________________
ચલાવીએ છીએ. પ્રજા પાસેથી કરરૂપે પ્રાપ્ત થતા ધનનો વ્યક્તિગત ઉપયોગ કરતાં નથી. બધું ધન પ્રજાના કલ્યાણમાં જ વાપરીએ છીએ. ત્યાગ-વૈરાગ્ય અને સંયમપૂર્વક જીવીએ છીએ. ધર્મકળામય જીવન વિતાવીએ છીએ. તેનો આ પ્રભાવ છે.”
આ સાંભળીને રાણીનું હૃદયપરિવર્તન થઈ ગયું. તે બોલી, “નાથ ! હવે મારે બહુમૂલ્ય વસ્ત્રાભૂષણ નથી જોઈતાં. હું પૂર્વવત્ નિયમપૂર્વક રહીશ. મારા હઠાગ્રહ માટે હું આપની ક્ષમા માગું છું. આ સુવર્ણને આપ પાછું આપી દો.”
રાજાએ તેની વાત સ્વીકારીને દૂતને તે સોનું પરત આપવાનું કહ્યું, દૂતે રાવણની સભામાં જઈને તે સોનું પરત કર્યું.
મંત્રીએ આનું કારણ દર્શાવતાં કહ્યું, “રાણીને બહુમૂલ્ય વસ્ત્રાભૂષણની આવશ્યક્તા હતી, પરંતુ હવે એ આવશ્યક્તા રહી નથી, આથી રાજાએ સોનું પરત કર્યું છે.”
આ સાંભળીને રાવણના મનમાં ચક્વવેણ રાજા માટે શ્રદ્ધા વધી. તેણે દૂતને આદરભેર વિદાય કર્યો. આ છે ધર્મકળામય જીવનનો પ્રભાવ. વિપત્તિઓમાં ગમે તેટલા ઝંઝાવાત આવે, પણ તે ધર્મમાંથી ડગતો નથી. સમગ્ર જીવનમાં ઓતપ્રોત
ધર્મકળા ધરાવતી વ્યક્તિનું જીવન ભીતર અને બાહ્ય એકસરખું જ રહે છે. જે વ્યક્તિ મીઠાં વચન બોલે અને મનમાં જુદું જ વિચારે, શરીરથી વિપરીત ચેષ્ટાઓ કરે, ખરાબ કર્મ કરે તે વ્યક્તિ ધર્મરહિત છે. ધર્મકળામય જીવન જીવનારી વ્યક્તિમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિની એકરૂપતા હોય છે. મનમાં એ જેવું વિચારે છે, તેવું જ બોલે છે અને તેવી જ પ્રવૃત્તિ કરે છે. તેના જીવનમાં ધર્મક્રિયા પણ શુદ્ધ ધર્મથી યુક્ત હશે, અલગ નહીં.
આ રીતે ધર્મકળાથી રમમાણ વ્યક્તિનું વ્યક્તિગત જીવન અને સાર્વજનિક જીવન અલગ અલગ હોતું નથી. કેટલીક વ્યક્તિઓ પોતાનાં સ્ત્રી-પુત્ર, નોકર ચાકર, કુટુંબીજનો વગેરે સાથે સૌજન્યપૂર્ણ, પ્રામાણિક જીવન-વ્યવહાર કરે છે, પરંતુ સાર્વજનિક જીવનમાં લોકો સાથે લાંચ-રુશ્વત, અપ્રામાણિકતા, અન્યાય, શોષણ વગેરે કરે છે. આનાથી ઊલટું. કેટલાક ૨૨૦
રત્નત્રયીનાં અજવાળાં