________________
“અરે ! આજે આપનું અહીં આવવું કેમ થયું?”
તે બોલી, “આજે એક વિશેષ કાર્ય લઈને તમારી પાસે આવી છું. તમે લોકો જરા એક બાજુ ચાલ્યા જાવ. મારે એ મૃત નારીની પાસે જઈને કંઈક ધાર્મિક ક્રિયા કરવી છે.”
આ નારીના કહ્યા મુજબ બધાં એક બાજુ ચાલ્યાં ગયાં. પેલી સ્ત્રી પહેલાં એકલી અંદર ગઈ. તેણે મૃત સ્ત્રીને સુંદર ઘરેણાં અને વસ્ત્રો પહેરાવ્યાં. પેલી સ્ત્રીએ અંદરથી જ કહ્યું, “લો ભાઈ ! આ તૈયાર છે. મળી લો એને !”
તે કામી પુરુષ આગળ તો વધ્યો, પણ જેવું એણે જોયું કે એ નારી તો નિશ્ચંતન અને મૃત છે એટલે એ પાછો ફરીને બોલ્યો, “અરે ! આ તો મૃત્યુ પામી છે.”
પેલી સ્ત્રીએ કહ્યું, “શું મરી ગયું છે ? એ જ શરીર છે, એ જ આંખ, કાન ને નાક છે, એ જ ઘરેણાં પહેર્યા છે. બધું એનું એ જ છે, તો મૃત્યુ પામી કેવી રીતે ?”
પેલા પુરુષે કહ્યું, “અરે ! આમાં આત્મા નથી રહ્યો.” પેલી સ્ત્રીએ કહ્યું, “તમારો પ્રેમ આત્મા સાથે હતો કે શરીર સાથે ? જેના માટે તમે ઘણા દિવસથી ઝંખી રહ્યા હતા, આજે એને જ જોઈને ગભરાઈ રહ્યા છો ?”
પુરુષ બોલ્યો, “આ શરીર તો ઘણું ધૃણાસ્પદ અને ભયંકર દેખાય છે. તેની પાસે જતાં જ ખચકાટ અનુભવાય છે.”
પેલી સ્ત્રીએ કહ્યું, “તો શું તમે આના આત્માને અને પોતાની જાતને ભ્રષ્ટ કરવા માગતા હતા ? અરે ! બહાવરા માનવી ! જરા વિચાર તો કરો કે પેલા કસાઈ અને તમારી વચ્ચે શો ભેદ ? એ બકરાની હત્યા કરીને એના શરીર પર અધિકાર જમાવે છે. તમે જીવતા જીવત આના શરીર પર અધિકાર જમાવવા ચાહતા હતાં. બંને માંસ લેવા ઈચ્છો છો. મારે કહ્યું માનો કે તમે જેટલો પ્રેમ આ સ્ત્રીના શરીરને કરતા હતા, એટલો જો એના આત્માને કરતા હોત તો તમારા આત્માનો બેડો ક્યારનો ય પાર થઈ જાત અને આનો પણ થઈ જાત, કારણ કે બધા આત્માઓ સમાન છે.”
આત્મોદ્ધારનું અમૃતતત્વ.
૧oo