SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પાડવાથી રોટલી બની જતી નથી અને મુખમાં આવી જતી નથી. તેને માટે આવશ્યક સાધનો અને ક્રિયાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. એ સાધનો પર એવી શ્રદ્ધા પણ આવશ્યક છે, કે આમાંથી રોટલી અવશ્ય બની જશે. એ સાધનોની મદદથી રોટલી વણવી, શેકવી અને ફેરવવાની ક્રિયા તથા ટુકડા તોડીને મોઢામાં મૂકવાની ક્રિયા કરવાની પણ જરૂર છે. એ જ રીતે મોક્ષપ્રાપ્તિનાં યોગ્ય સાધનોનું જ્ઞાન, તેમના પર વિશ્વાસ અને તેમને અમલમાં લાવવાની ક્રિયા કરવાની જરૂર છે, ત્યારે જ મોક્ષ મળશે. અમુક વેશ પહેરી લેવાથી કે મોક્ષના નામની રટણા કરવાથી મોક્ષ કદાપિ મળતો નથી. આ બાબતમાં એક માર્મિક દૃષ્ટાંત જોઈએ: મદ્રાસનું એક ધનાઢ્ય દંપતી તીર્થયાત્રા કરવા પંઢરપુર પહોંચ્યું અને ત્યાં એક ધર્મશાળામાં ઊતર્યું. તેમની બાજુમાં એક મહારાષ્ટ્રી પરિવાર ઊતર્યો હતો. એક વાર એકાદશીના પારણાના દિવસે મરાઠી પરિવારે ભોજનમાં પૂરણપોળી બનાવી. મદ્રાસી પતિ-પત્નીને પણ તેમણે ભોજન માટે આમંત્રિત ક્યાં. તેમને મહારાષ્ટ્રની પૂરણપોળી ઘણી જ ભાવી ગઈ. મદ્રાસમાં તો એ બનતી જ ન હતી, એથી મદ્રાસી બહેને પૂરણપોળી બનાવવાની રીત શીખી લીધી. પંઢરપુરથી અન્ય અનેક તીર્થોની યાત્રા કરીને તેઓ મદ્રાસ પહોંચ્યાં અને થોડા દિવસ પછી એક દિવસ મદ્રાસી સજ્જનની પત્નીએ કહ્યું, આજે આપ એક સો જેટલા તમારા ઘનિષ્ઠ મિત્રોને નિમંત્રણ આપો. મહારાષ્ટ્રમાંથી પૂરણપોળીની વાનગી શીખીને આવી છું, તે બનાવીને બધાને ચખાડીશ.” પતિએ કહ્યું, “પહેલાં તું બે-ચાર વાર બનાવીને બરાબર મહાવરો કરી લે, જેથી મહેમાનો આવે ત્યારે મુશ્કેલી ઊભી ન થાય.” પત્નીએ કહ્યું, “અરે ! એમાં વળી ગરબડ શી થાય? હું બરાબર શીખીને જ આવી છું.” બીજા દિવસે મદ્રાસી સજ્જને પોતાના એક સો મિત્રોને ભોજનનું આમંત્રણ આપ્યું અને એમનાં પત્નીએ પૂરણ તૈયાર કર્યું. લોટને ગૂંદીને કણક તૈયાર કરી. પૂરણપોળી તો ગરમ ગરમ જ પિરસાય, આથી મહેમાનો માટે બાજઠ અને થાળીઓ ગોઠવી દીધાં. હવે પૂરણપોળી બનાવવાની શરૂઆત કરતાં એ સન્નારી વિચારવા લાગ્યાં, “લોટમાં પૂરણ નાખવાનું કે પૂરણમાં લોટ ?” આમ વિચારતાં એ વિમાસણમાં પડી ગઈ. એવામાં રત્નત્રયનો પ્રકાશ ૧૪૩
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy