________________
રેલવેનો પુલ તૂટી જવાથી ટ્રેનદુર્ઘટના થતાં ડબ્બા પાણીમાં પડી ગયા અને એ દુર્ઘટનામાં તેનો પતિ મૃત્યુ પામ્યો.
પતિના આગમનની પ્રતીક્ષા થઈ રહી હતી, તે જ સમયે પત્નીને રેલવેના સૂચના વિભાગ તરફથી તાર મળ્યો કે આ નામની વ્યક્તિ ટ્રેનદુર્ઘટનામાં મૃત્યુ પામી છે. બસ, આ સમાચારે પત્નીની સઘળી પ્રસન્નતાને ખિન્નતામાં પલટી નાખી. દુર્ઘટનાની ખબર નહોતી, ત્યાં સુધી તો દુઃખ નહોતું, પણ દુર્ઘટનાનું જ્ઞાન થતાં જ દુઃખનો સાગર ઊભરાઈ ગયો.
આનું મૂળ કારણ સમ્યકજ્ઞાન નથી, બલ્ક અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે મોહ પેદા થવાથી પેલી સ્ત્રીને પતિના મૃત્યુનું જ્ઞાન દુઃખદાયી બન્યું. જો આમ ન હોત તો કોઈ અન્ય વ્યક્તિ કે કોઈ અપરિચિતના મૃત્યુના સમાચાર સાંભળીને શોક, દુઃખ અથવા વિદેશથી આગમનના સમાચાર સાંભળીને હર્ષ અને સુખ કેમ થતાં નથી ? કારણ કે તેના પ્રત્યે મમત્વ, રાગ કે મોહ નથી.
આ રીતે અજ્ઞાનથી ભય પણ પેદા થાય છે. બિહારના એક ગામમાં એક વ્યક્તિ ઘાસનું છાપરું બનાવી રહ્યો હતો, ત્યારે સાપ તેને કરડ્યો. એને ખબર ન હતી કે તેને સાપ કરડ્યો છે, પરંતુ જ્યારે તે સાપ બીજી બાજુથી છાપરા પર ચઢી રહ્યો હતો ત્યારે તેણે સાપને જોયો હતો. હવે તે ડરવા લાગ્યો અને તેને સર્પદંશનો અનુભવ થવા લાગ્યો. આનો અર્થ એટલો કે સાપ હોવાનું જ્ઞાન તે વ્યક્તિ માટે ડરનું કારણ બન્યું. પરંતુ તે જ્ઞાન નહીં, અજ્ઞાન હતું
ગાંધીજીના શરીર પર પણ પ્રાર્થના કરતી વખતે સાપ ચઢી ગયો હતો, પરંતુ તેઓ તેને જોઈને ડર્યા નહીં અને એમણે સાપને મારવાનો વિચાર પણ કર્યો નહીં. મહાત્મા ગાંધીને સર્પનું જ્ઞાન ભયનું કારણ ન બન્યું તેનું કારણ શું? એ કારણ હતું સમ્યકજ્ઞાન.
સામાન્ય માણસો મોટે ભાગે વીંછીને જોતાં જ તેનો દ્વેષ કરીને તેને મારી નાખે છે. શું વીંછીનું જ્ઞાન તેમના દ્વેષનું કારણ બને છે ? નહીં, અજ્ઞાન જ તેમના દ્વેષનું કારણ છે.
જો એમ ન હોત તો વ્રતધારી શ્રાવકને પણ વીંછી જોઈને દ્વેષ પેદા થાત, પરંતુ શ્રાવકને વીંછી જોઈને દ્વેષ ઉત્પન્ન થતો નથી.
રત્નત્રયીનાં અજવાળાં
docum
e
૧૮
ngenai seperoni