરી ચપોચપ ચાલતી હતી. કોઈ પશુના શરીર પરથી ચામડી ઉતરડી નાખવામાં આવતી હતી, તો ક્યાંક હાડકાંના તો ક્યાંક માંસના ઢગલા પડ્યા હતા. અત્યંત કરુણ દેશ્ય હતું અને દુર્ગધનું તો પૂછવું જ શું?
પેલો કામી પુરુષ તો આ બધું જોઈને ગભરાઈ ગયો ને બોલ્યો, “આ બધું શું કરો છો અને શા માટે કરો છો ?”
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૦૫
Page #117
--------------------------------------------------------------------------
________________
સદાચારિણી સ્ત્રીએ કહ્યું, “ભાઈ, ઊભા રહો ! આ બધાને આનું કારણ તત્કાળ પૂછી લઈએ.”
કસાઈને આ પ્રાણીઓની હત્યા કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો એણે કહ્યું, “આમને મારીએ નહીં તો બીજું કરીએ શું? પૈસા કમાવા માટે જ અમે મારીએ છીએ. આ પ્રાણીઓની કતલ કરીને તેમનું માંસ, હાડકાં, લોહી, ચરબી વગેરે વેચીને અમારો ઘરસંસાર ચલાવીએ છીએ. જો આ પ્રાણીઓ પર દયા કરીએ, તો કમાઈએ શું?”
પેલા કામી પુરુષે કહ્યું, “બસ ! હવે મારાથી અહીં ઊભા નથી રહેવાતું. ઝટ ચાલો અહીંથી.”
સદાચારિણી નારીએ વિચાર્યું, “હા, હવે થોડા પીગળ્યા છે ખરા.”
કતલખાનામાંથી જેવા બહાર નીકળ્યા કે તરત જ પુરુષે તે સ્ત્રીને પૂછયું, આ પશુઓને શા માટે મારવામાં આવે છે ?”
સદાચારિણી સ્ત્રીએ કહ્યું, “તેમણે પૂર્વજન્મમાં કોઈ પાપકર્મ કર્યા હશે તે જ કારણ. ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, ઠગાઈ, પરસ્ત્રીગમન વગેરે ખરાબ કર્મોનાં ફળરૂપે આ દશા થઈ છે.' કામી પુરુષ બોલ્યો, “ઓહ ! આ કર્મોનાં આટલાં ભયંકર ફળ !” “હા, તમે તમારી આંખોથી જ આ બધું જોયું છે.” આમ કહીને પેલી સ્ત્રી પોતાના ઘેર ગઈ.
એણે વિચાર્યું, “આટલાં ભયાવહ દશ્ય નજરોનજર દેખાડવા છતાં હજી ધાર્યું પરિણામ આવ્યું નથી. હજી વાસનાના રંગમાં રંગાયેલો છે. હવે શું કરવું જોઈએ ?” - સંજોગોવશાત એવું બન્યું કે આ પુરુષ જે નારી તરફ આસક્ત હતો તેનું એકાએક અવસાન થયું. પેલી સદાચારિણી નારીને આની ખબર મળતાં જ એ દોડતી દોડતી કામી પુરુષ પાસે પહોંચી ગઈ અને કહેવા
લાગી,
ભાઈ, ચાલો, ચાલો આજે એને મળવાનો ખરો મોકો છે. પળનો ય વિલંબ ન કરો.” એ કામાતુર પુરુષ આનંદભેર સુંદર વસ્ત્ર પહેરી, તેના પર સુગંધિત અત્તર લગાવીને નીકળ્યો. આ પુરુષની સાથે આવનાર સદાચારી સ્ત્રીને સહુ ઓળખતાં હતાં અને આદરદષ્ટિથી નિહાળતાં હતાં. મૃત નારીના ઘરનાં સ્વજનોએ તેમને આવતાં જોઈને આશ્ચર્ય સાથે પૂછયું, ૧૦૬
રત્નત્રયીનાં અજવાળાં
Page #118
--------------------------------------------------------------------------
________________
“અરે ! આજે આપનું અહીં આવવું કેમ થયું?”
તે બોલી, “આજે એક વિશેષ કાર્ય લઈને તમારી પાસે આવી છું. તમે લોકો જરા એક બાજુ ચાલ્યા જાવ. મારે એ મૃત નારીની પાસે જઈને કંઈક ધાર્મિક ક્રિયા કરવી છે.”
આ નારીના કહ્યા મુજબ બધાં એક બાજુ ચાલ્યાં ગયાં. પેલી સ્ત્રી પહેલાં એકલી અંદર ગઈ. તેણે મૃત સ્ત્રીને સુંદર ઘરેણાં અને વસ્ત્રો પહેરાવ્યાં. પેલી સ્ત્રીએ અંદરથી જ કહ્યું, “લો ભાઈ ! આ તૈયાર છે. મળી લો એને !”
તે કામી પુરુષ આગળ તો વધ્યો, પણ જેવું એણે જોયું કે એ નારી તો નિશ્ચંતન અને મૃત છે એટલે એ પાછો ફરીને બોલ્યો, “અરે ! આ તો મૃત્યુ પામી છે.”
પેલી સ્ત્રીએ કહ્યું, “શું મરી ગયું છે ? એ જ શરીર છે, એ જ આંખ, કાન ને નાક છે, એ જ ઘરેણાં પહેર્યા છે. બધું એનું એ જ છે, તો મૃત્યુ પામી કેવી રીતે ?”
પેલા પુરુષે કહ્યું, “અરે ! આમાં આત્મા નથી રહ્યો.” પેલી સ્ત્રીએ કહ્યું, “તમારો પ્રેમ આત્મા સાથે હતો કે શરીર સાથે ? જેના માટે તમે ઘણા દિવસથી ઝંખી રહ્યા હતા, આજે એને જ જોઈને ગભરાઈ રહ્યા છો ?”
પુરુષ બોલ્યો, “આ શરીર તો ઘણું ધૃણાસ્પદ અને ભયંકર દેખાય છે. તેની પાસે જતાં જ ખચકાટ અનુભવાય છે.”
પેલી સ્ત્રીએ કહ્યું, “તો શું તમે આના આત્માને અને પોતાની જાતને ભ્રષ્ટ કરવા માગતા હતા ? અરે ! બહાવરા માનવી ! જરા વિચાર તો કરો કે પેલા કસાઈ અને તમારી વચ્ચે શો ભેદ ? એ બકરાની હત્યા કરીને એના શરીર પર અધિકાર જમાવે છે. તમે જીવતા જીવત આના શરીર પર અધિકાર જમાવવા ચાહતા હતાં. બંને માંસ લેવા ઈચ્છો છો. મારે કહ્યું માનો કે તમે જેટલો પ્રેમ આ સ્ત્રીના શરીરને કરતા હતા, એટલો જો એના આત્માને કરતા હોત તો તમારા આત્માનો બેડો ક્યારનો ય પાર થઈ જાત અને આનો પણ થઈ જાત, કારણ કે બધા આત્માઓ સમાન છે.”
આત્મોદ્ધારનું અમૃતતત્વ.
૧oo
Page #119
--------------------------------------------------------------------------
________________
સદાચારિણી નારીની વાત તીરની જેમ તેના હૃદયમાં ખૂંપી ગઈ. એ દિવસથી તે દેહના બદલે આત્માને પ્રેમ કરવા લાગ્યો.
એ કામી પુરુષ એક દિવસ કોઈ નારીના દેહ પર મોહિત થવા માટે સ્વતંત્ર હતો, તે સદાચારિણી બહેનના નિમિત્ત દ્વારા સુધરીને પોતાના અને તે સ્ત્રીના આત્માને પ્રેમ કરવા માટે પણ સ્વતંત્ર હતો. આમ બંને સમયે આત્મા સ્વયં જ કારણભૂત હતો, આથી કહ્યું છે
अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुपट्टओ सुपट्ठिओ । अप्पा नई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू अप्पा मे नंदणं वणं ॥
-
આત્મા જ સુખ અને દુઃખનો કર્તા છે. એનો હર્તા પણ આત્મા જ છે. સન્માર્ગગામી આત્મા જ મિત્ર છે અને કુમાર્ગગામી આત્મા જ શત્રુ છે. મારો આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ ફૂટશાલ્મલિવૃક્ષ છે. આત્મા જ કામધેનુ છે અને આત્મા જ નંદનવન છે.''
કર્મ કરીને બંધનમાં પડવા માટે આત્મા સ્વતંત્ર છે અને કર્મોને નષ્ટ કરવા માટે પણ આત્મા સ્વતંત્ર છે. આનો મર્મ એ છે કે ઇષ્ટ કે અનિષ્ટ, સારું કે ખરાબ બધું જ કરનાર આત્મા છે. પોતાના કર્મથી આત્મા સ્વતંત્ર બની શકે છે અને પોતાના કર્મથી પરતંત્ર પણ બની શકે છે. આત્મા એવો અધિકાર ધરાવે છે કે તે ઇચ્છે તો પોતાને વૈતરણી બનાવે, કે કામધેનુ બનાવે, ધારે તો નંદનવન બનાવે કે ફૂટશાલ્મલિવૃક્ષ પણ બનાવે. તેનામાં જ પોતાને બધું બનાવવાની શક્તિ પડેલી છે. વિચારવાનું એ છે કે અત્યાર સુધી આ આત્માએ સુખ અને દુઃખનું નિર્માણ કેવી રીતે કર્યું છે ?
-
આ જ સુધી તો આ આત્માએ કેટલાય પર એવું દોષારોપણ કર્યું છે કે અમુક વ્યક્તિ મને દુઃખ આપે છે. અમુક વ્યક્તિ મારા માટે આમ કરે છે, પરંતુ હવે એ નિશ્ચય કરી લો કે આ આત્મા જ દુઃખો અને કષ્ટોનો સર્જક છે અને તે જ એનો સંહારક બની શકે છે. પોતે કરેલાં કર્મોને આત્મા સ્વયં જ તોડી શકે છે. જે ાકડી અને બેડી આત્માએ પોતાના હાથ-પગમાં સ્વયં જ બાંધેલી છે, એને એ સ્વયં જ તોડી શકે છે, પરંતુ આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આત્મા સ્વયંમાં
૧૦૮
રત્નત્રયીનાં અજવાળાં
Page #120
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ આત્મજ્ઞાનનું તેજ નીચેની રીતે આવવા દે.
एकः सदा शाश्वतिको ममाऽत्मा, विनिर्मलः साधिगमस्वभावः । बहिर्भवाः सन्त्यपरे समस्ताः न शाश्वताः कर्मभवाः स्वकीयाः ॥
“મારો આત્મા એકલો છે, નિત્ય છે, વિશુદ્ધ અને જ્ઞાનસ્વરૂપ છે. બાકીના બધા પદાર્થ પરભાવ છે, તે શાશ્વત કે પોતાના નથી, બલ્ક કર્મજન્ય છે.”
શત્રુ એ અને મિત્ર તે
પ્રત્યેક આત્મામાં એવી શક્તિ છે કે તે ઉત્તમમાં ઉત્તમ વસ્તુને નિકૃષ્ટમાં નિકૃષ્ટ બનાવી શકે છે અને નિકૃષ્ટમાં નિકૃષ્ટને શ્રેષ્ઠ બનાવી શકે છે. દુષ્કર્મમાં ડુબેલો આત્મા પોતાનો જ શત્ર બને છે અને સત્કર્મમાં ડૂબેલો આત્મા પોતે જ પોતાના મિત્ર બને છે. આત્મા દુષ્કર્મમાં કેવી રીતે ડૂબે છે અને સત્કર્મમાં કેવી રીતે પ્રવર્તમાન થાય છે, તેને વધુ વિશદતાથી સમજીએ.
વ્યક્તિને અત્યંત પુણ્યોદયથી પંચેન્દ્રિયદશા પ્રાપ્ત થાય છે, તેથી પાંચેય ઈદ્રિયો, શરીર, મન, વાણી અને બુદ્ધિ જેવાં સાધન સાંપડ્યાં છે. આ સાધનો એટલાં ઉત્કૃષ્ટ છે કે એના દ્વારા આત્મા પુણ્યકર્મનું ઉપાર્જન કરે, તો એ પોતાનો મિત્ર બની જાય છે અને આ જ સાધનોનો દુરુપયોગ કરીને આત્મા પાપ-ઉપાર્જન કરે તો પોતાનો શત્રુ બની જાય છે. પોતાના કાનના ઉપયોગથી ધર્મોપદેશ સાંભળે, ભગવદ્વાણીનું શ્રવણ કરે કે કોઈ સંસ્કારી વાત સાંભળે, તો આત્મા પોતાની જાતને મિત્ર બનાવે છે અને એ જ કાનથી કોઈની નિંદા, અપશબ્દ, અશ્લીલ વાત કે મોહવર્ધક રાગરંગ સાંભળે તો આત્મા પોતાનો શત્રુ બને છે. આ આંખોથી જ સંત-મહાત્માનાં પાવન દર્શન કરી શકાય અને આ જ આંખોથી વેશ્યાનું નૃત્ય, અશ્લીલ નાટકસિનેમા પણ જોઈ શકાય છે.
આમ શું જોવાથી આત્મા મિત્ર બને છે અને શું નિહાળવાથી શત્રુ બને છે, તે તમે પોતે જ વિચારી શકો છો. પોતાના શરીરને તપ-જપ, સેવા વગેરે શુભ કાર્યોમાં યોજીને સદુપયોગ કરી શકાય અને આ જ શરીરનો અતિ ભોજન, એશ-આરામ કે અનિષ્ટકારક કાર્યોમાં પ્રવૃત્ત રાખીને દુરુપયોગ પણ કરી શકાય. આ જ રીતે માનવીએ પોતાને સાંપડેલાં આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
. ૧૯
કિક
Page #121
--------------------------------------------------------------------------
________________
સઘળાં સાધનો માટે સમજી લેવું.
આપણા આત્માનો ઉદ્ધાર અન્યની પાસે નથી, તે ખુદ આપણી પાસે જ છે. અને એ જ પ્રમાણે આત્માનું પતન પણ આપણા જ હાથમાં છે. આત્મા પોતાને પ્રાપ્ય સાધનોને ધર્માચરણમાં પ્રવૃત્ત કરે છે, એટલે કે તેના દ્વારા ધર્મ કે ઓછામાં ઓછું પુણ્યનું ઉપાર્જન કરે છે તો એનો ઉદ્ધાર થાય છે. જ્યારે આત્મા પોતાને પ્રાપ્ત થયેલાં સાધનોને પાપાચરણમાં કે દુષ્ટ કાર્યોમાં પ્રવૃત્ત કરે છે ત્યારે એનાથી પાપકર્મનું ઉપાર્જન કરે છે અને ત્યારે જ તેનું પતન થાય છે. ઉદ્ધાર કે પતન, છે તો આત્માના જ હાથમાં. “શ્રીમદ્ ભગવદ્દગીતા'માં પણ કહ્યું છે. –
"उद्धरेदात्मनात्मानमात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनोबन्धुरात्मैव रिपुरात्मनः ॥" મનુષ્ય પોતાના આત્માનો ઉદ્ધાર પોતાના આત્માથી જ કરે છે અને પોતાના આત્માનું પતન પણ આત્માથી જ કરે છે, આથી જ આત્મા આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.”
પરમાત્મસ્મૃતિ તે આત્મસ્મૃતિ
આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરવાનો સુગમ અને સુલભ માર્ગ એ કે, કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે આત્માએ સર્વવ્યાપી પરમાત્માને સહેજે અળગો ન કરવો અને ચિત્તની સમક્ષ જ રાખવો. જેવી રીતે પનિહારી સખીઓ સાથે વાત કરે, આમતેમ નજર ફેરવે, કિંતુ પોતાના માથા પર રાખેલા પાણીના ઘડાને ક્યારેય ભૂલતી નથી. પતિવ્રતા સ્ત્રી ગૃહસ્થાશ્રમનાં સઘળાં કાર્ય કરે છે, પરંતુ પોતાના પતિને વિસરતી નથી. એ જ પ્રમાણે જગતનાં તમામ કર્તવ્યનું પાલન કરતી વખતે પરમાત્માને ભૂલવા જોઈએ નહીં. એનો અર્થ એ થશે કે શુદ્ધ આત્માને ભૂલવો નહીં. પરમાત્મવિસ્મૃતિ તે આત્મવિસ્મૃતિ છે અને પરમાત્મસ્મૃતિ જ આત્મસ્મૃતિ છે. આત્મા અને પરમાત્માની સ્મૃતિને સુદઢ અને સંસ્કારગત બનાવવા માટે જપ, તપ, ધ્યાન વગેરેની સાધના કરવી પડે છે, પરંતુ આટલું જો કોઈ કરી શકે નહીં, તો ઓછામાં ઓછું પરમાત્માની આજ્ઞાને અનુરૂપ એને સ્મરણમાં રાખીને કાર્ય કરે. આજ્ઞાને અનુરૂપ ન હોય તેનાથી અળગા રહે. જો પરમાત્માની આજ્ઞાથી વિરોધી એવાં કાર્યો આવતાં તમે ભ્રમમાં . ૧૧૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #122
--------------------------------------------------------------------------
________________
પડી જાવ, તો તરત જ પરમાત્મા (અરિહંતો અને સિદ્ધો)ના શરણમાં જતા રહેવું, કારણ કે આજ્ઞાવિરોધી કાર્ય તમારા આત્માનો શત્રુ છે.
કામ, ક્રોધ, અભિમાન, કપટ, લોભ, રાગ-દ્વેષ, મોહ, સ્વાર્થ, ભય વગેરે બધાં પરમાત્માની આજ્ઞાથી પ્રતિકૂળ છે. એટલે કે શુદ્ધ આત્માના પોતાના ગુણ નથી, તે આત્માના શત્રુ છે. જ્યારે આ શત્રુ તમારા પર હલ્લો કરે ત્યારે કાયર બનીને તેમની સામે હથિયાર હેઠાં મૂકશો નહીં. અથવા તો તેમની સાથે સમાધાન કરીને તેની શરણાગતિ સ્વીકારશો નહીં. આ સમયે શુદ્ધ આત્માની અનંત શક્તિ, નિત્યતા, અવિનાશિતા વગેરેનું ચિંતન કરવું અને તે શત્રુઓને દૂર હાંકી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આટલું પણ ન કરી શકો, તો પરમાત્માને ઉદ્દેશીને આવી પ્રાર્થના કરો,
પ્રભુ ! અમને એવી શક્તિ આપો કે જેથી અમે આ શત્રુઓથી દૂર રહીને તમારી આજ્ઞાનું પાલન કરી શકીએ અને આત્મશક્તિ તથા પોતાના ગુણોને ભૂલીએ નહીં.”
આમ કરવાથી આત્માનો ઉદ્ધાર અત્યંત આસાનીથી થઈ શકશે.
આમ કરવાને બદલે આત્માની સામે કામ-ક્રોધ વગેરે શત્રુઓ આવતાં પોતાની અનંત શક્તિઓને ભૂલી જવાય, સ્વગુણો વિસ્મૃત થાય અથવા તો પરમાત્માની આજ્ઞાને કે પરમાત્માને ભૂલીને શત્રુઓને સ્વીકારી લઈએ અને તેમની સાથે હળીમળી જઈએ, તો પોતાના આત્માનું પતન સ્વહસ્તે કરીને પોતાના આત્માને દુરાત્મા બનાવીને તેને પોતાનો જ શત્રુ બનાવીએ છીએ.
જીવનમાં ક્યારેક તો આત્મશત્રુઓનું આક્રમણ થતું હોય છે. આક્રમણ ન થાય તો આત્મા સાવધાન રહે નહીં અને સ્વઉદ્ધારનો વિચાર કરે નહીં. આવું આક્રમણ થતાં જ આત્માની શક્તિની કસોટી થાય છે. આવું આક્રમણ થવાથી આત્મા સ્વશક્તિઓનું ચિંતન કરે છે અને પોતાની અવિનાશિતા પર દઢ વિશ્વાસ રાખીને પરમાત્માનું ગ્રહણ કરી તે શત્રુઓનો સામનો કરે છે. આમ કરે તો તેને આ પરીક્ષામાં સફળતા સાંપડ્યા વિના રહેતી નથી. આત્માની અમરતામાં શ્રદ્ધાવાન કામદેવ શ્રાવકની એક દેવે કસોટી કરી હતી. એણે પોતાની માયાથી કામદેવના શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા. એટલું જ નહીં, બલ્ટે તેને સમ્યકત્વ અને ધર્મથી વિચલિત કરવા અપાર કષ્ટ આપ્યાં, પરંતુ તે પોતાની શ્રદ્ધા પર અડગ રહ્યો. આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૧૧
કાકા
Page #123
--------------------------------------------------------------------------
________________
કામદેવ શ્રાવક એમ વિચારતો રહ્યો – મારા અંતઃકરણમાં આત્મા અને શરીરની જે પૃથતા તથા–આત્માના અમરત્વની શ્રદ્ધાની આ દેવ કસોટી કરી રહ્યા છે. જો કામદેવ આ દેવે બતાવેલા ભયથી ડરી ગયા હેત, તો તેઓની શ્રદ્ધા વિચલિત થઈ જાત, પરંતુ એ દેહ પ્રત્યેની અહંતા-મમતા છોડીને આત્માની નિત્યતાને સમજી ચૂક્યા હતા. “શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે –
_ "नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । ____न चैनं फ्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥"
આત્માને તલવાર વગેરે શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, પાણી તેને ભીંજવી શકતું નથી અને હવા તેને સૂકવી શકતી નથી.” - આત્મા તો અજર-અમર, નિત્ય અને અવિનાશી છે અને પોતાની જ્ઞાનશક્તિ દ્વારા વ્યાપક છે. તે ક્યારેય પોતાના મૂળ સ્વભાવ(ગુણ)ને ત્યજતો નથી. તો શરીર ખોખું છે અને નાશવંત છે.
પરિણામે કામદેવ શ્રાવક તો પરીક્ષા કરવા આવેલા દેવને કહે છે,
“મારો આત્મા ક્યારેય તલવારથી કપાશે નહીં. તું મારાં અંગો કાપવાનું કહે છે. મારા શરીરના તારાથી થાય એટલા ટુકડા કરી લે, પણ મારા આત્માના ટુકડા 'તું કરી શકીશ નહીં. તું જ હારી જઈશ. હું તો મારા સિદ્ધાંત પર અચલ છું ને મને કોઈ ભય નથી.” આટલી આત્મશ્રદ્ધા ધરાવનારને દેવ-દાનવ ક્યાંથી હરાવી શકે ?
કામદેવની શ્રદ્ધાને દેવ ડગાવી શક્યા નહીં. આમ શરીરને નાશવંત અને આત્માને અવિનાશી સમજનારને શરીરના નાશથી કોઈ દુઃખ થાય ખરું? આત્મતત્ત્વનું જ્ઞાન થયા બાદ શરીરના ટુકડે-ટુકડા થઈ જાય તો પણ દુઃખનો કોઈ સ્પર્શ થતો નથી. અવિનાશી વસ્તુ સ્વયંરક્ષિત હોય છે, તેને રક્ષાની જરૂર હોતી નથી. રક્ષાની ચિંતા તો વિનાશી વસ્તુને હેય. શરીર વિનાશી હોવાથી તેની રક્ષા કરવી જોઈએ, પણ આત્મા તો અવિનાશી છે તેથી તેની રક્ષાની કોઈ જરૂર નથી. વિનાશી – અવિનાશીનો ભેદ
દુર્ભાગ્યે આજે લોકો અવિનાશી આત્માને ભૂલીને તેને મિત્ર બનાવવાને ૧૧ર
રત્નગરીનો અજવાળો
Page #124
--------------------------------------------------------------------------
________________
બદલે નાશવંત શરીર સાથે મિત્રતા બાંધે છે. પરિણામે ધર્મપાલન અને સત્કાર્ય કરવાને બદલે કેટલાંય પાપકર્મોનું ઉપાર્જન કરાવીને આત્મા પોતાના શત્રુને જ સહાય કરે છે. વાસ્તવમાં મિત્ર કોને કહેવાય અને શત્રુ કોણ છે, તેની સાચી પરખ જ્ઞાનવિકલ આત્માને હોતી નથી. મીઠાઈ અને માલ-માલ ખાનારા મિત્રો તો ઘણા હોય, પણ વિપત્તિમાં સાથ આપનારા મિત્રો તો વિરલ જ હોય છે. સંપત્તિ હોય ત્યારે “હા જી,” “હા જી' કરનારા અને માલ ખાનારા તથા વિપત્તિના સમયે સંબંધ છોડીને ચાલ્યા જનારા મિત્રના વેશમાં શત્રુ છે. આ આત્મા ઘણી વાર મિત્ર-શત્રુનો નિર્ણય કરવામાં થાપ ખાય છે અને શત્રુની ઉશ્કેરણીમાં ફસાઈને ફરી દુઃખ પામે છે. એક વ્યવહારિક દષ્ટાંત જોઈએ.
એક રાજકુમારને રાજા લાડથી ઉછેરતા હતા, પરંતુ તે પોતાના પિતાની સામે હૃદય ખોલીને વાત કરી શકતો નહોતો, આથી તેણે મિત્ર બનાવવાનો નિર્ણય કર્યો.
રાજકુમારે એની સાથે પડછાયાની માફક રહે તેવો નિત્યમિત્ર બનાવ્યો અને તે રાજકુમારની સાથે જ ખાતો, પીતો, ઊઠતો અને બેસતો હતો. બંને વચ્ચે ઘનિષ્ઠ પ્રેમ હતો, પરંતુ એક મિત્ર પર્યાપ્ત નથી એમ માનીને રાજકુમારે બીજો મિત્ર પણ બનાવ્યો. અને તે કોઈ પર્વ કે તહેવારના દિવસે બોલાવતો, જમાડતો અને તેની સાથે વાતો કરતો હતો.
એક દિવસ રાજકુમાર ક્યાંક જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક યુવક મળી ગયો. તેણે રાજકુમારને નમસ્કાર કર્યા, હાથ મેળવ્યા અને કેટલીક હિતલક્ષી વાતો કરી. રાજકુમારને એની વાતો પસંદ પડી, પરંતુ 'નિત્યમિત્રના સતત સહવાસને કારણે તેની સાથે વધારે વાતો કરી શકતો નહોતો, જ્યારે કોઈ અટપટા પ્રશ્નનું નિષ્પક્ષ નિરાકરણ જોઈતું હોય, ત્યારે તે એ મિત્ર પાસે પહોંચી જતો હતો. આમ રાજકુમારે ત્રણ મિત્રો સાથે દોસ્તી બાંધી.
સમય પલટાયો, કેટલાક ચાડિયાઓએ રાજકુમારની વિરુદ્ધ કાવતરું રચીને રાજા સમક્ષ ફરિયાદ કરી. આ કાવતરું એટલી સિફતથી યોજવામાં આવ્યું કે રાજાના મનમાં ઠસી ગયું કે રાજકુમાર ભયાનક ગુનેગાર છે. તેથી રાજકુમારને અબીને અબી પકડીને ફાંસી પર ચઢાવી દેવાની આજ્ઞા કરી.
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૧૩.
Page #125
--------------------------------------------------------------------------
________________
બીજી બાજુ રાજકુમારના હિતેચ્છુએ રાજાની કઠોર આજ્ઞાની વાત કરીને સલાહ આપી કે જો પ્રાણ અને આબરૂ બચાવવાં હોય તો તમે પકડાઈ જાવ, તે પહેલાં જ કોઈકનો આશરો લઈને એને ત્યાં છુપાઈ જાવ. રાજકુમારે પણ વિચાર્યું કે આવી આપત્તિના સમયે મિત્રોની પરીક્ષા કરવી જોઈએ. આથી યોગ્ય કહેવાયું છે
“ધીરખ, ધર્મ, મિત્ર અહ નારી । आपतकाल परखिये चारी ।"
રાજકુમાર પહેલાં એના નિત્યમિત્રને ત્યાં ગયો, તો નિત્યમિત્રે પૂછ્યું, ‘કોણ છે ? આટલી મોડી રાતે કેમ આવ્યો છે ?''
..
રાજકુમારે કહ્યું, “અરે ! હું તારો મિત્ર છું.''
પહેલાં તો નિત્યમિત્રએ કોઈ ઓળખાણ નહીં હોવાનો ઢોંગ કર્યો, પરંતુ પછી બારણું ખોલીને અડધી રાત્રે આવવાનું કારણ પૂછ્યું.
રાજકુમારે રાજાના કોપની વાત કરીને આશરો આપવા કહ્યું. નિત્યમિત્રએ કહ્યું, “ના ભાઈ ! મારાથી આવું નહીં થઈ શકે. હું છું સંસારી માનવી. રાજાને જાણ થશે, તો તારી સાથે મારી પણ પનોતી બેસી જશે. જો ખરેખર તમે મારા મિત્ર હો, તો મને મુશ્કેલીમાં નાખવાને બદલે અત્યારે ને અત્યારે જ અહીંથી ચાલ્યા જાવ.'' રાજકુમારે કહ્યું, ‘‘મિત્ર ! શું આવો ઉત્તર સાંભળવા માટે મેં દોસ્તી કરી હતી ? તને હું મારી સાથે જ ખવડાવતો-પિવડાવતો અને મજા કરાવતો હતો. આજે સંકટના ખરેખરા સમયે તું આંખો ફેરવી લે છે ?''
મિત્ર બોલ્યો, ‘‘તમે મારા મિત્ર છો એટલે તમારા માન ખાતર રાજાને જાણ કરતો નથી, નહીંતર તરત જ સૈનિકોને હવાલે ન કરી શ્વેત ! પરંતુ જો તમે તત્કાળ અહીંથી ચાલ્યા જશો નહીં તો નાછૂટકે મારે એમ કરવું પડશે.’’
રાજકુમારે કહ્યું, ‘અરે લજ્જાહીન ! તું કેટલો બધો સ્વાર્થી અને અધમ નીકળ્યો ! વિપત્તિનો સમય તો જતો રહેશે, પરંતુ તારાં આ કૃત્ય ક્યારેય ભુલાશે નહીં.''
આટલું કહીને એ અંધારી રાત્રે નિત્યમિત્રને ત્યાંથી ચાલી નીકળ્યો. નિરાશાના ઘોર અંધકારમાં આશાના એક કિરણ સમાન ‘પર્વમિત્ર’નું સ્મરણ રત્નત્રયીનાં અજવાળાં
૧૧૪
Page #126
--------------------------------------------------------------------------
________________
થયું. પહેલાં તો એને આશા ન હતી, પરંતુ પછી વિચાર્યું, “ચાલો, એને ત્યાં જઈને જોવામાં શું વાંધો છે ?''
આમ વિચારીને રાજકુમાર પર્વમિત્રને ત્યાં પહોંચ્યો. પર્વમિત્રએ આખી કરુણ કહાણી સાંભળીને હાથ જોડતાં કહ્યું, “ભાઈ ! મારી એટલી તાકાત નથી કે હું રાજાના વિરોધી અને અપરાધીને આશરો આપી શકું. તમારે ભોજન કરવું હોય, તો તૈયાર છે. વસ્ત્ર અને ધનની જરૂર હોય તો તે પણ આપી શકું, પરંતુ આશ્રય આપવા માટે હું અસમર્થ છું.’’
રાજકુમાર બોલ્યો, ‘‘હું તો માત્ર સંકટના સમયે આશરો માગું છું. સંકટના સમયે સહાય ન કરે તે વળી મિત્ર કેવો !'' પર્વમિત્ર બોલ્યો, “હું આ નીતિ કે સિદ્ધાંતને સારી રીતે જાણું છું, પરંતુ રાજવિરોધીને આશ્રય આપવો એ મારા ગજા બહારની વાત છે.''
વાતનો વધુ વિવાદ કરવાને બદલે રાજકુમારે ત્યાંથી વિદાય લેવાનું ઉચિત માન્યું.
રાજકુમાર નિરાશ થઈને આગળ ચાલ્યો. હવે તો તેના મનમાં માત્ર નમસ્કારમિત્ર માટે થોડી આશા હતી. તેણે વિચાર્યું કે મેં એને ક્યારેય મદદ નથી કરી. ક્યારેક નમસ્કાર થતા તો ક્વચિત્ કોઈ સમસ્યા પર થોડો સમય વાતચીત થતી. તેના પર પોતાનો કોઈ અધિકાર તો નથી, છતાં કસોટી કરવામાં શું વાંધો ?
આમ વિચારીને રાજકુમાર નમસ્કારમિત્રને ત્યાં પહોંચ્યો અને રાજાના ક્રોધની અને હુકમની વાત કહીને આશરો માગ્યો. નમસ્કારમિત્રે દૃઢતાથી કહ્યું, ‘“અરે ! આ તો રાજાના કોપની વાત છે, પણ જો દેવરાજ ઇંદ્રનો કોપ તમારા પર ઊતર્યો હોય અને તમને હું સહાયતા ન કરું તો તમારો મિત્ર કઈ રીતે ગણાઉં ? તમે ઉપર ચાલો અને નિશ્ચિંત થઈને રહો. કોઈ પણ જરૂર હોય તો નિઃસંકોચ કહેશો. આ તમારું જ ઘર છે.''
રાજકુમારને આશ્વાસન સાંપડ્યું અને ચિત્તની પ્રસન્નતા મળી. એણે મનોમન વિચાર્યું, “આને કહે છે મિત્રતા ! કપરે વખતે જ મિત્રતાની સાચી પરીક્ષા થાય છે.’” સવારે નમસ્કારમિત્રએ એને નાસ્તો કરાવીને એકાંતમાં લઈ જઈને સઘળી વાત પૂછી. આખી વાત સાંભળ્યા બાદ રાજકુમાર નિર્દોષ હોવાની પાકી ખાતરી થઈ. નમસ્કારમિત્રએ આશ્વાસન આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૧૫
Page #127
--------------------------------------------------------------------------
________________
આપ્યું કે, “ગભરાઈશ નહીં. હું પોતે જ રાજાને વાત કરીશ અને તને નિર્દોષ સાબિત કરાવીને રાજાની આજ્ઞા પાછી ખેંચાવીને ફાંસીની સજા રદ કરાવવાનો પૂરો પ્રયત્ન કરીશ.”
નમસ્કારમિત્રએ રાજાને બધી વાત કરીને રાજકુમારને નિર્દોષ સાબિત કરાવીને સજા રદ ન કરાવી, ત્યાં સુધી પોતે ભોજન પણ ન લીધું.
રાજાએ રાજકુમારને નિર્દોષ માનીને નમસ્કારમિત્રને ઘેરથી સન્માન સહિત બોલાવીને પ્રેમથી પોતાની પાસે બેસાડ્યો.
રાજકુમારને ત્રીજા મિત્રે આપત્તિ સમયે મદદ કરી અને મુશ્કેલીમાંથી મુક્ત કર્યો. આ દૃષ્ટાંત છે સાચા-ખોટા મિત્રને પારખવાનું. આપણા આત્માને પણ આવા ત્રણ પ્રકારના મિત્રો છે. નિત્યમિત્ર સમાન આ શરીર ચોવીસે કલાક આત્માની સાથે જ રહે છે. એને ખૂબ ખવડાવેપિવડાવે છે. સ્નાન કરાવે છે. અત્યંત લાડ લડાવે છે, છતાં તે કષ્ટ, રોગ, ઘડપણ કે આફત આવતાં દગો કરે છે. આટલો બધો આદરસત્કાર આપવા છતાં શરીર આત્માનાં બંધનો કાપી નથી શકતું. તેથી જ શરીરને આત્માથી ભિન્ન અને અંતમાં સાથ ન આપનાર બનાવટી મિત્ર સમજીને તેના પર મમતા રાખવી નહિ, તે ઉચિત છે.
માતા, પિતા, સગાં-સંબંધી બધા પર્વમિત્ર છે. તેઓ કર્મરૂપી રાજાનો કોપ થવાથી તેનાં બંધનોમાંથી છોડાવી શકતાં નથી.
ત્રીજો મિત્ર છે “ધર્મ જે આપત્તિમાં શરણ આપે છે. તેની સહાયથી આત્મા કર્મથી મુક્ત બને છે. આત્મા અને કર્મને ભિન્ન સમજે છે. વસ્તુતઃ સાચો મિત્ર એ જ કે જે ઉપકાર કરે, સંકટમાં બચાવે અને સન્માર્ગ પર લઈ જવાનો પ્રયત્ન કરે. અહીંયાં આત્માનો સાચો મિત્ર આત્મા જ બતાવ્યો છે. “શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે - ____ पुरिसा ! तुममेव तुमं मित्तं, किं बहिया मित्तमिच्छसि ?
હે પુરુષ (આત્મન) ! તું પોતે જ તારો મિત્ર છે. બીજા મિત્રની ઇચ્છા શા માટે કરે છે ?'
આમ એક રીતે આપણો આત્મા આપણો મિત્ર છે તો બીજી રીતે શત્રુ પણ છે. આત્મા આ બનાવટી મિત્રોને અપનાવી લે છે, ત્યારે તે પોતાનો શત્રુ બની જાય છે. અને સાચા મિત્રને અપનાવે છે ત્યારે
રત્નત્રયીનાં અજવાળાં
છે
૧૧૬
Page #128
--------------------------------------------------------------------------
________________
પોતાનો મિત્ર બને છે. આવી સ્થિતિમાં આપણું કર્તવ્ય છે કે આપણે મિત્ર આત્મા સાથે મૈત્રી કરીએ અને શત્રુ આત્મા સાથે વેર કરીએ. શત્રુ આત્મા આપણને ઘોર કષ્ટોમાં નાખે છે. નિમિત્ત છોડી ઉપાદાનને પકડો
આ દુરાત્માએ જેટલું આપણું અહિત કર્યું છે, તેટલું બીજા કોઈએ નથી કર્યું. માથું વાઢી નાખનાર દુશ્મન તો અનિત્ય શરીરનો નાશ કરે છે, નિત્ય આત્માનો નહીં, પરંતુ દુરાત્મા તો અનેક ભવમાં ભટકાવીને અનેક વાર માથું કાપે છે, દુઃખમાં નાખે છે.
દુષ્ટ આત્મા પોતાનું મસ્તક પોતાની જાતે જ કાપે છે. માથું વાઢી નાખનારા શત્રુ પ્રતિ દ્વેષ, વૃણા કે વેર-વિરોધનો ભાવ ન રાખવામાં આવે તો તે આત્માને કશી હાનિ પહોંચાડી શકતો નથી, એટલું જ નહીં, ગજસુકુમાર મુનિની જેમ તાત્ત્વિક દૃષ્ટિથી ચિંતન કરવામાં આવે તો તે આત્માની મુક્તિમાં સહાયક પણ બની શકે છે.
નિશ્ચયર્દષ્ટિથી વિચાર કરીએ તો આત્મા ખરાબ કર્મોનાં કારણે પોતાનું માથું જાતે જ કાપે છે, જો ખરાબ કર્મ ન કર્યા હોય તો, કોઈ એ આત્માનું કશું અહિત કરી શકતું નથી. આથી દુરાત્માને કંઠછેદન કરનારા શત્રુ કરતાં પણ વધારે ખરાબ શત્રુ સમજવો જોઈએ.
સિંહની જેમ જ્ઞાનસ્વરૂપ આત્મા બનીને નિમિત્તને ન પકડતાં ઉપાદાનને પકડો – એટલે કે, જો કોઈ માથું કાપી રહ્યો હોય તો, જ્ઞાનસ્વરૂપ આત્મા એમ જ સમજે છે કે આ તો બિચારો નિમિત્ત માત્ર છે, વાસ્તવમાં મારો દુષ્કર્મકારી આત્મા જ પોતાનું માથું કપાવી રહ્યો છે. આવું જ્ઞાન થઈ જશે તો આત્મા કોઈ બીજાં (નિમિત્ત) સાથે યુદ્ધ ન કરતાં પોતાના આત્મા સાથે જ ઝઝૂમશે. પરંતુ કૂતરાની જેમ જ્ઞાનવિકળ આત્મા બનીને નિમિત્તને ન પક્કો. કૂતરાને કોઈ લાકડી મારે છે તો એ મારનાર પર હમલો ન કરતાં લાકડી પર હુમલો કરે છે. આ જ રીતે અજ્ઞાની આત્મા વિભિન્ન નિમિત્તોને દોષ આપ્યા કરે છે અને પોતાના ઉપાદાન(આત્મા)ને નથી સુધારતો. તેથી જ્ઞાનસ્વરૂપ આત્મા બનીને કોઈ દુઃખ કે સંકટના સમયે નિમિત્ત પર દોષારોપણ ન કરીને પોતાના આત્મા(ઉપાદાન)ને જ જુઓ અને તેને સુધારો.
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૧o.
છે
Page #129
--------------------------------------------------------------------------
________________
સુખ અને દુઃખનો મૂળ સ્રોત આત્મા જ છે, તે જ સુખ-દુઃખનો કર્તા-હર્તા છે, પરંતુ એજ્ઞાની આત્મા સુખના સમયે પોતાને સુખનો કર્તા માનીને અહંકારમાં ડૂબી જાય છે અને દુઃખના સમયે નિમિત્તોને દોષ આપીને દેકારો મચાવે છે. આ રીતે અજ્ઞાનવશ આત્મા સુખમાં અહંકારી અને દુઃખમાં દીન બની જાય છે અથવા સુખ અને દુઃખને બીજાએ આપેલાં છે તેમ માનીને, આવી વિષમય ભાવનાને સ્થાન આપીને અમૃતને વિષ બનાવે છે, તેથી આત્માને જ્ઞાનધન અને “સર્વમૂતાત્મમૂત' કે સવ્વપૂથમૂર્સિ' ના સિદ્ધાંતથી ઓતપ્રોત કરીને અમૃતમય બનાવીએ. આત્મોદ્ધારની સરળ અને સુગમ ચાવી આ જ છે, જેનાથી મોક્ષનું તાળું ખૂલશે.
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, શ્રાવણ સુદ ૧૫
૧૧૮
રત્નત્રયીનાં અજવાળાં
Page #130
--------------------------------------------------------------------------
________________
સમાજના ઉદ્ધાર વિશે મારા વિચારો દર્શાવું
કોઈ એમ કહી શકે કે સાધુઓએ તો આત્મોદ્ધારની જ વાતો કરવી જોઈએ, એમને સમાજોદ્ધાર સાથે શું નિસ્બત ? સમાજ તો સંસાર છે અને એવી સાંસારિક બાબતોમાં પડીને સાધુ પોતાના કલ્યાણનું કાર્ય ભૂલી જશે. અમુક મર્યાદા સુધી આ વાત ઉચિત છે કે સાધુએ પોતાના આત્માનું કલ્યાણ ભૂલવું જોઈએ નહીં. આત્મોદ્ધારનો સંબંધ માત્ર પોતાના જ આત્મા સાથે હોય તો બરાબર, પરંતુ જૈનધર્મની દૃષ્ટિએ સમગ્ર વિશ્વ(છ કાયનાં પ્રાણીઓ)ની સાથે આત્મોદ્ધારનો સંબંધ દર્શાવ્યો છે. ભગવાન મહાવીરની અનુભવવાણી કહે
છે
-
સમાજોદ્ધારનો મૂળમંત્ર
धम्मस्स एं चरमाणस्स पंच निस्सा ठाणा पणत्ता, ૪ જાવા, ગળે, રાયા, નહાવર્ડ રીર ।
तंजहा
८
સમાજોદ્ધારનો મૂળમંત્ર
-
જે ધર્માચરણ કરીને આત્મશ્રેય સાધવા માગે
છે, તેના માટે પાંચ સ્થાનોનો આશ્રય (સહયોગ)
અનિવાર્ય છે. (૧) ષટ્કાય (વિશ્વના પ્રાણીમાત્ર) (૨) ગણ (જે સંઘ કે સમાજમાં રહેતો હોય તે) (૩) રાજા (શાસનકર્તા) (૪) ગૃહસ્થ સમાજ અને (૫) શરીર.
-
૧૧૯
Page #131
--------------------------------------------------------------------------
________________
આનો અર્થ એ કે સાધુજીવનનો નિર્વાહ ગૃહસ્થ સમાજના અસ્તિત્વ પર આધારિત છે અને સમાજમાં જેટલી વધારે તેજસ્વિતા અને ધાર્મિકતા હશે, તેટલું જ સાધુજીવન ઉજ્વળ હશે, કારણ કે સાધુ થનારી વ્યક્તિ સમાજમાંથી જ આવતી હોય છે. આ કારણે જ સાધુવર્ગ એકાંતમાં વ્યક્તિગત સાધનાને જ પોતાની સાધનાની ઇતિશ્રી સમજતા નથી, બલ્ક ઉપદેશ, પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા સમાજશ્રેય તરફ પણ લક્ષ રાખે છે. છેક શાસકવર્ગને સન્માર્ગે વાળવા અને નીતિ-ધર્મ પર દઢ રાખવા માટે વખતોવખત પ્રેરણા આપે છે અને એમ કરીને સમગ્ર રાષ્ટ્ર કે સમાજનું એક અંગ રાજ્ય બગડી જાય નહીં, તેનો ખ્યાલ રાખે છે. વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે સાધુવર્ગની કરુણા અને રક્ષાનું થરમૉમિટર એ છે કે તે સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સ્વયં રક્ષાની – સક્રિય આચરણની ભાવના રાખીને માનવસમાજને પણ આ તરફ પ્રયત્નશીલ રાખે છે.
પ્રશ્નવ્યાકરણસૂત્ર''માં કહ્યું છે –
सबजगजीवरक्खण दयट्ठयाण पायवणं भगवया सुकहियं । જગતના સમસ્ત જીવોની રક્ષારૂપી દયાથી પ્રેરાઈને જ ભગવાને પ્રવચન કર્યા છે.
કેવો સુંદર દૃષ્ટિકોણ છે સંસાર પ્રત્યે કરુણા કરવાનો ! સાધુવર્ગની આત્મસાધના સુંદર, યોગ્ય રીતે અને નિર્વિઘ્ન થાય તે માટે પણ સંસારને સારો બનાવવો જરૂરી છે. જો સંસાર મલિન હશે અને એમાં બદમાશ, ચોર, ડાકુ, વ્યભિચારી જેવા દુષ્ટ માનવીઓ વધી જશે, તો સાધુવર્ગની સ્વસાધનામાં પણ વિક્ષેપ પડશે. ધારો કે એક સાધુ ઉપાશ્રયમાં પોતાની સાધનામાં લીન છે અને એકાએક પડોશમાં આગ લાગે કે તોફાન જાગે અથવા તો કોલાહલ મચી જાય, તો શું તે સાધુ નિર્વિને શાંતિથી પોતાની સાધના કરી શકશે ખરા ? નહીં કરી શકે. આથી જ સાધુવર્ગે પોતાની સાધના નિર્વિધ્ધ કરવા માટે, સારા સાધુઓની વૃદ્ધિ માટે, સંસારના જીવો પ્રત્યે કરુણાની ભાવના સક્રિય બનાવવા માટે અને પોતાના ઉપકારી અને સહાયકોના ઉપકારનો બદલો વાળવા માટે આત્મોદ્ધારની સાથોસાથ સમાજોદ્ધાર માટે પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે.
સમાજના ઉદ્ધાર તરફ ધ્યાન આપવા જતાં તે આત્મસાધનાની વાત ભૂલી જશે એમ માનવું તે એક ભ્રમણા છે. બલ્લે એમ કહેવું જોઈએ ૧૨૦
રત્નત્રયીનાં અજવાળાં
કર
Page #132
--------------------------------------------------------------------------
________________
કે સમાજોદ્ધાર તરફ ધ્યાન આપવાથી સાધુની આત્મિક સાધના અધિક ઉજ્જવળ બનશે. તેનામાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, સ્વાર્થ, કામ, મોહ આદિ વિકાર કેટલા ઓછા થયા છે અથવા તો ઓછા કરવા માટે સક્રિય છે કે નહીં તેની જાગૃતિ આવશે. આ પ્રકારે તેની આત્મિક સાધનાની પરીક્ષા પણ થતી રહેશે.
સાધુરૂપી રાજહંસ
આનો અર્થ એ છે કે સામાજિક ઉદ્ધાર થવાથી તેની આત્મસાધના વધુ તેજસ્વી થશે. એમાં નુકસાન નહીં, પણ ફાયદો જ છે, કારણ કે સાધુના ઘણાં સમાજહિતનાં કાર્ય તેની આત્મસાધનાનાં અંગરૂપ હોય છે. સાધુવર્ગ પ્રવચન, ઉપદેશ કે ધર્મપ્રેરણા આપે છે તે બધું સમાજના આત્માઓને સન્માર્ગે વાળવા અને ધર્મના માર્ગે ચાલવા માટે હોય છે, સંસારનું કલ્યાણ કરનારી કે સંસારના જીવોને શાંતિ આપનારી બાબતોનું આચરણ કરવા-કરાવવાનો અને તેનો ઉપદેશ કે પ્રચાર કરવાનો પુરુષાર્થ સાધુવર્ગે કરવો જોઈએ.
બીજી વાત એ છે કે સાધુવર્ગ ગૃહસ્થ સમાજ પાસેથી જીવનનિર્વાહ માટે આહાર, પાણી, મકાન અને આવશ્યક સાધનો, પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત કરે છે, તેને બદલામાં કશું ય ન આપીને માત્ર પોતાની જ સાધનામાં રત રહે, તો તે સ્વાર્થી અને કૃતની કહેવાશે. હા, આ બધું પોતાની સાધુતાની મર્યાદામાં રહીને જ આપી શકશે. આમ કરવાથી સાધુનો સંયમ પણ જળવાશે અને ધર્મસાધનામાં સહાયકોના પ્રતિ કૃતજ્ઞતા પણ પ્રગટ થઈ જશે. પંડિતરાજ જગન્નાથે “ભામિની વિલાસ'માં રાજહંસને સંબોધિત કરીને આ સંદર્ભમાં એક સુંદર અન્યોક્તિ કહી છે –
भुत्का मृणालपटली भवता निपीतान्यम्वूनि
यत्र नलिनानि निषेवितानि । रे राजहंस ! वद तस्य सरोवरस्य
कृत्येन केन भवितासि कृतोपकारः ॥ “હે રાજહંસ ! જે સરોવરની કમળનાળોનો તે ઉપભોગ કર્યો, જેનું તેં જળ પીધું, અને જ્યાં કમળોનું સેવન કર્યું, એ સરોવરના ઉપકારનો બદલો ક્યા કાર્યથી ચૂકવીશ ?” -
સમાજોદ્ધારનો મૂળમંત્રા
૧૨૧
એક
છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
આ અન્યોક્તિ સાધુરૂપી રાજહંસને હૂબહૂ લાગુ પડે છે. સાધુએ સમાજરૂપી સરોવરમાં રહીને તેની પાસેથી આહાર-પાણી લીધાં, સંયમનાં અન્ય સાધનો પ્રાપ્ત કર્યાં, સમાજમાંથી આદર-સત્કાર મેળવ્યો, ધર્મમાં સહયોગ પ્રાપ્ત કર્યો, તેને પણ કવિ પૂછે છે કે, ‘હૈ સાધુ ! તમે એ બતાવો કે સમાજના એ ઉપકારના બદલામાં ક્યું સુકૃત્ય કરીને સમાજના ઉપકારમાંથી તમે ઋણમુક્ત થશો ?''
આ દૃષ્ટિએ આત્મોદ્ધારની સાથે સમાજોદ્ધારનો પ્રયત્ન કરવો એ સાધુઓ માટે અનુચિત નથી. સંસારને બગાડનારાં અથવા તો સંસારમાં ફસાવનારાં કાર્યોમાં પ્રેરણા આપવી અથવા તો સ્વયં એમાં ફસાઈ જવું, એને સાંસારિક કાર્યોમાં પડવું કહેવાય, પરંતુ સંસારને ધર્મકાર્ય તરફ વાળવો અથવા શુભ કાર્યોમાં જોડીને તેને સુધારવો એને સાંસારિક કાર્યમાં ડૂબ્યા, તેમ કહેવાય નહીં.
બીજી વાત એ છે કે સાધુઓએ તો વિશ્વસમસ્તના આત્માઓના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ થવાનું છે, ત્યારે એમાં સમાજના આત્માઓનો ઉદ્ધાર તો આપોઆપ સમાવેશ પામે. કેટલીક વ્યક્તિઓનો આત્મોદ્ધાર શક્ય છે, પણ સમગ્ર સમાજના આત્માઓનો ઉદ્ધાર કદાચ અશક્ય ગણાય. એક વ્યક્તિ સુધરવાથી આખો સમાજ સુધરી જતો નથી, આથી એક કે અનેક વ્યક્તિઓનો આત્મોદ્ધાર થવાથી, એને વ્યાપક રૂપ આપવાથી અથવા તો આત્મોદ્ધારનું સામાજીકીકરણ કરવાથી એટલે કે આત્મોદ્વારને સમગ્ર સમાજમાં ફેલાવવો તે સમાજોદ્ધાર છે. બંનેનો અન્યોન્યાશ્રિત સંબંધ છે, તેથી આત્મોદ્ધારની સાથે સાથે સમાજોદ્ધારની વાત કરવી જરૂરી છે. સમાજોદ્ધારનો પ્રચાર થવાથી અથવા સમાજની વ્યક્તિઓ સુધરી જવાથી વ્યક્તિના આત્મોદ્ધારમાં કોઈ વિઘ્ન નથી આવતું. તે નિર્વિઘ્ને શાંતિથી થઈ શકે છે. એક દૃષ્ટાંતથી આની છણાવટ કરીએ
-
જીવણલાલ નામનો એક મધ્યવર્ગીય ધર્મપરાયણ ગૃહસ્થ આત્માને ઉન્નત કરવા માટે અવિરત પ્રયાસ અને ચિંતન કરતો હતો. જીવણલાલની આવક ઓછી છે અને એના સમાજમાં ખર્ચાળ કુરૂઢિઓ ઘણી હતી. એની પુત્રી યુવાન અને વિવાહ યોગ્ય બની હતી. સમાજમાં દહેજની ભયંકર કુપ્રથા હતી. વળી કરિયાવર ઉપરાંત વરપક્ષને રોકડ રકમ, સોનું અને અન્ય સાધન-સામગ્રી આપવાનો કુરિવાજ હતો. જીવણલાલની આર્થિક
૧૨૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #134
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ વરપક્ષની બધી માગણી પૂરી કરી શકે તેવી નહોતી. આમ તો એ નીતિ અને ધર્મપૂર્વક આજીવિકા રળવા ઈચ્છતો હતો, પરંતુ સામાજિક કુરિવાજોમાં સુધારો થયો ન હોવાથી તેને અનીતિમય ધંધો કરીને પણ વરપક્ષની માગણી પૂરી કરવી પડે તેવી મજબૂરી હતી.
જુઓ, જીવણલાલની આત્મોદ્ધારની ભાવના સમાજોદ્ધાર વિના અપૂર્ણ રહી ને ? જો સામાજિક સુધારણા થઈ હોત અને સમાજની અમુક ગૂંગળાવનારી કુપ્રથાઓ દૂર કરવામાં આવી હોત, તો જીવણલાલનો આત્મોદ્ધાર સુંદર રીતે વૃદ્ધિ પામ્યો હોત.
આ સમાજમાં જીવણલાલ જેવા અનેક મધ્યમવર્ગીય સીમિત આવક ધરાવતાં પરિવારો છે એમને સમાજોદ્ધારના અભાવે આત્મોદ્ધારની ઉપેક્ષા કરીને સામાજિક કુરિવાજોની ચક્કીમાં કચડાવું-પિસાવું પડે છે. આથી જ આત્મોદ્ધારની સાથે સમાજોદ્ધાર અતિ આવશ્યક છે. સમાજ દિવ્ય બને
તમને “સજ્જનો' એવા શબ્દથી સંબોધિત કરીએ છીએ. શાસ્ત્રકારોએ આ શબ્દોને બદલે “દેવાનુપ્રિય' શબ્દ અનેક જગ્યાએ પ્રયોજ્યો છે. વાત એક જ છે. “સજ્જન' શબ્દ વર્તમાન સમાજમાં પ્રચલિત હોવાથી તેને તમે “દેવાનુપ્રિય” શબ્દના સ્થાને સમજજો. મનુષ્ય દેવતાઓને પ્રિય અથવા સજ્જન માનવી ત્યારે થઈ શકે, જ્યારે તેનામાં રહેલા દૈવી ગુણોનું પ્રગટીકરણ થાય. આ દૈવી ગુણ ધર્મની સાધના-આરાધના દ્વારા જ પ્રગટ થઈ શકે. સમગ્ર સમાજમાં ધર્મની સાધના કે આરાધના થાય, તો તે સમાજ દિવ્ય ગુણયુક્ત સજ્જનોનો સમાજ બની રહે. સમગ્ર સમાજમાં ધર્મની સાધના કે આરાધનાને વ્યાપ્ત કરવા અથવા પ્રચલિત કરવા માટે સર્વપ્રથમ સમાજમાં પ્રચલિત ધર્મવર્ધક, પાપોત્તેજક, અહિતકર, વિષમતાયુક્ત અને સમાજની સંગઠનશક્તિનું વિઘટન કરનારી વિનાશકારી બાબતોનું ઉન્મુલન થવું જોઈએ.
ઉદ્ધારનો એક અર્થ ઉન્નત બનવું એવો થાય છે, તે જ રીતે બીજો અર્થ ઉખાડવું પણ થાય છે એટલે સૌથી પહેલાં તો સમાજમાં પ્રચલિત અનિષ્ટ બાબતોને જડમૂળથી ઉખાડવી જોઈએ, તો જ સાચા અર્થમાં સર્વાગી સમાજોદ્ધાર થશે.
એક તત્ત્વજ્ઞાનીએ કહ્યું છે કે, “દેવ બનવા માટે જેઓ ઉન્નત સમાજોદ્ધારનો મૂળમંત્ર -
૧૨૩
Page #135
--------------------------------------------------------------------------
________________
થવાની કોશિશ કરતા નથી, તેણે સમજી લેવું કે તે રાક્ષસ બનવા માટે નિમ્ન કક્ષાએ પતન પામી રહ્યા છે.” વ્યક્તિ માટે આ વાત જેટલી સાચી છે, તેટલી જ સમાજ માટે છે. જે સમાજ ઉત્તમોત્તમ સદ્ગુણો, રીતિઓ અને પ્રથાઓને અપનાવીને ધર્મમાર્ગની સહાયથી દેવ બનીને ઉન્નતિ નહીં સાધે, તે સમાજ વિલાસિતા, દુશ્ચારિત્ર્ય, નૈતિક અધઃપતન અને પાપાચારના કારણે રાક્ષસ બનીને વિનાશના ખાડામાં પડશે.
વર્તમાન સમયમાં વિપરીત સ્થિતિ નજરે પડે છે. પોતાને આસ્તિક ગણાવનારા અને આત્મા-પરમાત્માને માનનારા લોકો દિવ્ય અને દેવાનુપ્રિય બનવાને બદલે ખોટાં કામ કરીને રાક્ષસ કે રાક્ષસપ્રિય બની રહ્યા છે. એવા કેટલાય કહેવાતા આસ્તિકો સમાજના અગ્રણી બન્યા છે, પરંતુ તેમનું જીવન અસત્ય, દગાબાજી, અપ્રમાણિકતા અને અન્યાય-અનીતિથી ધન એકત્રિત કરવામાં પસાર કરે છે. તેઓ વિવાહ, લગ્ન કે ઉત્સવોમાં કુરીતિઓનું પોષણ કરીને લાખો રૂપિયાનો ધુમાડો કરે છે અને ધામધૂમ કરવા માટે રાત-દિવસ એક કરશે, પરંતુ સમાજના નિરાધારો, અનાથો, અપંગો, ગરીબો અને બેકારોને સહાય કરીને એમની સ્થિતિ સુધારવાની હોય કે ધંધો-રોજગાર આપીને એમને સ્વાવલંબી બનાવવા માટે ધન ખર્ચવાનું હોય, તો તે બહાના બતાવે છે. આ તે કેવું આસ્તિકપણું ?
એક રાજા રાજ્યસત્તા હાથમાં લઈને પ્રજારક્ષાનું કશુંય કાર્ય ન કરે, તો તમે એને શું કહેશો ? એવી રીતે તમે આસ્તિક બનીને ઉચ્ચ ધર્મ પામ્યા હોવાથી ધર્મમાં વિશ્વાસ રાખતા હો, તો પછી વિલાસિતા, ફેશન, પ્રમાદ, સમાજસુધારા તરફ ઉપેક્ષા અને ધર્માચરણમાં આળસ અપનાવીને ખોટાં કામ કરો તે કેટલું યોગ્ય ગણાય ? શું તમે તમારાં ખોટાં કાર્યોથી આસ્તિક, ધર્માત્મા કે દેવતાઓના પ્રિય ગણાવાને યોગ્ય ખરા ? જો કોઈ આસ્તિક થઈને અસત્ય બોલે, ચોરી કરે અથવા બીજું કોઈ પાપકર્મ કરે, તો એ તેના વ્યવહારથી નાસ્તિકતા ફેલાવનારા કે નાસ્તિક ગણાય નહીં ?
આજે ઘણી વખત આત્માને ન માનનારા નાસ્તિકો આસ્તિકોની સરખામણીએ વધારે ચારિત્રશીલ, સત્યવાદી અને અન્યાય-અનીતિ પ્રત્યે ધૃણા ધરાવનારા આસ્તિક ન કહી શકાય ? સાચા આસ્તિક અને ધર્મશીલ વ્યક્તિના વિચાર, સંપત્તિ અને શક્તિ સમાજોદ્ધાર માટે, પ્રાણીમાત્રના કલ્યાણ માટે, દેશ, ધર્મ અને સમાજની રક્ષા માટે તથા સમ્યકજ્ઞાનપ્રચાર
૧૨૪
રત્નત્રયીનાં અજવાળાં
Page #136
--------------------------------------------------------------------------
________________
માટે હોય છે.
આસ્તિક વ્યક્તિઓ જ્યારે દૈવી ગુણોથી સંપન્ન થશે, ત્યારે જ તેઓ દેવોના પ્રિય અને સર્જન કહેવાશે અને ત્યારે જ સાચા અર્થમાં સમાજોદ્ધારની ઇમારતનો પાયો નખાશે.
સમાજોદ્ધારનાં મૂળ તત્ત્વ
સમાજના ઉદ્ધારનો પાયો કેટલાંક મૂળ તત્ત્વો પર આધારિત છે, એને અપનાવ્યા વિના આ કાર્ય મંદ અને અપરિપક્વ રહેશે. તે મૂળ તત્ત્વો પર ક્રમશઃ વિચાર કરીએ : (૧) ધર્મમર્યાદાઓનું અનુસરણ :
શુદ્ધ અને વ્યાપક ધર્મ તે સમાજનો પ્રાણ છે. એ ધર્મની મર્યાદાને સમાજનો પ્રત્યેક સભ્ય અનુસરે, ત્યારે જ સમાજ સ્વસ્થ અને સુખી રહી શકે. જે સમાજમાં ધર્મ-મર્યાદાઓ(નિયમો, વ્રતો વગેરે)નું પાલન થઈ શકતું નથી, તેમાં ઝડપથી અવ્યવસ્થા અને અશાંતિ ફેલાય છે.
આજે ધર્મ અને વ્યવહારને તદ્દન ભિન્ન માનવાને કારણે સમાજ નિર્જીવ અને ધર્મ નિર્વીર્ય થઈ ગયો છે. ધર્મને પોતાની તેજસ્વિતા દર્શાવવાનું ક્ષેત્ર તો સમાજ છે. માત્ર વ્યક્તિના જીવનમાં ધર્મ હોય અને સમગ્ર સમાજના જીવનમાં ધર્મનું વાતાવરણ ન હોય તો તે વ્યક્તિગત ધર્મ પણ તેજસ્વી નથી બની શકતો, બબ્બે રૂઢિયુક્ત થઈ જાય છે. પરિણામે સામાજિક વ્યવહારમાં પ્રત્યેક પગલે અને દરેક વળાંક પર ધર્મનો સમન્વય થવો જોઈએ. ધર્મથી વિરુદ્ધ એવું કોઈ પણ સામાજિક કાર્ય કે વ્યવહાર થવો ન જોઈએ, તો જ સમાજોદ્ધારનો પાયો મજબૂત થશે. (૨) સંપ ત્યાં જંપ :
સંપ જ સમાજમાં સંપત્તિની વૃદ્ધિ કરાવનાર છે. સમાજમાં સંપ ન હોવાને કારણે થતા પરસ્પર કલહ, વૈમનસ્ય, મતભેદ અને સંઘર્ષને કારણે સમાજની ઉન્નતિનાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય અવરોધ પામે છે. સંપ વિના સમાજના સભ્યોની શક્તિ વેરવિખેર થઈ જાય છે. સારા કામમાં શક્તિ યોજવાને બદલે વ્યર્થ કાર્યોમાં શક્તિ વેડફાય છે, તેથી જ સમાજોદ્ધાર માટે સંપ એક મહત્ત્વપૂર્ણ કડી છે..
સમાજોદ્ધારનો મૂળમંત્ર
૧૫
Page #137
--------------------------------------------------------------------------
________________
(૩) વાત્સલ્યનું પરસ્પર આદાનપ્રદાન :
સમાજમાં પરસ્પર વાત્સલ્યભાવ હોય તો જ સામાજિક ઉત્કર્ષ થઈ શકે. પરસ્પરને માટે વાત્સલ્યભાવ હશે, તો જ લોકો સમાજના ઉદ્ધારની વાતમાં રસ લેશે. સમાજમાં પછાત, દલિત, અસહાય, અનાથ, વિકલાંગ અને નિર્ધન વ્યક્તિઓ પ્રત્યે વાત્સલ્યભાવથી પ્રેરાઈને જ સાધન-સંપન્ન વર્ગ સામાજિક કુરૂઢિઓને બદલવા કે સુધારવા માટે પ્રયત્નશીલ થશે અને આવો સંપન્ન વર્ગ તેમની સેવા કરવાની ભાવનામાં વૃદ્ધિ કરશે.
સાધર્મી-વાત્સલ્યનો અર્થ આજે ઘણો સંકુચિત કરી નાખ્યો છે. સાધર્મીને માત્ર ભોજન કરાવવામાં જ સાધર્મી-વાત્સલ્યની ઇતિશ્રી થઈ જતી નથી. આદરપૂર્વક ભોજન કરાવવું એ વાત્સલ્યની વૃદ્ધિનું કારણ ગણાય, પરંતુ સાચા અર્થમાં સાધર્મી-વાત્સલ્યનો અર્થ તો છે સમાજના પછાત, અસહાય, નિધન અને બેકાર વ્યક્તિઓને ધંધો-રોજગાર કે નોકરી અપાવીને જરૂરી સહયોગ આપીને પોતાના સમાન બનાવવા. પોતાની નામના અને કીર્તિ માટે પોતાના સમાજના ભાઈઓને એક દિવસ માટે ભોજન કરાવવું અને ક્યારેક વિપત્તિના સમયે તેઓ સુખીસંપન્ન ભાઈઓ પાસે આવે, ત્યારે ભોજન કરાવવાની વાત તો દૂર રહી, કિંતુ ધક્કા મારીને અથવા તોછડો જવાબ આપીને અપમાનિત કરીને કાઢી મૂકવા તેને સાચું સાધર્મી-વાત્સલ્ય ગણાય ખરું ?
સાધર્મી-વાત્સલ્યનું પ્રાચીન જવલંત ઉદાહરણ માંડવગઢનું છે. બહારથી માંડવગઢમાં વસવાટ કરવા માટે આવેલી વ્યક્તિને દરેક ઘેરથી એક એક ઈટ અને એક એક રૂપિયો આપવામાં આવતો હતો. ઈટોથી તેનું રહેવાનું મકાન તૈયાર થઈ જતું અને રૂપિયાથી તેનો વ્યાપાર-ધંધો ચાલુ થઈ જતો. આમ સમાજ તરફથી સાથ પ્રાપ્ત કરનાર આગંતુક વ્યક્તિ સમાજના ઉત્થાનમાં હૃદય રેડીને કાર્ય કરતા હતા.
વાત્સલ્યનું પરસ્પર આદાનપ્રદાન સમાજોદ્ધારના કાર્યને અત્યંત સરળ અને સુલભ બનાવે છે. () સહયોગનું આદાનપ્રદાન :
સમાજમાં વિવિધ પ્રકારની શક્તિ ધરાવતી વ્યક્તિઓ હોય છે. કોઈની પાસે શ્રમની શક્તિ હોય છે તો કોઈની પાસે ધનની શક્તિ ૧૨૬
રત્નત્રયીનાં અજવાળાં
Page #138
--------------------------------------------------------------------------
________________
હોય છે. કોઈ વિદ્યા(જ્ઞાન)ની શક્તિ ધરાવે છે અને કોઈ શારીરિક રીતે બળવાન હોય છે, પરંતુ પરસ્પરના સહયોગના અભાવે આ સઘળી શક્તિ અલગ અલગ રહીને કંઠિત થઈ જાય છે. પોતાનામાં જ સીમિત રહીને વ્યક્તિગત તુચ્છ સ્વાર્થોમાં રચ્યાપચ્યા રહે છે. સમાજની ઉન્નતિના કાર્યમાં કોઈ પોતાની શક્તિનું પ્રદાન કરવા તૈયાર થતું નથી. પરિણામે સમાજ નિર્બળ અને કાયર બની જાય છે. કોઈ પણ વ્યક્તિ આવા સમાજને દબાવી, હરાવી કે તેના પર પ્રભુત્વ મેળવીને તેને ગુલામ બનાવી શકે છે. પ્રગતિની ઘોડદોડમાં આવો નિર્બળ અને ડરપોક સમાજ પાછળ પડી જાય છે. સમાજમાં પરસ્પરના સહયોગના અભાવને કારણે તુચ્છ, સ્વાર્થી અને સ્વકેન્દ્રી લોકો કેટલું મોટું નુકસાન કરે છે, તેનું એક દષ્ટાંત જોઈએ.
પાંચસો ઘરની વસ્તીવાળા એક ગામમાં તમામ જ્ઞાતિના લોકો વસતા હતા. બધા જ પોતપોતાની આજીવિકાના કામમાં ડૂબેલા રહેતા હતા. ગામની ઉન્નતિ, સુરક્ષા કે વ્યવસ્થાની કોઈને ખાસ ચિંતા ન હતી. સહુ પોતપોતાના તુચ્છ સ્વાર્થમાં રત હતા. કોઈ વિશિષ્ટ પ્રસંગે પણ કોઈ કોઈને મદદરૂપ થતા નહોતા. ચાર ડાકુઓની એક ટુકડીએ એક વાર ગ્રામજનોને ચેતવણી આપી.
અમે અમુક દિવસે તમારા ગામ પર હલ્લો કરીશું અને લૂંટ ચલાવીશું.'
આ સમાચાર સાંભળીને ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો, પરંતુ તેઓ તરત જ એક સ્થળે એકઠા થઈને તેના ઉપાયનો વિચાર કરી શક્યા નહીં. ગામના ધનવાનો આખો દિવસ એકેએક માણસને મળીને સહુને એક જગ્યાએ ભેગા થવા માટે વિનંતીઓ કરવા લાગ્યા, ત્યારે માંડ થોડાક લોકો ભેગા થયા. અંગત સ્વાર્થી લોકોએ જુસ્સાદાર ભાષણ આપીને ગામના યુવકોને ડાકુઓનો સામનો કરવા માટે તૈયાર કર્યા અને બધા નવજુવાનોને હથિયાર પણ આપી દીધાં. કમર કસીને હથિયારોથી સજ્જ થઈને લગભગ એકસો યુવકો સમી સાંજે ગામની સીમમાં ડેરા નાખીને ક્રમ પ્રમાણે બેસી ગયા.
બધાએ વિચાર્યું, “ડાકુ આવશે તો આ જ રસ્તે. અમે વારાફરતી ચોકી કરીશું.”
આઠ-આઠ યુવકોની ટુકડીએ એક-એક કલાક વારાફરતી પહેરો ભરવાનું સમાજોદ્ધારનો મૂળમંત્ર
૧રળ
Page #139
--------------------------------------------------------------------------
________________
નક્કી કર્યું. યુવકોનો પડાવ તો ગામથી ઘણો દૂર હતો, પરંતુ જે આગળની ટુકડીની ચોકી કરવાનો વારો હોય તે એમ જ વિચારતા, “મિત્રો, આપણે શા માટે આગળ રહીને વ્યર્થ આપણા પ્રાણ ગુમાવીએ ! આગળ રહીશું તો ડાકુઓ સૌથી પહેલાં આપણા પર જ હુમલો કરશે.” આથી સૌથી પહેલી અને સૌથી આગળની ટુકડી છેક પાછળ ગામના સીમાડે આવીને ઊંધી ગઈ. તેના પછીની ટુકડીને પણ એવો જ તુચ્છ અને સ્વાર્થી વિચાર આવ્યો. તે ટુકડી પણ સૌથી પાછળ આવીને સૂઈ ગઈ.
આમ ક્રમશઃ આઠેય ટુકડીઓએ કર્યું. સવાર થતામાં તો તે બધા યુવકો ગામની અંદર ઘૂસી ગયા. ડાકુઓની ટુકડીએ લાગ જોઈને સવાર થતામાં હુમલો કર્યો. બધા ચોકીદારો ઘસઘસાટ ઊંઘતા હતા. ડાકુઓએ આખા ગામને લૂંટી લીધું અને એમણે એમનો સામનો કર્યો તેમને મારપીટ કરી તથા કેટલાકને મારી પણ નાખ્યા. ડાકુ પોતાનું કામ કરીને ભાગી છૂટ્યા. જ્યારે યુવાન ચોકીદારો ઊડ્યા, ત્યારે ગામમાં ધમાલ મચેલી હતી. યુવકોને સમજાઈ ગયું કે અમારી બેદરકારી અને સ્વાર્થોધતાને કારણે જ આમ થયું છે, નહીંતર માત્ર ચાર ડાકુઓ અમારા આખા ગામને શી રીતે લૂંટી જાય ?” પણ જ્યારે સમય વીતી ગયા પછી થાય શું ?
સ્વકેન્દ્રી સ્વાર્થી લોકોના સ્વાર્થીપણાથી આખા સમાજે નુકસાન વેઠ્યું. આથી સમાજના ઉદ્ધાર માટે સહયોગ આવશ્યક તત્ત્વ છે. સહ્યોગરૂપી સ્થંભ વિના સમાજરૂપી મહેલ ટકી શકતો નથી.
આપણા શરીરના અવયવોમાં પરસ્પર કેટલો બધો સહયોગ છે ! જો પગમાં કાંટો વાગે તો આંખ તેને જોવા આતુર બની જાય છે. પગમાં વધારે પીડા થાય તો આંખમાંથી આંસુ વહે છે, હાથ એ કાંટાને કાઢવાના પ્રયત્ન કરે છે અને જીભ બીજી વ્યક્તિને કાંટો કાઢવામાં સહાયરૂપ થવાનું કહેશે. મસ્તક એ વિચાર કરશે કે કેવી રીતે એ કાંટો જલદીમાં જલદી નીકળી શકે. કાન કાંટાનો અવાજ સાંભળીને બીજા પાસે થઈ તેને કાઢવાની રીત સાંભળવામાં લાગી જશે. આમ પ્રત્યેક અવયવ પોતપોતાની યોગ્યતા અનુસાર કાંટો કાઢવાના કામમાં સહયોગ આપવા લાગી જશે.
આ રીતે સમાજમાં વિવિધ પ્રકારની શક્તિ ધરાવનારા લોકોએ પરસ્પર સહયોગ માટે અને સમાજ પર કોઈ આપત્તિ આવી પડે તો એકમત થઈને તેને હટાવવામાં લાગી જવું જોઈએ. આમ થાય ત્યારે જ ૧૨૮
રત્નત્રસ્યનાં અજવાળાં
:
જ.
Page #140
--------------------------------------------------------------------------
________________
સમાજના ઉદ્ધારનું કાર્ય દીપી ઊઠશે. (૫) યોગ્યને યોગ્ય કામમાં લગાવવા :
સમાજમાં હોદો, વ્યવસ્થા અને કાર્યોમાં યોગ્ય વ્યક્તિઓને નીમવાથી સામાજિક સુખ-શાંતિ અને વ્યવસ્થા ટકી રહે છે. અયોગ્ય વ્યક્તિની કોઈ પદ, કાર્ય કે વ્યવસ્થા માટે નિમણૂક કરવામાં આવે તો સઘળી વ્યવસ્થા અને સુખ-શાંતિ ખતમ થઈ જાય છે. અથગ્ય વ્યક્તિ યોગ્ય રીતે વિધિપૂર્વક કામ કરી શકતી નથી, તેથી જનસામાન્યમાં સામાજિક કામનો અસંતોષ પેદા થાય છે અને ક્વચિત આ અસંતોષનું પરિણામ બળવામાં પણ આવે છે. આથી “લોન યોન' આ મંત્ર સમાજની ઉન્નતિ માટે બહુ આવશ્યક છે. સંસ્કૃત ભાષામાં એક કહેવત છે –
__नहि वारणपणं मेहुं शक्तो वनायुजः । “હાથીની (પીઠ પરનું) પલાણ ગધેડું કદી સહન કરી શકતું નથી.” વ્યક્તિ જેને માટે યોગ્ય હોય તે જ કામ તેને સોંપવું જોઈએ. ભારતીય સમાજની પ્રાચીન ચાતુર્વર્ણવ્યવસ્થામાં આ જ ભાવના હતી. એનાથી સમાજની વ્યવસ્થા દીર્ઘકાળ સુધી ટકી રહી.
આજે વર્ણવ્યવસ્થામાં અવ્યવસ્થાને કારણે ભારતવર્ષને ઘણું નુકસાન થયું છે અને અવ્યવસ્થા વ્યાપી ગઈ છે. શરીરમાં પ્રત્યેક અવયવ પોતાના ઉચિત સ્થાને જ શોભે છે. હાથની જગ્યાએ પગ હોય અને પગની
ગ્યાએ હાથ હોય તો હાથનું કામ ન થાય કે ન તો પગનું કામ થાય. એ જ રીતે હાથનું કામ મસ્તકથી અને મસ્તકનું કામ હાથથી લેવા ઇચ્છીએ તો તે અસંભવ જણાશે. બધાં અંગો યથાસ્થાને હોય, એમાં જ શરીરની શોભા અને સુંદરતા છે. બધાં અંગો પોતપોતાનું કામ ન કરે તો તેઓ સ્વયં નકામાં થઈ જશે.
આ રીતે સમાજરૂપી શરીરમાં પણ વિભિન્ન વર્ગો કે યોગ્યતાઓ ધરાવતી વ્યક્તિઓને તેમને યોગ્ય કામ સોંપવું જોઈએ. અને તેમણે પણ પોતાને સોંપાયેલું કામ કરવું જોઈએ. આમ ન થાય તો સમગ્ર સમાજની વ્યવસ્થામાં અંધાધૂંધી થઈ જશે. આ વિષયમાં એક ઐતિહાસિક ઉદાહરણ લઈએ –
બાબર અત્યંત મહેનતુ હતો. એક વાર ચડાઈ કરવા છતાં તે ભારત સમાજોદ્ધારનો મૂળમંત્ર છે
૧૨૯
ક
*
Page #141
--------------------------------------------------------------------------
________________
પર વિજય મેળવી શક્યો નહીં, પરંતુ એના મનમાં હિંદુસ્તાનને જીતવાની મહત્ત્વાકાંક્ષા હતી. આ ઇચ્છાથી પ્રેરાઈને બાબરે ઈરાનના બાદશાહને દૂત મારફતે સંદેશો કહેવડાવ્યો, “બાબર ભારત પર વિજય મેળવવા ઇચ્છે છે. તેને આપની સહાયની જરૂર છે.”
ઈરાનના બાદશાહે કહ્યું, “સહાયતા આપવા માટે હું તૈયાર છું, પરંતું પહેલાં એ કહે કે બબર પહેલાં હાર્યો કેમ?”
દૂત ઘણી હોશિયાર હતો. તેણે ઉત્તર આપ્યો, “યોગ્ય પદ પર યોગ્ય વ્યક્તિઓને નિયુક્ત ન કરવાથી તેને હાર ખાવી પડી.” બુદ્ધિશાળી વ્યક્તિને યોગ્ય પદ મૂર્ખ લોકોને આપ્યું અને સામાન્ય માણસોને યોગ્ય પદ પર એણે બુદ્ધિશાળી માણસોને નિયુક્ત કર્યા હતા. મૂર્ખ મહાન કાર્ય કરી શકતા નથી અને સામાન્ય કામ કરવામાં બુદ્ધિશાળીઓનું ચિત્ત ચોંટતું નહોતું.
આ રીતે બધાં કાર્યોમાં અવ્યવસ્થા થવાને લીધે બાબરને પરાજિત થવું પડ્યું. બાબરને પોતાની ભૂલ સમજાઈ હોવાથી આ વખતે એવું નહીં થાય.” આથી ઈરાનના બાદશાહે બાબરની મદદે પોતાનું લશ્કર મોકલ્યું. બાબરે ફરીથી ભારત પર ચઢાઈ કરી અને પોતાના વિજયનો ડંકો વગાડ્યો.
આનું તારણ એ કે સમાજમાં જે વ્યક્તિ જેને યોગ્ય હોય તેવું જ કામ સોંપવાથી વ્યવસ્થા જળવાઈ રહેશે અને તેથી સમાજોદ્ધારનું કામ પણ સરળતાથી થશે. સમાજમાં નારીનું સ્થાન ઘણું ઉચ્ચ અને મહત્ત્વપૂર્ણ હતું, પરંતુ જ્યારથી તે નીચી કક્ષાની અને ધૃણાસ્પદ ગણાવા લાગી, ત્યારથી સમાજમાં વિષમતા ફેલાઈ અને તેનું પતન થયું. (૬) દેશ, કાળ, પરિસ્થિતિ જોઈને હિતકર સુધારાનો શુભ સંકલ્પ કરવો :
જમાનો બદલાઈ રહ્યો છે. જો સમાજ જમાના અનુસાર નહીં બદલાય તો જમાનાની તેજ ગતિ તેને પલટી નાખશે. પોતાની ઇચ્છાથી દેશ, કાળ અને પરિસ્થિતિ જોઈને, સમાજના હિતનો વિચાર કરીને, યુગાનુસાર સમાજની પ્રથાઓમાં પરિવર્તન કરવું અને કાળની લપડાકને કારણે બેળેબેળે વિવશ થઈને પરિવર્તન કરવામાં ઘણું અંતર છે. જેમ એક માણસ ઘોડા પર સવાર થઈને જાય છે અને બીજો માણસ ઘોડાની પૂંછડી સાથે - ૧૩૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #142
--------------------------------------------------------------------------
________________
બંધાઈને ઘસડાતો ચાલે છે. લક્ષ્ય પર તો બંને પહોંચે છે, પરંતુ બંનેના ચાલવામાં અને પહોંચવામાં જેવું અંતર છે તેવું જ અંતર આ બંને પરિવર્તનોમાં છે.
એક બીમાર થઈને સૂઈ જાય અને બીજો થાકીને સૂઈ જાય. થાકીને સૂનારો ગાઢ નિદ્રા લઈને સ્કૂર્તિ પ્રાપ્ત કરે છે, જ્યારે બીમારને વિવશ થઈને સૂઈ જવું પડે છે.
આપણામાં આજે પણ પરિવર્તન થઈ રહ્યું છે, પરંતુ તે થાય છે અવિવેકપૂર્વક. પરિણામે સમાજની પ્રથાઓ, રીતરિવાજો, નિયમો અને રૂઢિઓ યુગસંદર્ભ વિનાની, દંભ વધારનારી, વિકાસમાં અવરોધરૂપ, અત્યંત ખર્ચાળ, અહિતકર અથવા તો નિરર્થક બની ગઈ છે. દેશ, કાળ, પરિસ્થિતિ વગેરેને જોઈને એને તત્કાળ બદલવાનો કે સુધારવાનો શુભ સંકલ્પ કરવો જોઈએ. પોતાની અહિતકર પ્રથાઓને બદલીને હિતકર પ્રથાઓને પ્રચલિત કરે છે તે જ સમાજ જીવંત કહેવાય અને એ જ ઉન્નતિ અને પ્રગતિ કરી શકે છે.
સમાજના પાયાના સિદ્ધાંતોમાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરિસ્થિતિ અનુસાર એના બાહ્ય રૂપમાં પરિવર્તન કરતા રહેવું જોઈએ. આમ થાય તો જ સમાજોદ્ધારનું કામ સતત ચાલુ રહે છે. ઋતુ પ્રમાણે પહેરવેશ બદલવા છતાં વ્યક્તિમાં કોઈ પરિવર્તન થતું નથી, એ જ રીતે સમાજમાં સામાજિક પ્રથાઓમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર પરિવર્તન થવા છતાં પણ સમાજ તો એનો એ જ રહે છે, બલ્ક સમાજનું જીવન ઉન્નત બને છે. આથી સમાજોદ્ધાર માટે આ તત્ત્વ તો અનિવાર્ય છે. આવા શુભ સંકલ્પોના બળ પર જ સમાજ સુદૃઢ બને છે.
વર્તમાન યુગ ક્રાંતિનો યુગ છે. આ યુગમાં માનવજીવનનાં બધાં ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થઈ રહ્યાં છે. અસંભવ લાગતી વસ્તુઓ સંભવ થવા લાગી છે. રાજનૈતિક, આર્થિક વગેરે ક્ષેત્રોમાં ક્રાંતિ થઈ રહી છે અને સામાજિક ક્ષેત્ર પણ ક્રાંતિની અસરથી મુક્ત રહી શક્યું નથી. આમ છતાં એમ કહેવું જોઈએ કે સામાજિક ક્ષેત્રમાં સંતોષજનક સુધારા નથી થયા. કેટલીય સામાજિક પ્રથાઓમાં નવા જમાના પ્રમાણે કરાયેલા સુધારા ધર્મની ઉપેક્ષા કરીને કરાયા છે. કેટલીક જગાએ અહિતકર એવા
સમાજોદ્ધારનો મૂળમંત્ર .
૧૩૧
Page #143
--------------------------------------------------------------------------
________________
જૂના રીતરિવાજો સાથે ધર્મને એવી રીતે જોડી દેવામાં આવ્યો છે કે લોકો તે કુરિવાજોનો ત્યાગ કરવામાં ખચકાટ અનુભવે છે.
વાસ્તવમાં આ રીતરિવાજોને ધર્મ સાથે કોઈ વિશિષ્ટ સંબંધ નથી, બલ્કે આવા અહિતકર અને સમાજના પછાત વર્ગો માટે ત્રાસદાયક રીતરિવાજોને વળગી રહેવાથી અધર્મ જ થાય છે. જેમકે અસ્પૃશ્યતાની માન્યતા. હરિજનને અડી જવાથી ધર્મ જતો રહે, એ કુરિવાજ કેટલો ભયંકર, યુગવિરોધી અને અસમાનતાના અનિષ્ટને વધારનારો છે. પોતાના મૃત સંબંધીની પાછળ મહિનાઓ સુધી રડવાની અને છાતી કૂટવાની કુપ્રથા પણ સમાજનું પછાતપણું સૂચવે છે. આવા કુરિવાજોને શોધી શોધીને સમાજમાંથી હકાલપટ્ટી આપવી જોઈએ.
કેટલીક હાનિકારક પ્રથાઓ પાશ્ચાત્ય સભ્યતાના પ્રવાહની સાથે સમાજમાં ક્યાંક ક્યાંક પ્રવેશેલી જોવા મળે છે. જેમ કે લગ્ન પૂર્વે છોકરા-છોકરીના થતા અતિ સંપર્કો. આવી કુપ્રથાઓ ભારતીય સંસ્કૃતિ અને નીતિની વિરુદ્ધ હોવાથી સમાજમાં ત્યાજ્ય હોવી જોઈએ. આમ સમાજ માટે હાનિકારક, અહિતકર, ખર્ચાળ, વિકાસઘાતક, ભારતીય સંસ્કૃતિ અને નીતિની વિરુદ્ધ અને યુગથી વિરોધી, વર્તમાન યુગ માટે અનાવશ્યક એવા રીતરિવાજો અથવા તો તદ્દન વ્યર્થ કે વિકૃતિયુક્ત કુપ્રથાઓમાં અવશ્ય પરિવર્તન કરવું જોઈએ.
વિકાસમાં લાગેલી ઊધઈ
સમાજની વર્તમાન પરિસ્થિતિ જોતાં કેટલીક સામાજિક કુપ્રથાઓ તરફ નજર કરીએ.
સમાજના વિકાસમાં લાગેલી આ ઊધઈ છે. સમાજની ઉન્નતિમાં આવા કુરિવાજો અવરોધરૂપ પથ્થર સમાન છે, એટલે તેમનામાં પરિવર્તન કરવાની જરૂર છે. કેટલીક કુપ્રથાઓ આ પ્રમાણે છે.
કન્યાવિક્રય ઃ કન્યાવિક્રય એટલે વરપક્ષ પાસેથી ધન લઈને પોતાની કન્યા આપવી. એની પાછળ હેતુ એ હતો કે કોઈ કન્યાવાળા નિર્ધન હોય તો તે પૈસાથી છોકરીના લગ્નનો ખર્ચો કાઢી શકે, પરંતુ તે ધનને કોઈ પોતાના ઘરમાં રાખતા ન હતા. લગ્નના ખર્ચ માટે લાચારીવશ થઈને રકમ લેતા શરમ અનુભવતા હતા. એથી ઊલટું કન્યાદાન કરવામાં
૧૩૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #144
--------------------------------------------------------------------------
________________
આવતું હતું અને છોકરીના ઘરનું પાણી પણ પીતા ન હતા. પરંતુ એ પછી કેટલાક ધનલોભી માનવીઓ કન્યાના હિત-અહિતનો વિચાર કર્યા વિના કન્યાના રૂપિયા ગણીને તેને વૃદ્ધ, બીમાર, વિકલાંગ કે બીજવર સાથે પરણાવી દેવા લગ્યા. કન્યા વેચવાનો વ્યાપાર શરૂ થયો. કેટલાક સમાજના હિતેચ્છુઓનું ધ્યાન આ અનિષ્ટ તરફ ગયું અને એમણે આ કુપ્રથાને બંધ કરવાનો કાયદો કર્યો. હવે તો કન્યાવિય લગભગ સમાપ્ત થઈ ચૂક્યો છે, છતાં ક્યારેક ક્યાંક એવો પ્રસંગ બને છે, તે પણ સમાજથી છુપાવીને.
વરવિજયઃ આજે સમાજને કન્યાવિક્રયને બદલે વરવિયનો રોગ લાગુ પડ્યો છે. આ રોગ એટલો બધો ચેપી છે કે સમાજ આવા ભયંકર ટી.બી.ના રોગને લીધે મૃતપાય બની રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં છોકરાઓ લિલામ થઈ રહ્યા છે. કન્યાપક્ષ પાસેથી ચાંદલો-વીંટીના નામે મોટી-મોટી રકમ માગવામાં આવે છે. સોનું કે સોનાનાં ઘરેણાં માગવામાં આવે છે. ઘડિયાળ, રેડિયો, સોફાસેટ, સ્કૂટર કે અન્ય ફર્નિચરની માગણી એ તો સાવ સામાન્ય વાત બની ગઈ છે. વિદેશગમનનો અને અભ્યાસનો ખર્ચ પણ માગવામાં આવે છે.
આ રીતે પારકાના અને પરસેવો પાડ્યા વિનાના ધન પર તાગડધિન્ના કરવામાં આવે છે. યુવકો માટે, છોકરાઓનાં માતા-પિતા માટે પણ આ કુરિવાજોનું પાલન ઓછું પાપજનક નથી.
બિચારા કન્યાના મધ્યમવર્ગીય પિતાની સ્થિતિ ઘણી દુઃખદ થાય છે ! એક બાજુ ઘરમાં વીસ-પચીસ વર્ષની દીકરી કુંવારી બેઠી હોય, તો બીજી બાજુ વરપક્ષને મોં માગ્યા પૈસા આપવાની શક્તિ ન હોય, ઘરમાં ખાવાનાં સાંસાં પડતાં હોય, વ્યાપાર નબળો ચાલતો હોય, મોંઘવારી વધી ગઈ હોય, તેવે વખતે મોટી વયની કન્યાના પિતાની સ્થિતિ કેટલી બધી દયનીય થઈ જાય છે ! તે વરપક્ષને ક્યાંથી આટલી મોટી રકમ કે કીમતી સાધનો લાવીને આપે ? આવી ચિંતાના ફળસ્વરૂપે કેટલાંક માતા-પિતા તો આત્મઘાત કરે છે. આ ભયંકર અનિષ્ટ આટલેથી પૂરું થતું નથી.
જો કન્યાનાં માતા-પિતાએ વરપક્ષની અપેક્ષા કરતાં ઓછું આપ્યું હોય તો તેનું વેર છોકરી પર વાળવામાં આવે છે. આવી છોકરી જ્યારે નવવધૂ બનીને સાસરામાં આવે છે, તો એને સાસુ સસરા અને નણંદોનાં
સમાજદ્ધારનો મૂળમંત્ર -
ફો
૧૩૩.
Page #145
--------------------------------------------------------------------------
________________
મેણાં સાંભળવાં પડે છે. ગાળો સહેવી પડે છે અને પતિની હેરાનગતિનો ભોગ બનવું પડે છે એને વિવિધ યાતનાઓ અપાય છે. માર મારવામાં આવે છે તથા મારી નાખવાની ધમકી અપાય છે અને કેટલીય જગ્યાએ તો સાચે જ મારી નાખવામાં આવે છે. તો શું આવું પાપકર્મ, આટલી ભયંકર હિંસા કોઈ પણ ધર્મને માનનાર આસ્તિક પુરુષ કરી શકે ખરો ? પરંતુ સમાજમાં આવી કુપ્રથાને ખુલ્લેઆમ પ્રચલિત થતી જોવા છતાં તેને સહન કરવામાં આવે છે, બલ્કે ધનિક વ્યક્તિઓ પોતાની છોકરીઓને પોતાના બરાબરિયા લોકોને ઘેર પરણાવવા માટે મોટી-મોટી રકમ વરપક્ષને આપે છે અને આ કુપ્રથાને ચાલુ રાખે છે. આ ભયંકર પાપી રિવાજને પુણ્યપ્રાપ્તિનો ઢોળ ચઢાવીને ચાલુ રખાય છે. જે સમાજમાં છોકરા-છોકરીને મોંમાગ્યા પૈસાથી વેચવામાં આવે છે, તે સમાજનું અધઃપતન ન થાય તો બીજું શું થાય ? આવા કુરિવાજોને તો જેમ બને તેમ ઝડપથી સમાજમાંથી ધક્કા મારીને કાઢવા જોઈએ.
બાળવિવાહ અને વૃદ્ધવિવાહ
આ બંને અનિષ્ટ સમાજના વિકાસમાં ઘાતક છે. સમાજને નિર્વીર્ય અને નિર્બળ બનાવનાર છે. આનાં અનિષ્ટકારક પરિણામો તો તમે જાણો જ છો. બાળવિવાહથી કસમયે કાચું વીર્ય નષ્ટ થઈ જવાથી ઘણા રોગ થાય છે. કસમયે જ વૃદ્ઘ કે પુરુષત્વહીનતા વગેરે આવે છે. અને સંતાન પણ નિર્વીર્ય પેદા થાય છે. વૃદ્ધવિવાહ તો જાણીજોઈને કોડભરી યુવાન ન્યાના જીવનમાં આગ ચાંપવા જેવી વાત છે. એનાથી તો ન્યાને વૈધવ્ય, અસહાયતા, પરાધીનતા જેવાં દુ:ખો ઘેરી લે છે. કેટલાંય માતા-પિતા ધનના લોભમાં અથવા તો પોતાની પુત્રીને પુષ્કળ ઘરેણાં અને સાધન-સામગ્રી સાંપડશે, એવા પ્રલોભનમાં વૃદ્ધના ગળે વળગાડી દે છે. સમાજસુધારકોએ આ રિવાજને સમાજમાંથી તત્કાળ તિલાંજલિ આપવી જોઈએ.
કરિયાવર
કરિયાવરની પ્રથા સમાજ માટે અત્યંત ઘાતક છે. કન્યાપક્ષવાળા સ્વેચ્છાથી જે ઇચ્છે તે આપે, પરંતુ તેનો દેખાડો કરવો જોઈએ નહીં. વરપક્ષવાળા તેમના પર એવું દબાણ ન લાવે કે તમે આટલી રકમ આપશો નહીં, તો અમે તમારી છોકરી નહીં લઈએ. દહેજના દાનવે રત્નત્રયીનાં અજવાળાં
૧૩૪
Page #146
--------------------------------------------------------------------------
________________
લાખો યુવતીઓનું લોહી પીધું છે અને એમના જીવનનું સત્યાનાશ વાળ્યું છે, તેથી આ પાપને પણ જેટલું બને તેટલું જલદીથી વિદાય આપો. ખર્ચાળ રીત-રિવાજ
અત્યારે મોંઘવારીના સમયમાં વિવાહ, જન્મ, મૃત્યુ, ઉત્સવ કે કોઈ ખાસ અવસરે ઘણા ખર્ચાળ રીતરિવાજ પ્રચલિત છે. આ ખર્ચના બોજથી મધ્યમવર્ગની કમર એટલી તો વાંકી વળી ગઈ છે કે હવે તે વધારે સહન કરી શકે તેમ નથી. બિચારો કરજ કરીને, મકાન, ઘરેણાં વગેરે ગીરવે મૂકીને લાચારીથી સમાજમાં પોતાની આબરૂ જાળવવા માટે આવા પ્રસંગોએ રીતરિવાજના ખપ્પરમાં હજારો રૂપિયા હોમે છે.
પરિણામ એ આવે છે કે તે ઘરમાં પેટ ભરીને ખાઈ નથી શકતો, બાળકોને પૂરું શિક્ષણ આપી શક્તો નથી. પોતાના માટે કે કુટુંબ માટે કપડાં ખરીદી શક્તો નથી, કારણ કે સમાજમાં હજી આ રીતરિવાજ પ્રચલિત છે, હજી સુધી તેને સમાજનિકાલ આપવામાં આવ્યો નથી, તેથી તેને સમાજમાં પોતાની આબરૂ જાળવવા ખર્ચની ચક્કીમાં પિસાવું પડે છે, તેથી ઝડપથી આવી સમાજમાં પ્રચલિત કુપ્રથાઓનો અંત લાવવો જોઈએ. મૃત્યુભોજનની પ્રથા પણ એટલી ભયંકર છે કે, ક્યાંક ક્યાંક તો સમાજના પ્રતિષ્ઠિત લોકો દ્વારા, મૃતકના કુટુંબીઓને મેણાં મારી મારીને, દબાણ કરીને, પરાણે આ રિવાજનું પાલન કરાવાય છે. કર્તવ્યનિર્દેશ
એક બાજુ આવી નિરર્થક અને ખર્ચાળ કુપ્રથાઓમાં સમાજના લાખો રૂપિયા વેડફવામાં આવે છે, તો બીજી બાજુ આપણાં સંતાનો નિરક્ષર રહે છે. શિક્ષણની બાબતમાં આપણો સમાજ બીજા સમાજ કરતાં ઘણો પાછળ છે. શિક્ષણક્ષેત્રે પછાત રહેતો સમાજ ઉદ્યોગધંધા, આધુનિક યંત્રો વગેરેના જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રગતિ સાધી શકતો નથી.
સમાજનું આ પછાતપણું નવી પેઢીના વિકાસને રૂંધે છે, આથી ખર્ચાળ અને નિરર્થક કુપ્રથાઓ સમાન શિક્ષણ માટે મોકલે હાથે ખર્ચવી જોઈએ. વિદ્યાદાનમાં ખર્ચાયેલું ધન વ્યર્થ જતું નથી. તમારી સામે મહાવીર વિદ્યાલયનું દૃષ્ટાંત છે કે પ્રારંભે રૂઢિચુસ્ત બનીને આ વિદ્યાદાનનો કેટલો બધો વિરોધ કરતા હતા? વિરોધની એટલી આંધી જગાવવામાં આવી કે સમાજોદ્ધારનો મૂળમંત્ર
૧૩૫
Page #147
--------------------------------------------------------------------------
________________
તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ઉડાવી દેવા તત્પર થયા હતા. સમાજનું ભાગ્ય પ્રબળ હોવાથી સમાજના અગ્રેસોએ મારી વાત પર લક્ષ આપીને આ વિદ્યાલયના વિકાસ કાજે પ્રયત્નો કર્યો. આજે તમે એનું મધુર ફળ આસ્વાદી રહ્યા છો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને કારણે હજારો યુવકો વિદ્યા પ્રાપ્ત કરીને આજે પોતાનું જીવન સુખપૂર્વક અને ધર્મમય રીતે વિતાવે છે. ટીપે ટીપે સરોવર ભરાય.' કહેવત ઉપર ધ્યાન આપીને તમારે સમાજના ઉત્કર્ષ માટે યથાશક્તિ સંપત્તિ અને સાધનનો ઉપયોગ કરીને માનવજીવન સાર્થક કરવું જોઈ.
સમાજોદ્ધારના આ મૂળ મંત્રોને ધ્યાનમાં રાખીને સામાજિક પ્રગતિના કાર્યમાં તમે તન, મન, ધનથી પ્રયત્ન કરશો, તો તમારા પુણ્યમાં વૃદ્ધિ તો થશે જ, બલ્કે એની સાથોસાથ સમાજમાં ધર્મની વૃદ્ધિ થશે, સર્વાંગીણ વિકાસનાં દ્વાર ખૂલશે અને તે સમાજને મોક્ષમાર્ગ તરફ લઈ જશે, એમાં કોઈ શંકા નથી.
૧૩૬
સ્થળ : ચોપાટી મેદાન, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, ભાદ્રપદ વદ ૬, રવિવાર
રત્નત્રયીનાં અજવાળાં
Page #148
--------------------------------------------------------------------------
________________
રત્નત્રયનો પ્રકાશ
પોતાની યાત્રાનો પ્રારંભ કરતાં પૂર્વે યાત્રી એ વિચારી લે છે કે આટલી લાંબી યાત્રામાં મારે રસ્તામાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે. સુખદ યાત્રા માટે મુખ્યત્વે ત્રણ વસ્તુઓની જરૂર હોય છે : (૧). ભોજન (૨) વસ્ત્ર અને (૩) પાથરણું. આ ત્રણેને સંસ્કૃતમાં પાથેય અને હિન્દી કે બોલચાલની ભાષામાં
ભાતું' કહે છે. જો આ ત્રણમાંથી એકનો અભાવ હોય તો યાત્રા સુખરૂપ બનતી નથી. એ જ રીતે મોક્ષની યાત્રા માટે સાધક યાત્રીને સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યક્યરિત્રરૂપી પાથેયની જરૂર પડે છે. આમાંથી એકની પણ ખોટ હશે અથવા તો કોઈ એકને પણ જો છોડી દેવામાં આવે, તો શાંતિપૂર્વક સાધનાપથ પાર કરી શકાશે નહીં. સાધનાપથમાં મોક્ષયાત્રી માટે આ ત્રણેય અલૌકિક રત્ન અપેક્ષિત છે. ત્રણેનું પોતીકું મહત્ત્વ છે. રત્નત્રયની અનિવાર્યતા
આપણા જીવનમાં જેમ હૃદય, બુદ્ધિ અને શરીર ત્રણેની પોતાની રીતે આગવી અનિવાર્ય આવશ્યકતા છે, તેવી જ રીતે સાધનામય જીવનમાં હૃદય દ્વારા સાધ્ય સમ્યગુદર્શન, બુદ્ધિ દ્વારા, સાધ્ય સમ્યગુજ્ઞાન અને શરીરનાં સર્વ અંગઉપાંગો દ્વારા સાધ્ય સમ્યફચારિત્રની પૂર્ણપણે આવશ્યકતા છે.
કકકક
કકક
રત્નત્રયનો પ્રકાશ
રત્નત્રયનો પ્રકાશ
E
૧3o
Page #149
--------------------------------------------------------------------------
________________
એકના અભાવમાં બીજા પાસેથી કામ લઈ શકાતું નથી. ત્રણેનું જીવનમાં હેવું અને તે પણ સારી સ્થિતિમાં હોવું જરૂરી છે.
જો શરીર બીમાર પડી જાય, તો બુદ્ધિ અને હૃદય પણ ઢીલાં પડી જાય છે અને સરખી રીતે કામ કરી શકતાં નથી. જો બુદ્ધિ બગડી જાય, ચિત્તમાં પાગલપણું છવાઈ જાય કે નશો ચઢી જાય તો શરીર અને હૃદય પણ યોગ્ય રીતે કે સંનિષ્ઠાથી પોતાનું કાર્ય કરી શક્તાં નથી. એવી જ રીતે હૃદય બગડી જાય, હૃદયરોગનો હુમલો થાય અથવા હૃદય પર માનસિક દબાણ આવી જાય કે હૃદય સંકુચિત, અનુદાર અને સ્વાર્થી તથા ક્રૂર બની જાય, તો બુદ્ધિ અને શરીર પણ પોતાનું કાર્ય સરખી રીતે કરી શકતાં નથી, બલ્ક હૃદય અનુસાર તે પણ ક્રૂર, સ્વાર્થી અને અનુદાર બની જાય છે. - આમ આ ત્રણે દ્વારા સાધ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્ર સાધનામય જીવનમાં અનુસૂત હોવા જોઈએ અને સુપેરે હોવું જરૂરી છે. એકના અભાવમાં બાકીનાં બેથી કામ વ્યવસ્થિત રીતે ચાલશે નહીં. સાધનાજીવનમાં માત્ર ચારિત્ર્ય જ હોય અને જ્ઞાન અને દર્શનનો અભાવ હોય, તો ચારિત્ર્ય વહેમો અને અંધવિશ્વાસથી ભરેલું આંધળું આચરણ માત્ર જ હશે. એ ચારિત્ર્યથી સાધનાપથ યોગ્ય રીતે નક્કી કરી શકાતો નથી. સાધકના માર્ગમાં અંધકાર અને અવરોધ જાગશે અને મુક્તિના ધ્યેયને પહોંચી નહીં શકાય. માત્ર ચારિત્ર્યનો માર્ગ અંધ છે. જ્ઞાનના અભાવથી તેને મુક્તિરૂપી ફળ સૂઝતું નથી અને દર્શનના અભાવથી તે લાચાર, શ્રદ્ધાહીન અને ઉત્સાહરહિત બનીને યથેચ્છ ફળની પ્રાપ્તિ કરી શકશે નહીં. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે –
अन्नाणी किं काही किंवा नाही य सेयपावगं । બિચારો અજ્ઞાની જીવ શું કરી શકે? અથવા તે પોતાના કલ્યાણ કે અકલ્યાણને (જ્ઞાનના અભાવમાં) કેવી રીતે જાણી શકે ? જ્ઞાન વિના શુષ્ક ક્રિયા એટલે કે ચારિત્ર્યની આરાધના યોગ્ય રીતે થઈ શકતી નથી.”
એ રીતે ચારિત્ર્યના અભાવમાં માત્ર જ્ઞાનનો કશો અર્થ નથી. એકલું દર્શન પણ કશું કરી શકતું નથી. શુષ્ક જ્ઞાન વધારનાર વ્યક્તિઓ દર્શન અને ચારિત્ર્યના અભાવમાં પોતાનું જીવન પવિત્ર બનાવી શકતી નથી અને અત્યંત પાપકર્મ કર્યા કરે છે. જ્ઞાનથી એવો આત્મસંતોષ મેળવે છે ૧૩૮
રત્નત્રયીનાં અજવાળાં
Page #150
--------------------------------------------------------------------------
________________
કે અમે સઘળું જાણી લીધું છે. આવા લોકો પણ મુક્તિથી દૂર રહે છે. આવા જ લોકો માટે શાસ્ત્રમાં કહ્યું છે –
"भणंता अकरता य बन्धमोक्खपइण्णिणो ।
वायावीरियमे तेण समासासेंति अप्पयं ॥" “જ્ઞાનથી જ બંધ અને મોક્ષ માનનારા લોકો કહે છે, પણ કરતા નથી. તેઓ માત્ર પોતાની વાણીની શૂરવીરતાથી પોતાના આત્માને આશ્વાસન આપતા રહે છે.” શાન અને દર્શનનો યોગ
આનો અર્થ એ કે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, કિંતુ દર્શન(શ્રદ્ધા)ના અભાવને લીધે તે પ્રમાણે આચરણ કરતા નથી, અને માત્ર જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના આત્માને એવું આશ્વાસન આપે છે કે અમે બંધન અને મોલ શું છે એ જાણી લીધું છે તેમ જ એટલાથી બેડો પાર થઈ જશે, તેવા નિર્બળ આત્માઓ પોતાની જાત સાથે દગો ખેલે છે, બ સમાજ સાથે પણ દગો કરે છે. જ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં આવા લોકો મોક્ષમાર્ગના સમ્યફ આરાધક નથી ને તેથી તેઓને મોક્ષફળની પ્રાપ્તિ થતી નથી. આ વિશે શાસ્ત્રોમાં એક સુંદર દેત મળે છે
એક ગામમાં ધનિક જમીનદારે વિશાળ બગીચો બનાવ્યો અને તેમાં જુદાંજુદાં વૃક્ષ અને છોડ રોપાવ્યાં. બગીચાની સંભાળ માટે તેણે બે ચોકીદાર રાખ્યા. એક હતો અંધ અને બીજી અપંગ (લંગડો). જમીનદારે વિચાર્યું કે આ બંને ચોકીદારો બગીચાના દરવાજા પાસે બેસીને ચોકી કરશે અને વળી તેઓ જાતે ફળ ખાઈ શકશે નહીં અને બીજાને ખાવા પણ દેશે નહીં. આ બંને યોગ્ય રીતે બગીચાની રક્ષા કરશે એમ વિચારીને નિશ્ચિત થઈને જમીનદાર પોતાના ઘેર ગયો. સમય વીતતાં છોડ-વૃક્ષ પર ફળ-ફૂલ આવ્યાં. પૂર્ણિમાની રાત્રી હતી. બગીચા પર ચાંદની રેલાતી હતી અને સુમધુર ફળ ચમકી રહ્યાં હતાં. ત્યારે પંગુએ અંધને કહ્યું, “ભાઈ, કેવાં મધુર ફળ આવ્યાં છે.”
અંધે કહ્યું, “તો પછી લાવતો કેમ નથી? આપણે સાથે મળીને ખાઈએ.”
પંગુ ઊંડો નિઃશ્વાસ નાખીને બોલ્યો, “ઓહ ! હું ચાલી નથી શકતો. ફળ કેવી રીતે લાવું? હા, જો તું મને તારા ખભા પર બેસાડે તો રત્નત્રયનો પ્રકાશ
૧૩૯
ક
Page #151
--------------------------------------------------------------------------
________________
જરૂર ફળ તોડી શકે.”
આંધળાએ એની વાતનો સ્વીકાર કર્યો અને પોતાના ખભા પર પંગુને બેસાડીને તેના કહેવા મુજબ ચાલતો ચાલતો વૃક્ષ પાસે પહોંચ્યો અને પંગુએ લટક્તાં ફળોમાંથી પાકાં-પાકાં ફળ તોડ્યાં. બંનેએ દરવાજા પાસે બેસીને પેટ ભરીને ફળ ખાધાં. મોક્ષપ્રાપ્તિનો માર્ગ
જો અંધે પંગુને પોતાના ખભા પર બેસાડવાની ના પાડી હોત અને પંગુએ અંધને રસ્તો બતાવીને વૃક્ષની પાસે પહોંચવાનો રસ્તો દર્શાવ્યો ન હોત તો બંને ફળોથી વંચિત રહેત. અંધ અને પંગુ બંનેનો સંયોગ બંનેને માટે કલ્યાણકારી બન્યો. એ જ રીતે જ્ઞાન (દર્શન) અને ચારિત્ર્ય બંનેનો સંયોગ જ મોક્ષનું ફળ પ્રાપ્ત કરાવી શકે. એકલું જ્ઞાન પંગુ છે. તે ચાલવામાં અસમર્થ છે અને એકલું ચારિત્ર્ય આંધળું છે, કારણ કે તેને રસ્તો દેખાતો નથી અને ફળ પણ દેખાતાં નથી. બંને સાથે મળીને કામ ન કરે તો બંને પોતાની મોક્ષ-ફળની ભૂખ મિટાવી શકે નહીં. બંને સાથે મળીને કામ કરે તો જ તેમને મોક્ષફળની પ્રાપ્તિ થઈ શકે.
આમ એકલા દર્શનથી પણ કાર્યસિદ્ધિ થતી નથી. ચારિત્ર્ય અને જ્ઞાનના અભાવથી અંધવિશ્વાસ, વહેમ અને પ્રમાદના ચક્રમાં ફસાયેલું દર્શન શું કરી શકે ? તે એકલું મોક્ષફળને પ્રાપ્ત કરી શકતું નથી. જો માત્ર દર્શન જ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે અને જ્ઞાન તથા ચારિત્ર્યની જરૂર ન રહે તો સમ્યગૃષ્ટિના ચતુર્થ ગુણસ્થાનથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાત. પાંચમાથી શરૂ કરીને બારમા-તેરમા ગુણસ્થાન સુધીની પ્રાપ્તિ માટે ચારિત્ર્યપાલનરૂપ પુરુષાર્થ કરવાની જરૂર રહેતી નહીં. આ કારણે મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગુદર્શન સાથે સમ્યગૃજ્ઞાન અને સમ્યફચારિત્ર્યની અનિવાર્યતા દર્શાવવામાં આવી છે. આથી જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૨૮મા અધ્યાયની ૩૦મી ગાથામાં કહ્યું છે -
नादंसणिस्स नाणं, नाणेणा विणा न हुँति चरण गुणा ।
अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ “દર્શન વિના જ્ઞાન - સમ્યગૃજ્ઞાન હોતું નથી, પણ અજ્ઞાન જ રહે છે. જ્ઞાન વિના ચારિત્ર્યગુણ જીવનમાં સમ્યકરૂપથી આવતો નથી. ૧૪૦ ૪
છે રત્નત્રયીનાં અજવાળાં
Page #152
--------------------------------------------------------------------------
________________
ચારિત્રગુણહીનને વિષયકષાય અને કર્મબંધનોથી મુક્તિ હોતી નથી અને એનાથી મુક્ત થયા વિના નિર્વાણ મળતું નથી. આ શાસ્ત્રમાં વિશેષમાં કહ્યું છે :
नाणेण जाणई भावे, दंसणेण य सरहे ।
चारित्तेण निगिण्हाइ, तवेण परिसुज्झाइ ॥ જ્ઞાનથી સાધક પદાર્થોની જાણકારી કરી લે છે કે આ પદાર્થ હેય છે, શેય છે કે ઉપાદેય છે? દર્શનથી એમાંથી ઉપાદેય કે કલ્યાણકર તત્ત્વ પર શ્રદ્ધા કરે છે. ચારિત્ર્યથી એ કલ્યાણકારી તત્ત્વોને જીવનમાં સમ્યકરૂપથી ગ્રહણ (ક્રિયાન્વિત) કરે છે. તપથી જે હેય કે વિપરીત તત્ત્વ આત્મામાં ઘૂસી ગયાં છે, તેમને કાઢીને આત્માને પરિશુદ્ધ બનાવે છે.
ત્રિવિધ તાપનાં 2
વિભૌતિક, અથિી મુક્ત થ
આજે આખું જગત આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક – એમ ત્રણ તાપથી તપ્ત છે. આ ત્રિવિધ તાપથી મુક્ત થવા માટે અને સમાધિ પ્રાપ્ત કરવા માટે સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક્યારિત્ર્ય આ ત્રણેને સંયુક્તરૂપે અપનાવવાં જોઈએ. આ ત્રણેને સંયુક્તરૂપે જ મોક્ષનાં સાધન માનવામાં આવ્યાં છે.
सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः । “સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્મચારિત્ર્ય આ ત્રણેય મળીને મોક્ષનો માર્ગ બને છે.”
સહુ સમાધિ ઇચ્છે છે. આ ત્રિવિધ તાપથી છુટકારો મેળવીને મુક્તિનું પરમસુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. આ ત્રણેને સમાધિ માટે શાસ્ત્રકારો રાજમાર્ગ તરીકે ઓળખાવે છે. બીજા શબ્દોમાં આપણે તેમને શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા કહી શકીએ. વૈષ્ણવધર્મમાં આને જ ભક્તિ, જ્ઞાન અને કર્મ કહ્યાં છે. આ ત્રિવેણીમાં સ્નાન કરવાથી જ મનુષ્યને શાંતિ, સમાધિ અને સંતોષ પ્રાપ્ત થઈ શકે છે.
સિદ્ધાંતત્રયી
સંસારનો પ્રત્યેક સમજદાર માનવ આ જગતમાં પણ સુખપૂર્વક જીવવા છે અને પરલોકમાં પણ સુખ મેળવવા ચાહે છે, પરંતુ સુખપ્રાપ્તિ રત્નત્રયનો પ્રકાશ
હું ૧૪૧ -
છે
કે
Page #153
--------------------------------------------------------------------------
________________
માટે અહીં કોઈ કશાય સિદ્ધાંતો અનુસરે નહીં, તો પરલોકનું સુખ તો દૂર રહ્યું, આ લોકમાં પણ સુખ પ્રાપ્ત કરી શક્તા નથી, કારણ કે “તો વિનદિઃ મહત વિ”િ આ નિયમ પ્રમાણે અહીંનો વિનાશ જ મહાવિનાશનું બીજ છે. જો આપણે અહીંયાં સુખશાંતિનાં બીજ નહીં રોપીએ, તો પરલોકમાં કેવી રીતે સુખશાંતિનાં ફળ સાંપડશે? આથી પોતાનું હિત ઇચ્છનાર પ્રત્યેક વ્યક્તિએ અહીંથી જ, આ જીવનથી જ સુખશાંતિ માટે સિદ્ધાંતત્રયરૂપી બીજ વાવવાં જોઈએ.
કોઈ માણસ બીમાર હોય તો પહેલાં એને ખ્યાલ આવવો જોઈએ કે હકીક્તમાં હું બીમાર પડ્યો છું. એની સાથોસાથ એ જાણકારી હોવી જોઈએ કે આ બીમારીનો ઉપાય શું છે? પછી તેણે એ રોગમાંથી મુક્તિ મેળવવાના ઉપાયોને ક્રિયાન્વિત કરવા જોઈએ, ત્યારે જ એ સ્વસ્થ અને સુખી થઈ શકે.
આ પ્રમાણે સમજદાર માનવીને પહેલાં એ શ્રદ્ધા હોવી જોઈ કે હું આત્મા છું, કર્મવિકારથી રહિત શુદ્ધ ચેતન છું. તે પછી આત્માને એ જ્ઞાન હોવું જોઈએ કે શરીર સાથે સંબંધિત હોવાને લીધે હું (આત્મા). કર્મરૂપી રોગોથી ગ્રસ્ત છું. એ પછી કર્મરૂપી રોગોથી છુટકારો મેળવવા, તેમને આવતા રોકવા, તેમને ઓછા કરવા જે જે ઉપાય જ્ઞાનીપુરુષોએ બતાવ્યા છે તેને અમલમાં મૂકવા જોઈએ. આનો અર્થ એ છે કે સમાજજીવનમાં કોઈને ગરીબી દૂર કરીને શ્રીમંત બનવું હોય તો ત્રણ સિદ્ધાંતો સાથે ચાલવું પડે છે. સર્વપ્રથમ પોતાની ગરીબીનો ખ્યાલ અથવા ગરીબી દૂર થઈ શકે છે એવો વિશ્વાસ, એ પછી ગરીબી દૂર કરવાના ઉપાયોની જાણકારી અને તે પછી ગરીબીથી છુટકારો મેળવવાના ઉપાયોને ક્રિયાન્વિત કરવાની – આ ત્રણેની જરૂર રહે છે.
આવી રીતે લોકોત્તર વ્યવહારમાં પણ પૂર્વોક્ત ત્રણેય વાતોની જરૂર છે, પરંતુ લોકોત્તર વ્યવહારમાં આ ત્રણેયની પાછળ “સમ્યફ શબ્દ લગાડવાની જરૂર છે.
માત્ર વેશથી મુક્તિ નહીં
કેટલાક લોકોની એવી માન્યતા છે કે અમુક વેશ પહેરી લેવા માત્રથી મુક્તિ પ્રાપ્ત થાય છે. મુક્તિ માટે આ ત્રણે સાધનોની ખટપટમાં પડવાની જરૂર નથી, પરંતુ આ માત્ર ભ્રમ છે. માત્ર “રોટલી'-“રોટલી” એમ બૂમો ૧૪ર
રત્નત્રયીનાં અજવાળાં
Page #154
--------------------------------------------------------------------------
________________
પાડવાથી રોટલી બની જતી નથી અને મુખમાં આવી જતી નથી. તેને માટે આવશ્યક સાધનો અને ક્રિયાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. એ સાધનો પર એવી શ્રદ્ધા પણ આવશ્યક છે, કે આમાંથી રોટલી અવશ્ય બની જશે. એ સાધનોની મદદથી રોટલી વણવી, શેકવી અને ફેરવવાની ક્રિયા તથા ટુકડા તોડીને મોઢામાં મૂકવાની ક્રિયા કરવાની પણ જરૂર છે.
એ જ રીતે મોક્ષપ્રાપ્તિનાં યોગ્ય સાધનોનું જ્ઞાન, તેમના પર વિશ્વાસ અને તેમને અમલમાં લાવવાની ક્રિયા કરવાની જરૂર છે, ત્યારે જ મોક્ષ મળશે. અમુક વેશ પહેરી લેવાથી કે મોક્ષના નામની રટણા કરવાથી મોક્ષ કદાપિ મળતો નથી. આ બાબતમાં એક માર્મિક દૃષ્ટાંત જોઈએ:
મદ્રાસનું એક ધનાઢ્ય દંપતી તીર્થયાત્રા કરવા પંઢરપુર પહોંચ્યું અને ત્યાં એક ધર્મશાળામાં ઊતર્યું. તેમની બાજુમાં એક મહારાષ્ટ્રી પરિવાર ઊતર્યો હતો. એક વાર એકાદશીના પારણાના દિવસે મરાઠી પરિવારે ભોજનમાં પૂરણપોળી બનાવી. મદ્રાસી પતિ-પત્નીને પણ તેમણે ભોજન માટે આમંત્રિત ક્યાં. તેમને મહારાષ્ટ્રની પૂરણપોળી ઘણી જ ભાવી ગઈ. મદ્રાસમાં તો એ બનતી જ ન હતી, એથી મદ્રાસી બહેને પૂરણપોળી બનાવવાની રીત શીખી લીધી. પંઢરપુરથી અન્ય અનેક તીર્થોની યાત્રા કરીને તેઓ મદ્રાસ પહોંચ્યાં અને થોડા દિવસ પછી એક દિવસ મદ્રાસી સજ્જનની પત્નીએ કહ્યું,
આજે આપ એક સો જેટલા તમારા ઘનિષ્ઠ મિત્રોને નિમંત્રણ આપો. મહારાષ્ટ્રમાંથી પૂરણપોળીની વાનગી શીખીને આવી છું, તે બનાવીને બધાને ચખાડીશ.”
પતિએ કહ્યું, “પહેલાં તું બે-ચાર વાર બનાવીને બરાબર મહાવરો કરી લે, જેથી મહેમાનો આવે ત્યારે મુશ્કેલી ઊભી ન થાય.” પત્નીએ કહ્યું, “અરે ! એમાં વળી ગરબડ શી થાય? હું બરાબર શીખીને જ આવી છું.”
બીજા દિવસે મદ્રાસી સજ્જને પોતાના એક સો મિત્રોને ભોજનનું આમંત્રણ આપ્યું અને એમનાં પત્નીએ પૂરણ તૈયાર કર્યું. લોટને ગૂંદીને કણક તૈયાર કરી. પૂરણપોળી તો ગરમ ગરમ જ પિરસાય, આથી મહેમાનો માટે બાજઠ અને થાળીઓ ગોઠવી દીધાં. હવે પૂરણપોળી બનાવવાની શરૂઆત કરતાં એ સન્નારી વિચારવા લાગ્યાં, “લોટમાં પૂરણ નાખવાનું કે પૂરણમાં લોટ ?” આમ વિચારતાં એ વિમાસણમાં પડી ગઈ. એવામાં
રત્નત્રયનો પ્રકાશ
૧૪૩
Page #155
--------------------------------------------------------------------------
________________
એને યાદ આવ્યું કે એ મરાઠી બહેને તો સફેદ સાડી પહેરી હતી અને મેં તો લાલ સાડી પહેરી છે, આથી એણે તરત જ સફેદ સાડી પહેરી લીધી, આમ છતાંય પૂરણપોળી તૈયાર ન થઈ. વળી તેને યાદ આવ્યું કે એ બહેને ઘરેણાં પહેર્યા નહોતાં અને મેં તો ઘરેણાં પહેર્યા છે. તેથી તેણે ઘરેણાં ઉતારી નાખ્યાં. આમ છતાંય પૂરણપોળી બની નહીં.
થોડી ક્ષણો પછી તેને સૂઝયું કે એ બહેનના માથા પર વાળ નહોતા અને મારા માથા પર તો વાળ છે. એને એ ખબર નહોતી કે મહારાષ્ટ્રમાં વિધવા સ્ત્રીઓ મુંડન કરાવે છે, તેથી એ બાઈએ પોતાના પતિને બોલાવીને કહ્યું,
“મારા વાળ કાપી નાખો, જેથી પૂરણપોળી તૈયાર થઈ શકે.” પતિમહોદય મૂંઝવણમાં પડી ગયા કે હવે શું કરવું?
એટલામાં એમની પડોશમાં રહેતી એક મરાઠી બહેન આવી. તેણે આ બધી ધમાલ જોઈને પૂછ્યું, “શું વાત છે?”
મદ્રાસી સન્નારીએ કહ્યું, “અરે ! આટલું આટલું કર્યા છતાં પણ પૂરણપોળી બનતી નથી એ જ મોટી ચિંતા છે.”
તેણે બધી વાત સાંભળી અને હસતાં હસતાં બોલી,
“પૂરણપોળી બનાવવા માટે અમુક પોશાક પહેરવાની જરૂર નથી કે ઘરેણાં અને વાળ ઉતારવાની પણ જરૂર નથી. એના માટે તો પહેલાં જરૂર છે આત્મવિશ્વાસની, પછી વિધિની જાણકારીની અને ત્યારબાદ તે પ્રમાણે ક્રિયા કરવાની. લાવો આ મહેમાનો માટે હું પૂરણપોળી બનાવી આપું છું.”
હવે મદ્રાસી દંપતીને સારી રીતે સમજાઈ ગયું કે પૂરણપોળી માટે કઈ વસ્તુઓની જરૂર પડે છે.
આ રીતે મુક્તિ કાજે અમુક વેશ પહેરવાની, માથું મુંડાવવાની કે ઘરેણાં ઉતારવાની જરૂર નથી. જરૂર છે સભ્યશ્રદ્ધા, સમ્યગૃજ્ઞાન અને સમ્યફ આચરણની. ત્રિવેણી સંગમથી ઊર્ધ્વગમન
મનુષ્ય જીવનનું વાસ્તવિક લક્ષ્ય તો જીવનનો સર્વાંગીણ વિકાસ કરીને એના ચરમશિખરે પહોંચવાનું છે. આ માટે સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સચ્ચરિત્ર - આ ત્રણે અપેક્ષિત છે. જો ત્રણમાંથી એકને પણ છોડી
૧૪
રત્નત્રયીનાં અજવાળાં
Page #156
--------------------------------------------------------------------------
________________
દેવાય તો મુક્તિ અર્થાત્ વિકાસના અંતિમ શિખરે પહોંચવું શક્ય નથી.
બહેનો ટિપોઈ પર માટલું રાખે છે. જો ટિપોઈનો એક પણ પાયો કાઢી નાખવામાં આવે તો માટલું ઢળી પડશે અને પાણી ઢોળાઈ જશે. એ જ રીતે અધ્યાત્મરસથી પરિપૂર્ણ મોક્ષરૂપી કળશ પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની ટિપોઈ પર આધારિત છે. જો એક પણ પાયો કાઢી નાખવામાં આવે, તો મોક્ષરૂપી ક્ળશ અધ્યાત્મરસથી ભરેલો રહી શકે નહીં અને તે નીચે ઢોળાઈ જશે.
જૈનશાસ્ત્ર કહે છે કે અગિયારમા ગુણસ્થાનમાં પહોંચેલો સાધક, આ ટિપોઈનો એક પણ પાયો નબળો થવાથી ધડામ કરીને પડીને બીજા ગુણસ્થાનમાં આવી પહોંચે છે, કારણ કે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે આત્માના નિજી ગુણ છે. પોતાના ગુણની ક્ષતિ થવાથી, ઓછા થવાથી અથવા હટી જવાથી તો આત્મા નીચે પડશે જ. હકીક્તમાં આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે અને તે ઊર્ધ્વગમન આ ત્રણેના સંગમથી કરે છે.
આ ત્રણેની સંગતિ ન હોય, અથવા તો ત્રણમાંથી કોઈ એક અથવા બે ન હોય તો જીવનમાં વર્ષો સુધી સાધના કરતા રહેવા છતાં પણ સાધક આગળ વધી શકતો નથી. જ્યારે આ ત્રણેનું રહસ્ય જાણી લે છે, ત્યારે જ સાધનાપથ પર આગળ વધી શકે છે.
આચાર્ય શય્યભવ વિશે એમ કહેવાય છે કે તેઓ વેદવાદી ક્ટર બ્રાહ્મણ હતા. એક વાર તેઓ મહાન યજ્ઞ કરી રહ્યા હતા. એટલામાં આચાર્ય પ્રભવના શિષ્યોએ ત્યાંથી પસાર થતાં કહ્યું, “અહો મહો દં, તત્ત્વ ન જ્ઞાતે ।”
શય્યભવના પાંડિત્યને આ પડકાર હતો.
એણે વિચાર્યું, હું આટલો માટો પંડિત અને જૈનમુનિ કહે છે કે હજી તત્ત્વ નથી જાણતો. આ માચ ગર્વ પર કારમો આઘાત ગણાય.’’
આચાર્યએ તરત જ જૈનમુનિઓને પૂછ્યું, “તત્ત્વ-તત્ત્વ શું કરી રહ્યા છો ? બતાવો તો ખરા કે તત્ત્વ શું છે ?''
જૈનમુનિએ જવાબ આપ્યો, એ તો અમારા ગુરુ કહેશે કે તત્ત્વ શું છે. તત્ત્વ જાણવું હોય તો તેમની ચરણસેવા કરો.'''
રત્નત્રયનો પ્રકાશ
૧૪૫
Page #157
--------------------------------------------------------------------------
________________
એ જ વખતે શયંભવ આચાર્ય પ્રભવસ્વામી પાસે આવ્યા અને પૂછ્યું, “તત્ત્વ શું છે?”
આચાર્યએ કહ્યું, “તમે યજ્ઞ કરી રહ્યા છો અને હજી સુધી એ નથી જાણી શક્યા કે યજ્ઞ શું છે ? એ કેવી રીતે કરાય ? યજ્ઞ કરવો એ તત્ત્વ છે, પણ તે બહાર નહીં, અંદર કરો. તમારા મનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, વાસના અને અજ્ઞાનનાં પશુ બેઠાં છે, તેમને હોમવાં જોઈએ. માનવીની અંદર છુપાયેલી અમાનવીયતાનો બલિ ચઢાવવામાં આવે, તે જ સાચો યજ્ઞ છે. તે માટે સમ્યગૃજ્ઞાન તો અપેક્ષિત છે જ, સમ્યફશ્રદ્ધા અને સમ્યક્યારિત્ર પણ જરૂરી છે.”
આચાર્ય શäભવને જ્ઞાનની એવી ચોટ લાગી કે તે તરત ત્યાં જ દીક્ષિત થઈ ગયા. આચાર્ય પ્રભવના ચરણોમાં અને રત્નત્રયની સમ્યક આરાધના કરીને પ્રસિદ્ધ આચાર્ય બની ગયા. પ્રકાશ, દહન અને પાચન
અગ્નિના ત્રણેય ગુણો રત્નત્રયમાં સ્પષ્ટપણે વિદ્યમાન છે. પ્રકાશ, દહન અને પાચન – અગ્નિમાં આવા ત્રણ ગુણો છે. અગ્નિ પ્રકાશ આપે છે, બાળે છે અને પાચનનું કામ પણ કરે છે. એ જ પ્રમાણે આ રત્નત્રયમાં પણ અગ્નિની જેમ જ ત્રણે આત્મગુણ છે.
જ્ઞાન સ્વયં પ્રકાશસ્વરૂપ હોવાથી તે વસ્તુઓના સ્વરૂપની હેયતા, શેયતા અને ઉપાદેયતાને પ્રકાશિત કરે છે. દર્શનમાં મિથ્યા ધારણાઓ અને અંધવિશ્વાસોને નષ્ટ કરવાની શક્તિ છે. ચારિત્ર જ્ઞાનને પચાવવાનું કામ અને તેને વિવિધ રસોમાં રમાડવાનું કામ કરે છે. જ્ઞાન બંધનમાં હોય છે. તેનું પાચન થતું નથી. ક્યારેક તો જ્ઞાનનું અજીર્ણ થતાં દંભ, ઘમંડ, અભિમાન અને કઠોરતા જન્મે છે, આથી સાધકના જીવનમાં ત્રણેની આવશ્યકતા છે.
આચાર્ય શäભવમાં જ્ઞાન તો વિદ્યમાન હતું જ, કિંતુ દર્શન અને ચારિત્રના અભાવને કારણે એ વિપરીત કાર્ય કરતા હતા. આચાર્ય પાસેથી દૃષ્ટિ પ્રાપ્ત થઈ, ત્યારે જ્ઞાન પ્રકાશમાન અને સત્ય બની ગયું. દર્શનના કારણે મિથ્યા ધારણાઓ અને વિપરીત વિશ્વાસ બળીને ખાખ થઈ ગયાં. ચારિત્ર ગ્રહણ કરીને જ્ઞાનને એમણે યોગ્ય રીતે પચાવી લીધું. ૧૪૬
રત્નત્રયીનાં અજવાળાં
Page #158
--------------------------------------------------------------------------
________________
જીવનમાં એકલી શક્તિથી કોઈ કામ નથી ચાલતું. શક્તિની સાથે ભક્તિ ન હોય તો એ શક્તિ વિપરીત પરિણામ લાવે છે અને તેની સાથે સેવા ન હોય તો તે શક્તિ જીવનમાં સારી રીતે કામ કરતી નથી. તેનો વિસ્ફોટ થઈ જાય છે, એટલે જ શક્તિ, ભક્તિ અને સેવા એ ત્રિવેણીમાં જ જીવનની પરિપૂર્ણતા છે. અંજન, મંજન અને રંજન
જ્ઞાન શક્તિ છે, દર્શન ભક્તિ છે અને ચારિત્ર સેવા છે. એક અંજન છે, બીજું મંજન છે અને ત્રીજું રંજન છે. અંજન આંખોમાં અંજાય છે. ગુરુ જ્ઞાનરૂપી અંજન શિષ્યની આંખોમાં આંજે છે, તેથી જ્ઞાન અંજન છે. મંજન દાંત પર ઘસવામાં આવે છે અને તે દાંતને ચમકાવે છે. દર્શન મંજન છે, જે શંકા, ઈચ્છા વગેરે દોષોની મલિનતાને દૂર કરીને આત્માને ચમકાવે છે. આનંદ-પ્રમોદને રંજન કહેવામાં આવે છે.
ચારિત્ર રંજન છે. આત્મા જ્યારે નિજગુણમાં રમણ કરે અને આનંદ અનુભવે તે જ રંજન છે. જ્ઞાનરૂપી અંજન આત્માને પ્રકાશ આપે છે. દર્શનરૂપી મંજન આત્માની ચમક-દમક વધારે છે અને ચારિત્રરૂપી રંજન આત્માને આનંદની અનુભૂતિ કરાવે છે.
તાત્પર્ય એ કે આત્મા એ કોઈ હાથમાં પકડીને બતાવવાની અથવા મુઠ્ઠીમાં બંધ કરીને પકડી રાખવાની વસ્તુ નથી. આત્માને તેના નિજગુણોથી જ ઓળખી શકાય. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માના નિજગુણ છે, એથી એવું નિઃસંકોચ કહી શકાય કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે નિજી ગુણોનો સમૂહ જ આત્મા છે અને જ્યારે આત્મા પોતાની સાચી સ્થિતિમાં ગુણમય થઈને પ્રતિષ્ઠિત થઈ જાય છે એટલે કે અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય અને અનંત ચારિત્રમય બની જાય છે ત્યારે જ તેને મુક્તાત્મા માનવામાં આવે છે.
પોતાના જીવનમાં રત્નત્રયને સમ્યફ રૂપથી પ્રતિષ્ઠિત કરીને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો અવશ્ય સફળતા મળશે. વિલંબ ભલે થાય, અંધેર નહીં હોય.
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ - સમય: વિ.સં. ૨૦૦૬, ભાદ્રપદ, વદ ૫
રત્નત્રયનો પ્રકાશ
૧૪.
Page #159
--------------------------------------------------------------------------
________________
સમ્યગદર્શનનો પ્રભાવ
રત્નત્રયીમાં સમ્યગદર્શન મુખ્ય છે. અને એ જ સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચારિત્રનું મૂળ છે. સમ્યગુદર્શન હોવાથી જ જ્ઞાન અને ચારિત્રમાં સમ્યક્તા આવે છે. સમ્યગુદર્શન સિવાય જ્ઞાન અને ચારિત્ર બંને મિથ્યા છે.
એમ તો નિગોદના જીવોમાં જ્ઞાન હોય છે, પરંતુ સમ્યગદર્શનના અભાવને કારણે તે ખોટું હોય છે. દરેક આત્મામાં જ્ઞાન તો હોય જ છે, પરંતુ
જ્યાં સુધી સમ્યગુદર્શન ન હોય ત્યાં સુધી એ જ્ઞાન સાચું અને પ્રશસ્ત કહેવાતું નથી, એટલા માટે સમ્યગુદર્શનને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું
છે.
જેવું મૂળ, તેવું ફળ
આ દૃષ્ટિએ સમ્યગુદર્શન બીજ છે. એને કારણે જ સાધનારૂપી વૃક્ષમાં જ્ઞાનનાં ફૂલ સુગંધિત અને ચારિત્રનાં ફળ મધુર બની શકે છે. સમ્યગુદર્શનરૂપી બીજનો અભાવ હશે, તો જ્ઞાનરૂપી કૂલ સુગંધિત બની શકશે નહીં અને ચારિત્રરૂપી ફળ સુંદર અને મધુર થઈ શકશે નહિ, તેથી મૂળને સુધારો. પ્રકૃતિનો એ અફર નિયમ છે કે જેનું મૂળ હશે તેવાં તેનાં ફૂલ અને ફળ હશે. સમ્યગુદર્શન મૂળ છે. તે જો સુરક્ષિત કે યોગ્ય છે તો જ્ઞાનરૂપી ફૂલ કે ચરિત્રરૂપી
રત્નત્રયીનાં અજવાળાં
૧૪૮
Page #160
--------------------------------------------------------------------------
________________
ફળ ઉત્તમ અને મધુર હશે.
એક સાધુ રણમાંથી પસાર થતા હતા. એમને કકડીને ભૂખ અને તરસ લાગી હતી. રણમાં તો ચારે બાજુ રેતી ને રેતી જ પથરાયેલી હતી. જમીન પરની રેતી તાવડાની જેમ બળબળતી હતી. માથે સૂરજનાં પ્રખર કિરણો ગરમી વરસાવતાં પડી રહ્યાં હતાં. વિશ્રામ કરવા માટે ક્યાંય કોઈ વૃક્ષ દેખાતું ન હતું. સાધુ આ પ્રદેશમાં નવા નવા જ આવ્યા
તા
થોડે દૂર ગયા તો રેતીના એક ટેકરા પર તુંબડાની વેલ દેખાઈ. સાધુએ અગાઉ ક્યારેય તુંબડાનું ફળ જોયું ન હતું અને એના ગુણ-અવગુણોથી પણ અપરિચિત હતા, આથી પીળાં-પીળાં સુંદર ફળ જોઈને અપાર આનંદ થયો. સાધુએ વિચાર્યું, “બસ, હવે આ ફળ ખાઈને હું મારી ભૂખ-તરસ છિપાવીશ.”
સાધુએ એક ફળ તોડીને મોઢામાં મૂક્યું કે જીભને અડકતાં જ મોં કડવું થઈ ગયું. સાધુને ઘણું જ આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું, “જે ફળ દેખાવમાં આટલું સુંદર છે, તે આટલું બધું કડવું કેમ ? આની જાણકારી મેળવવી જોઈએ.”
કડવાપણાની જાણકારી મેળવવા સાધુએ તુંબડાની વેલનું એક પાંદડું તોડીને ચાખ્યું તો એ પણ કડવું ! અંતમાં એના મૂળને ઉખાડીને જીભ પર રાખ્યું તો એ પણ કડવું જ હતું. - સાધુએ મનમાં નક્કી કર્યું, “જેનું મૂળ જ કડવું છે, તેનું ફળ કેવી રીતે મીઠું હોય ? એનાં ફૂલ અને પાંદડાં પણ કેવી રીતે મીઠાં હોય ?”
ફળ મધુર જોઈતું હોય કે સુંદર અને સુગંધિત ફૂલ જોઈતું હોય તો મૂળને સુધારવું જોઈએ.
એ રીતે જ્ઞાનરૂપી ફૂલને સુગંધિત અને ચરિત્રરૂપી ફળને મધુર બનાવવું હોય, તો દર્શનરૂપી મૂળને સુધારવું જોઈએ. જો દર્શન સમ્યક થશે તો આ બંને સમ્યફ થઈ જશે. આજે લોકો મૂળને સુધારવા માગતા નથી. માત્ર શાસ્ત્ર ભણીને અથવા ગોખીને પોતાને જ્ઞાનવાન માની લેશે અથવા અનેક પ્રકારના ક્રિયાકાંડ સમજ્યા વગર અથવા તો અવિવેકપૂર્વક, શ્રદ્ધા વગર કરતાં રહેશે. જ્યારે ફળ ઊલટું મળશે અથવા સારું નહીં સમ્યગુદર્શનનો પ્રભાવ
૧૪૯
Page #161
--------------------------------------------------------------------------
________________
મળે, ત્યારે પોતાનાં કર્મો કે ભાગ્યને દોષ આપશે કે અમે આટલી ક્રિયાઓ કરી, આટલાં બધાં કષ્ટ સહન કર્યા, આટલું તપ કર્યું, વ્રતપાલન કર્યું. આટલાં શાસ્ત્ર કંઠસ્થ કરી લીધાં, આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ હજી સુધી કોઈ સુંદર પરિણામ નથી આવ્યું. પરંતુ મૂળમાં જ ભૂલ છે એને સુધાર્યા વગર સુફળ આવશે ? મૂળમાં દર્શન સમ્યફ ન હોય, સુધરેલું ન હોય તો જ્ઞાન અને ચરિત્ર કેવી રીતે સારાં હોય? સાધનાનો પાયો – સમ્યગદર્શન
એટલા માટે એ કહેવામાં કશી અત્યુક્તિ નથી કે સમ્યગ્રદર્શન સાધનાના ભવ્ય મહેલનો પાયો છે. આ પાયા વિના સાધનાનો મહેલ ટકી શકે નહીં. સમ્યગદર્શનરૂપી પાયાના અભાવથી જ્ઞાન અને ચારિત્રની સાધનાનો મહેલ વહેમ, અંધવિશ્વાસ અને વ્યર્થ ક્રિયાકાંડોના પવનના થોડાક ઝપાટાથી જમીનદોસ્ત થઈ જશે. સમ્યગ્ગદર્શન વિનાનું માત્ર શુષ્ક જ્ઞાન આત્માને શાંતિ અર્પતું નથી અને સંસારના પરિભ્રમણચક્રમાંથી મુક્તિ અપાવી શકતું નથી. આ મુદ્દાને યથાર્થપણે સમજવા એક દષ્ટાંત જોઈએ :
એક કથાકાર પંડિતે રાજા સમક્ષ રાજમહેલમાં કથા સંભળાવવાની પોતાની ઈચ્છા પ્રગટ કરતાં કહ્યું, “રાજનું “શ્રીમદ્ ભાગવત એક ઉત્તમ ગ્રંથ છે. આપે કોઈ આચાર્ય દ્વારા અવશ્ય એનું શ્રવણ કરવું જોઈએ. આપની અનુમતિ હોય તો હું કથા સંભળાવું ! બધા જાણે છે કે મેં ધાર્મિક ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું છે. કૃપા કરીને રાજમહેલમાં કથા સંભળાવવાની ઇચ્છા પૂર્ણ કરો. વળી વિદ્વાનોનો આદર-સત્કાર કરવો એ તો રાજાઓનો ધર્મ છે.”
બુદ્ધિમાન રાજવી પારખી ગયા કે પંડિતજી જ્ઞાની છે, પરંતુ એ જ્ઞાન પ્રગટ કરવાની એમની દૃષ્ટિ દૂષિત છે. ધન અને કીર્તિ મેળવવાની એમની એષણા એમના જ્ઞાનને દૂષિત કરી રહી છે. જો જ્ઞાનપ્રાપ્તિની સાથે તેમની દૃષ્ટિ પણ સમ્યક, સુચારુ અને સ્પષ્ટ હોત તો એ પોતાના જ્ઞાનનો ઢંઢેરો પીટવા માટે અહીંયાં આવ્યા ન હોત.
રાજાએ પંડિતને કહ્યું, “હું જરૂર આપની પાસે ભાગવત સાંભળવા ઈચ્છું છું, પરંતુ મારી એક વિનંતી છે કે આપ એ પવિત્ર ગ્રંથનું એક-બે વખત વિશેષ અધ્યયન કરીને અહીંયાં પધારવાની કૃપા કરો તો સારું.”
રત્નત્રયીનાં અજવાળાં
૧૫૦
Page #162
--------------------------------------------------------------------------
________________
રાજાની વાતથી પંડિતજી થોડા ખિન્ન તો થયા, પરંતુ પોતાનો ગુસ્સો કેવી રીતે પ્રગટ કરે ? તેઓ ચૂપચાપ ઘેર પાછા ફર્યા.
પંડિતજી મનોમન બબડવા લાગ્યા, “રાજા મૂર્ખ લાગે છે. તે વિદ્વાનોને આદર આપતો નથી. મને એક-બે વખત ફરી “શ્રીમદ્ ભાગવત” વાંચવાનું કહ્યું, પણ એને ખબર નથી કે મેં આ શાસ્ત્રો ભણવામાં અને એનું અધ્યયન કરવામાં બાર-બાર વર્ષ વિતાવ્યાં છે.”
ઘેર પહોંચીને પંડિતજીએ પોતાની પત્નીને બધી વાત કરી. એમની પત્નીએ કહ્યું, “એ તો રાજા છે. એ જે ઇચ્છે છે કહી શકે છે. એમણે આમ કહ્યું તો શા માટે એક વાર વધારે ભાગવત વાંચતા નથી ? રાજાના મુખ્ય પુરાણી બનવાની તક વ્યર્થ શા માટે જવા દો છો ?'
પંડિતને પત્નીની વાત ઉચિત લાગી. અને પોતાના ક્રોધને અટકાવીને ફરી એક વાર “શ્રીમદ્ ભાગવત” વાંચ્યું. ગ્રંથમાંથી પૂછી શકાય તેવા પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર આપવામાં પોતાને કુશળ બનાવીને શુભ દિવસે રાજદરબારમાં ગયા.
રાજાએ તેમનો આદરભેર સત્કાર કર્યો અને પૂછ્યું, “હવે તો આપે શ્રીમદ્ ભાગવત’નું પૂરું અધ્યયન કરી લીધું હશે ને?” પંડિતજીએ કહ્યું, “જરૂર, આપની આજ્ઞા અનુસાર આદિથી અંત સુધી ખૂબ ધ્યાનથી અધ્યયન કર્યું. હવે આપ કહો તો રાજદરબારમાં હું વિસ્તારથી તેને સમજાવી શકું.”
રાજા બોલ્યો, ““શ્રીમાન, મારે ચોક્કસ આપની પાસેથી કથા શ્રવણ કરવી છે. બસ, આપ વધુ એક વાર એ ગ્રંથનું અધ્યયન કરી લો.”
પંડિતને ભારે નિરાશા થઈ. ઘેર આવીને પત્નીને બધી વાત કરી. પંડિતની પત્ની ઠાવકી અને સમજદાર હતી. એણે કહ્યું, “આમાં અવશ્ય કોઈ રહસ્ય લાગે છે. એક વાર વધારે વાંચી લો. પુનઃ ભાગવતનું અધ્યયન કરીને રાજા પાસે જાઓ.” --- બાહ્યદૃષ્ટિથી અંતર્દષ્ટિ સુધી
પંડિતજીએ પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. એક શાંત અને એકાંત સ્થાન શોધીને ખૂબ એકાગ્રપણે “શ્રીમદ્ ભાગવત'ના અધ્યયનમાં લીન બની ગયા. એટલા બધા તન્મય થઈ ગયા કે પોતાના તનમનનો ખ્યાલ
સમ્યગદર્શનનો પ્રભાવ
ક
૧પ૧
Page #163
--------------------------------------------------------------------------
________________
ખોઈ બેઠા અને એમની અંતર્દષ્ટિ ખૂલી ગઈ.
હવે તેઓ એમ વિચારવા લાગ્યા કે ભાગવતનું જ્ઞાન એ સંપત્તિ કે કીર્તિ કમાવાનું સાધન નથી. એ તો આત્માને આનંદ આપનારું અને ભગવદ્ભક્તિમાં આત્માને તરબોળ કરનારું છે. ‘શ્રીમદ્ ભાગવત'માં પંડિતજી એટલા બધા એક્લીન થઈ ગયા કે રાજા પાસે જવાનું તો શું, પણ ઘેર જવાનું ય ભૂલી ગયા. ધન અને કીર્તિની કામના ચાલી ગઈ. ભાગવત્પઠનમાં જ સમય વ્યતીત થવા લાગ્યો.
પંડિતની પત્નીને ચિંતા થવા લાગી કે પંડિતજીને હવે કોઈ વાતની ફિકર નથી, તો કુટુંબનો નિર્વાહ કેવી રીતે થશે ? તે રાજા પાસે પહોંચી અને આંખમાં આંસુ સાથે દુઃખની બધી વાત કહી. રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેઓ જાતે સામે ચાલીને પંડિતજી પાસે પહોંચ્યા. પંડિતજીના ચહેરા પરનું અપૂર્વ તેજ જોઈને રાજાએ તેમના ચરણોમાં માથું નમાવીને ક્ષમા માગી.
પાંડિત્ય એક બાબત છે. દૃષ્ટિપૂર્વકનું જ્ઞાન સાવ જુદી વસ્તુ છે. સમ્યગ્દર્શન વિના પાંડિત્યયુક્ત જ્ઞાન પણ ઊંધા પાટે લઈ જાય છે, તે વાત આ ઉદાહરણથી યથાર્થ રીતે સમજાય છે.
સમ્યગ્દર્શનના અભાવે જ્ઞાન અને ચારિત્ર્ય પણ આત્માના મૂળ પ્રૌજનને સિદ્ધ નથી કરી શકતાં. તે ભવભ્રમણનો અંત લાવી શકતાં નથી, બલ્કે ઘણી વાર તે ભવભ્રમણનાં કારણ બને છે.
સમ્યગ્દર્શનના અભાવમાં કરેલી સાધનાનું મહત્ત્વ એકડા વિનાના મીંડા જેટલું છે. કોઈ પણ સંખ્યાની આગળ જો એકનો આંકડો હોય, તો તેના પર જેટલી વાર મીંડાં લગાડતાં જઈએ, તેટલી વાર તે દસગણી થતી જશે, પરંતુ જો એકનો આંકડો હટાવી લઈએ તો ગમે તેટલાં મીંડાં ઉમેરીએ, તેમ છતાં તે સંખ્યાનું મૂલ્ય શૂન્ય જ રહેશે. એ રીતે સમ્યગ્દર્શનરૂપી એકની સંખ્યાના અભાવમાં ચારિત્ર્ય અને જ્ઞાન માત્ર શૂન્ય જેવાં છે. સમ્યગ્દર્શનરૂપી એકનો આંકડો આગળ હોય તો જ્ઞાન અને ચારિત્રની કિંમત (ગુણસ્થાનની દૃષ્ટિએ) વધતી જાય છે.
સમ્યગ્દર્શન વિના સઘળું વ્યર્થ
એક વખત એક વાણિયો જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં
૧૫૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #164
--------------------------------------------------------------------------
________________
એને ચાર પઠાણ મળ્યા અને તેમણે તલવાર દેખાડીને કહ્યું, “તારી પાસે જે હોય તે અહીં કાઢી આપ, નહીં તો તારા પુત્ર પર પત્ર લખી આપ.” .
વાણિયાએ વિચાર્યું, “અહીંયાં બળને બદલે કળથી કામ લેવું પડશે.” આથી એણે એક પત્ર લખ્યો. એમાં પહેલાં ત્રણ મીંડાં લખીને તેની આગળ એકનો આંકડો લખ્યો અર્થાત્ એક હજાર રૂપિયા આપવાનું લખ્યું.
વાણિયાએ પૂછ્યું, “આમાં કંઈ મહેનતાણું આપશો ? થોડી રાહત કરશો ?” પઠાણોએ વાણિયાની વાત સ્વીકારતાં એણે પત્રમાંથી એકનો આંકડો કાઢી નાખીને માત્ર ત્રણ મીંડાં રહેવા દીધાં.
ચિઠ્ઠી લઈને પઠાણ વાણિયાની દુકાને પહોંચ્યા તો એના મુનીમે માત્ર ત્રણ શૂન્ય જોઈને કંઈ પણ આપવાની ચોખ્ખી ના પાડી અને કહ્યું, “આમાં તો બધાં મીંડાં જ છે. એકનો અંક નથી તેથી કશું આપવાનું હોય નહીં.” વાણિયો તો પઠાણોની ચુંગાલમાંથી પહેલાં જ છૂટીને નાસી ગયો હતો. વળી આ પઠાણોનું જોર શહેરમાં ચાલતું નહીં હોવાથી મુનીમનો જવાબ સાંભળીને તેઓ નિરાશ થઈને ચાલ્યા ગયા.
જેમ પત્રમાં એકના આંકડા વગર માત્ર શૂન્ય જ લખેલાં હોવાથી પઠાણોને કંઈ ન મળ્યું, એવી જ રીતે સમ્યગદર્શનરૂપી એકના અંક વિના ગમે તેટલું શુષ્ક જ્ઞાન મેળવ્યા કરો અથવા ગમે તેટલી ક્રિયાઓ કર્યો જાવ, છતાં આત્માને એનાથી કંઈ મળશે નહીં. એટલે સમ્યગુદર્શન સાધના માટે એકડાનું કામ કરે છે.
મોક્ષમાર્ગનું પ્રથમ સાધન સમ્યગુદર્શન છે. આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી તેનું બધું આચરણ સમસ્ત ક્રિયાકાંડ અને અનુષ્ઠાન નગણ્ય છે. સમ્યગુદર્શનના અભાવે થતી બધી ધાર્મિક ક્રિયાઓ હાથીના સ્નાનની જેમ વ્યર્થ છે. આત્મકલ્યાણની દૃષ્ટિએ આ ક્રિયાઓની કશી કિંમત નથી. કહ્યું છે -
ध्यानं दुःखनिधानमेव तपसः सन्तापमानं फलम । स्वाध्यायोऽपि हि वन्थ्य एव कुधियां तेऽभिग्रहाः कुग्रहाः ॥. અજ્ઞાપ્યાં લાશીનાના, તીદિયારા વૃથા !
सम्यक्त्वेन विहीनमन्यदपि यत्तत्सर्वमन्तर्गडुः ॥ સમ્યગુદર્શનનો પ્રભાવ
૧૫૩
Page #165
--------------------------------------------------------------------------
________________
સમ્યગુદર્શન (સમ્યત્વ)ના અભાવમાં જે કોઈ ક્રિયાઓ કરવામાં આવે છે તે બધી શરીર પર થનારા ગૂમડાની જેમ દુઃખદાયી અને આત્મહિતા માટે વ્યર્થ હોય છે. એ ધ્યાન દુઃખનું નિધાન બને છે. તે તપ માત્ર સંતાપજનક ફળ આપનારું હોય છે. મિથ્યાષ્ટિથી થતો તે સ્વાધ્યાય પણ નિષ્ફળ જાય છે. તેના અભિગ્રહ કદાગ્રહમાં પલટાઈ જાય છે. તેનું દાન અને શીલ નિંદનીય બને છે અને તીર્થાટન પણ વ્યર્થ હોય છે. આત્માનો પરમ મિત્ર
સમ્યગદર્શન કરતાં આત્માનો કોઈ વધુ ગાઢ મિત્ર નથી. મિત્રનું કર્તવ્ય છે કે પોતાના સાથીને અહિતમાર્ગેથી પાછો વાળીને સન્માર્ગ પર લાવવો. સમ્યગદર્શન આત્માને મિથ્યાતત્ત્વના ઊબડખાબડ, ઉજ્જડ અને અંધકારભર્યા માર્ગમાંથી દૂર કરીને સન્માર્ગ પર લાવે છે અને આત્માને ઈદ્રિયો અને બુદ્ધિના કુચક્રમાં ફસાઈને ખત્તા ખાતાં બચાવે છે, કારણ કે સમ્યગદર્શન પ્રાપ્ત થવાથી આત્માની દૃષ્ટિ શુદ્ધ થાય છે. તેનામાં હિતઅહિત, કર્તવ્ય-અકર્તવ્ય, ત્યાજ્ય-અત્યાજ્યનો વિવેક જાગે છે. જીવ મિથ્યાત્વદશામાં હોય, ત્યાં સુધી તે હિત-અહિતનો સમ્યફ બોધ મેળવી શકતો નથી, એથી વિપરીત એ અહિતને હિત અને હિતને અહિત માને છે અને તે અનુસાર પ્રવૃત્તિ કરે છે. તે દૃષ્ટિવિભ્રમમાં પડી જાય છે, પરંતુ જેવો સમ્યગદર્શનરૂપી સૂર્ય ઉદય પામે છે કે બુદ્ધિ પર પથરાયેલો અજ્ઞાન-અંધકાર કે મોહનું માયાવી ધુમ્મસ દૂર થઈ જાય છે અને તે હિત-અહિત, ત્યાજ્ય-અત્યાજ્યને યોગ્ય રીતે સમજવા લાગે છે. આમ અહિતમાર્ગથી ઉગારનાર અને હિતમાર્ગમાં પ્રવૃત્ત કરનારું સમ્યગુદર્શન આત્માનું ચરમ-પરમ મિત્ર છે.
ધારો કે એક વ્યક્તિ જન્માન્ય છે અને તે જગતની કોઈ પણ વસ્તુને આંખોથી જોઈ શકતી નથી, પરંતુ કદાચ પુણ્યની પ્રબળતાને કારણે તેને એકાએક નેત્ર પ્રાપ્ત થઈ જાય અને તેને બધું દશ્યમાન થાય તો કેટલો બધો આનંદ પામશે ? એ રીતે મિથ્યાત્વરૂપી અંધકારથી જેના હૃદયની આંખો બંધ છે તેને જગતના પદાર્થ વાસ્તવિકરૂપે દેખાતા નથી. જો એને સમ્યગુદર્શનરૂપી નેત્ર એકાએક પ્રાપ્ત થાય અને પરિણામે તેને ત્યાજ્ય ત્યાજ્ય દેખાય અને અત્યાજ્ય અત્યાજ્ય દેખાય, તો એ કેટલો બધો આનંદિત થશે ? આવી દિવ્ય પરમ જ્યોતિ હૃદયનેત્ર પ્રાપ્ત થવાથી આત્માને થતો અપૂર્વ આનંદ શબ્દોથી અવર્ણનીય છે. મૂંગાને થતા ગોળના
-
:-:-
::
--*
જ છે.
כעס
જે
#
#
Page #166
--------------------------------------------------------------------------
________________
સ્વાદની જેમ તે અનિર્વચનીય આનંદનો માત્ર અનુભવ કરી શકાય છે. તે આનંદની અનુભૂતિ કરાવનાર અને દિવ્યનેત્ર દાતા સમ્યગુદર્શનને આત્માનો પરમ મિત્ર કહી શકાય.
આત્માનો પરમ બંધુ
સમ્યગદર્શન આત્માનો પરમ બંધુ પણ છે. બંધુનો અર્થ છે સહાયક. આત્મામાં સૌ પ્રથમ કલ્યાણમાર્ગ પર આગળ વધવાની રુચિ જાગે છે, ત્યારે તે કલ્યાણમાર્ગે ચાલવા થોડોક તૈયાર થાય છે. એ ક્ષણોમાં તેને સર્વપ્રથમ સહાય કરનાર સમ્યગુદર્શન છે. સમ્યગુદર્શનથી પ્રાપ્ત થતી સહાયતા સ્થાયી હોય છે.
એક વાર સમ્યગદર્શનની સહાયતા મળે, તો આત્માનું અસીમ ભવભ્રમણ સીમિત બની જાય છે. અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં જ તે આત્માને મોક્ષની પ્રાપ્તિ જરૂર થશે. અન્ય સહાયકોની સહાયથી સાંપડતી સફળતા અસ્થાયી હોય છે અને ક્યારેક તેમાં અસફળતા પણ મળે છે, પરંતુ સમ્યગદર્શનની સહાયથી પ્રાપ્ત થતી સફળતાની ભીતરમાં નિષ્ફળતા છુપાયેલી નથી હોતી. તે સફળતા ચિરસ્થાયી હોય છે.
પરમ લાભ ની વાત
જગતમાં જીવ, મોહ અને અજ્ઞાનને વશ થઈને અનેક પ્રકારના ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોની કામના રાખે છે અને તેની પ્રાપ્તિને પરમ લાભ માને છે. હકીકતમાં આ પદાર્થ આત્માને કલ્યાણપથ પર લઈ જવામાં સહાયક બનતો નથી, બલ્ક ઘણી વાર આત્મા તેમના દ્વારા દુર્ગતિનો મહેમાન બની જાય છે. એનાથી આત્મા ખુદ દુઃખી અને વિપત્તિથી ઘેરાઈ જાય છે. જેને લાભદાયી સમજીને અપનાવે છે તે જ તેના પરમ શત્રુ બને છે, તેથી વાસ્તવમાં વસ્તુતઃ એ લાભદાયક નહીં, બલ્લે ગેરલાભ કરનારા છે. સમ્યગુદર્શનનો લાભ આત્મા માટે ક્યારેય અહિતકર હોતો નથી. તેના લાભથી આત્મા તીવ્રતમ ક્રોધ, અપાર માયા, ઉત્કટ અભિમાન, અતિ લોભ કે આસક્તિનો અંત આણીને ઉચ્ચ ભૂમિકા પર ક્રમશઃ ડગ ૧. અધપુદ્ગલપરાવર્તનકાળ : જે જીવને એક વાર પણ સમ્યકત્વની સ્પર્શના થાય છે તેનો
સંસાર અર્ધા પુદ્ગલ પરાવર્તન કાળથી વધારે નથી.----
સમ્યગ્રદર્શનનો પ્રભાવ
૧પપ
Page #167
--------------------------------------------------------------------------
________________
ભરે છે. આ દષ્ટિએ સમ્યગુદર્શન પરમ લાભ છે.
સમ્યગુદર્શન આત્મામાં વિષય-કષાયોની તીવ્રતાને સમાપ્ત કરીને સમતાનો અદ્ભુત સંચાર કરે છે. તીવ્રતમ રાગદ્વેષના સંતાપને ઠંડો કરીને આત્માને અપૂર્વ શાંતિના સરોવરમાં સ્નાન કરાવે છે. સમ્યગુદર્શીને બીજા અનેક લાભ પ્રાપ્ત થાય છે. “શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે –
“સમરસી રહું પર્વ સમ્યગદર્શી પાપ નથી કરતો.”
ચોથા ગુણસ્થાનથી આત્માને સમ્યગુદર્શનનો લાભ થાય છે અને ચૌદમા ગુણસ્થાન સુધીનો જીવ સમ્યગ્રદર્શનનો સ્વામી કહેવાય છે. સમ્યગદર્શી નવા પાપકર્મોનું બંધન કરતો નથી. તેને એવી દષ્ટિ સાંપડી હોય છે કે તે પુણ્ય અને પાપ, આસ્રવ અને સંવર', બંધ અને મોક્ષને યોગ્ય રીતે પારખી અને નીરખી શકે છે. જ્યારે એને જ્ઞાન થાય છે કે આ કાર્ય, વિચાર કે વચન પાપકારી હોવાથી પાપકર્મનો બંધ કરાવનાર છે તેથી તે એમાં પ્રવૃત્ત થતો નથી. તેની શ્રદ્ધા એટલી દઢ બની જાય છે કે એને કારણે નવાં પાપકર્મોનો બંધ અટકી જાય છે, દુઃખ પછી દુઃખ આવતું હોય કે અત્યંત વિષયસુખ પ્રાપ્ત થવા છતાં પણ તે નવાં પાપકર્મથી બચતો રહે છે. શાસ્ત્રીય દૃષ્ટિએ પણ એ વાત નિશ્ચિત છે કે સમ્યગુદર્શનનો ૧. આશ્રવ – આશ્રવ એટલે કર્મરૂપી મળનું આત્મા તરફ આવવું તે. અર્થાત્ કર્મનાં કારણો
તે આશ્રવ. કાય, મન અને વચનની પ્રવૃત્તિ તે યોગ – તે જ આશ્રવ. ૨. સંવર – જેનાથી આશ્રવનો નિરોધ થાય તે સંવર. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા,
પરિષહજય અને ચારિત્ર વડે સંવર થાય છે. તપ વડે સંવર અને નિર્જરા બન્ને થાય છે. ૩. બંધ – આત્માની સાથે કામણ વર્ગણા(કર્મપુદ્ગલ)નો સંબંધ થવો તેને બંધ કહેવાય.
કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય એવાં પુદ્ગલોનું ગ્રહણ કરે છે તે બંધ કહેવાય છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર તેના પ્રકારો છે. ૪. મોણા – સંપૂર્ણ કર્મ-ક્ષય બાદ આત્માનું પોતાના સ્વરૂપમાં અધિષ્ઠાન. મોહના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મના ક્ષયથી કેવલ પ્રગટે છે. બંધહેતુઓના અભાવથી અને નિર્જરાથી કર્મનો આત્યંતિક ક્ષય થાય છે. સંપૂર્ણ કર્મક્ષય પછી તરત જ મુક્ત જીવ લોકના અંત સુધી ઊંચે જાય છે. ૫. સમ્યગુદર્શન - તત્ત્વોનું સાચું શ્રદ્ધાન. યથાર્થ રૂપથી પદાર્થોનો નિશ્ચય કરવાની રુચિ તે સમ્યગદર્શન છે. પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્તા એ પાંચ લિંગો દ્વારા સમ્યક્તની પિછાન કરી શકાય છે.
૧૫૬
રત્નત્રયીનાં અજવાળાં.
Page #168
--------------------------------------------------------------------------
________________
લાભ જીવને ત્યારે જ થાય છે કે જ્યારે કાળલબ્ધિ થઈ જવાથી તે આયુષ્યકર્મ સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમ થી થોડી ઓછી સ્થિતિ પેદા કરનાર યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ મેળવે છે. તેના પછી મિથ્યાતત્ત્વ અને મિથ્યાશાનને ત્યાજ્ય અને સભ્યત્ત્વ અને સમ્યકજ્ઞાનને અપનાવવા યોગ્ય તથા પૂર્વોક્ત સ્થિતિમાં પણ એક મુહૂર્ત ઓછું કરી નાખનારા અપૂર્વકરણ પરિણામ (જે પહેલાં જીવને ક્યારેય પ્રાપ્ત થતો ન હતો.) ને પ્રાપ્ત કરે છે. તદનન્તર સમ્યકત્વની સીધી પ્રાપ્તિ માટે આત્મામાં અનાદિકાળથી બંધાયેલી રાગ-દ્વેષની મજબૂત ગાંઠને ખોલીને (ગ્રંથિભેદ કરીને) પૂર્વોક્ત સ્થિતિમાં એક મુહૂર્ત ઓછું થઈ જવાથી અનિવૃત્તિકરણ નામક પરિણામ પ્રાપ્ત કરે છે.
૧. આયુષ્યકર્મ – આઠ કર્મોમાં પાંચમું કર્મ તે આયુષ્યકર્મ. આયુષ્યકર્મનો ઉદય પણ દરેક
સમયે ચાલુ છે, કારણ કે દેવ, મનુષ્ય, તિયચ કે નરકમાંથી એક આયુષ્ય અવશ્ય
ઉદયમાં હોય છે. ૨. કોડાકોડી સાગરોપમ – એક યોજન લાંબા, એક યોજન પહોળા અને એક યોજન ઊંડા
ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાથી ભરવામાં આવે અને તેના પરથી ચક્રવર્તીની સેના ચાલી જાય તો પણ તે દબાય નહિ એ રીતે ઠાંસીને ભરવામાં આવે, પછી તેમાંથી સો સો વર્ષે વાળનો એકેક ટુકડો કાઢતાં જેટલાં વર્ષે તે ખાડો ખાલી થાય તેટલાં વર્ષોને પલ્યોપમ વર્ષ કહેવામાં આવે છે. આવા દશ કોડાકોડી (૧00000000 X ૧00000000) પલ્યોપમ વર્ષ ભેગાં થાય તેને સાગરોપમ વર્ષ કહેવામાં આવે છે. કોડાકોડી = કોટાનકોટિ; કોટિ = કરોડ, તેથી અહીં કરોડ પલ્ય ૪ કરોડ પલ્ય =
કોટાકોટિ પલ્ય. કોટાકોટિ પલ્ય = એક સાગરોપમ ૩. મિથ્યાત્વ – કર્મબંધનાં સામાન્ય કારણો ચાર છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગ. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા. વસ્તુ એક પ્રકારની હોય અને બીજા પ્રકારની માને ત્યાં મિથ્યાત્વ જાણવું. આ મિથ્યાત્વને મહાશત્રુની, મહારોગની, મહાવિષની અને મહાઅંધકારની ઉપમા આપવામાં આવી છે, કારણ કે તે બધાં કર્મોની જડ છે અને તેની વિદ્યમાનતામાં સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. સમ્યક્તનો વિરોધી ભાવ તે મિથ્યાત્વ. તત્ત્વોમાં શ્રદ્ધા ન હોવી તે. ૪. અપૂર્વકરણ પરિણામ – જીવ ત્રણ કરણ કરે છે અને તેમાં બીજું અપૂર્વ કરણ છે. કોઈ વખત નહીં પ્રાપ્ત થયેલો એવો સમકિતની પ્રાપ્તિ પૂર્વેનો અપૂર્વ અધ્યવસાય જેનાથી
રાગદ્વેષની ગ્રંથિ ભેદાઈને સમ્યકત્વની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૫. અનિવૃત્તિકરણ – જીવનાં ત્રણ કરણમાંનું ત્રીજું મોક્ષરૂપી વૃક્ષના બીજ સમાન
સમ્યક્તને પામ્યા વગર પાછું ન વળે તેવું કરણ. ---
સમ્યગદર્શનનો પ્રભાવ
૧૫o
*
*
*
*
:
:::::
:
:
::
:
:
::
:
:
:
:::
:
Page #169
--------------------------------------------------------------------------
________________
આ ત્રણે પરિણામોની ઉત્તરોત્તર વિશુદ્ધિની સાથે જ અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમ્યકત્વમોહ, મિથ્યાત્વમોહ અને મિશ્રમોહ આ સાત બાબત(દર્શનસપ્તક)નું ઉપશમન, ક્ષય કે ક્ષયોપશમન કરી લે છે. જ્યારે અનન્તાનુબંધી ક્રોધ વગેરે ચારેય તીવ્રતમ કષાય નથી રહેતા, તો એ આત્માને તેના કારણે લાગતાં પાપકર્મ પણ બંધરૂપ થતાં નથી.
તેની સાથે ત્રણ પ્રકારના -મોહના કારણે પાપકર્મની પ્રકૃતિનો બંધ થતો હતો, તે પણ રોકાઈ જાય છે. સમ્યગુદર્શીને સમ્યગુદર્શન પ્રાપ્ત થવાથી આટલો મહાન લાભ શું ઓછો છે? આ લાભ કરોડો રૂપિયા આપવાથી વર્ષો સુધી અજ્ઞાન-તપ કરવાથી કે મિથ્યાજ્ઞાન(અવિવેકીપૂર્વક વગર વિચાર્યે વ્યર્થ ક્રિયાઓ કરવાથી પણ પ્રાપ્ત નથી થતો. આ તો યોગ્ય દિશામાં પુરુષાર્થ કરવાની રુચિ થવાથી સમ્યગ્રદર્શન પ્રાપ્ત થવાના કારણે જ સાંપડે છે.
મિથ્યાતત્ત્વની અંધકારભરી ગલીઓમાં ભટકવાને લીધે જીવને હિત કે અહિતનું, સત્ય કે અસત્યનું અથવા કર્તવ્ય-અકર્તવ્યનું ભાન રહેતું નથી. મિથ્યાતત્ત્વવશ થઈને સ્વાર્થ અને સત્યને એક જ સમજવા માંડે છે અથવા તો સત્યને અસત્યના રૂપમાં કે અસત્યને સત્યના રૂપમાં જુએ છે. આ સમયે સત્યનું દર્શન કરાવનાર સમ્યગુદર્શનનો પ્રકાશ પ્રાપ્ત થવો કેટલો લાભદાયક થાય છે ? મિથ્યાત્વનો નાશક
સમ્યગુદર્શનનો સીધો અને સ્પષ્ટ અર્થ થાય છે – સાચું જોવું. સામાન્ય રીતે આંખોમાં કોઈ ખરાબી કે બીમારી હોય નહીં, તેઓ સાચું જ જોતા હોય છે, પરંતુ ચર્મચક્ષુથી જોવું એ દર્શન કહેવાય નહીં.
સમ્યગદર્શનનો અર્થ થાય છે હૃદયની આંખે જોવું. હૃદયની આંખોથી કરેલો દઢનિશ્ચય, દઢવિશ્વાસ સમ્યગ્ગદર્શન કહેવાય છે. બુદ્ધિની આંખ ખોટો નિર્ણય કરી શકે છે, બુદ્ધિની સાથે હૃદય ન હોય તો એકલી બુદ્ધિનો નિર્ણય સાચો હોતો નથી. હૃદય શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર હોય છે
જ્યારે બુદ્ધિ તર્કનું કેન્દ્ર છે. બુદ્ધિ દ્વારા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, અત્યંત ગહન આધ્યાત્મિક વાતોનું ઉડ્ડયન કરી શકાય, પરંતુ જ્યાં સુધી આત્મા હૃદયની આંખે જોઈને એ જ્ઞાન પર હેય (સ્વીકાર્યો કે
રત્નત્રયીનાં અજવાળાં
૧૫૮
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉપાદેય(અસ્વીકાર્ય)ની છાપ લગાવતો નથી, ત્યાં સુધી તે જ્ઞાન મિથ્યાજ્ઞાન જ રહે છે. એ જ્ઞાનથી સત્યનું દર્શન થતું નથી.
બ્રહ્મસમાજના વિખ્યાત તત્ત્વવેત્તા કેશવચંદ્ર એક વાર સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળવા માટે દક્ષિણેશ્વરના મંદિરમાં ગયા. થોડો સમય વાતચીત કર્યા પછી તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસને પૂછવું,
એ વાત સમજાતી નથી કે મોટા-મોટા વિદ્વાન અને શિક્ષિત વ્યક્તિઓ પણ માયાજાળમાં કેમ ફસાયેલા રહે છે ? શું એમનું જ્ઞાન એમને માયાજાળમાંથી દૂર રહેવા માટે પ્રેરિત કરતું નહીં હોય ?”
શ્રી રામકૃષ્ણ પરમહંસે એક ઉપમા આપતાં સમજાવ્યું – સમડી આકાશમાં ખૂબ ઊંચે શુદ્ધ વાયુમંડળમાં ઊડતી હોય છે, પરંતુ એની નજર નીચે પડેલા મૃતપ્રાણીના માંસ અને હાડકાં પર જ રહે છે, એ રીતે આપણે ભલે ગમે તેટલા મહાન ગ્રંથો વાંચ્યા હોય, પરંતુ જ્યાં સુધી આપણી નજર શુદ્ધ અને સત્યદર્શી નહીં હોય, ત્યાં સુધી આપણે ઉત્કટ કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેની માયાજાળમાં ફસાયેલા રહીશું. માત્ર વિદ્યા સંપાદિત કરવાથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. એ માટે તો વાસના અને ક્રોધાદિ વિકારોમાં ફસાવા દે નહીં, તેવી સાચી દૃષ્ટિ જોઈએ.
ભસ્મક રોગનો શિકાર બનેલા દર્દીને ગમે તેટલું ભોજન આપો અથવા પેટના વ્યાધિથી પરેશાન વ્યક્તિને ગમે તેટલું ઉત્તમ ભોજન આપો, પણ તે રોગના લીધે એના શરીરને યથેષ્ટ લાભ થતો નથી, બલ્ક એ રોગી માટે નુકસાનકારક સિદ્ધ થાય છે. આ રીતે વ્યક્તિને મિથ્યાત્વનો રોગ હોય, ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાનભોજન ખવડાવો તો તેનું અવળું પરિણામ આવશે. સમ્યગુદર્શન એક એવું અંજન છે, જેને હૃદયનેત્રોમાં આંજવાથી અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ જાય છે અને વિવેકચક્ષુ ખૂલી જાય છે. મિથ્યાત્વ રોગનો નાશ કરીને જ્ઞાનરૂપી ભોજનનું સમ્યક્ પ્રકારે પાચન કરાવતું આ ઔષધ છે. સમ્યગુદર્શનનો જાદુ
વિશ્વને અને વિશ્વના સમસ્ત પદાર્થોને એના સાચા સ્વરૂપમાં જોવાની દૃષ્ટિ સમ્યગુદર્શનથી સાંપડે છે. સમ્યગુદર્શીની દૃષ્ટિમાં એવો જાદુ પેદા થાય છે કે તે સંસારરૂપી કાદવ-કીચડમાં રહેવા છતાં કમળની જેમ નિર્લેપ સમ્યગદર્શનનો પ્રભાવ
૧૫૯
Page #171
--------------------------------------------------------------------------
________________
રહે છે. સમ્યગ્દર્શની દૃષ્ટિમાં વિકારી ભાવના નષ્ટ થઈ જાય છે અને અવિકારી ભાવના જાગે છે, પરિણામે જીવન અને જગતને તે સીધી, સરળ અને સમભાવની દૃષ્ટિએ નિહાળે છે. સંસાર-વ્યવહાર કરતો હોવા છતાં સમ્યગ્દૃષ્ટિને પરિણામે તેના તરફ અનાસક્ત રહેશે અને પાપ પ્રત્યે એના મનમાં ઘૃણા પેદા થઈ જશે, જો કે ચોથા ગુણસ્થાને રહેલા નથી, છતાં અનેક ખરાબ કાર્યથી દૂર રહેવા લાગે છે. લૌકિક, નૈતિક અને ધાર્મિક દૃષ્ટિએ નિન્દ એવા દારૂ, માંસાહાર, ચોરી, વ્યભિચાર વગેરે ખરાબ વ્યસનોને સમ્યગ્દષ્ટિ ધરાવનાર છોડી દે છે અને એ જ રીતે સ્થૂળ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ વગેરે પાપોને તે છોડવા યોગ્ય માનીને એ પાપોનું આચરણ કરવામાં એની રુચિ રહેતી નથી, જોકે વ્રતના સ્વરૂપમાં તે અહિંસા વગેરે અણુવ્રતોનો સ્વીકાર કરતો નથી, તેમ છતાં મિથ્યાર્દષ્ટિની જેમ આ પાપોને સારા પણ સમજતો નથી અને કદાચ વિવશ થઈને આમાંથી કોઈ પાપસ્થાનનું આચરણ કરવું પડે, તો તે પોતાને ધિક્કારને પાત્ર ગણે છે.
સમ્યગ્દષ્ટિ જીવ પ્રત્યેક વાતને સરળતાથી લઈને એમાંથી શુભતત્ત્વ શોધી કાઢે છે, જ્યારે મિથ્યાર્દષ્ટિ ધરાવનાર સત્ય અને સરળ વાતને પણ ઊંધી રીતે લેશે.
એક વાર મહાત્મા ગાંધીજી સ્ટીમર દ્વારા ઇંગ્લૅન્ડ તરફ જઈ રહ્યા હતા. એ સ્ટિમરમાં મોટા ભાગના ગોરા પ્રવાસીઓ હતા અને એ સમયે બ્રિટિશ સામ્રાજ્યની જાહોજલાલીનો કાળ હોવાથી ગોરા લોકો કાળા લોકોની નિંદા, અપમાન અને મારપીટ કરવાનું ચૂક્તા નહીં. મહાત્મા ગાંધીને કાળો માણસ (ભારતીય) સમજીને એ જહાજ કંપની દ્વારા પ્રકાશિત થતી પત્રિકા માટે એક અંગ્રેજે લેખ લખ્યો, જેમાં ગાંધીજીની ભરપૂર નિંદા કરી હતી અને તે આક્ષેપોથી ભરપૂર હતો. લેખ પૂરો થવાથી એક
·
૧. ગુણૢસ્થાન – ગુણનું સ્થાન તે ગુણસ્થાન. ગુણ એટલે આત્માની દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે શક્તિ; અને સ્થાન એટલે ભૂમિકા કે અવસ્થા. તાત્પર્ય કે આત્મશક્તિના વિકાસની જે ચડતી-ઊતરતી વિવિધ અવસ્થાઓ તે ગુણસ્થાન.
આત્મશક્તિના વિકાસની અવસ્થાઓ અસંખ્ય હોવાથી ગુણસ્થાનો પણ અસંખ્ય સંભવે છે પરંતુ સંક્ષેપમાં તેનું વર્ગીકરણ ચૌદ વિભાગોમાં થાય છે, એટલે શાસ્ત્રમાં ચૌદ ગુણસ્થાનનો વ્યવહાર પ્રસિદ્ધ છે.
૧૬૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #172
--------------------------------------------------------------------------
________________
અંગ્રેજ ગાંધીજીને લેખ બતાવવા ગયો.
અંગ્રેજોનો આશય હતો કે આવો લેખ લખીને ગાંધીજી તથા અન્ય હિંદુસ્તાનીઓનું અપમાન કરવામાં આવે. ગાંધીજીના હાથમાં એ લેખ આપતાં અંગ્રેજે પ્રશંસાભર્યા શબ્દોમાં કહ્યું,
અમારી પત્રિકા માટે આ એક અત્યંત સુંદર લેખ લખવામાં આવ્યો છે. તમે આને જુઓ અને તેનો સાર ગ્રહણ કરો.”
મહાત્મા ગાંધીજીએ આ લેખ વાંચ્યો અને પોતાની કડક આલોચનાથી સહેજે ઉદ્વિગ્ન થયા વિના લેખનાં કાગળોને ભેગા રાખવા માટે લગાડેલી યુ-પિન પોતાની પાસે રાખીને અંજને લેખ પરત ર્યો. અંગ્રેજે લેખ પરત સોંપવાનું કારણ પૂછ્યું, તો ગાંધીજીએ કહ્યું,
મેં આમાંથી સારભૂત વસ્તુ રાખી લીધી છે અને બાકીની પરત કરી છે.”
અંગ્રેજ પણ આવો ખુમારીભર્યો ઉત્તર સાંભળીને સ્તબ્ધ થઈ ગયો.
આમ, સમ્યગુદૃષ્ટિ ધરાવનાર અસાર વસ્તુઓમાંથી પણ સાર ગ્રહણ કરી લે છે. ખરાબમાંથી સારું ગ્રહણ કરવાનો જાદુ તેની દૃષ્ટિમાં આવી જાય છે.
એક વાર શ્રીકૃષ્ણની સવારી દ્વારકા નગરીમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એક દેવે તેમની સમ્યગૃષ્ટિની પરીક્ષા કરવા માટે એક મૃત કૂતરી રસ્તાની બાજુમાં ફેંકી દીધી. શ્રીકૃષ્ણની સવારીની આગળ ચાલનારા લોકોને તેની ત્રાસદાયક દુર્ગધ અસહ્ય લાગવાથી નાક પર કપડું લગાવીને ધૃણા દર્શાવતા તથા ગણગણતા પસાર થઈ ગયા. શ્રીકૃષ્ણનો હાથી એ મૃત કૂતરી પાસે આવ્યો, ત્યારે એમણે મૃત કૂતરીને જોઈને ધૃણા પ્રગટ કરવાને બદલે મનોમન શરીરના નાશવંત સ્વરૂપનો વિચાર કરીને કહ્યું,
જુઓ આ કૂતરીના દાંત કેટલા ચમકી રહ્યા છે.” બધા લોકો તેમની ગુણગ્રાહી સમ્યગુદૃષ્ટિ જોઈને આશ્ચર્યચકિત થઈ
ગયા.
સમ્યફષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ
આ છે સમ્યગુદષ્ટિનો ચમત્કાર ! જીવનમાં એવા ઘણા પ્રસંગો આવે - સમ્યગદર્શનનો પ્રભાવ
૧૬૧
ક
ક
Page #173
--------------------------------------------------------------------------
________________
છે કે જ્યારે મિથ્યાષ્ટિ કે સામાન્ય સંસારી માનવી તીવ્રતમ ક્રોધાવેશમાં આવીને કહે છે – “સાલાનું લોહી પી જઈશ; એને કાચો ને કાચો ખાઈ જઈશ.” પરંતુ સમ્યગુદૃષ્ટિ ધરાવતી વ્યક્તિના મુખમાંથી આવા શબ્દો નીકળતા નથી.
કદાચ કોઈ તેને “સાલો' કહીને અપશબ્દ કહે, તો પણ એ વિચારે છે કે, “જગતની પરસ્ત્રીઓ મારા માટે બહેન સમાન છે. આ સંબંધે કોઈ મારો બનેવી બને, તો તેમાં શું વાંધો હોઈ શકે?”
આમ વિચારીને સમ્યગુષ્ટિ અપશબ્દ બોલનારને કહે છે, “આવી ડિગ્રી માટે ધન્યવાદ ! હું તો આમેય પરસ્ત્રીને માતા-બહેન સમાન માનું છું.” બીજી બાજુ મિથ્યાત્વી માનવી એક અપશબ્દ કહેનારને વળતાં દસ ગાળ આપશે અને કોઈ હિતની વાત સમજાવનારને ઉપરથી લઢશે અને કહેશે, “તમે કોણ છો મને સલાહ આપનારા ? તમારી બુદ્ધિ તમારી પાસે રહેવા દો તો સારું !”
સમ્યગૃષ્ટિને કોઈ માર મારે, મારપીટ કરે કે વગર વાંકે દંડ આપે તો તે શાંતિથી સહન કરી લેશે. અને જો પ્રતિકાર કરે તો તે પણ જાતે કષ્ટ સહીને અહિંસક ઢંગથી શાંતિપૂર્વક કરશે. કોઈ પણ બીમારી કે વેદનાની સ્થિતિમાં સમ્યગુદૃષ્ટિ એમ વિચારશે –
મારાં જ અશુભ કર્મોનું આ પરિણામ છે. જો અશુભ કર્મોનો ઉદય ન થયો હોત તો મારું કોઈ કશું અહિત કરી શકે નહીં. આ બીમારી, આઘાત કે દંડનું ઉપાદાન – કારણ તો હું પોતે જ છું. નિમિત્ત ભલે કોઈ પણ હોય. તો પછી નિમિત્તને દોષ શા માટે આપું ?” પરંતુ મિથ્યાષ્ટિ કષાયની તીવ્રતાને લીધે એક લાતની સામે સો જૂતા મારવા તૈયાર થઈ જશે. માંદગીના સમયે હાયતોબા કરીને બધાને હેરાન-પરેશાન કરી નાખશે અને ઘર કે પરિવારજનોને આ માટે દોષ આપશે. નિમિત્ત પર દોષારોપણ કરશે.
નરકની ભૂમિ અતિ વેદનાદાયી છે. એનો સ્પર્શ જ એવો હોય છે જાણે એક સાથે હજાર-હજાર વીંછી ડંખ મારે તેવો એનો સ્પર્શ હોય છે. અહીં સમ્યગૃષ્ટિ હોય છે અને મિથ્યાદેષ્ટિ પણ. નારકીય વેદના કોઈનીય શરમ રાખતી નથી. અહીં પરમધામી દેવ (અસુર) પણ ભિન્ન-ભિન્ન
રત્નત્રયીનાં અજવાળાં
૧૬૨
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રકારની પીડા પહોંચાડે છે. નારકીય જીવ પરસ્પર વેરને યાદ કરીને એકબીજા સાથે લડ્યા-ઝઘડ્યા કરે છે અને એકબીજાને દુઃખ પહોંચાડે છે, પરંતુ આવાં કષ્ટ સહન કરતી વખતે સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ એ બંનેની ભાવનામાં ઘણો તફાવત હોય છે. મિથ્યાષ્ટિ કષ્ટ આપનાર તરફ તીવ્ર રોષ અને ઉત્કટ તેષભાવ રાખે છે અને તે ભોગવતી વખતે આકુળ-વ્યાકુળ રહે છે તથા આર્ત-રૌદ્રધ્યાન કરે છે.
સમ્યગૃષ્ટિ નારક એમ સમજે છે કે,
મારા પૂર્વજન્મોનાં પાપોનું ફળ ભોગવી રહ્યો છું. એનું દેવું માથા પરથી ઉતારવું પડશે ને ! આ પ્રકારના દુઃખને સમભાવથી સહન કર્યા વગર આ ભારે દેવું કેવી રીતે ફેડી શકીશ? પરિણામે આ દુઃખ મારા માટે હિતકારી છે એને સમભાવથી ભોગવીને મારા આત્માને પાપકર્મોના બોજથી અત્યંત હલકો કરીશ.” સમ્યગુદૃષ્ટિમાં કષાયની મંદતાને કારણે સમભાવ જાગે છે, જ્યારે મિથ્યાષ્ટિમાં રાગ-દ્વેષની તીવ્રતાને લીધે વિષમભાવ જન્મે છે.
જળમાં કમળ
સમ્યગૃષ્ટિપુરુષ ગૃહસ્થજીવન જીવતો હોવા છતાં તત્ત્વને ઓળખી ૧. નારકીય જીવ – અધોલોકનું સ્થાન કે જ્યાં ઘોર પાપાચરણ કરનાર જીવ પોતાનાં
પાપોનું ફળ ભોગવવા ઉત્પન્ન થયો હોય નરક સાત છે – (૧) રત્નપ્રભા – કૃષ્ણવર્ણ ભયંકર રત્નોથી પૂર્ણ. (૨) શર્કરપ્રભા – ભાલ્વ, બરછી આદિથી પણ તીક્ષ કંકરોથી પરિપૂર્ણ (૩) વાલુકાપ્રભા – ભાડભૂજાની ભાડની ઉષ્ણ રેતીથી અધિક ઉષ્ણ રેતાયુક્ત. (૪) પંકપ્રભા – રક્ત, માંસ અને પરુ જેવા કીચડથી વ્યાપ્ત (પ) ધૂમ્પ્રભા – રાઈ, મરચાંના ધુમાડાથી અધિક તીખા ધુમાડાથી પરિપૂર્ણ (૯) તમ પ્રભા – ઘોર અંધકારથી પરિપૂર્ણ
(૭) મહાતમ:પ્રભા – ઘોરાતિઘોર અંધકારથી પરિપૂર્ણ. ૨. કષાય – “કષ' એટલે સંસાર અને “આય' એટલે વૃદ્ધિ. જેનાથી સંસારની વૃદ્ધિ થાય,
જન્મમરણની પરંપરા વધે તે કષાય. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકારના કષાય છે જેમાં ક્રોધ એ બહારથી દેખો તો કષાય છે અને માન, માયા ને લોભ અંદરના કપાય છે. તે ચારની તીવ્રતાના તરતમભાવની દૃષ્ટિએ ચાર ચાર પ્રકાર છે – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાવ્યાખ્યાનાવરણીય અને સંજ્વલન. સમ્યગદર્શનનો પ્રભાવ સિ
૧૬૩
Page #175
--------------------------------------------------------------------------
________________
લેવાને કારણે તેમાં આસક્ત રહેતો નથી. પોતાની જાતને કેદી માનીને એમાંથી મુક્તિ મેળવવાની ભાવના રાખે છે. ધન-સંપત્તિની વચ્ચે કુટુંબ સાથે વસતો હોવા છતાં પણ મનોમન સમજે છે કે આ બધી વસ્તુઓ મારી નથી અને હું આ બધાનો નથી. આથી કહ્યું છે :
"१ रे समदृष्टि जीवडा करे कुटुंब प्रतिपाल ।
अन्तर से न्यारो रहे ज्यो धाय खिलावे बाल ॥" સમ્યગૃષ્ટિ જીવ પરમાર્થનું બહાનું કાઢીને પોતાના લૌકિક કર્તવ્યથી દૂર નાસી જતો નથી. ધર્મના નામે અકર્મણ્યતાને આશ્રય આપતો નથી અને પોતાની જવાબદારીથી ભાગી જતો નથી. મિથ્યાષ્ટિમાં તો આ વૃત્તિ કે દૃષ્ટિ હોતી નથી. તે કુટુંબની જંજાળમાં વધુ ને વધુ ફસાયેલો રહે છે અને મોહમાયાના ચક્કરમાં ભમ્યા કરે છે. તે એમ માને છે કે મારા વગર પરિવાર ચાલી કે ટકી શકે નહીં. *
સમ્યગુદૃષ્ટિ આદર્શ ઉદાહરણ તરીકે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામને કહી શકાય. તેમણે વનવાસની વાત સાંભળીને કોઈ દુઃખ પ્રગટ કર્યું નહીં અને રાજ્યાભિષેકની વાત સાંભળીને હર્ષનો અતિરેક દાખવ્યો નહીં. બંને પરિસ્થિતિમાં તેઓ સમભાવ પર સ્થિર રહ્યા. મહેલ અને જંગલ બંને એમની દૃષ્ટિએ સમાન હતાં. પોતાના માટે રાજ્યાભિષેકને બદલે વનવાસનું વચન લેનારી માતા કૈકેયી પ્રતિ તેમણે રોષ કે દ્વેષ પ્રગટ કર્યો નહીં અને રાજ્યાભિષેકની વાત કરનાર પ્રત્યે મોહ કે આસક્તિ દાખવ્યો નહીં. શ્રીરામ અનિષ્ટમાંથી ઈષ્ટ શોધી લેતા હતા. કૈકેયી માતાના મુખેથી વનવાસની વાત સાંભળીને પણ તેમાંથી શ્રીરામે સારપ જ શોધી કાઢી કે તેથી હું મારો વિકાસ કરવા ઇચ્છતો હતો. અયોધ્યામાં રહીને આ શક્ય નહોતું, કિંતુ આરણ્યક લોકો અને ત્રષિમુનિઓના સત્સંગથી હવે શક્ય બની શકશે. માતાએ કેટલો સુંદર અવસર મને આપ્યો !
સમ્યગદર્શનપ્રાપ્તિ
સમ્યગુદર્શનની પ્રાપ્તિ પછી આત્મામાં એટલું પરિવર્તન ચોક્કસ આવે છે કે તે સ્વ અને પરનો ભેદ સારી રીતે કળી શકે છે. આ ભેદવિજ્ઞાન પછી આસક્તિ અત્યંત ઓછી થઈ જાય છે. પછી જીવનના દરેક ક્ષેત્રમાં તે અનાસક્ત થઈને દ્રણ અને તટસ્થ થઈને ચાલે છે. આવું થવાથી
રત્નત્રયીનાં અજવાળાં
૧૬૪
Page #176
--------------------------------------------------------------------------
________________
હૃદયથી એક વાર જ્યારે તે નક્કી કરી લે છે ત્યાર પછી સંયોગ-વિયોગ, હર્ષ-શોક બંનેમાં સમાન સ્થિતિએ રહે છે. તે એમ વિચારે છે કે જે જખ્યું છે, તે એક દિવસ જવાનું છે, તો પછી તેનો હર્ષ કે શોક શા માટે? કારણ કે તે મારા હતા જ ક્યારે ?
દિલ્હીમાં એક શ્રાવક સાધુ-સાધ્વીઓની ખૂબ સેવાભક્તિ કરતા હતા. રોજ દર્શન કરવા અને વ્યાખ્યાન સાંભળવા અચૂકપણે આવતા હતા. એક દિવસ તેમનો એકનો એક પુત્ર મરી ગયો. તેમણે પુત્રની માંદગીમાં સેવા-સુશ્રુષા કરવામાં કંઈ ક્યાશ રાખી નહીં, પરંતુ તેને બચાવી શક્યાં નહીં, પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને એમની સમક્ષ ઘણા સ્નેહીઓ સમવેદના પ્રગટ કરવા આવ્યા.
શ્રાવકે બધાને સમજાવી દીધું – “આપ સમવેદના પ્રગટ કરવા આવ્યા છો તે માટે હું ઘણો આભારી છું, પરંતુ શોક દર્શાવવા માટે રડવા-કૂટવાની પ્રથા અહીં તદ્દન બંધ છે. તેથી એ પ્રથાથી દૂર રહેશો.”
લોકોએ એમની વાતનો સ્વીકાર કર્યો. પુત્રના અગ્નિસંસ્કાર કરીને શ્રાવક સીધા જ ધર્મસ્થાનોમાં મુનિરાજોનાં દર્શન કરવા માટે ગયા.
મોટા મહારાજે પૂછયું, “શ્રાવકજી, આજે તો મોડા આવ્યા. વ્યાખ્યાન પણ ન સાંભળી શક્યા.”
શ્રાવકે કહ્યું, “આજે એક મહેમાનને વિદાય કરવા માટે ગયો હતો, તેથી મોડું થઈ ગયું.” આટલું બોલીને તેઓ સામાયિક કરવા બેસી ગયા. એ પછી બીજા કેટલાક લોકો આવ્યા અને મહારાજશ્રીને ખબર પડી કે શ્રાવકનો એકનો એક પુત્ર આજે ગુજરી ગયો હતો.
સામાયિક પૂર્ણ કરીને તે જતા હતા, ત્યારે મહારાજે કહ્યું, “લાલાજી, આપનો એકનો એક પુત્ર ગુજરી ગયો અને તમને સહેજે પણ દુઃખ નથી ?”
તેમણે કહ્યું, “મારાજ, એ તો મહેમાન હતો. રંજ કઈ વાતનો કરું ? મારા ઘરમાં રહ્યો ત્યાં સુધી મેં તેના પ્રત્યે કર્તવ્યપાલન કર્યું. એક દિવસ તો તેણે જવાનું જ હતું. ચાલ્યો ગયો, પણ મારો હતો જ ક્યાં ? મારી સાથે તો માત્ર આ જન્મનો દૈહિક સંબંધ જ હતો.”
આ છે સમ્યગુદર્શનસંપન્ન વ્યક્તિના જીવનનું જીવંત ચિત્ર ! વાસ્તવમાં, સમ્યગુદૃષ્ટિ ધરાવનાર પોતાને દુનિયાની નાટ્યશાળાનો એક દ્રષ્ટા સમજે
સમ્યગદર્શનનો પ્રભાવ
૧૬૫
કે
Page #177
--------------------------------------------------------------------------
________________
છે. નાટ્યશાળાના મંચ પર અનેક દેશ્ય ભજવાય છે. એક રાજાની હાર થાય છે અને એકની જીત. પરંતુ દર્શકના મન પર હરજીતની કોઈ અસર થતી નથી. આ રીતે સમ્યગૃષ્ટિ ધરાવનાર વ્યક્તિ દુનિયાનાં દશ્યોને જોઈને હર્ષ કે શોક પ્રગટ કરતો નથી. નાટકમાં મળેલું રાજ્ય કે રાજ્યનાશ જેવી રીતે સત્ય નથી તેવી રીતે સમ્યગુદૃષ્ટિ પોતાને સાંપડેલાં વૈભવ, પદ, પ્રતિષ્ઠા કે સંતાન અથવા તો આ બધાના નાશને સત્ય માનતો નથી, બલ્લે બધાને પોતાનાથી પર સમજે છે અને તેથી જ તે મસ્તીથી જીવન જીવે છે.
મિથ્યાષ્ટિ ધરાવનાર આ બધાના સંયોગવિયોગને પોતાના માનીને હર્ષ યા શોક અનુભવે છે. જો પદાર્થના સત્યસ્વરૂપને ઓળખી લેવામાં આવે તો દુઃખનું નામનિશાન રહે નહીં. સમસ્ત પદાર્થોના સત્યસ્વરૂપ – તત્ત્વને ઓળખવું એ જ સમ્યગુદર્શન કે સમ્યકત્વ છે. પદાર્થના મૂળ સ્વરૂપની જાણકારી થવાથી વ્યક્તિ હેયને ત્યાજ્ય, શેયને જાણવા લાયક અને ઉપાદેયને ગ્રાહ્ય માને છે.
સમ્યગુદૃષ્ટિસંપન્ન સાધક સંસારમાં રહેતો હોવા છતાં સાંસારિકતામાં ફસાતો નથી, કારણ કે એ સમજે છે કે હું માત્ર આ સાંસારિક પદાર્થોનો ઉપયોગ કરવાનો અધિકારી છું. તેનો માલિક નથી. રોજ રોજ લાખો રૂપિયાની લેવડ-દેવડ મુનીમ કરે છે, પરંતુ લાખો રૂપિયા જવાથી કે આવવાથી તેને હર્ષ કે શોક થતો નથી.
માલિક પોતાની પાસે ધન-સંપત્તિ રાખતો નથી, કારણ કે તિજોરીની ચાવી મુનીમ પાસે રહે છે અને જરૂર પડ્યે માલિક મુનીમ પાસે મગાવે છે. નફો કે નુકસાન થાય, તો માલિકને દુ:ખ કે સુખ થશે, જ્યારે મુનીમને એવું કશું થતું નથી. તો મુનીમ જેવી દૃષ્ટિ પ્રાપ્ત કરો. સમ્યગૃષ્ટિ ધરાવનાર મુનીમ જેવું ચિંતન કરે છે.
આમ સમ્યગુદર્શનયુક્ત વ્યક્તિની દૃષ્ટિ પ્રાણીઓના માત્ર બાહ્ય આવરણ પર હોતી નથી, પણ તેની અંદર રહેલા આત્મતત્ત્વ પર કરેલી હોય છે અને આત્મતત્વની દૃષ્ટિએ બીજાં પ્રાણીઓને પણ પોતાના આત્મા સમાન ગણશે, આથી સમ્યગુદૃષ્ટિને લક્ષમાં રાખીને કહેવામાં આવ્યું છે –
मातृवत्परदारेषु परद्रव्येषु लोष्टवत् ।।
आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥ ૧૬૬
રત્નત્રયીનાં અજવાળાં
ક
Page #178
--------------------------------------------------------------------------
________________
“પર સ્ત્રીને માતા સમાન જુએ છે. પારકા ધનને માટી સમાન માને છે અને સમસ્ત પ્રાણીઓને આત્મવત્ જુએ છે. તે જ વાસ્તવિક દ્રષ્ટા છે.”
વારસા કે વેશથી નહીં
સમ્યગુદર્શન, સમ્યકત્વ કે સમ્યગુદષ્ટિ ક્યાંય સંપત્તિથી ખરીદાતી નથી અને તેવી રીતે પુત્રને પિતા પાસેથી વારસામાં કમાયા વિના ધનસંપત્તિ મળે તેમ સમ્યગદર્શન મળતું નથી. જેવી રીતે ડોક્ટરનો પુત્ર ડોક્ટરી ભાયા વગર ડોક્ટર થઈ શકતો નથી, તેવી રીતે સમ્યગદર્શીનો પુત્ર પણ સાધના કર્યા વગર સમ્યગુદર્શન પ્રાપ્ત કરી શક્તો નથી કે સમ્યગૃષ્ટિયુક્ત કે સમ્યગુદર્શની કહેવાતો નથી. આમ, સમ્યકત્વ કે સમ્યગુદર્શન કોઈ આપવા-લેવાની બાબત નથી. તે તો આંતર જાગરણથી જ પ્રાપ્ત થાય છે.
એ વાત પણ એટલી જ સાચી છે કે સમ્યગુદર્શન કંઈ ગ્રંથ કે શાસ્ત્રના વાચનથી કે તેને માનવાથી પ્રાપ્ત થતું નથી. તે તો દૃષ્ટિની નિર્મળતા પવિત્રતા, સરળતા, ગુણગ્રાહક્તા અને સમ્યકતા પર નિર્ભર છે. એટલે જ આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ કહે છે – एयाई चेव समयदिट्ठिस्स सम्मसुयं, मिच्छादिठिस्स मिच्छासुयं ।
આ જ (અન્ય મતો દ્વારા માન્ય) શાસ્ત્ર સમ્યગુદૃષ્ટિ માટે સમ્યકશ્રુત (શાસ્ત્ર) છે અને મિથ્યાષ્ટિ માટે મિથ્યાશ્રુત છે.”
આ રીતે સમ્યગુદર્શન કોઈ જાતિ, કોમ કે ધર્મસંપ્રદાયના ઇજારાની કે બાપિકી મિલકત નથી. જેનું હૃદય સરળ, પવિત્ર અને સમભાવથી ૧. અનંતાનુબંધી કષાયચતુષ્ક – જેનો ઉદય થવાથી સમ્યગુદર્શન ઉત્પન્ન થતું નથી અને
જો ઉત્પન્ન થઈ ગયું હોય તો નષ્ટ થઈ જાય છે અથવા અનંત ભવોની પરંપરાને ચાલુ રાખનાર કષાયોને અનન્તાનુબંધી કષાય કહે છે. ૧. જેના લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે તે અનંતાનુબંધી. ૨. જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ
તીવ્ર હોય તે અપ્રત્યાખ્યાનાવરણ. ૩. જેમનો વિપાક દેશવિરતિને ન રોક્તાં ફક્ત સર્વવિરતિને રોકે તે
પ્રત્યાખ્યાનાવરણીય. ૪. જેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી નહીં પરંતુ તેમાં
અલન અને માલિન્ક કરવા જેટલી હોય તે સંજ્વલન. સમ્યગ્રદર્શનનો પ્રભાવ
૧૬o
Page #179
--------------------------------------------------------------------------
________________
ઓતપ્રોત હશે, ત્યાં અનંતાનુબંધી કષાયચતુષ્ક અને મોહત્રયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થઈ જ જશે અને એ વ્યક્તિને અવશ્ય સમ્યગ્રદર્શનની
જ્યોતિ પ્રાપ્ત થશે. દષ્ટિમાં સમતા કે સમતા હૃદયવિશુદ્ધની અપેક્ષા રાખે છે એને કોઈ જાતિ, કુળ, ધર્મ,સંપદાય કે વેશની સાથે લેવા-દેવા નથી. આથી આચાર્ય સમન્તભદ્ર “રત્નકરંડક શ્રાવકાચાર'માં સ્પષ્ટપણે કહે છે –
सम्पगदर्शनसम्पनमपि मातङ्गदेहजम् ।।
देवा देवं विदुर्भस्मगूढाङ्गरान्तरोजसम् ॥ “ચાંડાલના શરીરમાંથી પેદા થયેલી વ્યક્તિ પણ જો સમ્યગદર્શનસંપન્ન હોય, તો દેવતા એને રાખમાં છુપાએલા ક્તિ અંદરથી તેજસ્વી અંગારાની જેમ દિવ્યદૃષ્ટિદેવ કહે છે.”
તમે પણ આવા સમ્યગુદર્શનરૂપી રત્નને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.
સ્થળઃ ગૌડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, ભાદ્રપદ વદ ૭
૧. ઉપશમ કે શયોપશમ – કર્મને ઉદયમાં આવતું સર્વથા અટકાવવું તે ઉપશમ અને
ઉદયમાં આવેલાં કર્મોનો ક્ષય કરવો અને ઉદયમાં નહીં આવેલાં કર્મોનો ઉપશમ કરવો તેનું નામ સયોપશમ છે. ૨. સમ્યકત્વ – કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરીને સુદેવ, સુગુરુ અને સુધર્મ પર અનન્ય શ્રદ્ધા રાખવી તેને સમ્યકત્વ કહેવાય અથવા તો ‘તમેવ સર્વ નિસંદ નં નિહિં
– તે જ સત્ય અને નિઃશંક છે કે જે જિનેશ્વરોએ પ્રરૂપેલું છે. આવી દઢ માન્યતાને સમ્યક્ત કહેવાય.
૧૬૮
રત્નત્રયીનાં અજવાળાં
છે
.
Page #180
--------------------------------------------------------------------------
________________
નમો નાણસ્સા
પ્રત્યેક કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે જ્ઞાનની આવશ્યકતા છે. એક એંજિનિયર વિશાળ ભવનનું નિર્માણ કરે તે અગાઉ તેનો પૂરો નકશો પોતાના મનમાં વિચારી લે છે. એક વેપારી કોઈ વસ્તુનો વેપાર કરતાં પહેલાં વિચારે છે કે આ પ્રદેશમાં આ ચીજ-વસ્તુ વેચાશે કે નહીં ? કયા સ્થળે એ સસ્તા ભાવે મળશે ?
આ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પ્રત્યેક ક્રિયા કરતાં પૂર્વે જ્ઞાનનો પ્રકાશ જરૂરી છે. જો તમારે દયા કરવી હોય તો પહેલાં તેના કારણરૂપ જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન વગરની દયા અવિવેકપૂર્ણ હશે. તમે પ્રથમ જ્ઞાન પ્રાપ્ત કરી લેશો અને પછી જ્ઞાનપૂર્વક દયાનું આચરણ કરશો તો દયા કરતી વખતે તમે એટલો વિવેક જરૂર દાખવશો કે મારે પહેલાં કોના પર દયા કરવી જોઈએ. પ્રથમ જ્ઞાન, પછી દયા
તમારી સામે દયાને પાત્ર એવી બે વ્યક્તિઓ છે. એક ધર્મપ્રેમી છે અને બીજી ધર્મપ્રેમી નથી અથવા તો એકને એ વસ્તુની એ સમયે ઓછી આવશ્યક્તા છે અને બીજાને તેની તાત્કાલિક તીવ્ર જરૂર છે. હવે તમે પહેલાં કોના પર દયા કરશો ?
જો બંને પર દયા કરી શકો તો તો બહુ સારું, નમો નાણસ્સા
૧૬૯
*
*
જ
ક
જ
Page #181
--------------------------------------------------------------------------
________________
પરંતુ જો એમ ન કરી શકો તો તમારી દયાનો ક્રમ કયો રહેશે? આ બધો નિર્ણય જ્ઞાન દ્વારા જ કરવાનો રહે છે.
હિન્દીના ઉચ્ચતમ કવિ નિરાલા', જેમનું પૂરું નામ સૂર્યકાન્ત ત્રિપાઠી હતું, તેઓ આવી રીતે જ્ઞાનપૂર્વક દયા કરનારા હતા. તે દીન-દુઃખીને જોઈને પોતાનું સર્વસ્વ આખી દેતાં પણ અચકાતા નહીં. એક દિવસ નિરાલાજીને કવયિત્રી મહાદેવી વર્માએ ઠંડીમાં ધ્રુજતા જોયા. તો એમનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ સમજી ગયાં કે તેમણે એમનાં ગરમ કપડાં કોઈ ગરીબને આપી દીધાં હશે. મહાદેવજી તેમના માટે એક ગરમ કોટ સિવડાવીને લાવ્યાં અને તે નિરાલાજીને આપતાં કહ્યું –
આ કોટ તમારો નથી, મારો છે. માત્ર તમારા શરીરની રક્ષા માટે મેં સિવડાવ્યો છે. મારી અનુમતિ વગર આ કોટનો બીજો કોઈ ઉપયોગ કરશો નહીં.”
થોડા દિવસો બાદ નિરાલાજી મહાદેવજીની નજર ચુકાવીને દૂર રહેવા લાગ્યા, પરંતુ મહાદેવજીની કરુણામયી દૃષ્ટિથી કશું છાનું રહે તેમ નહોતું.
એક દિવસ તેમણે નિરાલાજીને નજર ચુકાવીને જતા જોયા, તો પૂછ્યું, “આજે કોટ કેમ નથી પહેર્યો ?”
પહેલાં તો નિરાલાજીએ ગલ્લાતલ્લાં કર્યો, પરંતુ પાછળથી મહાદેવજીની અનુભવી આંખોએ સમગ્ર પરિસ્થિતિ જાણી લીધી.
નિરાલાજીને લાગ્યું કે હવે વાત છુપાવવી ઉચિત નથી તેથી બોલ્યા, થોડા દિવસ પહેલાં રસ્તા પર એક નગ્ન ભિખારી ઠંડીથી ધ્રૂજતો હતો. મેં વિચાર્યું કે આ સમયે આ કોટની મારા કરતાં આને વધારે જરૂર છે, એટલે એ દરિદ્રને કોટ ઓઢાડીને હું ચાલ્યો આવ્યો.”
આ છે પ્રથમ જ્ઞાન અને પછી દયાનું ભવ્ય ઉદાહરણ ! ડૉક્ટરની ભાવના અને ક્રિયા
સૌરાષ્ટ્રના એક શહેરમાં એક પ્રસિદ્ધ દયાળુ ડૉક્ટર પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા હતા. એક દિવસ એક ભાઈ બીજા ગામથી તેમને બોલાવવા આવ્યા. ૧૦૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #182
--------------------------------------------------------------------------
________________
ડૉક્ટરે કહ્યું, હું મારા નિયમ મુજબ બીજા ગામ જઈને દર્દીને તપાસવાની ફી દસ રૂપિયા લઉં છું. તમે ફીના પૈસા લાવ્યા છો ?’
આગન્તુકે કહ્યું, ‘‘લાવ્યો તો નથી, પરંતુ ત્યાં જઈને આપી દઈશ.’’ ડૉક્ટર એની સાથે એ ગામ પહોંચ્યા. રોગીને તપાસતાં ક્ષયની બીમારી જણાઈ.
ડૉક્ટરે દર્દીની પાસે બેઠેલી સ્ત્રીને પૂછ્યું, ‘‘અત્યાર સુધી કઈ કઈ દવા કરાવી ?’’
પેલી સ્ત્રીએ કહ્યું, ‘થોડા દિવસ સુધી તો ઘરગથ્થુ ઉપચાર જ કરતા રહ્યા. પછી ગામના એક વૈધની દવા લીધી, પણ હજી રોગનું નિદાન થયું નથી.’’
ડૉક્ટરે કહ્યું, ‘‘ગભરાશો નહીં ! આમ તો ઘણું મોડું થઈ ગયું છે, રોગ ભયંકર છે, પરંતુ સર્વપ્રથમ આરામ આવશ્યક છે. ચોખ્ખી આબોહવામાં રહેવાનું કરજો. પૌષ્ટિક ભોજન આપજો. ઘી, દૂધ, ફળ વગેરે આપજો. થોડાં ઈંજેક્શન અને દવા આપવી પડશે.''
ડૉક્ટરની વાત સાંભળીને પેલી સ્ત્રીને સંતોષ થયો. પરંતુ તેના ચહેરા પર વિષાદની છાયા હતી.
એણે ડૉક્ટરને કહ્યું, ‘ડૉક્ટર સાહેબ, તમે થોડી વાર બેસો હું હમણાં આવું છું.''
તે હાથમાં કશુંક છુપાવતી બહાર જવા લાગી.
ડૉક્ટરે પૂછ્યું, બહેન, તમે અત્યારે વળી ક્યાં જાવ છો ? શા માટે જાવ છો ?''
પેલી સ્ત્રીએ કહ્યું, ‘તમારાથી મારે વળી છુપાવવાનું શું હોય ? થોડીઘણી બચત હતી, તે આ બીમારીમાં ખર્ચાઈ ગઈ. બે મહિનાથી બીમારીને કારણે નોકરી પર જતા નથી. હવે મારી પાસે સોનાની બંગડી સિવાય કશું નથી. એને કોઈની પાસે ગીરો મૂકીને તમારી ફીની રકમ અને દવા માટે રૂપિયા લેવા જાઉં છું. તમે થોડી વાર બેસો. હું તમારો વધારે સમય નહીં બગાડું. ઘરેણાં પર થોડાક રૂપિયા તો મળી જ જશે.''
આ સાંભળીને ડૉક્ટર કરુણાર્દ્ર બની ગયા. તેમને વિચાર આવ્યો કે જ્યારે હું અભ્યાસ કરતો હતો, ત્યારે મારા પિતા મને દર મહિને ખર્ચ
નમો નાણસ્સ
१७१
Page #183
--------------------------------------------------------------------------
________________
માટે પૈસા મોકલતા હતા. એક વાર મેં એમને એ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તારી માની સોનાની બંગડી ગીરો રાખીને પૈસા લાવતો હતો. શું મારી ફરજ નથી કે હું આ બહેન પાસે ફી અને દવાની રકમ માગવાને બદલે તેમને મારા તરફથી પૈસા આપું? જો આ મારી સગી બહેન હોત, તો મારે મદદ કરવી જ પડત. તો આને સગી બહેન સમજીને આપવામાં શું વાંધો છે ?
બસ, અંતર્દાનના પ્રકાશથી ડૉક્ટરે તે બહેનને બહાર જતાં રોકી અને પોતાના ખિસ્સામાંથી ૨૫ રૂપિયા આપતાં કહ્યું, “લો બહેન, તમે મને ભાઈ સમજીને આ લઈ લો. ફી અને દવાના પૈસા હું નહીં લઉં. તમે આ પચીસ રૂપિયામાંથી આમને માટે ઘી, દૂધ, ફળ વગેરેની સગવડ કરજો. અત્યારે મારી પાસે આટલી જ રકમ છે. પછીથી મોકલાવતો રહીશ.”
બહેનની આંખોમાં પ્રેમાશ્રુ આવી ગયાં અને ડૉક્ટરને કૃતજ્ઞતાભરી દૃષ્ટિથી જોતાં તે બહેન ડૉક્ટરભાઈનાં ચરણોમાં પડી ગઈ. એના મુખમાંથી લાગણીને લીધે એકપણ શબ્દ નીકળતો ન હતો. એ અંતરની આશિષ આપતી હતી. ડોક્ટર ત્યાંથી ઘેર પાછા આવ્યા.
દયાની પાછળ આવા ઉત્તમ જ્ઞાનની જરૂર છે. જેથી એ દયા કોઈ પર ઉપકારરૂપ કે પોતાના અહંકારની પોષક બની ન જાય. આવી દયા જ સમ્યફચારિત્રની કોટિમાં ગણાશે. એટલે જ “શ્રી દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે –
पटम् नाणं, तओ दया । “પ્રથમ જ્ઞાન અને પછી દયાનો ક્રમ યોગ્ય છે.”
આજે જો પ્રાણી-દયાનું કામ હોય, તો જૈન સમાજના લોકો કંઈક આપવા તૈયાર થાય છે, પરંતુ માનવદયા માટે ખચકાટ અનુભવે છે. આ જ્ઞાનની ઓછપનું સૂચક છે.
જ્ઞાન માટે બહુ ઓછો પ્રયત્ન થાય છે અને તેને પરિણામે એ જ્ઞાન વિના દયા આંધળી રહે છે. આ આંધળી દયાને કારણે જ લોકો આપણા પર કે આપણી દયા પર આક્ષેપ કરે છે. આ આક્ષેપનું આપણે નિવારણ કરવું હોય, તો હું કહીશ કે તમે દયા કરતાં પહેલાં જ્ઞાન ૧૦૨
રત્નત્રયીનાં અજવાળાં
હિં
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત કરો. જ્ઞાની પુરુષ કહે છે કે પહેલાં જ્ઞાનની આવશ્યકતા છે, કારણ કે તેથી જ દયાની ઓળખ થઈ શકે. દયા અથવા કોઈ પણ પ્રવૃત્તિ કાર્ય છે, જ્ઞાન તેનું કારણ છે. પહેલાં કારણ હોય, પછી કાર્ય. કારણ વગર કાર્ય કરવા માંડીએ તો એ કાર્યમાં અશુભનો અંશ વધારે આવી જશે. તે કાર્યમાં તેજ નહીં આવે.
કોઈ પણ ક્રિયા જ્ઞાનપૂર્વક કરવામાં આવે, તો એ કાર્યમાં તેજસ્વિતા અને શુભફળની બહુલતા આવી જાય છે, પરંતુ અજ્ઞાનપૂર્વક થતી ક્રિયામાં તેજસ્વિતા આવતી નથી અને તે શુભફળદાયિની બનતી નથી. એ રીતે ક્રિયાહીન જ્ઞાન પણ વંધ્ય રહેવાને કારણે તેજસ્વી ફળદાયક બનતું નથી. આથી કહ્યું છે :
हतं ज्ञानं क्रियाहीनं हृता चाज्ञानिनां क्रिया । “ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ હોય છે. એ જ રીતે જ્ઞાનરહિત ક્રિયા પણ નિષ્ફળ હોય છે.” શાનનો ભવ-પરભવનો સાથ
સમયને ઓળખો. સ્વબુદ્ધિને સમ્યગૃજ્ઞાનથી પવિત્ર કરો. જ્ઞાન દ્વારા નિર્ધારિત કાર્ય કરનારા જ જગતમાં વિજયી થયા છે. જ્ઞાનથી નિર્ણય કર્યા વગર આંધળુક્યિાં કરનારા કે જુનવાણી રીતરિવાજોમાં ફસાયેલા પણ સફળ થતા નથી એટલે જ્ઞાનનો અપાર મહિમા છે.
જ્ઞાન પછી જ ક્રિયા કરવાની હોય છે. તે જ ક્રિયા કે ચારિત્ર સમ્યક હોય છે. આથી જ શાસ્ત્રકારોએ “રત્નત્રય”માં પહેલાં જ્ઞાનને સ્થાન આપ્યું છે તે પછી ચારિત્ર કે ક્રિયાને. આજે સમાજ જ્ઞાનને ભૂલી રહ્યો છે. તેનું કોઈ મહત્ત્વ એને સમજાતું નથી અને તેને આદર આપતા નથી, પરંતુ જ્ઞાન કરતાં વધારે ઉત્તમ અને પવિત્ર વસ્તુ જગતમાં બીજી કોઈ નથી. “શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે. -
- ન હિ સાનેન સહ વિરહ વિદત્ત | सर्व कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥
ज्ञानवान्मां प्रपयते “આ જગતમાં જ્ઞાન જેવી નિર્મળ વસ્તુ બીજી કોઈ નથી. શાન સર્વોત્કૃષ્ટ પદાર્થ છે અને બધાં જ કર્મ (ક્રિયાઓ) શુદ્ધ જ્ઞાનમાં પરિસમાપ્ત
૧૦૩
નમો નાણસ
Page #185
--------------------------------------------------------------------------
________________
થાય છે. એટલે કે કર્મોની શુદ્ધતા સમ્યગુજ્ઞાન પર જ નિર્ભર છે. જ્ઞાનવાન જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે.”
જૈન સિદ્ધાંતની દષ્ટિએ વિચારીએ તો પહેલાથી તેરમા ગુણસ્થાન સુધી ક્રિયા અને ચારિત્ર (સકરણવીર્યરૂપ) રહે છે. ચૌદમા ગુણસ્થાનમાં ક્રિયાની સમાપ્તિ થઈ જાય છે. તે સમયે ક્રિયા રહેતી નથી, માત્ર જ્ઞાન જ શેષ રહે છે અને તે જ સાથે જાય છે. આ સિદ્ધાંતથી પણ “શ્રીમદ્ ભગવદ્ગીતા'ની વાત પુષ્ટ થાય છે. “ભગવતી સૂત્ર'માં ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન કરે છે - “મણિ મંતિ! નાગે? પરમવિર બંતે ! નાગે? હુમવિ નાગે?”
પ્રભો ! આત્માની સાથે જ્ઞાન આ જ ભવ સુધી રહે છે કે આગલા ભવોમાં પણ (ઇહભવ પ્રાપ્ત જ્ઞાન) સાથે આવે છે અથવા આ ભવ કે પરભવ બંનેમાં સદૈવ સાથે રહે છે ?”
ભગવાન મહાવીરે સમાધાન કરતાં કહ્યું, "गोयमा ! इहभविए वि नाणे, पर भविए वि नाणे, तदुभयभविए वि नाणे ।" - “જ્ઞાન આ ભવમાં પણ આત્માની સાથે રહે છે, પરભવમાં પણ સાથે રહે છે અને બંને ભવોમાં પણ સતત સાથે રહે છે. કારણ કે એ આત્માનો નિજગુણ છે.”
ચરિત્ર અંગે આ પ્રકારનો પ્રશ્ન કરવામાં આવ્યો તો વીતરાગ પ્રભુએ કહ્યું –
“ગૌતમ! ચારિત્ર્ય (ક્રિયા) આ ભવ સુધી જ આત્માની સાથે રહે છે અને તે પણ ગ્રહણ કર્યા પછી જ વર્તમાન પર્યાયમાં. ન તો એ પરભવમાં સાથે આવે છે, ન એ આ ભવના ભૂતકાલીન પર્યાયમાં સાથે હતું અને ન પરભવમાં સાથે રહેશે.”
આનો અર્થ એ કે સમસ્ત ક્રિયાઓની સમાપ્તિ કેવળ જ્ઞાનમાં થઈ જાય છે. આત્માનો અમર જ્ઞાનદીપક
વાસ્તવમાં જ્ઞાન આત્માનો પોતાનો ગુણ છે. “આચારાંગસૂત્રમાં આત્મા અને જ્ઞાનને એકરૂપ બતાવ્યાં છે અને કહ્યું છે – બરે ગાયા સે વિજ્ઞાળ, ૨ વિજ્ઞાને સે આવા ”
રત્નત્રયીનાં અજવાળાં
- ૧૦૩
-
Page #186
--------------------------------------------------------------------------
________________
જે આત્મા છે, તે જ વિશુદ્ધ જ્ઞાન છે અને જે વિશુદ્ધ શાન છે તે જ આત્મા છે.”
આનો અર્થ એ કે આત્મા અને જ્ઞાન દૂધપાણીની જેમ ઓતપ્રોત છે. કોઈ એમ કહે છે કે આત્મા જ્ઞાનમય છે, તો પછી અજ્ઞાની કેમ બની જાય છે? અને અજ્ઞાનથી આવૃત્ત કેમ થઈ જાય છે?
આના ઉત્તરમાં જૈન સિદ્ધાંત એમ કહે છે કે સંસારનો પ્રત્યેક આત્મા જ્ઞાનમય છે. પછી તે નિગોદનો કેમ ન હોય ? પરંતુ તે શુદ્ધ જ્ઞાન પર
જ્યારે રાગ, દ્વેષ, મોહનો મેલ ચઢી જાય, ત્યારે તે ઢંકાઈ જાય છે. તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મના અનન્તાનન્ત પરમાણુ પણ આત્માને પોતાના પ્રભાવથી ઢાંકી દે છે, તેમ છતાં પણ તે આત્માના સંપૂર્ણ જ્ઞાનગુણને ઢાંકી શક્તા નથી.
સૂર્યના પ્રકાશને હજારો વાદળ ઘેરાઈ-ઘેરાઈને ઢાંકી દે છે પરંતુ તે સદાને માટે સર્વથા તેના સંપૂર્ણ પ્રકાશને ઢાંકી શકતાં નથી. વાદળાં છવાયેલાં હોય તો પણ એટલો ઉજાસ તો જરૂર રહે છે કે જેથી દિવસ અને રાત્રિનો ભેદ જાણી શકાય. આત્માના સંદર્ભમાં પણ આમ જ કહી શકાય, કે જ્ઞાનાવરણીય આદિ કર્મનાં આવરણ આત્માના જ્ઞાનગુણને સર્વથા ઢાંકી શકતાં નથી. એ આવરણથી ઢંકાઈ જાય તો પણ એટલો જ્ઞાનનો પ્રકાશ તો આત્મામાં અવશ્ય રહેશે કે જેથી જડ અને ચેતન વચ્ચેનો ભેદ સમજી શકાય. જો આત્માનો જ્ઞાનગુણ સર્વથા લુપ્ત થઈ જાય તો તે ચેતન ન રહેતાં જડ થઈ જાય છે. ચેતન ક્યારેય જડ બની શકતું નથી અને જડ ક્યારેય ચેતન બની શકતું નથી. “શ્રી નંદીસૂત્ર” આ વાતની સાક્ષી આપતાં કહે છે –
“બહાસ ગળતો મારો નિવ્વપાકિશો” “અક્ષર(જ્ઞાન)નો અનંતમો ભાગ સદૈવ ખુલ્લો રહે છે.”
એક સ્થળે એમ પણ કહેવાયું છે કે જ્ઞાનાવરણીય કર્મના પરમાણુ આત્માના જ્ઞાનને ગમે તેટલા ઢાંકી દે, પરંતુ આત્માના આઠ રૂચક પ્રદેશોમાં તો શાન સદા અનાવૃત્ત રહે છે. ૧. આત્માના આઠ રુચક પ્રદેશો – આત્માની મધ્યમાં રહેલા આઠ રુચક પ્રદેશો સર્વથા શુદ્ધ જ રહે છે એટલે કે તેના પર કર્મનું આચ્છાદન હોતું નથી.
૧૦૫
નમો નાણસ.
Page #187
--------------------------------------------------------------------------
________________
અનંત-અનંત કાળથી આ આત્મા વિવિધ યોનિઓમાં ભટકીને આવ્યો છે. પ્રત્યેક ભવમાં એના જ્ઞાન પર જ્ઞાનાવરણીય કર્મના અનંત પરમાણુઓએ પડદો પણ નાખ્યો છે, આમ છતાં પણ આત્માનો જ્ઞાનગુણ તેની સાથે જ રહ્યો, છૂટ્યો નહીં. આત્માનો આ જ્ઞાનદીપક કદી બુઝાતો નથી.
સમ્યાન અને અજ્ઞાનનો ભેદ
બીજી વાત એ કે અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નથી, પરંતુ તેનો સંબંધ મિથ્યાજ્ઞાન કે કુશાન સાથે છે. અજ્ઞાન પણ જ્ઞાન તો છે, પરંતુ સમ્યજ્ઞાન નથી. આથી નરક અને નિગોદના જીવોમાં જ્ઞાનનો જે થોડોઘણો અંશ રહેલો હોય છે, તે પ્રાયઃ અજ્ઞાનરૂપ હોય છે અને એ અજ્ઞાનનું કારણ રાગ, દ્વેષ, મોહ છે અને મુખ્ય કારણ તો સમ્યગ્દર્શનનો અભાવ છે.
૧
નરક અને તિર્યંચના જીવો અજ્ઞાનવશ ઘણાં જ કષ્ટ સહન કરે છે. એટલાં કષ્ટ સહન કરે છે કે જેટલાં સાધુ-સાધ્વી પણ સહન કરતાં નથી. એટલી બધી કષ્ટ ધરાવતી ક્રિયાઓ કરે છે, જેટલી સાધુવર્ગની ધાર્મિક ક્રિયાઓ પણ નથી હોતી. આમ છતાં પણ તેમના કષ્ટ-સહનને સમ્યક્તપ કહી શકાય નહીં. અને તેમની કષ્ટપ્રદ ક્રિયાઓ સમ્યક્ચારિત્ર્યમાં ગણાય નહીં. તેમની નિર્જરા સકામનિર્જરામાં પરિગણિત થતી નથી. એવું કેમ ? કારણ કે તેમનું કષ્ટસહન અથવા તેમની કષ્ટપ્રદ ક્રિયાઓ અજ્ઞાનપૂર્વક થાય છે. તેમની નિર્જરા પણ અકામનિર્જરા હોય છે, કારણ કે તે સમ્યજ્ઞાનપૂર્વક થતી નથી. તેમનું જ્ઞાન ત્યારે જ સમ્યક્ થઈ શકે, જ્યારે તે સમ્યગ્દર્શન હોય. અજ્ઞાની કે મિથ્યાજ્ઞાનીની ક્રિયાના સંબંધમાં સંઘદાસગણિએ સ્પષ્ટ કહ્યું છે
"जह हाउतिष्ण गओ बहुअतरं रेणु यं ठु भई अंगे । सुदु वि उज्जममाणो तह अज्गाणी मलं चिणई ॥"
જેવી રીતે હાથી જળમાં સ્નાન કર્યા પછી વારંવાર પુષ્કળ રેતી શરીર પર લગાડે છે, તેવી રીતે (વિવધ કષ્ટકારક ક્રિયાઓમાં) સારી રીતે ૧. નિર્જરા – સકામ નિર્જરા. તપસ્યા આદિ કર્મોનું એક દેશથી ક્ષય કરવું તે નિર્જા. ઇચ્છાપૂર્વક નિર્જરા તે સકામ નિર્જરા
અનાયાસે થતી નિર્જરા તે અકામ નિર્જરા
૧૦૬
રત્નત્રયીનાં અજવાળાં
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉદ્યમ કરતો અજ્ઞાની પુરુષ વારંવાર દોષો અને મલિનતાનો જ સંચય કરે છે.” જ્ઞાની અને અજ્ઞાનીનાં કાર્યોનાં ફળનો ભેદ સમજાવતાં કહ્યું
છે.
–
" अनाणी कम्मं खवेइ बहुआहिं वासकोडी ।
તે રાણી તિહિં તો હવે સાસરિોગ !” જે કર્મબંધનોને અશાની કરોડો વર્ષોમાં તોડે કે ક્ષય કરે છે, તે જ કર્મબંધનોને જ્ઞાની મન, વચન, કાયા, ત્રણેય ગુણિઓથી મુક્ત થઈને એક શ્વાસોચ્છવાસમાં લય કરે છે.”
સમ્યગૃજ્ઞાનમાં એ જાદુ છે કે તે આત્મસ્મૃતિને સદા જાગૃત રાખે
કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે સમ્યકજ્ઞાની આત્મહિત અને સર્વહિતને વિચારીને કરશે. જ્યારે અજ્ઞાની આત્મવિસ્મૃત થઈ જાય છે. તે ભાન ભૂલી જાય છે કે હું શું કરી રહ્યો છું ? હું જે કંઈ કરી રહ્યો છું તેનાથી સ્વહિત કે પરહિત છે ખરું ? રાગ, દ્વેષ, મોહ વગેરેનું નિમિત્ત કારણ અજ્ઞાન છે અને દુઃખ, ભય, શોક આદિ માટે તે પરંપરા કારણ છે. સમ્યકજ્ઞાન હોય છે ત્યાં રાગ, દ્વેષ કે મોહ આદિ હોતાં નથી. એને જીવનમાં સુખ, નિર્ભયતા અને સમભાવ જ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનથી મોહ અને ભય
અજ્ઞાનના કારણે દુઃખ, ભય, લોભ, દ્વેષ, ક્લેશ વગેરે થાય છે. કેટલાંક કાલ્પનિક દૃષ્ટાંતથી તેની છણાવટ કરીએ.
એક સ્ત્રીનો પતિ બે વર્ષથી પરદેશમાં વસતો હતો. એનો વ્યાપાર-ધંધો ઘણો સારો ચાલતો હતો. એણે પત્નીને તારથી ખબર આપી કે તે અમુક દિવસે પરદેશથી રવાના થઈને દેશ આવી રહ્યો છે. આ ખબર સાંભળીને એની પત્નીને અપાર હર્ષ થયો. તે આતુરતાથી પતિના આગમનની રાહ જોવા લાગી. સમગ્ર પરિવાર આનંદિત થઈ ગયો હતો, પરંતુ રસ્તામાં ૧. ત્રણ ગુપ્તિ – ગુણિ એટલે મન, વચન અને કાયાનું રક્ષણ કરવું તે. તે ત્રણ છે.
૧. મનગુણિ – કલ્પનાઓના તરંગોને રોકી મનને શમભાવમાં સ્થિર કરવું તે. ૨. વચનગુપ્તિ – મૌન રહેવું. ૩. કાયમુતિ – શરીરને પાપમ્પ્રવૃત્તિથી રોકવું.
--
| નમો નાણસા
૧oo.
Page #189
--------------------------------------------------------------------------
________________
રેલવેનો પુલ તૂટી જવાથી ટ્રેનદુર્ઘટના થતાં ડબ્બા પાણીમાં પડી ગયા અને એ દુર્ઘટનામાં તેનો પતિ મૃત્યુ પામ્યો.
પતિના આગમનની પ્રતીક્ષા થઈ રહી હતી, તે જ સમયે પત્નીને રેલવેના સૂચના વિભાગ તરફથી તાર મળ્યો કે આ નામની વ્યક્તિ ટ્રેનદુર્ઘટનામાં મૃત્યુ પામી છે. બસ, આ સમાચારે પત્નીની સઘળી પ્રસન્નતાને ખિન્નતામાં પલટી નાખી. દુર્ઘટનાની ખબર નહોતી, ત્યાં સુધી તો દુઃખ નહોતું, પણ દુર્ઘટનાનું જ્ઞાન થતાં જ દુઃખનો સાગર ઊભરાઈ ગયો.
આનું મૂળ કારણ સમ્યકજ્ઞાન નથી, બલ્ક અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે મોહ પેદા થવાથી પેલી સ્ત્રીને પતિના મૃત્યુનું જ્ઞાન દુઃખદાયી બન્યું. જો આમ ન હોત તો કોઈ અન્ય વ્યક્તિ કે કોઈ અપરિચિતના મૃત્યુના સમાચાર સાંભળીને શોક, દુઃખ અથવા વિદેશથી આગમનના સમાચાર સાંભળીને હર્ષ અને સુખ કેમ થતાં નથી ? કારણ કે તેના પ્રત્યે મમત્વ, રાગ કે મોહ નથી.
આ રીતે અજ્ઞાનથી ભય પણ પેદા થાય છે. બિહારના એક ગામમાં એક વ્યક્તિ ઘાસનું છાપરું બનાવી રહ્યો હતો, ત્યારે સાપ તેને કરડ્યો. એને ખબર ન હતી કે તેને સાપ કરડ્યો છે, પરંતુ જ્યારે તે સાપ બીજી બાજુથી છાપરા પર ચઢી રહ્યો હતો ત્યારે તેણે સાપને જોયો હતો. હવે તે ડરવા લાગ્યો અને તેને સર્પદંશનો અનુભવ થવા લાગ્યો. આનો અર્થ એટલો કે સાપ હોવાનું જ્ઞાન તે વ્યક્તિ માટે ડરનું કારણ બન્યું. પરંતુ તે જ્ઞાન નહીં, અજ્ઞાન હતું
ગાંધીજીના શરીર પર પણ પ્રાર્થના કરતી વખતે સાપ ચઢી ગયો હતો, પરંતુ તેઓ તેને જોઈને ડર્યા નહીં અને એમણે સાપને મારવાનો વિચાર પણ કર્યો નહીં. મહાત્મા ગાંધીને સર્પનું જ્ઞાન ભયનું કારણ ન બન્યું તેનું કારણ શું? એ કારણ હતું સમ્યકજ્ઞાન.
સામાન્ય માણસો મોટે ભાગે વીંછીને જોતાં જ તેનો દ્વેષ કરીને તેને મારી નાખે છે. શું વીંછીનું જ્ઞાન તેમના દ્વેષનું કારણ બને છે ? નહીં, અજ્ઞાન જ તેમના દ્વેષનું કારણ છે.
જો એમ ન હોત તો વ્રતધારી શ્રાવકને પણ વીંછી જોઈને દ્વેષ પેદા થાત, પરંતુ શ્રાવકને વીંછી જોઈને દ્વેષ ઉત્પન્ન થતો નથી.
રત્નત્રયીનાં અજવાળાં
docum
e
૧૮
ngenai seperoni
Page #190
--------------------------------------------------------------------------
________________
આત્માની હિલને કામગીરી
નારકીના જીવોને પોતાના પૂર્વજન્મનું અથવા આ જન્મનું જ્ઞાન હોય છે, પરંતુ તે જ્ઞાન પ્રાયઃ અજ્ઞાનરૂપ હોવાને લીધે તે પરસ્પર પૂર્વવેરનું સ્મરણ કરીને અથવા એકબીજાની ચેષ્ટાઓથી મનોવૃત્તિ જાણીને પરસ્પર કલહ, ક્લેશ અને સંઘર્ષ કર્યા કરે છે, પરંતુ જે વ્યક્તિ પાસે સમ્યકજ્ઞાન હશે, તે વેરનો બદલો વેરથી લેશે નહીં. મહાત્મા ગાંધીને એક અંગ્રેજ ધક્કો મારીને જહાજમાંથી બહાર કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમણે તેના પર દ્વેષ કરવાને બદલે શાંતિથી યથોચિત દૃઢતાથી ઉત્તર આપ્યો, પરંતુ પ્રહારના બદલામાં વળતો પ્રહાર ન કર્યો. આત્મજ્ઞાની અને આત્મવિસ્તૃત
એક વકીલને કાયદાનું જ્ઞાન હોય, તેથી તે અસીલને લડાવીને ખોટા કેસની પેરવી કરીને પૈસા ભેગા કરે છે. શું વકીલના જ્ઞાનને સાચું જ્ઞાન કહી શકાય ? જો સાચું જ્ઞાન હોત, તો તે ખોટી રીતે પૈસા મેળવવાનું પ્રલોભન તજી શક્યો હોત. આમ વકીલાતનું જ્ઞાન લોભનું કારણ નથી, બર્લ્ડ વકીલનું અજ્ઞાન લોભનું કારણ છે.
જો વકીલાતનું જ્ઞાન જ લોભનું કારણ હોત, તો મહાત્મા ગાંધીએ પણ વકીલાતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, પરંતુ તેમણે વકીલાતના જ્ઞાનથી કદી જુલ્લા મુકદ્દમાની પેરવી કરી ન હતી અને જાણી જોઈને ધન મેળવવા માટે કોઈને લડાવ્યા નહીં.
સમ્યકજ્ઞાન અને મિથ્યાજ્ઞાનનું પરિણામ ઘણી વાર આપણે આપણી આંખોથી પ્રત્યક્ષ જોઈએ છીએ, તેમ છતાં પણ મોહ અને રાગદ્વેષને વશ થઈને અજ્ઞાનને પકડી રાખીએ છીએ.
અખબારમાં એક પ્રસંગ વાંચ્યો હતો કે દિલ્હીમાં એક અંગ્રેજ મહિલા એક ઘોડાગાડીમાં બેસીને દારૂની દુકાને જઈ રહી હતી. તે સમયે મઘનિષેધના સંબંધમાં ઘણા રાષ્ટ્રભક્તો પિકેટિંગ કરી રહ્યા હતા. પિકેટિંગ કરનારાઓએ તે મહિલાને વિનયપૂર્વક દારૂ ખરીદતાં અટકાવી, પરંતુ ઘણું સમજાવવા છતાં તે મહિલાએ તેઓની વાત માની નહીં.
આ સમયે એક સ્વયંસેવક ઘોડાગાડીની આગળ સૂઈ ગયો. તેણે કહ્યું, “જો તમે નથી માનતાં તો મારી ઉપરથી ઘોડાગાડી ચલાવીને જાઓ.”
સ્વયંસેવક પોતાના વિચારોમાં મક્કમ હતો તેમ મેમસાહેબ પણ નમો નાણસ્સ.
૧૦૯
Page #191
--------------------------------------------------------------------------
________________
પોતાના વિચારોમાં દઢ હતી. તેણે પોતાની ઘોડાગાડી સ્વયંસેવક પર ચલાવી દીધી. ઘોડાગાડીનું પૈડે રવયંસેવકની ડોક પર ફરી વળ્યું, છતાં પણ તેણે કોઈ ચિંતા ન કરી અને એમ જ કહેતો રહ્યો, “દારૂ ખરીદો નહીં.”
એક વ્યક્તિ દારૂ પીનારાને રોક્વામાં હિત સમજીને પોતાના પ્રાણની પરવા કરતી નથી અને બીજી વ્યક્તિ દારૂ મેળવવા અને ખરીદવામાં જ હિત સમજીને બીજાનો જીવ લેવા પણ તૈયાર થાય છે. આ બંનેનાં જુદાં-જુદાં પરસ્પર વિરોધી કાર્યોની પાછળ કઈ વસ્તુ કામ કરી રહી છે ? મૂળભૂત રીતે જોઈએ તો એકમાં સમ્યકજ્ઞાન છે અને બીજામાં અજ્ઞાન છે. એક પોતાનો પ્રાણ આપીને પણ બીજાના આત્માને સન્માર્ગ પર લઈ જવા ઇચ્છે છે તો બીજો તૃષ્ણા કે મોહના કારણે આત્મવિસ્મૃત છે. પરિણામ જોઈને આપણે સમ્યકજ્ઞાન અને મિથ્યાજ્ઞાનનું અંતર સમજી શકીએ છીએ.
પાપની ધૃણા અને દ્વેષથી દૂર
સમ્યકજ્ઞાનીની દૃષ્ટિ પારદર્શી અને સમ્યફ હોવાને કારણે તે પ્રત્યેક વસ્તુનો નિર્ણય દીર્ઘદૃષ્ટિથી અને હિત-અહિત વિચારીને કરશે. અજ્ઞાની વ્યક્તિની દષ્ટિ તુચ્છ સ્વાર્થ અને મોહથી ઘેરાયેલી હોવાથી તે પ્રત્યેક બાબતનો નિર્ણય સંકીર્ણ દૃષ્ટિથી આત્મભાન ભૂલીને કરશે. જ્ઞાની કોઈ પણ મનુષ્યની ધૃણા કે દ્વેષ કરશે નહીં. અરે ! પાપીમાં પાપી વ્યક્તિની પણ તે ધૃણા કે દ્વેષ નહીં કરે. હા, તેના પાપથી તેને ધૃણા થશે.
આજે તો સમ્યકત્વના ઠેકેદાર અને પોતાને સમ્યકજ્ઞાની માનનારાને પૂછવામાં આવે કે જગતનાં મળમૂત્ર ઉઠાવનારા અને સેવા કરનારા ભંગીઓની ધૃણા કરવામાં આવે છે, તે શું ધૃણાને પાત્ર છે? તમે તમારા ઘરમાં મળમૂત્ર કરીને તેને અપવિત્ર બનાવો અને પેલો માનવી આવીને તેની સફાઈ કરે, તેને પવિત્ર બનાવે શું એ જ તેનો અપરાધ છે? જે સેવા કરે, ઘરને પવિત્ર બનાવે, તે અપવિત્ર અને હલકા છે અને જે ઘરમાં મળમૂત્ર કરીને અપવિત્ર બનાવે અને પરાવલંબી બનીને સેવા લે છે તે પવિત્ર અને ઊંચા છે, એ ક્યાંનો ન્યાય ? શું આવો અધર્મમય અને પક્ષપાતપૂર્ણ વિચાર સમ્યકજ્ઞાન હોઈ શકે? કદાપિ નહીં. જેની પાસે ૧૮૦
રત્નત્રયનાં અજવાળાં.
Page #192
--------------------------------------------------------------------------
________________
સમ્યાન હશે તે તો ભંગી અથવા કોઈ પણ સેવા કરનારાને હલકો કે ઘૃણાપાત્ર નહીં માને.
જ્યાં અજ્ઞાન હોય છે, ત્યાં જ તેની ઘૃણા કે દ્વેષ કરાય છે એટલે શાસ્ત્રકાર હરિકેશી (જે ચાંડાળ કુળના હતા) મુનિની બાબતમાં સમ્યક્ત્તાનની દૃષ્ટિએ નિર્ણય આપે છે.
"सक्खं खु दीसह तवोविसेसो न दीसई जाईविसेस कोवि । सोवागपुत्तं हरिएससाहुं जस्सेरिसा इडिटमहाणु भावा ॥"
‘૨વપાક (ચાંડાળ) પુત્ર હરિકેશસાધુ, જેની એવી ઋદ્ધિ અને મધ્યપ્રભાવ છે, ત્યાં સાક્ષાત્ તપ-વિશેષ દેખાય છે, કોઈ જાતિ-વિશેષ દૃષ્ટિગોચર નથી થતી.’’
આ છે શાસકારોના હૈયાની આંખોથી જોઈને સમ્યક્દાનપૂર્વક કરાયેલો નિર્ણય. આથી પ્રત્યેક વસ્તુને સમ્યક્ત્તાનની કસોટી પર કસીને પછી તેના વિષયમાં કોઈ પણ નિર્ણય કરો.
જ્ઞાનથી લાભ
એ જોયું કે અજ્ઞાનથી દેખાતો લાભ સાચો કે સ્થાયી લાભ નથી. જ્ઞાનથી થતો લાભ સ્થાયી અને સાચો છે તેમ જ આત્મવિકાસનું કારણ છે. જ્ઞાન આત્માનો પ્રકાશ છે. જ્ઞાન દ્વારા વસ્તુ-સ્વરૂપને જાણી લેવાથી પણ ઘણો મોટો લાભ છે. ‘ન્યાયબિંદુ'માં કહ્યું છે.
" सम्यग्ज्ञानपूर्विका सर्वपुरुषार्थसिद्धिः ”
સમસ્ત પુરુષાર્થોમાં સિદ્ધિ કે સફળતા પહેલાં સમ્યજ્ઞાન થવાથી જ મળે છે.''
-
‘‘શ્રી દશવૈકાલિક સૂત્ર''માં જ્ઞાનનો પરમ લાભ બતાવતાં કહ્યું છે " जो जीवे वि वियाणइ, अजीवेवि वियाणे । जीवाजीवे वियाणंतो सो हुं नाही उ संजमं ॥"
જે જીવ(આત્મા)ને વિશેષ પ્રકારે જાણી લે છે અને અજીવ (જડ)નું પણ જ્ઞાન મેળવી લે છે, આ પ્રકારે આત્મા અને અનાત્માનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, તે જ સંયમના માર્ગ પર ગતિ કરી શકે છે.'' જ્ઞાન મનુષ્યમાં એક પ્રકારનો વિશિષ્ટ ગુણ જન્માવે છે. ભગવાન
નમો નાણસ્સ
૧૮૧
-
Page #193
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ એક વાર જેતવનમાં હતા. તે સમયે એક કઠિયારો કુહાડીથી વૃક્ષ કાપી રહ્યો હતો. ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને પૂછ્યું, ‘કઠિયારાની કુહાડીના ઘાથી તમને વેદના થાય છે ?'' શિષ્યોએ હસતાં-હસતાં કહ્યું, ‘‘નહીં, ભંતે !’’
ભગવાને બુદ્ધે કહ્યું, “હે શિષ્યો ! આ જ રીતે કોઈ તમાચ શરીરના ટુકડા કરે, તો વૃક્ષની જેમ તેને પારકું સમજજો. એટલે કે દેહ પર કોઈ કુહાડીથી ઘા મારે તો વૃક્ષ પર થતા થા સમાન માનજો. પંચ મહાકંધથી તમે અલગ છો. આત્મા-અનાત્માનું આવું ભેદવિજ્ઞાન કરી લો.''
ઉપાધ્યાય યશોવિજયજી કહ્યા કરતા હતા જ્ઞાનની તીવ્ર દશા જ ચારિત્ર છે.’’
આથી જ સોક્રેટિસ કહેતા હતા, ‘Knowledge is Virtue." ‘જ્ઞાન એક ગુણ છે.’'
-
જ્ઞાન-શક્તિ આનંદ અને સદ્ગુણ
જ્ઞાનમાં કેટલી શક્તિ છે, તેનો ખ્યાલ તો આપણે વર્તમાન વૈજ્ઞાનિકોનું જ્ઞાનકૌશલ દ્વારા ક્વીન મેરી' નામની ૨૫ હજાર ટનની ચાર પાંખોવાળી સ્ટીમર છ મહિના સુધી સતત ચલાવવાની શક્તિ વૈજ્ઞાનિકોએ જ્ઞાન દ્વારા જ હાંસલ કરી. જ્ઞાન દ્વારા આજના વૈજ્ઞાનિકોએ એ શક્ય બનાવ્યું કે પાણીના ટીપાને ધ્વનિતરંગ દ્વારા તોડીને એવી શક્તિ ફેલાવવામાં આવી, જેનાથી સમગ્ર ન્યૂયોર્ક શહેરને આખા વર્ષ સુધી વીજળી મળી રહે.
આ જ્ઞાનની શક્તિનો ચમત્કાર શું ઓછો છે ?
આત્માના પૂર્ણ જ્ઞાન દ્વારા સમગ્ર બ્રહ્માંડના અણુએ અણુની વાત આંખથી જોયા વગર અને કાનથી સાંભળ્યા વગર એક જગ્યાએ બેઠાં-બેઠાં ૧. સોક્રેટિસ (ઈ.સ. પૂર્વે ૪૬૯-૩૯૯) ગ્રીસનો પ્રથમ તત્ત્વજ્ઞાની. શિલ્પીનો પુત્ર. સોક્રેટિસે માણસના ચિત્તમાં પડેલા અવ્યવસ્થિત ખ્યાલોમાંથી સત્ય અને નીતિનું સુંદર રૂપ કંડાર્યું. એણે જ્ઞાન અને સદ્ગુણને પર્યાય ગણ્યા અને જ્ઞાન એ જ સદ્ગુણ છે. (Knowledge is virtue) એમ સાબિત કર્યું. સિત્તેર વર્ષની ઉંમરે અદાલતમાં એના પર મુકદ્દમો માંડવામાં આવ્યો અને પાંચસોથી વધુ નાગરિકો ન્યાયાધીશ તરીકે હતા. બહુમતીએ એને દોષિત ગણીને મૃત્યુદંડ આપ્યો અને સોક્રેટિસ સત્યને ખાતર પ્રાણ આપનાર શહીદ ગણાયા.
૧૮૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #194
--------------------------------------------------------------------------
________________
જાણી શકીએ એ જ્ઞાનશક્તિનો જ ચમત્કાર છે. આથી એક વિદ્વાને કહ્યું
છે,
“Knowledge is power."
જ્ઞાન શક્તિ છે.''
ગજસુકુમાર મુનિના માથા પર ધગધગતા અંગારા રાખવામાં આવ્યા, તેમ છતાં તેમના મુખ પર દુઃખની કોઈ રેખા દેખાઈ નહીં અને વળી સોમલ બ્રાહ્મણ પ્રત્યે દ્વેષ કે રોષ થયો નહીં. સમભાવથી ભયંકર કષ્ટને સહન કરવાની શક્તિ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ હતી !
જ્ઞાનની પ્રાપ્તિથી માનવીને અપૂર્વ આનંદની અનુભૂતિ થાય છે. આ આનંદાનુભવની ક્ષણોમાં એ ભૂખ-તરસ, કષ્ટ, થાક, ઠંડી-ગરમી-સઘળું ભૂલી જાય છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી હતી, તે સમયે તેઓ પોતાના શરીર, ભૂખ-તરસ વગેરે તમામને ભૂલીને આત્મજ્ઞાનના આનંદમાં તન્મય થઈ જતા હતા. આ જ જ્ઞાનનો પ્રતાપ હતો. આવા સુખનું સર્જન કરવાનું અદ્ભુત સામર્થ્ય જ્ઞાનમાં છે. આ સુખ આંતરિક છે, સહજ અને સ્વાધીન છે. દુનિયાદારીનાં સુખ આ સુખની સામે તુચ્છ છે.
ઉપાધ્યાય યશોવિજયજી અને વિનયવિજયજી કાશીમાં સંસ્કૃતના પંડિતજી પાસે ભણતા હતા. એ પંડિતજી પાસે ન્યાયશાસ્ત્રનો એક બહુમૂલ્ય ગ્રંથ હતો. એ બંનેએ આગ્રહભેર માગણી કરવા છતાં પણ પંડિતજી બાર સો શ્લોકોનો એ ગ્રંથ કોઈને બતાવતા ન હતા. એક દિવસ પંડિતજીને કામસર બાજુના કોઈ ગામડામાં જવાનું થયું. તેઓ સવારે પાછા ફરવાના હતા. આ તક જોઈને બંને પંડિતાણી પાસે આવ્યા અને તે ગ્રંથ જોવાની નમ્રતાપૂર્વક વિનંતી કરી. પંડિતાણીએ પ્રસન્ન થઈને તેમને એ ગ્રંથ રાતભર જોવા માટે આપ્યો.
બંનેને એ ગ્રંથનો જ્ઞાનરસ એટલો સુખરૂપ લાગ્યો કે ઊંઘ, થાક કે આરામને ભૂલીને એક જ રાતમાં ઉપાધ્યાય યશોવિજયજીએ સાતસો શ્લોક અને વિનયવિજયજીએ પાંચસો શ્લોક કંઠસ્થ કરી લીધા. સવારે પંડિતજી આવ્યા, તે પહેલાં એ ગ્રંથ પંડિતાણીને સોંપીને પેટીમાં મુકાવી દીધો. બંનેએ પંડિતજીને પોતાના કાર્યની વાત કરી અને કંઠસ્થ કરેલા
નમો નાણસ્સ
૧૮૩
Page #195
--------------------------------------------------------------------------
________________
બાર સો શ્લોક સંભળાવ્યા. આ હતો જ્ઞાનરસનો આનંદ. જેમાં તન્મય થઈને વ્યક્તિ બધું જ ભૂલી જાય.
“Knowledge is happiness." “જ્ઞાન પ્રસન્નતા આપનારું છે.”
આ વ્યાખ્યા અંધ, મૂક અને બધિર પાશ્ચાત્ય મહિલા હેલન કેલરે કરી છે.
શાનનું સૌથી વિશેષ મહત્ત્વ તો મનુષ્યની જીવનશુદ્ધિનું છે. માનવીના અંતરમાં વર્ષોથી કેટલાંય પાપનો ઘડો ભરાતો ગયો હોય, કેટલાંય વર્ષોથી અજ્ઞાનવશ ખરાબ કર્મ કરતા રહ્યા હોય, પરંતુ સમ્યકજ્ઞાનનું કિરણ સાંપડતાં જ, તે બધાને એ તત્કાળ ભસ્મ કરી દે છે. એટલે “શ્રીમદ્ ભગવદ્ગીતા'માં કહ્યું છે –
નાનાનઃ સર્વમળ સ્પરશુરોગનુર ” “હે અર્જુન ! આ જ્ઞાન એક અગ્નિ છે, જે સમસ્ત કર્મોને ભસ્મ કરી દે છે.”
એ શાને જ ગણધર ગૌતમસ્વામી જેવા કેવળજ્ઞાનરૂપી સમુદ્રના તટ પર આવેલા સાધકની અંદર છુપાયેલા ગુરમોહને એક સપાટે દૂર કર્યો અને કેવળજ્ઞાનની જ્યોતિ ઝળહળી ઊઠી ! એ જ્ઞાનથી મેઘકુમાર મુનિને દીક્ષા લેવાની પ્રથમ રાત્રિએ સાધુઓના પગનો આઘાત લાગવાથી થયેલી સંયમ તરફની અરુચિ અને ધૃણાને તત્કાળ મિટાવી દીધી અને તેમને આત્મસમર્પણના પથ પર આરૂઢ બનાવી દીધા. સમ્યકજ્ઞાનનો પ્રકાશ મેળવીને જ સંયતી રાજા જેવા શિકારીને પાપમાર્ગ છોડીને ત્યાગ અને સંયમના સુપથ પર આવવાની પ્રેરણા મળી. એટલે જ એક વિદ્વાને કહ્યું
૧. હેલન કેલર (જન્મ ૨૭ જૂન ૧૮૮૦ : મૃત્યુ ૧ જૂન ૧૯૬૮) વિશ્વના અંધજનો અને વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેને માર્ગ આપનાર સેવાભાવી સન્નારી હતાં. દોઢ વર્ષની વયે એમણે મગજ અને હોજરીની બીમારીને કારણે દૃષ્ટિ, શ્રવણશક્તિ અને વાચા ગુમાવ્યાં. સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો તેમજ મૂકબધિર અને અંધજનોના શિક્ષણ માટે પુસ્તકો અને લેખો લખીને લોકમત જાગ્રતા કર્યો. ભારત સહિત અનેક દેશોનો એમણે પ્રવાસ કર્યો હતો.
૧૮૪
રત્નત્રયીનાં અજવાળાં
Page #196
--------------------------------------------------------------------------
________________
“Knowledge is light." “જ્ઞાન એક પ્રકાશ છે.”
સદ્જ્ઞાનનો પ્રકાશ મનુષ્યને તત્કાળ સન્માર્ગે લાવી શકે છે. હૃદયમાં શાનનો પ્રકાશ હોય, તો માર્ગ ભૂલેલો માનવી પણ એક દિવસ સુમાર્ગ પર આવ્યા વિના નહીં રહે, કારણ કે જ્ઞાનવાન આખરે પોતાના કલ્યાણ અને અલ્યાણને તરત પામી જાય છે, આથી જ કહ્યું છે, –
“मानमेव बुधाः प्राहुः कर्मणां तपनात्तपः" જ્ઞાનને જ વિદ્વાનોએ કર્મોને તપાવવા-બાળવાને કારણે વાસ્તવિક તપ કહ્યું છે.” શાનવાનનાં લક્ષણ
આમ તો શાનીનું કોઈ બાહ્ય ચિહ્ન હોતું નથી કે કોઈ વિશેષ અંગ કે અંગોમાં અન્યથી અંતર નથી હોતું, પરંતુ જ્ઞાનીના વ્યવહારથી અને પ્રવૃત્તિથી એની ઓળખ મળે છે. એક વિદ્વાને જ્ઞાનીનાં લક્ષણ આ પ્રકારે બતાવ્યાં છે –
“ગોરાથ-વિરજિય, તમારા સર્વનાયિત્વે ! निर्लोभदाता भयशोकमुक्ता, ज्ञानीनराणां दशलक्षणानि ॥"
જ્ઞાની પુરષોનાં આ દસ લક્ષણ છે. – જેનામાં (૧) અક્રોધ (૨) વૈરાગ્ય (૩) જિતેન્દ્રિયતા (૪) ક્ષમા (૫) દયા (૬) સર્વજનપ્રિયતા (૭) નિર્લોભતા (૮) દાન (૯) નિર્ભયતા (૧૦) શોકમુક્તતા – આ દસ ગુણ જોવામાં આવે તે સમ્યકજ્ઞાની કહેવાય છે.”
વાસ્તવમાં સમ્યગુ આત્મજ્ઞાન મનુષ્યને એ જ્ઞાનની – વસ્તુની નજીક લાવે છે કે જેને જાણવાથી બધું જાણી લેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે –
'जे एगं जाणइ से सव्वं जाणई' “જે એક આત્માને જાણી લે છે તે બધાને જાણી લે છે.”
“છાંદોગ્ય ઉપનિષદમાં દર્શાવ્યું છે કે એક ઋષિએ જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીને જોઈને કહ્યું હતું “બ્રહ્નવિવિ સૌમ્ય ! પ્રતિમાસ તે મુહમચ્છન્નમ્ ”
“હે સૌમ્ય ! તારું મુખમંડળ બ્રહ્મજ્ઞાનીની જેમ ચમકી રહ્યું છે.' જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થતાં તેની જ્યોતિથી મુખમંડળ ચમકવા લાગે છે.
નમો નાણસ્સા
$ ૧૮૫
Page #197
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિનો મૂળ મંત્ર
આથી માત્ર “નમો નાણસ” કહીને જ્ઞાનની માત્ર પૂજા કરીને બેસી રહેવું જોઈએ નહીં. જ્ઞાનની સમ્યકરૂપે આરાધના અને ઉપાસના કરવી જોઈએ. તમે સર્વજ્ઞપુત્ર છો, તેમ છતાં પણ લોકો તમારી ટીકા કરે છે, તેનું મુખ્ય કારણ એ છે કે તમે તમારું જ્ઞાન વિષ્ણુત કરી દીધું છે.
તમે એમ માનો છો કે, જ્ઞાન તો આ સાહિત્યમાં રહેલું છે અથવા તો સાધુ-સાધ્વીઓના મુખેથી શાસ્ત્રજ્ઞાન સાંભળી લઈએ એટલે બસ, તેનાથી વધારે જ્ઞાનની ઉપાસના માટે કશું કરવાનું રહેતું નથી, પરંતુ તમે જો શાનનું સાચું મહત્ત્વ સમજતા હો, તો અહત ભગવાન દ્વારા પ્રાપ્ત જ્ઞાનની સ્વયં સાધના કરો, તેનો પ્રચાર કરો. તે જ્ઞાનને સાહિત્ય (જ્ઞાન) ભંડારોમાં બંધ રહેવા દેશો નહીં. તેની રક્ષા કરો. તેને સર્વસાધારણ માટે સુલભ બનાવો.
તમે અંદરોઅંદર એકબીજાને પરાજિત કરવામાં કે નીચું દેખાડવામાં હજારો રૂપિયા ખર્ચી નાખો છો, પરંતુ જ્ઞાનના વિકાસ અને પ્રચારના અત્યંત જરૂરી કાર્ય તરફ ઉદાસીનતા દાખવો છો. જ્ઞાન ન હોવાને કારણે જ અંદરોઅંદર લડાઈ થાય છે. જેનામાં જ્ઞાન હશે તે લડી-ઝઘડીને કોઈનું મન દૂભવશે નહીં.
જ્ઞાનની વૃદ્ધિ જ સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રિય ઉન્નતિનો મૂળમંત્ર છે. તમારી પાસે ધનની શક્તિ હોય, તો ધનને જ્ઞાનના ફેલાવવામાં વાપરો. જેની પાસે શરીર, સમય કે વિદ્યા વગેરે સાધનોની શક્તિ હોય, તે તેને જ્ઞાન પ્રસારમાં લગાડી દે. જ્ઞાનની ઉપેક્ષા કરવાથી હવે કામ નહીં ચાલે.
- જ્ઞાનનો પ્રસાર-પ્રભાવ શાસન(સંઘ)ની પ્રભાવનાનું મુખ્ય અંગ છે. જ્ઞાનપ્રચાર માટે કંઈ ને કંઈ ત્યાગ કરીએ. સ્વયં જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો, તો જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તેમને જ્ઞાનનાં સાધનો આપો. જે લોકો નિઃસ્વાર્થ ભાવે જ્ઞાનપ્રચારમાં લાગેલા છે, તેમને યથોચિત સહયોગ આપો. આટલું પણ ન કરી શકો તો ઓછામાં ઓછું જ્ઞાનની, શિક્ષણની કે જ્ઞાનપ્રચારની નિંદા તો ન જ કરો. ૧૮૬ -
રત્નત્રયીનાં અજવાળાં
Page #198
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપ્રચારની નિંદા કરવી, વિરોધ કરવો, તેમાં પથરા નાખવા એ જ્ઞાનાવરણીય કર્મબંધનનું કારણ છે. સમ્યકજ્ઞાનનો પ્રચાર થવાથી જ સમાજ અને રાષ્ટ્રના ચારિત્ર્યનો વિકાસ થશે. મારી તો હાર્દિક ભાવના છે કે સમ્યકજ્ઞાનનો પ્રચાર આખા વિશ્વમાં ફેલાય.
સ્થળ ઃ ગૌડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ
સમય : વિ.સં. ૨૦૦૯, ભાદ્રપદ વદ ૮
|
નમો નાણસ.
૧ળ
Page #199
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય એ જ ધર્મ
તમારી સમક્ષ એક એવી વ્યક્તિ ઊભી હોય કે જેની બુદ્ધિશક્તિ ખૂબ સરસ હોય અને એના ચિત્તમાં ઘણા ઉચ્ચ સિદ્ધાંતોનો એ વિચાર કરી શક્તો હોય તેના હૃદયની સ્થિતિ એવી સારી છે જે સમગ્ર શરીરમાં સારી રીતે રુધિરાભિસરણ કરે છે, ધબકે છે અને એનું ચિત્ત જે જાણકારી મેળવે છે, તેમાંથી ઉપાદેય વસ્તુ પર તે શ્રદ્ધા અને દઢ નિશ્ચય પણ ધરાવે છે, પરંતુ તે વ્યક્તિ ચાલી શકતી નથી. એક ડગલું ભરવાની એનામાં શક્તિ નથી.
એ વ્યક્તિ પગ વગર જ્ઞાન અને શ્રદ્ધાના ભારને લઈને બેસી રહે છે. બીજાને બચાવવામાં, પતનશીલ કે મરણશીલ વ્યક્તિની રક્ષા કરવામાં અને કોઈ પણ વિપત્તિમાં પડેલા પ્રાણીની રક્ષા કરવા માટે તેના પગ અસમર્થ છે. એથી ય વિશેષ પોતાના જીવનમાં કોઈ ધાર્મિક ક્રિયા કરવામાં, ક્યાંય જઈને પોતાનો જ્ઞાનપૂર્ણ ઉપદેશ આપવામાં પણ તેનાં ચરણ અશક્ત છે.
આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિ પોતાના જીવનમાં પૂર્ણ સફળતા હાંસલ કરી શકતી નથી. એના સમગ્ર શરીરનો ભાર બે પગ પર આવે છે. જો એ પગ એના સમગ્ર શરીરનો ભાર ઉપાડવામાં અસમર્થ
રત્નત્રયીનાં અજવાળાં
૧૮૮
Page #200
--------------------------------------------------------------------------
________________
હોય તો તે વ્યક્તિનું હૃદય અને માનસ પણ અસ્વસ્થ થઈ જશે. પગમાં લકવો થઈ જવાથી શું તે વ્યક્તિ પોતાના હ્રદય અને મગજને શાંત અને સ્વસ્થ રાખી શકે છે ? કદાપિ નહીં.
આ રીતે હૃદયબળ હોય, બુદ્ધિબળ હોય, પરંતુ ચરણબળ ન હોય, તો તે પોતાના જીવનનો પૂર્ણ આધ્યાત્મિક વિકાસ નથી કરી શકતો. પંગુની જેમ તે મોક્ષરૂપી ફળને જોઈ શકે છે, જાણી શકે છે, પરંતુ સાધનાની ડાળી પકડીને તે ફળને તોડીને આસ્વાદી શકતો નથી. આ કારણે સમ્યગ્દર્શન અને સમ્યક્ત્તાનની સાથે સમ્યક્ચારિત્ર્યની પૂરેપૂરી જરૂર દર્શાવવામાં આવી છે. આ બંનેની સાથે સમ્યક્ચારિત્ર્ય ન હોય તો સાધક આધ્યાત્મિક વિકાસના ચરમ શિખર પર પહોંચી શકતો નથી.
એક વ્યક્તિ અહિંસાનું સ્વરૂપ સારી રીતે જાણે છે અને અહિંસા પર તેને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ પણ છે કે અહિંસાથી જ કલ્યાણ થશે, પરંતુ તે અહિંસાનું આચરણ કરી શકતો નથી, તો તે વ્યક્તિનું જાણવું અને માનવું વ્યર્થ જશે. આથી તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું –
" एवं खु नाणिणो सारं जं न हिंसई किंचण"
""
કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી એ જ્ઞાની હોવાનો સાર છે.''
આ કારણે સમ્યજ્ઞાન પછી સમ્મારિત્ર્ય દર્શાવ્યું છે. એકલું સમ્યજ્ઞાન મનુષ્યને વિકાસના ચરમ શિખર પર પહોંચાડી શકતું નથી. માત્ર દર્શન અને જ્ઞાનથી મનુષ્ય જ્યાં હોય ત્યાં જ સંકોચાઈને બેસી રહે છે. સાધનામાં ગતિ-પ્રગતિ કરી શકતો નથી અને સાધનામાં ગતિ-પ્રગતિ કર્યા વગર સાધ્યના શિખર પર કદીય પહોંચી શકાતું નથી. સમ્યક્ચારિત્ર્ય સાધનામાં ગતિ-પ્રગતિ કરવા માટે અજોડ સાધન છે. આથી કહ્યું છે ઃ
“ अप्रकटीकृतशक्तिः शत्कोपि जनस्तिरि स्क्रियां लभते । निवसन्त्रन्तर्दारुणि लङ्घयो वहिनर्न तु प्रज्वलितः ॥ "
ગમે તેટલો સમર્થ કે શક્તિશાળી કેમ ન હોય, જો તે પોતાની શક્તિને પ્રગટ ન કરે તો તે તિરસ્કાર પામે છે. અરણિની લાકડીમાં રહેલી અપ્રગટ અગ્નિને દરેક વ્યક્તિ ઓળંગીને કે તેના પર પગ મૂકીને ચાલી જાય છે, પરંતુ સળગતી લાકડી પર કોઈ પગ મૂકીને જઈ શકતું નથી. આ જ પ્રકારે જ્ઞાનદર્શનની શક્તિ કે વૈચારિક શક્તિ પ્રગટ કરવામાં
ચારિત્ર્ય એ જ ધર્મ
૧૮૯
Page #201
--------------------------------------------------------------------------
________________
આવે નહીં અથવા તેમાં પરાક્રમ કે પુરુષાર્થ કરાય નહીં, ત્યાં સુધી તે પડી પડી કુંઠિત થઈ જાય છે. તેના પ્રભાવનો કોઈને ખ્યાલ આવતો નથી.
શુદ્ધ અને વ્યાપક ધર્મનાં અંગોને માત્ર જાણી લેવાથી અથવા તેમના પર વિશ્વાસ મૂકવાથી કાર્ય સિદ્ધ નહીં થાય. સમાજ અને જગતની દૃષ્ટિએ કોઈ વ્યક્તિ ધાર્મિક અને વિશ્વસનીય ત્યારે બને છે, જ્યારે તે ધર્મનાં તત્ત્વોનું સમ્યફ પ્રકારે આચરણ કરતી હોય.
આ દષ્ટિએ એમ કહી શકાય કે સચ્ચારિત્ર્ય ધર્મને વ્યક્ત રૂપમાં સમાજની સામે પ્રસ્તુત કરવા માટે, ધર્માચરણ પ્રત્યે લોકશ્રદ્ધા દઢમૂલ કરવા કાજે અને ધર્મને વ્યવહારમાં આણીને તેના પાલનમાં આવનારી મુશ્કેલીઓ, સમસ્યાઓનું નિરાકરણ કરીને દેઢતાપૂર્વક તેનું પાલન કરવા માટે અનિવાર્ય છે. સમ્યક્યારિત્ર્યને અપનાવ્યા વગર ધર્મ પાંગળો બની રહે છે. લોકજીવનમાં અને સ્વજીવનમાં ધર્મ પ્રગટતો નથી, એટલે એક જૈનાચાર્યએ કહ્યું છે –
“વારિત્ત હતુ ઘો’ | ચારિત્ર જ વાસ્તવમાં ધર્મ છે.”
આમ તો શાસ્ત્રમાં શ્રતધર્મ અને ચારિત્ર્યધર્મ એમ બે ભેદ કરીને ચારિત્રધર્મ ઉપરાંત શાસ્ત્રો દ્વારા ધર્મનું જ્ઞાન અને તેની પરની શ્રદ્ધાને ધર્મ કહ્યો છે, પરંતુ તે ધર્મનું અવ્યક્ત રૂપ છે. ધર્મને જાણવા અને માણવાથી જ માત્ર ધર્મ જીવનમાં વણાઈ જતો નથીહા, એટલું જરૂર બનશે કે ધર્મના જ્ઞાન અને દર્શનને લીધે વ્યક્તિ વિપરીત વાતો અને અધર્મોમાં એકાએક અટવાઈ જતો નથી અને આત્મજાગૃતિ કેળવીને ચાલે છે. પરંતુ આખરે ધર્મને જીવનમાં ઉતારવા માટે ક્રિયા ર્યા વિના તે ધર્મપાલનનું સુફળ પ્રાપ્ત કરી શક્તો નથી.
અગ્નિને ઓળખવાથી અથવા તો આ રોટલી શેકે છે, બાળે છે, ઠંડી દૂર કરે છે, એવો વિશ્વાસ રાખવાથી કંઈ તે પોતાનું કાર્ય કરી દેતો નથી અર્થાત તે અગ્નિ રોટલી શેકી આપતો નથી, ઠંડી દૂર કરતો નથી, કે બાળતો નથી. અગ્નિનો સક્રિય ઉપયોગ કરવાથી ઉપયોગકર્તા આ પ્રકારનું ફળ અગ્નિ પાસેથી પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે ધર્મનું કે ૧૦
રત્નત્રયનાં અજવાળાં
Page #202
--------------------------------------------------------------------------
________________
સાધનાનું સુફળ પણ વ્યક્તિને ત્યારે જ પ્રાપ્ત થાય, જ્યારે તે ધર્મનું આચરણ કરે, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેનો વિનિયોગ કરે. ધર્મનું સભ્યપ્રકારથી આચરણ કરવું એ જ સમ્યક્યારિત્ર્ય છે. આ જ કારણે ધર્મના વ્યક્તરૂપની અપેક્ષાથી ચારિત્ર્યને વાસ્તવિક ધર્મ કહ્યો છે.
સમ્યક્યારિત્ર્યને અપનાવવાથી જ સાધનાનો પ્રારંભ છે, કેમ કે શાસ્ત્રીય સિદ્ધાંતની દૃષ્ટિએ કેવળ સમ્યગદર્શનીનું જ ચોથું ગુણસ્થાન છે, પરંતુ સમ્યગુદર્શનની સાથે ચારિત્ર્યનો પ્રારંભ પંચમ ગુણસ્થાનથી થાય છે. ભલે પંચમ ગુણસ્થાનમાં ચારિત્રાચારિત્ર હોય એટલે કે ચારિત્ર્યનું ધૂળરૂપ - દેશ ચારિત્ર્ય હોય. આનો નિષ્કર્ષ એ છે કે સમ્યક્દર્શન અને સમ્યગુજ્ઞાનના ધારક કરતાં સમ્યગુચારિત્રીનું ગુણસ્થાન ઊંચું છે એટલે સાધનાની દૃષ્ટિએ પણ ચારિત્ર્ય અપનાવવું જરૂરી છે. સાધના કર્યા વિના કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ ગુણસ્થાન પર ચઢી નથી શકતી. જેટલા પણ વીતરાગ કે કેવલજ્ઞાની પુરુષો થયા છે, તેઓ સમક્યારિત્ર્યને અપનાવીને સાધના કર્યા પછી જ થયા છે. કોઈ સવાલ કરે કે ભરત ચક્રવર્તીએ કાચના મહેલમાં ઊભા ઊભા કોઈ સાધના કર્યા વિના કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ? મરૂદેવી માતાએ સાધના કર્યા વગર જ હાથી પર બેઠાં બેઠાં જ કેવી રીતે કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કર્યો?
આના ઉત્તરમાં એટલું જ કહેવાનું કે આવાં ઉદાહરણ તો અપવાદરૂપ છે. આવાં અપવાદરૂપ ઉદાહરણોને સર્વસામાન્ય રાજમાર્ગ બનાવી શકાય નહીં. આ બંને ઉદાહરણોમાં ભલે વ્યવહારચારિત્રના બાહ્ય અંગોનો સ્વીકાર ન હોય, પરંતુ સ્વરૂપરમણરૂપ નિશ્ચયચારિત્ર્ય તો બંનેમાં અનિવાર્યરૂપે છે જ અને ભરત ચક્રવર્તીએ તો શ્રાવના દ્વાદશત્રતરૂપ દેશચારિત્ર્યનો સ્વીકાર કરેલો જ હતો. આ કારણે સર્વસામાન્ય નિયમ તરીકે સ્પષ્ટપણે એમ કહી શકાય કે વીતરાગતા કે કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ માટે પહેલાં સમ્યક્યારિત્ર્યને સ્વીકારવું જરૂરી છે. સમ્યગુદર્શન કે સમ્યગૃજ્ઞાનમાં સાધના છુપાયેલી અને દબાયેલી રહે છે, તે લોકવિશ્વસ્ત નથી હોતી, જ્યારે સમક્યારિ અપનાવવાથી સાધના અભિવ્યક્તિ અને લોકવિશ્વસ્ત થાય
આચરણ વિનાનું જ્ઞાન શૂન્ય
સમ્મચારિત્ર્ય વિના એકલું જ્ઞાન વિંધ્ય છે. એ કશું કરી શક્ત ચારિત્ર્ય એ જ ધર્મ
૧૯૧
Page #203
--------------------------------------------------------------------------
________________
નથી. માત્ર મનના લાડુ ખાય છે. એકલું જ્ઞાન ક્રિયા ચારિત્ર્ય) વિના ભારરૂપ છે. આથી કહેવાયું છે, - - -
दुर्भगाभरणप्रायो ज्ञानं भारः क्रियां विना ।। “ક્રિયા (આચરણ) વગરનું કેવળ એકલું જ્ઞાન એવું ભારૂપ છે, જેમ વિધવાને આભૂષણ કે શૃંગાર ભારરૂપ લાગે છે.”
કોઈ વ્યક્તિ પોતાના માર્ગનું જ્ઞાન મેળવી લે, પણ આ માર્ગમાં ગતિ (ક્રિયા) કર્યા વિના ઇચ્છિત શહેર સુધી પહોંચી જવાનો શેખચલ્લીનો માત્ર વિચાર કરવાથી તમને શું મળે?
કશું નહીં. એ જ રીતે ચારિત્ર્ય વગર કેવળ જ્ઞાન મુક્તિપુરીમાં પહોંચાડી શકતું નથી. આથી કહ્યું પણ છે. –
क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् ।
गति विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ॥ દિલગીરી છે કે, ક્રિયા (આચરણ) રહિત કોરું જ્ઞાન નિરર્થક સાબિત થાય છે. કોઈ પણ માર્ગનો જાણકાર વ્યક્તિ ગતિ કર્યા (ચાલ્યા) વગર કેવળ મનોરથ કરવાથી પોતાના અભીષ્ટ નગરમાં પહોંચી શક્તો નથી.”
જો તમારા ભોજનમાં વિટામિન (પોષકતત્ત્વ) ન હોય તો એ ભોજન તમારા શરીરને પુષ્ટ કરશે નહીં. એ જ રીતે તમારા જ્ઞાનરૂપી ભોજનમાં ચારિત્ર્યરૂપી વિટામિન નહીં હોય તો, તે જ્ઞાન. શરીરને પુષ્ટ કરી શકશે નહીં અને તે જ્ઞાનને પચાવી શકશે પણ નહીં, બધે તે જ્ઞાનનું અજીર્ણ થશે અને જ્ઞાનનો અહંકાર જાગતાં અમને આટલાં શાસ્ત્રોનું જ્ઞાન છે, અમને આત્મા અને પદ્રવ્યો અને નવતત્ત્વોનું ગૂઢ જ્ઞાન છે. ભગવતીસૂત્ર અને પ્રજ્ઞાપનાસૂત્રનાં ગૂઢ રહસ્યોનું જ્ઞાન હોય, છ દર્શનોમાં અદ્ભુત ૧. પદ્રવ્ય – છ દ્રવ્ય : ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યો છે. આ
છ દ્રવ્યો અનાદિ (આદિ વિનાના) અને અનંત (ખેડા વિનાના) છે. આ લોકનો સઘળો
વ્યવહાર આ છ દ્રવ્યો વડે સ્વયંભૂપણે ચાલે છે. ૨. નવતત્ત્વ - આ પ્રમાણે છે (૧) જીવતત્ત્વ (૨) અજીવતત્ત્વ (૩) પુણ્યતત્ત્વ (૪)
પાપતત્ત્વ (૫) આસ્રવતત્ત્વ (૯) સંવરતત્ત્વ (૭) નિર્જરાતત્ત્વ (2) બંધતત્ત્વ અને (૯)
મોક્ષતત્ત્વ. ૩. છ દર્શન – (૧) સાંખ્ય (૨) બૌદ્ધ (૩) ન્યાય-વૈશેષિક (૪) મીમાંસક (૫) જૈન દર્શન (૬) ચાર્વાક દર્શન
૧૯૨ :
રત્નત્રયીનાં અજવાળાં
Page #204
--------------------------------------------------------------------------
________________
પાંડિત્ય હોય અથવા તો પદ્રવ્યો અને નવતત્ત્વોનું વિસ્તૃત જ્ઞાન હોય, પરંતુ તેની સાથે જીવનમાં તે સિદ્ધાંતોનું આચરણ નહીં હોય તો શું તે શાન આત્માને પુષ્ટ કરી શકશે ખરું? કદાપિ નહીં. અરે ! ઘણી વાર તો એવાં શાસશો અને તત્ત્વજ્ઞોનું જીવન સાવ ઊંધું જ જોવા મળે છે. ભલે કોઈ વ્યક્તિ “ભગવતીસૂત્ર'નું સૂક્ષ્મ વિવેચન કરી શકતી હોય, સમયસારનું પાને-પાનું ખોલીને તેની વ્યાખ્યા કરી શકતી હોય અથવા મોટા મોટા શાસ્ત્રાર્થ કરી શક્તી હોય, પરંતુ અહિંસા, સત્ય આદિ ધર્મનાં અંગોને જીવનમાં ઉતારતી ન હોય, અસત્ય બોલતી હોય, અપ્રામાણિક્તા આચરતી હોય, હિંસા કરતી હોય, તો તેનું જ્ઞાન વિટામિન રહિત ભોજન જેવું અથવા ઊંધા ઘડા પર પડતા પાણી જેવું ગણવું. તે એને શું લાભ પહોંચાડી શકે છે? વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે –
"सबह पि अहीयं किं काही चरणविप्पहीणस्स ।
अधस्म बह पलिता दीवसयसहस्सकोडी वि ॥" “આચરણહીન પુરુષને ઢગલાબંધ શાસ્ત્રોનું જ્ઞાન પણ કશો લાભ પહોંચાડી શકતું નથી. શું લાખો, કરોડો સળગતા દીવા અંધને જોવામાં સહાયક થઈ શકે છે ? કદાપિ નહીં.” મનુસ્મૃતિમાં પણ કહ્યું છે –
“વારીનં ૧ પુનત્તિ વેલા” “ચારિત્ર્યહીન વ્યક્તિ, ભલે ગમે તેટલા વેદ ભણેલી હોય, પણ વેદ તેને પવિત્ર કરી શકતા નથી.”
કેટલીક વ્યક્તિ શાસ્ત્રોનું જ્ઞાન માથે બાંધીને ફરતી હોય છે, પરંતુ તેમાં નિરૂપિત ધર્મનું આચરણ કરતી ન હોય, તો તે માત્ર શાસ્ત્રોના જ્ઞાનનો ભાર ખેંચનારી છે. તેને જ્ઞાનનું કોઈ ફળ કે સારી પ્રાપ્ત થતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે, ___"जहा खरो चंदण भारवाही, भारस्त भागी न हु चंदणस्स ।"
“જેવી રીતે કોઈ ગર્દભની પીઠ પર ચંદનનો ભારો લાદી દેવામાં આવે, તો શું તે એ ગર્દભ ચંદનનો ઉપભોગનો ભાગી બને છે? નહીં, તે તો માત્ર ભારવહન કરવાનો હકદાર છે, ચંદન કે ચંદનની સુગંધ મેળવવાનો હકદાર નથી.” એ જ ધર્મ,
૧૯૩
Page #205
--------------------------------------------------------------------------
________________
હેલમાં મોટી પોલ
કોઈ સોનીને તમે સોના-ચાંદીના અલંકાર બનાવવા આપો, તો શું એ અલંકારો એના બની જાય છે ? ના. એ જ રીતે કોઈ દરજીને કપડાં સિવડાવવા આપો, તો શું એ કપડાં તેનાં થઈ જાય છે ? ના. ધોબીને કપડાં ધોવા આપો, તો શું એ કપડાં એનાં થઈ જાય છે? નહીં.
આ રીતે તમારી પાસે અધ્યાત્મવિદ્યાનાં મહાન-ઉચ્ચ શાસ્ત્ર હોય અથવા સિત હોય, પરંતુ તમે એનું સ્વજીવનમાં આચરણ કરો નહીં, ત્યાં સુધી એ તમારા નહીં થાય. ધર્મ કે સિદ્ધાંતોને આચરણથી આત્મસાત કરવાથી જ તે ધર્મ કે સિદ્ધાંત તમારા બને છે. નહીં તો, એ ધર્મના તત્ત્વ કે સિદ્ધાંત કાં તો ગ્રંથમાં જ પડ્યા રહે છે, અથવા તો બાટની શોભા વધારે છે. આ અંગે એક રોચક દર્શત જોઈએ –
એક શેઠને પ્રતિષ્ઠાની પુષ્કળ ભૂખ હતી. તેઓ પોતે ઊંડા જ્ઞાની હોય, શારાશ હોય તેવો દંભ-ડોળ કરતા હતા. પોતાની પ્રશંસા તેઓ સ્વયં કરતા હતા. એક વાર એક સંન્યાસી એમના ઘેર આવ્યા. પોતાની ધાર્મિકતા દેખાડવા શેઠ એમને પોતાના ખંડમાં લઈ ગયા. પુસ્તકોથી સજાવેલું સુંદર કબાટ દર્શાવતા બોલ્યા, ' “જુઓ મહારાજ ! આ જ્ઞાનેશ્વરી ગીતા છે, આ શ્રીમદ્ ભાગવત છે, આ યોગવાશિષ્ઠ છે, આ વાલ્મીકિરામાયણ છે, આ દસ ઉપનિષદ છે. વળી બીજા કબાટમાં વેદાંતના અનેક ગ્રંથ છે તથા યોગદર્શન, ભાષ્ય વગેરે અનેક ગ્રંથ છે.”
આ સાંભળીને નિઃસ્પૃહ સંન્યાસીએ કહ્યું, “શેઠ ! આ બધું તો તમારા કબાટમાં છે, તમારા જીવનમાં આમાંથી કયો ગ્રંથ છે? તમારી પાસે તો ચાનો કપ પડ્યો છે અને સામે ટેબલ પર યુદ્ધનાં દશ્યોની ચોપડી પડી અને એક બાજુ આજનાં અખબારોનો ઢગલો પડ્યો છે. તમારી સામે દલાલોનું ટોળું ઊભું છે. જે તમને વારંવાર ઉઠાડે છે. તમારા અંતરમાં તો કષાયોની હોળી સળગે છે. તેમાં તો કોઈ યોગ કે ઉપનિષદ દેખાતાં નથી.”
શેઠ સંન્યાસીની સત્ય વાણી સાંભળીને ઝંખવાઈ ગયા. એમણે ઉત્તર આપ્યો, “મહારાજ ! બીજા શેઠોને ત્યાં તો આવાં પુસ્તકો પણ નથી,
રત્નત્રયીનાં અજવાળાં
૧૪
કિક
Page #206
--------------------------------------------------------------------------
________________
મારા ઘરમાં છે. ક્યારેક તે અંતર્જીવનમાં આવશે.”
સંન્યાસીએ કહ્યું, “એ જ્યારે તમારા જીવનમાં આવશે ત્યારે જ તેમાનું જ્ઞાન કે સિદ્ધાંત તમારાં કહેવાશે.”
પેલા શેઠની માફક આજે ઘણા લોકો શાનની વાતોની મોટી મોટી ચર્ચા કરે છે. પોતાની પાસે અનેક ગ્રંથો રાખે છે, પરંતુ રોજિંદા જીવનમાં ઢોલમાં પોલ હોય છે, આથી જ એક વિદ્વાને કહ્યું છે –
"शास्त्राण्याधीत्यापि भवन्ति मूर्खा, पस्तु क्रियावान्पुरुषः स विद्वान । सुचिन्तितं चौषधमातुराणां न नाममात्रेण करोत्यरोगम् ॥"
“ઘણા લોકો શાસ્ત્રોને જાણી લે છે, પરંતુ જીવનમાં ઉતારતા નથી. તેઓ જ્ઞાનીઓની દૃષ્ટિમાં મૂર્ણ છે. જે ક્રિયાવાન (ચારિત્ર્યસંપન્ન) પુરુષ છે, તે જ વિદ્વાન કે જ્ઞાની છે. વારંવાર ઔષધિનું ચિંતન કરવાથી કે માત્ર નામ લેવાથી તે બીમારને નીરોગી નથી બનાવતી, પરંતુ તેનું સેવન કરવાથી જ તે રોગીઓને સ્વસ્થ બનાવે છે.”
જીવનવ્યવહારમાં જ્ઞાન
આનો અર્થ એ કે કોઈ પણ શાસ્ત્ર કે ગ્રંથનું જ્ઞાન પ્રાપ્ત કરવામાત્રથી તે ગ્રંથ કે શાસ્ત્ર માણસને તારતું નથી, પરંતુ એ જ્ઞાનને ક્રિયાન્વિત કરવાથી જ સફળતા મળે છે, અન્યથા એ શાસ્ત્રીય જ્ઞાન પાચન ન થયેલા ભોજન જેવું છે. એક વધારે દૃષ્ટાંત જોઈએ –
એક વેદાંતી પંડિતે અદ્વૈતવાદના સિદ્ધાંતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ જ્યાં જાય ત્યાં પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતા હતા, પરંતુ એ જ્ઞાન એમના જીવનમાં ઊતર્યું ન હતું. એક દિવસ ફરતા ફરતા તે એક ભક્તને ત્યાં જઈ પહોંચ્યા. ઠંડીના દિવસો હતા. ઘણી કડકડતી ઠંડી પડતી હતી. ૧. અદ્વૈતવાદ – જીવ, જગત અને ઈશ્વર એ ત્રણ વિચારણીય તત્ત્વો છે. ઈશ્વર એ
સર્વાણ છે. અને જીવ તથા જગતુ એ ઈશ્વરે સરજેલાં ચેતન અને જડ તત્ત્વો છે. ઈશ્વર એક તત્ત્વ અને ચેતનવ તથા જડ જગત એ ઈશ્વરનું સરજેલું બીજું તત્ત્વ એમ બેય તત્ત્વોનો સ્વીકાર તે દ્વૈતવાદ અને ઈશ્વરે સરજેલું તત્ત્વ તેમનાથી જુદું નથી કેમકે તે બધુંય ઈશ્વરમાં લીન થઈ જાય છે. સનાતન તત્ત્વ માત્ર ઈશ્વર જ છે એવી માન્યતા તે અદ્વૈતવાદ. ચારિત્ર એ જ ધર્મ
૧૫
ક
Page #207
--------------------------------------------------------------------------
________________
ભક્ત પૂછ્યું, “પંડિતજી, સ્નાન કરવા માટે પાણી લાવું?
પંડિતજીએ હસતાં હસતાં કહ્યું, “અરે ! તમે લોકો એટલું પણ સમજતા નથી કે જ્યાં જ્ઞાનગંગા વહેતી હોય, ત્યાં સ્નાન કરવાની શી
જરૂર ?”
તે ભક્ત કોઈ કાચાપોચા ગુરુનો ચેલો ન હતો. તેણે એ વેદાંતીની પરીક્ષા કરવાનું વિચાર્યું. તેણે પોતાની પત્નીને એવું ભોજન બનાવવા કહ્યું કે જેનાથી ખૂબ તરસ લાગે. એ પછી પંડિતજીને પોતાના ઘેર લાવીને ભક્ત આગ્રહભેર ભોજન કરાવ્યું. પંડિતજીએ પણ પેટ ભરીને ભોજન કર્યું. ભોજન કર્યા બાદ બાજુના ખંડમાં તેમના માટે પથારી તૈયાર રાખી હતી, ત્યાં જઈને આરામ કરવા લાગ્યા. પંડિતજીને ગાઢ નિદ્રા આવી, ત્યારે ભક્ત ધીરેથી બહારથી બારણાંનો નકુચો બંધ કરી દીધો. પંડિતજી ઊડ્યા ત્યારે તેમને ખૂબ તરસ લાગી હતી.
તેમણે આજુબાજુ પાણી ન દેખાતાં ભક્તને બૂમ મારી, “ભાઈ, મને ખૂબ તરસ લાગી છે. જલદી પાણી આપ.”
પંડિતજીની આ વાત સાંભળીને ભક્ત કહ્યું, “પંડિતજી, જ્ઞાનગંગા વહી રહી છે તેમાંથી લોટો ભરીને પી લો.”
વેદાંતી તો ગભરાઈને ચૂપ થઈ ગયા. તે ઝંખવાઈ ગયા અને વિચાર્યું, “આ તો મને માથાનો મળ્યો છે.” આખરે પોતાની ભૂલ કબૂલ કરીને ભક્ત પાસે પાણી મંગાવીને પીધું અને તરસ છિપાવી.
આવી રીતે ઘણા લોકોની જીભ પર શાસ્ત્રોનાં વચનો રમ્યા કરે છે, પરંતુ તેમની એ દાર્શનિકતા કે જ્ઞાનવાદિતા વાતોમાં જ રહે છે, જીવનમાં તો માત્ર એક બિંદુ જેટલી જ હોય છે. આચરણ વગર એ સિદ્ધાંતોની કિંમત એક કોડી જેટલીય નથી હોતી.
આજે ઘણા લોકો મોટાં મોટાં ભાષણ આપે છે, પરંતુ તદ્દનુસાર આચરણ નથી હોતું અથવા તેનાથી ઊંધું જ હોય છે. આવા લોકોનાં ભાષણની છાપ અવળી પડે છે. ચરિત્રવાન વ્યક્તિનાં જ ભાષણની છાપ પડે છે, ચરિત્રહીનની નહીં. એ ભૂલીએ નહીં કે દરેક જગ્યાએ વ્યક્તિના ચારિત્ર્યની છાપ પડે છે, ધન કે અન્ય કોઈ વસ્તુની નહીં. એક વાર વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની અધ્યક્ષતામાં
ત્નત્રયીનાં અજવાળાં.
૧૯૬
Page #208
--------------------------------------------------------------------------
________________
અહિંસા પર વ્યાખ્યાનમાળાનું આયોજન થયું હતું. એક યુવકે અહિંસા પર એટલા જુસ્સાપૂર્વક ભાષણ આપ્યું કે બધા લોકો ડોલવા લાગ્યા. એની વક્તૃત્વકલા જોઈને દંગ રહી ગયા. પરંતુ ભાષણ આપતાં આપતાં પરસેવો લૂછવા માટે એણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો કે એની સાથે જ એક ઈંડું ખિસ્સામાંથી બહાર આવ્યું અને નીચે પડીને ફૂટી ગયું. ઈંડું જોઈને શ્રોતાઓમાં ખળભળાટ મચી ગયો. તેઓ મેણાં મારવા લાગ્યા,
‘અહિંસા પર ભાષણ આપનારના આચરણમાં હિંસા ! કેવો કળિયુગ આવી ગયો છે ! ભાષણ તો જુસ્સાદાર છે, પરંતુ આચરણ તો સાવ ઊલટું ઊંધું છે !'' આખરે લોકોએ તેને બેસાડી દીધો અને એ શરમાઈને ચાલ્યો ગયો.
g
-
મણભર ભાષણ, કણભર આચરણ
ચારિત્ર્યહીન માનવીઓનાં ભાષણ જુસ્સાદાર હોઈ શકે, શ્રોતાઓનું ક્ષણિક મનોરંજન કરી શકે કે તેમને જોમ ચઢાવી શકે, પરંતુ આચરણ ઊંધું હોવાથી બધો જ પ્રભાવ ઓગળી જશે. શ્રોતાઓના મન પર અવળી છાપ પડ્યા વગર રહેશે નહીં ! આથી મહત્મા ગાંધીજી વારંવાર કહેતા
હતા
-
‘‘ટનબંધ ભાષણ કરતાં કણભર આચરણનું મૂલ્ય વધારે છે.''
કોઈ મકાનનો પાયો ઘણો ઊંડો અને મજબૂત હોય, તેની દીવાલો પહોળી અને સુદૃઢ હોય, એના પર રંગ-રોગાન કરવામાં આવ્યું હોય, યોગ્ય જગ્યાએ બારી અને વેન્ટિલેટર વગેરે પણ હોય, પરંતુ ઉપરની છત ન હોય તો એ મકાન રહેવા માટે યોગ્ય બનશે નહીં. જેમ છત વગર આખું મકાન નકામું છે, તેવી જ રીતે ચારિત્ર્યરૂપી છત વગર દર્શનનો પાયો અને જ્ઞાનની દીવાલો નિરૂપયોગી છે. જ્યારે જીવનરૂપી મકાનમાં ચારિત્ર્યરૂપી છત બનશે, ત્યારે જ એ જીવનરૂપી મકાન ઉપયોગી, વિશ્વાસપાત્ર અને બીજાના હૃદયમાં સ્થાન મેળવવા યોગ્ય બનશે. આમ સમ્યક્ચારિત્ર્ય વગર મનુષ્ય સ્વજીવનનો પૂર્ણ વિકાસ સાધી શકે નહીં. સર્વોત્તમ સંપત્તિ
જે સમાજ કે રાષ્ટ્રમાં ચારિત્ર્યની બોલબાલા હોય છે, ત્યાં જ લક્ષ્મી નિવાસ કરે છે, ત્યાં જ સુખની વૃદ્ધિ થાય છે, ત્યાં જ સુંદર વ્યવસ્થા
ચારિત્ર્ય એ જ ધર્મ
૧૯૦
Page #209
--------------------------------------------------------------------------
________________
જળવાઈ રહે છે અને સતયુગ પણ ત્યાં જ પ્રવર્તે છે, આથી ભારતીય મનીષીઓએ ધન અને સત્તાને બદલે ચારિત્ર્યને અધિક મહત્ત્વ અને ઉચ્ચ સ્થાન આપ્યું. ધન અને સત્તાની ચિંતા કરવાને બદલે ચારિત્ર્યની રક્ષાની હંમેશાં ખેવના કરવામાં આવી છે. ભારતીય જનજીવનમાં લક્ષ્મી કે સત્તા ગૌણ હતી. અહીંના રાજા-મહારાજા, સાટ કે મોટામાં મોટા શ્રેષ્ઠી પણ ચરિત્રવાનનાં ચરણોમાં નતમસ્તક થતા હતા. ચારિત્ર્યવાનની પ્રેરણા કે આદેશ અનુસાર ચાલતા હતા. અહીંના સમાજ સંસ્કર્તાઓએ હંમેશાં એ જ ચેતવણી આપી છે –
कृतं यत्नेन संरक्षेत्, वित्तमायाति याति च ।
अक्षीणो क्तितः क्षीणो, वृत्ततस्तु हतो हृतः ॥ “આચારચારિત્ર્યની રક્ષા પ્રયત્નપૂર્વક કરો. ધન તો આવે અને ચાલ્યું જાય, ધનથી ક્ષીણ થવા છતાં પણ જો ચરિત્ર સુરક્ષિત હોય તો તે અલુણ છે, પરંતુ ચારિત્ર્યથી નષ્ટ થયેલી વ્યક્તિને નષ્ટ થઈ ગયેલી જ જાણ જો.”
તેઓ માનતા હતા કે રાષ્ટ્ર અને સમાજનું ચારિત્ર્ય ઉન્નત રહેશે તો સર્વપ્રકારે ઉન્નતિ થઈ શકશે. તેથી પ્રાચીનકાળનાં ગુરુકુળોમાં વિદ્યાર્થીને સ્નાતક થઈને વિદાય આપતી વખતે આચાર્ય કહેતા હતા –
यान्यस्माकं सुचरितानि तान्येव त्वयोपाश्यानि, नेतराणि । “અમારાં જે સુચરિત્ર (સમ્યફ ચારિત્ર) છે, તેની તમે તમારા જીવનમાં સદાય આરાધના કરતા રહેજો, બીજાં(ખરાબ આચરણ)ની નહીં.”
આજે સંપત્તિ અને સત્તાના લોભમાં પડીને મનુષ્ય પોતાના ચારિત્ર્યને તિલાંજલિ આપી દે છે, જ્યારે અગાઉના જમાનામાં ચારિત્ર્યને જ સર્વાધિક મહત્ત્વ આપવામાં આવતું હતું. પાશ્ચાત્ય સભ્યતાનો પ્રભાવ આજે ઝડપથી ભારતીય સમાજ પર છવાતો જાય છે અને તેને પરિણામે લક્ષ્મી અને સત્તાની સામે ચારિત્ર્યની કોઈ કિંમત સમજવામાં આવતી નથી.
કેટલાક લોકો કહે છે – અમુક વ્યક્તિએ અપાર સંપત્તિ એકઠી કરી છે અથવા અમુક વર્ગે ઘણા પૈસા મેળવ્યા છે. લોકોનાં સુખસાધનોમાં વૃદ્ધિ થઈ છે, પરંતુ તેનાથી મને સહેજ પણ પ્રસન્નતા થતી નથી. મને તો સમાજ કે રાષ્ટ્રની ચારિત્રસંપત્તિમાં વૃદ્ધિ થતી જોઈને જ આનંદ થાય
૧૯૮
રત્નત્રયીનાં અજવાળાં
Page #210
--------------------------------------------------------------------------
________________
છે, કારણ કે અર્થવૃદ્ધિ એ કંઈ મહત્ત્વની બાબત નથી. મનુષ્ય અનીતિ, અન્યાય, ચોરીચપાટી, અપ્રામાણિકતા, વેશ્યાવૃત્તિ આદિ અનેક મલિન સાધનો દ્વારા ધન કમાય છે, પરંતુ તે ધન સુખવર્ધક હોય છે કે દુઃખવર્ધક? અપ્રામાણિકતાથી કમાયેલું ધન મનુષ્યની મનોવૃત્તિ દૂષિત કરે છે ને ચારિત્ર્યભ્રષ્ટ કરી દે છે. મારે એ જ કહેવું છે કે ધન કમાવાની કે ગુમાવવાની ચિંતા ન કરો, પરંતુ જો રાષ્ટ્ર અને સમાજનું ચારિત્ર્ય ખંડિત થતું હોય તો તેની ચિંતા કરો. આ અંગ્રેજી સુવર્ણસૂત્ર યાદ રાખો –
If Wealth is lost, nothing is lost. If Health is lost, something is lost. If Character is lost, everything is lost.
જો ધન ગુમાવશો તો કંઈ જ નહીં ગુમાવો, જો સ્વાધ્ય ગુમાવશો તો કંઈક ગુમાવશો, પરંતુ જો ચારિત્ર્ય ગુમાવશો, તો સર્વસ્વ ગુમાવશો.” કારણ કે રિદ્ધિ-સિદ્ધિ કે ગૌરવવૃદ્ધિનો બધો જ આધાર ચારિત્ર્ય પર છે.
સુદર્શન શેઠે ભય અને પ્રલોભનોમાં ફસાઈ જવાને બદલે પોતાના ચારિત્ર્યને સુરક્ષિત રાખ્યું હતું. કારણ કે ચારિત્ર્યને જ તે જીવનનું અમૂલ્ય ધન સમજતા હતા.
નમિ રાજર્ષિની પરીક્ષા લેવા માટે ઇન્દ્ર બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે છે. રાજર્ષિ દીક્ષા લેવાની તૈયારીમાં જ હતા, ત્યારે જ ઈન્દ્રએ તેમને રાજસત્તા, સંપત્તિ વગેરે જુદાં જુદાં અનેક પ્રલોભનો આપ્યાં. અનેક સૂક્તિઓ દ્વારા તેમને ચરિત્રથી વિચલિત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તે સહેજે વિચલિત થયા નહીં. ભારતીય પરંપરાનું ગૌરવ
જાપાન વગેરે દેશોમાં અનેક જાસૂસસ્ત્રીઓ શત્રુપક્ષની ગુપ્ત વાતો જાણીને પોતાના રાષ્ટ્રની સેવાભક્તિની દૃષ્ટિએ ચારિત્ર્યથી ભ્રષ્ટ થઈ જતી હતી, એટલે કે શત્રુપક્ષના અધિકારીઓને પોતાની મોહજાળમાં ફસાવીને તેમની સાથે શીલભ્રષ્ટ થઈને તેમની ગુપ્ત વાતો કઢાવતી હતી, પરંતુ ભારતે આ પ્રકારની સદાચાર ભ્રષ્ટતાને કદી અપનાવી નથી અને ક્યારેય આવા ચારિત્ર્ય પતનનો સ્વીકાર કર્યો નથી. ચાત્રિ એ જ ધર્મ
કાકા ૧૯૯
૧૯૯
Page #211
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રજા ચારિત્ર્યમાં કેટલી સુદૃઢ હતી, તેનું એક ઉદાહરણ
જોઈએ
-
શહેનશાહ સિકંદરે ભારત પર આક્રમણ કર્યું તે સમયની વાત છે. એક દિવસ રાજા પોરસની સાથે શહેનશાહ સિકંદર રાજસભામાં બેઠો હતો, ત્યારે બે પ્રજાજનો પોરસ પાસે ન્યાય માગવા આવ્યા.
વાત એવી હતી કે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને જમીન વેચી હતી. જમીન ખરીદનારને તે જમીન પર હળ ચલાવતી વખતે સોનાનો એક ચરુ મળ્યો, તેથી તે સોનાના ચરુને લઈને જમીનના અગાઉના માલિક પાસે આવ્યો અને કહ્યું કે, ‘લો ભાઈ, તમારી જમીનમાંથી આ સોનાનો ચરુ નીકળ્યો છે. એટલે તમને આપવા આવ્યો છું.''
મૂળ માલિકે કહ્યું, “આ ચ્ હું કેવી રીતે લઈ શકું ? મેં તો તમને જમીન વેચી દીધી છે, તેથી તે પછી એમાંથી જે કંઈ નીકળે તે તમારું જ ગણાય.''
બસ, આ સોનાના ચની બાબતમાં બંને વચ્ચે લાંબી ગરમાગરમ ચર્ચા થઈ અને જ્યારે બંનેમાંથી કોઈ તે ચને રાખવા તૈયાર ન થયા, ત્યારે તેઓ રાજા પાસે આનો ફેંસલો માગવા આવ્યા.
બંનેની વાત સાંભળીને રાજાએ વર્તમાન માલિકને કહ્યું, “તેં આ જમીન ખરીદી લીધી છે તેથી હવે તેમાંથી જે કંઈ નીકળે તે તારું જ માનવામાં આવશે, તો પછી તું આ ચરુ કેમ નથી રાખતો ?'’
એણે જવાબ આપ્યો, મેં જમીન જરૂર ખરીદી છે, પરંતુ જમીનની અંદર રહેલી વસ્તુઓનો હું કેવી રીતે માલિક હોઈ શકું ?''
રાજા પોરસે એ જમીનના અગાઉના માલિકને પૂછ્યું, “જ્યારે આ (ખેડૂત) તને ચરુ આપવા આવ્યો છે તો પછી તને એ રાખવામાં શું વાંધો છે ?’’
તેણે જવાબ આપ્યો, ‘મેં જમીન વેચી દીધી છે, તે પછી એમાંથી જે કંઈ પણ નીકળે એ ખરીદનારનું ગણાય. એથી હું ચરુ કેવી રીતે રાખી શકું ?'' શહેનશાહ સિકંદર તો આ બંનેની દલીલો સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયો.
રાજાએ બંનેનો ન્યાય તોળતાં કહ્યું, ‘‘તમારા બંનેનાં કોઈ સંતાન છે ?'’ રત્નત્રયીનાં અજવાળાં
૨૦૦
Page #212
--------------------------------------------------------------------------
________________
એકે કહ્યું, “મારે એક પુત્ર છે.” બીજાએ કહ્યું, “મારે એક પુત્રી છે.”
રાજાએ કહ્યું, “ત્યારે એમ કરો બંનેનાં લગ્ન કરાવીને આ ધન બંનેને દહેજમાં આપો.”
આ ન્યાયથી બંને પ્રસન્ન અને સંતુષ્ટ થયા.
આ નિર્ણય સાંભળીને સિકંદરે કહ્યું, “તમારો ન્યાય તો વિચિત્ર છે. અમારે ત્યાં કોઈની જમીનમાંથી આમ ચર નીકળે, તો કોઈને ખબર પણ ન પડે તે રીતે એ ધનને ઘરમાં છુપાવી રાખે. રાજાને ખબર પડી જાય તો એ રાજાની મિલક્ત ગણાય અને તે રાજાને સોંપી દેવી પડે, માટે રાજાથી તો ખાસ છુપાવે.”
આવું હતું ભારતનું ચારિત્ર્યધન. આ દેશના લોકો સંપત્તિ કરતાં પણ વિશેષ ચારિત્ર્યની રક્ષા પર ધ્યાન આપતા હતા. પરંતુ આજે ? આજે તો સંપત્તિ આગળ ચારિત્ર્ય સંકોચાઈને બાજુમાં બેસી ગયું છે. ધર્મગ્રંથ કહે છે
મારા પ્રયનો ધર્મ ” આચાર-ધર્મનું આચરણ કરવું એ પ્રથમધર્મ છે.” ચારિત્ર્યબળનો પ્રભાવ
રાવણ અત્યંત પરાક્રમી અને ધનાઢ્ય રાજા હતો, પરંતુ એને આપણે પૂજનીય માનતા નથી. શ્રીરામની પાસે સત્તા અને સંપત્તિ થોડી હોવા છતાં પણ તે પૂજનીય મનાયા. લોકહૃદયમાં રામે સ્થાન મેળવ્યું, રાવણે નહીં. આનું કારણ શું? આનું કારણ રામનું ચરિત્ર્ય છે. રાવણે ચારિત્ર્યને ગૌણ માન્યું અને રામે મુખ્ય ગયું. ચારિત્ર્યને ગૌણ સમજનાર કે તેની ઉપેક્ષા કરનારને ભારતવર્ષે ક્યારેય સન્માન આપ્યું નથી. શ્રીરામને સાંપડેલા સન્માનનું કારણ તેમનું ઉન્નત ચારિત્ર્ય હતું. ભારતમાં અને વિદેશોમાં વિદ્વત્તાની દષ્ટિએ મહાત્મા ગાંધી કરતાં ચઢિયાતા ઘણા વિદ્વાનો હતા, પરંતુ તેઓ ગાંધીજી સામે નમતા હતા. એનું કારણ ગાંધીજીની ચારિત્ર્ય સંપત્તિ જ હતી. ગાંધીજી પાસે સત્તા કે સંપત્તિ ન હતાં, પરંતુ તેમની ચારિત્ર્યસંપત્તિ આગળ મોટા મોટા સત્તાધારી ધનિક કે વિદ્વાન નતમસ્તક થતા હતા.
ચારિત્ર્ય એ જ ધર્મ
૨૦૧
Page #213
--------------------------------------------------------------------------
________________
આપણે ત્યાં સજ્જનતાની કસોટી કપડાં કે ઘરેણાંથી થતી નહોતી, પણ વ્યક્તિના ચારિત્ર્યથી થતી હતી. ગાંધીજી તો એક સાદું ખાદીનું કપડું જ લપેટતા હતા, તેમ છતાંય તેમની ઘણી પ્રતિષ્ઠા હતી અને તેમને મહાત્મા કહેવામાં આવતા હતા, તે તેમના ચારિત્ર્યબળના કારણે
ભગવાં વસ્ત્ર, માથા પર પાઘડી અને હાથમાં દંડો લઈને સ્વામી વિવેકાનંદ શિકાગો (અમેરિકા)ના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની ભારતીય સંન્યાસીની વેશભૂષા જોઈને અમેરિકનોને કુતૂહલનો પાર ન રહ્યો. તેમની પાછળ ચાલતી એક સ્ત્રીએ તેના પતિને કહ્યું, “જુઓ તો ખરા, કેવી વિચિત્ર અને અસભ્ય વેશભૂષા છે, આ મહાશયની !”
સ્વામી વિવેકાનંદના કાને આ શબ્દો પડ્યા ત્યારે તેઓ હસ્યા અને ઊભા રહીને એ સ્ત્રીને કહ્યું,
બહેન ! મારાં કપડાં જોઈને આશ્ચર્ય ન પામો. તમારા દેશમાં માણસની સજ્જનતા અને ઉચ્ચતાની પરીક્ષા કપડાં પરથી કરવામાં આવે છે, પરંતુ હું જે દેશમાંથી આવ્યો છું, ત્યાં (ભારતમાં) મનુષ્યની સજ્જનતા અને ઉચ્ચતાની પરીક્ષા તેના ચારિત્ર્યથી કરવામાં આવે છે. બંને વચ્ચેનો આ જ તફાવત છે.”
પેલી સ્ત્રી અને તેનો પતિ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં. ખરેખર ચારિત્ર્ય જ ભારતનો આત્મા છે. ચેપી રોગ જેવો ચારિત્ર્યહીન
કોઈ ક્ષય (ટી.બી) અથવા કેન્સર જેવા ભયાનક રોગથી ઘેરાયેલો હોય, તો તમે તેનાથી બચવાનો પ્રયત્ન કરશો, કારણ કે એ સંક્રામક રોગ તમને લાગી ન જાય ! ચારિત્ર્યહીન માનવી ચેપી રોગના દર્દી જેવો છે. મલિન ચારિત્ર્યને કારણે તે પોતે તો પતન પામે છે, કિંતુ સાથોસાથ તેના સંપર્કમાં જે કોઈ આવે તેનું પણ પતન થવા લાગે છે. કોઈ માણસ શરાબી, ગંજેરી કે ભાંગ પિનારાના સંપર્કમાં વધારે સમય રહે, તો તેને તે દર્બસનોનો ચેપ લાગી જાય છે. પરિણામે ચારિત્ર્યવાન બનવા આપણે ૨૦૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #214
--------------------------------------------------------------------------
________________
બે કામ કરવાં પડે – (૧) ચારિત્ર્યવાન લોકોના સંગમાં રહેવું (૨) પોતાના જીવનમાં સંપત્તિ અને સત્તાને ઠોકર મારીને પણ ચારિત્ર્યને સ્થાન આપવું. ચારિત્ર્યની દરેક રીતે રક્ષા કરવી, એ જ દેશ અને સમાજની સૌથી મોટી સેવા ગણાય.
અમેરિકામાં ગુલામીની પ્રથા પ્રચલિત હતી, તે સમયે અબ્રાહમ લિંકન અને કેપ્ટન જ્હોન બ્રાઉને આ અમાનવીય પ્રથાને દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા. કેપ્ટન જહોન બ્રાઉને દેશનું ચારિત્ર્ય ઊંચું લાવવા માટે એક સંઘની સ્થાપના કરી અને પોતાના દેશવાસીઓને કહ્યું, “હું આ સંઘમાં કૉલેરા, લય અને પ્લેગના રોગીઓને આનંદપૂર્વક સ્થાન આપીશ, પરંતુ ચારિત્ર્યહીન માનવને નહીં. તે સડેલી માછલી જેવા છે, જે આખા સંઘરૂપી તળાવને મલિન કરી નાખે છે, તેથી મારા સંઘમાં ચારિત્ર્યભટ્ટને કોઈ પણ પ્રકારનું સ્થાન આપવામાં આવશે નહીં.”
આપણા દેશમાં ચારિત્ર્યના ઉત્થાન માટે આવા સંઘો બને, તો દેશ અને સમાજ ઘણી ઝડપથી ઉગતિ પામી શકે.
ચારિત્ર્યને કારણે સાધન-સંપન્નતા
મનુષ્યજન્મ, ઉત્તમ કુળ, સવાંગસંપૂર્ણ શરીર, ધર્મની પ્રાપ્તિ, સાધુ-સત્સંગ તથા વિદ્યા, ધન વગેરે વિકાસનાં ઉત્તમોત્તમ સાધન કે અવસર પ્રાપ્ત થયા છે, તે ક્યા કારણે પ્રાપ્ત થયા છે? શાસ્ત્ર કહે છે કે આ બધું તો પૂર્વજન્મમાં કરેલા ધર્માચરણ(ચારિત્ર્યપાલન)નું જ ફળ છે. સમ્યગુચારિત્ર્યનું પાલન કરીને જ તમે આવી સુંદર સાધનસામગ્રી પ્રાપ્ત કરી શક્યા છો, પરંતુ આ કમાણી તો આગલા જન્મોની છે. જો તમે આ કમાણીને આ જન્મમાં એમ ને એમ વેડફી નાખશો વ્યર્થ કાર્યોમાં, એશઆરામમાં અથવા સંપત્તિ અને સત્તાની આંધળી દોડમાં જ ખર્ચી નાખશો, તો પછી આગલા જન્મમાં કે આ જન્મના અંતિમ ભાગમાં તમે સાધનહીન થઈને દુઃખી થશો.
આથી અત્યારથી સાવધાન થઈને ચારિત્ર્ય(ધર્માચરણ)ધનને એકત્રિત કરવામાં જીવન વ્યતીત કરવું જોઈએ. આમ નહીં કરો તો પાછળથી પસ્તાવું પડશે. હાથમાંથી બાજી સરકી ગયા પછી ફરીથી તક નહીં સાંપડે. પરિણામે ચારિત્ર્યધનનું ઉપાર્જન કરવા માટે દરેક પરિસ્થિતિમાં તૈયાર રહો. - ચારિત્ર્ય એ જ ધર્મ
૨૦૩
Page #215
--------------------------------------------------------------------------
________________
તમે વ્યાપારી હો, ડૉક્ટર હો, વકીલ હો, એન્જિનિયર હો, કારખાનાના માલિક હો અથવા કોઈ ગમે તે વ્યવસાય કરતા હો, તેનો કોઈ વાંધો નથી. દરેક ધંધામાં ચારિત્ર્યધનને સુરક્ષિત રાખી શકાય છે.
ઘણા લોકો એમ રટ્યા કરે છે કે અમારી પાસે ધન નથી. જ્યાં ગરીબીમાં ખાવાનાં જ સાંસાં પડે છે ત્યાં ચારિત્ર્યને સુરક્ષિત કેવી રીતે રાખીએ ? “વુમુક્ષત ન પ્રતિમતિ વિવિત્' આ કહેવત અનુસાર ભૂખ્યા પેટે ચારિત્ર્યની સુરક્ષા દુષ્કર છે, પરંતુ આ તેમનો ભ્રમ છે.
મનુષ્ય ઈચ્છવા છતાંય ધનવાન બની શક્તો નથી અને ઇચ્છવા છતાં વિદ્યાવાન પણ બની શકતો નથી, એ માની શકાય, પરંતુ ગરીબમાં ગરીબ કે અભણ માણસ પણ ચારિત્ર્યવાન બની શકે છે. ચારિત્ર્યસંપન્નતા માટે તો પોતાની બુદ્ધિને સમ્યગુજ્ઞાનથી સુશિક્ષિત કરવાની અને સમ્યગુદૃષ્ટિથી વસ્તુસ્વરૂપ સમજીને હૃદયને સમજાવવાની જરૂર છે. જો આ બંને કામ તમે સમજી લો, તો પછી તમે ગમે તેટલા ગરીબ કે અભણ કેમ ન હો, તમે ચારિત્ર્ય પર ટકી રહેશો.
પ્રાચીન સમયમાં રોમમાં કુરિઅસ નામનો એક નેતા થઈ ગયો. એનાથી રોમના શત્રુઓ ડરતા હતા. એણે ધાર્યું હોત, તો એ રાજા પણ બની શક્યો હોત, પરંતુ તે અત્યંત સાદાઈથી જીવન વ્યતીત કરતો હતો. સેમાઈટ જાતિના લોકો રોમના શત્રુ હતા. તેઓએ કૂરિઅસને પોતાના પક્ષમાં સામેલ થવા માટે પ્રલોભન આપવા દૂત મોકલ્યા, કારણ કે કુરિઅસ જે પક્ષમાં હોય, તેની જીત નિશ્ચિત હતી.
સેમાઈટના દૂત કૂરિઅસ પાસે પહોંચ્યા, ત્યારે તે ચૂલા પર ખાવાનું રાંધી રહ્યો હતો.
દૂતોએ તેને સોનાની થેલી બતાવીને કહ્યું, “કુરિઅસ, તું સમાઈટ લોકોના પક્ષમાં આવી જા અને રોમની વિરુદ્ધ યુદ્ધ કર તો આ બધું સોનું તારું થઈ જશે.”
કુરિઅસે હસીને ઉત્તર આપ્યો, “હું ગાજર રાંધી રહ્યો છું અને જે માણસ ગાજરથી ગુજરાન કરી શકે છે, તેને તમારા સોનાની આવશ્યકતા નથી.”
સેમાઈટના દૂત ઝંખવાણું મોટું લઈને પાછા ચાલ્યા ગયા. આ છે ગરીબીમાં પણ ચારિત્ર્યની દઢતા. ૨૦૪
રત્નત્રયીનાં અજવાળાં છે
જ
.
Page #216
--------------------------------------------------------------------------
________________
ન્યૂયોર્કના પ્રસિદ્ધ અખબાર “ન્યૂયોર્ક ટાઈમ્સ'ના સંપાદક જ્યોર્જ જહોન્સને કેટલાક ધનાઢ્યોએ કહ્યું, “જો તમે અમારી ખરાબીઓની બાબતમાં કશું ન લખો, તમારા પત્રમાં ન છાપો અને ચૂપ રહો તો અમે તમને તેત્રીસ લાખ રૂપિયા આપીશું.” પરંતુ એ ચારિત્ર્યવીરે આ નિંદ્યકર્મના પ્રસ્તાવને ઠોકર મારીને પોતાની ચારિત્ર્યદેઢતાનો નમૂનો આપ્યો. સમ્યફચારિત્ર્યનો અર્થ
હવે પ્રશ્ન એ થાય છે કે સમ્યક્ષ્યારિત્ર્ય શું છે? ખરેખર તો ધર્મનાં અહિંસા, સત્ય આદિ જેટલાં અંગ છે, તે બધાંનું અને જે ધર્મસાધના માટે જે હિતકર ક્રિયાઓ છે, તે બધાનું આચરણ સમ્યગુદર્શન-શાનપૂર્વક કરવું એ જ સમ્યક્ષ્યારિત્ર્ય છે. જે આચરણથી સાર્વત્રિક, સર્વકાલિક અને સર્વનું હિત થાય, તે સમ્યક્યારિત્ર્ય. એક આચાર્યએ આ જ આશયથી ચરિત્રનું લક્ષણ કહ્યું છે –
"असुहादो विणिवित्ती सुहे पवित्ती च जाण चारितं" “જેમાં અશુભ (અહિતકર પ્રવૃત્તિ)થી નિવૃત્તિ થાય અને શુભ-પ્રવૃત્તિ થાય, તેને ચારિત્ર્ય સમજો.”
આમ તો સંસ્કૃત ભાષા અનુસાર ચારિત્ર્યનો અર્થ થાય છે – “જે આઠ કર્મોને ચરે, ભક્ષણ કરે અથવા આત્મામાં વિચરે.”
હૈ એટલે “સંચય” અને રીત એટલે ખાલી કરવું. જેમાં કર્મોનો સંચય ખાલી થાય તેને ચારિત્ર કહે છે. સમ્યફચારિત્ર્ય અને મિથ્યાચારિત્ર્ય
સમ્મચારિત્ર્યમાં સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન સાથે સાથે રહે છે, જ્યારે મિથ્યાચારિત્રમાં આ બંને સાથે રહેતા નથી. વ્યક્તિ વિચાર્યા વિના, દૂરગામી દૃષ્ટિથી જોયા વિના અંધાધૂંધ પ્રવૃત્તિ કરતો હોય અને અવિવેકપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય, ત્યાં મિથ્યાચારિત્ર્ય છે. ભલે પછી આ મિથ્યાચારિત્ર્યમાં વધારે કષ્ટ સહન કરવું પડતું હોય, મિથ્યાચારિત્ર્ય દુશ્ચારિત્ર્ય કે દુરાચાર નથી. મિથ્યાચારિત્ર્ય અને દુશ્ચારિત્ર્ય વચ્ચે ઘણું અંતર છે.
કેટલાક સાધક રસ્તા પર ચાલે છે, તો એમના પગની ગતિમાં ભૂકમ્પી પ્રેરણા થાય છે. કેટલાક લોકો રસ્તો જાણ્યા વગર રસ્તા પર
ચારિત્ર્ય એ જ ધર્મ છે
૨૦૫
Page #217
--------------------------------------------------------------------------
________________
ડગમગ ચાલે છે. પહેલો ચાલનારો સખ્યારિત્ર્ય ધરાવે છે, બીજો મિથ્યાચારિત્ર્ય ધરાવે છે.
સમક્યારિત્ર્ય સાધકમાં ત્યારે જ આવે છે જ્યારે સોળ – કષાય, નવનોકષાય – આ પચીસ કષાયોનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય. આનો અર્થ એ છે કે સમ્યફચારિત્ર્ય આવવાથી સાધકનું ગુણસ્થાન વધે છે અને મિથ્યાચારિત્ર્ય પહેલાથી શરૂ કરીને ચોથા ગુણસ્થાન સુધી જ રહે છે.
સખ્યારિત્ર્યના મુખ્યત્વે બે ભેદ છે – (૧) સર્વચારિત્ર્ય (૨) દેશચારિત્ર્ય. સર્વચારિત્ર સાધુ-સાધ્વીઓ માટે છે અને દેશચારિત્ર્ય ગૃહસ્થો માટે છે. આ બંનેનાં પાંચ મૂળ અંગ છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. સાધુઓ માટે જે પાંચ અંગ છે તે “મહાવ્રત કહેવાય છે અને ગૃહસ્થો માટે જે પાંચ અંગ છે તે “અણુવ્રત' કહેવાય છે. તેમના બીજા પણ ઉપાંગ વગેરે છે. સમ્યક્ઝારિત્ર્યની મહેક તમારા જીવનમાં આવી જશે તો તે તમારા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સર્વને સુગંધિત કરી દેશે. જરૂર છે અને ભાવનાપૂર્વક અપનાવવાની.
સ્થળ : ગૌડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ. સં. ૨૦૦૬, ભાદ્રપદ વદ ૬
૨૦૬
૨૦૬
રત્નત્રયીનાં અજવાળ |
રત્નત્રયીનાં અજવાળાં
Page #218
--------------------------------------------------------------------------
________________
ધર્મકળામય જીવન
ખાણમાંથી પથ્થર નીકળે છે, ત્યારે તે બેડોળ, ખરબચડો અને અણગમતા આકારનો હોય છે. આવા પથ્થરનો ખાસ કોઈ ઉપયોગ હોતો નથી, પરંતુ એ પથ્થર શિલ્પીના હાથમાં આવે છે, ત્યારે તે પોતાની છીણી અને હથોડીથી એને ઘડીને પોતાની કળામયતા દ્વારા તેને સુંદર અને નયનરમ્ય બનાવી દે છે. એક સામાન્ય પથ્થર કલાકારના હાથમાં આવીને બહુમૂલ્ય બની જાય છે. માનવજીવનની પણ આ જ સ્થિતિ છે. માનવજીવન પણ શરૂઆતમાં પથ્થરની જેમ બેડોળ, કદરૂપું, અસંસ્કૃત અને વિષય-કષાયોથી વિષમ બનેલું હોય છે. જીવનનો કળાકાર પોતાની ધર્મકાળાથી તે વિષમ, અણઘડ અને બેડોળ જીવનરૂપી પથ્થરને ઘાટીલો, સુંદર, સુસંસ્કૃત અને કળામય બનાવે છે.
મોટા ભાગના માનવીઓ ધર્મકળાથી અનભિજ્ઞ, બ્રાન્ત તથા ધર્મકળા શીખવામાં પ્રમાદી અને ઉપેક્ષા સેવનારા હોય છે. ધર્મને જીવનમાં અપનાવવામાં તેઓ શરમ અનુભવે છે. ધર્મની મશ્કરી કરે છે, તેને ઢોંગ અને દંભ માને છે. આવા લોકોને બોધ આપવા માટે મહાન ધર્મકળાધર ભગવાન મહાવીર કહે છે – _____ असंखयं जीवियं मा पमायए ।
जरोवणीयस्स हु नास्थि ताणं ॥
૧
૩
ક
ધર્મકળામય જીવન,
જબo.
Page #219
--------------------------------------------------------------------------
________________
‘તારું જીવન અસંસ્કૃત છે, ધર્મકળાથી સંસ્કારી બનેલું નથી, એટલે પ્રમાદ ન કર. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આવી અસંસ્કૃત વ્યક્તિની રક્ષા કરનાર કોઈ નહીં હોય.''
સંસ્કારી વ્યક્તિ ધર્મકળાનો અભ્યાસી હોવાથી વૃદ્ધાવસ્થાને સુખમય બનાવી લેશે. મૃત્યુ પણ એને સુખકર પ્રતીત થશે.
ધર્મકલા : સર્વોત્તમ કલા
તમે કદાચ ધન-ઉપાર્જનની કળામાં હોશિયાર હશો. કેટલીક વ્યક્તિઓ લડવા-ઝઘડવાની કળામાં પાવરધી હોય છે. કેટલાક જિંદગીને મોજશોખની બાબત સમજીને તેને એશ-આામથી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગીઓ આરોગીને તેમજ નશાનું સેવન કરીને પ્રમાદી જીવન સર્જવાની કળામાં કાબેલ હોય છે. વિષયો અને કષાયોની ઘોડદોડમાં તેઓ વિજય મેળવવામાં કાબેલ હોય છે, તો કેટલાક ધૂતવામાં, દગાબાજી કરવામાં કે ચોરી અને લૂંટફાટની ક્ળામાં નિપુણ હોય છે.
તમે કહેશો કે આ બધી કલાઓ ગણાય નહીં. આ તો ળાના નામે કળાને બદનામ કરનારી બાબત ગણાય. કળાની ભ્રાન્તિને કળા સમજવી ભૂલ છે. આ બધી ભૌતિક ક્ળાઓ પણ ક્ળા નથી. પ્રાચીન સમયમાં શિલ્પકળા, કૃષિકળા, લેખનકળા વગેરે બોંતેર કળાઓ ભૌતિક કળાઓમાં ગણવામાં આવતી હતી, પરંતુ આંતરિક કળા કે આધ્યાત્મિક કળા તો કંઈક સાવ જુદી જ બાબત છે, અને એ જ જીવન-નિર્માણ કરવાની વાસ્તવિક કળા છે. ઉપર્યુક્ત ભૌતિક કળાઓ મનુષ્યમાં હોય, પરંતુ જીવન નિર્માણ કરવા માટેની અને જીવનને સંસ્કૃત બનાવવા માટેની ધર્મકલા ન હોય તો આખું જીવન વ્યર્થ ગયું કહેવાય. ધર્મગ્રંથો કહે છે – “સા થી ધમ્મના નિવેડું ।'
‘સમસ્ત કળાઓમાં ધર્મળા વિજયી છે.''
આનો અર્થ એ કે ધર્મળાના અભાવમાં સર્વ કળાઓ નિષ્પ્રાણ છે. સમગ્ર માનવસમાજમાં મુખ્યત્વે બે પ્રકારના જનસમાજ જોવા મળશે. પ્રથમ વર્ગમાં વિજ્ઞાનની પ્રચુર પ્રગતિ છે. જીવનના પ્રત્યેક સુખનાં સાધન વૈજ્ઞાનિક કળાથી પ્રાપ્ત કરી શકાય છે. રેલ, મોટર, વિમાન, તાર, ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો, આધુનિક ચલચિત્ર, સૌંદર્યપ્રસાધનનાં વિવિધ સાધન, રત્નત્રયીનાં અજવાળાં
૨૦૮
Page #220
--------------------------------------------------------------------------
________________
ત્યાં સુધી કે ભોજન બનાવવાનું, ખાવાનું અને દરેક કામ કરનારો યંત્ર-માનવ તેમજ યાંત્રિક સાધન વિજ્ઞાનની કળાથી ઉપલબ્ધ છે. ભૌતિક સુખમાં કોઈ ઓછપ નથી, પરંતુ આવા વર્ગમાં આધ્યાત્મિક્તા કે ધર્મનું નામોનિશાન હોતું નથી. બધા પોતપોતાના સ્વાર્થમાં રચ્યા-પચ્યા રહે છે, ત્યાં સુધી કે માતા-પિતા અને સંતાનોના સંબંધો અને વ્યવહાર પણ સ્વાર્થી બની ગયા છે. આની સાથે ધૃણા, દ્વેષ, વેર-વિરોધ, કલહ, શોષણ, દંભ, દેખાડો, ખોટી પ્રસિદ્ધિ લૂંટ અને હત્યાની કળાની બોલબોલા છે. જીવનમાં દુર્બસનોની જાળ બિછાવેલી છે. ઇન્દ્રિયોનો અત્યાધિક દુરુપયોગ અને વિષયાસક્તિને કારણે બીમારી, બેચેની અને માનસિક અશાંતિ છે.
બીજા વર્ગના જનસમૂહ પાસે આટલાં વૈજ્ઞાનિક સાધનો ઉપલબ્ધ નથી, જોકે જમાનાની હવા આવા વર્ગને પણ લાગી છે, પરંતુ એ વર્ગ પાસે પ્રાચીન ભૌતિક કળાઓની સાથે ધર્મમય જીવન જીવવાની કળા પણ છે. અહીં ઈર્ષા, દ્વેષ, અહંકાર અને સ્વાર્થોધતા જેવા દુર્ગુણો શોધ્યા જડતા નથી. આ પ્રકારનો જનસમાજ સુખદુઃખમાં પરસ્પરને સહાયરૂપ બનવા, જીવનમાં અન્યને કાજે ત્યાગ કરવા, સહયોગ આપવા કે સહાનુભૂતિ પ્રગટ કરવામાં તથા ઇન્દ્રિયોના વિષયો (આહાર, એશઆરામ વગેરે) પર સંયમ રાખવાની ધર્મકળામાં આવો વર્ગ સક્રિય હોય છે. તેઓ શાંતિપૂર્વક સંતોષથી જીવન વ્યતીત કરે છે. અલ્પ સામગ્રીથી પોતાનું જીવન સુખદ બનાવવાની તેમનામાં આવડત છે.
તમને પૂછવામાં આવે કે તમે સમાજના આ બે પ્રકારના વર્ગમાંથી ક્યા વર્ગમાં રહેવાનું પસંદ કરશો ? તમે વિજ્ઞાનકળામાં અને સાથે દુર્ણની સંપાદનકળામાં પારંગત સમાજમાં રહેવા ઇચ્છશો કે અલ્પસાધનોથી સંતોષ અને શાંતિપૂર્ણ જીવન વ્યતીત કરનાર અને સંયમમય ધર્મકળામાં સારી રીતે નિપુણ સમાજમાં રહેવા ઇચ્છશો ?
પ્રથમ પ્રકારના સમાજમાં સુખનાં અતિશય સાધનો ઉપલબ્ધ હોવા છતાં ધર્મકથાના અભાવને કારણે ત્યાં સુખનો આભાસ કે ક્ષણિક સુખ છે, જ્યારે બીજા પ્રકારના સમાજમાં સુખનાં સાધનો અલ્પ હોવા છતાં પણ અલ્પસાધનોથી સંયમ અને સ્વાર્થ-ત્યાગપૂર્ણ જીવન વ્યતીત કરવાની ધર્મકળા હોવાથી સર્વને સાચું અને સ્વાધીન સુખ પ્રાપ્ત થાય છે. આનું તારણ એ છે કે બીજી કળાઓ- પોતે સુખદાયક નથી, જ્યારે ધર્મકળા ધર્મકળામય જીવન
૨૦૯
Page #221
--------------------------------------------------------------------------
________________
બીજી કળાઓના અભાવમાં પણ સુખદાયક છે. સાધુજીવનની મસ્તી
કેટલાક લોકો એમ કહ્યા કરે છે કે ધર્મકળામય જીવન તો નીરસ હેય છે. એમાં કોઈ આનંદપ્રમોદ કે કોઈ મનોરંજન નથી. હસીખુશીભર્યા જીવનને બદલે શુષ્ક અને નીરસ જીવન છે. પરંતુ આવી માન્યતા ધર્મકળાને યથાર્થ રીતે સમજી નહીં શકવાનું પરિણામ છે.
ધર્મકળામય જીવન માત્ર સાધુઓનું હોય છે અથવા હોઈ શકે, એવી એકતરફી વાત યોગ્ય નથી. સાધુનું જીવન તો ધર્મકળાથી ઓતપ્રોત હોય જ છે, તેથી એના જીવનમાં સંતોષ, ત્યાગ, સંયમ, તપ વગેરે સ્વાધીન સુખ જન્માવનારાં હોવાથી અત્યંત મસ્તી અને આનંદ જ હોય છે. આથી કહ્યું છે –
न वि सही देवता देवलोए, नवि सुहि पुढवीपइ राया ।
नवि सुही सेट्ठी सेणावइ, एगंत सुही साहू वीतराया ॥ “આ સંસારમાં દેવલોકમાં કોઈ દેવ સુખી નથી કે પૃથ્વી પર રાજ્ય કરવાવાળો રાજા સુખી નથી, શેઠ કે સેનાપતિ પણ સુખી નથી, એકાંત વિતરાગ સાધુ જેવો જગતમાં બીજો કોઈ સુખી નથી.”
જો રાગ, દ્વેષ, મોહ વગેરે વિકારો પર વિજય પ્રાપ્ત કરનારા સાધુઓનું જીવન નીરસ, દુઃખી અને આનંદવિહીન અથવા વ્યાકુળ હોત, તો ક્યારેય એકાંત સુખમય હોત નહીં, આથી ધર્મકળામય જીવન નીરસ નથી, પરંતુ આત્માનંદની મસ્તીથી ઓતપ્રોત છે. હવે વિચારીએ ગૃહસ્થના ધર્મકળામય જીવન વિશે. એ પણ ધર્મકળાહીન વ્યક્તિના જીવનથી અનેકગણું સરસ, સુખમય અને મસ્તીભર્યું હોય છે. ગૃહસ્થ તો ઉપભોગ્ય અને પરિભોગ્ય બધી વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ કરે છે. વ્યાપારધંધો પણ કરે છે. ધનનું ઉપાર્જન અને સંગ્રહ પણ કરે છે. પોતાની વિવાહિતા પત્ની સાથે રહીને કામસુખનો ઉપભોગ પણ કરે છે. આરંભ – સમારંભ પણ કરે છે, પરંતુ આ બધાની સાથે ધર્મમર્યાદાની સ્વૈચ્છિક પાળ જરૂરી છે અને એ પ્રતિબંધ એવો નથી કે જેનાથી ગૃહસ્થનું કામ અટકી જાય. અથવા ગૃહસ્થજીવન મુશ્કેલ લાગે. ગૃહસ્થજીવનમાં પાલન કરવા માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તેના સાક્ષીરૂપ છે. કોઈ પણ
રત્નત્રયીનાં અજવાળાં
૨૧૦
Page #222
--------------------------------------------------------------------------
________________
વસ્તુ પર સર્વથા ત્યાગ કે પૂર્ણ સંયમ બતાવ્યો નથી, પરંતુ જે વસ્તુઓ ધર્મમર્યાદા માટે અયોગ્ય, અશોભનીય, દુઃખદાયક, દુઃખવર્ધક તેમજ સમાજ અને રાષ્ટ્રની વ્યવસ્થા માટે ઘાતક છે, તેનો ત્યાગ અને તેના પર નિયંત્રણ કરવાનું અવશ્ય કહ્યું છે. આવું સ્વેચ્છાએ અપનાવેલું નિયંત્રણ, ત્યાગ, તપ, નિયમ કે વ્રત, કષ્ટ આપનારાં, સુખમાં બાધક અથવા સરસતાનો ભંગ કરનારાં હોતાં નથી. આથી જ ગૃહસ્થજીવનમાં પણ ધર્મકળામય જીવન નીરસ, દુઃખદ કે ઉદાસ હોતું નથી. તેમાં મનોરંજન પણ હોય છે, પરંતુ તે સાત્ત્વિક હોય છે. સંગીત પણ હોય છે, પરંતુ સત્ત્વગુણવર્ધક ! વાર્તા, નાટક, નવલકથા અને અન્ય વિષયોના સાહિત્યનું પઠનપાઠન હોય છે. પરંતુ તે ધર્મરચિવર્ધક હોય છે, સંયમ તરફ લઈ જનારું તેમજ ત્યાગપ્રેરક હોય છે. આથી જ ભર્તુહરિ કહે છે –
“જે સાહિત્ય અને સંગીતકળાથી વિહીન છે, તે તો પૂંછડી અને શિંગડાં વગરનાં પશુ જ છે.”
ધર્મકળામય જીવનમાં આવી સ્થિતિ થતી નથી. તેમાં સાહિત્ય, સંગીત વગેરે લલિતકળાઓ જરૂર હોય છે, પરંતુ તે ધર્મ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ વગેરેમાં રુચિ વધારનારી હોય છે. આનો અર્થ એ કે એમાં અર્થકળા અને કામકળા (જેમાં આ બધી ભૌતિક કળાઓ સમાવેશ પામે છે.) પર ધર્મકળાનું આધિપત્ય રહે છે. ધર્મકળા પર આ ભૌતિક કળાઓ છવાઈ જતી નથી.
એમ સ્પષ્ટપણે કહી શકાય કે ધર્મકળામય જીવન નીરસ અને આનંદરહિત હોતું નથી, બલ્બ ધર્મકલારહિત જીવન તો ડગલે ને પગલે દુ:ખ, સંકટ અને ચિંતાઓથી ઘેરાયેલું હોવાને કારણે મોટે ભાગે નીરસ અને આનંદવિહોણું હોય છે.
ભગવાન મહાવીરસ્વામીએ પોતાના પટ્ટધર શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને આ વિષયમાં ઉપદેશ આપતાં એક દૃષ્ટાંત આપીને સમજાવ્યું હતું –
કૌશામ્બી નગરીમાં સહસ્રમલ્લ નામનો એક શ્રેષ્ઠીપુત્ર રહેતો હતો. તે ચોરી, ડતી, લૂંટફાટ, હત્યા અનિષ્ટકારક વ્યસનો તથા ભોગવિલાસ વગેરે બધી અનિષ્ટ કળાઓમાં પ્રવીણ હતો. તેનામાં અંશમાત્ર ધર્મકળા ન હતી. તેના પિતા તેને ખૂબ સમજાવતા હતા, પરંતુ એમની વાત પર તે સહેજે ધ્યાન આપતો ન હતો. પિતાની હયાતીમાં તે છાનામાનાં આ ધર્મકળામય જીવન
૨૧૧ ;
કકકકક
Page #223
--------------------------------------------------------------------------
________________
બધાં કુકર્મો કરતો હતો, પરંતુ પિતાના અવસાન પછી તો નિરંકુશ બનીને આ કુકર્મો કરવા લાગ્યો.
એક વાર વણિકનો વેશ પહેરીને નગરના સમૃદ્ધ ઝવેરીની દુકાને જઈ પહોંચ્યો. ઝવેરીને કહ્યું, “મારે કીમતી રત્નો ખરીદવાં છે, તો બતાવો.” ઝવેરીએ મોટો વેપારી સમજીને કીમતીમાં કીમતી રત્નો બતાવ્યાં.
રત્નો જોઈને તે ઝવેરીને હળવેથી કહેવા લાગ્યો, “મને તમારાં અમુક-અમુક રત્નો પસંદ પડ્યાં છે, પરંતુ અત્યારે મારી પાસે પૈસા નથી. હું ઘરેથી નીકળ્યો, ત્યારે આજે રત્ન ખરીદવાનો કોઈ વિચાર ન હતો, તેથી રૂપિયા સાથે લાવ્યો નથી, પરંતુ રસ્તામાં એકાએક મને યાદ આવ્યું કે આજે મારે એક લગ્નપ્રસંગમાં જવાનું છે અને ત્યાં રત્નો ભેટરૂપે આપવાનાં છે. તેથી રત્નોની જરૂર પડશે. તમે મને આજે આ રત્ન લઈ જવા દો. કાલે જરૂર તેની રકમ પહોંચાડી દઈશ.”
ઝવેરીએ આ વાતનો ઈન્કાર કરતાં કહ્યું, “માફ કરજો, હું કોઈને માલ ઉધાર આપતો નથી. રોકડેથી માલ આપવાનો મારો નિયમ છે.” અંતે શ્રેષ્ઠીપુત્ર સહગ્નમલ્લ ઝવેરીની દુકાનમાં બધે ફરીને બરાબર બધું જોઈને ચાલ્યો ગયો. ઘેર આવીને એણે ઝવેરીને ત્યાં ચોરી કરવાની યોજના ઘડી.
સહગ્નમલ ચોરીની કળામાં નિષ્ણાત હતો. રાત્રે ઝવેરીની દુકાનની પાછળ કાણું પાડ્યું અને અંદર ઘૂસ્યો. “સો સોનીની, તો એક લુહારની” એ કહેવત અનુસાર ચોર હંમેશાં પોતાની કળામાં સફળ નથી થતા. ક્વચિત્ ધર્મકળા ધરાવનારી વ્યક્તિનું પ્રબળ પુણ્ય એને નિષ્ફળ બનાવે છે. - સહગ્નમલ રત્નો શોધતો હતો કે એકાએક ઝવેરીનો પુત્ર જાગી ગયો. તેણે ચોરને બરાબર પકડી લીધો અને દોરડાથી તેના હાથ-પગ બાંધીને સવાર થતાં જ કૌશામ્બીનગરીમાં ભરબજારે તેને ફેરવ્યો.
આ રીતે સહગ્નમલ ચોરને પૂરો બેઆબરૂ કરીને ઝવેરીના દીકરાએ . તેને તેના ઘરની પાસે જ છોડી દીધો.
સહમલ ચોર પોતાની માતા પાસે જઈને રડવા લાગ્યો, “મા, આજે તો હું સાવ બેઆબરૂ બની ગયો !” ૨૧૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #224
--------------------------------------------------------------------------
________________
તેની માતાએ પૂછ્યું, “પુત્ર શું બન્યું હતું ?'' તને શા માટે દોરડાથી બાંધીને ભરબજારમાં ફેરવ્યો ?’’
સહસ્રમક્ષ બોલ્યો, “હું શહેરના પ્રસિદ્ધ ઝવેરીને ત્યાં ખાતર પાડીને ચોરી કરવા પેઠો, પણ તરત જ પકડાઈ ગયો. પછી તેણે આખા શહેરમાં ફેરવીને મને બેઆબરૂ કર્યો, તેથી મને રડવું આવે છે.''
સહસ્રમાની માતા પણ ધર્મકળાના મહત્ત્વથી અજાણ હતી. એ ઈચ્છતી હતી કે મારો પુત્ર ગમે તે પ્રકારે પણ ધન એકઠું કરીને લાવે અને અમે રાતોરાત ધનવાન થઈને મોજમજા કરીએ.
એણે ઉત્તેજન આપવાની દૃષ્ટિએ તેના પુત્રને કહ્યું, બેટા ! જે ચોરી કરે છે તે કદી રડતા નથી. ચોરી- કરીને રડવું એ તો પોતાની ચોર-કળાને બદનામ કરવા સમાન છે. આ બાબતમાં તને હું એક દૃષ્ટાંત આપીને સમજાવું ઃ
એક શેઠને ત્યાં ચોર ચોરી કરવા ગયો, પરંતુ ઘણું ફંફોળવા છતાં પણ તેને કશો માલ મળ્યો નહીં, તેથી તે શેઠના શયનખંડની દીવાલ પાછળ છુપાઈને શેઠ-શેઠાણીની વાતચીત સાંભળવા લાગ્યો, કદાચ એમના ધન વિષે જાણી શકે.
સંયોગવશ શેઠ પોતાના પુત્રને સમજાવી રહ્યા હતા, ‘બેટા ! આપણું અધિકાંશ ધન એક જગ્યાએ દાટી દેવું જોઈએ. હું સમજું છું કે શયનખંડની પાસેના ખાડામાં દાટવું જ યોગ્ય છે.''
પુત્ર પિતાની આજ્ઞા અનુસાર ખાડામાં ધન દાટી દે છે. ચોર આ બધું જોઈ-સાંભળી રહ્યો હતો. સવાર થવાની તૈયારી હતી.
ચોરે વિચાર્યું, ‘‘હવે ઝડપથી જઈને એ ધન ખોદી કાઢવું જોઈએ.’’
તે ત્યાં ગયો અને ધન કાઢવા માટે ખાડો ખોદવા લાગ્યો, પરંતુ ખડખડાટ સાંભળીને શેઠનો પુત્ર જાગી ગયો. તે તરત જ એ જગાએ દોડી ગયો. ચોરે જોયું કે શેઠનો પુત્ર આવી રહ્યો છે, ત્યારે તેણે તરત જ શ્વાસ ખેંચીને બંધ કરી દીધો અને મડદાની જેમ ચેતનહીન થઈને પડ્યો રહ્યો.
શેઠના પુત્રએ નજીક આવીને જોયું તો એ મૃતદેહ જોઈને ડરી ગયો. તેણે આવીને પોતાના પિતાને સઘળી વાતથી વાકેફ કર્યાં.
ધર્મકળામય જીવન
૨૧૩
Page #225
--------------------------------------------------------------------------
________________
પિતાએ કહ્યું, “તે ભૂત નહીં, બલ્ક ધૂર્ત હશે. એ ચોરી કરવા આવ્યો હશે, પણ અવાજ થતાં નિશ્ચષ્ટ થઈ ગયો હશે. એનાં નાક-કાન કાપી લે. તરત જ ખબર પડી જશે કે ભૂત છે કે ધૂર્ત ?”
શેઠનો પુત્ર છરી લઈને ચોરનાં નાક-કાન કાપવા ગયો, પણ ચાલાક ચોર એ સમયે સહેજે હાલ્યો ચાલ્યો નહીં. એકદમ ચૂપચાપ પડ્યો રહ્યો. શેઠના પુત્રે માની લીધું કે આ મૃતદેહ જ છે, તેથી તેણે બહાર કાઢેલા ધનને ફરી ખાડામાં દાટી દીધું અને ખાડાને બરાબર પૂરીને પિતા પાસે પાછો આવ્યો. પિતાને બધી વાત કહી. પિતાને પણ વિશ્વાસ બેઠો કે તે મૃતદેહ જ છે.
આ બાજુ લાગ જોઈને ધૂર્ત ચોરે ખાડામાંથી ધન કાઢી લીધું અને તે લઈને ભાગી ગયો. સવારે શેઠનો પુત્ર આવીને જુએ છે તો ધન ન
મળે !
તેણે વિચાર્યું કે પેલો મૃતદેહ બનેલો ચોર જ આ ધનને લઈ ગયો છે. તેણે ચોરનો પીછો કર્યો. ચોર ગામની બહાર જંગલમાં જ થોડે દૂર જતાં મળી ગયો. શેઠના પુત્રએ પૂછયું, “સાચેસાચું કહેજે. જ્યારે હું તારાં નાક-કાન કાપી રહ્યો હતો, ત્યારે પણ તું નિશ્રેષ્ઠ અને ચુપચાપ કેવી રીતે કષ્ટ સહન કરતો હતો ?”
ચોર બોલ્યો, “આવે સમયે ચોર માટે રડવું-કકળવું સદંતર વર્ષ છે. જો હું રડ્યો હોત, તો મારી ચોર-કળા બદનામ થઈ જાત. ખેર ! મારી એટલી વાત માનવાની તમને વિનંતી કરું છું કે તમે આ વાતની જાણ રાજદરબારમાં કરશો નહીં. હું તમને આમાંથી અર્ધ ધન પાછું આપું
શેઠનો પુત્ર સહમત થયો અને અર્થે લઈને ઘેર પાછો ફર્યો.”
સહગ્નમલ ચોરની માતાએ આ દષ્ટાંત આપીને પુત્રને કહ્યું, “બેટા ! આ રીતે ખરા ચોરે ક્યારેય રડવું કે ડરવું જોઈએ નહીં. હિંમત વિના ચોરી થઈ શકે ખરી ?”
અંતે હિંમત કરીને સહસ્રમલ્લ ચોર વેશપલટો કરીને પુરોહિતના ઘરમાં ચોરી કરવા ગયો. અહીં એને ઘણી મિલકત મળી. એ લઈને તે પોતાની માતા પાસે આવ્યો. ૨૧૪
રત્નત્રયીનાં અજવાળાં
Page #226
--------------------------------------------------------------------------
________________
માતાએ પૂછ્યું, “બેટા ! મને બતાવ કે આ ધન તું કેવી રીતે અને ક્યાંથી લાવ્યો ?”
સહગ્નમલ બોલ્યો, “મારી કળાનાં સ્વમુખે શું વખાણ કરું ? તું સવારે નગરમાં જઈને જાતે જ આખી ઘટના વિશે સાંભળી લેજે. મારી કળાની તને પહેચાન મળી જશે. સહસમક્ષ ચોરની માતા સવારે નગરમાં ગઈ, તો ત્યાં બુમરાણ મચી હતી, કે કોઈ ધૂર્ત ચોર પુરોહિતના ઘરમાંથી ઘણો માલ ચોરી ગયો છે.”
વાત ફેલાતી ફેલાતી રાજાના કાન સુધી પહોંચી. રાજાએ પોતાના સૈનિકોને તેની શોધ કરવાનો હુકમ આપ્યો. બીજી બાજુ પેલો ધૂર્ત ચોરે વેપારીના વેશમાં રાજદરબારમાં જઈને પ્રતિજ્ઞા કરે છે કે, “હું ચોરને પકડીશ.”
એક વાળંદે પણ એવી જ પ્રતિજ્ઞા કરી. ચોરની માતાએ પાછા ફર્યા બાદ શહેરમાં ફેલાયેલી અફવાઓની વાત પોતાના પુત્રને કહી. ચોર સજ્જન વેપારીનો વેશ પહેરીને પેલા વાળંદ પાસે ગયો. વાળંદે તેને શાહુકાર સમજીને તેનો આદર-સત્કાર કર્યો.
સજ્જન વેપારીનો વેશ પહેરીને આવેલા ચોરે વાળંદને કહ્યું, “તમારા પુત્રને મારાં કપડાંની દુકાન પર મોકલો. હું તેને થોડું કાપડ ભેટ આપીશ.”
વાળંદનો પુત્ર ત્યાં ગયો, તો વેપારીએ તેને કાપડ બાંધી આપ્યું અને કહ્યું, ““અત્યારે તો તું ઘેર જા. તારા પિતાજીને ચોરની શોધ કરવાનું કહેજે. હું પછીથી આ કાપડ તારા ઘેર મોકલી આપીશ.”
આ રીતે મીઠી-મીઠી વાતો કરીને પોતાની ચોરી પર પડદો પાડી દીધો અને ચાલાકીથી તે ચોર દંડમાંથી ઊગરી - છટકી ગયો.
શું આ ચૌર્યકળા જીવનને સરસ અને સુખદાયી બનાવે છે ? ચોરીની કળામાં સહસ્રમલ્લને કેટલી ચિંતા, કેટલો ભય અને કેટલી ચાલાકી કરવી પડતી હતી ! આ તે કંઈ જીવન છે ? આવા જીવનમાં મસ્તી કે શાંતિ તો હોતી જ નથી. આના બદલે સહઝમધ્ય પોતાના જીવનને ધર્મકળામાં નિપુણ બનાવત, તો તેનું જીવન કેટલું સુખશાંતિમય અને મસ્ત થઈ જાત !
જેવી રીતે આપણા પગમાં કાંટો વાગવાથી કે આંખમાં ધૂળનો કણ . ધર્મળામય જીવન
૨૧૫ .
- આ કાપડ લગાનારા પિતાજગી આપ્યું
Page #227
--------------------------------------------------------------------------
________________
પડવાથી અથવા દાંતમાં ફાંસ ભરાઈ જવાથી આપણને તે ખટકે છે, આપણે માટે તે અસહ્ય બની જાય છે, તેવી જ રીતે ધર્મકળાવિહીન જીવન આપણને અસહ્ય લાગવું જોઈએ. પ્રત્યેક પ્રવૃત્તિ ધર્મમય
જેના જીવનમાં ધર્મકળા પ્રગટે છે, તેનું જીવન દરેક ક્ષેત્રમાં ધર્મથી ઓત-પ્રોત હોય છે. પછી તે સામાજિક ક્ષેત્ર હોય કે આર્થિક, રાજનીતિનું ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક વિદ્યાનું ક્ષેત્ર હોય કે સંસ્કૃતિનું કોઈ પણ ક્ષેત્રમાં એ ધર્મ કે ધર્મમર્યાદાની વિરુદ્ધ કામ નહીં કરે. તેની પ્રત્યેક પ્રવૃત્તિ ધર્મકળામય હશે. ભોજન, વસ્ત્રપરિધાન, વિચાર અને વ્યવહારમાં તે સદૈવ ધર્મને મોખરે રાખશે.
મર્યાદાપુરુષોત્તમ શ્રીરામનું જીવન ધર્મકળામય હોવાથી તેમણે પોતાના માટે નિશ્ચિત અને ઘોષિત રાજ્યલાભને પણ ધર્મપાલન માટે ઠોકર મારીને સહર્ષ વનવાસ સ્વીકાર્યો. આ વનવાસમાં પણ તેમને ચલિત કરવા માટે અનેક ભય અને પ્રલોભનો આવ્યાં, પરંતુ તે તેની જાળમાં ફસાવાને બદલે ધર્મના માર્ગ પર અડગ રહ્યા.
શ્રીરામના પરિવારમાં ધર્મકળા જીવિત હોવાથી તેમના પરિવારની દરેક વ્યક્તિમાં સ્વાર્થત્યાગની ભાવના પ્રબળ હતી. જ્યાં સ્વાર્થત્યાગ, સંયમ અને તપની ભાવના પ્રબળ હોય ત્યાં સમજી લેવું કે ધર્મકળા આવી ગઈ ! શ્રીરામના પરિવારમાં પરસ્પરને આપવાની ભાવના હતી, લેવાની નહીં. પિતા, માતા, નાના અને મોટા ભાઈઓ, ભાઈઓની પત્નીઓ બધાં ધર્મના રંગે રંગાયેલાં હતાં.
આથી ભરત કહેતા હતા, “અયોધ્યામાં રાજ્ય હું નહીં લઉં.” અને શ્રીરામ કહેતા હતા, “હું અયોધ્યાના સિંહાસન પર બેસી નહીં શકે.”
આ આપવાની લડાઈ હતી, લેવાની નહીં. જ્યાં આપવાની લડાઈ હોય ત્યાં કર્તવ્ય-ભાવના આવે છે અને લેવાની લડાઈ હોય છે, ત્યાં અધિકાર-ભાવના આવે છે. કર્તવ્યભાવના ધર્મનું અંગ છે અને અધિકારભાવના સ્વાર્થનું.
સત્યવાદી હરિશ્ચંદ્રનું નામ જાણીતું છે. ધર્મકળામાં રત હોવાથી સત્ય માટે રાજપાટ, ધન-ધાન્ય, સ્ત્રી, પુત્ર જેવી પ્રિય વસ્તુઓને છોડવામાં તેમને ૨૧૬
રત્નત્રયીનાં અજવાળાં
*
*
*
*
*
**
**
*
**
*
*
**
Page #228
--------------------------------------------------------------------------
________________
કેટલું કષ્ટ સહન કરવું પડ્યું હતું ? પરંતુ તેમને તે મુશ્કેલીઓ કષ્ટદાયક લાગી નહીં. રાજપાટ, પત્ની, પુત્ર, ઘર-બાર વગેરેના મોહમાં ડૂબીને તેમણે પોતાના ધર્મનો ત્યાગ કર્યો નહીં. આવું ધર્મકળામય જીવન હોય છે. વિપત્તિ એ ધર્મપરીક્ષા
ચક્વવેણ રાજા અત્યંત ધર્મનિષ્ઠ, સત્યવાદી, ત્યાગ, સંયમ અને તપનું પાલન કરનારો ધર્મકળામર્મજ્ઞ જ્ઞાની પુરુષ હતા. તે રાજભંડારના દ્રવ્યને વર્જ્ય સમજીને પોતાને માટે કે પોતાની પત્નીના અંગત ઉપયોગ માટે લેતા નહોતા. પ્રજા પાસેથી ઉઘરાવવામાં આવતો કર પ્રજાની સેવાનાં કાર્યોમાં જ ખર્ચ કરવામાં આવતો. તેમના રાજ્યમાં રામરાજ્યની જેમ કોઈ દુઃખી ન હતું. રાજા પોતાના પરિવારના નિર્વાહ માટે સ્વયં ખેતી કરતા હતા. પોતાના ખેતરમાં ઉત્પન્ન થતાં અનાજ, કપાસ, શાકભાજી, ફળ વગેરેથી જ પોતાનાં ભોજન, વસ્ત્ર વગેરે આજીવિકા મેળવતા હતા. સીધાસાદા ખેડૂત જેવું એમનું જીવન હતું. માત્ર નિદ્રાના છ કલાક સિવાયનો બધો સમય રાજકાજ, પરોપકાર, ઈશ્વરભક્તિ તથા ખેતીમાં વિતાવતા હતા.
એક દિવસ નગરના ધનાઢ્ય વેપારીઓની પત્નીઓ ઘરેણાં અને રેશમી વસ્રોથી શણગાર સજીને અનેક દાસીઓની સાથે રાણીને મળવા આવી.
તેઓએ રાણીને કહ્યું, 'રાણી, આપનાં જેવાં વસ્ત્રો તો અમારી મજૂરણો પણ નથી પહેરતી. જુઓ ને ! તમારાં વસ્ત્રાભૂષણ કેવાં છે ! આપનાં ઘરેણાં-કપડાં તો અમારાથી પણ ચઢિયાતાં હોવાં જોઈએ. આપના સ્વામી તો સમ્રાટ છે. આપ એમને સહેજ સંકેત કરશો, તો તે તરત આપના માટે ગોઠવણ કરી દેશે. સ્વામિની, આપને આવા વેશમાં જોઈને અમને દુઃખ થાય છે.''
એ ભદ્ર સ્રીઓની વાતની રાણી પર ઘેરી અસર થઈ. રાત્રે રાજા આવ્યા, ત્યારે રાણીએ બહુમૂલ્ય વસ્ત્રાભૂષણ મગાવી આપવાનો અનુરોધ ર્યો.
રાજા બોલ્યા, કેવી રીતે મગાવી આપું ? ઉપયોગ કરવો તો દૂર રહ્યો, પણ હું તો રાજ્યના પૈસાને સ્પર્શ પણ કરતો નથી. તેનાથી બુદ્ધિ
ધર્મકળામય જીવન
૨૧૦
Page #229
--------------------------------------------------------------------------
________________
ભ્રષ્ટ થઈ જાય છે.” -
રાણી પવિત્ર નારી હતી. પણ વસ્ત્રાભૂષણથી સજ્જ ધનિક સ્ત્રીઓની વાત તેને અસર કરી ગઈ હતી, તેથી તે બોલી, “ભલે ગમે તે હોય! આપ સમ્રાટ છો, હું આપની પટરાણી છું. મારા માટે સમ્રાજ્ઞીને યોગ્ય પોશાક અને અલંકારો મગાવી આપવાની કૃપા કરવી જ પડશે.”
પત્ની તરફના પ્રેમથી પ્રેરિત રાજાએ વિચાર્યું, “રાણી ગમે તેટલો આગ્રહ કરશે, તો પણ હું રાજદ્રવ્યનો સહેજે ઉપયોગ નહીં કરું. પરંતુ અંતે તો હું તો સમ્રાટ છું, દુષ્ટ અને અત્યાચારી રાજાઓ પાસેથી કર લઈ શકું છું ને !” એમ વિચારીને એણે દૂતને બોલાવીને કહ્યું, “તમે રાક્ષસરાજ રાવણ પાસે જઈને કહો કે હું ચક્વવેણ રાજા પાસેથી આવું છું અને આપની પાસેથી સવા મણ સોનું કરસ્વરૂપે મેળવવા માટે મોકલવામાં આવ્યો છે.”
લંકા જઈને દૂતે ચક્વવેણ રાજાનો સંદેશો સંભળાવ્યો. એ સાંભળતાં જ રાવણે હસીને પોતાના દરબારને કહ્યું,
જગતમાં કેવા મૂર્ખ રાજાઓ છે ! દેવ-રાક્ષસ વગેરે પાસેથી કર લેનારા મારી પાસેથી કર માગવા આવે છે.” રાવણે ચક્વવેણના દૂતને કેદ કરવાનું વિચાર્યું, પરંતુ સભાજનોના કહેવાથી છોડી દીધો.
રાવણે રાત્રે મંદોદરીને વિનોદપૂર્વક આ વાત કહી સંભળાવી.
મંદોદરીએ દુઃખ પ્રગટ કરતાં કહ્યું, “નાથ ! આપે મોટી ભૂલ કરી. હું ચક્વવેણને જાણું છું. એ સત્યવાદી અને ધર્મપાલક રાજા છે. તેમનું ચક્ર સદા ચાલતું રહે છે. જે એની આજ્ઞાનું પાલન નથી કરતા, તેનું અનિષ્ટ થાય છે.”
રાવણ ગર્યો, “તું સાવ ડરપોક છે. હું આવા રાજાઓની પરવા નથી કરતો.”
મંદોદરી બોલી, “નાથ આપને ખાતરી ન હોય, તો હું આવતી કાલે આપને ચક્વવેણ રાજાનો પ્રભાવ બતાવીશ.”
પ્રભાતકાળે રાવણને સાથે લઈને મંદોદરી મહેલની અગાસી પર ગઈ, જ્યાં રોજ કબૂતરોને દાણા નાખવામાં આવતા હતા. ૨૧૮
રત્નત્રયીનાં અજવાળાં
Page #230
--------------------------------------------------------------------------
________________
મંદોદરીએ કબૂતરોને કહ્યું, “રાજા રાવણની સોગન છે, ખબરદાર ! દાણા ચણશો નહીં.”
સમ આપવા છતાં પણ કબૂતરો દાણા ચણતાં જ રહ્યાં. રાવણ બોલ્યો, “આ પક્ષી બિચારાં સોગનમાં શું સમજે?”
રાણીએ ચક્વવેણ રાજાના પણ આ રીતે સોગન આપ્યા. એ સાંભળતાં બધાં પક્ષીઓએ એકસાથે દાણા ચણવાનું બંધ કર્યું. એક બહેરા કબૂતરે આ સાંભળ્યું નહીં, તેથી તે દાણા ચણતું જ રહ્યું. પરિણામે તેનું મસ્તક કપાઈને નીચે પડ્યું. સોગન લઈ લેવાયા પછી જ બધાં કબૂતરો ફરીથી દાણા ચણવા લાગ્યાં.
આ બાજુ ચક્વવેણ રાજાના દૂતે નગરની બહાર સમુદ્રતટ પર એક બનાવટી લંકા નગરીની રચના કરી. કોટ, ગઢ, બુરજ વગેરે બરાબર અસલી લંકા જેવાં જ બનાવ્યાં.
મંત્રીએ રાવણની સભામાં આવીને કહ્યું, “હું આપને એક કુતૂહલ બતાવવા માગું છું. આપ મારી સાથે પધારો.”
' રાવણ સભાજનો સહિત ત્યાં ગયો. કુતૂહલ એ બતાવ્યું કે રાજા ચક્વવેણના સમ આપીને નકલી લંકાના પૂર્વદ્ધારનાં કાંગરાંઓને પાડી દીધાં. એ જ સમયે સાચી લંકાનાં કાંગરાં પણ પડતાં દેખાયાં. રાવણ આશ્ચર્યમાં પડી ગયો.
દૂતે રાવણને કહ્યું, “ચqવેણના ચક્રના પ્રભાવથી હું એકલો જ આપની નગરીને નષ્ટ કરવા સમર્થ છું. આથી જો આપ આપની નગરીની રક્ષા કરવા ઇચ્છતા હો તો સવા મણ સોનું કરના સ્વરૂપમાં આપી દો. બીજો કોઈ ઉપાય નથી.”
રાવણે વિચાર કરીને સવા મણ સોનું આપવાનું નક્કી કર્યું. મંત્રી સવા મણ સોનું લઈને ચક્વવેણ રાજા પાસે આવ્યો. ચક્વવેણની સામે સવા મણ સોનું રાખ્યું અને આદિથી અંત સુધી આખો વૃત્તાંત રાણી અને સમસ્ત સભાજનોને સંભાળવ્યો.
રાણી રાજાના પ્રભાવની ઘટના સાંભળીને અત્યંત પ્રભાવિત થઈ. રાજાને પૂછ્યું, “સ્વામી ! આપના આવા પ્રભાવનું કારણ શું ?” ચક્વવેણ બોલ્યા, “રાણી, આપણે સ્વ-પરિશ્રમથી ખેતી વગેરે કરીને આજીવિકા ધર્મકળામય જીવન
૨૧૯
Page #231
--------------------------------------------------------------------------
________________
ચલાવીએ છીએ. પ્રજા પાસેથી કરરૂપે પ્રાપ્ત થતા ધનનો વ્યક્તિગત ઉપયોગ કરતાં નથી. બધું ધન પ્રજાના કલ્યાણમાં જ વાપરીએ છીએ. ત્યાગ-વૈરાગ્ય અને સંયમપૂર્વક જીવીએ છીએ. ધર્મકળામય જીવન વિતાવીએ છીએ. તેનો આ પ્રભાવ છે.”
આ સાંભળીને રાણીનું હૃદયપરિવર્તન થઈ ગયું. તે બોલી, “નાથ ! હવે મારે બહુમૂલ્ય વસ્ત્રાભૂષણ નથી જોઈતાં. હું પૂર્વવત્ નિયમપૂર્વક રહીશ. મારા હઠાગ્રહ માટે હું આપની ક્ષમા માગું છું. આ સુવર્ણને આપ પાછું આપી દો.”
રાજાએ તેની વાત સ્વીકારીને દૂતને તે સોનું પરત આપવાનું કહ્યું, દૂતે રાવણની સભામાં જઈને તે સોનું પરત કર્યું.
મંત્રીએ આનું કારણ દર્શાવતાં કહ્યું, “રાણીને બહુમૂલ્ય વસ્ત્રાભૂષણની આવશ્યક્તા હતી, પરંતુ હવે એ આવશ્યક્તા રહી નથી, આથી રાજાએ સોનું પરત કર્યું છે.”
આ સાંભળીને રાવણના મનમાં ચક્વવેણ રાજા માટે શ્રદ્ધા વધી. તેણે દૂતને આદરભેર વિદાય કર્યો. આ છે ધર્મકળામય જીવનનો પ્રભાવ. વિપત્તિઓમાં ગમે તેટલા ઝંઝાવાત આવે, પણ તે ધર્મમાંથી ડગતો નથી. સમગ્ર જીવનમાં ઓતપ્રોત
ધર્મકળા ધરાવતી વ્યક્તિનું જીવન ભીતર અને બાહ્ય એકસરખું જ રહે છે. જે વ્યક્તિ મીઠાં વચન બોલે અને મનમાં જુદું જ વિચારે, શરીરથી વિપરીત ચેષ્ટાઓ કરે, ખરાબ કર્મ કરે તે વ્યક્તિ ધર્મરહિત છે. ધર્મકળામય જીવન જીવનારી વ્યક્તિમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિની એકરૂપતા હોય છે. મનમાં એ જેવું વિચારે છે, તેવું જ બોલે છે અને તેવી જ પ્રવૃત્તિ કરે છે. તેના જીવનમાં ધર્મક્રિયા પણ શુદ્ધ ધર્મથી યુક્ત હશે, અલગ નહીં.
આ રીતે ધર્મકળાથી રમમાણ વ્યક્તિનું વ્યક્તિગત જીવન અને સાર્વજનિક જીવન અલગ અલગ હોતું નથી. કેટલીક વ્યક્તિઓ પોતાનાં સ્ત્રી-પુત્ર, નોકર ચાકર, કુટુંબીજનો વગેરે સાથે સૌજન્યપૂર્ણ, પ્રામાણિક જીવન-વ્યવહાર કરે છે, પરંતુ સાર્વજનિક જીવનમાં લોકો સાથે લાંચ-રુશ્વત, અપ્રામાણિકતા, અન્યાય, શોષણ વગેરે કરે છે. આનાથી ઊલટું. કેટલાક ૨૨૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #232
--------------------------------------------------------------------------
________________
લોકો કુટુંબના લોકો સાથે વાતવાતમાં ગુસ્સો, કલહ, અન્યાય, ધમકી, દમન વગેરે વ્યવહાર કરે છે અને બહારની વ્યક્તિઓ સાથે તદન નમ્રતા, સભ્યતા, નીતિ અને શાંતિભર્યો વ્યવહાર કરે છે. કેટલાક લોકો વ્યક્તિગત જીવનમાં સાવ સાદા, સ્વચ્છ પ્રતિભાવાળા અને પ્રામાણિક રહે છે અને પ્રામાણિકતાનો પૂરો ખ્યાલ રાખે છે અને બીજાના અધિકારને જરા પણ કચડતા નથી, પરંતુ સમાજ, સંસ્થા, જ્ઞાતિ કે દેશના ફાયદા કે હિત માટે અસત્ય બોલે છે, અપ્રામાણિકતા આચરે છે કે કરચોરી કરે છે. આમ ઘરનું અને બહારનું જીવન જુદું હોય, ત્યાં ધર્મકળાનો વાસ નથી. કેટલીક વ્યક્તિઓ સાધુસંતો પાસે સજ્જન વ્યક્તિ બનીને, ધર્મક્રિયાનો આડંબર ધારણ કરીને, પોતાની ધાર્મિક્તાની છાપ પાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ધર્મસંસ્થાઓની રકમના પૈસા ખાઈ જાય છે, હિસાબમાં ગોટાળા કરે છે, વ્યાપારમાં કરચોરી, ચોરબજારી કે અપ્રામાણિકતા આચરે છે તેમજ શોષણ અને અન્યાય કરે છે. આવા લોકોના જીવનને ધર્મકળાયુક્ત કહેવાય નહીં.
મહાત્મા ગાંધીનું જીવન ધર્મકળાથી ઓતપ્રોત હતું. તેમના જીવનના પ્રત્યેક પાસાંને તપાસી જોવાથી તે ધર્મમય પ્રતીત થશે. તેમના જીવનમાં અંદર જુદું અને બહાર કંઈક જુદું એવી ભિન્નતા નહોતી. તેઓ સત્યના પૂજારી હતા અને તેથી સત્ય અને અહિંસાને છોડીને તો એ સ્વરાજ્ય જો મળે તો એ સ્વીકારવા તૈયાર ન હતા. તેમના જીવનમાં વ્યક્તિગત અને સાર્વજનિક બાબતોના જુદા વિભાગો ન હતા. પોતાની વાત બીજા અપનાવે તેમ ઇચ્છતા, તે પહેલાં પોતે અને પોતાના પરિવારના જીવનમાં પહેલાં આચરતા હતા.
આફ્રિકામાં વસતા ભારતીયોએ ગાંધીજીની સેવાની કદરરૂપે કેટલાંક ઘરેણાં ભેટ આપ્યાં. ગાંધીજીનો વિચાર તે ઘરેણાંનો પોતાના વ્યક્તિગત જીવનમાં ઉપયોગ કરવાને બદલે સમાજસેવામાં ઉપયોગ કરવાનો હતો, પરંતુ સ્તૂરબા ઇચ્છતાં હતાં કે, હું ભલે આ ઘરેણાં પહેરું નહીં, પરંતુ મારી પુત્રવધૂઓને પહેરવા માટે ઉપયોગી બનશે, તેથી તે ઘરેણાં પોતાને આપી દેવાનું ગાંધીજીને આગ્રહભેર જણાવ્યું
ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “આ ઘરેણાં કંઈ આપણી પોતાની કમાણીનાં નથી, સમાજસેવાના બદલામાં ભારતીય જનતાએ આપણને આપ્યાં છે, તેથી આના પર મોહ કરીને તેને આપણા અંગત ઉપયોગમાં લેવાનો
ધર્મકળામય જીવન
૨૨૧
Page #233
--------------------------------------------------------------------------
________________
આપણો અધિકાર નથી. આ ઘરેણાંનો સમાજસેવાના કાર્યમાં જ ઉપયોગ કરવો જોઈએ.”
વકીલાતના ધંધાને અને રાજકારણના ક્ષેત્રને લોકો અસત્ય અને છળકપટનો ધંધો સમજે છે એમાં પણ ગાંધીજીએ સત્યને અપનાવ્યું. આફ્રિકામાં પોતાના અસીલની કરચોરીની વાત સાબિત થઈ જવા છતાં પણ ગાંધીજીએ વકીલના દાવપેચનો આશરો લઈને કેસને ખોટો સાબિત કરવાને બદલે અસીલને સત્ય કહી દેવાનો અને સજા ભોગવી લેવાનો સીધો, સરળ અને સત્યમય માર્ગ બતાવ્યો. એ માર્ગ અપનાવવાથી તેમના અસીલને આત્મિક સંતોષ પણ મળ્યો, થોડીક સજાથી જ કામ પતી ગયું અને સામાજિક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ.
ગાંધીજીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રિય આંદોલનનો પ્રારંભ થવાનો હતો, તેના એક દિવસ પહેલાંની આ વાત છે. બ્રિટિશ સરકારના ગુપ્તચર વિભાગે પોતાના એક અફસરને ગુપ્તચરના રૂપમાં ગુપ્તમાં ગુપ્ત માહિતી મેળવવા માટે ગાંધીજીના આંદોલનકારીઓની છાવણીમાં મોકલ્યો. એક-બે દિવસ તો છાનો-માનો ડરતો-ડરતો દૂરથી ગાંધીજીની પ્રવૃત્તિઓને જોતો રહ્યો અને બધી વાતો સાંભળતો રહ્યો.
ગાંધીજીને ખબર પડી કે મારી પાછળ ગુપ્તચર વિભાગ જાસૂસી કરે છે ત્યારે તેમણે તેને પોતાની પાસે બોલાવીને પૂછ્યું, “શું તું ગુપ્તચર વિભાગનો માણસ છે ?”
એક ક્ષણ તો એ અચકાયો, પરંતુ મહાત્માની સામે અસત્ય બોલી શક્યો નહીં.
ગાંધીજીએ એની વાત સાંભળીને કહ્યું, “આ માટે તું આટલો બધો હેરાન શા માટે થાય છે ? શા માટે નાક તારો સમય બગાડે છે ? દરરોજ સાંજે આવ. હું તને આખા દિવસનો સાચો અહેવાલ ટાઈપ કરીને આપી દઈશ.”
તે સંમત થયો. રોજની કામગીરીનો સાચો અહેવાલ વિસ્તૃત રૂપમાં યઈપ થયેલો તેને મળતો રહ્યો. તેમાં કોગ્રેસી નેતાઓ સાથે થયેલી ચર્ચાનો સાર પણ મળતો હતો. આ સમાચાર જ્યારે અંગ્રેજ અધિકારીએ જાણ્યા, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. ૨૨૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #234
--------------------------------------------------------------------------
________________
રાજનીતિમાં તેણે આવું સત્યપાલન ક્યારેય જોયું ન હતું. ગાંધીજીની સત્યમયી રાજનીતિથી ખુદ અંગ્રેજ પણ ઘણા પ્રભાવિત થયા હતા.
આમ, ગાંધીજીના જીવનની પ્રત્યેક ક્ષણ ધર્મકળાથી પરિપૂર્ણ હતી. શ્રેયની ઉપાસના
ધર્મકળામાં નિપુણ વ્યક્તિ લોભામણા પ્રેયને એકદમ અપનાવતા નથી. તે પોતાની દીર્ઘદૃષ્ટિથી પહેલાં પ્રેયને તપાસે છે. જો તે શ્રેયયુક્ત હોય તો જ તેને અપનાવે છે. પરંતુ જો માત્ર પ્રેમ જ સધાતું હોય, તો તેને સ્વીકારતો નથી. તે માત્ર સૌંદર્યને જોઈને લોભાતો નથી, પરંતુ સત્યમાં જ સૌંદર્ય નીરખે છે.
કોમી એક્તા માટે ગાંધીજી ઉપવાસ કરતા હતા. એ સમયે શાંતિનિકેતનનો એક વિદ્યાર્થી જી. રામચંદ્રન તેમની પાસે આવ્યો.
તેણે પૂછ્યું, “બાપુ ! શું તમે કળાને નથી માનતા ?”
બાપુએ જવાબ આપ્યો, “રામચંદ્રન ! હું જેટલો કળામાં માનું છું એટલું ભાગ્યે જ કોઈ માનતું હશે, પરંતુ કળાની મારી વ્યાખ્યા ભિન્ન છે. સામાન્ય લોકો કળામાં કેવળ સૌંદર્યને જ જુએ છે અને વ્યર્થ અનેક વસ્તુઓ બગાડીને તેનું તત્ત્વ-સત્ત્વ નષ્ટ કરી નાખે છે. હું સત્યમાં સૌંદર્ય જોઉં છું. તેને જ શિવ(કલ્યાણ)મય માનું છું. સત્ય અહિંસા વગેરે ધર્મનાં અંગોને મન-વચન-કર્મમાં તાણાવાણાની જેમ વણી લેવામાં જ મને કળાનાં દર્શન થાય છે. જ્યાં આ શ્રેયતત્ત્વ હોતું નથી, ત્યાં માત્ર સુંદરતા એટલે કે પ્રેય કળા નથી, પરંતુ દગાનું આવરણ છે. - વાસ્તવમાં ધર્મકળામય જીવન એક તપ છે. જેમાં પ્રેમને પ્રયત્નપૂર્વક હાંકી કાઢવું પડે છે. અને શ્રેયને દૃઢતાપૂર્વક અપનાવવું પડે છે. જ્વલંત ઉદાહરણ - વાસ્તવમાં ધર્મકળા અપનાવનારે સ્વજીવનમાં મહત્ત્વનું પરિવર્તન કરવું પડે છે. તેણે પોતાની જાતને બદલવી પડે છે. પાંચેય જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ આદિ સમસ્ત અંગોપાંગને તેણે શ્રેય(ધર્મ)કાર્યમાં લગાડવાનાં હોય છે અને પ્રેય(સ્વાર્થ, લોભ, છળ-કપટ વગેરે અધર્મ)થી દૂર જવાનું હોય છે. તેણે પોતાની મનોવૃત્તિઓ, વિચારો, વ્યવહાર અને ધર્મકળામય જીવન
૨૨૩
રર૩
Page #235
--------------------------------------------------------------------------
________________
આચરણમાં ઘણો ફેરફાર કરવો પડે છે.
રોહતક જિલ્લાના ઝઝર તાલુકાના મારોથ ગામના ફૂલિયા કુંભારનું જીવન પણ ધર્મકળામય છે. એ સ્વયં જાડી ખાદી પહેરે છે. તે માટીનાં વાસણ બનાવવા ઉપરાંત ખેતી, કાપણી, વણાટકામ વગેરે કામ પણ કરે છે. તે કુંભારીકામમાં હુક્કા, ચલમ વગેરે વ્યસનપોષક વસ્તુઓ બનાવતો નથી. તેણે સામાજિક જીવનમાં પણ પોતાની ધર્મળાનો પરિચય આપ્યો
છે.
ફૂલિયાની એક મોટી બહેન હતી. તેને એક પુત્ર હતો. તેની ઉંમર તેર વર્ષની હતી, ત્યારે બહેન એનાં લગ્ન કરવા ઇચ્છતી હતી. બહેને પોતાના પુત્રના વિવાહમાં પધારવા માટે ફૂલિયાને નિમંત્રણ આપ્યું.
ધર્મમાં દેઢ શ્રદ્ધાવાન ફૂલિયાએ બહેનને કહેવડાવ્યું, ‘અત્યારે છોકરાની ઉંમર તેર વર્ષની છે, અઢાર વર્ષ પહેલાં લગ્ન કરવાં એ નિયમવિરુદ્ધ છે. વળી લગ્નમાં વધુ પડતાં ઘરેણાંનો અને બીજો નકામો ખર્ચ થવો ન જોઈએ. જાનમાં પાંચ વ્યક્તિઓથી વધારે માણસો હોવા જોઈએ નહીં.
છોકરો અઢાર વર્ષનો થઈ જશે, ત્યારે હું મારી માન્યતા અનુસાર તેનાં લગ્ન કરવાની જવાબદારી લઉં છું, પરંતુ અત્યારે તો એના વિવાહમાં ભાગ લઈ શકું નહીં. બહેને ભાઈની વાત માની નહીં. નાની ઉંમરમાં લગ્ન કરાવી નાખવાના મોહને છોડી શકી નહીં, પરંતુ ફૂલિયા તો આ ધર્મસંકટના સમયે પણ પોતાના ધર્મપાલનમાં અડગ રહ્યો.
પંજાબમાં હિંદુ-મુસલમાનનાં કોમી તોફાનોનો દાવાનળ ગામેગામ ફેલાયેલો હતો. લોકો પણ વિવેક ખોઈ બેઠા હતા, ત્યારે એક દિવસ કોમી હુલ્લડની આંધી ફૂલિયાના ગામમાં પણ આવી. એક વિદ્યાલયના આચાર્ય અને ફૂલિયાના શ્રદ્ધાસ્પદ ગુરુજન એના ઘેર આવ્યા અને કહેવા લાગ્યા, ‘ફૂલિયા, ચાલ અમારી સાથે મુસલમાનોને મારવા.''
ફૂલિયાએ કહ્યું, ‘‘મહારાજ, મારાથી નિર્દોષ માનવીને મારવાનું કામ નહીં થાય. તેને હું ધર્મ નહીં, બલ્કે અધર્મ માનું છું.''
તેમણે ક્રોધિત થઈને કહ્યું, “નહીં આવે તો મુસ્લિમોની સાથે સાથે તને પણ અમે મોતને ઘાટ ઉતારી દઈશું.’’
ફૂલિયાએ કહ્યું, “મારા ઘરમાં સાત પ્રાણીઓ છે. હું, મારી પત્ની, રત્નત્રયીનાં અજવાળાં
૨૨૪
Page #236
--------------------------------------------------------------------------
________________
ત્રણ બાળકો, એક ગાય અને તેનું વાછરડું તમે અમને સાતેયને મોતને ઘાટ ઉતારી દઈ શકો છો, પરંતુ નરસંહારના કાર્યમાં હું જરાપણ ભાગ નહીં લઉં.”
આ ઉત્તર સાંભળીને તેઓ ખૂબ ગુસ્સે ભરાયા અને, “સારુ, તને પછીથી જોઈ લઈશું,” એમ કહીને ચાલ્યા ગયા.
ફૂલિયાનો સમગ્ર પરિવાર ધર્મકળાનો અભ્યાસી છે. તેની પત્ની અને બાળકો જાડી ખાદી પહેરે છે અને જાતે કાંતે છે. તેની પત્ની જીવનની જરૂરિયાત માટે ઘરેણાંને અનુપયોગી સમજીને પહેરતી નથી. ફૂલિયાની પત્ની અને પુત્ર સુશીલ, આજ્ઞાકારી, વિનીત અને સંસ્કારી છે. તેઓ પણ ફૂલિયાના આ ધર્મમય જીવનનિર્માણના યજ્ઞમાં પૂર્ણ સહયોગ આપે છે.
આ છે વિચાર, આચરણ અને વ્યવહારમાં ધર્મકળામય જીવનનું જ્વલંત ઉદાહરણ !
તમારી પાસે સંપત્તિ ભલે થોડી હોય. સુખનાં સાધન ભલે અલ્પ હોય, પરંતુ પાંચેય ઈદ્રિયો મન, બુદ્ધિ, હૃદય વગેરે વિશળ શક્તિશાળી સાધનોથી યુક્ત માનવજીવન તો છે ને ! તમે આ જીવનને ધર્મકળાથી ઓતપ્રોત બનાવશો તો તમારા કલ્યાણમાં કોઈ અવરોધ નહીં આવે. તમારું જીવન બીજાને માટે અનુકરણીય બનશે.
સ્થળ : ચોપાટી મેદાન મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૯, આસો વદ ૪
ધર્મકળામય જીવન
ધર્મકળામય જીવન
-
૨૫
૨૨૫
Page #237
--------------------------------------------------------------------------
________________
ધર્મનું સાચું સ્વરૂપ
ધર્મ એ મનુષ્યનો અત્યંત પરિચિત અને નિકટતમ મિત્ર છે. તે મનુષ્ય માટે સંજીવની જડીબુટ્ટી સમાન છે. ચારે બાજુથી આફતનાં વાદળો ગર્જના કરતાં હોય, વિપત્તિની વીજળીઓ ચમકી રહી હોય, તેવા સમયે આશ્વાસન આપનારો, બળ અને વિશ્વાસ અર્પનારો અને માનવીને ટકાવી રાખવાની શક્તિ આપનારો ધર્મ છે. વીજળીની જેમ ધર્મ ભલે ચર્મચક્ષુથી સાક્ષાત જોઈ શકતા ન હોઈએ, તો પણ વીજળીનું કાર્ય જોઈ શકાય તેમ ધર્મનું જોવા મળે છે. અમૂર્ત અને અદેશ્ય ધર્મ ભાવશરીર ધારણ કરીને ધર્માત્માના જીવનમાં પ્રગટે છે, ત્યારે તેનાં કાર્યો જોઈને આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. ધાર્મિક વ્યક્તિને ધર્મનું સફળ પ્રાપ્ત થાય છે, ત્યારે ધર્મને આડંબર માનનારા માનવીઓને પણ સ્વીકારવું પડે છે કે ધર્મ માનવજીવનને અર્થે કેટલો ઉપયોગી
ધર્મનું સ્વરૂપ
વિચારવાનું એ છે કે આવા ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? કારણ કે ધર્મની આસપાસ અનેક પ્રકારના ક્રિયાકાંડ અને આડંબર ઘેરાઈ ગયા છે, પરિણામે સામાન્ય માનવી વિમાસણમાં પડી જાય છે કે વાસ્તવિક ધર્મ શું છે ?
રત્નત્રયીનાં અજવાળાં
૨૨૬
Page #238
--------------------------------------------------------------------------
________________
કેટલાક લોકો વેદ, પુરાણ, ગીતા, બાઈબલ, કુરાન કે આગમને કંઠસ્થ કરી લેવાને જ ધર્મ માને છે. કેટલાક પૂજા, પ્રાર્થના, નમાજ, સંધ્યા વગેરે બાહ્ય ક્રિયાઓમાં જ ધર્મ સમજે છે. કેટલાક દાઢી, ચોટલી, જનોઈ, તિલક, મુહપત્તી જેવાને ધર્મનું ચિહ્ન સમજીને તેને લગાડવામાં જ ધર્મની ઈતિશ્રી માની બેઠા છે.
આ રીતે ઘણા સંપ્રદાયભક્ત લોકો પોતાના સંપ્રદાયથી ભિન્ન સંપ્રદાયોના અથવા પંથોના લોકો માટે હે રાખવામાં, તેમને હલકા દેખાડવામાં, તેમની સાથે લડાઈ કરવામાં અને છેક તેમને મારી નાખવામાં ધર્મ સમજે છે. શ્રદ્ધાળુઓને તેમના પિતૃઓને સ્વર્ગમાં મોકલવામાં અને સુખી કરવાની લાલચ આપીને તેમની પાસેથી દાન-દક્ષિણા અને રૂપિયા પડાવવામાં ઘણા પંડા-પૂજારીઓ ધર્મ સમજે છે. ઘણા અહીં પૈસા લઈને સ્વર્ગની હૂંડી લખી આપવામાં ધર્મ સમજે છે. આ રીતે ઘણા લોકો સંપ્રદાય, પંથ, વાદ અથવા મજહબને જ વાસ્તવિક ધર્મ માને છે. કેટલાક યશ, હોમ આદિ ધાર્મિક ક્રિયાઓમાં લાખો રૂપિયા ખર્ચી નાખવાને ધર્મ ગણે છે.
ઊંડાણથી વિચારીશું તો ખ્યાલ આવશે કે આ શુદ્ધ ધર્મ નથી. જો તેમાં માનવતા, ન્યાય, નીતિ, અહિંસા, સત્ય આદિ ધર્મનાં તત્ત્વ હોય તો આ બધાં ધર્મનાં સાધન માત્ર થઈ શકે. જો આ ધર્મનાં તત્ત્વ ન હોય, તો માત્ર ક્રિયાકાંડ સારહીન છે. અગ્નિમાંથી કોઈ ઉષ્ણતા કાઢી લે અથવા ઘીમાંથી સ્નિગ્ધતાને અલગ કરી દે, તો પછી તેને કોઈ અગ્નિ કે ઘી નહિ કહે. આ રીતે જે ક્રિયાકાંડો, પંથો અથવા પ્રતીકોમાંથી શુદ્ધધર્મનું તત્ત્વ નીકળી ગયું હોય, જેમાંથી શુદ્ધધર્મની પ્રેરણા ન મળતી હોય, તો તેને ધર્મસાધન પણ કહી શકાય નહીં. યોગી આનંદધનજીએ શ્રીધર્મનાથ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું છે –
“ઘ ઘર્ષ કરતો વા પિરે !
धर्म (का) न जाने मर्म, जिनेश्वर ।" એટલે શુદ્ધ ધર્મનાં લક્ષણ પ્રાચીન આચાર્યોએ કહ્યાં છે –
હુતી પ્રવૃતત્તમાત્માનં પારવતતિ ઘર્ષ જે દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે એટલે કે ખરાબ કાર્યોમાંથી ધર્મનું સાચું સ્વરૂપ
૨૨૦
Page #239
--------------------------------------------------------------------------
________________
બચાવે અને સારાં, નિઃસ્વાર્થ કાર્યોમાં પ્રેરિત કરે અને જે સમગ્ર જગતને માટે ત્રણે કાળમાં હિતકર અને સુખકર હોય, તે જ ધર્મ છે. - જો કોઈ કહે કે દારૂ પીવો એ ધર્મ છે, તો તેની સર્વસામાન્ય જનહિતની દૃષ્ટિએ કસોટી કરવામાં આવે, કે બધા જ દારૂ પીએ અને સમાજમાં અવ્યવસ્થા પેદા કરે તો સર્વહિત ભંગ થશે કે નહીં, તો તરત જ ખ્યાલ આવશે કે દારૂ પીવો એ ધર્મ નથી. વેશ્યા જો વેશ્યાના ધંધાને ધર્મ કહે, ચોર જો ચોરી કરવાને ધર્મ કહે, તો તેને પણ સાર્વત્રિક, સર્વકાલિક, સર્વહિતની કસોટી પર કસવામાં આવે તો તે ધર્મ સિદ્ધ નહીં થાય. આનો અર્થ એ છે કે જે વસ્તુ બધા માટે, બધી જગ્યાએ અને સર્વકાળમાં હિતકર ન હોય અને માત્ર એક-બે માટે, એક-બે જગ્યાએ અથવા માત્ર ભૂતકાળમાં જ હિતકર હોય, તો તે ધર્મ હોઈ શકે નહીં. ધર્મતત્ત્વનાં અજવાળાં
ધર્મ અને સંપ્રદાયમાં ભેદ એ છે કે ધર્મ આત્માસ્વરૂપ છે, જ્યારે પંથ અને સંપ્રદાય તેના શરીર સમાન છે. પંથ અને સંપ્રદાય ગુણ અને ચારિત્રની વૃદ્ધિને બદલે માત્ર ક્રિયાકાંડોના વમળમાં જ ગૂંચવતા રહે, તો એ નિષ્ઠાણ-મૃત બની જાય છે. શુદ્ધ ધર્મ તો મનુષ્યમાં ગુણોની વૃદ્ધિ કરે છે. તેના કઠોર હૃદયને સંસ્કારી અને સુકોમળ બનાવે છે. ચિત્તની શુદ્ધિ કરે છે. શરીરને નિઃસ્વાર્થ અને નિરાસક્તભાવથી વિવિધ સત્કાર્યોમાં પરોવે છે. જ્યારે ધર્મતત્ત્વહીન પંથ કે સમુદાય મનુષ્યને મિથ્યાભિમાની બનાવી દે છે અને રાગદ્વેષમાં વૃદ્ધિ કરવાનું શિખવાડે છે.
ગુણોમાં વૃદ્ધિ કરવાને બદલે મોટે ભાગે અવગુણી બનાવી દે છે. ધર્મ માનવ-માનવ વચ્ચે વાત્સલ્ય-સંબંધ જોડીને અને ભેદભાવની દીવાલ તોડીને અભેદભાવ તરફ લઈ જાય છે, જ્યારે પંથ અને સંપ્રદાય ધર્મતત્ત્વરહિત બને, ત્યારે તે ભેદભાવની દીવાલ ચણે છે અને એકબીજાને લડાવવાનું કામ કરે છે. સંપ્રદાય કે પંથ ધર્મતત્ત્વહીન થઈ જવાથી ધાર્મિક ક્રિયાકાંડોને વધારે મહત્ત્વ આપે છે. તેઓ એ માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ તે રૂપિયાને વેડફવાને બદલે જનહિતકારી પ્રવૃત્તિઓમાં આપતાં ખચકાટ અનુભવે છે કે બહાનાં શોધે છે. આવા પંથ કે સંપ્રદાય • દીન-દુઃખી. ભાઈઓની સેવા અને સહાયતા કરવાનું શિખવાડશે નહીં. જ્યારે શુદ્ધ ધર્મ જનહિતકારી પ્રવૃત્તિઓમાં પડવાની પ્રેરણા આપે છે.
રત્નત્રયીનાં અજવાળાં
૨૨૮
Page #240
--------------------------------------------------------------------------
________________
દીન-દુઃખીજનોની સેવા અને સહાયતા કરતાં શિખવાડે છે.
પાળે તેનો ધર્મ
આમ ધર્મ માત્ર બોલવાથી થતો નથી, ક્યાંય દુકાનમાં વેચાતો નથી કે બીજા દ્વારા કરાયેલો ધર્મ ખરીદવાથી મળી જતો નથી કે કોઈ ખેતરમાં ઊગતો નથી. ધર્મ તો આચરણની વસ્તુ છે. જે એનું આચરણ કરે છે અને અહિંસા, સત્ય આદિ ધર્મતત્ત્વોને જીવનમાં ઉતારે તેનો ધર્મ છે. ધાર્મિક ક્રિયાઓ કરવા છતાં જો તમારું મન લોભથી ભરેલું હોય, હૃદયમાં ક્રોધની જ્વાળા ભભૂકતી હોય, અહંકારનો સર્પ ફૂંફાડા મારતો હોય, કપટનો ધુમાડો ફેલાતો હોય, દુર્ભાવોનો રાક્ષસ હૃદયનો રાજા બની બેઠો હોય, દુર્ગુણોના દૈત્ય જીવનમાં કૂદાકૂદ કરતા હોય તો તે ધર્મ નથી. દીનદુઃખીઓને જોઈને હૃદયમાં કરુણાને બદલે ક્રૂરતા કે શોષણની વૃત્તિ જાગતી હોય, અસ્પૃશ્યતા, ભેદભાવ કે દ્વેષ-બુદ્ધિ હૃદયમાં જામી ગઈ હોય, તો સમજી લેવું જોઈએ કે હજી સુધી જીવનમાં શુદ્ધ ધર્મ આવ્યો નથી.
ધર્મ કોઈ દેખાડો કરવાની બાબત નથી. બાહ્ય રીતે ધર્માત્માપણું દેખાડે અને જીવનમાં એનું આચરણ ન હોય તો ધર્મ જીવનમાં પ્રવેશતો નથી. ધર્મ પ્રિય હોય અને શુદ્ધ ધર્મનો ચમત્કાર જોઈ ચૂક્યા હોય, તેમણે ધર્મનો દેખાડો કરવાને બદલે આચરણ કરવું જોઈએ, પરંતુ અફસોસની વાત એ છે કે આજકાલ સમાજમાં ઘણી વ્યક્તિઓ ધર્મ વિશે સારું જ્ઞાન ધરાવે છે, દુનિયાભરની ચર્ચા કરી લે છે, અનેક ધર્મગ્રંથોનું પઠન કરી લે છે, પરંતુ શુદ્ધધર્મના આચરણથી વિમુખ હોય છે. જેમ તરવાનું જ્ઞાન આપતું પુસ્તક વાંચી લેવાથી તરતાં આવડી જતું નથી, રસોઈ-વિજ્ઞાનનું પુસ્તક વાંચી લેવાથી રસોઈ બનાવતાં આવડી જતી નથી, તેવી જ રીતે માત્ર ધર્મગ્રંથોનું વાચન કરવાથી કોઈ ધર્માત્મા બની જતું નથી અથવા તેનામાં ધાર્મિકતા આવી જતી નથી. આથી માત્ર જાણવું એ ધર્મ નથી, બલ્કે ધર્મમય જીવન જીવવું એ ધર્મ છે. જાણેલાં અને સમજેલાં ધર્મતત્ત્વોનું જીવનમાં અમલીકરણ કરવું એ ધર્મ છે. ઘણી વાર એવી વ્યક્તિઓ મળે છે કે જેમને ધર્મશાસ્ત્રનું કે સિદ્ધાંતોનું ગહન જ્ઞાન હોતું નથી અથવા તો તે ધર્મની સૂક્ષ્મ ચર્ચા કરતા નથી, પરંતુ તેના હૃદયની ભીતરમાં પડેલા સંસ્કારોમાં ધર્મ વણાયેલો હોય છે. તેઓ ક્યારેય ધર્મવિમુખ આચરણ કરતા દેખાતા નથી.
ધર્મનું સાચું સ્વરૂપ
૨૨૯
Page #241
--------------------------------------------------------------------------
________________
ફાતિમાબીબી હજરત મહમ્મદ પયગંબરની પુત્રી હતી અને હજરત અલીની પત્ની હતી. અલી પાસે કશી માલ-મિલક્ત નહોતી. અને મહેનત-મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વાર કેટલાય દિવસ સુધી હજરત અલીને મજૂરીનું કામ મળ્યું નહીં. ઘરમાં ખાવાનાં ફાંફાં પડ્યાં અને દિવસો સુધી પતિ-પત્ની ભૂખ્યાં રહ્યાં. આમ છતાં અલી ગભરાયા નહીં. ફાતિમાએ પણ વૈર્ય ન છોડ્યું. એક દિવસ ફાતિમા નમાજ પઢવા બેઠી, ત્યાં જ એક વૃદ્ધા અનાજનું પોટલું લઈને આવી. તે બોલી,
ફાતિમા ! આ લે થોડું અનાજ, ભોજન બનાવી લે.”
ફાતિમાએ કહ્યું, “માજી, તમારી સહાય માટે આભાર, પરંતુ મહેનત વગરનું અનાજ ખાવું એ ધર્મ નથી, વળી એ પયગંબર સાહેબના કુળ માટે પણ એ શરમજનક કહેવાય, તેથી આ અનાજને અમે સ્વીકારી શકીશું નહીં.”
એટલામાં એક બીજી મહિલા ત્યાં આવી. તેણે કહ્યું,
ફાતિમા ! મક્કામાં તો અનાજના કોઠાર ભરેલા છે. એના માલિક તો તારા પિતા છે, પછી તમે ભૂખનું દુઃખ કેમ સહન કરો છો ?”
ફાતિમાએ જવાબ આપ્યો, “બહેન ! મક્કામાં લાખો વિધવાઓ, અનાથ બાળકો, વિકલાંગ અને નિરાધાર રહે છે તેમને માટે તે અનાજનો ભંડાર છે. પયગંબર સાહેબ તેના માલિક નથી, તે તો માત્ર એના રક્ષક છે, એથી ફાતિમા કે અલીનો કોઈ હક્ક તેના પર નથી.”
સ્ત્રીઓ ફાતિમાની વાત સાંભળીને ગદ્ગદ થઈ ગઈ. એટલામાં અલી એક પોટલી લઈને આવ્યા, એમાં એક ટંકનું ભોજન થાય તેટલું અનાજ હતું. પોટલી ફાતિમાને સોંપીને તે નમાજ પઢવા લાગ્યા.
ફાતિમાએ જવ દળીને રોટલી બનાવી. પતિ-પત્ની ભોજન કરવાની તૈયારીમાં હતાં કે ફાતિમાની નજર દરવાજા પર ઊભેલી એક અંધ વ્યક્તિ પર પડી. એના પેટમાં ભૂખના માર્યા ખાડો પડી ગયો હતો. એ જોઈને ફાતિમાએ કહ્યું,
અલીસાહેબ, થોડી વાર ખાવા માટે ધીરજ ધરો.” અલી સાહેબે પણ જોયું કે એ અંધમાં બોલવાના પણ હોશ નહોતા. ૨૩૦
રત્નત્રયીનાં અજવાળાં છે
Page #242
--------------------------------------------------------------------------
________________
uથના ઇશારાથી પોતાનું પેટ બતાવી રહ્યો હતો. આ જોઈને ફાતિમા તરત દોડી, એ ભૂખ્યાનો હાથ પકડીને ઘરમાં લઈ આવીને બેસાડ્યો અને પોતાના હાથે તેના મોંમાં કોળિયા આપવા લાગી. ઘરમાં હતું તેટલું બધું ભોજન ખવડાવી દીધું. અંધ ભિખારી અંતરના આશીર્વાદ આપતો વિદાય થયો. તે દિવસે બંને ભૂખ્યાં રહ્યાં અને બીજા દિવસે એમના પેટમાં અન ગયું. સાહજિક ધર્મપાલન
આ છે સહજ, સ્વાભાવિક ધર્માચરણનું ઉદાહરણ. ધર્મનું સાહજિક્તાથી પાલન કરનાર વ્યક્તિ દંભ કે આડંબર કરશે નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના ધર્મથી ડગવાનો વિચાર નહીં કરે. આનાથી વિપરીત રીતે ધન અને સુખ-સુવિધાની ગુલામ વ્યક્તિ વખત આવ્યે ધર્મને ત્યજી દે છે. આવી વ્યક્તિ ધર્મની ગમે તેટલી વ્યાખ્યા આપી શકતી હોય, ગમે તેટલાં શાસ્ત્રો તેણે કંઠસ્થ કર્યા હોય અથવા તો શાસ્ત્રનું અધ્યયન કરતી હોય, પણ તે ધર્મપાલક કહેવાતી નથી.
સૌરાષ્ટ્રના નાનકડા ગામની ઘટના છે. ત્રીસ વર્ષની એક હરિજન બહેન પાણી ભરવા કૂવા પર ગઈ. માટલી ભરીને તેણે ઘડો ભરવા માટે જેવું દોરડું કૂવામાં નાખ્યું કે તેનો પગ દોરડામાં ફસાઈ ગયો. કૂવાના કાંઠા પર કઠેડો બાંધ્યો નહોતો, તેથી એકદમ એનો પગ લપસ્યો અને પેલી સ્ત્રી કૂવામાં પડી. સાંજનો સમય હોવાથી કૂવા પર પનિહારીઓ અને ઢોરોને પાણી પિવડાવવા આવનારા પુરુષોની સંખ્યા ઘણી હતી. કૂવામાં હરિજન સ્ત્રી પડી ગયાની વાત સાંભળીને આસપાસના લોકો દોડતાં આવ્યાં. કૂવાની આસપાસ મોટી ભીડ જામી ગઈ.
કૂવામાં પડેલી બહેન “બચાવો, બચાવો'ની બૂમો પાડતી હતી, પરંતુ આગંતુક લોકોએ માત્ર એટલી જ પૂછપરછ કરી, “કેમ પડી ? કેવી રીતે પડી ?” પરંતુ ડૂબતી બહેનને બચાવવા માટે કૂવામાં ઊતરવાનો કે બચાવવાનો પ્રયાસ ઊભેલા લોકોમાંથી કોઈએ કર્યો નહીં.
કોઈએ એ બહેનના પતિને ખબર આપી, તો એ બિચારો દોડતો-દોડતો આવ્યો. પોતાની પત્નીને બચાવવા પહેલાં તો એણે કૂવામાં ભૂસકો મારવાનું વિચાર્યું, પરંતુ કૂવામાં નજર નાખતાં તેની ઊંડાઈ જોઈને તે નાહિંમત . ધર્મનું સાચું સ્વરૂપ
૨૩૧
:
Page #243
--------------------------------------------------------------------------
________________
થઈ ગયો. તે ગભરાઈ ઊભો રહી ગયો.
એવામાં આસપાસ ઊભેલા માણસોને જોઈને એનામાં થોડી હિંમત આવી.
તેણે કૂવાથી થોડેક દૂર ઊભેલા એક યુવકના પગમાં પડીને આજીજી કરીને કહ્યું,
કાકાકા ! તમે તો કુશળ તરવૈયા છો. તમે જો કૂવામાં ઊતરીને મારી પત્નીને બચાવી લેશો તો એ જરૂર બચી જશે.”
કહો ગામનો કુશળ તરવૈયો હતો. કૂવા, તળાવ અને નદીમાં કોઈ માણસ પડી જાય તો ખબર મળતાં જ ત્યાં પહોંચીને અચૂક મદદ કરતો અને ગમે તેટલા ઊંડા પાણીમાંથી પણ માણસને બચાવી લેતો હતો, પરંતુ આજે તે ચૂપચાપ ઊભો હતો, કેમ કે તરવાની કળાની સાથે સાથે અછૂતનો સ્પર્શ થવાથી ધર્મ ડૂબી જવાનો અને અપવિત્ર થઈ જવાનો ભ્રમ તેના મગજમાં ઘૂમતો હતો, તેથી તે કૂવામાં ઊતરતાં ખચકાતો હતો.
શુદ્ધધર્મની સાથે સાથે કેટલા ધર્મભ્રમ ચોંટી જાય છે ! જે ધર્મ સેવા કે પરોપકારથી વિમુખ બનાવતો હોય અથવા કોઈને સ્પર્શ કરવાથી ધર્મભ્રષ્ટ થઈ જવાની વાત કહેતો હોય, તે ધર્મ હોઈ શકે નહીં.
હરિજન બહેનનો પતિ કંઈક વિચારીને એકદમ દોડતો-દોડતો ગામના ધર્મમૂર્તિ મહાજનની દુકાન પર પહોંચ્યો. શેઠને દુકાનમાં બેઠેલા જોઈને તેણે દૂરથી બૂમ પાડી,
“ઓ શેઠ ! ઓ શેઠ ! ઓ મહાજન બાપુ, મારી પત્ની કૂવામાં પડી ગઈ છે, કોઈ તેને બચાવવા તૈયાર નથી, તમે જલદી બચાવો.”
વાણિયો આંખોના ઈશારાથી ક્ષણભરમાં જ એની સઘળી વાત સમજી ગયો. જાણે કે શેઠ તૈયાર જ બેઠા હોય તેમ એક દોરડાનો મોટો પિંડો લઈને કૂવા તરફ દોડ્યા. કૂવા પર પહોંચતાંની સાથે જ શેઠે દોરડાનો એક છેડો થોડે દૂર રહેલા એક ઝાડ સાથે બાંધ્યો અને બીજો છેડો પોતાની કમર પર બાંધવા લાગ્યા. અત્યાર સુધી કશું કર્યા વિના તમાશો જોતા ત્યાં ઉપસ્થિત લોકો હવે સમજી ગયા કે આ બાઈને બચાવવા શેઠ પોતે જ કૂવામાં ઊતરી રહ્યા છે. લોકોમાં થોડી ચડભડ થવા લાગી.
કોઈએ કહ્યું, “અરે જુવાનો ! જીવો છો કે મરી ગયા ? આપણા હું ૨૩૨
રત્નત્રયીનાં અજવાળાં
Page #244
--------------------------------------------------------------------------
________________
ગામના નાક સમાન આ લખપતિ શેઠ ખુદ બાઈને બચાવવા માટે કૂવામાં છલાંગ મારવા કમર કસીને તૈયાર થઈ ગયા છે અને તમે બાજુએ ઊભા ઊભા આંખો ફાડીને જોઈ રહ્યા છો ?”
બસ, આ શબ્દોથી યુવકોનું લોહી ઊકળી ઊઠ્યું. શેઠ દોરડું પકડીને કૂવામાં ઊતરવાની તૈયારી કરતા હતા કે એક યુવક બોલ્યો,
“દેવાભા ! તમે ઊભા રહો. હું કૂવામાં ઊતરું છું.”
આમ એક પછી એક સાત જુવાનો કૂવામાં ઊતરવા તૈયાર થઈ ગયા. થોડા સમય પહેલાં એક પણ યુવક તૈયાર નહોતો, ત્યાં હવે આ સાતેય યુવકોમાં હોડ લાગી ગઈ. શેઠે હસતાં હસતાં કમરેથી દોરડું છોડીને તેમને સોંપી દીધું. યુવકોએ જોતજોતામાં કૂવામાં ઊતરીને એ બાઈને બહાર કાઢી. તેના પેટમાં ઘણું પાણી ભરાઈ ગયું હતું, છતાં તેના પ્રાણ બચી ગયા.
કોઈએ જતી વખતે શેઠને કહ્યું, “શેઠ ! જો આજે તમે આવ્યા ન હેત, તો આ બાઈ બિચારી કૂવામાં ડૂબીને મરી ગઈ હોત. પણ એક વાત મને સમજાતી નથી કે તમને તરતાં તો આવડતું નથી, તો પછી તમે કૂવામાં ઊતરવાનું સાહસ કરવા કેમ તૈયાર થયા ?”
શેઠે હસતાં હસતાં કહ્યું, “ભાઈ, ધર્મપાલન કરવા માટે બધું જ કરવું પડે છે. આખું વર્ષ મહાજનની મોટી પાઘડી બાંધ્યા કરું તો ક્યારેક આ નામને અને ધર્માત્માપદને સાર્થક કરવા માટે સર્વસ્વ આપવું ય પડે છે. આમે ય મહાજન કે ધર્માત્માપદ સ્વીકારવાથી કેટલાંક વર્ષો સુધી સન્માન ઘણું વધી જાય છે, પરંતુ પદ અનુસાર કામ ન થવાથી તે લોકોની નજરમાંથી ઊતરી જાય છે. લોકોનું હૃદય જીતવા માટે હૃદય આપવું પડે છે.”
દરેક પરિસ્થિતિમાં ધર્મનું સાહજિક રીતે પાલન કરનારી વ્યક્તિનું આ દષ્ટાંત છે.
વર્તમાન સમયમાં મોટા ભાગની વ્યક્તિ માત્ર દેખાડો કરવા ખાતર ધર્મનું પાલન કરે છે. જેવી રીતે કોઈ સુંદર ઇમારત બનાવનાર વ્યક્તિ એમ માને છે કે જો મકાનમાં ફર્નિચર નહીં હોય, તો મકાનની શોભા નહીં દેખાય. આમ વિચારીને માત્ર શોભા માટે મકાનમાં ટેબલ, ખુરશી, ધર્મનું સાચું સ્વરૂપ
૨૩૩
Page #245
--------------------------------------------------------------------------
________________
સોફાસેટ, પલંગ, સજાવટનો સામાન, કાચનાં બાટ વગેરે ફર્નિચર વધારે છે. ઘણા લોકો એમ વિચારે છે કે દુનિયાદારીનાં બધાં કામ તો કરીએ જ છીએ, પરંતુ જો થોડીઘણી ધર્મક્રિયા નહીં કરીએ અને દેખાડવા ખાતર પણ જો થોડુંઘણું દાન નહીં આપીએ, કોઈ વ્રત-પ્રત્યાખ્યાન નહીં લઈએ, તો લોકો ટીકા કરશે, એટલે કંઈ ને કંઈ ધર્મઅનુષ્ઠાન કરી લે છે. સાચી ધર્મપરાયણ વ્યક્તિ ધર્મનો મર્મ બરાબર સમજતી હોય છે. જેની રગેરગમાં અને સંસ્કારોમાં ધર્મ ભળી ગયો છે, તે વ્યક્તિ ધર્મને ફર્નિચરની જેમ દેખાડવા કે ‘શો' માટે પાળતા નથી, તે તો અંતરથી જ ધર્મનું પાલન કરશે.
ભલે કોઈ જુએ કે ન જુએ, ભલે તે સમૂહમાં બેઠેલો હોય કે એકાંતમાં, ભલે તે દુકાનમાં હોય કે ઘરમાં કે ધર્મસ્થાનમાં હોય, દિવસ હોય કે રાત હોય, દરેક જગ્યાએ અને દરેક સમયે તેનું મન ધર્મમાં રત રહેશે. વળી તે એમ વિચારે છે કે લોક-વ્યવહારના કામની જવાબદારી પોતાના શિરે છે જ, તેથી તે મકાનમાં ફર્નિચર વસાવવાની જેમ કરવાં પડે છે, પરંતુ જો ધર્મરૂપી મકાન જ ન હોય તો માત્ર ફર્નિચરનું શું થશે ? તેને ક્યાં રાખીશું ? એટલે જ ધર્મનિષ્ઠ વ્યક્તિ સહજભાવથી ધર્મનું પાલન ક૨શે, બીજાને દેખાડવા માટે નહીં.
જેમ જળમાં વસતી માછલી બધાં કામ જળની અંદર રહીને જ કરે છે, તેની બહાર નહીં. જળની અંદર એ હરેફરે છે, કિંતુ જળની બહાર તે ડગલુંય ભરતી નથી, એ જ રીતે જેની રગેરગમાં ધર્મ વ્યાપ્ત હશે, એવી ધર્મભાવનાવાળી વ્યક્તિ ધર્મરૂપી જળની બહાર ક્યારેય ડગલું ભરશે નહીં. દરેક કાર્ય ધર્મને દૃષ્ટિ સમક્ષ રાખીને ધર્મની લક્ષ્મણરેખામાં જ ક૨શે. માછલી માટે જળની બહાર નીકળવું અરુચિકર હોય છે, તેવી જ રીતે સાચા ધર્માત્મા માટે ધર્મભાવનાની બહાર નીકળવું અરુચિકર હોય છે. આથી જ ‘મહાભારત'માં ધર્મના જાણકારોએ કહ્યું છે
" न जातु कामात्र भयात्र लोभादू, धर्म त्यजेज्जीवितस्यापि हेतोः । धर्मो नित्यः सुखदुःखे त्वनित्ये, जीवो नित्यो हेतुरस्य त्वनित्यः ॥”
“કોઈ કામનાવશ, ભયવશ કે લોભવશ કદાપિ ધર્મ છોડવો નહીં અને પ્રાણના મોહમાં પડીને ધર્મને ત્યાગવો નહીં, કારણ કે ધર્મ નિત્ય છે અને સુખદુઃખ અનિત્ય છે. આત્મા નિત્ય છે અને શરીર (સુખદુઃખનો હેતુ) અનિત્ય છે.’’
૨૩૪
રત્નત્રયીનાં અજવાળાં
Page #246
--------------------------------------------------------------------------
________________
માર્મિક ધર્મકથા
સામાન્ય માનવી ભય અને પ્રલોભનને કારણે ધર્મનું પાલન કરતા જોવા મળે છે. તેમના સંસ્કારોમાં ધર્મ હોતો નથી. “પુરાણ'માં આ વિશે એક માર્મિક અને પ્રેરણાદાયી રૂપકકથા મળે છે.
એક વાર દેવરાજ ઈન્દ્રએ સ્વર્ગલોકમાં નવાગંતુક દેવોની સંખ્યા ઓછી થતી જોઈને આશ્ચર્ય સહિત તેના કારણની જાણકારી મેળવી. એમને થયું કે મૃત્યુલોકમાંથી મરીને જીવ દેવલોકમાં કેમ આવતો નથી ?
ઇન્દ્રને વિશિષ્ટ જ્ઞાનથી જાણવા મળ્યું કે મૃત્યુલોકમાંથી માનવી મરીને સીધા નરકમાં જાય છે. ઇન્દ્રને ઘણી ચિંતા પેઠી કે જો આ જ હાલત ચાલુ રહેશે તો થોડા દિવસોમાં દેવલોક સાવ સૂનો પડી જશે, આથી તેણે મૃત્યુલોકમાં જઈને દેવલોકનો સંદેશ સંભળાવવાનો વિચાર કર્યો કે જેથી લોકો કોઈ પણ રીતે દેવલોકમાં આવવા લાગે.
દેવરાજ ઈન્દ્રએ વિચાર્યું કે સામાન્ય માનવ તો ભય અને લોભને લીધે ધર્મ પર સ્થિર રહે છે. જેમ કે હંમેશાં એમ કહેવાય છે કે, “ધર્મ કરશો તો સ્વર્ગ મેળવશો. અધર્મ કરશો તો નરકમાં જશો.”
ભારતમાં પણ આજકાલ મોટે ભાગે જોવામાં આવે છે કે લોકો આ ડરથી મોટે ભાગે ભય અને લોભવશ કાયદાનું પાલન કરે છે. કાયદાનું પાલન કરશો તો તમારી પ્રતિષ્ઠા વધશે, સાખ જામશે, લોકનો વિશ્વાસ મળશે અને ગ્રાહકો વધશે, અને જો કાયદાનું પાલન નહીં કરો તો સરકાર દંડ આપશે, સમાજમાંથી પ્રતિષ્ઠા ઘટશે, ગ્રાહકો ઓછા થશે અને લોકવિશ્વાસ ઊઠી જશે.
ઈન્દ્રએ એક દેવને બોલાવ્યા, અને તેને એક ભયાનક કૂતરાનું સ્વરૂપ ધારણ કરાવ્યું અને સ્વયં યોગીનું રૂપ લીધું અને બંને મર્યલોકમાં આવ્યા.
અહીં આવતાની સાથે જ ત્રણ વાર બૂમો પાડી – “પ્રલય થશે ! પ્રલય થશે !! પ્રલય થશે !!!” સાથે સાથે તે કૂતરો પણ જોરજોરથી ભસવા માંડ્યો. લોકો તેને જોઈને અને આ અવાજ સાંભળીને ડરવા લાગ્યા. તેમણે રાજા પાસે જઈને આની ફરિયાદ કરી. રાજાએ નગરના બધા દરવાજા બંધ કરાવી દીધા, આમ છતાં પણ યોગીના રૂપમાં ઈન્દ્ર અને તે કૂતરો બંને બધા દરવાજા પાર કરીને સીધા રાજમહેલમાં પહોંચી ધર્મનું સાચું સ્વરૂપ ---
( ૨૩૫
ક
Page #247
--------------------------------------------------------------------------
________________
ગયા. ત્યાં કૂતરો વારંવાર ભસવા માંડ્યો ત્યારે રાજાએ ઈન્દ્રને પૂછ્યું,
“અરે યોગી ! તારો આ કૂતરો કેમ ભસે છે ? તેને ચૂપ કર.” ઈન્દ્રએ કહ્યું, “રાજનું, એ બહુ ભૂખ્યો છે.”
રાજાએ પોતાને ત્યાંનું બધું ભોજન કરાવી દીધું, ત્યાં સુધી કે હાથી અને ઘોડાનું ભોજન પણ કરાવી દીધું, છતાં પણ કૂતરાની ભૂખ શમી નહીં, ત્યારે રાજાએ ઈન્દ્રને કહ્યું, “યોગી, તમારી સાથે આ કૂતરાને કેમ અહીંયાં લાવ્યા છો ? તેને આટલું બધું ખવડાવ્યું, તો પણ એની ભૂખ કેમ શાંત થતી નથી ?"
ઈન્દ્રએ કહ્યું, “આ કૂતરો અહીં મનુષ્યને સજા કરવા આવ્યો છે. જે માનવી સાધુ બનીને સાધુતાની સાધના કરતા નથી, જે સ્વકલ્યાણની સાથે સાથે જગતના કલ્યાણ માટે કશું કરતા નથી, જે ધનવાન પોતાના ધનને માત્ર એશઆરામમાં વેડફે છે, જે ધર્મકાર્યમાં વાપરતા નથી, જે નેતા રાષ્ટ્રનું હિત કરતા નથી અને પોતાની જ સ્વાર્થસિદ્ધિમાં રચ્યાપચ્યા રહે છે, જે રાજા પ્રજાની કમાણીના પૈસા ભેગા કરીને પ્રજાહિતમાં વાપરતા નથી, જે પુત્ર પોતાનાં માતાપિતાની સેવા કરતા નથી, એટલે કે જે માણસ ધર્મ અને નીતિનું પાલન કરતો નથી, તેમને આ કૂતરો દંડ આપવા આવ્યો છે.”
આ સાંભળીને રાજા અને પ્રજા સહુ કોઈ ઇન્દ્રને કહેવા લાગ્યાં, “યોગી ! અત્યાર સુધી જે થયું તે થયું. તેને માટે ક્ષમા આપો. ભવિષ્યમાં અમે ધર્મ અને નીતિ પર ચાલવાનું વચન આપીએ છીએ. ક્યારેય અધર્મ નહીં આચરીએ.' ઈન્દ્રની આ જ ઇચ્છા હતી, તેથી પોતાનો હેતુ સિદ્ધ થતો જોઈને તેઓ પેલા દેવ સહિત સ્વર્ગમાં પાછા ફર્યા.
તાત્પર્ય એ છે કે ભય અને લોભના દબાણથી મનુષ્યોએ ધર્મપાલન કરવાનું અને અધર્મથી ઊગરવાનું શરૂ કર્યું. ભય અને લોભને વશ થઈને ધર્મને અપનાવવો, તે સહજધર્મનું પાલન કહેવાય નહીં. ધર્મપાલન તો આપણો શ્વાસોચ્છવાસ ચાલે છે, તે રીતે થવું જોઈએ. શ્વાસ ચાલે છે, પણ તેની આપણને જાણ થતી નથી. જ્યારે શ્વાસ જોરથી ચાલવા લાગે છે અથવા બંધ થવા લાગે છે ત્યારે જ જાણ થાય છે. શ્વાસની જેમ જ ધર્મનું જીવનમાં સ્વાભાવિક રૂપે જ આચરણ થવું જોઈએ.
૨૩૬
રત્નત્રયીનાં અજવાળાં.
Page #248
--------------------------------------------------------------------------
________________
ધન અને ધર્મનો વિગ્રહ
આજે વિશ્વમાં એક બાજુ ધન માટેની દોડ એટલી બધી વધી ગઈ છે કે ધર્મ તેમાં પાછળ રહી જાય છે. અધિકાંશ લોકો બાહ્ય રીતે ધર્મઆચરણ કરે છે, ધર્મક્રિયાઓ કરે છે, પરંતુ એમના જીવનમાં ધનની દોડ ચાલતી. ધર્મ પણ તેઓ ધનની પ્રાપ્તિ માટે કરે છે.
ઘણી વાર લોકો એવું કહે છે, “મહારાજ ! ધર્મ તો કેવળ ધર્મસ્થાનોમાં જ હોય, બીજે બધે તો પાપ જ પાપ છે. વ્યાપાર કે વ્યવહારમાં ધર્મને પાળવા જઈએ તો ભૂખે મરવાનો વારો આવે. આનો એક અર્થ એ થયો કે આવા લોકો વ્યાપક ધર્મને કેવળ ધર્મસ્થાનોમાં જ કેદ કરવા ઇચ્છે છે. શું ધર્મ એટલો સંકીર્ણ છે કે ધર્મસ્થાનની બહાર પગ મૂકતાં જ તે ચાલ્યો જાય છે? આવું વિચારનારા ધર્મને યોગ્ય રીતે સમજ્યા નથી.
ધર્મસ્થાન તો ધર્મના પાઠ શીખવા માટેની એક પ્રકારની પાઠશાળા છે. પાઠશાળામાં પ્રાપ્ત કરેલી વિદ્યાનો ઉપયોગ જીવનનાં વિભિન્ન ક્ષેત્રોમાં કરવાનો હોય છે. જો નિશાળમાં તમે શીખ્યા હો કે પાંચ અને પાંચ દસ થાય છે અને ત્યાંથી બહાર નીકળતાં જ અગિયાર ગણવા લાગો તો તમારું ભણવું નિરર્થક ગણાશે.
એ જ રીતે ધર્મસ્થાનમાં તમે શીખ્યા કે અહિંસા, સત્ય, ન્યાય, પ્રામાણિકતા આદિનું પાલન કરવું તે ધર્મ છે અને બહાર પગ મૂકતાં જ તેને ભૂલીને અધર્મ આચરવા લાગ્યા, અસત્ય, કપટ અને અપ્રામાણિકતા આચરવા લાગ્યા, અન્યાય અને હિંસામાં પ્રવૃત્ત થઈ ગયા, તો તમારું ધર્મસ્થાનમાં મેળવેલું જ્ઞાન વ્યર્થ ગયું. એટલે જ ધર્મસ્થાનમાં જે કંઈ ધર્મનો પાઠ કે સંસ્કાર ગ્રહણ કરી તેને જીવનવ્યવહારના દરેક ક્ષેત્રમાં પ્રગટાવવા ધર્મને અળગો કરવો નહીં. વ્યવહારમાં ધર્મનું આચરણ કરવાથી કાર્યસિદ્ધિ નહીં થાય અથવા તો જીવન બેહાલ થઈ જશે, એ ભ્રમને દરેક વ્યક્તિએ એના મગજમાંથી કાઢી નાખવો જોઈએ, તો જ એ શુદ્ધરૂપે ધર્માચરણનો પ્રારંભ કરી શકશે. એવો ધર્માત્મા વિપત્તિમાં (કદાચિત પૂર્વકર્મવશ) હશે તો પણ તે એ મુશ્કેલીને મુશ્કેલી સમજશે નહીં, તે એમ વિચારશે કે મારા જીવનમાં હું ધર્મના પાઠ કેટલા ઉતારી શક્યો છું, તેની કસોટી થઈ રહી છે.
શકન નામની એક શૂદ્ર જાતિનો વ્યક્તિ ગંગાના કિનારે પોતાના ધર્મનું સાચું સ્વરૂપ છે
છે
૨૩૦
છે
.
Page #249
--------------------------------------------------------------------------
________________
કુટુંબ સહિત રહેતો હતો. તે ક્યારેય કોઈની પાસે જતો નહીં અને તેની પાસે કોઈ આવતું નહીં. શકન એટલો ગરીબ હતો કે પત્નીની લજ્જા ઢાંકવા માટે કપડું પણ તેની પાસે હતું નહીં. જંગલમાંથી ફળ કે વેરાયેલા દાણા વીણીને આખા કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. ઘણી વાર એના કુટુંબને ભૂખે મરવું પડતું હતું, પરંતુ શકુન કોઈની પાસે ભીખ માંગતો નહીં અથવા તો હિંમત હારીને ધર્મથી રહિત – ચોરી, ઠગાઈ જેવાં – અધર્મનાં કામ કરતો નહીં
એક વાર એક દિવ્યાત્માએ તેની કસોટી કરવાનું વિચાર્યું. માઘ મહિનામાં શકુનનો પરિવાર ઠંડીમાં થરથરતો હતો. એક સાંજે શકુન વસ્તીમાંથી ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેણે બે નવા કામળા પડેલા જોયા.
શકને વિચાર્યું, “જે વસ્તુ પોતાની ન હોય, તેને લેવી પાપ છે, આવો લોભ કરવો તે મહાપાપ છે.”
તે કામળાને અડ્યા વગર સીધેસીધો પોતાના ઘેર પહોંચી ગયો. દિવ્યાત્માએ વિચાર્યું “જો તે કામળા લઈ લેત તો ઠંડીમાં તેને ખૂબ ઉપયોગી બનત. બીજી કોઈ વ્યક્તિ હોત તો જવા દેતા નહીં. આ સીધો. સાદો ધર્મમાં દઢ વ્યક્તિ છે. કદાચ તે નાનકડા પ્રલોભનથી ડગે નહીં, પણ મોટા પ્રલોભનથી ડગી પણ જાય.”
બીજા દિવસે સાંજે શુકન નીચે પડેલાં ફળ વીણવા ગયો, ત્યારે ફળોની વચ્ચે વચ્ચે સોના-ચાંદીના ટુકડા વિખરાયેલા જોયા. તે જોઈને શકુન આશ્ચર્યમાં ડૂબી ગયો. કાલે કામળા અને આજે સોના-ચાંદી ! ગમે તેમ, પણ કોઈ છળ-પ્રપંચ છે. ખેર ! ભલે ગમે તે હોય, મારે ધનના કીચડમાં ફસાવું નથી. ધન હશે તો રાત-દિવસ ભય, તૃષ્ણા, ચિંતા અને ઉદ્વિગ્નતા વગેરેથી ઘેરાયેલા રહેવું પડશે. પત્ની-સંતાનોના મગજમાં ઉન્માદ છવાઈ જશે. આથી જાણીજોઈને આ બલા શા માટે વહોરવી ?
શકુન સોના-ચાંદીને અડ્યા વગર ફળ વીણીને ઘરે પાછો ફર્યો.
દિવ્યાત્માએ વિચાર્યું. “ધનની પાછળ અત્યંત ધનાઢ્ય વ્યક્તિ પણ પાગલ બની જાય છે, પરંતુ આ નિરક્ષર, દરિદ્ર માણસ સહેજે ચલિત થતો નથી. મારે એની હજી વધારે કસોટી કરવી જોઈએ.” ૨૩૮
રત્નત્રયીનાં અજવાળાં
::-
*
Page #250
--------------------------------------------------------------------------
________________
બીજે દિવસે ન ગંગાસ્નાન કરવા ગયો, ત્યારે તેણે પોતાની પત્નીને ઝૂંપડીના બારણે મોઢું ચઢાવીને બેઠેલી જોઈ. આમ તો એ સીધી, સરળ અને વફાદાર નારી હતી, પરંતુ આજે એને એક સાધુએ કહ્યું કે તારો પતિ તો અભાગિયો છે. તેને ધન મળતું હતું, છતાં તે જાણીજોઈને એને છોડીને ચાલ્યો આવ્યો, આ સાંભળીને એનું મગજ ઘૂમરાવા લાગ્યું. તેણે શકુનને સાધુએ કરેલી વાત કરી, ત્યારે શકુને તેને ધર્મની ઘણી વાતો સમજાવી, પરંતુ તે ટસથી મસ થઈ નહીં. આખરે પોતાની પત્નીને લઈને ન એ સાધુની શોધમાં નીક્ળ્યો.
આખો દિવસ ભટક્યા પછી સાંજે એક જીર્ણ શિવાલયની બહાર સાધુને બેઠેલો જોયો. સાધુ નવો આવેલો લાગતો હતો. તે શકુનને જોઈને બોલ્યો,
“અરે મૂર્ખ ! અનાયાસે મળેલા ધનને છોડીને ચાલ્યો આવ્યો. જો લાવ્યો હોત, તો તારું આખું કુટુંબ લીલાલહેર કરત. ધન વગર ક્યાંય ધર્મની સાધના થાય છે ખરી ? જો, તારે એ ધન પોતાના માટે લેવું નહોતું, તો પરોપકારાર્થે વાપરવું હતું. જા, જલદી જા. હજી પણ એ ધન ત્યાં જ પડ્યું હશે. લઈ આવ.’’
કુનની પત્નીની આંખોમાં ચમક આવી, પરંતુ શકુન તો શાંતિથી સ્થિર ઊભો રહીને સાંભળતો રહ્યો. પછી ધીરેથી બોલ્યો,
“મહારાજ ! સૌથી મોટું ધન તો સંતોષરૂપી ધર્મ છે. હું ભલે નીચી જાતિમાં જન્મ્યો હોઉં, કશું ભણ્યો પણ નથી, પરંતુ હું મારા જીવનમાં કોઈ પણ કામ ધર્મને છોડીને કરતો નથી, અને તેથી જ સુખી છું. પરોપકાર કરવા માટે પારકા ધનનો કાદવ લઈ આવું અને પછી તેને ધોઉં, તેના કરતાં તો એનાથી દૂર રહું એ જ વધુ સારું છે. સ્વધર્મની સાધના માટે મને ધનની જરૂર પડતી નથી.''
સાધુ હસતાં હસતાં ઊભા થઈ ગયા અને બોલ્યા, ધન્ય છે શકુન તને ! તેં ધર્મનો સાચો મર્મ સમજી લીધો છે. તું ક્યાં નીચ છે ? તું તો અક્ષય ધર્મધનનો ભંડાર છે.’’
કુનનું મસ્તક વિનયથી ઝૂકી ગયું. એની પત્નીએ આંખ ઊંચી કરીને જોયું તો ત્યાં કોઈ સાધુ નહોતા-કે કોઈ મંદિર નહોતું. આકાશમાંથી ધર્મનું સાચું સ્વરૂપ
૨૩૯
Page #251
--------------------------------------------------------------------------
________________
પુષ્પવૃષ્ટિની સાથે “ધન્ય” “ધન્ય'નો અવાજ આવતો હતો.
ધર્મ આડંબરની કે કીર્તિ રળવાની વસ્તુ છે, એ ભ્રમના નિવારણ માટે શકુનનું દૃષ્ટાંત પૂરતું છે. શકુને દરિદ્રતાની મુશ્કેલીને મુશ્કેલી માની નહીં અને ધનના અતિ પ્રલોભનને ધર્મપાલન માટે ઠોકર મારી.
આનાથી સ્પષ્ટ થાય છે. કે ધર્મ આચરણની વસ્તુ છે. જીવન વ્યવહારમાં પ્રત્યેક જગ્યાએ અને દરેક સમયે ધર્મને સુરક્ષિત રાખી શકાય છે. એવો દઢ ધર્માનુસારી રાજાઓ અને સમ્રાટો દ્વારા તો શું, દેવો અને ઇન્દ્રો દ્વારા પણ પ્રશંસનીય અને પૂજનીય બની જાય છે. આથી કહ્યું
સેવા વિ તં નમંતિ ઘણે સવા મણો | જેનું મન હંમેશાં ધર્મમાં ઓતપ્રોત રહે છે, તેને દેવ અને ઇન્દ્ર આદિ સર્વે નમસ્કાર કરે છે.” એકલો જાને રે
આવો માનવી વ્યાપાર અને જીવનવ્યવહારથી ધર્મને ભિન્ન ગણતો નથી, બલ્ક ધર્મસ્થાનની જેમ ત્યાં પણ ધર્મપાલનનું લક્ષ રાખે છે. પંજાબની એક સાચી ઘટના જોઈએ :
પંજાબમાં કપૂરથલા જિલ્લાના સુલતાનપુર ગામમાં એક ગુંડારામ ભાવડા (જૈન) રહેતા હતા. તેમની આર્થિક પરિસ્થિતિ પહેલાં ઘણી કફોડી હતી, પરંતુ શુદ્ધ ધર્મમાં તેમને દેઢ શ્રદ્ધા હતી. તે ધર્મને જીવનવ્યવહારમાં ઉતારવાની વસ્તુ માનતા હતા. તેથી લગભગ પચાસ વર્ષ પહેલાં તેમણે ૩૦૦-૪૦૦ રૂપિયાની મૂડી રોકીને એક ગલીમાં કપડાંની દુકાન ખોલી. પોતાના વેપાર માટે તેમણે આવા નિયમ બનાવ્યા. – (૧) દુકાન પર બરાબર દસ વાગ્યે આવવું અને પાંચ વાગ્યે દુકાન બંધ કરવી. (૨) સુતરાઉ કપડાં પર એક આનો રૂપિયો અને રેશમી કે ઊનનાં કપડાં પર દોઢ કે બે આના રૂપિયાથી વધારે નફો લેવી નહીં. (૩) એક જ પ્રકારના કપડાં માટે દરેક માટે સરખો ભાવ રાખવો. (૪) જે ભાવ કહેવો તેમાં વત્તે ઓછું ક્યારેય કરવું નહીં.
ચારે બાજુ વ્યાપારમાં અપ્રામાણિક્તા(અધર્મ)નું બજાર ગરમ હોય, ત્યાં આવા એકલા માણસને ધર્મયુક્ત વ્યાપારમાં ટકી રહેવું ઘણું કઠિન ૨૪૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #252
--------------------------------------------------------------------------
________________
હતું. જે ધર્મપાલન કરે છે તેની કસોટી પણ થાય છે. એક-બે વર્ષ તો ભારે મુશ્કેલીમાં પસાર કર્યો, કારણ કે ગ્રાહકોને વિશ્વાસ નહોતો કે તેમની ધર્મનિયમનિષ્ઠા સાચી છે કે માત્ર દંભ છે. પરંતુ ગ્રાહકોએ વારંવાર પરીક્ષા કરીને પારખી લીધું કે અહીંયાં બધાં કાર્ય સત્યધર્મની અડગ શિલા પર સ્થિર છે, ત્યારે તેમનો વ્યાપાર એટલો વધી ગયો કે તેમને માટે સંભાળવો કઠિન થઈ ગયો. રોજ સવારે સાડા છ વાગ્યે કરીમનુષ્ય નામનો તેમનો માણસ નિયમિત દુકાન ખોલતો અને બરાબર સાફસફાઈ કરીને દસ વાગ્યે ગ્રાહકોને ક્રમશઃ સોદા આપતો હતો. લાલાજી પણ બરાબર દસ વાગ્યે દુકાનમાં પ્રવેશતા અને સાડા ચાર વાગ્યે સોદા આપવાનું બંધ કરીને તથા હિસાબ બરાબર મેળવીને પાંચ વાગ્યે દુકાનને તાળું લગાવી દેતા હતા. કોઈ ગ્રાહક ગમે તેટલી લાલચ આપે તો પણ તેઓ નિયમથી વિચલિત થવાને બદલે સવિનય બીજા દિવસે આવવાનું કહેતા હતા. પરિણામ એ આવ્યું કે તેમની દુકાન પર હંમેશાં ભીડ રહેતી હતી. લગ્નના સમયમાં તો ઘણા ગ્રાહકોને હતાશ થવું પડતું હતું.
મોટે ભાગે એમ જોવા મળે છે કે ધર્મયુક્ત કમાણીથી પ્રાપ્ત થયેલું ધન શુભકાર્યોમાં ખર્ચાય છે. આ કમાણીથી જીવનારા પણ ધર્મનિષ્ઠ અને સચ્ચરિત્રશીલ હોય છે. પોતાના ધનનો એક નિશ્ચિત ભાગ લાલાજી ધર્મકાર્યમાં ખર્ચતા હતા, પરંતુ પ્રસિદ્ધિ કે નામના કરી નહીં. મૃત્યુ સમયે લાલાજી પોતાના વંશજો માટે લાખોની સંપત્તિ આપી ગયા. આજે તેમના અવસાનને પચીસેક વર્ષ થઈ ગયાં, પરંતુ તેમની કીર્તિ અમર છે.
ધન અને ધર્મનો મેળ મળતો નથી, એમ કહેનારાઓને માટે આ સત્યઘટના પ્રેરણાદાયી છે. ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ ધનની ગુલામ બનતી નથી. જે લક્ષ્મીનો દાસ બની જાય છે તે વ્યક્તિને ન્યાય-અન્યાય, પ્રામાણિક્તા-અપ્રામાણિકતાનો કોઈ વિવેક રહેતો નથી. તે જિંદગીભર “હાય પૈસા” “હાય પૈસા” એમ કરતો રહે છે.
તમે કોઈ નોકર રાખ્યો હોય અને તે નોકર તમારું કામ કરવાના બદલામાં તમારી પાસેથી પોતાને માટે સેવા લેતો હોય અર્થાત તમારી એ સેવા કરે, તેના બદલામાં તમારે એની સેવા કરવી પડે તો તમારા મુખમાંથી મોટે ભાગે એવા જ ઉદ્ગાર નીકળશે, “નોકર શું રાખ્યો ! અમે પોતે જ તેના નોકર બની ગયા. . ધર્મનું સાચું સ્વરૂપ ,
Page #253
--------------------------------------------------------------------------
________________
'આવા નોકરને તમે નોકરીમાંથી કાઢી મૂકવાનું જ વિચારશો. આ વાત ધનની ગુલામીના સંદર્ભમાં સમજવી જોઈએ. લક્ષ્મીના ઉપયોગથી તમે પોતાના આત્માનું થોડું ભલું કરો કે પુણ્યકાર્ય કરો, તો તમે સાચે જ ધન-પતિ છો, પરંતુ ધન મેળવવા તમે અસત્ય બોલો, અપ્રામાણિક્તા આચરો, ચોરબજારી કરો, ભેળસેળ કરો, કરચોરી કરો, ઓછું તોલો, ઓછું માપ, તો એ અને એવી જ બીજી ગેરરીતિ અપનાવવી એ ધનની ગુલામી નથી, તો બીજું શું છે? એવો ધનરૂપી નોકર તમારી સેવા Rયકાર્ય દ્વારા સ્વર્ગ પામવાના રૂપમાં) કરવાને બદલે ઊલટાનું તમારે જ ધનરૂપી નોકરની સેવા કરવી પડે અને તેનાથી નરકમાં કે દુર્ગતિમાં જવું પડે. તો શું તમે એવું કાર્ય પસંદ કરશો ? ધન આગળ ધર્મ પ્રિય ન લાગવો, એ જ ધનની ગુલામી છે.
લાલા ગેંડારામને ધન જ પ્રિય હોત તો વ્યાપારમાં ધર્મનું પાલન કરત નહીં, પરંતુ તેમણે મુશ્કેલીઓ સહન કરીને પણ ધર્મનું પાલન કર્યું, જેનું તેમને સારું ફળ પ્રાપ્ત થયું. આથી ધર્મયુક્ત વ્યવહાર કે વ્યાપારથી વ્યક્તિ ભૂખે મરે છે, એ ભ્રમ ચિત્તમાંથી હાંકી કાઢવો જોઈએ, બલ્ક ધર્મે આ વાક્યને સાચું જ સિદ્ધ કરી બતાવ્યું છે કે, “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” ““જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની અવશ્ય રક્ષા કરે છે.” આમ ધર્મનું સાચું સ્વરૂપ જાણીને જીવનમાં ઉતારનારને સુફળ મળ્યા વગર રહેશે નહીં.
સ્થળ : ચોપાટી મેદાન, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૯, આસો વદ ૧૧, રવિવાર
૪૨
હ
-
રત્નત્રયીનાં અજવાળાં તે
નત્રયીનાં અજવાળાં
Page #254
--------------------------------------------------------------------------
________________
પુણ્ય અને પાપનું રહસ્ય
આ જગતને જોઈએ છીએ, ત્યારે એક વ્યક્તિ સુખી અને બીજી વ્યક્તિ દુ:ખી દેખાય છે. આ રીતે ધનિક અને નિર્ધન, સુંદર અને અસુંદર, નિરક્ષર અને સાક્ષર, ઉત્તમ કુળમાં જન્મેલો અને અધમ કુળમાં જન્મેલો એવા ભેદ દેખાય છે. એટલું જ નહીં, માનવસમૂહમાં પણ ઘણા એવા સ્થળે જન્મ લે છે કે જ્યાં તેમને ધર્મના કોઈ સંસ્કાર સાંપડતા નથી અને ઘણા ઉત્તમ સંસ્કારપૂર્ણ જગ્યાએ જન્મ લે છે, જ્યાંથી તેમને જીવનવિકાસ અને ધર્મસંસ્કાર સાંપડે છે.
કેટલાક લોકો અનેક મિત્રો અને ઘણા સંસ્કારી પરિવારની વચ્ચે વસે છે, તો ઘણા એવા પણ છે કે જે ઘરમાં પતિ-પત્ની સિવાય કોઈ હોતું નથી. વળી તેઓ પણ વૃદ્ધ થવા છતાં કોઈ તેમની સેવા કરનાર હોતું નથી. કેટલીક વ્યક્તિના ઘરમાં ધન-ધાન્યના ઢગલા હોય છે અને કોઈ ઘરમાં એક ટંકનું ભોજન થાય તેટલું અનાજ પણ હોતું નથી. કેટલાકના ઘરમાં આશાંતિ નોકર-નોકરાણી હોય છે, જ્યારે કેટલાકને ઘરમાં કોઈ પાણી પિવડાવનાર પણ હોતું નથી. કોઈકના ઘરમાં સારી પરિસ્થિતિ, આજ્ઞાકારી, પતિવ્રતા અને સુસંસ્કૃત પત્ની
અને વિનયી તથા સેવાભાવી પુત્ર-પુત્રીઓ છે. પુણ્ય અને પાપનું રહસ્ય
૨૪૩
૧૫
કલાક
Page #255
--------------------------------------------------------------------------
________________
કેટલાંક એવાં પણ ઘર હોય છે, કે જ્યાં કર્કશા, અને કલહપ્રિય પત્ની અને અવિનયી તથા માતાપિતાને મારતા, સતાવતા અને દુઃખ પહોંચાડતા પુત્ર હોય છે. - સવાલ એ છે કે આવી વિષમતા શા માટે? આ વિષમતા શું કોઈ બીજાએ સર્જી છે કે સ્વયંસર્જિત છે? આના પ્રત્યુત્તરમાં જ્ઞાની-પુરુષોનું કહેવું છે કે આ વિવિધ પ્રકારની વિષમતાઓ અને વિચિત્રતાઓ પુણ્ય અને પાપના કારણે દષ્ટિગોચર થાય છે. મનુષ્યએ સ્વયં તે સર્જેલી છે. પૂર્વજન્મમાં કે આ જન્મમાં પણ પૂર્વકાળમાં શુભકાર્ય કરેલાં હોય તેનાં એ શુભકાર્યોનાં કારણે પુણ્યબંધ થાય અને તે જ પુણ્યસંચયનું ફળ તેને સુખ, ધન-ધાન્ય, યશ, બળ, મિત્ર, સુકુળ, ઉચ્ચ વર્ણ, ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ પ્રજ્ઞા, પરિપૂર્ણ પંચેન્દ્રિય, સુરૂપતા, ઉત્તમ સંસ્કારી પત્ની, દાસ-દાસી, પશુ-ધન, ઉત્તમ મકાન અને સુસંસ્કાર આદિ શુભવસ્તુઓના રૂપમાં મળે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે:
खेत्तं वत्यु हिरण्यं च पसवो दास-पोरुसं । चत्तारि कामखंधाणि तत्थ से उववजई ॥ मित्तवं, नाइवं होइ उच्चागोए य वण्णवं ।
अप्पायंके महापन्ने अभिजाए जसो बले ॥ વિષમતાનું રહસ્ય
વ્યક્તિ પૂર્વજન્મમાં કે આ જન્મના પૂર્વકાળમાં ખરાબ કર્મ કરતો આવ્યો હોય, તેને એ દુષ્કર્મોના કારણે પાપબંધ થાય. એ જ પાપપુંજના ફળસ્વરૂપ દુઃખ, દરિદ્રતા, ભૂખ, અશક્ત ઈદ્રિયો, કુરૂપતા, કુપુત્ર, કુભાર્યા, ખરાબ ફળ, સારા મિત્રોનો અભાવ, કુસંસ્કાર, ખરાબ ક્ષેત્ર અને વાતાવરણ આદિ વસ્તુઓ પ્રાપ્ત થાય છે.
સામ્યવાદમાં માનનાર કે નાસ્તિકો આ વાતને સ્વીકારતા નથી. તેઓ કહે છે કે આ તો ધનપતિઓ અને રાજાઓ આદિનો પ્રચાર છે. તેઓ ધર્મના ઠેકેદારો પાસેથી એવું કહેવડાવે છે, કે જેથી દીન-હીન, દરિદ્રમજૂર લોકો પોતાની એ જ દુઃખી પરિસ્થિતિમાં રહે અને પોતાના ભાગ્યને દોષ આપતા રહે તથા ધનપતિઓની ગુલામી કરતા રહે. આમાંથી ક્યારેય બહાર આવી શકે નહીં કે વિકાસ કરી શકે નહીં. પરંતુ આ એક ભ્રાંતિ
આ
જ છે પણ
રત્નત્રયીનાં અજવળ .
Page #256
--------------------------------------------------------------------------
________________
એવું પણ બને છે કે દરિદ્ર અને ભિખારી વ્યક્તિ પણ એક દિવસ ધનાઢ્ય અને દાની તરીકે નજરે પડે છે. એક સમયે ગુલામ હોય, તેઓ સ્વતંત્ર થઈને સુખનો અનુભવ કરતા દેખાય છે. અંધકારપૂર્ણ અને અવિકસિત ક્ષેત્ર મેળવનાર વિકસિત ક્ષેત્રમાં જઈને પોતાનો વિકાસ સાધતા દેખાય છે અથવા તો એ જ ક્ષેત્રમાં પોતાના ધર્મયુક્ત પ્રબળ પુરુષાર્થથી અપ્રતિમ વિકાસ કરે છે અથવા વિકાસનાં સાધન મેળવે છે. હવે એ દલીલ તો ન રહી કે ધનવાન યા સત્તાધારી લોકો એમને એવા બનાવી દે છે, અથવા એવા જ રહેવા માટે મજબૂર કરે છે. સામ્યવાદ હોય, ત્યાં પણ વિષમતા દેખાય છે. નાસ્તિકોમાં પણ વિવિધ પ્રકારની વિચિત્રતા દેખાય છે. તેમાં પણ કોઈ રૂપવાન તો કોઈ કુરૂપ, કોઈ વિક્લાંગ, તો કોઈ અશક્ત, કોઈ રોગી તો કોઈ નીરોગી, કોઈ અધિકારી છે, તો કોઈ આજ્ઞાધીન નોકર જેવા છે. કોઈ વધુ ક્યાય છે, તો કોઈ ઓછું. કોઈ તીવ્ર બુદ્ધિશાળી છે, તો કોઈ મંદબુદ્ધિ. શું આ વિષમતાઓને સામ્યવાદી કે નાસ્તિક ભૂંસી શકે છે ખરા ? એ લોકો આ વિષમતાઓ મિટાવી શકશે ખરા ? કદાપિ નહીં.
ઠપકો, સલાહ અને ધન્યવાદ
મધ્યયુગમાં પુણ્યવાદ કે ભાગ્યવાદને કારણે અનેક ભ્રાંતિઓ ફેલાઈ અને કેટલાકે આ પુણ્યવાદનો દુરુપયોગ પણ કર્યો. અનેક સત્તાધારીઓ અને ધનિકોએ પોતાના પૂર્વપુણ્યના ફળસ્વરૂપ પ્રાપ્ત થયેલી સત્તા અને ધનના બળે ગરીબો, શ્રમજીવીઓ અને અવિકસિત પ્રદેશના માનવીઓને પોતાના ગુલામ બનાવ્યા, તેમનું શોષણ કર્યું, તેમને વિવિધ યાતનાઓ આપી, તેમના પર અન્યાય અને અત્યાચાર કર્યા. આ રીતે તેઓએ પોતાના પુણ્યવાદ(કે ભાગ્યવાદ)ના પ્રતાપે અનેક પૂર્વ પાપવશ બુદ્ધિહીન લોકોને પોતાની જાળમાં ફસાવ્યા અને તેમની પાસેથી ધાર્યું કામ લીધું, તેમનો વિકાસ અટકાવીને પોતાની જાતને પાપી, દીન-હીન અને અવિકસિત ગણીને પરાણે પાપકૃત કરીને એમણે પોતાને માટે તો પાપનાં બીજ વાવ્યાં જ છે, પોતાના પૂર્વસંચિત પુણ્યની ખેતીમાં સ્વહસ્તે જ આગ લગાડી છે. નવેસરથી કોઈ પુણ્ય ઉપાર્જન નથી કર્યું, બલ્કે અગાઉની પુણ્યની પૂંજી વાપરી નાખી છે.
એક વેપારીને ત્રણ પુત્રો હતા. એ વૃદ્ધ થયો અને પુત્રો કાબેલ પુણ્ય અને પાપનું રહસ્ય
૨૪૫
Page #257
--------------------------------------------------------------------------
________________
બની ગયા ત્યારે એક દિવસ ત્રણે દીકરાને પોતાની પાસે બોલાવીને પ્રત્યેકને દસ-દસ હજાર રૂપિયાની થેલી સોંપતાં કહ્યું, “લ્યો દીકરાઓ, આ મૂડી અને તમારું જીવન ચલાવો. હું તો હવે વૃદ્ધ થઈ ગયો છે. હવે મારાથી વિશેષ કામધંધો નથી થતો.” - ત્રણ પુત્રોમાં એક પુત્ર મૂર્ખ અને ઉડાઉ હોવાથી એણે વિચાર્યું પિતાજીએ આ મૂડી તો મને મોજશોખથી જિંદગી વિતાવવા માટે આપી છે, મારે ત્યાં ધનની કોઈ ખોટ તો નથી, કે જેથી મારે આ મૂડીથી વ્યાપાર કરવો પડે.” એમ વિચારીને એ પેલી રકમ એશઆરામમાં વાપરવા લાગ્યો. આખો દિવસ પ્રમાદથી પડ્યો રહે, ગપ્પા લગાવે અથવા તો
ક્યાંક જુગારીઓ સાથે પણ બેસી જતો. તેણે કોઈ વ્યાપાર-ધંધો કર્યો નહીં.
બસ, થોડા મહિનામાં એની મૂડી વપરાઈ ગઈ. બીજો પુત્ર હોશિયાર ન હતો, પરંતુ તે વિનીત અને વિચારશીલ હતો. માત્ર એ પુરુષાર્થી ન હતો. તેથી એણે વિચાર્યું, “પિતાજી પાસે તો હજી ઘણી મિલક્ત છે. મારે એ વધારવાની શી જરૂર ? હા, એ વાત છે કે મારે આ મૂડીમાંથી એક પણ પાઈ નકામી ખર્ચવી જોઈએ નહીં, પણ એટલું જ કમાવું જોઇએ જેનાથી થ#ો શરબ ચાલી શકે
તેણે વેપાર તો કર્યો, પરંતુ ઘણા જ નાના પાયા પર. ફળસ્વરૂપે જેટલી આવક થતી એટલો જ ખર્ચ થઈ જતો. - ત્રીજો પુત્ર ઘણો હોશિયાર, વિવેકી, ચાલાક અને વિચક્ષણ હતો. તેણે વિચાર્યું. “પિતાજીએ કશાય કારણ વગર મને આ થેલી આપી ન હોય, જરૂર એની પાછળ તેમનું કોઈ વિશેષ પ્રયોજન હોવું જોઈએ. ધનની તો અમારા ઘરમાં કોઈ ખોટ નથી, પરંતુ નવી આવક ન થાય અને જૂની સંચિત મૂડી આળસુ બનીને બેઠા બેઠા વાપરીએ, તો આખરે એક દિવસ તો તે પૂરી થઈ જવાની. વળી એકદમ પિતાજીની વિદાય પછી વ્યાપારમાં ઝંપલાવવાથી તો શું હાથમાં આવશે ? પછી તો “ઓછી પૂંજી ખસમો દમન) ખાય' એ કહેવત અનુસાર જે કંઈ મિલકત વ્યાપારમાં જોડીશું, તે અમને જ ડુબાડશે. ખર્ચ વધારે થશે અને આવક ઓછી થશે, વળી એ સમયે એકાએક વેપાર શરૂ કરવો, એ પણ “આગ લાગવાના સમયે કુવો ખોદવા જેવું કામ ગણાશે. આથી જ પિતાજીએ
રત્નત્રયીનાં અજવાળાં
૨૪૬
Page #258
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપૂર્વક અમને ત્રણેયને સરખેસરખી રકમની થેલી આપી છે, જેથી અમે અત્યારથી જ નીતિયુક્ત વેપાર કરીને અમારી મિલકત વધારતા રહીએ.'' આથી ત્રીજા દીકરાએ દેશાવરમાં દુકાન કરી. થોડો રોકડ રકમથી અને થોડો ઉધારથી માલ લાવીને એક જ વર્ષમાં સારા પ્રમાણમાં મૂડી એકઠી કરી.
ત્રણે ભાઈઓને એક વર્ષ પછી પિતાજીએ પાછા બોલાવ્યા. પ્રથમ પુત્ર તો એક જ વર્ષમાં સઘળું ધન ઉડાવી ચૂક્યો હતો, એટલું જ નહીં, કિંતુ દેવાદાર થઈ ગયો હતો, આથી ઉદાસ અને દુઃખી થઈને શરમ અનુભવતાં આંખોમાં આંસુ સાથે પિતા પાસે પહોંચ્યો. બીજો પુત્ર ઉદાસ તો નહોતો, પરંતુ આળસુ હોવાને કારણે પિતા પાસે પહોંચ્યો, ત્યારે તેના ચહેરા પર નૂર ન હતું. એના મુખ પર હાસ્યની એક રેખા ય નહોતી. પરંતુ ત્રીજો પુત્ર પિતા તરફથી સમાચાર મળતાં જ આનંદિત થઈને પિતાએ આપેલી થેલી અને વ્યાપારમાં કમાયેલી સંપત્તિ સાથે ઘરે પાછો આવ્યો. તેના ચહેરા પર પ્રસન્નતા પ્રગટેલી હતી.
પિતાએ જેને ઠપકો, સલાહ કે ધન્યવાદ આપવા હતા તે યથાયોગ્ય રીતે આપ્યા. પ્રથમ પુત્રને તો ઠપકો જ મળ્યો. બીજા પુત્રને સલાહ આપી અને ત્રીજા પુત્રને પિતાએ પોતાની છાતીસરસો ચાંપીને આપતાં પ્રશંસા કરી.
પુણ્યની કમાઈ
આ કથા પુણ્ય-પાપના સંદર્ભમાં સુંદર પ્રેરણા આપે છે. ભાગ્યરૂપી પિતાએ ત્રણ પ્રકારના પુત્રોને સમાન પુણ્યરૂપી મૂડીની થેલી આપી, વિકાસની સમાન તક આપી. મનુષ્યજન્મ, ઉત્તમ કુળ, પાંચે ઇંદ્રિયો, સુડોળ, સુરૂપ શરીર વગેરે તો ત્રણેને મળ્યાં હતાં, પરંતુ એ ત્રણમાંથી એકે તો પોતાની મૂર્ખાઈને લીધે સઘળી મિલકત ગુમાવી. આવી રીતે કેટલાક એવા કપૂત હોય છે કે જેઓ પોતાને સાંપડેલી પુણ્યરૂપી મૂડીને હિંસા, અસત્ય, અપ્રામાણિકતા, શિકાર, વ્યભિચાર, અન્યાય, અત્યાચાર, જુગાર, સટ્ટો, ચોરી, માંસાહાર, મદિરાપાન, વેશ્યાગમન વગેરે દુર્ગુણોના ચક્કરમાં પડીને ખોઈ નાખે છે અને પછી પોતાના ભાગ્યને રડે છે. આવા લોકો પોતાનું પુણ્ય તો ખોઈ બેસે છે અને નવાં પાપકર્મ બાંધીને પાપની કમાણી કરીને નવું દેવું વધારે છે.
પુણ્ય અને પાપનું રહસ્ય
૪૦
Page #259
--------------------------------------------------------------------------
________________
કેટલાક લોકો બીજા પુત્રની જેમ પ્રાપ્ત પુણ્યની મૂડીને સાચવીને રાખે છે, પરંતુ તે પુરયમાં વૃદ્ધિ કરતા નથી. થોડું પુણ્ય-ઉપાર્જન કરે છે, તેટલું જ ખર્ચી નાખે છે. થોડુંક પુણ્યઉપાર્જને ધાર્મિક ક્રિયાઓ દિખાવ કરવા માટે જ) દ્વારા કરે છે, પરંતુ બીજી બાજુ પોતાના વ્યાપારધંધામાં કે લોકવ્યવહારમાં નીતિ, ન્યાય અને ધર્મનો વિચાર કરતા નથી. આના પરિણામે પુણ્યની મૂડી અહીંયાં જ સમાપ્ત થઈ જાય છે. આવા લોકો પ્રમાદી બની જાય છે અને એવા ગર્વમાં ડોલે છે કે અમારી પાસે પૂર્વપુણ્યના પ્રતાપે બધું જ છે, પરંતુ તેઓ ભવિષ્યના પુણ્ય માટે પુરુષાર્થ ખેડવાનો વિચાર કરતા નથી.
કેટલાક લોકો ત્રીજા ઉત્તમ પુત્ર જેવા હોય છે. તેઓ પૂર્વપુણ્યની મૂડીને તો સાચવીને રાખે છે. નવા પુણ્યની સંપત્તિ એકઠી કરે છે એટલે કે તેઓ પોતાના જીવનમાં સદાચાર, પ્રામાણિકતા, અહિંસા, સત્ય, કુવ્યસનત્યાગ, નીતિ, ન્યાય વગેરેનું પાલન અને દાન, શીલ, તપ અને ભાવનું યથાર્થ આચરણ કરે છે, એનાથી નવા પુણ્યની મૂડી ઉમેરાય છે. એનો અર્થ એ છે કે તેઓ ભૂતકાળની ભાગ્યપિતાની આપેલી પુણ્યમૂડી પર જ મોજમજા કરતા નથી, પરંતુ પોતાના શુભ પુરુષાર્થથી નવા પુણ્યની ખેતી પણ પ્રયકાર્યનાં બીજ વાવીને કરે છે.
બ-હીન અને ગરીબ લોકોના ભોગે આગળ વધે છે, પરંતુ એ પછી ધન અને સત્તાના મદમાં અભિમાની થઈને તેઓને જ હેરાન કરે છે, ચડે છે, શોષણ કરે છે, જુલમ ગુજારે છે, તેઓ પેલા પ્રથમ કપૂતની જેમ પોતાની પૂર્વપુણ્યની મૂડીને પોતાના જ હાથે ખોઈ બેસે છે, નવી પૂંજી વધારવાની વાત તો દૂર રહી. પુણ્ય અને જાની પરિભાષા
આવી છરા પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય ? પુણ્ય શું છે અને પાપ શું છે ? આ વાત જ્ઞાની પુરુષો માટે તો હથેળીની રેખાની જેમ સ્પષ્ટ છે, પરંતુ આપણે અસત્યના આવરણથી ઢંકાયેલા હોવાથી શાસ્ત્રોમાં જે વચન આપ્યાં છે તેના આધારે પુણ્ય અને પાપ દર્શાવી શકીએ છીએ.
સોનું તો એક જ છે. એ રાજાના મસ્તક પર મુગટ બનીને શોભા ૨૪૮
રત્નત્રયીનાં અજવાળાં
Page #260
--------------------------------------------------------------------------
________________
આપે છે અને તેનાં જ ઝાંઝર બનાવીને યુવતીના પગમાં પહેરાવાય છે. જે માટીનો ઘડો બહેનોના મસ્તક પર સ્થાન પામે છે, તે જ માટીનો બનેલો વાટકો શૌચાલયમાં કામ આવે છે. મનુષ્યના જીવનમાં પણ શુભાશુભ કર્મોના કારણે આવી વિચિત્રતા છે. આમ તો પુણ્ય અને પાપની ઓળખ વ્યક્તિનાં કાર્ય, વ્યવહાર કે મનઃસ્થિતિ પર નિર્ભર છે, પરંતુ વ્યાકરણની દૃષ્ટિએ મુખ્યત્વે આવો અર્થ થાય છે.
पुनाति शुभकार्येणात्मानमिति पुण्यम्
पातयत्ययस्तादात्मानमिति पापम् જે શુભકાર્ય દ્વારા આત્માને પાવન કરે છે, તે પુણ્ય છે અને જે અશુભ કાર્યો દ્વારા આત્માને નીચો પાડે છે તે પાપ છે.”
આનો અર્થ એ છે કે જે કાર્યો, વિચારો કે પ્રવૃત્તિઓથી આત્મામાં સુખ, સંતોષ, આલાદ અને પવિત્રતા જાગે છે, વ્યક્તિ પ્રગટ રીતે કરવામાં કશો ખચકાટ અનુભવતો ન હોય, તે પુણ્ય છે. કારણ કે જેટલાં હિતકર અને શુભ કાર્ય છે, તેમને બધાની સામે, છુપાવ્યા વગર કરવામાં કોઈને સંકોચ નથી થતો. આથી જ એક આચાર્યએ પાપ-પુણ્યની પરિભાષા આ પણ કરી છે –
પ્રવરં પુખ્ય પ્રઝર્વ પાપ જે પ્રગટ છે, અગુપ્ત છે તે પુણ્ય છે, કિંતુ જે ગુણ હોય છે, છુપાવેલું હોય છે, તે પાપ છે.' પાપનો ભય
ગમે તેટલી સત્તાધારી કે ગમે તેટલી ધનાઢ્ય વ્યક્તિને પણ પાપ છુપાવવાનું મન થાય છે. કોઈ જોઈ જાય નહીં, કોઈ ટોકે નહીં, કોઈ મારી નિંદા કરે નહીં, કોઈ મને દંડ આપે નહીં, તે પ્રકારની આશંકા દરેક સમયે પાપકર્તાના મનમાં રહે છે. તેથી એ પાપકાર્યોને ગોપાવવા ઇચ્છે છે. જો કોઈને તેનાં પાપકાર્યોની જાણ થઈ જાય છે, તો તેને કોઈ ને કોઈ પ્રકારની લાલચ આપીને દબાવી દેવા ઇચ્છે છે. બીજી વાત એ પણ છે કે પાપ કરતી વખતે અને કર્યા પછી તે વ્યક્તિને મનમાં સતત ભય, ક્લેશ, પસ્તાવો અને ખેદ થતો હોય છે. તે પોતાનો આ ભાવ કદાચ બહાર પ્રગટ થવા દેતો ન હોય, પરંતુ મનમાં એને પાપનો ડંખ ખટક્યા કરે છે. - - -
પુણ્ય અને પાપનું રહસ્ય
૨૪૯
Page #261
--------------------------------------------------------------------------
________________
તે એના મનને ઘણી પીડા આપે છે અને હૃદયના ભાવને સતત ગ્લાનિમય રાખે છે. પાપકર્તાના ચિત્તમાં પ્રસન્નતા, ઉલ્લાસ કે સુખની અભિવ્યક્તિ પ્રગટતાં નથી, જ્યારે પુણ્યકાર્ય કરનારના મનમાં ભય, ખેદ, ક્લેશ, પસ્તાવો કે લોભ હોતા નથી. પુણ્યકાર્ય મનમાં ખૂંચતું નથી. આના પરથી દરેક વ્યક્તિ કલ્પના કરી શકે છે કે પુણ્ય શું છે અને પાપ શું છે ?
પુણ્યવાનનો અર્થ
અનેક લોકોને મનુષ્ય શરીર, ઉત્તમ કુળ, આર્યદેશ, પરિપૂર્ણ પંચેન્દ્રિય વગેરે પ્રાપ્ત થાય છે એટલે પુણ્યશાળીમાં કોઈ ક્ષતિ દેખાતી નથી. છતાં આવા સંયોગ ધરાવનારા લોકો દરિદ્ર, મંદબુદ્ધિ, અપુત્ર, કુભાર્યાવાન અથવા કુપુત્રી કેમ જોવામાં આવે છે? એવા સુંદર સંયોગ પામનારી વ્યક્તિઓ દુઃખી જણાય, ત્યારે એમ કેમ ન કહેવાય કે આ વ્યક્તિ પુણ્યહીન છે? આ વાત એવી છે કે સામાન્ય રીતે દરેક મનુષ્યને આ બધા સંયોગો પૂર્વકૃત પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે, તુ વર્તમાનમાં તેમને વાસ્તવિક રૂપમાં પુણ્યવાન કહેવાતા નથી. જેનામાં પુણ્યની અધિકતા હોય અથવા જેસ્વા પુણ્યનું ઉપાર્જન અધિક માત્રામાં કરી રહ્યા હોય તે જ વર્તમાન સમયમાં પુણ્યવાન કહેવાય.
પુણ્યવાન' શબ્દ અધિક પુણ્યના અસ્તિત્વનો ઘોતક છે. જેવી રીતે પચાસ પૈસા કે એક રૂપિયો ધરાવનાર ધનવાળો હોવા છતાં પણ ધનવાન ગણાતો નથી, ધનિક એ જ કહેવાય છે કે જેની પાસે વધારે ધન હોય અને તે પણ સમાજના વર્તમાન ધોરણો કરતાં અમુક વિશેષ માત્રામાં હોય. એ રીતે પુણ્યવાન એ કહેવાય છે કે જેની પાસે પુણ્યની પ્રચુર માત્રા હોય અથવા જે પ્રચુર માત્રામાં પુણ્યનું ઉપાર્જન કરી રહ્યો હોય.
આ દષ્ટિએ કોઈ વ્યક્તિને ધનાઢ્ય હોવાથી કે પત્ની-પુત્રવાળો હોવા છતાં પણ એને તત્કાળ પુણ્યવાન કહી શકાય નહીં. કોઈ ચોરી, ડાકુગીરી કે નિંદ્યકર્મ કરીને પણ ધન એકઠું કરી લે છે. શું એ પાપકર્મ દ્વારા એકત્રિત કરેલા ધનને ભોગવતા ધનિકને પુણ્યવાન કહેશો ? કોઈને પત્ની મળી ગઈ કે પુત્ર મળી ગયો, પરંતુ તે સદાય બીમાર જ રહેતાં હોય રપ૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #262
--------------------------------------------------------------------------
________________
અથવા તેઓ આજ્ઞાકારી, વિનીત અને વફાદાર ન હોય તો એ વ્યક્તિને માત્ર પત્ની-પુત્ર હોવાને કારણે પુણ્યવાન કહી શકાય ? સાચો પુણ્યશાળી કોણ?
આજકાલ અધિકાંશ લોકો બાહ્ય વૈભવ અને ચમક-દમક જોઈને તેને તત્કાળ પુણ્યવાન માની લે છે. ધનસંપત્તિ વિનાની, બાહ્ય ટાપટીપ વિનાની અને પોતાની ન્યાયપૂર્વક આજિવિકામાં સંતુષ્ટ વ્યક્તિના હૃદયમાં દયા અને સહૃદયતા હોય, જગતના સંતપ્ત લોકો માટે શુભેચ્છા, સદ્ભાવના અને શુભકામના વ્યક્ત કરતો હોય, દુઃખી લોકોનાં આંસુ લૂછતો હોય અને પોતાના શરીરથી યથાશક્તિ સહાયતા કરતો હોય, તો શું આવી વ્યક્તિ પુણ્યશાળી ગણાય નહીં ? જરૂર ગણાય. અલંકારો અને કીમતી પોશાક પહેરેલો એક કરોડપતિ ચમકદાર મોટરમાં બેસીને જઈ રહ્યો હતો. મોટર ઝડપથી જઈ રહી હતી. રસ્તામાં કોઈ ગરીબ માણસ મોટરની હડફેટમાં આવી જતાં તેને વાગ્યું અને લોહીલુહાણ થઈને પડી ગયો. શેઠ તેને ધમકાવવા માંડ્યા, - “મૂર્ખ, બેવકૂફ નહીં તો ! આંધળો છે કે શું? જોતો નથી કે સામેથી મોટર આવે છે. રસ્તાથી એકબાજુ ખસી જવાને બદલે જાણીજોઈને સામે આવે છે અને અમને બદનામ કરે છે ! દુષ્ટ ! તું અહીં જ પડ્યો રહે !”
આમ, ધમકાવીને શેઠ તો મોટરમાં બેસી ગયા અને મોટર ઝડપથી દૂર ચાલી ગઈ. એ શેઠને ઘાયેલ ગરીબને ઉઠાડવાની, મલમ-પટ્ટી કરવાની કે સહાનુભૂતિના બે શબ્દ કહેવાની જરૂર જણાઈ નહીં.'
એવામાં એક બીજો ગરીબ આવી ચડ્યો. તેણે ઘાયલ માણસને જોયો, તો તેને સાંત્વના આપી, છાતીસરસો ચાંપીને દવાખાને પહોંચાડ્યો તથા યથોચિત સેવા કરી.
તમારું હૃદય કોને પુણ્યશાળી કહેશે ? પેલાં તવંગરને કે આ નિર્ધનને ?
તમારું હૃદય તો એ સ્વીકારશે કે હકીક્તમાં પેલો ગરીબ માનવી જ પુણ્યશાળી ગણાય, પરંતુ કદાચ બુદ્ધિ એ સ્વીકારવા આનાકાની કરે કે આ ચીંથરેહાલ નિર્ધન પુણ્યશાળી કઈ રીતે કહેવાય ? પુણ્યશાળી તો મોટર, બંગલો અને ધનથી ભરેલી તિજોરીવાળો જ હોવો જોઈએ.
પુચ અને પાપનું રહસ્ય
૨૫૧
Page #263
--------------------------------------------------------------------------
________________
અહીં જ તમારી પારખવાની શક્તિમાં ભૂલ દેખાય છે. ઝવેરીની સામે એક બાજુ ચમક્તો પાસાદાર કાચ પડ્યો હોય અને બીજી બાજુ ધૂળથી રગદોળાયેલો બેડોળ હો પડ્યો હોય, તેમ છતાં એ કાચની વધારે ચમક જોઈને કાચને હીરો નહીં કહે, પરંતુ હીરાને જ હીરો કહેશે, પછી ભલે ને તે સમયે એ અસ્વચ્છ અને કર૫ હોય. એ જ રીતે દીર્ઘદર્શી અને યોગ્ય પરખ કરનારી વ્યક્તિ, મેલાંઘેલાં કપડાં અને કદરૂપી વ્યક્તિના હૃદયને જોશે, તેની બાહ્ય ચમક જોઈને આકર્ષિત નહીં થાય. એક વ્યાવહારિક ઉદાહરણ જોઈએ. –
ઠંડીના દિવસો હતા. હિમવર્ષાથી ડામરનો રસ્તો ભીંજાઈ ગયો હતો. ધરતી પર પગ મૂકવામાં જોખમ હતું. એ સમયે એક ભિખારી પોતાના નાનકડા બાળકને છાતીસરસો ચાંપીને ઠંડીમાં થરથરતો ગલીઓમાં અહીં-તહીં ભટકી રહ્યો હતો. ભૂખથી એની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. પગ માંડ ચાલી શકતા હતા, છતાં પણ પોતાના માટે નહીં, તો પોતાના નાનકડા બાળકના પેટની આગ શમાવવા માટે આવી ઠંડીમાં નીકળવું પડ્યું હતું.
છ મહિનાના આ બાળકની માતા અગાઉના દિવસે જ મૃત્યુ પામી હતી. ભિખારી જોરથી બૂમો પાડી રહ્યો હતો, “ઓ શેઠ ! ઓ દાદા ! હું ત્રણ દિવસથી ભૂખ્યો છું અને આ નાનું બાળક પણ ભૂખથી તરફડી રહ્યું છે. દયા કરીને મારા માટે નહીં તો આ બાળક માટે માનવતાને ખાતર કંઈક આપો ! ભગવાન તમારું ભલું કરશે, શેઠ !”
આવા કરુણ શબ્દો સાંભળી પથ્થર પણ પીગળી જાય, પરંતુ આ કરુણ વાક્યો સાંભળીને બંગલાના ત્રીજા માળે બેઠેલા શેઠનો પિત્તો ગરમ થઈ ગયો ! તે બબડ્યા,
સાલા બદમાશ ! સવારે ઊઠતાંની સાથે માગવા સિવાય તારે કોઈ ધંધો જ નથી ! સરકારે “બેગર્સ એક્ટ લાગુ કર્યો છે, તેમ છતાંય તારા જેવા લોકો ભીખ માગતા બંધ ન થયા. જતો રહે અહીંથી, અહીંયાં કંઈ જ નહીં મળે.”
શેઠના કઠોર અને અસહ્ય શબ્દો સાંભળીને સ્વાભિમાન છોડી બિચારો ભિખારી કહેવા લાગ્યો, ૨પ૦
રત્નત્રયીનાં અજવાળાં
નામ:, ,
Page #264
--------------------------------------------------------------------------
________________
“ઓ શેઠ, બહુ ભૂખ્યો છું, કંઈક તો ઠંડું-વાસી ખાવા આપો. ભગવાન તમારું ભલું કરશે.”
હવે તો શેઠના મગજનો પારો આસમાને પહોંચી ગયો. તેમણે વિચાર્યું કે આ બલા અહીંથી એમ સહેલાઈથી નહીં ટળે. શેઠે ત્વરાથી બાજુમાં રાખેલી ઠંડા પાણીની માટલી એ ભિખારી પર ઢોળી દીધી. બસ ! હવે શું થાય ? એક તો અસહ્ય ઠંડી અને તેમાં વળી ઉપરથી શેઠ તરફથી મળેલો આ ઠંડા પાણીનો પ્રસાદ !
ઠંડીથી થરથર કાંપતો ભિખારી બિચારો પોતાનો જીવ બચાવવા માટે પાસેનું એક ખૂણામાં લપાઈને બેસી ગયો. તેનું નાનું બાળક ધ્રુસકાં -: જ જીવન લાગ્યું. વૃદ્ધ ભિખારી દુઃખી ગીત ગાતા-ગાતો ભગવાનને છે. કરવા લાગ્યો.
એટલામાં મિલની સાયરન વાગી. મિલમાં જનારા મજૂરોએ તે વૃદ્ધ ભિખારીની કરુણ હાલત સાંભળી. તેમનું હૃદય દ્રવિત થઈ ગયું. તે મજૂરોએ થોડી થોડી રકમ ભેગી કરીને તે ભિખારીને સારી એવી રકમ આપી અને મિલ તરફ ચાલી નીકળ્યા. ભિખારી પણ અંતરથી તેમને આશીર્વાદ આપતો આગળ વધ્યો. સંયમ અને અપરિગ્રહનો આરાધક
પોતાની કીર્તિ-પ્રસિદ્ધિ માટે હજારો રૂપિયાનો ધુમાડો કરનાર કઠોર હૃદયના વ્યક્તિ પુણવાન ગણાય કે પછી દરિદ્ર અને દુઃખીને જોઈને પીગળી જનાર, બહારથી ગરીબ પરંતુ હૃદયના અમીર પુણ્યશાળી ગણાય ? વાસ્તવમાં ગરીબ પરંતુ હૃદયના ઉદાર જ પુણ્યવાન ગણાય. આથી એક રાજસ્થાની કવિએ કહ્યું છે –
दया धर्म पावे तो कोई पुण्यवंत पावे । ज्यां ने दया की बात सुहावे जी ॥ भारीकर्मा अनन्त संसारी ।
वांने दया दाय न आवे जी ॥ કેટલીક વ્યક્તિઓ પોતાના ધન, સત્તા, પદ કે કુળ પર ગર્વ રાખીને સેવાના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરનારને પુણ્યહીન સમજે છે. પોતે સ્વયં તો પરાવલંબી તથા પ્રમાદી બનીને પડી રહેતા હોવા છતાં પણ પોતાને આ પુણ્ય અને પાપનું રહસ્ય
૨૫૩
Page #265
--------------------------------------------------------------------------
________________
પુણ્યશાળી સમજે છે. શું તમારી બુદ્ધિ પ્રમાદી અને પરાવલંબીને પુણ્યવાન કહેશે ? શૌચાલયમાં શૌચ કરીને જે વ્યક્તિ તેને અસ્વચ્છ બનાવે છે અને સ્વયં તેને સાફ નથી કરતો, તે પોતાને પુણ્યવાન સમજે છે અને તમારા શૌચાલયને સાફ કરનાર તથા તેને સ્વચ્છ રાખનારને પુણ્યહીન સમજે છે. આવી સમજણ વિશે શું કહેવું? જો તમારો મત એવો છે કે અમે તો પુણ્યશાળી છીએ અને આ કાર્ય કરનાર પુણ્યહીન છે, તો બાળપણમાં તમારી ગંદકી સાફ કરનારી માતા પણ શું પુણ્યહીન કહેવાશે ?
હકીકતમાં સેવાનું કાર્ય કરનાર કે પોતાનું અભિમાન છોડીને સફાઈ કરનાર પુણ્યવાન છે, પરંતુ જે બીજા પર પોતાની સેવાનો ભાર નાખે છે, અને સેવકોને નીચ તથા પુણ્યહીન કહીને સ્વયં પરાવલંબી તથા પ્રમાદી બનીને બેસી રહે છે તે પુણ્યશાળી નથી. પરંતુ લોકો સરસ ખાવાનું અને સરસ વસ્ત્રોને જ પોતાના પુણ્યનું ફળ માને છે. તેમને એ સમજ નથી કે તેમનાં આવાં ભોજન અને વસ્ત્રો પાછળ કેટલા ગરીબોએ પસીનો વહાવ્યો હશે.
પોતાના મોજશોખમાં હજારો રૂપિયાનો ધુમાડો કરનાર, પોતાની સ્વાદવૃત્તિ અને જિલ્લાલોલુપતાના પોષણ માટે બીજાને ભોજનની તંગીમાં નાખનાર પુણ્યવાન છે કે પછી જે સાદું, સાત્ત્વિક ભોજન કરીને આહારમાં મર્યાદા કરીને બીજાને માટે અનાજ બચાવી રાખનાર તથા ઓછામાં ઓછી વસ્તુઓથી જીવનનિર્વાહ કરીને ગરીબો, અનાથો તથા અપંગોને સહાય કરનાર કે તેમના પર દયા કરનાર પુણ્યવાન છે ?
સાચે જ સાદગીથી અને ઓછી ચીજવસ્તુઓમાં સંયમપૂર્વક જીવન જીવનાર જ પુણ્યશાળી છે. પુણ્યોપાર્જનનો પ્રબંધ
એક વ્યક્તિએ અગાઉ ઉપાર્જિત કરેલા પુણ્યના પ્રભાવથી પૈસા. પ્રતિષ્ઠા, સત્તા અને પદ મેળવ્યાં, પરંતુ તે પોતાની સંપત્તિનો ઉપયોગ ભોગવિલાસ અને ખાણી-પાણી જેવા આમોદપ્રમોદમાં કરવા લાગ્યો. આ રીતે પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયેલી સંપત્તિનો ખર્ચ જ કરતો રહે અને નવી આવકનો કોઈ વિચાર કરે નહીં કે તે માટે કોઈ પ્રયત્ન કરે નહીં તો પછી આ સંપત્તિ ક્યાં સુધી ચાલે ? અંતમાં જ્યારે સઘળી સંપત્તિ વપરાઈ જતાં તેણે દુઃખી થવું પડશે. ૨૫૪
રત્નત્રયીનાં અજવાળાં
Page #266
--------------------------------------------------------------------------
________________
આવું જ પુણ્યના વિષયમાં છે. પૂર્વોપાર્જિત પુણ્યને ભોગવનાર મોજશોખમાં જ પુણ્યને લૂંટાવી રહ્યા હોય અને નવું પુણ્ય ઉપાર્જન કરતા ન હોય, તેમની આવી જ દુર્દશા થશે. જ્ઞાનીપુરુષ આવા પ્રમાદી અને અજ્ઞાની લોકોને ચેતવણી અને ઠપકો આપતાં કહે છે
1
"सुखमास्से सुखं शेषे भुङ्क्षे पिबसि खेलसि । न जाने त्वग्रतः पुण्यैर्विना ते किं भविष्यति ॥ " “અરે પ્રમાદી જીવ ! તું મોજથી ઊઠે-બેસે છે, મોજથી સૂએ છે, આનંદથી ખાય છે, પીએ છે અને નાચગાન રંગ-રાગમાં રમમાણ રહે છે, તું આગળની વાતનો ભવિષ્યનો વિચાર કર. તારી આ યાત્રા આ જ જીવનમાં સમાપ્ત થવાની નથી. નવો જન્મ લેવો પડશે, ત્યારે જો તારી પાસે સંચિત પુણ્યની પૂંજી નહીં હોય તો આગળ ઉપર તારી શી દશા થશે ? તારે અપાર દુઃખ વેઠવું પડશે.’’
-
આથી પરલોક માટે પુણ્યોપાર્જન કરીને તેનો પ્રબંધ કરી લેવો જોઈએ. આ જન્મમાં જો પુણ્યોપાર્જન કરી લેશે, તો આગામી જીવનમાં સુખ સાંપડશે.
મહામંત્રી તેજપાળ શાસ્ત્રોના જ્ઞાતા હતા. નીતિધર્મના ઊંડા વિદ્વાન હતા, પરંતુ તેમનું જ્ઞાન આચરણમાં પ્રગટતું નહોતું. પૂર્વોપાર્જિત પુણ્યસામગ્રીના ફળસ્વરૂપે તેમને ઘેર તમામ પ્રકારની જાહોજલાલી હતી. સંપત્તિની સાથે સાથે સત્તા, શરીર સુંદરતા અને અન્ય તમામ પ્રકારની લૌકિક સુખસાધનની સામગ્રી હતી, પરંતુ નવા પુણ્યનું ઉપાર્જન કરવા માટે તેઓ કોઈ વિશેષ પ્રયત્ન કરતા ન હતા. મુંજાલ નામનો એક શ્રાવક મંત્રી વસ્તુપાળનો અંગત ગુમાસ્તો હતો. તેણે મંત્રીને ધર્માચરણની પ્રેરણા આપવાના હેતુથી એક વાર તેમને પૂછ્યું, “મંત્રીશ્વર ! તમે ઠંડી રસોઈ ખાવ છો કે ગરમ ?'’
ગુમાસ્તાનો આ સવાલ સાંભળીને એના તરફ આંખો કાઢતા મંત્રીએ એક વાર તેની સામે જોયું, પણ પછી ગમાર માણસ છે, તેથી બોલવાનો વિવેક નથી. એમ વિચારીને દૃષ્ટિ ફેરવી લીધી. ગુમાસ્તાએ તક જોઈને ફરીથી એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું, પણ મંત્રીએ આ વખતે પણ એની વાત કાને ધરી નહીં. ત્રીજી વાર ગુમાસ્તાએ એ જ વાતનું
પુણ્ય અને પાપનું રહસ્ય
૨૫૫
Page #267
--------------------------------------------------------------------------
________________
પુનરાવર્તન કર્યું, તો મંત્રીનાં ભવાં ચઢી ગયાં. એમણે કહ્યું, “અણઘડ ક્યાંનો ! બોલવાની સભ્યતા પણ નથી આવડતી.”
ગુમાસ્તાએ શાંતિથી કહ્યું, “હા મંત્રીશ્વર ! બંનેમાંથી કોઈ એક તો ચોક્કસ હશે જ.”
મંત્રી વિસ્મય પામ્યા અને પૂછવું, “અરે ! તારી વાતમાં કંઈક ભેદ જણાય છે ! જરા કહે તો ખરો, કે આ પ્રમાણે એક જ વાત ત્રણ વખત કહેવાનો અર્થ શું હતો ?” | ગુમાસ્તાએ વિનયપૂર્વક કહ્યું, “સ્વામી, આપ જે રસોઈ ખાઈ રહ્યા છો એટલે કે જે ઐશ્વર્ય અને વૈભવનો આનંદ પામી રહ્યા છો, એ તો સાચા અર્થમાં પૂર્વજન્મમાં ઉપાર્જિત પુણ્યનું ફળ છે. પરિણામે આ તાજી રસોઈ નથી, કિંતુ વાસી છે. તાજી રસોઈ તો કંઈક જુદી જ હોય છે.”
મંત્રીને ગુમાસ્તાની વાતમાં કંઈક તથ્ય જણાયું. તેઓ નજીક આવીને જિજ્ઞાસાથી પૂછવા લાગ્યા. “તો પછી મારા માટે તાજી રસોઈ કઈ છે ?”
ગુમાસ્તો બોલ્યો, “આ બધું જાણવું હોય તો ધર્મગુરુ ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ પાસે જાવ અને તેમને પૂછો.”
મંત્રી તરત જ ધર્મગુરુ પાસે આવ્યા. ઠંડી અને ગરમાગરમ રસોઈ વિશે પૂછ્યું, તો ઉત્તરમાં ધર્મગુરુએ કહ્યું, “તમે અહીં જે વૈભવ અને ઐશ્વર્યનો ઉપભોગ કરી રહ્યા છો, તે તો પૂર્વજન્મકૃત પુણ્યનું ફળ છે.
જ્યાં સુધી તમારા વર્તમાન સમયમાં અને જીવનમાં તમે સેવા, દાન, દયા, પરોપકાર વગેરે દ્વારા પુણ્યોપાર્જન નહીં કરો, ત્યાં સુધી રસોઈ તાજી નહીં, કિંતુ વાસી જ સમજવી જોઈએ.”
મંત્રીએ ગુરુ પાસેથી ધર્મનું સ્વરૂપ સાચા અર્થમાં સમજી લીધું અને વિશેષરૂપે ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું સ્વીકાર્યું. ત્યાર પછી તો એમનું આખું જીવન ધર્મ અને સંસ્કૃતિની વૃદ્ધિ માટે અને જનસામાન્યની સેવામાં પસાર થયું. તેમણે અનેક જગ્યાએ સરોવર-વાવ, દાનશાળા, પરબ, જિનમંદિર, દીન-દુ:ખીઓ માટે અન્નક્ષેત્ર આદિ ખોલ્યાં અને શેષ જીવન ધર્મમય બનાવીને અધ્યાત્મસાધનામાં વ્યતીત કર્યું
આમ, માનવીએ પ્રમાદી બનીને અને ભોગવિલાસમાં ડૂબીને પોતાની જિંદગી વિતાવવી જોઈએ નહીં, કારણ કે આ તો પૂર્વકૃત પુણ્યનું જ ૨પ૬
રત્નત્રયીનાં અજવાળાં
*
Page #268
--------------------------------------------------------------------------
________________
ફળ છે. નવીન પુણ્યઉપાર્જન કરવા માટે મનુષ્ય આ જન્મમાં ધર્માચરણ કરે, ન્યાયનીતિપૂર્વક આજીવિકા કમાય, દાન, પરોપકાર, સેવા આદિ સત્કાર્યોમાં રત રહે, તે જરૂરી છે. આમ ન થાય તો પુણ્ય વિના આગામી જન્મમાં કોઈ પણ સુખસામગ્રી નહીં મળે. આથી કહેવાયું છે :
_ 'पुण्यं हि सर्वसम्पत्तिवशीकरणकारणम्' “પુણ્ય જ તમામ સંપત્તિની પ્રાપ્તિનું એકમાત્ર કારણ છે.”
કહેવાય છે કે પુણ્યનાં ફળ મીઠાં અને પાપનાં ફળ કડવાં હોય છે. પુણ્યનાં ફળ સહેલાઈથી ભોગવી શકાય છે અને પાપનાં ફળ ભોગવવામાં આકરાં હોય છે. પુણ્યથી મનુષ્ય સુખી થાય છે અને પાપથી દુઃખી થાય છે, આમ છતાં જગતમાં ઘણી જગ્યાએ વિપરીત સ્થિતિ જોવા મળે છે.
જે પુણ્યકર્મ કરે છે, સ્વજીવનમાં સત્કાર્ય અને ધર્માચરણ કરે છે તે દુ:ખી દેખાય છે અને રાતદિવસ પાપકર્મોમાં ડૂબેલા તથા હિંસા, અસત્ય, ચોરી, અપ્રામાણિક્તા આદિ આચરનારા પાપકર્મીઓ સુખી નજરે પડે છે. અહીં કેમ પુણ્યનું ફળ મીઠું અને પાપનું ફળ કડવું દેખાતું નથી ?
જ્ઞાની પુરુષો એમ કહીને આનું સમાધાન કરે છે કે વર્તમાનમાં પુણ્યવાન દુઃખી અને પાપી સુખી દેખાય છે તે તેમનાં વર્તમાન પુણ્ય કે પાપનું ફળ નથી, બધે તે સુખ અને દુઃખ તો ભૂતકાળનાં પાપ અને પુણ્યનું ફળ છે. વર્તમાનમાં તો પુણ્યવાન અને પાપી જે પુણ્ય અને પાપ ઉપાર્જન કરી રહ્યા છે તેનું ફળ તો તેમને ભવિષ્યમાં મળશે. મળ્યા વગર નહીં રહે. દેર (વાર) ભલે થાય, પરંતુ ત્યાં અંધેર નથી. ખેડૂત અનાજની કાપણી કરે છે, ત્યારે પહેલાં તે વાવેલાં બીજનો પાક લણે છે. વર્તમાનમાં તાજાં વાવેલાં બીનો પાક તો ભવિષ્યમાં લણવાનો મળે. એ રીતે વર્તમાનમાં પુણ્યવાન વ્યક્તિએ ભૂતકાળમાં જે પાપનાં બી રોપ્યાં હતાં, તેના ફળસ્વરૂપે તેને દુઃખનો પાક મળ્યો છે. એવું જોઈને પુણ્યના ફળ પ્રત્યે અશ્રદ્ધા લાવવાની જરૂર નથી, પરંતુ સર્વસાધારણ લોકો પુણ્યવાનને દુઃખી અને પાપીને સુખી જોઈને પુણ્યોપાર્જનના વિષયમાં ઉદાસીન થઈ જાય છે. તેમણે માત્ર વર્તમાન પર જ દષ્ટિ ન રાખવી જોઈએ. આથી કહ્યું છે – - પુણ્ય અને પાપનું રહસ્ય
છે
૨૫o
જ
ક
Page #269
--------------------------------------------------------------------------
________________
__'वर्तमानदृष्टिपरो हि नास्तिकः' જે પાપ-પુણ્યની ભૂતકાલીન કરણીનો વિચાર કર્યા વગર કેવળ વર્તમાન ફળ પર જ દૃષ્ટિ રાખે છે, તે નાસ્તિક છે.”
આવા લોકો અશ્રદ્ધાવાન બનીને પુણ્યથી અળગા થઈ જાય છે અને નિઃસંકોચપણે પાપ કરવા લાગે છે. આવા લોકો એ વિચારતા નથી કે ખેતરમાં બી રોપ્યા પછી- ખેડૂતે કેટલું ધૈર્ય રાખવું પડે છે. એને તરત જ અનાજ નથી મળતું. તે રીતે પુછ્યું કે પાપનાં બી જીવનના ખેતરમાં વાવ્યા પછી માનવીએ પણ તેનાં ફળ માટે વૈર્ય રાખવું જોઈએ. આ વાતને એક દૃષ્ટાંતથી જોઈએ.
માની લો કે એક દારૂડિયાએ એક કલાક પહેલાં દારૂ પીધો છે અને એક કલાક પછી જ તેને દારૂ પરથી વિરકિત થઈ ગઈ. તેણે સદાને માટે દારૂ પીવાનો ત્યાગ કર્યો. તો એક કલાક પહેલાં પેટમાં ગયેલો દારૂ એ વર્તમાન મદિરાત્યાગી પર પોતાનો પ્રભાવ નહીં પાડે ? એને નશો નહીં ચડાવે ? અવશ્ય ચઢાવશે.
એ જ રીતે આજે પુણ્યવાન દેખાતી વ્યક્તિઓએ ભૂતકાળમાં પાપરૂપી મદિરાનું જીવનમાં પાન કર્યું હતું. શું એ પાપરૂપી મદિરા પોતાનો પ્રભાવ નહીં બતાવે ? ફળ નહીં આપે ? અવશ્ય આપશે. તો પછી તમે વર્તમાનમાં પુણ્યકાર્ય કરનારને દુઃખી જોઈને અશ્રદ્ધા કેમ ધરાવો છો ? ઊલટું તેમાંથી પ્રેરણા લેવી જોઈએ કે પૂર્વજન્મમાં તેણે કંઈક પાપકર્મ કર્યું હતું, જેને પરિણામે દુઃખ કે સંકટ આવી પડ્યું છે. જો આપણે ભાવિ જીવનમાં દુઃખી થવું ન હોય તો અત્યારથી જ પુણ્યકાર્યનો પુરુષાર્થ કરવો જોઈએ.
એક ચોરે તેની જિંદગીમાં ઘણી મોટી-મોટી ચોરી કરી, પરંતુ એકાએક એક દિવસ કોઈ મહાત્માની વાણી સાંભળીને તેનામાં વૈરાગ્ય જાગી ગયો અને ઘરબાર, સંપત્તિ આદિ સઘળું ત્યજીને તે સાધુ બની ગયો. સાધુ બનવાથી તેના મહાપુણ્યવાન બની જવા અંગે તેના પર કોઈ સંદેહ નથી રહેતો, પરંતુ તેણે ભૂતકાળમાં જે ચોરીઓ કરેલી હતી, તેનું ફળ તો તેણે ભોગવવું જ પડશે. માની લો કે છૂપી પોલીસે તે સાધુને ઓળખી લીધો કે અમુક ચોરી કરવામાં આ જ વ્યક્તિ હતી અને તે કારણે પકડવાનું વોરંટ લઈને પોલીસ આવી. તમે એમ કહે કે આ તો સાધુ છે, એને કેમ પકડો છો ? પરંતુ તેણે ભૂતકાળમાં જે ચોરી કરી છે તેના ૨૫૮
. રત્નત્રસ્યનાં અજવાળાં
Page #270
--------------------------------------------------------------------------
________________
કારણે તેને પકડવાનું વોરંટ મળ્યું છે તે હકીક્ત છે. જો એ સાધુ ખુદ જેને ત્યાં ચોરી કરી છે, તેની પાસે જઈને પશ્ચાત્તાપ કરીને જે વસ્તુઓ ચોરી હતી, તે દીક્ષા લેતાં પહેલાં જ પાછી આપી દે અથવા તેને માટે ક્ષમા યાચીને તેને સંતુષ્ટ કરી દે તો એ સાધુને પકડવામાં નહીં આવે, પરંતુ એને માટે લોકો એટલું તો ચોક્કસ કહેશે કે, “અરે ! આ તો પેલો ચોર છે. હવે સાધુ બની ગયો છે.”
અર્જુનમાળીનું એવું જ બન્યું હતું. અર્જુન માળીની પત્ની પર રાજગૃહીના છ ગુંડાઓએ તેની સામે જ બળાત્કાર કર્યો, તેથી એને ગુસ્સો આવ્યો અને જે યક્ષની તે પૂજા કરતો હતો તેને પ્રાર્થના કરી કે, “હું પેઢી દર પેઢીથી તમારી પૂજા કરતો આવ્યો છું, આજે સંકટના સમયે તમે સહાયતા નહીં કરો તો હું એમ માનીશ કે તમે યક્ષ નથી, પણ નમાલા
બસ ! આ સાંભળતાં યક્ષ અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ્યો અને ત્યાં રાખેલું હજારપલ વજનનું લોઢાનું મગદળ ઉઠાવ્યું અને જોશથી ઘુમાવીને છ ગુંડાઓ તથા પોતાની પત્ની પર ઝીંકી દીધું. સાતેયને મારીને પછી અર્જુને મનમાં નિશ્ચય કર્યો કે હવેથી પ્રતિદિન છ પુરુષ અને એક સ્ત્રીને માર્યા વગર નહીં રહું. બસ ! તેણે તો છ મહિનામાં ૧૧૪૧ વ્યક્તિઓની હત્યા કરી.
આવો હત્યારો પાપાત્મા અર્જુનમાળી યક્ષાવેશ દૂર થઈ ગયા પછી સ્વસ્થ થઈને સુદર્શન શ્રમણોપાસકની સાથે ભગવાન મહાવીરનાં દર્શન કરવા અને એમની વાણી સાંભળવા જાય છે, ત્યાં જ તેને સંસારમાંથી વૈરાગ્ય ઊપજે છે. તે પોતાના પાપપૂર્ણ જીવનને તિલાંજલિ આપીને ધર્મમય જીવનનો અંગીકાર કરીને સાધુ બની જાય છે.
આમ, સાધુ બની જવાથી તો એ મહાત્મા અને મહાપુણ્યવાન બની ગયો, પરંતુ રાજગૃહીના નગરજનો તો એને હજી જૂનો ક્યારો જ માનતા હતા.
અર્જુન મુનિને રાજગૃહીમાં ગોચરી માગવા આવતા જોઈને તેઓ પોતાના વેરની વસૂલાત કરવા લાગ્યા. કોઈ કહેતું, “આણે મારા પિતાને ૧. હજારપલ વજન – પલ વજનનું એક પ્રાચીન એકમ છે. ચાર તોલા ભાર એક પલ
ગણાય છે.
પુણ્ય અને પાપનું રહસ્ય
૨૫૯
Page #271
--------------------------------------------------------------------------
________________
માર્યા છે.'' તો કોઈ કહેતું કે મારા ભાઈને માર્યો છે. આથી કોઈ લપાટ મારીને, કોઈ મુક્કા લગાવીને, કોઈ લાઠી ફટકારીને, કોઈ અપશબ્દો બોલીને, કોઈ નિંદા અને ઘૃણા કરીને, કોઈ અપમાન કરીને તો કોઈ ભિક્ષા આપવામાં અસહયોગ કરીને તેને હેરાન કરવા લાગ્યા. પરંતુ અર્જુનમુનિ એમ જ વિચારતા,
આ બધાં મારાં કરેલાં પાપકર્મોનાં ફળ છે. મેં એમના સંબંધીઓને મારી નાખ્યા છે, જ્યારે તેઓ તો માત્ર મારા પર પ્રહાર કરીને થોડામાં જ વેરની વસૂલાત કરે છે.''
આમ સમભાવપૂર્વક આ બધાં કો સહન કર્યાં. શાસ્ત્રકાર નોંધે છે - મહાપુણ્યવાન મુનિ બનવા છતાં પણ અર્જુનમુનિને છ મહિના સુધી પોતાનાં પૂર્વકૃત પાપોનાં ફળસ્વરૂપ યાતનાઓ સહન કરવી પડી.
કોઈ એમ કહે કે આવા મહાપુણ્યશાળી મુનિને પણ દુઃખ વેઠવું પડ્યું, તેથી પુણ્યનું ફળ દુઃખ છે, તો આ તો અણસમજ છે માત્ર વર્તમાનને જ જોવો બરાબર નથી. અર્જુનમુનિએ ભૂતકાળમાં જે ભયંકર પાપકર્મ કર્યાં હતાં, તેનું આ દુઃખરૂપી ફળ હતું, તેના વર્તમાનમાં ઉપાર્જિત પુણ્યનું નહીં.
પુણ્યફળ માટે પુણ્યકાર્ય
વર્તમાન સમયમાં જગતમાં એમ જોવા મળે છે કે લોકો પોતાનું જીવન પુણ્યકાર્યોમાં વિતાવતા નથી. દાન, પરોપકાર, સેવા, ધર્માચરણ, વ્રતપાલન, શીલ, તપ વગેરે સત્કાર્યોમાં જીવન પસાર કરતા નથી, કારણ કે તેઓ એમ સમજે છે કે પૂર્વપુણ્યના ફળસ્વરૂપ બધા જ સુખસાધન પ્રાપ્ત થયા છે, તો પછી દાન આદિ કરીને શા માટે જીવનને કષ્ટમાં નાખવું જોઈએ ? આથી મોજશોખમાં જીવન વિતાવવું, એ જ પુણ્યશાળીનું કામ છે.'' પરંતુ આ ભ્રમ છે.
આવા લોકો દુ:ખી થાય છે, ત્યારે કહે છે કે પુણ્યનું ફળ તો મળતું નથી ! વાસ્તવમાં આજે જગતના મોટા ભાગના લોકો કહે છે કે અમે સુખના અભિલાષી છીએ. સુખ ઇચ્છીએ છીએ અને સુખ માટે સઘળા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ લોકો એમ નથી વિચારતા કે સુખ એ તો પુણ્યનું ફળ છે.
જો આપણે આપણા ક્ષણિક સુખ માટે બીજાઓને દુઃખી કરીશું, રત્નત્રયીનાં અજવાળાં
૨૬૦
Page #272
--------------------------------------------------------------------------
________________
દુઃખનાં બી રોપીશું તો પુણ્યોપાર્જન થશે નહીં અને પુણ્યોપાર્જન વિના સુખ કેવી રીતે મળશે? આથી જ નીતિકાર કહે છે –
पुण्यस्य फलमिच्छन्ति, पुण्यं नेछन्ति मानवाः ।
न पापफलमिच्छन्ति, पापं कुर्वन्ति यत्नतः" ॥ “સાંસારિક માનવીઓ પુણ્યનું ફળ ઇચ્છે છે, પરંતુ પુણ્યકાર્ય કરવા કે પુણ્યનાં બી વાવવાનું ઇચ્છતા નથી. બીજી બાજુ પાપનું ફળ જરા પણ નથી ઇચ્છતા, પરંતુ તેઓ પ્રયત્નપૂર્વક પાપ કરે છે.”
મોટે ભાગે એવું જોવા મળે છે કે સમાજમાં લોકો પોતાના વેવાઈને અથવા કોઈ સત્તાધારી કે ધનિકની ખૂબ મહેમાનગતિ કરીને તેમને ખૂબ ઠાંસી-ઠાંસીને ખવડાવે છે, પરંતુ મુઠ્ઠીભર અનાજ માટે હાથ ફેલાવતા ભૂખ્યા માનવીને એક ટુકડો પણ આપતા નથી. જરૂર વિનાનાને બળજબરીથી ખવડાવે છે અને વાસ્તવિક જરૂરતવાળાને આપતાં ખચકાય છે. તો પછી એમ કેવી રીતે સમજી શકાય કે તમે પુણ્યનું ફળ ઇચ્છવા માટે પુણ્યકાર્ય કરો છો ? ભૂખ્યા અને જરૂરતમંદને આપવું એને તો બધાં જ શાસ્ત્રો પુણ્યકાર્ય કહે છે. પુણ્યકાર્ય કરવામાં પ્રત્યક્ષ આનંદની અનુભૂતિ
ઘણી વાર પુણ્યકાર્યના ફળસ્વરૂપે મનુષ્યને પ્રત્યક્ષ આનંદની અનુભૂતિ થાય છે. એવો અનુભવ તો એ જ કરી શકે કે જેણે અંતઃકરણથી પુણ્યકાર્ય કર્યું હોય. એક સામાયિકમાં પ્રકાશિત થયેલી બે વર્ષ પહેલાંની સત્યઘટના જોઈએ.
ડો. જોજે હરેરા ઉસલાર દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશના રાજદૂત તરીકે સ્વીડનમાં વસે છે. પૂર્વપુણ્યના પ્રતાપથી તેમને કરોડપતિ જેટલી અપાર સંપત્તિ મળી છે. ઘણી બેન્કો, સમાચારપત્રો અને જમીનોના તેઓ માલિક છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ કરોડપતિ ઘણા ઉદાર છે અને તેમને પત્ની પણ એટલી જ ઉદાર હૃદયવાળી મળી છે. ઈ.સ. ૧૯૫૦માં આ દંપતી કરવા માટે ઓસ્ટ્રિયાના પ્રસિદ્ધ નગર જાલ્સબર્ગ ગયાં હતાં, ત્યાં તેમના એક પરિચિતે માહિતી આપી કે જાલ્સબર્ગની નિકટ આવેલા એક આશ્રમમાં માતા-પિતા વિનાનાં અને રાષ્ટ્રીયતા વિનાનું અનાથ બાળકો રહે છે. આ સાંભળીને દંપતીનું હૃદય પીગળી ગયું. ના એ આશ્રમ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. પુણ્ય અને પાપનું રહસ્ય.
૨૬૧
Page #273
--------------------------------------------------------------------------
________________
બીજા દિવસે તેઓ ત્યાં પહોંચ્યાં અને પોતાની સાથે એક અનાથ બાળકને લઈ આવ્યાં. તેઓ તેને પોતાની જન્મભૂમિ કારાકાસ લઈ ગયાં અને તેને દત્તક લઈ લીધો. પછી તો પૂછવું જ શું ?
એ છોકરો ‘ઉસલાર' તરીકે ઓળખાવા લાગ્યો અને એનું જીવન આનંદભર્યું વીતવા લાગ્યું. તેનું દુ:ખ ચાલ્યું ગયું અને તેનો ચહેરો લાલ અને ગોળમટોળ બની ગયો. છોકરાને દંપતી માટે અગાધ પ્રેમ થઈ ગયો. તેના વર્તનમાં કૃતજ્ઞતા પ્રગટવા લાગી. એ જોઈને ઉસલાર દંપતીનો આત્મા આનંદ અનુભવવા લાગ્યો.
તેઓએ વિચાર્યું, જો એક બાળકને દુઃખસાગરમાંથી બહાર કાઢવાથી આપણને સોગણો આનંદ મળે છે, તો પછી યુરોપનાં ઘણાં જ ભૂખ્યાં અનાથ બાળકોને લાવીને પોતાની સાથે રાખવાથી વધારે આનંદ મેળવવો જોઈએ.’’
બસ ! એ કર્મઠ પતિ-પત્નીએ એક હજાર અનાથ બાળકોને આવી રીતે વસાવવાનો અને તેમને દુઃખમુક્ત કરવાનો નિશ્ચર્ય કર્યો. તેમને રહેવા માટે સારાં મકાન, સરસ ચીજ-વસ્તુઓ અને સુખ-સગવડનાં સાધનો એકઠાં કર્યાં, જેથી છોકરાંઓ તવંગર બાળકોની જેમ રહી શકે. ૧૯૫૦ના ડિસેમ્બરમાં પચ્ચાસ નવાં અનાથ બાળકો હૅવેરિયા, ઑસ્ટ્રિયા અને બાલ્કન રાષ્ટ્રોમાંથી લઈ આવ્યાં. તેમનો વિચાર તો ઇસ્ટરના તહેવાર સુધી વધારે એક હજાર દુઃખી બાળકોને પરમસુખી બનાવીને પોતાનો આનંદ પરમાનંદમાં પરિણત કરવાનો થઈ ગયો.
આ છે પુણ્યફળરૂપે પ્રાપ્ત થતા પ્રત્યક્ષ આનંદની અનુભૂતિનું જ્વલંત
ઉદાહરણ !
ઉસલાર દંપતીની જેમ ભારતના સંપન્ન અને પુણ્યફળપ્રાપ્ત કેટલીક વ્યક્તિઓ જો તૈયાર થઈ જાય તો દેશમાંથી ગરીબી, ભૂખ અને અનાથતાનું દુઃખ મટી જાય. વળી સાથોસાથ પુણ્યનું પ્રત્યક્ષ ફળ પણ તેને મળે.
પાપ-પુણ્યની વ્યાખ્યા ઘણા વિસ્તારથી જોઈ ગયા. વ્યક્તિએ એને હૃદયમાં ઉતારીને પુણ્યાર્જન કરીને પોતાનું જીવન વિતાવવું જોઈએ.
૨૬૨
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયની, મુંબઈ સ્થળ : વિ.સં. ૨૦૦૯, શ્રાવણ સુદ ૧૩, રવિવાર
રત્નત્રયીનાં અજવાળાં
Page #274
--------------------------------------------------------------------------
________________
વડોદરા
રાધનપુર
મહેસાણા
પાલી
માલેર કોટલા
પટી
અંબાલા
જડિયાલાગુરુ
જીર
અંબાલા
આચાર્યશ્રી વલ્લભસૂરિજીની જીવનરેખા
ગુજરાનવાલા
નારોવાલ
પટી
વિ.સં.
૧૯૨૭ જન્મ : કારતક સુદ ૨ (ભાઈબીજ). પિતાનું નામ દીપચંદભાઈ, માતાનું નામ ઇચ્છાબહેન, પોતાનું નામ છગનલાલ.
૧૯૪૩ દીક્ષા વૈશાખ સુદ ૧૩. પ. પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. શ્રી લક્ષ્મીવિજયજીના શ્રી હર્ષવિજયજીના શિષ્ય થયા.
૧૯૪૪ ચંદ્રિકા, આત્મપ્રબોધનો અભ્યાસ.
૧૯૪૫ કલ્પસૂત્રની સુબોધિકા ટીકાનો અભ્યાસ. ૧૯૪૬
પાલીમાં વડી દીક્ષા. ‘ગપ્પ દીપિકા સમીર' રચી. શ્રી હર્ષવિજયજીનો સ્વર્ગવાસ. દશવૈકાલિક સૂત્રનો અમરકોષ, આચાર-પ્રદીપ, અભિધાન ચિંતામણિ અભ્યાસ.
૧૯૪૭ ચંદ્રોદય, સમ્યક્ત્વ સમતી, ચંદ્રપ્રભા-વ્યાકરણ, ન્યાયજ્યોતિષ, આવશ્યકસૂત્ર અભ્યાસ.
૧૯૪૮ ન્યાયબોધિની, યમુક્તાવલિનો અભ્યાસ. પ્રથમ શિષ્ય શ્રી વિવેકવિજય મ.સા.ની દીક્ષા.
૧૯૪૯ જૈન મતવૃક્ષ તૈયાર કર્યું.
૧૯૫૦ યતિજીત કલ્પ આદિ છેદસૂત્રનો અભ્યાસ. ૧૯૫૧ ‘તત્ત્વનિર્ણય પ્રાસાદ'' ગ્રંથની પ્રેસ કોપી શરૂ
કરી.
૧૯૫૨ આ. શ્રી. વિજયાનંદસૂરિ મ.નો સ્વર્ગવાસ. ૧૯૫૩ તેમનું જીવનચરિત્ર રચ્યું, આત્મસંવત શરૂ કરી. ૧૯૫૪ સમાધિ મંદિરનો પ્રારંભ.
આચાર્યશ્રી વલ્લભસૂરિજી...
૨૬૩
Page #275
--------------------------------------------------------------------------
________________
માલેર કોટલા
હોશિયારપુર
અમૃતસર
પટી
અંબાલા
સમાના
જીર
લુધિયાના
અમૃતસર
ગુજરાનવાલા
પાલનપુર
વડોદરા
મિયાગામ
ડભોઈ
મુંબઈ
મુંબઈ
સુરત
જૂનાગઢ
૨૬૪
૧૯૫૫ દુષ્કાળ અંગે અન્નસત્રનો પ્રારંભ.
૧૯૫૬ શ્રી વિજયાનંદસૂરિ મ.ની મૂર્તિની પ્રતિષ્ઠા. ૧૯૫૭ જડિયાલાગુરુમાં અંજનશલાકા. પ્રતિષ્ઠા, પાઠશાળા. ૧૯૫૮ જીરામાં જૈન સાહિત્ય અવલોકન સમિતિની -સ્થાપના
૧૯૫૯ શ્રી આત્માનંદ જૈન પાઠશાળા સ્થાપી.
૧૯૬૦ નાભાનરેશની સભા સમસ શાસ્ત્રાર્થ. મહાનિશીથ સૂત્રથી મૂર્તિપૂજાની સાબિતી.
૧૯૬૧
નવાણું પ્રકારી પૂજા રચી.
૧૯૬૨
ગુજરાનવાલાથી રામનગર તીર્થનો સંઘ.
૧૯૬૩ શ્રી પાર્શ્વનાથસ્વામી પંચકલ્યાણક પૂજા રચી. ૧૯૬૪ ‘વિશેષ નિર્ણય’’‘ભીમજ્ઞાન ત્રિંશિકા'' ગ્રંથની રચના. દિલ્હીથી હસ્તિનાપુરનો સંઘ.
જ્યપુરથી ખોગામ સંઘ. આત્મવલ્લભ કેળવણી ફંડ. રાધનપુરથી સિદ્ધાચલનો સંઘ.
વડોદરાથી કાવી, ગંધારનો સંઘ. મિયાગામમાં પાઠશાળાનો પ્રારંભ. સામાજિક કન્યા વિક્રયાદિ કુરિવાજોનું નિવારણ. એકવીસ પ્રકા૨ી શ્રી ઋષિ મંડળ ‘શ્રી નંદીશ્વરદીપ'' તીર્થ પૂજા રચી. ૧૯૬૮ વડોદરામાં મુનિ સંમેલન, દ્વાદશવ્રત પૂજા રચી. નાંદોદ તથા વડોદરાનરેશ સમક્ષ શ્રી હંસવિજયજી મ.ની અધ્યક્ષતામાં જાહેર પ્રવચનો.
૧૯૬૯
ઉપધાન, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના. ૧૯૭૦ શ્રી પંચ પરમેષ્ઠી પૂજા રચી.
૧૯૭૧
શ્રી જૈન વનિતા વિશ્રામ માટે પ્રેરણા, ઉપધાન. ૧૯૭૨ સ્રીશિક્ષણ શાળા, શ્રી આત્માનંદ જૈન લાઇબ્રેરી
સ્થાપી.
૧૯૬૫
૧૯૬૬
૧૯૬૭
રત્નત્રયીનાં અજવાળાં
શ્રી
Page #276
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ
મુંબઈ ૧૯૭૩ વંથલીમાં શ્રી શીતલનાથની પ્રતિષ્ઠા. વેરાવળમાં
સ્ત્રી-શિક્ષણ શાળા, ઔષધાલય સ્થાપ્યાં. વેરાવળથી સિદ્ધાચલનો સંઘ. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે રૂ. એક લાખનું ફંડ. પંચતીર્થી પૂજા રચી. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મ. સાથે
ચાતુર્માસ. ૧૯૭૪ શ્રી હંસવિજયજી મ. સાથે ચાતુર્માસ. મહાવીર
પ્રભુ પંચકલ્યાણક પૂજા રચી. સુરતમાં પ્રતિષ્ઠા. સાદડી ૧૯૭૫ પાલનપુરમાં આચાર્યોની મૂર્તિની પ્રતિષ્ઠા,
વિદ્યાલય માટે ફંડ, જૈન છે. કોન્ફરન્સ માટે
પ્રેરણા, નાણાબેડામાં પાઠશાળા. ખુડાલા ૧૯૭૬ આદિનાથ પંચકલ્યાણક પૂજા રચી. બાલીમાં
ઉપધાન. શિવગંજથી કેસરિયાજીનો સંઘ. “ચૌદ રાજલોક” “શ્રી પંચયજ્ઞ” ““શ્રી સમ્યગુદર્શન” પૂજા રચી. ગૂંદોજ, મુંડારામાં લાઇબ્રેરી,
પાઠશાળા. બીકાનેર ૧૯૭૭ કાપરડાજીમાં ધર્મશાળાની પ્રેરણા, શુદ્ધ ખાદીની
આજીવન પ્રતિજ્ઞા. અંબાલા
૧૯૭૮ હોશિયારપુરમાં, ૧૦૮ સુવર્ણમહોરના સ્વસ્તિકથી
સ્વાગત. શ્રી અષ્ટાપદ તીર્થની પૂજા રચી.
સમાનામાં પ્રતિષ્ઠા. હોશિયારપુરા ૧૯૭૯ શ્રી ચારિત્ર (બ્રહ્મચર્ય વ્રત) પૂજા રચી. લાહોર ૧૯૮૦ હોશિયારપુરથી કાંગડા તીર્થનો સંઘ. પંજાબમાં
સરસ્વતી મંદિર માટે દસ દ્રવ્યનો અભિગ્રહ. ગુજરાનવાલા ૧૯૮૧ લાહોરમાં પ્રતિષ્ઠા. ૧૯૮૧ના માગસર સુદ-૫
સોમવારે સવારે કલા વાગે આચાર્યપદવી.
શાન્તિનાથ પંચકલ્યાણક પૂજા રચી. બડીત ૧૯૮૨ શ્રી આત્માનંદ જૈન-ગુરુકુળને જૈનેતર દાનવીર - આચાર્યશ્રી વલ્લભસૂરિજી..
૨૬૫.
Page #277
--------------------------------------------------------------------------
________________
બિજોવા
પાટણ
મુંબઈ
પૂના
બાલાપુર
સાદડી
પાલનપુર
અમદાવાદ
મુંબઈ
વડોદરા
ખંભાત
અંબાલા
શ્રી વિઠ્ઠલદાસ ગોકળદાસનું રૂ. ૩૨ (બત્રીસ) હજારનું દાન. નવીન મંદિરનો પ્રારંભ.
૧૯૮૩ બિનૌલીમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, લાઇબ્રેરી, અલવરમાં પ્રતિષ્ઠા, સાડેરાવમાં પાઠશાળા સ્થાપી. ૧૯૮૪ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે ઉપદેશ. ધેનુજથી ગાંભુનો સંઘ.
૧૯૮૫ ચારુપ તથા કરચલિયા પ્રતિષ્ઠા, પાઠશાળા સ્થાપી. મુંબઈ પધાર્યા.
૧૯૮૬ સંઘમાં લાઇબ્રેરી સ્થાપી. ઉપધાન કરાવ્યા. ૧૯૮૭ યેવલામાં પ્રતિષ્ઠા તથા નૂતન ઉપાશ્રય.
૧૯૮૮ અકોલા તથા નાડોલમાં પ્રતિષ્ઠા. ફલોદીથી જેસલમેરનો સંઘ.
૧૯૮૯ પોરવાડ સંમેલન. અજ્ઞાન તરણી’’ ‘કલિકાલ કલ્પતરુ” બિરુદ અર્પણ.
૧૯૯૦ પાલનપુરમાં ઉપધાન. શાન્તમૂર્તિ હંસવિજય મ.નો સ્વર્ગવાસ. ડભોઈમાં લોઢણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા. મુનિ સંમેલન
૧૯૯૧ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રતિષ્ઠા
૧૯૯૨
શ્રી વિજયાનંદસૂરિજીનો શતાબ્દી મહોત્સવ, ઉપધાન, ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. ૧૯૯૩ જ્ઞાનમંદિર, દેરાસરનો જીર્ણોદ્વાર, પ્રતિષ્ઠા. ૧૯૯૪ શ્રી આત્માનંદ જૈન કૉલેજનું શેઠ કસ્તુરભાઈના હસ્તે ઉદ્ઘાટન. વલ્લભ દીક્ષા-શતાબ્દી ઉત્સવ, ઉમેદપુરમાં અંજનશલાકા, સાઢોરા, બડોતમાં પ્રતિષ્ઠા.
રાયકોટ
૧૯૯૫ માલેકોટલામાં હાઈસ્કૂલ સ્થાપી. ગુજરાનવાલા ૧૯૯૬ હોશિયારપુરથી કાંગડા તીર્થનો સંઘ.
૨૬૬
રત્નત્રયીનાં અજવાળાં
Page #278
--------------------------------------------------------------------------
________________
શિયાલકોટ ૧૯૯૭ ખાનગાડોગરામાં પ્રતિષ્ઠા. મંદિરનું ખાતમુહૂર્ત. પટી
૧૯૯૮ મૂર્તિની પ્રતિષ્ઠા. શ્રી કાન્તિવિજયજી મ.નો
સ્વર્ગવાસ. જડિયાલાગુર ૧૯૯૯ કસુરમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા. ગુરુ-મંદિર તથા
લાઈબ્રેરી સ્થાપી. રાયકોટમાં અંજનશલાકા
પ્રતિષ્ઠા. બિકાનેર ૨૦૦૦ વડોદરાથી પૌષધસમિતિનું દર્શનાર્થ આગમન.
આ. શ્રી.નો હીરક મહોત્સવ. લુધિયાના ૨૦૦૧ ફાજલ્લામાં પ્રતિષ્ઠા, પંજાબી જૈન ધર્મશાળા –
પાલિતાણા માટે ફંડ. ગુજરાનવાલા ૨૦૦૨ શિયાલકોટમાં પ્રતિષ્ઠા. ગુજરાનવાલા ૨૦૦૩ હિન્દુસ્તાનમાં ભાગલા. અમૃતસરમાં આગમન. બિકાનેર ૨૦૦૪ મહિલા ઉદ્યોગશાળા સ્થાપી. સાધર્મિકના ઉત્કર્ષનો
ઉપદેશ. સાદડી ૨૦૦૫ અંજનશલાકા પ્રતિષ્ઠા. વિદ્યાપ્રચાર. બીજાપુરમાં
અંજનશલાકા પ્રતિષ્ઠા. પાલનપુર ૨૦૦૬ રાતા મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા માટે વાસક્ષેપ
મોકલ્યો. શ્રી વિજયાનંદસૂરિજીની મૂર્તિની પ્રતિષ્ઠા. પાલિતાણા ૨૦૦૭ કેળવણી ફંડ, દાદાની ટૂંકમાં શ્રી
વિજયાનંદસૂરિજીની પંચધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા. સાધુ સંમેલન ભાવનગરમાં, “આત્મકાન્તિ” જ્ઞાનમંદિર ઉદ્ઘાટન, વડોદરામાં શ્રી શંત્રુજય તીર્વાવતાર પ્રાસાદે શ્રી આદિનાથ, મહેતાપોળના મંદિરે શ્રી નેમિનાથ, શ્રી મહાવીર જૈનવિદ્યાલયમાં શ્રી આદિનાથની પ્રતિષ્ઠા તથા આ. શ્રી ઉમંગસૂરિજીને પટ્ટધર, પં. સમુદ્રવિજયજી, પ. પ્રભાવવિજયજીને ઉપાધ્યાય પદવી, ઝઘડિયામાં
શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ સ્થાપ્યું. આચાર્યશ્રી વલ્લભસૂરિજી..
૨૬૦
જિક
Page #279
--------------------------------------------------------------------------
________________
મુંબઈ ૨૦૦૮થી૨૦૧૦. મુંબઈમાં ધર્મશાળા, ભોજનશાળા, પાઠશાળા માટે
પ્રેરણા કરી. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે ફંડ. ૩૪૦ મૂર્તિઓની અંજનશલાકા થાણામાં કરી. ઘાટકોપરમાં ઉપધાન. ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજયજીને આચાર્યપદાર્પણ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે ફંડ. સંવત ૨૦૧૦ના ભાદરવા વદિ ૧૦ની રાત્રે સ્વર્ગવાસ. (મુંબઈ)
– દામજીભાઈ કે. છેડા
૨૬૮
રત્નત્રયીનાં અજવાળાં
Page #280
--------------------------------------------------------------------------
________________
સંસ્થા-પરિચય
કેટલીક વ્યક્તિઓ યુગદ્રષ્ટા હોય છે. એ પોતાના યુગની નાડ પારખીને એને ઓળખવાની કોશિશ કરે છે. કેટલીક વ્યક્તિઓ યુગસ્રષ્ટ હોય છે જે પોતાની શક્તિ અને સામર્થ્યથી યુગનું સર્જન કરે છે. વિરલ વિભૂતિ જ એવી હોય છે કે જે પોતાના યુગને ઓળખી, એની વેદના અને વિશેષતાઓ જાણી નવા યુગને આકાર આપવાનું કામ કરે છે. આવા યુગધર્મને પારખનાર યુપ્રભાવક આચાર્ય હતા શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, જેમની ક્લ્યાણગામી દૃષ્ટિ વિશ્વના પ્રાણીમાત્ર પર ઠરેલી હતી, જેમની નજર વર્તમાન રાષ્ટ્રભાવના અને જૈન સંઘોની સ્થિતિ પર ઠરેલી હતી, જેમના અંતરમાં સતત ધર્મની ધગશ અને જૈનસમાજના ઉત્કર્ષની તમન્ના વહેતી હતી. જૈકુટુંબ કે જૈનસમાજ સંસ્કારી, ચારિત્ર્યશીલ અને ધર્મસંપન્ન હશે તો જ જૈનધર્મ અને શ્રી સંઘ વધુ પ્રભાવશાળી બને. આચાર્યપ્રવર આ પરિસ્થિતિ વિદારવા માટે અવિરત પુરુષાર્થ કરતા હતા. એના ફળરૂપે આજે અનેક સ્થળોએ ધાર્મિક અને વ્યાવહારિક કેળવણીના સુભગ સમન્વયથી સુવાસિત એવાં વિદ્યામંદિરો અને સેવાસંસ્થાઓ ઠેર ઠેર જોવા મળે છે.
એવા યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રતાપી પ્રેરણાનું એક સુફળ એટલે શ્રી આત્માનંદ જૈનસભા (મુંબઈ). આજથી ૪૬ વર્ષ પહેલાં ચૈત્ર સુદિ ૧ના રોજ આાર્ય મહારાજની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. યુગવીરના આશીર્વાદ પામેલી સંસ્થાની નજર અને ભાવના યુગવ્યાપક હોય તે સ્વાભાવિક છે. આ સંસ્થાએ જૈનસમાજની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉન્નતિ થાય તેમજ જૈનધર્મનો પ્રચાર કરી શકે એવા સાહિત્ય-પ્રકાશનનાં કાર્યો થતાં રહે એવો ઉદ્દેશ રાખ્યો.
શ્રાવક-શ્રાવિકાઓના ઉત્કર્ષ માટે વિ. સં. ૨૦૦૮માં આચાર્યશ્રીએ પાંચ લાખનો નિધિ એકત્ર કરવા શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ દ્વારા ટહેલ નાખી ત્યારે આ સંસ્થાએ તેની કાર્યસિદ્ધિમાં જીવંત અને સક્રિયપણે રસ લીધો હતો. આ જ વર્ષે સાધર્મિક બંધુઓની ભક્તિ કરવા માટે
સંસ્થા-પરિચય
૨૬૯
Page #281
--------------------------------------------------------------------------
________________
પૈસાફંડની યોજના શરૂ કરી. મુંબઈ અને એનાં પરાંઓનાં દેરાસરોમાં સાધર્મિક ફંડની પેટીઓ મૂકવામાં આવી, જેમાં એકત્ર થતી રકમનો ઉપયોગ સાધર્મિક ભાઈબહેનોની ભક્તિ કરવામાં થાય છે. આવી જ રીતે બીમારીમાં સપડાયેલા સાધર્મિકોને સહાય કરવા માટે સાધર્મિક ભક્તિની કુપનની યોજના કરી. જ્યારે રહેઠાણનો પ્રશ્ન ઉકેલવા માટે આ સંસ્થાએ કાંદિવલીમાં ૩૪૪ કટુંબો માટે ફલેટો તૈયાર કર્યા અને એ રીતે મહાવીરનગર વસાવ્યું. બીજાં ૨૫૦૦ કુટુંબો નાલાસોપારામાં રહી શકે તેવી યોજના આ સંસ્થાએ હાથ ધરી અને તેને માટે “શ્રી આત્મવલ્લભ ઉત્કર્ષ ટ્રસ્ટ' નામે એક સ્વતંત્ર સંસ્થાની રચના પણ કરી.
આમ એક બાજુ સામાજિક ઉત્થાનનાં કાર્યો શરૂ ક્યાં તો બીજી બાજુ જૈનધર્મ અને જૈનદર્શનના પ્રસાર માટે જ્ઞાનવૃદ્ધિનાં કાર્યો શરૂ કર્યા. સામાન્ય જનતાને સુગમ એવું ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયક સાહિત્ય ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રગટ કરવા માટે “શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારકનિધિ”ની રચના કરવામાં આવી. અત્યાર સુધીમાં આ સ્મારકનિધિ તરફથી સત્તર પુસ્તકો પ્રગટ થયાં છે. આવી જ રીતે ભાયખલા શ્રી શત્રુંજય-પટનાં તથા જિનમંદિરનાં દર્શન માટે કારતક સુદિ પૂનમ અને ચૈત્ર સુદિ પૂનમના દિવસોએ ધર્મ-આરાધકોને જવા-આવવા માટે વિજયવલ્લભચોક-ગોડીજીની બસસેવાની વ્યવસ્થા પણ આ સંસ્થા કરે છે. વળી આ સંસ્થાએ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ, શ્રી આત્મવલ્લભ શીલસૌરભ ટ્રસ્ટ, તપસ્વી મુનિશ્રી અનેકાન્તવિજયજી સ્મારક ટ્રસ્ટ, સ્વ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી સ્મારકનિધિ તથા વડોદરામાં બનાવવામાં આવેલ વિજયવલ્લભસૂરિ હોસ્પિટલ વગેરે પ્રવૃત્તિઓને વેગ આપવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. તેમજ આ સંસ્થા દિલ્હીમાં અખિલ ભારતીય સ્તરે થઈ રહેલા વલ્લભ સ્મારક માટે પણ સહયોગ આપી રહી છે. જમ્મુ-કાશ્મીર)માં નિર્માણ પામેલા જિનાલય માટે તેમજ તેના પ્રતિષ્ઠાપ્રસંગ સમયે આ સંસ્થાએ સક્રિય રસ લીધો હતો.
આવી રીતે જૈન ધર્મ અને શ્રી સંઘનાં અનેકવિધ કાર્યો કરનાર આ સંસ્થા આજે યુગપ્રભાવક આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની ભાવનાઓ સાકાર કરી રહી છે. ૪૬ વર્ષની એની મજલ દરમિયાન એણે જ્ઞાન અને ભક્તિનાં કાર્યોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આની પાછળ ગુરુભક્તિનો અવિરત પરિશ્રમ અને સહકાર તો કારણભૂત છે જ, ૨૦૦
રત્નત્રયીનાં અજવાળાં
Page #282
--------------------------------------------------------------------------
________________
બલ્ક એ મહાન વિભૂતિનું પ્રેરણાબળ અમને સહુને આજેય ધર્મપ્રચાર અને સમાજોન્નતિના અજવાળે દોરી રહ્યું છે તેથી વિશેષ સંસ્થાને માટે સદ્ભાગ્યની બાબત બીજી કઈ હોય ?
વળી વિ.સં. ૨૦૪૯ના ચૈત્ર સુદ એકમથી શ્રી આત્માનંદ જૈનસભાનો સુવર્ણજયંતી મહોત્સવ ઊજવવામાં આવ્યો અને તે નિમિત્તે શ્રી આચાર્યશ્રીની ભાવનાને અનુરૂપ એવા કાર્યક્રમો યોજીને સુવર્ણજયંતી મહોત્સવ ઊજવાયો.
મુંબઈની શ્રી આત્માનંદ જૈનસભા તરફથી વલ્લભપ્રવચનના પ્રથમ ભાગનો એક મણકો “ધન્ય છે ધર્મ તને !' એ શીર્ષક હેઠળ પ્રગટ થયો. એ પછી “ઓજસ દીઠાં આત્મબળનાં નામે “વલ્લભવાણી'ના પ્રથમ ભાગનાં બાકીનાં પ્રકરણો પ્રકાશિત થયાં.
હવે “વલ્લભવાણીના બીજા ભાગનાં લખાણોનું ભાષાંતર પ્રગટ થાય છે અને ડૉ. કુમારપાળ દેસાઈ જેવા સિદ્ધહસ્ત લેખકે સુપેરે પાર પાડ્યું છે તે અમારે માટે આનંદની ઘટના છે. આ અનુવાદ સરળ, રસપ્રદ અને રોચક શૈલીમાં થયો છે તેમજ એમાં અનુવાદકે આપેલી પાદનોંધ આ વિષયને વધુ સુગમ બનાવે છે.
આ કાર્ય પાછળ પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી નિત્યાનંદ વિજયજી મહારાજની પ્રેરણા કારણભૂત છે. તેઓએ ગુજરાતીભાષી ભાવિકજનોને યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પાવન વાણી સાંપડે તે માટે અહર્નિશ ખેવના રાખી છે અને તે જ આ પરિણામ છે.
આપના હાથમાં આ પુસ્તક મૂકતાં ૩ મે ખૂબ આનંદ અનુભવીએ છીએ. ક્રમશઃ તેઓશ્રીની પ્રેરક પ્રવચનવાણીમાંથી પુસ્તકો પ્રકાશિત થતાં રહેશે. આ પુસ્તકમાં સરતચૂક કે અજાણતાં કોઈ ક્ષતિ કે દોષ રહ્યા હોય તો અમે “મિચ્છામિ – દુક્કડમ્' માગીએ છીએ. સમગ્ર સમાજ અને શ્રી સંઘ આ ભાવનાઓને આત્મસાત કરે અને એ એ રીતે યુગવીર આચાર્યશ્રીનું સ્વપ્ન સાકાર કરે તે અભ્યર્થના સાથે અમે વિરમીએ છીએ.
શ્રી આત્માનંદ જૈનસભા, મુંબઈ
સંસ્થા-પરિચય
૨o૧
Page #283
--------------------------------------------------------------------------
________________
જીવનસંદેશ “અત્યારે હજારો જૈને કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી, પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પૈસો નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ-બહેનો દુઃખની- ચક્કીમાં પિસાઈ રહ્યાં છે. એમની પાસે થોડાં-ઘણાં ઘરેણાં હતાં એ તો વેચાઈ ગયાં; હવે તો તેઓ વાસણ પણ વેચવા લાગ્યાં છે. કેટલાંક તો દુઃખના લીધે આપઘાત કરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયાં છે; આ બધાં આપણાં જ ભાઈ-બહેનો છે. એમની સ્થિતિ સુધારવાની જરૂર છે. જો મધ્યમ ગરીબ વર્ગ જીવતો રહેશે તો જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.” (વિ. સં. ૨૦૦૮; મુંબઈ)
બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીર સ્વામીના નેજા નીચે એકત્રિત થઈને શ્રી મહાવીર સ્વામીની જય બોલે. વળી, જૈન શાસનની વૃદ્ધિને માટે જૈન વિશ્વવિદ્યાલય નામે એક સંસ્થા સ્થાપિત થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન આવે એવી રીતે રાજ્યાધિકારમાં જૈનોનો વધારો થાય. પરિણામે બધા જૈન શિક્ષિત થાય અને એમને ભૂખનું દુઃખ ન રહે. શાસનદેવ મારી આ બધી ભાવનાઓને સફળ કરે એ જ હું ઇચ્છું છું.' (વિ. સં. ૨૦૦૯; મુંબઈ) --- -
“આપણા દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ-શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભોગે સાધવી પડશે જ. આપણા દેશમાં એક્તા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશો. હિંદુ નથી ચોટીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના આચાર તેવો તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વ મોક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ.” (વિ. સં. ૨૦૦૨; માલેરકોટલા).
- શ્રી વિજયવલ્લભસૂરિજી
Page #284
--------------------------------------------------------------------------
________________ DAD2