________________
ભ્રષ્ટ થઈ જાય છે.” -
રાણી પવિત્ર નારી હતી. પણ વસ્ત્રાભૂષણથી સજ્જ ધનિક સ્ત્રીઓની વાત તેને અસર કરી ગઈ હતી, તેથી તે બોલી, “ભલે ગમે તે હોય! આપ સમ્રાટ છો, હું આપની પટરાણી છું. મારા માટે સમ્રાજ્ઞીને યોગ્ય પોશાક અને અલંકારો મગાવી આપવાની કૃપા કરવી જ પડશે.”
પત્ની તરફના પ્રેમથી પ્રેરિત રાજાએ વિચાર્યું, “રાણી ગમે તેટલો આગ્રહ કરશે, તો પણ હું રાજદ્રવ્યનો સહેજે ઉપયોગ નહીં કરું. પરંતુ અંતે તો હું તો સમ્રાટ છું, દુષ્ટ અને અત્યાચારી રાજાઓ પાસેથી કર લઈ શકું છું ને !” એમ વિચારીને એણે દૂતને બોલાવીને કહ્યું, “તમે રાક્ષસરાજ રાવણ પાસે જઈને કહો કે હું ચક્વવેણ રાજા પાસેથી આવું છું અને આપની પાસેથી સવા મણ સોનું કરસ્વરૂપે મેળવવા માટે મોકલવામાં આવ્યો છે.”
લંકા જઈને દૂતે ચક્વવેણ રાજાનો સંદેશો સંભળાવ્યો. એ સાંભળતાં જ રાવણે હસીને પોતાના દરબારને કહ્યું,
જગતમાં કેવા મૂર્ખ રાજાઓ છે ! દેવ-રાક્ષસ વગેરે પાસેથી કર લેનારા મારી પાસેથી કર માગવા આવે છે.” રાવણે ચક્વવેણના દૂતને કેદ કરવાનું વિચાર્યું, પરંતુ સભાજનોના કહેવાથી છોડી દીધો.
રાવણે રાત્રે મંદોદરીને વિનોદપૂર્વક આ વાત કહી સંભળાવી.
મંદોદરીએ દુઃખ પ્રગટ કરતાં કહ્યું, “નાથ ! આપે મોટી ભૂલ કરી. હું ચક્વવેણને જાણું છું. એ સત્યવાદી અને ધર્મપાલક રાજા છે. તેમનું ચક્ર સદા ચાલતું રહે છે. જે એની આજ્ઞાનું પાલન નથી કરતા, તેનું અનિષ્ટ થાય છે.”
રાવણ ગર્યો, “તું સાવ ડરપોક છે. હું આવા રાજાઓની પરવા નથી કરતો.”
મંદોદરી બોલી, “નાથ આપને ખાતરી ન હોય, તો હું આવતી કાલે આપને ચક્વવેણ રાજાનો પ્રભાવ બતાવીશ.”
પ્રભાતકાળે રાવણને સાથે લઈને મંદોદરી મહેલની અગાસી પર ગઈ, જ્યાં રોજ કબૂતરોને દાણા નાખવામાં આવતા હતા. ૨૧૮
રત્નત્રયીનાં અજવાળાં