SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાટસભામાં જનતાની સામે ઊભા થઈને કોશિકે ભગવાન મહાવીરને પૂછ્યું, ‘ભગવન્, હું મરીને ક્યાં જઈશ ?” પ્રખર સત્યવાદી ભગવાન મહાવીરે ગંભીર ભાવથી કહ્યું, ‘‘કોણિક ! આ પ્રશ્નનો ઉત્તર તાા મનને પૂછીને મેળવ. સૌથી મોટો આત્મદેવતા તો તમારા હૃદયમાં બિરાજમાન છે, જે તમારા જીવનનો સાચો નિર્ણય આપતો સાક્ષી છે. મારા નિર્ણયને જાણવાની આતુરતા હોય તો હું તમારા ભવિષ્યને અત્યંત અંધકારમય જોઈ રહ્યો છું. તમે મૃત્યુ પામીને પણ છઠ્ઠી નભૂમિમાં જશો.'' ‘ભગવન્ ! તમારો ભક્ત અને છઠ્ઠી નરકભૂમિમાં ?' કોણિકે નિરાશાભર્યા અવાજમાં કહ્યું. ભગવાન મહાવીરે વિશેષ ગંભીર અવાજે કહ્યું, “ક્યારથી બન્યા છો ભક્ત ? જે કર્મ કર્યાં છે તેને યાદ કરો. પિતાને કેદમાં નાખ્યા. ભાઈઓનું બધું જ પચાવી પાડીને હવે તેમનો જાન લેવા કોશિશ કરો છો અને તમારા નાના ચેટકરાજનો નિર્મમ સંહાર કર્યો. આ બધાં કાળાં કર્મો ક્યારેય ભૂલી શકાશે ? અશુભ કર્મોનું ફળ ક્યારેય શુભ હોઈ શકે ખરું ? જ્યાં સુધી તમને આ બધી બૂરાઈઓ માટે મનમાં પશ્ચાત્તાપ નહીં થાય અને આવી દુરિતતાને છોડવાની તૈયારી નહીં હોય, તો માત્ર ભક્તિથી પાપકર્મ ઓછાં થશે નહીં.'' અત્યાર સુધી સ્વર્ગની કલ્પનાની પાંખો લગાડીને કોણિક મનથી ઊડી રહ્યો હતો અને ભગવાન પાસેથી સ્વર્ગપ્રાપ્તિનું પ્રમાણપત્ર મેળવવાની ધૂન વળગેલી હતી, આ સ્પષ્ટ ઉત્તર સાંભળીને શરમથી તેનું માથું ઝૂકી ગયું. આ છે પરમાત્માની સેવા-ભક્તિનું રહસ્ય ! એનો સાચો મર્મ સમજ્યા વિના ઔપચારિકરૂપે સેવા, ભક્તિ, નમાજ-બંદગી કે પ્રાર્થના કરે છે, પરંતુ ઈશ્વરીય આજ્ઞાઓ સમાન ભગવાન દ્વારા દર્શાવાયેલાં યમનિયમોને જીવનમાં ઉતારતા નથી, બલ્કે અધિકાધિક પાપકર્મ કરીને તેનો ઢાંકપિછોડો કરીને જનતાની આંખોમાં ધૂળ નાખે છે આવા લોકો સેવા-ભક્તિની કેટલીક ક્રિયાઓનું પ્રદર્શન કરનાર વાસ્તવમાં પરમાત્માની સેવા કે ભક્તિ નથી કરતા. સાચા અંતઃકરણની સેવાભક્તિ રશિયાનો એક ઝાર (સમ્રાટ) પીટર ધ ગ્રેટ' મહાન ઈશ્વરભક્ત રત્નત્રયીનાં અજવાળાં ૫૪
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy