SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ગયો. તે ગભરાઈ ઊભો રહી ગયો. એવામાં આસપાસ ઊભેલા માણસોને જોઈને એનામાં થોડી હિંમત આવી. તેણે કૂવાથી થોડેક દૂર ઊભેલા એક યુવકના પગમાં પડીને આજીજી કરીને કહ્યું, કાકાકા ! તમે તો કુશળ તરવૈયા છો. તમે જો કૂવામાં ઊતરીને મારી પત્નીને બચાવી લેશો તો એ જરૂર બચી જશે.” કહો ગામનો કુશળ તરવૈયો હતો. કૂવા, તળાવ અને નદીમાં કોઈ માણસ પડી જાય તો ખબર મળતાં જ ત્યાં પહોંચીને અચૂક મદદ કરતો અને ગમે તેટલા ઊંડા પાણીમાંથી પણ માણસને બચાવી લેતો હતો, પરંતુ આજે તે ચૂપચાપ ઊભો હતો, કેમ કે તરવાની કળાની સાથે સાથે અછૂતનો સ્પર્શ થવાથી ધર્મ ડૂબી જવાનો અને અપવિત્ર થઈ જવાનો ભ્રમ તેના મગજમાં ઘૂમતો હતો, તેથી તે કૂવામાં ઊતરતાં ખચકાતો હતો. શુદ્ધધર્મની સાથે સાથે કેટલા ધર્મભ્રમ ચોંટી જાય છે ! જે ધર્મ સેવા કે પરોપકારથી વિમુખ બનાવતો હોય અથવા કોઈને સ્પર્શ કરવાથી ધર્મભ્રષ્ટ થઈ જવાની વાત કહેતો હોય, તે ધર્મ હોઈ શકે નહીં. હરિજન બહેનનો પતિ કંઈક વિચારીને એકદમ દોડતો-દોડતો ગામના ધર્મમૂર્તિ મહાજનની દુકાન પર પહોંચ્યો. શેઠને દુકાનમાં બેઠેલા જોઈને તેણે દૂરથી બૂમ પાડી, “ઓ શેઠ ! ઓ શેઠ ! ઓ મહાજન બાપુ, મારી પત્ની કૂવામાં પડી ગઈ છે, કોઈ તેને બચાવવા તૈયાર નથી, તમે જલદી બચાવો.” વાણિયો આંખોના ઈશારાથી ક્ષણભરમાં જ એની સઘળી વાત સમજી ગયો. જાણે કે શેઠ તૈયાર જ બેઠા હોય તેમ એક દોરડાનો મોટો પિંડો લઈને કૂવા તરફ દોડ્યા. કૂવા પર પહોંચતાંની સાથે જ શેઠે દોરડાનો એક છેડો થોડે દૂર રહેલા એક ઝાડ સાથે બાંધ્યો અને બીજો છેડો પોતાની કમર પર બાંધવા લાગ્યા. અત્યાર સુધી કશું કર્યા વિના તમાશો જોતા ત્યાં ઉપસ્થિત લોકો હવે સમજી ગયા કે આ બાઈને બચાવવા શેઠ પોતે જ કૂવામાં ઊતરી રહ્યા છે. લોકોમાં થોડી ચડભડ થવા લાગી. કોઈએ કહ્યું, “અરે જુવાનો ! જીવો છો કે મરી ગયા ? આપણા હું ૨૩૨ રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy