SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મંદોદરીએ કબૂતરોને કહ્યું, “રાજા રાવણની સોગન છે, ખબરદાર ! દાણા ચણશો નહીં.” સમ આપવા છતાં પણ કબૂતરો દાણા ચણતાં જ રહ્યાં. રાવણ બોલ્યો, “આ પક્ષી બિચારાં સોગનમાં શું સમજે?” રાણીએ ચક્વવેણ રાજાના પણ આ રીતે સોગન આપ્યા. એ સાંભળતાં બધાં પક્ષીઓએ એકસાથે દાણા ચણવાનું બંધ કર્યું. એક બહેરા કબૂતરે આ સાંભળ્યું નહીં, તેથી તે દાણા ચણતું જ રહ્યું. પરિણામે તેનું મસ્તક કપાઈને નીચે પડ્યું. સોગન લઈ લેવાયા પછી જ બધાં કબૂતરો ફરીથી દાણા ચણવા લાગ્યાં. આ બાજુ ચક્વવેણ રાજાના દૂતે નગરની બહાર સમુદ્રતટ પર એક બનાવટી લંકા નગરીની રચના કરી. કોટ, ગઢ, બુરજ વગેરે બરાબર અસલી લંકા જેવાં જ બનાવ્યાં. મંત્રીએ રાવણની સભામાં આવીને કહ્યું, “હું આપને એક કુતૂહલ બતાવવા માગું છું. આપ મારી સાથે પધારો.” ' રાવણ સભાજનો સહિત ત્યાં ગયો. કુતૂહલ એ બતાવ્યું કે રાજા ચક્વવેણના સમ આપીને નકલી લંકાના પૂર્વદ્ધારનાં કાંગરાંઓને પાડી દીધાં. એ જ સમયે સાચી લંકાનાં કાંગરાં પણ પડતાં દેખાયાં. રાવણ આશ્ચર્યમાં પડી ગયો. દૂતે રાવણને કહ્યું, “ચqવેણના ચક્રના પ્રભાવથી હું એકલો જ આપની નગરીને નષ્ટ કરવા સમર્થ છું. આથી જો આપ આપની નગરીની રક્ષા કરવા ઇચ્છતા હો તો સવા મણ સોનું કરના સ્વરૂપમાં આપી દો. બીજો કોઈ ઉપાય નથી.” રાવણે વિચાર કરીને સવા મણ સોનું આપવાનું નક્કી કર્યું. મંત્રી સવા મણ સોનું લઈને ચક્વવેણ રાજા પાસે આવ્યો. ચક્વવેણની સામે સવા મણ સોનું રાખ્યું અને આદિથી અંત સુધી આખો વૃત્તાંત રાણી અને સમસ્ત સભાજનોને સંભાળવ્યો. રાણી રાજાના પ્રભાવની ઘટના સાંભળીને અત્યંત પ્રભાવિત થઈ. રાજાને પૂછ્યું, “સ્વામી ! આપના આવા પ્રભાવનું કારણ શું ?” ચક્વવેણ બોલ્યા, “રાણી, આપણે સ્વ-પરિશ્રમથી ખેતી વગેરે કરીને આજીવિકા ધર્મકળામય જીવન ૨૧૯
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy