________________
બે કામ કરવાં પડે – (૧) ચારિત્ર્યવાન લોકોના સંગમાં રહેવું (૨) પોતાના જીવનમાં સંપત્તિ અને સત્તાને ઠોકર મારીને પણ ચારિત્ર્યને સ્થાન આપવું. ચારિત્ર્યની દરેક રીતે રક્ષા કરવી, એ જ દેશ અને સમાજની સૌથી મોટી સેવા ગણાય.
અમેરિકામાં ગુલામીની પ્રથા પ્રચલિત હતી, તે સમયે અબ્રાહમ લિંકન અને કેપ્ટન જ્હોન બ્રાઉને આ અમાનવીય પ્રથાને દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા. કેપ્ટન જહોન બ્રાઉને દેશનું ચારિત્ર્ય ઊંચું લાવવા માટે એક સંઘની સ્થાપના કરી અને પોતાના દેશવાસીઓને કહ્યું, “હું આ સંઘમાં કૉલેરા, લય અને પ્લેગના રોગીઓને આનંદપૂર્વક સ્થાન આપીશ, પરંતુ ચારિત્ર્યહીન માનવને નહીં. તે સડેલી માછલી જેવા છે, જે આખા સંઘરૂપી તળાવને મલિન કરી નાખે છે, તેથી મારા સંઘમાં ચારિત્ર્યભટ્ટને કોઈ પણ પ્રકારનું સ્થાન આપવામાં આવશે નહીં.”
આપણા દેશમાં ચારિત્ર્યના ઉત્થાન માટે આવા સંઘો બને, તો દેશ અને સમાજ ઘણી ઝડપથી ઉગતિ પામી શકે.
ચારિત્ર્યને કારણે સાધન-સંપન્નતા
મનુષ્યજન્મ, ઉત્તમ કુળ, સવાંગસંપૂર્ણ શરીર, ધર્મની પ્રાપ્તિ, સાધુ-સત્સંગ તથા વિદ્યા, ધન વગેરે વિકાસનાં ઉત્તમોત્તમ સાધન કે અવસર પ્રાપ્ત થયા છે, તે ક્યા કારણે પ્રાપ્ત થયા છે? શાસ્ત્ર કહે છે કે આ બધું તો પૂર્વજન્મમાં કરેલા ધર્માચરણ(ચારિત્ર્યપાલન)નું જ ફળ છે. સમ્યગુચારિત્ર્યનું પાલન કરીને જ તમે આવી સુંદર સાધનસામગ્રી પ્રાપ્ત કરી શક્યા છો, પરંતુ આ કમાણી તો આગલા જન્મોની છે. જો તમે આ કમાણીને આ જન્મમાં એમ ને એમ વેડફી નાખશો વ્યર્થ કાર્યોમાં, એશઆરામમાં અથવા સંપત્તિ અને સત્તાની આંધળી દોડમાં જ ખર્ચી નાખશો, તો પછી આગલા જન્મમાં કે આ જન્મના અંતિમ ભાગમાં તમે સાધનહીન થઈને દુઃખી થશો.
આથી અત્યારથી સાવધાન થઈને ચારિત્ર્ય(ધર્માચરણ)ધનને એકત્રિત કરવામાં જીવન વ્યતીત કરવું જોઈએ. આમ નહીં કરો તો પાછળથી પસ્તાવું પડશે. હાથમાંથી બાજી સરકી ગયા પછી ફરીથી તક નહીં સાંપડે. પરિણામે ચારિત્ર્યધનનું ઉપાર્જન કરવા માટે દરેક પરિસ્થિતિમાં તૈયાર રહો. - ચારિત્ર્ય એ જ ધર્મ
૨૦૩