________________
ચારિત્ર્ય એ જ ધર્મ
તમારી સમક્ષ એક એવી વ્યક્તિ ઊભી હોય કે જેની બુદ્ધિશક્તિ ખૂબ સરસ હોય અને એના ચિત્તમાં ઘણા ઉચ્ચ સિદ્ધાંતોનો એ વિચાર કરી શક્તો હોય તેના હૃદયની સ્થિતિ એવી સારી છે જે સમગ્ર શરીરમાં સારી રીતે રુધિરાભિસરણ કરે છે, ધબકે છે અને એનું ચિત્ત જે જાણકારી મેળવે છે, તેમાંથી ઉપાદેય વસ્તુ પર તે શ્રદ્ધા અને દઢ નિશ્ચય પણ ધરાવે છે, પરંતુ તે વ્યક્તિ ચાલી શકતી નથી. એક ડગલું ભરવાની એનામાં શક્તિ નથી.
એ વ્યક્તિ પગ વગર જ્ઞાન અને શ્રદ્ધાના ભારને લઈને બેસી રહે છે. બીજાને બચાવવામાં, પતનશીલ કે મરણશીલ વ્યક્તિની રક્ષા કરવામાં અને કોઈ પણ વિપત્તિમાં પડેલા પ્રાણીની રક્ષા કરવા માટે તેના પગ અસમર્થ છે. એથી ય વિશેષ પોતાના જીવનમાં કોઈ ધાર્મિક ક્રિયા કરવામાં, ક્યાંય જઈને પોતાનો જ્ઞાનપૂર્ણ ઉપદેશ આપવામાં પણ તેનાં ચરણ અશક્ત છે.
આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિ પોતાના જીવનમાં પૂર્ણ સફળતા હાંસલ કરી શકતી નથી. એના સમગ્ર શરીરનો ભાર બે પગ પર આવે છે. જો એ પગ એના સમગ્ર શરીરનો ભાર ઉપાડવામાં અસમર્થ
રત્નત્રયીનાં અજવાળાં
૧૮૮