________________
ધન અને ધર્મનો વિગ્રહ
આજે વિશ્વમાં એક બાજુ ધન માટેની દોડ એટલી બધી વધી ગઈ છે કે ધર્મ તેમાં પાછળ રહી જાય છે. અધિકાંશ લોકો બાહ્ય રીતે ધર્મઆચરણ કરે છે, ધર્મક્રિયાઓ કરે છે, પરંતુ એમના જીવનમાં ધનની દોડ ચાલતી. ધર્મ પણ તેઓ ધનની પ્રાપ્તિ માટે કરે છે.
ઘણી વાર લોકો એવું કહે છે, “મહારાજ ! ધર્મ તો કેવળ ધર્મસ્થાનોમાં જ હોય, બીજે બધે તો પાપ જ પાપ છે. વ્યાપાર કે વ્યવહારમાં ધર્મને પાળવા જઈએ તો ભૂખે મરવાનો વારો આવે. આનો એક અર્થ એ થયો કે આવા લોકો વ્યાપક ધર્મને કેવળ ધર્મસ્થાનોમાં જ કેદ કરવા ઇચ્છે છે. શું ધર્મ એટલો સંકીર્ણ છે કે ધર્મસ્થાનની બહાર પગ મૂકતાં જ તે ચાલ્યો જાય છે? આવું વિચારનારા ધર્મને યોગ્ય રીતે સમજ્યા નથી.
ધર્મસ્થાન તો ધર્મના પાઠ શીખવા માટેની એક પ્રકારની પાઠશાળા છે. પાઠશાળામાં પ્રાપ્ત કરેલી વિદ્યાનો ઉપયોગ જીવનનાં વિભિન્ન ક્ષેત્રોમાં કરવાનો હોય છે. જો નિશાળમાં તમે શીખ્યા હો કે પાંચ અને પાંચ દસ થાય છે અને ત્યાંથી બહાર નીકળતાં જ અગિયાર ગણવા લાગો તો તમારું ભણવું નિરર્થક ગણાશે.
એ જ રીતે ધર્મસ્થાનમાં તમે શીખ્યા કે અહિંસા, સત્ય, ન્યાય, પ્રામાણિકતા આદિનું પાલન કરવું તે ધર્મ છે અને બહાર પગ મૂકતાં જ તેને ભૂલીને અધર્મ આચરવા લાગ્યા, અસત્ય, કપટ અને અપ્રામાણિકતા આચરવા લાગ્યા, અન્યાય અને હિંસામાં પ્રવૃત્ત થઈ ગયા, તો તમારું ધર્મસ્થાનમાં મેળવેલું જ્ઞાન વ્યર્થ ગયું. એટલે જ ધર્મસ્થાનમાં જે કંઈ ધર્મનો પાઠ કે સંસ્કાર ગ્રહણ કરી તેને જીવનવ્યવહારના દરેક ક્ષેત્રમાં પ્રગટાવવા ધર્મને અળગો કરવો નહીં. વ્યવહારમાં ધર્મનું આચરણ કરવાથી કાર્યસિદ્ધિ નહીં થાય અથવા તો જીવન બેહાલ થઈ જશે, એ ભ્રમને દરેક વ્યક્તિએ એના મગજમાંથી કાઢી નાખવો જોઈએ, તો જ એ શુદ્ધરૂપે ધર્માચરણનો પ્રારંભ કરી શકશે. એવો ધર્માત્મા વિપત્તિમાં (કદાચિત પૂર્વકર્મવશ) હશે તો પણ તે એ મુશ્કેલીને મુશ્કેલી સમજશે નહીં, તે એમ વિચારશે કે મારા જીવનમાં હું ધર્મના પાઠ કેટલા ઉતારી શક્યો છું, તેની કસોટી થઈ રહી છે.
શકન નામની એક શૂદ્ર જાતિનો વ્યક્તિ ગંગાના કિનારે પોતાના ધર્મનું સાચું સ્વરૂપ છે
છે
૨૩૦
છે
.