________________
બચાવે અને સારાં, નિઃસ્વાર્થ કાર્યોમાં પ્રેરિત કરે અને જે સમગ્ર જગતને માટે ત્રણે કાળમાં હિતકર અને સુખકર હોય, તે જ ધર્મ છે. - જો કોઈ કહે કે દારૂ પીવો એ ધર્મ છે, તો તેની સર્વસામાન્ય જનહિતની દૃષ્ટિએ કસોટી કરવામાં આવે, કે બધા જ દારૂ પીએ અને સમાજમાં અવ્યવસ્થા પેદા કરે તો સર્વહિત ભંગ થશે કે નહીં, તો તરત જ ખ્યાલ આવશે કે દારૂ પીવો એ ધર્મ નથી. વેશ્યા જો વેશ્યાના ધંધાને ધર્મ કહે, ચોર જો ચોરી કરવાને ધર્મ કહે, તો તેને પણ સાર્વત્રિક, સર્વકાલિક, સર્વહિતની કસોટી પર કસવામાં આવે તો તે ધર્મ સિદ્ધ નહીં થાય. આનો અર્થ એ છે કે જે વસ્તુ બધા માટે, બધી જગ્યાએ અને સર્વકાળમાં હિતકર ન હોય અને માત્ર એક-બે માટે, એક-બે જગ્યાએ અથવા માત્ર ભૂતકાળમાં જ હિતકર હોય, તો તે ધર્મ હોઈ શકે નહીં. ધર્મતત્ત્વનાં અજવાળાં
ધર્મ અને સંપ્રદાયમાં ભેદ એ છે કે ધર્મ આત્માસ્વરૂપ છે, જ્યારે પંથ અને સંપ્રદાય તેના શરીર સમાન છે. પંથ અને સંપ્રદાય ગુણ અને ચારિત્રની વૃદ્ધિને બદલે માત્ર ક્રિયાકાંડોના વમળમાં જ ગૂંચવતા રહે, તો એ નિષ્ઠાણ-મૃત બની જાય છે. શુદ્ધ ધર્મ તો મનુષ્યમાં ગુણોની વૃદ્ધિ કરે છે. તેના કઠોર હૃદયને સંસ્કારી અને સુકોમળ બનાવે છે. ચિત્તની શુદ્ધિ કરે છે. શરીરને નિઃસ્વાર્થ અને નિરાસક્તભાવથી વિવિધ સત્કાર્યોમાં પરોવે છે. જ્યારે ધર્મતત્ત્વહીન પંથ કે સમુદાય મનુષ્યને મિથ્યાભિમાની બનાવી દે છે અને રાગદ્વેષમાં વૃદ્ધિ કરવાનું શિખવાડે છે.
ગુણોમાં વૃદ્ધિ કરવાને બદલે મોટે ભાગે અવગુણી બનાવી દે છે. ધર્મ માનવ-માનવ વચ્ચે વાત્સલ્ય-સંબંધ જોડીને અને ભેદભાવની દીવાલ તોડીને અભેદભાવ તરફ લઈ જાય છે, જ્યારે પંથ અને સંપ્રદાય ધર્મતત્ત્વરહિત બને, ત્યારે તે ભેદભાવની દીવાલ ચણે છે અને એકબીજાને લડાવવાનું કામ કરે છે. સંપ્રદાય કે પંથ ધર્મતત્ત્વહીન થઈ જવાથી ધાર્મિક ક્રિયાકાંડોને વધારે મહત્ત્વ આપે છે. તેઓ એ માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ તે રૂપિયાને વેડફવાને બદલે જનહિતકારી પ્રવૃત્તિઓમાં આપતાં ખચકાટ અનુભવે છે કે બહાનાં શોધે છે. આવા પંથ કે સંપ્રદાય • દીન-દુઃખી. ભાઈઓની સેવા અને સહાયતા કરવાનું શિખવાડશે નહીં. જ્યારે શુદ્ધ ધર્મ જનહિતકારી પ્રવૃત્તિઓમાં પડવાની પ્રેરણા આપે છે.
રત્નત્રયીનાં અજવાળાં
૨૨૮