SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મારા ઘરમાં છે. ક્યારેક તે અંતર્જીવનમાં આવશે.” સંન્યાસીએ કહ્યું, “એ જ્યારે તમારા જીવનમાં આવશે ત્યારે જ તેમાનું જ્ઞાન કે સિદ્ધાંત તમારાં કહેવાશે.” પેલા શેઠની માફક આજે ઘણા લોકો શાનની વાતોની મોટી મોટી ચર્ચા કરે છે. પોતાની પાસે અનેક ગ્રંથો રાખે છે, પરંતુ રોજિંદા જીવનમાં ઢોલમાં પોલ હોય છે, આથી જ એક વિદ્વાને કહ્યું છે – "शास्त्राण्याधीत्यापि भवन्ति मूर्खा, पस्तु क्रियावान्पुरुषः स विद्वान । सुचिन्तितं चौषधमातुराणां न नाममात्रेण करोत्यरोगम् ॥" “ઘણા લોકો શાસ્ત્રોને જાણી લે છે, પરંતુ જીવનમાં ઉતારતા નથી. તેઓ જ્ઞાનીઓની દૃષ્ટિમાં મૂર્ણ છે. જે ક્રિયાવાન (ચારિત્ર્યસંપન્ન) પુરુષ છે, તે જ વિદ્વાન કે જ્ઞાની છે. વારંવાર ઔષધિનું ચિંતન કરવાથી કે માત્ર નામ લેવાથી તે બીમારને નીરોગી નથી બનાવતી, પરંતુ તેનું સેવન કરવાથી જ તે રોગીઓને સ્વસ્થ બનાવે છે.” જીવનવ્યવહારમાં જ્ઞાન આનો અર્થ એ કે કોઈ પણ શાસ્ત્ર કે ગ્રંથનું જ્ઞાન પ્રાપ્ત કરવામાત્રથી તે ગ્રંથ કે શાસ્ત્ર માણસને તારતું નથી, પરંતુ એ જ્ઞાનને ક્રિયાન્વિત કરવાથી જ સફળતા મળે છે, અન્યથા એ શાસ્ત્રીય જ્ઞાન પાચન ન થયેલા ભોજન જેવું છે. એક વધારે દૃષ્ટાંત જોઈએ – એક વેદાંતી પંડિતે અદ્વૈતવાદના સિદ્ધાંતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ જ્યાં જાય ત્યાં પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતા હતા, પરંતુ એ જ્ઞાન એમના જીવનમાં ઊતર્યું ન હતું. એક દિવસ ફરતા ફરતા તે એક ભક્તને ત્યાં જઈ પહોંચ્યા. ઠંડીના દિવસો હતા. ઘણી કડકડતી ઠંડી પડતી હતી. ૧. અદ્વૈતવાદ – જીવ, જગત અને ઈશ્વર એ ત્રણ વિચારણીય તત્ત્વો છે. ઈશ્વર એ સર્વાણ છે. અને જીવ તથા જગતુ એ ઈશ્વરે સરજેલાં ચેતન અને જડ તત્ત્વો છે. ઈશ્વર એક તત્ત્વ અને ચેતનવ તથા જડ જગત એ ઈશ્વરનું સરજેલું બીજું તત્ત્વ એમ બેય તત્ત્વોનો સ્વીકાર તે દ્વૈતવાદ અને ઈશ્વરે સરજેલું તત્ત્વ તેમનાથી જુદું નથી કેમકે તે બધુંય ઈશ્વરમાં લીન થઈ જાય છે. સનાતન તત્ત્વ માત્ર ઈશ્વર જ છે એવી માન્યતા તે અદ્વૈતવાદ. ચારિત્ર એ જ ધર્મ ૧૫ ક
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy