SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ એને ચાર પઠાણ મળ્યા અને તેમણે તલવાર દેખાડીને કહ્યું, “તારી પાસે જે હોય તે અહીં કાઢી આપ, નહીં તો તારા પુત્ર પર પત્ર લખી આપ.” . વાણિયાએ વિચાર્યું, “અહીંયાં બળને બદલે કળથી કામ લેવું પડશે.” આથી એણે એક પત્ર લખ્યો. એમાં પહેલાં ત્રણ મીંડાં લખીને તેની આગળ એકનો આંકડો લખ્યો અર્થાત્ એક હજાર રૂપિયા આપવાનું લખ્યું. વાણિયાએ પૂછ્યું, “આમાં કંઈ મહેનતાણું આપશો ? થોડી રાહત કરશો ?” પઠાણોએ વાણિયાની વાત સ્વીકારતાં એણે પત્રમાંથી એકનો આંકડો કાઢી નાખીને માત્ર ત્રણ મીંડાં રહેવા દીધાં. ચિઠ્ઠી લઈને પઠાણ વાણિયાની દુકાને પહોંચ્યા તો એના મુનીમે માત્ર ત્રણ શૂન્ય જોઈને કંઈ પણ આપવાની ચોખ્ખી ના પાડી અને કહ્યું, “આમાં તો બધાં મીંડાં જ છે. એકનો અંક નથી તેથી કશું આપવાનું હોય નહીં.” વાણિયો તો પઠાણોની ચુંગાલમાંથી પહેલાં જ છૂટીને નાસી ગયો હતો. વળી આ પઠાણોનું જોર શહેરમાં ચાલતું નહીં હોવાથી મુનીમનો જવાબ સાંભળીને તેઓ નિરાશ થઈને ચાલ્યા ગયા. જેમ પત્રમાં એકના આંકડા વગર માત્ર શૂન્ય જ લખેલાં હોવાથી પઠાણોને કંઈ ન મળ્યું, એવી જ રીતે સમ્યગદર્શનરૂપી એકના અંક વિના ગમે તેટલું શુષ્ક જ્ઞાન મેળવ્યા કરો અથવા ગમે તેટલી ક્રિયાઓ કર્યો જાવ, છતાં આત્માને એનાથી કંઈ મળશે નહીં. એટલે સમ્યગુદર્શન સાધના માટે એકડાનું કામ કરે છે. મોક્ષમાર્ગનું પ્રથમ સાધન સમ્યગુદર્શન છે. આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી તેનું બધું આચરણ સમસ્ત ક્રિયાકાંડ અને અનુષ્ઠાન નગણ્ય છે. સમ્યગુદર્શનના અભાવે થતી બધી ધાર્મિક ક્રિયાઓ હાથીના સ્નાનની જેમ વ્યર્થ છે. આત્મકલ્યાણની દૃષ્ટિએ આ ક્રિયાઓની કશી કિંમત નથી. કહ્યું છે - ध्यानं दुःखनिधानमेव तपसः सन्तापमानं फलम । स्वाध्यायोऽपि हि वन्थ्य एव कुधियां तेऽभिग्रहाः कुग्रहाः ॥. અજ્ઞાપ્યાં લાશીનાના, તીદિયારા વૃથા ! सम्यक्त्वेन विहीनमन्यदपि यत्तत्सर्वमन्तर्गडुः ॥ સમ્યગુદર્શનનો પ્રભાવ ૧૫૩
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy