________________
અથવા તેઓ આજ્ઞાકારી, વિનીત અને વફાદાર ન હોય તો એ વ્યક્તિને માત્ર પત્ની-પુત્ર હોવાને કારણે પુણ્યવાન કહી શકાય ? સાચો પુણ્યશાળી કોણ?
આજકાલ અધિકાંશ લોકો બાહ્ય વૈભવ અને ચમક-દમક જોઈને તેને તત્કાળ પુણ્યવાન માની લે છે. ધનસંપત્તિ વિનાની, બાહ્ય ટાપટીપ વિનાની અને પોતાની ન્યાયપૂર્વક આજિવિકામાં સંતુષ્ટ વ્યક્તિના હૃદયમાં દયા અને સહૃદયતા હોય, જગતના સંતપ્ત લોકો માટે શુભેચ્છા, સદ્ભાવના અને શુભકામના વ્યક્ત કરતો હોય, દુઃખી લોકોનાં આંસુ લૂછતો હોય અને પોતાના શરીરથી યથાશક્તિ સહાયતા કરતો હોય, તો શું આવી વ્યક્તિ પુણ્યશાળી ગણાય નહીં ? જરૂર ગણાય. અલંકારો અને કીમતી પોશાક પહેરેલો એક કરોડપતિ ચમકદાર મોટરમાં બેસીને જઈ રહ્યો હતો. મોટર ઝડપથી જઈ રહી હતી. રસ્તામાં કોઈ ગરીબ માણસ મોટરની હડફેટમાં આવી જતાં તેને વાગ્યું અને લોહીલુહાણ થઈને પડી ગયો. શેઠ તેને ધમકાવવા માંડ્યા, - “મૂર્ખ, બેવકૂફ નહીં તો ! આંધળો છે કે શું? જોતો નથી કે સામેથી મોટર આવે છે. રસ્તાથી એકબાજુ ખસી જવાને બદલે જાણીજોઈને સામે આવે છે અને અમને બદનામ કરે છે ! દુષ્ટ ! તું અહીં જ પડ્યો રહે !”
આમ, ધમકાવીને શેઠ તો મોટરમાં બેસી ગયા અને મોટર ઝડપથી દૂર ચાલી ગઈ. એ શેઠને ઘાયેલ ગરીબને ઉઠાડવાની, મલમ-પટ્ટી કરવાની કે સહાનુભૂતિના બે શબ્દ કહેવાની જરૂર જણાઈ નહીં.'
એવામાં એક બીજો ગરીબ આવી ચડ્યો. તેણે ઘાયલ માણસને જોયો, તો તેને સાંત્વના આપી, છાતીસરસો ચાંપીને દવાખાને પહોંચાડ્યો તથા યથોચિત સેવા કરી.
તમારું હૃદય કોને પુણ્યશાળી કહેશે ? પેલાં તવંગરને કે આ નિર્ધનને ?
તમારું હૃદય તો એ સ્વીકારશે કે હકીક્તમાં પેલો ગરીબ માનવી જ પુણ્યશાળી ગણાય, પરંતુ કદાચ બુદ્ધિ એ સ્વીકારવા આનાકાની કરે કે આ ચીંથરેહાલ નિર્ધન પુણ્યશાળી કઈ રીતે કહેવાય ? પુણ્યશાળી તો મોટર, બંગલો અને ધનથી ભરેલી તિજોરીવાળો જ હોવો જોઈએ.
પુચ અને પાપનું રહસ્ય
૨૫૧