________________
ગામના નાક સમાન આ લખપતિ શેઠ ખુદ બાઈને બચાવવા માટે કૂવામાં છલાંગ મારવા કમર કસીને તૈયાર થઈ ગયા છે અને તમે બાજુએ ઊભા ઊભા આંખો ફાડીને જોઈ રહ્યા છો ?”
બસ, આ શબ્દોથી યુવકોનું લોહી ઊકળી ઊઠ્યું. શેઠ દોરડું પકડીને કૂવામાં ઊતરવાની તૈયારી કરતા હતા કે એક યુવક બોલ્યો,
“દેવાભા ! તમે ઊભા રહો. હું કૂવામાં ઊતરું છું.”
આમ એક પછી એક સાત જુવાનો કૂવામાં ઊતરવા તૈયાર થઈ ગયા. થોડા સમય પહેલાં એક પણ યુવક તૈયાર નહોતો, ત્યાં હવે આ સાતેય યુવકોમાં હોડ લાગી ગઈ. શેઠે હસતાં હસતાં કમરેથી દોરડું છોડીને તેમને સોંપી દીધું. યુવકોએ જોતજોતામાં કૂવામાં ઊતરીને એ બાઈને બહાર કાઢી. તેના પેટમાં ઘણું પાણી ભરાઈ ગયું હતું, છતાં તેના પ્રાણ બચી ગયા.
કોઈએ જતી વખતે શેઠને કહ્યું, “શેઠ ! જો આજે તમે આવ્યા ન હેત, તો આ બાઈ બિચારી કૂવામાં ડૂબીને મરી ગઈ હોત. પણ એક વાત મને સમજાતી નથી કે તમને તરતાં તો આવડતું નથી, તો પછી તમે કૂવામાં ઊતરવાનું સાહસ કરવા કેમ તૈયાર થયા ?”
શેઠે હસતાં હસતાં કહ્યું, “ભાઈ, ધર્મપાલન કરવા માટે બધું જ કરવું પડે છે. આખું વર્ષ મહાજનની મોટી પાઘડી બાંધ્યા કરું તો ક્યારેક આ નામને અને ધર્માત્માપદને સાર્થક કરવા માટે સર્વસ્વ આપવું ય પડે છે. આમે ય મહાજન કે ધર્માત્માપદ સ્વીકારવાથી કેટલાંક વર્ષો સુધી સન્માન ઘણું વધી જાય છે, પરંતુ પદ અનુસાર કામ ન થવાથી તે લોકોની નજરમાંથી ઊતરી જાય છે. લોકોનું હૃદય જીતવા માટે હૃદય આપવું પડે છે.”
દરેક પરિસ્થિતિમાં ધર્મનું સાહજિક રીતે પાલન કરનારી વ્યક્તિનું આ દષ્ટાંત છે.
વર્તમાન સમયમાં મોટા ભાગની વ્યક્તિ માત્ર દેખાડો કરવા ખાતર ધર્મનું પાલન કરે છે. જેવી રીતે કોઈ સુંદર ઇમારત બનાવનાર વ્યક્તિ એમ માને છે કે જો મકાનમાં ફર્નિચર નહીં હોય, તો મકાનની શોભા નહીં દેખાય. આમ વિચારીને માત્ર શોભા માટે મકાનમાં ટેબલ, ખુરશી, ધર્મનું સાચું સ્વરૂપ
૨૩૩