SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ વખતે શયંભવ આચાર્ય પ્રભવસ્વામી પાસે આવ્યા અને પૂછ્યું, “તત્ત્વ શું છે?” આચાર્યએ કહ્યું, “તમે યજ્ઞ કરી રહ્યા છો અને હજી સુધી એ નથી જાણી શક્યા કે યજ્ઞ શું છે ? એ કેવી રીતે કરાય ? યજ્ઞ કરવો એ તત્ત્વ છે, પણ તે બહાર નહીં, અંદર કરો. તમારા મનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, વાસના અને અજ્ઞાનનાં પશુ બેઠાં છે, તેમને હોમવાં જોઈએ. માનવીની અંદર છુપાયેલી અમાનવીયતાનો બલિ ચઢાવવામાં આવે, તે જ સાચો યજ્ઞ છે. તે માટે સમ્યગૃજ્ઞાન તો અપેક્ષિત છે જ, સમ્યફશ્રદ્ધા અને સમ્યક્યારિત્ર પણ જરૂરી છે.” આચાર્ય શäભવને જ્ઞાનની એવી ચોટ લાગી કે તે તરત ત્યાં જ દીક્ષિત થઈ ગયા. આચાર્ય પ્રભવના ચરણોમાં અને રત્નત્રયની સમ્યક આરાધના કરીને પ્રસિદ્ધ આચાર્ય બની ગયા. પ્રકાશ, દહન અને પાચન અગ્નિના ત્રણેય ગુણો રત્નત્રયમાં સ્પષ્ટપણે વિદ્યમાન છે. પ્રકાશ, દહન અને પાચન – અગ્નિમાં આવા ત્રણ ગુણો છે. અગ્નિ પ્રકાશ આપે છે, બાળે છે અને પાચનનું કામ પણ કરે છે. એ જ પ્રમાણે આ રત્નત્રયમાં પણ અગ્નિની જેમ જ ત્રણે આત્મગુણ છે. જ્ઞાન સ્વયં પ્રકાશસ્વરૂપ હોવાથી તે વસ્તુઓના સ્વરૂપની હેયતા, શેયતા અને ઉપાદેયતાને પ્રકાશિત કરે છે. દર્શનમાં મિથ્યા ધારણાઓ અને અંધવિશ્વાસોને નષ્ટ કરવાની શક્તિ છે. ચારિત્ર જ્ઞાનને પચાવવાનું કામ અને તેને વિવિધ રસોમાં રમાડવાનું કામ કરે છે. જ્ઞાન બંધનમાં હોય છે. તેનું પાચન થતું નથી. ક્યારેક તો જ્ઞાનનું અજીર્ણ થતાં દંભ, ઘમંડ, અભિમાન અને કઠોરતા જન્મે છે, આથી સાધકના જીવનમાં ત્રણેની આવશ્યકતા છે. આચાર્ય શäભવમાં જ્ઞાન તો વિદ્યમાન હતું જ, કિંતુ દર્શન અને ચારિત્રના અભાવને કારણે એ વિપરીત કાર્ય કરતા હતા. આચાર્ય પાસેથી દૃષ્ટિ પ્રાપ્ત થઈ, ત્યારે જ્ઞાન પ્રકાશમાન અને સત્ય બની ગયું. દર્શનના કારણે મિથ્યા ધારણાઓ અને વિપરીત વિશ્વાસ બળીને ખાખ થઈ ગયાં. ચારિત્ર ગ્રહણ કરીને જ્ઞાનને એમણે યોગ્ય રીતે પચાવી લીધું. ૧૪૬ રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy