SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ માટીમાં મહેનત કરે નહીં. માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે. એ ઘડાનું ઉપાદાન કારણ પણ માટી હોવાથી જ કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે. આ ઘડો બનાવવા માટે સૂતરનો દોરો નથી લેતો, કારણ કે તેમનામાં ઘડો બનવાની યોગ્યતા નથી. આ રીતે આત્મામાં પરમાત્મા બનવાની યોગ્યતા રહેલી છે એટલે જ આત્મા પરમાત્મા બનવા માટે તેને આદર્શ તરીકે અપનાવીને તેની આરાધના તથા અન્ય સાધના કરે છે. જડમાં પરમાત્મા બનવાની યોગ્યતા નથી, તેથી જડને પરમાત્મા બનાવવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. ચેતન આત્મા જ પરમાત્મા બની શકે છે એટલે વર્તમાનમાં અપૂર્ણ અને અશુદ્ધ આત્મા પરમાત્માના આદર્શને સામે રાખીને એ સ્વયં પરમાત્મા બનવા માટે સાધના-આરાધના કરવાની આવશ્યકતા બતાવે છે. જેવી રીતે પરમાત્મા ઉપાધિરહિત છે તેવી જ રીતે જીવાત્મા પણ ઉપાધિરહિત થઈને પરમાત્મા બની શકે છે. જીવનવ્યવહારમાં એવો અનુભવ થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ શેઠને ત્યાં મુનીમ કે નોકર હતા પરંતુ પોતાનો અંત, પુરુષાર્થ અને બુદ્ધિબળથી એ પણ એક દિવસ શેઠ બની ગયા અને શેઠના બરોબરિયા બની ગયા. આ જ રીતે ક્યારેક રંકના રૂપમાં ફરનારી દરિદ્ર વ્યક્તિ પણ પ્રબળ પુણ્યોદય થવાથી રાજા બનેલી જોવા મળે છે. ક્યારેક પ્રજાના રૂપમાં રાજાની આજ્ઞામાં રહેનારી વ્યક્તિ કોઈ પ્રબળ પુણ્ય અને પુરુષાર્થના નિમિત્તથી સ્વયં રાજા બની શકે છે. આત્મા ક્યારે ય પરમાત્મા બની શકતો નથી, તે બ્રાન્ત માન્યતાઓનું નિરાકરણ થઈ જાય છે. સાચા હૃદયથી પરમાત્માની ઉપાસના કરનાર, એની આજ્ઞાનું આરાધન કરનારને પરમાત્મપદ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. પરમાત્માની ભક્તિ કરનાર સ્વયંમેવ પરમાત્મા બની જાય છે. ભમરી એક સામાન્ય જીવ છે. તેની સંગતિથી ઇયળ પણ ભમરી બની જાય છે, જોકે તે ભમરી બનવાના સંસ્કારવશ જ પોતાનું પૂર્વ શરીર છોડીને ભમરી બની જાય છે. ઈયળ જો ભમરી બને, તો ભમરીને કોઈ વાંધો નથી હોતો. આ જ રીતે પરમાત્માનાં ધૂન-ભજન વગેરે કરવાથી અને પરમાત્મા બનવાની સાધના કરવાથી આત્મા પણ પરમાત્મા બની શકે છે. એમાં પરમાત્માને કોઈ વાંધો નથી હોતો. શુદ્ધ વૈતવાદના મતાનુસાર પણ જીવ સદાય જીવ જ નથી રહેતો, તે શિવ (પરમાત્મા) રત્નત્રયીનાં અજવાળાં ક
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy