________________
હતું. જે ધર્મપાલન કરે છે તેની કસોટી પણ થાય છે. એક-બે વર્ષ તો ભારે મુશ્કેલીમાં પસાર કર્યો, કારણ કે ગ્રાહકોને વિશ્વાસ નહોતો કે તેમની ધર્મનિયમનિષ્ઠા સાચી છે કે માત્ર દંભ છે. પરંતુ ગ્રાહકોએ વારંવાર પરીક્ષા કરીને પારખી લીધું કે અહીંયાં બધાં કાર્ય સત્યધર્મની અડગ શિલા પર સ્થિર છે, ત્યારે તેમનો વ્યાપાર એટલો વધી ગયો કે તેમને માટે સંભાળવો કઠિન થઈ ગયો. રોજ સવારે સાડા છ વાગ્યે કરીમનુષ્ય નામનો તેમનો માણસ નિયમિત દુકાન ખોલતો અને બરાબર સાફસફાઈ કરીને દસ વાગ્યે ગ્રાહકોને ક્રમશઃ સોદા આપતો હતો. લાલાજી પણ બરાબર દસ વાગ્યે દુકાનમાં પ્રવેશતા અને સાડા ચાર વાગ્યે સોદા આપવાનું બંધ કરીને તથા હિસાબ બરાબર મેળવીને પાંચ વાગ્યે દુકાનને તાળું લગાવી દેતા હતા. કોઈ ગ્રાહક ગમે તેટલી લાલચ આપે તો પણ તેઓ નિયમથી વિચલિત થવાને બદલે સવિનય બીજા દિવસે આવવાનું કહેતા હતા. પરિણામ એ આવ્યું કે તેમની દુકાન પર હંમેશાં ભીડ રહેતી હતી. લગ્નના સમયમાં તો ઘણા ગ્રાહકોને હતાશ થવું પડતું હતું.
મોટે ભાગે એમ જોવા મળે છે કે ધર્મયુક્ત કમાણીથી પ્રાપ્ત થયેલું ધન શુભકાર્યોમાં ખર્ચાય છે. આ કમાણીથી જીવનારા પણ ધર્મનિષ્ઠ અને સચ્ચરિત્રશીલ હોય છે. પોતાના ધનનો એક નિશ્ચિત ભાગ લાલાજી ધર્મકાર્યમાં ખર્ચતા હતા, પરંતુ પ્રસિદ્ધિ કે નામના કરી નહીં. મૃત્યુ સમયે લાલાજી પોતાના વંશજો માટે લાખોની સંપત્તિ આપી ગયા. આજે તેમના અવસાનને પચીસેક વર્ષ થઈ ગયાં, પરંતુ તેમની કીર્તિ અમર છે.
ધન અને ધર્મનો મેળ મળતો નથી, એમ કહેનારાઓને માટે આ સત્યઘટના પ્રેરણાદાયી છે. ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ ધનની ગુલામ બનતી નથી. જે લક્ષ્મીનો દાસ બની જાય છે તે વ્યક્તિને ન્યાય-અન્યાય, પ્રામાણિક્તા-અપ્રામાણિકતાનો કોઈ વિવેક રહેતો નથી. તે જિંદગીભર “હાય પૈસા” “હાય પૈસા” એમ કરતો રહે છે.
તમે કોઈ નોકર રાખ્યો હોય અને તે નોકર તમારું કામ કરવાના બદલામાં તમારી પાસેથી પોતાને માટે સેવા લેતો હોય અર્થાત તમારી એ સેવા કરે, તેના બદલામાં તમારે એની સેવા કરવી પડે તો તમારા મુખમાંથી મોટે ભાગે એવા જ ઉદ્ગાર નીકળશે, “નોકર શું રાખ્યો ! અમે પોતે જ તેના નોકર બની ગયા. . ધર્મનું સાચું સ્વરૂપ ,