Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 263
________________ અહીં જ તમારી પારખવાની શક્તિમાં ભૂલ દેખાય છે. ઝવેરીની સામે એક બાજુ ચમક્તો પાસાદાર કાચ પડ્યો હોય અને બીજી બાજુ ધૂળથી રગદોળાયેલો બેડોળ હો પડ્યો હોય, તેમ છતાં એ કાચની વધારે ચમક જોઈને કાચને હીરો નહીં કહે, પરંતુ હીરાને જ હીરો કહેશે, પછી ભલે ને તે સમયે એ અસ્વચ્છ અને કર૫ હોય. એ જ રીતે દીર્ઘદર્શી અને યોગ્ય પરખ કરનારી વ્યક્તિ, મેલાંઘેલાં કપડાં અને કદરૂપી વ્યક્તિના હૃદયને જોશે, તેની બાહ્ય ચમક જોઈને આકર્ષિત નહીં થાય. એક વ્યાવહારિક ઉદાહરણ જોઈએ. – ઠંડીના દિવસો હતા. હિમવર્ષાથી ડામરનો રસ્તો ભીંજાઈ ગયો હતો. ધરતી પર પગ મૂકવામાં જોખમ હતું. એ સમયે એક ભિખારી પોતાના નાનકડા બાળકને છાતીસરસો ચાંપીને ઠંડીમાં થરથરતો ગલીઓમાં અહીં-તહીં ભટકી રહ્યો હતો. ભૂખથી એની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. પગ માંડ ચાલી શકતા હતા, છતાં પણ પોતાના માટે નહીં, તો પોતાના નાનકડા બાળકના પેટની આગ શમાવવા માટે આવી ઠંડીમાં નીકળવું પડ્યું હતું. છ મહિનાના આ બાળકની માતા અગાઉના દિવસે જ મૃત્યુ પામી હતી. ભિખારી જોરથી બૂમો પાડી રહ્યો હતો, “ઓ શેઠ ! ઓ દાદા ! હું ત્રણ દિવસથી ભૂખ્યો છું અને આ નાનું બાળક પણ ભૂખથી તરફડી રહ્યું છે. દયા કરીને મારા માટે નહીં તો આ બાળક માટે માનવતાને ખાતર કંઈક આપો ! ભગવાન તમારું ભલું કરશે, શેઠ !” આવા કરુણ શબ્દો સાંભળી પથ્થર પણ પીગળી જાય, પરંતુ આ કરુણ વાક્યો સાંભળીને બંગલાના ત્રીજા માળે બેઠેલા શેઠનો પિત્તો ગરમ થઈ ગયો ! તે બબડ્યા, સાલા બદમાશ ! સવારે ઊઠતાંની સાથે માગવા સિવાય તારે કોઈ ધંધો જ નથી ! સરકારે “બેગર્સ એક્ટ લાગુ કર્યો છે, તેમ છતાંય તારા જેવા લોકો ભીખ માગતા બંધ ન થયા. જતો રહે અહીંથી, અહીંયાં કંઈ જ નહીં મળે.” શેઠના કઠોર અને અસહ્ય શબ્દો સાંભળીને સ્વાભિમાન છોડી બિચારો ભિખારી કહેવા લાગ્યો, ૨પ૦ રત્નત્રયીનાં અજવાળાં નામ:, ,

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284