________________
બચવા માટે ભગવાન સામે કરગરે છે, પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, જોરશોરથી બૂમો પાડીને ભગવાનના નામની ધૂન લગાવે છે કે જેથી ભગવાન પ્રસન્ન થઈને પાપના ફળથી મુક્તિ આપે અને પાપનું ફળ ભોગવવું ન પડે.
કેટલાક લોકો એવો દેખાવ કરવાના આશયથી ભગવાનની સ્તુતિ કે પ્રાર્થના કરતા હોય છે કે જેથી લોકો જાણી શકે કે તેઓ પરમાત્માના પરમ ભક્ત છે. રોજ કલાકોના કલાકો પ્રાર્થના-પૂજા કે નામસ્મરણમાં વિતાવે છે, પરંતુ બીજી બાજુ તેઓ પાપકર્મોને ત્યજવાનો વિચાર નથી કરતા કે ન તો એમના હૃદયમાં પાપકર્મો માટે કોઈ પશ્ચાત્તાપ હોય છે.
આમ જગતમાં એક તરફ પાપના પહાડ ઊભા થઈ ગયા છે, તો બીજી બાજુ તે પોતાના માનેલા ભગવાન પાસે પાપોની ક્ષમા માગે છે. ભલા, પરમાત્મા એમ કેવી રીતે ક્ષમા આપશે ? શું ભગવાન આ પ્રકારની પ્રપંચી પ્રશંસા કે દંભી સ્તુતિથી પ્રસન્ન થઈ જશે? કદાપિ નહીં. વ્યક્તિ પોતાનાં પાપકર્મો માટે સાચા હૃદયથી સંતાપ-પશ્ચાત્તાપ ન કરે, ભવિષ્યમાં આવાં દુષ્કર્મ નહીં કરવાનો સંકલ્પ ન કરે, જેમની સાથે દુર્વ્યવહાર થયો હોય તેમની વિનયપૂર્વક ક્ષમાયાચના ન માગે અથવા ક્ષતિપૂર્તિ ન કરે, ત્યાં સુધી માત્ર ભગવાનને બે હાથ જોડીને વંદન કરવાથી કે એમની ભાવહીન સ્તુતિ કરવાથી યા માત્ર તેમની ક્ષમા માગવાથી ઈશ્વર પ્રસન્ન નહીં થાય અને પાપકર્મોથી છુટકારો નહીં મળે.
ભગવાન મહાવીરના પરમ ભક્ત સમ્રાટ કોણિક રોજ પ્રભુ મહાવીરના વિહારના સમાચાર મેળવ્યા પછી જ અન્નપાણી ગ્રહણ કરતા હતા. બાહ્યભક્તિની આ પરાકાષ્ઠા હતી.
એક વાર સમ્રાટ કોણિકે મનોમન વિચાર કર્યો કે મેં ઘણાં પાપકર્મ કર્યો છે. હલવિહલકુમાર પાસેથી એમના હક્કનો હાર અને સંચાનક હાથી બળજબરીથી પડાવી લેવા માટે પોતાના ન્યાયપ્રિય માતામહ ચેટક મહારાજ સાથે ભયંકર યુદ્ધ ખેડ્યું. રાજ્યની પ્રાપ્તિ માટે પિતાને કેદમાં નાખ્યા, અને એવા કેટલાય અનર્થ કર્યા. જો તીર્થંકર પ્રભુ મહાવીર લોકોની સમક્ષ સમવસરણ(ધર્મસભા)માં દેશના આપતા મારી ભક્તિની પ્રશંસા કરી દે તો, મારાં બધાં પાપો પર પડદો પડી જાય અને હું લોકનજરમાં ભગવાન મહાવીરના પરમ ભક્ત તરીકે પ્રસિદ્ધ થઈ જાઉં. આથી એક વાર સાચી સેવાભક્તિ
- ૫૩
પડે.