________________
આપણો અધિકાર નથી. આ ઘરેણાંનો સમાજસેવાના કાર્યમાં જ ઉપયોગ કરવો જોઈએ.”
વકીલાતના ધંધાને અને રાજકારણના ક્ષેત્રને લોકો અસત્ય અને છળકપટનો ધંધો સમજે છે એમાં પણ ગાંધીજીએ સત્યને અપનાવ્યું. આફ્રિકામાં પોતાના અસીલની કરચોરીની વાત સાબિત થઈ જવા છતાં પણ ગાંધીજીએ વકીલના દાવપેચનો આશરો લઈને કેસને ખોટો સાબિત કરવાને બદલે અસીલને સત્ય કહી દેવાનો અને સજા ભોગવી લેવાનો સીધો, સરળ અને સત્યમય માર્ગ બતાવ્યો. એ માર્ગ અપનાવવાથી તેમના અસીલને આત્મિક સંતોષ પણ મળ્યો, થોડીક સજાથી જ કામ પતી ગયું અને સામાજિક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ.
ગાંધીજીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રિય આંદોલનનો પ્રારંભ થવાનો હતો, તેના એક દિવસ પહેલાંની આ વાત છે. બ્રિટિશ સરકારના ગુપ્તચર વિભાગે પોતાના એક અફસરને ગુપ્તચરના રૂપમાં ગુપ્તમાં ગુપ્ત માહિતી મેળવવા માટે ગાંધીજીના આંદોલનકારીઓની છાવણીમાં મોકલ્યો. એક-બે દિવસ તો છાનો-માનો ડરતો-ડરતો દૂરથી ગાંધીજીની પ્રવૃત્તિઓને જોતો રહ્યો અને બધી વાતો સાંભળતો રહ્યો.
ગાંધીજીને ખબર પડી કે મારી પાછળ ગુપ્તચર વિભાગ જાસૂસી કરે છે ત્યારે તેમણે તેને પોતાની પાસે બોલાવીને પૂછ્યું, “શું તું ગુપ્તચર વિભાગનો માણસ છે ?”
એક ક્ષણ તો એ અચકાયો, પરંતુ મહાત્માની સામે અસત્ય બોલી શક્યો નહીં.
ગાંધીજીએ એની વાત સાંભળીને કહ્યું, “આ માટે તું આટલો બધો હેરાન શા માટે થાય છે ? શા માટે નાક તારો સમય બગાડે છે ? દરરોજ સાંજે આવ. હું તને આખા દિવસનો સાચો અહેવાલ ટાઈપ કરીને આપી દઈશ.”
તે સંમત થયો. રોજની કામગીરીનો સાચો અહેવાલ વિસ્તૃત રૂપમાં યઈપ થયેલો તેને મળતો રહ્યો. તેમાં કોગ્રેસી નેતાઓ સાથે થયેલી ચર્ચાનો સાર પણ મળતો હતો. આ સમાચાર જ્યારે અંગ્રેજ અધિકારીએ જાણ્યા, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. ૨૨૨
રત્નત્રયીનાં અજવાળાં