________________
છે, કારણ કે અર્થવૃદ્ધિ એ કંઈ મહત્ત્વની બાબત નથી. મનુષ્ય અનીતિ, અન્યાય, ચોરીચપાટી, અપ્રામાણિકતા, વેશ્યાવૃત્તિ આદિ અનેક મલિન સાધનો દ્વારા ધન કમાય છે, પરંતુ તે ધન સુખવર્ધક હોય છે કે દુઃખવર્ધક? અપ્રામાણિકતાથી કમાયેલું ધન મનુષ્યની મનોવૃત્તિ દૂષિત કરે છે ને ચારિત્ર્યભ્રષ્ટ કરી દે છે. મારે એ જ કહેવું છે કે ધન કમાવાની કે ગુમાવવાની ચિંતા ન કરો, પરંતુ જો રાષ્ટ્ર અને સમાજનું ચારિત્ર્ય ખંડિત થતું હોય તો તેની ચિંતા કરો. આ અંગ્રેજી સુવર્ણસૂત્ર યાદ રાખો –
If Wealth is lost, nothing is lost. If Health is lost, something is lost. If Character is lost, everything is lost.
જો ધન ગુમાવશો તો કંઈ જ નહીં ગુમાવો, જો સ્વાધ્ય ગુમાવશો તો કંઈક ગુમાવશો, પરંતુ જો ચારિત્ર્ય ગુમાવશો, તો સર્વસ્વ ગુમાવશો.” કારણ કે રિદ્ધિ-સિદ્ધિ કે ગૌરવવૃદ્ધિનો બધો જ આધાર ચારિત્ર્ય પર છે.
સુદર્શન શેઠે ભય અને પ્રલોભનોમાં ફસાઈ જવાને બદલે પોતાના ચારિત્ર્યને સુરક્ષિત રાખ્યું હતું. કારણ કે ચારિત્ર્યને જ તે જીવનનું અમૂલ્ય ધન સમજતા હતા.
નમિ રાજર્ષિની પરીક્ષા લેવા માટે ઇન્દ્ર બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે છે. રાજર્ષિ દીક્ષા લેવાની તૈયારીમાં જ હતા, ત્યારે જ ઈન્દ્રએ તેમને રાજસત્તા, સંપત્તિ વગેરે જુદાં જુદાં અનેક પ્રલોભનો આપ્યાં. અનેક સૂક્તિઓ દ્વારા તેમને ચરિત્રથી વિચલિત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તે સહેજે વિચલિત થયા નહીં. ભારતીય પરંપરાનું ગૌરવ
જાપાન વગેરે દેશોમાં અનેક જાસૂસસ્ત્રીઓ શત્રુપક્ષની ગુપ્ત વાતો જાણીને પોતાના રાષ્ટ્રની સેવાભક્તિની દૃષ્ટિએ ચારિત્ર્યથી ભ્રષ્ટ થઈ જતી હતી, એટલે કે શત્રુપક્ષના અધિકારીઓને પોતાની મોહજાળમાં ફસાવીને તેમની સાથે શીલભ્રષ્ટ થઈને તેમની ગુપ્ત વાતો કઢાવતી હતી, પરંતુ ભારતે આ પ્રકારની સદાચાર ભ્રષ્ટતાને કદી અપનાવી નથી અને ક્યારેય આવા ચારિત્ર્ય પતનનો સ્વીકાર કર્યો નથી. ચાત્રિ એ જ ધર્મ
કાકા ૧૯૯
૧૯૯