________________
સત, ચિત અને આનંદની ઓળખ
દુનિયાના તમામ ધર્મો કોઈ ને કોઈ રૂપે આત્માને માને છે. આત્માની વ્યાખ્યા અને વર્ણનમાં ભલે મત-મતાંતર હોય, પણ તેના અસ્તિત્વના સ્વીકારમાં કોઈ મતભેદ નથી. બધા ધર્મો આત્માની સત્તાને સ્વીકારે છે, એટલું જ નહીં, પણ બધા ધર્મો આત્માને ઓળખ્યા વગરની બધી સાધનાને રાખ પર લીંપણ કરવા સમાન વ્યર્થ માને છે. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા કહે છે –
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.”
જ્યાં સુધી સાધક આત્મતત્ત્વને જાણી લેતો નથી, ત્યાં સુધી બધી સાધના મિથ્યા છે.”
એક બાજુ આસ્તિકો આત્મતત્ત્વને ઓળખવાની વાત કરે છે, તો બીજી બાજુ પંચભૂતોથી બનેલા શરીર સિવાય આત્મા જેવી અન્ય કોઈ અલગ વસ્તુ નથી, તેમ માનનારા નાસ્તિકો છે.
શરીર કે અન્ય કોઈ રૂપમાં આત્માના અસ્તિત્વનો ઈન્કાર કરનારા આધુનિક ભૌતિકવાદીઓ એમ કહે છે કે આત્મા-પરમાત્મા એ બધાં તો ઢોંગ-ધતિંગ છે. જ્યાં આત્મા જ નથી, ત્યાં એને ઓળખવાની જરૂર શી? આ માન્યતા ધરાવનારાઓ માટે આત્માને વિવિધ પ્રમાણોથી સિદ્ધ કરવો
રત્નત્રર્યનાં અજવાળાં
૮૪