________________
આવું જ પુણ્યના વિષયમાં છે. પૂર્વોપાર્જિત પુણ્યને ભોગવનાર મોજશોખમાં જ પુણ્યને લૂંટાવી રહ્યા હોય અને નવું પુણ્ય ઉપાર્જન કરતા ન હોય, તેમની આવી જ દુર્દશા થશે. જ્ઞાનીપુરુષ આવા પ્રમાદી અને અજ્ઞાની લોકોને ચેતવણી અને ઠપકો આપતાં કહે છે
1
"सुखमास्से सुखं शेषे भुङ्क्षे पिबसि खेलसि । न जाने त्वग्रतः पुण्यैर्विना ते किं भविष्यति ॥ " “અરે પ્રમાદી જીવ ! તું મોજથી ઊઠે-બેસે છે, મોજથી સૂએ છે, આનંદથી ખાય છે, પીએ છે અને નાચગાન રંગ-રાગમાં રમમાણ રહે છે, તું આગળની વાતનો ભવિષ્યનો વિચાર કર. તારી આ યાત્રા આ જ જીવનમાં સમાપ્ત થવાની નથી. નવો જન્મ લેવો પડશે, ત્યારે જો તારી પાસે સંચિત પુણ્યની પૂંજી નહીં હોય તો આગળ ઉપર તારી શી દશા થશે ? તારે અપાર દુઃખ વેઠવું પડશે.’’
-
આથી પરલોક માટે પુણ્યોપાર્જન કરીને તેનો પ્રબંધ કરી લેવો જોઈએ. આ જન્મમાં જો પુણ્યોપાર્જન કરી લેશે, તો આગામી જીવનમાં સુખ સાંપડશે.
મહામંત્રી તેજપાળ શાસ્ત્રોના જ્ઞાતા હતા. નીતિધર્મના ઊંડા વિદ્વાન હતા, પરંતુ તેમનું જ્ઞાન આચરણમાં પ્રગટતું નહોતું. પૂર્વોપાર્જિત પુણ્યસામગ્રીના ફળસ્વરૂપે તેમને ઘેર તમામ પ્રકારની જાહોજલાલી હતી. સંપત્તિની સાથે સાથે સત્તા, શરીર સુંદરતા અને અન્ય તમામ પ્રકારની લૌકિક સુખસાધનની સામગ્રી હતી, પરંતુ નવા પુણ્યનું ઉપાર્જન કરવા માટે તેઓ કોઈ વિશેષ પ્રયત્ન કરતા ન હતા. મુંજાલ નામનો એક શ્રાવક મંત્રી વસ્તુપાળનો અંગત ગુમાસ્તો હતો. તેણે મંત્રીને ધર્માચરણની પ્રેરણા આપવાના હેતુથી એક વાર તેમને પૂછ્યું, “મંત્રીશ્વર ! તમે ઠંડી રસોઈ ખાવ છો કે ગરમ ?'’
ગુમાસ્તાનો આ સવાલ સાંભળીને એના તરફ આંખો કાઢતા મંત્રીએ એક વાર તેની સામે જોયું, પણ પછી ગમાર માણસ છે, તેથી બોલવાનો વિવેક નથી. એમ વિચારીને દૃષ્ટિ ફેરવી લીધી. ગુમાસ્તાએ તક જોઈને ફરીથી એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું, પણ મંત્રીએ આ વખતે પણ એની વાત કાને ધરી નહીં. ત્રીજી વાર ગુમાસ્તાએ એ જ વાતનું
પુણ્ય અને પાપનું રહસ્ય
૨૫૫