Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ બની ગયા ત્યારે એક દિવસ ત્રણે દીકરાને પોતાની પાસે બોલાવીને પ્રત્યેકને દસ-દસ હજાર રૂપિયાની થેલી સોંપતાં કહ્યું, “લ્યો દીકરાઓ, આ મૂડી અને તમારું જીવન ચલાવો. હું તો હવે વૃદ્ધ થઈ ગયો છે. હવે મારાથી વિશેષ કામધંધો નથી થતો.” - ત્રણ પુત્રોમાં એક પુત્ર મૂર્ખ અને ઉડાઉ હોવાથી એણે વિચાર્યું પિતાજીએ આ મૂડી તો મને મોજશોખથી જિંદગી વિતાવવા માટે આપી છે, મારે ત્યાં ધનની કોઈ ખોટ તો નથી, કે જેથી મારે આ મૂડીથી વ્યાપાર કરવો પડે.” એમ વિચારીને એ પેલી રકમ એશઆરામમાં વાપરવા લાગ્યો. આખો દિવસ પ્રમાદથી પડ્યો રહે, ગપ્પા લગાવે અથવા તો ક્યાંક જુગારીઓ સાથે પણ બેસી જતો. તેણે કોઈ વ્યાપાર-ધંધો કર્યો નહીં. બસ, થોડા મહિનામાં એની મૂડી વપરાઈ ગઈ. બીજો પુત્ર હોશિયાર ન હતો, પરંતુ તે વિનીત અને વિચારશીલ હતો. માત્ર એ પુરુષાર્થી ન હતો. તેથી એણે વિચાર્યું, “પિતાજી પાસે તો હજી ઘણી મિલક્ત છે. મારે એ વધારવાની શી જરૂર ? હા, એ વાત છે કે મારે આ મૂડીમાંથી એક પણ પાઈ નકામી ખર્ચવી જોઈએ નહીં, પણ એટલું જ કમાવું જોઇએ જેનાથી થ#ો શરબ ચાલી શકે તેણે વેપાર તો કર્યો, પરંતુ ઘણા જ નાના પાયા પર. ફળસ્વરૂપે જેટલી આવક થતી એટલો જ ખર્ચ થઈ જતો. - ત્રીજો પુત્ર ઘણો હોશિયાર, વિવેકી, ચાલાક અને વિચક્ષણ હતો. તેણે વિચાર્યું. “પિતાજીએ કશાય કારણ વગર મને આ થેલી આપી ન હોય, જરૂર એની પાછળ તેમનું કોઈ વિશેષ પ્રયોજન હોવું જોઈએ. ધનની તો અમારા ઘરમાં કોઈ ખોટ નથી, પરંતુ નવી આવક ન થાય અને જૂની સંચિત મૂડી આળસુ બનીને બેઠા બેઠા વાપરીએ, તો આખરે એક દિવસ તો તે પૂરી થઈ જવાની. વળી એકદમ પિતાજીની વિદાય પછી વ્યાપારમાં ઝંપલાવવાથી તો શું હાથમાં આવશે ? પછી તો “ઓછી પૂંજી ખસમો દમન) ખાય' એ કહેવત અનુસાર જે કંઈ મિલકત વ્યાપારમાં જોડીશું, તે અમને જ ડુબાડશે. ખર્ચ વધારે થશે અને આવક ઓછી થશે, વળી એ સમયે એકાએક વેપાર શરૂ કરવો, એ પણ “આગ લાગવાના સમયે કુવો ખોદવા જેવું કામ ગણાશે. આથી જ પિતાજીએ રત્નત્રયીનાં અજવાળાં ૨૪૬

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284