Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 255
________________ કેટલાંક એવાં પણ ઘર હોય છે, કે જ્યાં કર્કશા, અને કલહપ્રિય પત્ની અને અવિનયી તથા માતાપિતાને મારતા, સતાવતા અને દુઃખ પહોંચાડતા પુત્ર હોય છે. - સવાલ એ છે કે આવી વિષમતા શા માટે? આ વિષમતા શું કોઈ બીજાએ સર્જી છે કે સ્વયંસર્જિત છે? આના પ્રત્યુત્તરમાં જ્ઞાની-પુરુષોનું કહેવું છે કે આ વિવિધ પ્રકારની વિષમતાઓ અને વિચિત્રતાઓ પુણ્ય અને પાપના કારણે દષ્ટિગોચર થાય છે. મનુષ્યએ સ્વયં તે સર્જેલી છે. પૂર્વજન્મમાં કે આ જન્મમાં પણ પૂર્વકાળમાં શુભકાર્ય કરેલાં હોય તેનાં એ શુભકાર્યોનાં કારણે પુણ્યબંધ થાય અને તે જ પુણ્યસંચયનું ફળ તેને સુખ, ધન-ધાન્ય, યશ, બળ, મિત્ર, સુકુળ, ઉચ્ચ વર્ણ, ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ પ્રજ્ઞા, પરિપૂર્ણ પંચેન્દ્રિય, સુરૂપતા, ઉત્તમ સંસ્કારી પત્ની, દાસ-દાસી, પશુ-ધન, ઉત્તમ મકાન અને સુસંસ્કાર આદિ શુભવસ્તુઓના રૂપમાં મળે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે: खेत्तं वत्यु हिरण्यं च पसवो दास-पोरुसं । चत्तारि कामखंधाणि तत्थ से उववजई ॥ मित्तवं, नाइवं होइ उच्चागोए य वण्णवं । अप्पायंके महापन्ने अभिजाए जसो बले ॥ વિષમતાનું રહસ્ય વ્યક્તિ પૂર્વજન્મમાં કે આ જન્મના પૂર્વકાળમાં ખરાબ કર્મ કરતો આવ્યો હોય, તેને એ દુષ્કર્મોના કારણે પાપબંધ થાય. એ જ પાપપુંજના ફળસ્વરૂપ દુઃખ, દરિદ્રતા, ભૂખ, અશક્ત ઈદ્રિયો, કુરૂપતા, કુપુત્ર, કુભાર્યા, ખરાબ ફળ, સારા મિત્રોનો અભાવ, કુસંસ્કાર, ખરાબ ક્ષેત્ર અને વાતાવરણ આદિ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. સામ્યવાદમાં માનનાર કે નાસ્તિકો આ વાતને સ્વીકારતા નથી. તેઓ કહે છે કે આ તો ધનપતિઓ અને રાજાઓ આદિનો પ્રચાર છે. તેઓ ધર્મના ઠેકેદારો પાસેથી એવું કહેવડાવે છે, કે જેથી દીન-હીન, દરિદ્રમજૂર લોકો પોતાની એ જ દુઃખી પરિસ્થિતિમાં રહે અને પોતાના ભાગ્યને દોષ આપતા રહે તથા ધનપતિઓની ગુલામી કરતા રહે. આમાંથી ક્યારેય બહાર આવી શકે નહીં કે વિકાસ કરી શકે નહીં. પરંતુ આ એક ભ્રાંતિ આ જ છે પણ રત્નત્રયીનાં અજવળ .

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284