________________
ધર્મનું સાચું સ્વરૂપ
ધર્મ એ મનુષ્યનો અત્યંત પરિચિત અને નિકટતમ મિત્ર છે. તે મનુષ્ય માટે સંજીવની જડીબુટ્ટી સમાન છે. ચારે બાજુથી આફતનાં વાદળો ગર્જના કરતાં હોય, વિપત્તિની વીજળીઓ ચમકી રહી હોય, તેવા સમયે આશ્વાસન આપનારો, બળ અને વિશ્વાસ અર્પનારો અને માનવીને ટકાવી રાખવાની શક્તિ આપનારો ધર્મ છે. વીજળીની જેમ ધર્મ ભલે ચર્મચક્ષુથી સાક્ષાત જોઈ શકતા ન હોઈએ, તો પણ વીજળીનું કાર્ય જોઈ શકાય તેમ ધર્મનું જોવા મળે છે. અમૂર્ત અને અદેશ્ય ધર્મ ભાવશરીર ધારણ કરીને ધર્માત્માના જીવનમાં પ્રગટે છે, ત્યારે તેનાં કાર્યો જોઈને આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. ધાર્મિક વ્યક્તિને ધર્મનું સફળ પ્રાપ્ત થાય છે, ત્યારે ધર્મને આડંબર માનનારા માનવીઓને પણ સ્વીકારવું પડે છે કે ધર્મ માનવજીવનને અર્થે કેટલો ઉપયોગી
ધર્મનું સ્વરૂપ
વિચારવાનું એ છે કે આવા ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? કારણ કે ધર્મની આસપાસ અનેક પ્રકારના ક્રિયાકાંડ અને આડંબર ઘેરાઈ ગયા છે, પરિણામે સામાન્ય માનવી વિમાસણમાં પડી જાય છે કે વાસ્તવિક ધર્મ શું છે ?
રત્નત્રયીનાં અજવાળાં
૨૨૬