SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ એક વાર જેતવનમાં હતા. તે સમયે એક કઠિયારો કુહાડીથી વૃક્ષ કાપી રહ્યો હતો. ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને પૂછ્યું, ‘કઠિયારાની કુહાડીના ઘાથી તમને વેદના થાય છે ?'' શિષ્યોએ હસતાં-હસતાં કહ્યું, ‘‘નહીં, ભંતે !’’ ભગવાને બુદ્ધે કહ્યું, “હે શિષ્યો ! આ જ રીતે કોઈ તમાચ શરીરના ટુકડા કરે, તો વૃક્ષની જેમ તેને પારકું સમજજો. એટલે કે દેહ પર કોઈ કુહાડીથી ઘા મારે તો વૃક્ષ પર થતા થા સમાન માનજો. પંચ મહાકંધથી તમે અલગ છો. આત્મા-અનાત્માનું આવું ભેદવિજ્ઞાન કરી લો.'' ઉપાધ્યાય યશોવિજયજી કહ્યા કરતા હતા જ્ઞાનની તીવ્ર દશા જ ચારિત્ર છે.’’ આથી જ સોક્રેટિસ કહેતા હતા, ‘Knowledge is Virtue." ‘જ્ઞાન એક ગુણ છે.’' - જ્ઞાન-શક્તિ આનંદ અને સદ્ગુણ જ્ઞાનમાં કેટલી શક્તિ છે, તેનો ખ્યાલ તો આપણે વર્તમાન વૈજ્ઞાનિકોનું જ્ઞાનકૌશલ દ્વારા ક્વીન મેરી' નામની ૨૫ હજાર ટનની ચાર પાંખોવાળી સ્ટીમર છ મહિના સુધી સતત ચલાવવાની શક્તિ વૈજ્ઞાનિકોએ જ્ઞાન દ્વારા જ હાંસલ કરી. જ્ઞાન દ્વારા આજના વૈજ્ઞાનિકોએ એ શક્ય બનાવ્યું કે પાણીના ટીપાને ધ્વનિતરંગ દ્વારા તોડીને એવી શક્તિ ફેલાવવામાં આવી, જેનાથી સમગ્ર ન્યૂયોર્ક શહેરને આખા વર્ષ સુધી વીજળી મળી રહે. આ જ્ઞાનની શક્તિનો ચમત્કાર શું ઓછો છે ? આત્માના પૂર્ણ જ્ઞાન દ્વારા સમગ્ર બ્રહ્માંડના અણુએ અણુની વાત આંખથી જોયા વગર અને કાનથી સાંભળ્યા વગર એક જગ્યાએ બેઠાં-બેઠાં ૧. સોક્રેટિસ (ઈ.સ. પૂર્વે ૪૬૯-૩૯૯) ગ્રીસનો પ્રથમ તત્ત્વજ્ઞાની. શિલ્પીનો પુત્ર. સોક્રેટિસે માણસના ચિત્તમાં પડેલા અવ્યવસ્થિત ખ્યાલોમાંથી સત્ય અને નીતિનું સુંદર રૂપ કંડાર્યું. એણે જ્ઞાન અને સદ્ગુણને પર્યાય ગણ્યા અને જ્ઞાન એ જ સદ્ગુણ છે. (Knowledge is virtue) એમ સાબિત કર્યું. સિત્તેર વર્ષની ઉંમરે અદાલતમાં એના પર મુકદ્દમો માંડવામાં આવ્યો અને પાંચસોથી વધુ નાગરિકો ન્યાયાધીશ તરીકે હતા. બહુમતીએ એને દોષિત ગણીને મૃત્યુદંડ આપ્યો અને સોક્રેટિસ સત્યને ખાતર પ્રાણ આપનાર શહીદ ગણાયા. ૧૮૨ રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy