________________
ભગવાનની સેવા કરવાના બદલે તેમનો દ્રોહ કરે છે. વિષ્ણુપુરાણ''માં સ્પષ્ટ કહ્યું છે
-
" अपहाय निजं कर्म, कृष्ण-कृष्णेति वादिनः । ते हरेद्रोहिणः पापाः परार्थं जन्म यद्धरेः ॥"
જે પોતાના કર્તવ્ય (ભગવાનના પ્રતિ) કર્મને છોડીને કેવળ કૃષ્ણ-કૃષ્ણના રૂપમાં રટણ કરે છે, તે પાપી વ્યક્તિ હરિ(ભગવાન)ના દ્રોહી છે, કારણ કે ભગવાનનો જન્મ તો પરોપકાર માટે છે.''
આનો અર્થ એ છે કે તીર્થંકર (મુક્ત ઈશ્વર) કે અવતારી પુરુષનો જન્મ જગતમાં ફેલાઈ રહેલા અધર્મ, હિંસા, મારામારી વગેરે પાપને દૂર કરીને શુદ્ધ વ્યાપક ધર્મની સ્થાપના માટે હોય છે. ‘‘શ્રીમદ્ ભગવદ્ગીતા’'માં કહ્યું છે.
" यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम ॥ धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥"
જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થઈ જાય છે અને અધર્મ વધી જાય છે ત્યારે (ઈશ્વરીય શક્તિના રૂપમાં) હું સ્વયં જન્મ લઉં છું. પાપોનો નાશ કરવા માટે અને ધર્મની સંસ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતરિત થઉં છું.''
આ દૃષ્ટિએ તીર્થંકર (મુક્ત ઈશ્વર) અથવા અવતારી પુરુષ સંસારની સેવા અને જગતના જીવોની રક્ષા માટે જન્મ લે છે. સંઘની સ્થાપના કરીને ધર્મની વૃદ્ધિ કરે છે અને પ્રવચન કરે છે. ‘‘પ્રશ્નવ્યાકરણસૂત્ર’’માં સ્પષ્ટ કહ્યું છે.
-
“सव्वजगजीवरक्खणदयटठ्याए पावयणं भगवया सुकहियं ।”
‘તીર્થંકર ભગવાને સમસ્ત જગતના જીવોની રક્ષા અને દયા માટે પ્રવચન આપ્યાં છે અથવા તો ધર્મતીર્થની સ્થાપના કરી છે.’’
ભક્તિમાં શ્રદ્ધા અને પ્રમાણિકતા
મુક્ત ઈશ્વર (તીર્થંકરાદિ)ની સેવા માટે એક રીત એ છે કે જ્યારે તેમનો જન્મ ધર્મ માટે થાય છે અને ધર્મ-પ્રચાર કરતા કરતા તેઓ સંસારથી મુક્ત થઈને સિદ્ધગતિમાં જાય છે, ત્યારે તેમના સંઘની સેવા રત્નત્રયીનાં અજવાળાં
૫૬