SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડિત્ય હોય અથવા તો પદ્રવ્યો અને નવતત્ત્વોનું વિસ્તૃત જ્ઞાન હોય, પરંતુ તેની સાથે જીવનમાં તે સિદ્ધાંતોનું આચરણ નહીં હોય તો શું તે શાન આત્માને પુષ્ટ કરી શકશે ખરું? કદાપિ નહીં. અરે ! ઘણી વાર તો એવાં શાસશો અને તત્ત્વજ્ઞોનું જીવન સાવ ઊંધું જ જોવા મળે છે. ભલે કોઈ વ્યક્તિ “ભગવતીસૂત્ર'નું સૂક્ષ્મ વિવેચન કરી શકતી હોય, સમયસારનું પાને-પાનું ખોલીને તેની વ્યાખ્યા કરી શકતી હોય અથવા મોટા મોટા શાસ્ત્રાર્થ કરી શક્તી હોય, પરંતુ અહિંસા, સત્ય આદિ ધર્મનાં અંગોને જીવનમાં ઉતારતી ન હોય, અસત્ય બોલતી હોય, અપ્રામાણિક્તા આચરતી હોય, હિંસા કરતી હોય, તો તેનું જ્ઞાન વિટામિન રહિત ભોજન જેવું અથવા ઊંધા ઘડા પર પડતા પાણી જેવું ગણવું. તે એને શું લાભ પહોંચાડી શકે છે? વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે – "सबह पि अहीयं किं काही चरणविप्पहीणस्स । अधस्म बह पलिता दीवसयसहस्सकोडी वि ॥" “આચરણહીન પુરુષને ઢગલાબંધ શાસ્ત્રોનું જ્ઞાન પણ કશો લાભ પહોંચાડી શકતું નથી. શું લાખો, કરોડો સળગતા દીવા અંધને જોવામાં સહાયક થઈ શકે છે ? કદાપિ નહીં.” મનુસ્મૃતિમાં પણ કહ્યું છે – “વારીનં ૧ પુનત્તિ વેલા” “ચારિત્ર્યહીન વ્યક્તિ, ભલે ગમે તેટલા વેદ ભણેલી હોય, પણ વેદ તેને પવિત્ર કરી શકતા નથી.” કેટલીક વ્યક્તિ શાસ્ત્રોનું જ્ઞાન માથે બાંધીને ફરતી હોય છે, પરંતુ તેમાં નિરૂપિત ધર્મનું આચરણ કરતી ન હોય, તો તે માત્ર શાસ્ત્રોના જ્ઞાનનો ભાર ખેંચનારી છે. તેને જ્ઞાનનું કોઈ ફળ કે સારી પ્રાપ્ત થતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે, ___"जहा खरो चंदण भारवाही, भारस्त भागी न हु चंदणस्स ।" “જેવી રીતે કોઈ ગર્દભની પીઠ પર ચંદનનો ભારો લાદી દેવામાં આવે, તો શું તે એ ગર્દભ ચંદનનો ઉપભોગનો ભાગી બને છે? નહીં, તે તો માત્ર ભારવહન કરવાનો હકદાર છે, ચંદન કે ચંદનની સુગંધ મેળવવાનો હકદાર નથી.” એ જ ધર્મ, ૧૯૩
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy