________________
કેટલું કષ્ટ સહન કરવું પડ્યું હતું ? પરંતુ તેમને તે મુશ્કેલીઓ કષ્ટદાયક લાગી નહીં. રાજપાટ, પત્ની, પુત્ર, ઘર-બાર વગેરેના મોહમાં ડૂબીને તેમણે પોતાના ધર્મનો ત્યાગ કર્યો નહીં. આવું ધર્મકળામય જીવન હોય છે. વિપત્તિ એ ધર્મપરીક્ષા
ચક્વવેણ રાજા અત્યંત ધર્મનિષ્ઠ, સત્યવાદી, ત્યાગ, સંયમ અને તપનું પાલન કરનારો ધર્મકળામર્મજ્ઞ જ્ઞાની પુરુષ હતા. તે રાજભંડારના દ્રવ્યને વર્જ્ય સમજીને પોતાને માટે કે પોતાની પત્નીના અંગત ઉપયોગ માટે લેતા નહોતા. પ્રજા પાસેથી ઉઘરાવવામાં આવતો કર પ્રજાની સેવાનાં કાર્યોમાં જ ખર્ચ કરવામાં આવતો. તેમના રાજ્યમાં રામરાજ્યની જેમ કોઈ દુઃખી ન હતું. રાજા પોતાના પરિવારના નિર્વાહ માટે સ્વયં ખેતી કરતા હતા. પોતાના ખેતરમાં ઉત્પન્ન થતાં અનાજ, કપાસ, શાકભાજી, ફળ વગેરેથી જ પોતાનાં ભોજન, વસ્ત્ર વગેરે આજીવિકા મેળવતા હતા. સીધાસાદા ખેડૂત જેવું એમનું જીવન હતું. માત્ર નિદ્રાના છ કલાક સિવાયનો બધો સમય રાજકાજ, પરોપકાર, ઈશ્વરભક્તિ તથા ખેતીમાં વિતાવતા હતા.
એક દિવસ નગરના ધનાઢ્ય વેપારીઓની પત્નીઓ ઘરેણાં અને રેશમી વસ્રોથી શણગાર સજીને અનેક દાસીઓની સાથે રાણીને મળવા આવી.
તેઓએ રાણીને કહ્યું, 'રાણી, આપનાં જેવાં વસ્ત્રો તો અમારી મજૂરણો પણ નથી પહેરતી. જુઓ ને ! તમારાં વસ્ત્રાભૂષણ કેવાં છે ! આપનાં ઘરેણાં-કપડાં તો અમારાથી પણ ચઢિયાતાં હોવાં જોઈએ. આપના સ્વામી તો સમ્રાટ છે. આપ એમને સહેજ સંકેત કરશો, તો તે તરત આપના માટે ગોઠવણ કરી દેશે. સ્વામિની, આપને આવા વેશમાં જોઈને અમને દુઃખ થાય છે.''
એ ભદ્ર સ્રીઓની વાતની રાણી પર ઘેરી અસર થઈ. રાત્રે રાજા આવ્યા, ત્યારે રાણીએ બહુમૂલ્ય વસ્ત્રાભૂષણ મગાવી આપવાનો અનુરોધ ર્યો.
રાજા બોલ્યા, કેવી રીતે મગાવી આપું ? ઉપયોગ કરવો તો દૂર રહ્યો, પણ હું તો રાજ્યના પૈસાને સ્પર્શ પણ કરતો નથી. તેનાથી બુદ્ધિ
ધર્મકળામય જીવન
૨૧૦