________________
બુદ્ધિપૂર્વક અમને ત્રણેયને સરખેસરખી રકમની થેલી આપી છે, જેથી અમે અત્યારથી જ નીતિયુક્ત વેપાર કરીને અમારી મિલકત વધારતા રહીએ.'' આથી ત્રીજા દીકરાએ દેશાવરમાં દુકાન કરી. થોડો રોકડ રકમથી અને થોડો ઉધારથી માલ લાવીને એક જ વર્ષમાં સારા પ્રમાણમાં મૂડી એકઠી કરી.
ત્રણે ભાઈઓને એક વર્ષ પછી પિતાજીએ પાછા બોલાવ્યા. પ્રથમ પુત્ર તો એક જ વર્ષમાં સઘળું ધન ઉડાવી ચૂક્યો હતો, એટલું જ નહીં, કિંતુ દેવાદાર થઈ ગયો હતો, આથી ઉદાસ અને દુઃખી થઈને શરમ અનુભવતાં આંખોમાં આંસુ સાથે પિતા પાસે પહોંચ્યો. બીજો પુત્ર ઉદાસ તો નહોતો, પરંતુ આળસુ હોવાને કારણે પિતા પાસે પહોંચ્યો, ત્યારે તેના ચહેરા પર નૂર ન હતું. એના મુખ પર હાસ્યની એક રેખા ય નહોતી. પરંતુ ત્રીજો પુત્ર પિતા તરફથી સમાચાર મળતાં જ આનંદિત થઈને પિતાએ આપેલી થેલી અને વ્યાપારમાં કમાયેલી સંપત્તિ સાથે ઘરે પાછો આવ્યો. તેના ચહેરા પર પ્રસન્નતા પ્રગટેલી હતી.
પિતાએ જેને ઠપકો, સલાહ કે ધન્યવાદ આપવા હતા તે યથાયોગ્ય રીતે આપ્યા. પ્રથમ પુત્રને તો ઠપકો જ મળ્યો. બીજા પુત્રને સલાહ આપી અને ત્રીજા પુત્રને પિતાએ પોતાની છાતીસરસો ચાંપીને આપતાં પ્રશંસા કરી.
પુણ્યની કમાઈ
આ કથા પુણ્ય-પાપના સંદર્ભમાં સુંદર પ્રેરણા આપે છે. ભાગ્યરૂપી પિતાએ ત્રણ પ્રકારના પુત્રોને સમાન પુણ્યરૂપી મૂડીની થેલી આપી, વિકાસની સમાન તક આપી. મનુષ્યજન્મ, ઉત્તમ કુળ, પાંચે ઇંદ્રિયો, સુડોળ, સુરૂપ શરીર વગેરે તો ત્રણેને મળ્યાં હતાં, પરંતુ એ ત્રણમાંથી એકે તો પોતાની મૂર્ખાઈને લીધે સઘળી મિલકત ગુમાવી. આવી રીતે કેટલાક એવા કપૂત હોય છે કે જેઓ પોતાને સાંપડેલી પુણ્યરૂપી મૂડીને હિંસા, અસત્ય, અપ્રામાણિકતા, શિકાર, વ્યભિચાર, અન્યાય, અત્યાચાર, જુગાર, સટ્ટો, ચોરી, માંસાહાર, મદિરાપાન, વેશ્યાગમન વગેરે દુર્ગુણોના ચક્કરમાં પડીને ખોઈ નાખે છે અને પછી પોતાના ભાગ્યને રડે છે. આવા લોકો પોતાનું પુણ્ય તો ખોઈ બેસે છે અને નવાં પાપકર્મ બાંધીને પાપની કમાણી કરીને નવું દેવું વધારે છે.
પુણ્ય અને પાપનું રહસ્ય
૪૦