Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 232
________________ લોકો કુટુંબના લોકો સાથે વાતવાતમાં ગુસ્સો, કલહ, અન્યાય, ધમકી, દમન વગેરે વ્યવહાર કરે છે અને બહારની વ્યક્તિઓ સાથે તદન નમ્રતા, સભ્યતા, નીતિ અને શાંતિભર્યો વ્યવહાર કરે છે. કેટલાક લોકો વ્યક્તિગત જીવનમાં સાવ સાદા, સ્વચ્છ પ્રતિભાવાળા અને પ્રામાણિક રહે છે અને પ્રામાણિકતાનો પૂરો ખ્યાલ રાખે છે અને બીજાના અધિકારને જરા પણ કચડતા નથી, પરંતુ સમાજ, સંસ્થા, જ્ઞાતિ કે દેશના ફાયદા કે હિત માટે અસત્ય બોલે છે, અપ્રામાણિકતા આચરે છે કે કરચોરી કરે છે. આમ ઘરનું અને બહારનું જીવન જુદું હોય, ત્યાં ધર્મકળાનો વાસ નથી. કેટલીક વ્યક્તિઓ સાધુસંતો પાસે સજ્જન વ્યક્તિ બનીને, ધર્મક્રિયાનો આડંબર ધારણ કરીને, પોતાની ધાર્મિક્તાની છાપ પાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ધર્મસંસ્થાઓની રકમના પૈસા ખાઈ જાય છે, હિસાબમાં ગોટાળા કરે છે, વ્યાપારમાં કરચોરી, ચોરબજારી કે અપ્રામાણિકતા આચરે છે તેમજ શોષણ અને અન્યાય કરે છે. આવા લોકોના જીવનને ધર્મકળાયુક્ત કહેવાય નહીં. મહાત્મા ગાંધીનું જીવન ધર્મકળાથી ઓતપ્રોત હતું. તેમના જીવનના પ્રત્યેક પાસાંને તપાસી જોવાથી તે ધર્મમય પ્રતીત થશે. તેમના જીવનમાં અંદર જુદું અને બહાર કંઈક જુદું એવી ભિન્નતા નહોતી. તેઓ સત્યના પૂજારી હતા અને તેથી સત્ય અને અહિંસાને છોડીને તો એ સ્વરાજ્ય જો મળે તો એ સ્વીકારવા તૈયાર ન હતા. તેમના જીવનમાં વ્યક્તિગત અને સાર્વજનિક બાબતોના જુદા વિભાગો ન હતા. પોતાની વાત બીજા અપનાવે તેમ ઇચ્છતા, તે પહેલાં પોતે અને પોતાના પરિવારના જીવનમાં પહેલાં આચરતા હતા. આફ્રિકામાં વસતા ભારતીયોએ ગાંધીજીની સેવાની કદરરૂપે કેટલાંક ઘરેણાં ભેટ આપ્યાં. ગાંધીજીનો વિચાર તે ઘરેણાંનો પોતાના વ્યક્તિગત જીવનમાં ઉપયોગ કરવાને બદલે સમાજસેવામાં ઉપયોગ કરવાનો હતો, પરંતુ સ્તૂરબા ઇચ્છતાં હતાં કે, હું ભલે આ ઘરેણાં પહેરું નહીં, પરંતુ મારી પુત્રવધૂઓને પહેરવા માટે ઉપયોગી બનશે, તેથી તે ઘરેણાં પોતાને આપી દેવાનું ગાંધીજીને આગ્રહભેર જણાવ્યું ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “આ ઘરેણાં કંઈ આપણી પોતાની કમાણીનાં નથી, સમાજસેવાના બદલામાં ભારતીય જનતાએ આપણને આપ્યાં છે, તેથી આના પર મોહ કરીને તેને આપણા અંગત ઉપયોગમાં લેવાનો ધર્મકળામય જીવન ૨૨૧

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284