________________
જળવાઈ રહે છે અને સતયુગ પણ ત્યાં જ પ્રવર્તે છે, આથી ભારતીય મનીષીઓએ ધન અને સત્તાને બદલે ચારિત્ર્યને અધિક મહત્ત્વ અને ઉચ્ચ સ્થાન આપ્યું. ધન અને સત્તાની ચિંતા કરવાને બદલે ચારિત્ર્યની રક્ષાની હંમેશાં ખેવના કરવામાં આવી છે. ભારતીય જનજીવનમાં લક્ષ્મી કે સત્તા ગૌણ હતી. અહીંના રાજા-મહારાજા, સાટ કે મોટામાં મોટા શ્રેષ્ઠી પણ ચરિત્રવાનનાં ચરણોમાં નતમસ્તક થતા હતા. ચારિત્ર્યવાનની પ્રેરણા કે આદેશ અનુસાર ચાલતા હતા. અહીંના સમાજ સંસ્કર્તાઓએ હંમેશાં એ જ ચેતવણી આપી છે –
कृतं यत्नेन संरक्षेत्, वित्तमायाति याति च ।
अक्षीणो क्तितः क्षीणो, वृत्ततस्तु हतो हृतः ॥ “આચારચારિત્ર્યની રક્ષા પ્રયત્નપૂર્વક કરો. ધન તો આવે અને ચાલ્યું જાય, ધનથી ક્ષીણ થવા છતાં પણ જો ચરિત્ર સુરક્ષિત હોય તો તે અલુણ છે, પરંતુ ચારિત્ર્યથી નષ્ટ થયેલી વ્યક્તિને નષ્ટ થઈ ગયેલી જ જાણ જો.”
તેઓ માનતા હતા કે રાષ્ટ્ર અને સમાજનું ચારિત્ર્ય ઉન્નત રહેશે તો સર્વપ્રકારે ઉન્નતિ થઈ શકશે. તેથી પ્રાચીનકાળનાં ગુરુકુળોમાં વિદ્યાર્થીને સ્નાતક થઈને વિદાય આપતી વખતે આચાર્ય કહેતા હતા –
यान्यस्माकं सुचरितानि तान्येव त्वयोपाश्यानि, नेतराणि । “અમારાં જે સુચરિત્ર (સમ્યફ ચારિત્ર) છે, તેની તમે તમારા જીવનમાં સદાય આરાધના કરતા રહેજો, બીજાં(ખરાબ આચરણ)ની નહીં.”
આજે સંપત્તિ અને સત્તાના લોભમાં પડીને મનુષ્ય પોતાના ચારિત્ર્યને તિલાંજલિ આપી દે છે, જ્યારે અગાઉના જમાનામાં ચારિત્ર્યને જ સર્વાધિક મહત્ત્વ આપવામાં આવતું હતું. પાશ્ચાત્ય સભ્યતાનો પ્રભાવ આજે ઝડપથી ભારતીય સમાજ પર છવાતો જાય છે અને તેને પરિણામે લક્ષ્મી અને સત્તાની સામે ચારિત્ર્યની કોઈ કિંમત સમજવામાં આવતી નથી.
કેટલાક લોકો કહે છે – અમુક વ્યક્તિએ અપાર સંપત્તિ એકઠી કરી છે અથવા અમુક વર્ગે ઘણા પૈસા મેળવ્યા છે. લોકોનાં સુખસાધનોમાં વૃદ્ધિ થઈ છે, પરંતુ તેનાથી મને સહેજ પણ પ્રસન્નતા થતી નથી. મને તો સમાજ કે રાષ્ટ્રની ચારિત્રસંપત્તિમાં વૃદ્ધિ થતી જોઈને જ આનંદ થાય
૧૯૮
રત્નત્રયીનાં અજવાળાં