________________
__'वर्तमानदृष्टिपरो हि नास्तिकः' જે પાપ-પુણ્યની ભૂતકાલીન કરણીનો વિચાર કર્યા વગર કેવળ વર્તમાન ફળ પર જ દૃષ્ટિ રાખે છે, તે નાસ્તિક છે.”
આવા લોકો અશ્રદ્ધાવાન બનીને પુણ્યથી અળગા થઈ જાય છે અને નિઃસંકોચપણે પાપ કરવા લાગે છે. આવા લોકો એ વિચારતા નથી કે ખેતરમાં બી રોપ્યા પછી- ખેડૂતે કેટલું ધૈર્ય રાખવું પડે છે. એને તરત જ અનાજ નથી મળતું. તે રીતે પુછ્યું કે પાપનાં બી જીવનના ખેતરમાં વાવ્યા પછી માનવીએ પણ તેનાં ફળ માટે વૈર્ય રાખવું જોઈએ. આ વાતને એક દૃષ્ટાંતથી જોઈએ.
માની લો કે એક દારૂડિયાએ એક કલાક પહેલાં દારૂ પીધો છે અને એક કલાક પછી જ તેને દારૂ પરથી વિરકિત થઈ ગઈ. તેણે સદાને માટે દારૂ પીવાનો ત્યાગ કર્યો. તો એક કલાક પહેલાં પેટમાં ગયેલો દારૂ એ વર્તમાન મદિરાત્યાગી પર પોતાનો પ્રભાવ નહીં પાડે ? એને નશો નહીં ચડાવે ? અવશ્ય ચઢાવશે.
એ જ રીતે આજે પુણ્યવાન દેખાતી વ્યક્તિઓએ ભૂતકાળમાં પાપરૂપી મદિરાનું જીવનમાં પાન કર્યું હતું. શું એ પાપરૂપી મદિરા પોતાનો પ્રભાવ નહીં બતાવે ? ફળ નહીં આપે ? અવશ્ય આપશે. તો પછી તમે વર્તમાનમાં પુણ્યકાર્ય કરનારને દુઃખી જોઈને અશ્રદ્ધા કેમ ધરાવો છો ? ઊલટું તેમાંથી પ્રેરણા લેવી જોઈએ કે પૂર્વજન્મમાં તેણે કંઈક પાપકર્મ કર્યું હતું, જેને પરિણામે દુઃખ કે સંકટ આવી પડ્યું છે. જો આપણે ભાવિ જીવનમાં દુઃખી થવું ન હોય તો અત્યારથી જ પુણ્યકાર્યનો પુરુષાર્થ કરવો જોઈએ.
એક ચોરે તેની જિંદગીમાં ઘણી મોટી-મોટી ચોરી કરી, પરંતુ એકાએક એક દિવસ કોઈ મહાત્માની વાણી સાંભળીને તેનામાં વૈરાગ્ય જાગી ગયો અને ઘરબાર, સંપત્તિ આદિ સઘળું ત્યજીને તે સાધુ બની ગયો. સાધુ બનવાથી તેના મહાપુણ્યવાન બની જવા અંગે તેના પર કોઈ સંદેહ નથી રહેતો, પરંતુ તેણે ભૂતકાળમાં જે ચોરીઓ કરેલી હતી, તેનું ફળ તો તેણે ભોગવવું જ પડશે. માની લો કે છૂપી પોલીસે તે સાધુને ઓળખી લીધો કે અમુક ચોરી કરવામાં આ જ વ્યક્તિ હતી અને તે કારણે પકડવાનું વોરંટ લઈને પોલીસ આવી. તમે એમ કહે કે આ તો સાધુ છે, એને કેમ પકડો છો ? પરંતુ તેણે ભૂતકાળમાં જે ચોરી કરી છે તેના ૨૫૮
. રત્નત્રસ્યનાં અજવાળાં