________________
રાજનીતિમાં તેણે આવું સત્યપાલન ક્યારેય જોયું ન હતું. ગાંધીજીની સત્યમયી રાજનીતિથી ખુદ અંગ્રેજ પણ ઘણા પ્રભાવિત થયા હતા.
આમ, ગાંધીજીના જીવનની પ્રત્યેક ક્ષણ ધર્મકળાથી પરિપૂર્ણ હતી. શ્રેયની ઉપાસના
ધર્મકળામાં નિપુણ વ્યક્તિ લોભામણા પ્રેયને એકદમ અપનાવતા નથી. તે પોતાની દીર્ઘદૃષ્ટિથી પહેલાં પ્રેયને તપાસે છે. જો તે શ્રેયયુક્ત હોય તો જ તેને અપનાવે છે. પરંતુ જો માત્ર પ્રેમ જ સધાતું હોય, તો તેને સ્વીકારતો નથી. તે માત્ર સૌંદર્યને જોઈને લોભાતો નથી, પરંતુ સત્યમાં જ સૌંદર્ય નીરખે છે.
કોમી એક્તા માટે ગાંધીજી ઉપવાસ કરતા હતા. એ સમયે શાંતિનિકેતનનો એક વિદ્યાર્થી જી. રામચંદ્રન તેમની પાસે આવ્યો.
તેણે પૂછ્યું, “બાપુ ! શું તમે કળાને નથી માનતા ?”
બાપુએ જવાબ આપ્યો, “રામચંદ્રન ! હું જેટલો કળામાં માનું છું એટલું ભાગ્યે જ કોઈ માનતું હશે, પરંતુ કળાની મારી વ્યાખ્યા ભિન્ન છે. સામાન્ય લોકો કળામાં કેવળ સૌંદર્યને જ જુએ છે અને વ્યર્થ અનેક વસ્તુઓ બગાડીને તેનું તત્ત્વ-સત્ત્વ નષ્ટ કરી નાખે છે. હું સત્યમાં સૌંદર્ય જોઉં છું. તેને જ શિવ(કલ્યાણ)મય માનું છું. સત્ય અહિંસા વગેરે ધર્મનાં અંગોને મન-વચન-કર્મમાં તાણાવાણાની જેમ વણી લેવામાં જ મને કળાનાં દર્શન થાય છે. જ્યાં આ શ્રેયતત્ત્વ હોતું નથી, ત્યાં માત્ર સુંદરતા એટલે કે પ્રેય કળા નથી, પરંતુ દગાનું આવરણ છે. - વાસ્તવમાં ધર્મકળામય જીવન એક તપ છે. જેમાં પ્રેમને પ્રયત્નપૂર્વક હાંકી કાઢવું પડે છે. અને શ્રેયને દૃઢતાપૂર્વક અપનાવવું પડે છે. જ્વલંત ઉદાહરણ - વાસ્તવમાં ધર્મકળા અપનાવનારે સ્વજીવનમાં મહત્ત્વનું પરિવર્તન કરવું પડે છે. તેણે પોતાની જાતને બદલવી પડે છે. પાંચેય જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ આદિ સમસ્ત અંગોપાંગને તેણે શ્રેય(ધર્મ)કાર્યમાં લગાડવાનાં હોય છે અને પ્રેય(સ્વાર્થ, લોભ, છળ-કપટ વગેરે અધર્મ)થી દૂર જવાનું હોય છે. તેણે પોતાની મનોવૃત્તિઓ, વિચારો, વ્યવહાર અને ધર્મકળામય જીવન
૨૨૩
રર૩