SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ બધાં કુકર્મો કરતો હતો, પરંતુ પિતાના અવસાન પછી તો નિરંકુશ બનીને આ કુકર્મો કરવા લાગ્યો. એક વાર વણિકનો વેશ પહેરીને નગરના સમૃદ્ધ ઝવેરીની દુકાને જઈ પહોંચ્યો. ઝવેરીને કહ્યું, “મારે કીમતી રત્નો ખરીદવાં છે, તો બતાવો.” ઝવેરીએ મોટો વેપારી સમજીને કીમતીમાં કીમતી રત્નો બતાવ્યાં. રત્નો જોઈને તે ઝવેરીને હળવેથી કહેવા લાગ્યો, “મને તમારાં અમુક-અમુક રત્નો પસંદ પડ્યાં છે, પરંતુ અત્યારે મારી પાસે પૈસા નથી. હું ઘરેથી નીકળ્યો, ત્યારે આજે રત્ન ખરીદવાનો કોઈ વિચાર ન હતો, તેથી રૂપિયા સાથે લાવ્યો નથી, પરંતુ રસ્તામાં એકાએક મને યાદ આવ્યું કે આજે મારે એક લગ્નપ્રસંગમાં જવાનું છે અને ત્યાં રત્નો ભેટરૂપે આપવાનાં છે. તેથી રત્નોની જરૂર પડશે. તમે મને આજે આ રત્ન લઈ જવા દો. કાલે જરૂર તેની રકમ પહોંચાડી દઈશ.” ઝવેરીએ આ વાતનો ઈન્કાર કરતાં કહ્યું, “માફ કરજો, હું કોઈને માલ ઉધાર આપતો નથી. રોકડેથી માલ આપવાનો મારો નિયમ છે.” અંતે શ્રેષ્ઠીપુત્ર સહગ્નમલ્લ ઝવેરીની દુકાનમાં બધે ફરીને બરાબર બધું જોઈને ચાલ્યો ગયો. ઘેર આવીને એણે ઝવેરીને ત્યાં ચોરી કરવાની યોજના ઘડી. સહગ્નમલ ચોરીની કળામાં નિષ્ણાત હતો. રાત્રે ઝવેરીની દુકાનની પાછળ કાણું પાડ્યું અને અંદર ઘૂસ્યો. “સો સોનીની, તો એક લુહારની” એ કહેવત અનુસાર ચોર હંમેશાં પોતાની કળામાં સફળ નથી થતા. ક્વચિત્ ધર્મકળા ધરાવનારી વ્યક્તિનું પ્રબળ પુણ્ય એને નિષ્ફળ બનાવે છે. - સહગ્નમલ રત્નો શોધતો હતો કે એકાએક ઝવેરીનો પુત્ર જાગી ગયો. તેણે ચોરને બરાબર પકડી લીધો અને દોરડાથી તેના હાથ-પગ બાંધીને સવાર થતાં જ કૌશામ્બીનગરીમાં ભરબજારે તેને ફેરવ્યો. આ રીતે સહગ્નમલ ચોરને પૂરો બેઆબરૂ કરીને ઝવેરીના દીકરાએ . તેને તેના ઘરની પાસે જ છોડી દીધો. સહમલ ચોર પોતાની માતા પાસે જઈને રડવા લાગ્યો, “મા, આજે તો હું સાવ બેઆબરૂ બની ગયો !” ૨૧૨ રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy