________________
આપે છે અને તેનાં જ ઝાંઝર બનાવીને યુવતીના પગમાં પહેરાવાય છે. જે માટીનો ઘડો બહેનોના મસ્તક પર સ્થાન પામે છે, તે જ માટીનો બનેલો વાટકો શૌચાલયમાં કામ આવે છે. મનુષ્યના જીવનમાં પણ શુભાશુભ કર્મોના કારણે આવી વિચિત્રતા છે. આમ તો પુણ્ય અને પાપની ઓળખ વ્યક્તિનાં કાર્ય, વ્યવહાર કે મનઃસ્થિતિ પર નિર્ભર છે, પરંતુ વ્યાકરણની દૃષ્ટિએ મુખ્યત્વે આવો અર્થ થાય છે.
पुनाति शुभकार्येणात्मानमिति पुण्यम्
पातयत्ययस्तादात्मानमिति पापम् જે શુભકાર્ય દ્વારા આત્માને પાવન કરે છે, તે પુણ્ય છે અને જે અશુભ કાર્યો દ્વારા આત્માને નીચો પાડે છે તે પાપ છે.”
આનો અર્થ એ છે કે જે કાર્યો, વિચારો કે પ્રવૃત્તિઓથી આત્મામાં સુખ, સંતોષ, આલાદ અને પવિત્રતા જાગે છે, વ્યક્તિ પ્રગટ રીતે કરવામાં કશો ખચકાટ અનુભવતો ન હોય, તે પુણ્ય છે. કારણ કે જેટલાં હિતકર અને શુભ કાર્ય છે, તેમને બધાની સામે, છુપાવ્યા વગર કરવામાં કોઈને સંકોચ નથી થતો. આથી જ એક આચાર્યએ પાપ-પુણ્યની પરિભાષા આ પણ કરી છે –
પ્રવરં પુખ્ય પ્રઝર્વ પાપ જે પ્રગટ છે, અગુપ્ત છે તે પુણ્ય છે, કિંતુ જે ગુણ હોય છે, છુપાવેલું હોય છે, તે પાપ છે.' પાપનો ભય
ગમે તેટલી સત્તાધારી કે ગમે તેટલી ધનાઢ્ય વ્યક્તિને પણ પાપ છુપાવવાનું મન થાય છે. કોઈ જોઈ જાય નહીં, કોઈ ટોકે નહીં, કોઈ મારી નિંદા કરે નહીં, કોઈ મને દંડ આપે નહીં, તે પ્રકારની આશંકા દરેક સમયે પાપકર્તાના મનમાં રહે છે. તેથી એ પાપકાર્યોને ગોપાવવા ઇચ્છે છે. જો કોઈને તેનાં પાપકાર્યોની જાણ થઈ જાય છે, તો તેને કોઈ ને કોઈ પ્રકારની લાલચ આપીને દબાવી દેવા ઇચ્છે છે. બીજી વાત એ પણ છે કે પાપ કરતી વખતે અને કર્યા પછી તે વ્યક્તિને મનમાં સતત ભય, ક્લેશ, પસ્તાવો અને ખેદ થતો હોય છે. તે પોતાનો આ ભાવ કદાચ બહાર પ્રગટ થવા દેતો ન હોય, પરંતુ મનમાં એને પાપનો ડંખ ખટક્યા કરે છે. - - -
પુણ્ય અને પાપનું રહસ્ય
૨૪૯