SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ બલ્ક એ મહાન વિભૂતિનું પ્રેરણાબળ અમને સહુને આજેય ધર્મપ્રચાર અને સમાજોન્નતિના અજવાળે દોરી રહ્યું છે તેથી વિશેષ સંસ્થાને માટે સદ્ભાગ્યની બાબત બીજી કઈ હોય ? વળી વિ.સં. ૨૦૪૯ના ચૈત્ર સુદ એકમથી શ્રી આત્માનંદ જૈનસભાનો સુવર્ણજયંતી મહોત્સવ ઊજવવામાં આવ્યો અને તે નિમિત્તે શ્રી આચાર્યશ્રીની ભાવનાને અનુરૂપ એવા કાર્યક્રમો યોજીને સુવર્ણજયંતી મહોત્સવ ઊજવાયો. મુંબઈની શ્રી આત્માનંદ જૈનસભા તરફથી વલ્લભપ્રવચનના પ્રથમ ભાગનો એક મણકો “ધન્ય છે ધર્મ તને !' એ શીર્ષક હેઠળ પ્રગટ થયો. એ પછી “ઓજસ દીઠાં આત્મબળનાં નામે “વલ્લભવાણી'ના પ્રથમ ભાગનાં બાકીનાં પ્રકરણો પ્રકાશિત થયાં. હવે “વલ્લભવાણીના બીજા ભાગનાં લખાણોનું ભાષાંતર પ્રગટ થાય છે અને ડૉ. કુમારપાળ દેસાઈ જેવા સિદ્ધહસ્ત લેખકે સુપેરે પાર પાડ્યું છે તે અમારે માટે આનંદની ઘટના છે. આ અનુવાદ સરળ, રસપ્રદ અને રોચક શૈલીમાં થયો છે તેમજ એમાં અનુવાદકે આપેલી પાદનોંધ આ વિષયને વધુ સુગમ બનાવે છે. આ કાર્ય પાછળ પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી નિત્યાનંદ વિજયજી મહારાજની પ્રેરણા કારણભૂત છે. તેઓએ ગુજરાતીભાષી ભાવિકજનોને યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પાવન વાણી સાંપડે તે માટે અહર્નિશ ખેવના રાખી છે અને તે જ આ પરિણામ છે. આપના હાથમાં આ પુસ્તક મૂકતાં ૩ મે ખૂબ આનંદ અનુભવીએ છીએ. ક્રમશઃ તેઓશ્રીની પ્રેરક પ્રવચનવાણીમાંથી પુસ્તકો પ્રકાશિત થતાં રહેશે. આ પુસ્તકમાં સરતચૂક કે અજાણતાં કોઈ ક્ષતિ કે દોષ રહ્યા હોય તો અમે “મિચ્છામિ – દુક્કડમ્' માગીએ છીએ. સમગ્ર સમાજ અને શ્રી સંઘ આ ભાવનાઓને આત્મસાત કરે અને એ એ રીતે યુગવીર આચાર્યશ્રીનું સ્વપ્ન સાકાર કરે તે અભ્યર્થના સાથે અમે વિરમીએ છીએ. શ્રી આત્માનંદ જૈનસભા, મુંબઈ સંસ્થા-પરિચય ૨o૧
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy