________________
એવું પણ બને છે કે દરિદ્ર અને ભિખારી વ્યક્તિ પણ એક દિવસ ધનાઢ્ય અને દાની તરીકે નજરે પડે છે. એક સમયે ગુલામ હોય, તેઓ સ્વતંત્ર થઈને સુખનો અનુભવ કરતા દેખાય છે. અંધકારપૂર્ણ અને અવિકસિત ક્ષેત્ર મેળવનાર વિકસિત ક્ષેત્રમાં જઈને પોતાનો વિકાસ સાધતા દેખાય છે અથવા તો એ જ ક્ષેત્રમાં પોતાના ધર્મયુક્ત પ્રબળ પુરુષાર્થથી અપ્રતિમ વિકાસ કરે છે અથવા વિકાસનાં સાધન મેળવે છે. હવે એ દલીલ તો ન રહી કે ધનવાન યા સત્તાધારી લોકો એમને એવા બનાવી દે છે, અથવા એવા જ રહેવા માટે મજબૂર કરે છે. સામ્યવાદ હોય, ત્યાં પણ વિષમતા દેખાય છે. નાસ્તિકોમાં પણ વિવિધ પ્રકારની વિચિત્રતા દેખાય છે. તેમાં પણ કોઈ રૂપવાન તો કોઈ કુરૂપ, કોઈ વિક્લાંગ, તો કોઈ અશક્ત, કોઈ રોગી તો કોઈ નીરોગી, કોઈ અધિકારી છે, તો કોઈ આજ્ઞાધીન નોકર જેવા છે. કોઈ વધુ ક્યાય છે, તો કોઈ ઓછું. કોઈ તીવ્ર બુદ્ધિશાળી છે, તો કોઈ મંદબુદ્ધિ. શું આ વિષમતાઓને સામ્યવાદી કે નાસ્તિક ભૂંસી શકે છે ખરા ? એ લોકો આ વિષમતાઓ મિટાવી શકશે ખરા ? કદાપિ નહીં.
ઠપકો, સલાહ અને ધન્યવાદ
મધ્યયુગમાં પુણ્યવાદ કે ભાગ્યવાદને કારણે અનેક ભ્રાંતિઓ ફેલાઈ અને કેટલાકે આ પુણ્યવાદનો દુરુપયોગ પણ કર્યો. અનેક સત્તાધારીઓ અને ધનિકોએ પોતાના પૂર્વપુણ્યના ફળસ્વરૂપ પ્રાપ્ત થયેલી સત્તા અને ધનના બળે ગરીબો, શ્રમજીવીઓ અને અવિકસિત પ્રદેશના માનવીઓને પોતાના ગુલામ બનાવ્યા, તેમનું શોષણ કર્યું, તેમને વિવિધ યાતનાઓ આપી, તેમના પર અન્યાય અને અત્યાચાર કર્યા. આ રીતે તેઓએ પોતાના પુણ્યવાદ(કે ભાગ્યવાદ)ના પ્રતાપે અનેક પૂર્વ પાપવશ બુદ્ધિહીન લોકોને પોતાની જાળમાં ફસાવ્યા અને તેમની પાસેથી ધાર્યું કામ લીધું, તેમનો વિકાસ અટકાવીને પોતાની જાતને પાપી, દીન-હીન અને અવિકસિત ગણીને પરાણે પાપકૃત કરીને એમણે પોતાને માટે તો પાપનાં બીજ વાવ્યાં જ છે, પોતાના પૂર્વસંચિત પુણ્યની ખેતીમાં સ્વહસ્તે જ આગ લગાડી છે. નવેસરથી કોઈ પુણ્ય ઉપાર્જન નથી કર્યું, બલ્કે અગાઉની પુણ્યની પૂંજી વાપરી નાખી છે.
એક વેપારીને ત્રણ પુત્રો હતા. એ વૃદ્ધ થયો અને પુત્રો કાબેલ પુણ્ય અને પાપનું રહસ્ય
૨૪૫