________________
આચરણમાં ઘણો ફેરફાર કરવો પડે છે.
રોહતક જિલ્લાના ઝઝર તાલુકાના મારોથ ગામના ફૂલિયા કુંભારનું જીવન પણ ધર્મકળામય છે. એ સ્વયં જાડી ખાદી પહેરે છે. તે માટીનાં વાસણ બનાવવા ઉપરાંત ખેતી, કાપણી, વણાટકામ વગેરે કામ પણ કરે છે. તે કુંભારીકામમાં હુક્કા, ચલમ વગેરે વ્યસનપોષક વસ્તુઓ બનાવતો નથી. તેણે સામાજિક જીવનમાં પણ પોતાની ધર્મળાનો પરિચય આપ્યો
છે.
ફૂલિયાની એક મોટી બહેન હતી. તેને એક પુત્ર હતો. તેની ઉંમર તેર વર્ષની હતી, ત્યારે બહેન એનાં લગ્ન કરવા ઇચ્છતી હતી. બહેને પોતાના પુત્રના વિવાહમાં પધારવા માટે ફૂલિયાને નિમંત્રણ આપ્યું.
ધર્મમાં દેઢ શ્રદ્ધાવાન ફૂલિયાએ બહેનને કહેવડાવ્યું, ‘અત્યારે છોકરાની ઉંમર તેર વર્ષની છે, અઢાર વર્ષ પહેલાં લગ્ન કરવાં એ નિયમવિરુદ્ધ છે. વળી લગ્નમાં વધુ પડતાં ઘરેણાંનો અને બીજો નકામો ખર્ચ થવો ન જોઈએ. જાનમાં પાંચ વ્યક્તિઓથી વધારે માણસો હોવા જોઈએ નહીં.
છોકરો અઢાર વર્ષનો થઈ જશે, ત્યારે હું મારી માન્યતા અનુસાર તેનાં લગ્ન કરવાની જવાબદારી લઉં છું, પરંતુ અત્યારે તો એના વિવાહમાં ભાગ લઈ શકું નહીં. બહેને ભાઈની વાત માની નહીં. નાની ઉંમરમાં લગ્ન કરાવી નાખવાના મોહને છોડી શકી નહીં, પરંતુ ફૂલિયા તો આ ધર્મસંકટના સમયે પણ પોતાના ધર્મપાલનમાં અડગ રહ્યો.
પંજાબમાં હિંદુ-મુસલમાનનાં કોમી તોફાનોનો દાવાનળ ગામેગામ ફેલાયેલો હતો. લોકો પણ વિવેક ખોઈ બેઠા હતા, ત્યારે એક દિવસ કોમી હુલ્લડની આંધી ફૂલિયાના ગામમાં પણ આવી. એક વિદ્યાલયના આચાર્ય અને ફૂલિયાના શ્રદ્ધાસ્પદ ગુરુજન એના ઘેર આવ્યા અને કહેવા લાગ્યા, ‘ફૂલિયા, ચાલ અમારી સાથે મુસલમાનોને મારવા.''
ફૂલિયાએ કહ્યું, ‘‘મહારાજ, મારાથી નિર્દોષ માનવીને મારવાનું કામ નહીં થાય. તેને હું ધર્મ નહીં, બલ્કે અધર્મ માનું છું.''
તેમણે ક્રોધિત થઈને કહ્યું, “નહીં આવે તો મુસ્લિમોની સાથે સાથે તને પણ અમે મોતને ઘાટ ઉતારી દઈશું.’’
ફૂલિયાએ કહ્યું, “મારા ઘરમાં સાત પ્રાણીઓ છે. હું, મારી પત્ની, રત્નત્રયીનાં અજવાળાં
૨૨૪