________________
પુષ્પવૃષ્ટિની સાથે “ધન્ય” “ધન્ય'નો અવાજ આવતો હતો.
ધર્મ આડંબરની કે કીર્તિ રળવાની વસ્તુ છે, એ ભ્રમના નિવારણ માટે શકુનનું દૃષ્ટાંત પૂરતું છે. શકુને દરિદ્રતાની મુશ્કેલીને મુશ્કેલી માની નહીં અને ધનના અતિ પ્રલોભનને ધર્મપાલન માટે ઠોકર મારી.
આનાથી સ્પષ્ટ થાય છે. કે ધર્મ આચરણની વસ્તુ છે. જીવન વ્યવહારમાં પ્રત્યેક જગ્યાએ અને દરેક સમયે ધર્મને સુરક્ષિત રાખી શકાય છે. એવો દઢ ધર્માનુસારી રાજાઓ અને સમ્રાટો દ્વારા તો શું, દેવો અને ઇન્દ્રો દ્વારા પણ પ્રશંસનીય અને પૂજનીય બની જાય છે. આથી કહ્યું
સેવા વિ તં નમંતિ ઘણે સવા મણો | જેનું મન હંમેશાં ધર્મમાં ઓતપ્રોત રહે છે, તેને દેવ અને ઇન્દ્ર આદિ સર્વે નમસ્કાર કરે છે.” એકલો જાને રે
આવો માનવી વ્યાપાર અને જીવનવ્યવહારથી ધર્મને ભિન્ન ગણતો નથી, બલ્ક ધર્મસ્થાનની જેમ ત્યાં પણ ધર્મપાલનનું લક્ષ રાખે છે. પંજાબની એક સાચી ઘટના જોઈએ :
પંજાબમાં કપૂરથલા જિલ્લાના સુલતાનપુર ગામમાં એક ગુંડારામ ભાવડા (જૈન) રહેતા હતા. તેમની આર્થિક પરિસ્થિતિ પહેલાં ઘણી કફોડી હતી, પરંતુ શુદ્ધ ધર્મમાં તેમને દેઢ શ્રદ્ધા હતી. તે ધર્મને જીવનવ્યવહારમાં ઉતારવાની વસ્તુ માનતા હતા. તેથી લગભગ પચાસ વર્ષ પહેલાં તેમણે ૩૦૦-૪૦૦ રૂપિયાની મૂડી રોકીને એક ગલીમાં કપડાંની દુકાન ખોલી. પોતાના વેપાર માટે તેમણે આવા નિયમ બનાવ્યા. – (૧) દુકાન પર બરાબર દસ વાગ્યે આવવું અને પાંચ વાગ્યે દુકાન બંધ કરવી. (૨) સુતરાઉ કપડાં પર એક આનો રૂપિયો અને રેશમી કે ઊનનાં કપડાં પર દોઢ કે બે આના રૂપિયાથી વધારે નફો લેવી નહીં. (૩) એક જ પ્રકારના કપડાં માટે દરેક માટે સરખો ભાવ રાખવો. (૪) જે ભાવ કહેવો તેમાં વત્તે ઓછું ક્યારેય કરવું નહીં.
ચારે બાજુ વ્યાપારમાં અપ્રામાણિક્તા(અધર્મ)નું બજાર ગરમ હોય, ત્યાં આવા એકલા માણસને ધર્મયુક્ત વ્યાપારમાં ટકી રહેવું ઘણું કઠિન ૨૪૦
રત્નત્રયીનાં અજવાળાં