________________
આપણે ત્યાં સજ્જનતાની કસોટી કપડાં કે ઘરેણાંથી થતી નહોતી, પણ વ્યક્તિના ચારિત્ર્યથી થતી હતી. ગાંધીજી તો એક સાદું ખાદીનું કપડું જ લપેટતા હતા, તેમ છતાંય તેમની ઘણી પ્રતિષ્ઠા હતી અને તેમને મહાત્મા કહેવામાં આવતા હતા, તે તેમના ચારિત્ર્યબળના કારણે
ભગવાં વસ્ત્ર, માથા પર પાઘડી અને હાથમાં દંડો લઈને સ્વામી વિવેકાનંદ શિકાગો (અમેરિકા)ના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની ભારતીય સંન્યાસીની વેશભૂષા જોઈને અમેરિકનોને કુતૂહલનો પાર ન રહ્યો. તેમની પાછળ ચાલતી એક સ્ત્રીએ તેના પતિને કહ્યું, “જુઓ તો ખરા, કેવી વિચિત્ર અને અસભ્ય વેશભૂષા છે, આ મહાશયની !”
સ્વામી વિવેકાનંદના કાને આ શબ્દો પડ્યા ત્યારે તેઓ હસ્યા અને ઊભા રહીને એ સ્ત્રીને કહ્યું,
બહેન ! મારાં કપડાં જોઈને આશ્ચર્ય ન પામો. તમારા દેશમાં માણસની સજ્જનતા અને ઉચ્ચતાની પરીક્ષા કપડાં પરથી કરવામાં આવે છે, પરંતુ હું જે દેશમાંથી આવ્યો છું, ત્યાં (ભારતમાં) મનુષ્યની સજ્જનતા અને ઉચ્ચતાની પરીક્ષા તેના ચારિત્ર્યથી કરવામાં આવે છે. બંને વચ્ચેનો આ જ તફાવત છે.”
પેલી સ્ત્રી અને તેનો પતિ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં. ખરેખર ચારિત્ર્ય જ ભારતનો આત્મા છે. ચેપી રોગ જેવો ચારિત્ર્યહીન
કોઈ ક્ષય (ટી.બી) અથવા કેન્સર જેવા ભયાનક રોગથી ઘેરાયેલો હોય, તો તમે તેનાથી બચવાનો પ્રયત્ન કરશો, કારણ કે એ સંક્રામક રોગ તમને લાગી ન જાય ! ચારિત્ર્યહીન માનવી ચેપી રોગના દર્દી જેવો છે. મલિન ચારિત્ર્યને કારણે તે પોતે તો પતન પામે છે, કિંતુ સાથોસાથ તેના સંપર્કમાં જે કોઈ આવે તેનું પણ પતન થવા લાગે છે. કોઈ માણસ શરાબી, ગંજેરી કે ભાંગ પિનારાના સંપર્કમાં વધારે સમય રહે, તો તેને તે દર્બસનોનો ચેપ લાગી જાય છે. પરિણામે ચારિત્ર્યવાન બનવા આપણે ૨૦૨
રત્નત્રયીનાં અજવાળાં