________________
ઉન્નતિનો મૂળ મંત્ર
આથી માત્ર “નમો નાણસ” કહીને જ્ઞાનની માત્ર પૂજા કરીને બેસી રહેવું જોઈએ નહીં. જ્ઞાનની સમ્યકરૂપે આરાધના અને ઉપાસના કરવી જોઈએ. તમે સર્વજ્ઞપુત્ર છો, તેમ છતાં પણ લોકો તમારી ટીકા કરે છે, તેનું મુખ્ય કારણ એ છે કે તમે તમારું જ્ઞાન વિષ્ણુત કરી દીધું છે.
તમે એમ માનો છો કે, જ્ઞાન તો આ સાહિત્યમાં રહેલું છે અથવા તો સાધુ-સાધ્વીઓના મુખેથી શાસ્ત્રજ્ઞાન સાંભળી લઈએ એટલે બસ, તેનાથી વધારે જ્ઞાનની ઉપાસના માટે કશું કરવાનું રહેતું નથી, પરંતુ તમે જો શાનનું સાચું મહત્ત્વ સમજતા હો, તો અહત ભગવાન દ્વારા પ્રાપ્ત જ્ઞાનની સ્વયં સાધના કરો, તેનો પ્રચાર કરો. તે જ્ઞાનને સાહિત્ય (જ્ઞાન) ભંડારોમાં બંધ રહેવા દેશો નહીં. તેની રક્ષા કરો. તેને સર્વસાધારણ માટે સુલભ બનાવો.
તમે અંદરોઅંદર એકબીજાને પરાજિત કરવામાં કે નીચું દેખાડવામાં હજારો રૂપિયા ખર્ચી નાખો છો, પરંતુ જ્ઞાનના વિકાસ અને પ્રચારના અત્યંત જરૂરી કાર્ય તરફ ઉદાસીનતા દાખવો છો. જ્ઞાન ન હોવાને કારણે જ અંદરોઅંદર લડાઈ થાય છે. જેનામાં જ્ઞાન હશે તે લડી-ઝઘડીને કોઈનું મન દૂભવશે નહીં.
જ્ઞાનની વૃદ્ધિ જ સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રિય ઉન્નતિનો મૂળમંત્ર છે. તમારી પાસે ધનની શક્તિ હોય, તો ધનને જ્ઞાનના ફેલાવવામાં વાપરો. જેની પાસે શરીર, સમય કે વિદ્યા વગેરે સાધનોની શક્તિ હોય, તે તેને જ્ઞાન પ્રસારમાં લગાડી દે. જ્ઞાનની ઉપેક્ષા કરવાથી હવે કામ નહીં ચાલે.
- જ્ઞાનનો પ્રસાર-પ્રભાવ શાસન(સંઘ)ની પ્રભાવનાનું મુખ્ય અંગ છે. જ્ઞાનપ્રચાર માટે કંઈ ને કંઈ ત્યાગ કરીએ. સ્વયં જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો, તો જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તેમને જ્ઞાનનાં સાધનો આપો. જે લોકો નિઃસ્વાર્થ ભાવે જ્ઞાનપ્રચારમાં લાગેલા છે, તેમને યથોચિત સહયોગ આપો. આટલું પણ ન કરી શકો તો ઓછામાં ઓછું જ્ઞાનની, શિક્ષણની કે જ્ઞાનપ્રચારની નિંદા તો ન જ કરો. ૧૮૬ -
રત્નત્રયીનાં અજવાળાં