________________
તમે વ્યાપારી હો, ડૉક્ટર હો, વકીલ હો, એન્જિનિયર હો, કારખાનાના માલિક હો અથવા કોઈ ગમે તે વ્યવસાય કરતા હો, તેનો કોઈ વાંધો નથી. દરેક ધંધામાં ચારિત્ર્યધનને સુરક્ષિત રાખી શકાય છે.
ઘણા લોકો એમ રટ્યા કરે છે કે અમારી પાસે ધન નથી. જ્યાં ગરીબીમાં ખાવાનાં જ સાંસાં પડે છે ત્યાં ચારિત્ર્યને સુરક્ષિત કેવી રીતે રાખીએ ? “વુમુક્ષત ન પ્રતિમતિ વિવિત્' આ કહેવત અનુસાર ભૂખ્યા પેટે ચારિત્ર્યની સુરક્ષા દુષ્કર છે, પરંતુ આ તેમનો ભ્રમ છે.
મનુષ્ય ઈચ્છવા છતાંય ધનવાન બની શક્તો નથી અને ઇચ્છવા છતાં વિદ્યાવાન પણ બની શકતો નથી, એ માની શકાય, પરંતુ ગરીબમાં ગરીબ કે અભણ માણસ પણ ચારિત્ર્યવાન બની શકે છે. ચારિત્ર્યસંપન્નતા માટે તો પોતાની બુદ્ધિને સમ્યગુજ્ઞાનથી સુશિક્ષિત કરવાની અને સમ્યગુદૃષ્ટિથી વસ્તુસ્વરૂપ સમજીને હૃદયને સમજાવવાની જરૂર છે. જો આ બંને કામ તમે સમજી લો, તો પછી તમે ગમે તેટલા ગરીબ કે અભણ કેમ ન હો, તમે ચારિત્ર્ય પર ટકી રહેશો.
પ્રાચીન સમયમાં રોમમાં કુરિઅસ નામનો એક નેતા થઈ ગયો. એનાથી રોમના શત્રુઓ ડરતા હતા. એણે ધાર્યું હોત, તો એ રાજા પણ બની શક્યો હોત, પરંતુ તે અત્યંત સાદાઈથી જીવન વ્યતીત કરતો હતો. સેમાઈટ જાતિના લોકો રોમના શત્રુ હતા. તેઓએ કૂરિઅસને પોતાના પક્ષમાં સામેલ થવા માટે પ્રલોભન આપવા દૂત મોકલ્યા, કારણ કે કુરિઅસ જે પક્ષમાં હોય, તેની જીત નિશ્ચિત હતી.
સેમાઈટના દૂત કૂરિઅસ પાસે પહોંચ્યા, ત્યારે તે ચૂલા પર ખાવાનું રાંધી રહ્યો હતો.
દૂતોએ તેને સોનાની થેલી બતાવીને કહ્યું, “કુરિઅસ, તું સમાઈટ લોકોના પક્ષમાં આવી જા અને રોમની વિરુદ્ધ યુદ્ધ કર તો આ બધું સોનું તારું થઈ જશે.”
કુરિઅસે હસીને ઉત્તર આપ્યો, “હું ગાજર રાંધી રહ્યો છું અને જે માણસ ગાજરથી ગુજરાન કરી શકે છે, તેને તમારા સોનાની આવશ્યકતા નથી.”
સેમાઈટના દૂત ઝંખવાણું મોટું લઈને પાછા ચાલ્યા ગયા. આ છે ગરીબીમાં પણ ચારિત્ર્યની દઢતા. ૨૦૪
રત્નત્રયીનાં અજવાળાં છે
જ
.