SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ માર્મિક ધર્મકથા સામાન્ય માનવી ભય અને પ્રલોભનને કારણે ધર્મનું પાલન કરતા જોવા મળે છે. તેમના સંસ્કારોમાં ધર્મ હોતો નથી. “પુરાણ'માં આ વિશે એક માર્મિક અને પ્રેરણાદાયી રૂપકકથા મળે છે. એક વાર દેવરાજ ઈન્દ્રએ સ્વર્ગલોકમાં નવાગંતુક દેવોની સંખ્યા ઓછી થતી જોઈને આશ્ચર્ય સહિત તેના કારણની જાણકારી મેળવી. એમને થયું કે મૃત્યુલોકમાંથી મરીને જીવ દેવલોકમાં કેમ આવતો નથી ? ઇન્દ્રને વિશિષ્ટ જ્ઞાનથી જાણવા મળ્યું કે મૃત્યુલોકમાંથી માનવી મરીને સીધા નરકમાં જાય છે. ઇન્દ્રને ઘણી ચિંતા પેઠી કે જો આ જ હાલત ચાલુ રહેશે તો થોડા દિવસોમાં દેવલોક સાવ સૂનો પડી જશે, આથી તેણે મૃત્યુલોકમાં જઈને દેવલોકનો સંદેશ સંભળાવવાનો વિચાર કર્યો કે જેથી લોકો કોઈ પણ રીતે દેવલોકમાં આવવા લાગે. દેવરાજ ઈન્દ્રએ વિચાર્યું કે સામાન્ય માનવ તો ભય અને લોભને લીધે ધર્મ પર સ્થિર રહે છે. જેમ કે હંમેશાં એમ કહેવાય છે કે, “ધર્મ કરશો તો સ્વર્ગ મેળવશો. અધર્મ કરશો તો નરકમાં જશો.” ભારતમાં પણ આજકાલ મોટે ભાગે જોવામાં આવે છે કે લોકો આ ડરથી મોટે ભાગે ભય અને લોભવશ કાયદાનું પાલન કરે છે. કાયદાનું પાલન કરશો તો તમારી પ્રતિષ્ઠા વધશે, સાખ જામશે, લોકનો વિશ્વાસ મળશે અને ગ્રાહકો વધશે, અને જો કાયદાનું પાલન નહીં કરો તો સરકાર દંડ આપશે, સમાજમાંથી પ્રતિષ્ઠા ઘટશે, ગ્રાહકો ઓછા થશે અને લોકવિશ્વાસ ઊઠી જશે. ઈન્દ્રએ એક દેવને બોલાવ્યા, અને તેને એક ભયાનક કૂતરાનું સ્વરૂપ ધારણ કરાવ્યું અને સ્વયં યોગીનું રૂપ લીધું અને બંને મર્યલોકમાં આવ્યા. અહીં આવતાની સાથે જ ત્રણ વાર બૂમો પાડી – “પ્રલય થશે ! પ્રલય થશે !! પ્રલય થશે !!!” સાથે સાથે તે કૂતરો પણ જોરજોરથી ભસવા માંડ્યો. લોકો તેને જોઈને અને આ અવાજ સાંભળીને ડરવા લાગ્યા. તેમણે રાજા પાસે જઈને આની ફરિયાદ કરી. રાજાએ નગરના બધા દરવાજા બંધ કરાવી દીધા, આમ છતાં પણ યોગીના રૂપમાં ઈન્દ્ર અને તે કૂતરો બંને બધા દરવાજા પાર કરીને સીધા રાજમહેલમાં પહોંચી ધર્મનું સાચું સ્વરૂપ --- ( ૨૩૫ ક
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy