________________
પુણ્યશાળી સમજે છે. શું તમારી બુદ્ધિ પ્રમાદી અને પરાવલંબીને પુણ્યવાન કહેશે ? શૌચાલયમાં શૌચ કરીને જે વ્યક્તિ તેને અસ્વચ્છ બનાવે છે અને સ્વયં તેને સાફ નથી કરતો, તે પોતાને પુણ્યવાન સમજે છે અને તમારા શૌચાલયને સાફ કરનાર તથા તેને સ્વચ્છ રાખનારને પુણ્યહીન સમજે છે. આવી સમજણ વિશે શું કહેવું? જો તમારો મત એવો છે કે અમે તો પુણ્યશાળી છીએ અને આ કાર્ય કરનાર પુણ્યહીન છે, તો બાળપણમાં તમારી ગંદકી સાફ કરનારી માતા પણ શું પુણ્યહીન કહેવાશે ?
હકીકતમાં સેવાનું કાર્ય કરનાર કે પોતાનું અભિમાન છોડીને સફાઈ કરનાર પુણ્યવાન છે, પરંતુ જે બીજા પર પોતાની સેવાનો ભાર નાખે છે, અને સેવકોને નીચ તથા પુણ્યહીન કહીને સ્વયં પરાવલંબી તથા પ્રમાદી બનીને બેસી રહે છે તે પુણ્યશાળી નથી. પરંતુ લોકો સરસ ખાવાનું અને સરસ વસ્ત્રોને જ પોતાના પુણ્યનું ફળ માને છે. તેમને એ સમજ નથી કે તેમનાં આવાં ભોજન અને વસ્ત્રો પાછળ કેટલા ગરીબોએ પસીનો વહાવ્યો હશે.
પોતાના મોજશોખમાં હજારો રૂપિયાનો ધુમાડો કરનાર, પોતાની સ્વાદવૃત્તિ અને જિલ્લાલોલુપતાના પોષણ માટે બીજાને ભોજનની તંગીમાં નાખનાર પુણ્યવાન છે કે પછી જે સાદું, સાત્ત્વિક ભોજન કરીને આહારમાં મર્યાદા કરીને બીજાને માટે અનાજ બચાવી રાખનાર તથા ઓછામાં ઓછી વસ્તુઓથી જીવનનિર્વાહ કરીને ગરીબો, અનાથો તથા અપંગોને સહાય કરનાર કે તેમના પર દયા કરનાર પુણ્યવાન છે ?
સાચે જ સાદગીથી અને ઓછી ચીજવસ્તુઓમાં સંયમપૂર્વક જીવન જીવનાર જ પુણ્યશાળી છે. પુણ્યોપાર્જનનો પ્રબંધ
એક વ્યક્તિએ અગાઉ ઉપાર્જિત કરેલા પુણ્યના પ્રભાવથી પૈસા. પ્રતિષ્ઠા, સત્તા અને પદ મેળવ્યાં, પરંતુ તે પોતાની સંપત્તિનો ઉપયોગ ભોગવિલાસ અને ખાણી-પાણી જેવા આમોદપ્રમોદમાં કરવા લાગ્યો. આ રીતે પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયેલી સંપત્તિનો ખર્ચ જ કરતો રહે અને નવી આવકનો કોઈ વિચાર કરે નહીં કે તે માટે કોઈ પ્રયત્ન કરે નહીં તો પછી આ સંપત્તિ ક્યાં સુધી ચાલે ? અંતમાં જ્યારે સઘળી સંપત્તિ વપરાઈ જતાં તેણે દુઃખી થવું પડશે. ૨૫૪
રત્નત્રયીનાં અજવાળાં