________________
એકે કહ્યું, “મારે એક પુત્ર છે.” બીજાએ કહ્યું, “મારે એક પુત્રી છે.”
રાજાએ કહ્યું, “ત્યારે એમ કરો બંનેનાં લગ્ન કરાવીને આ ધન બંનેને દહેજમાં આપો.”
આ ન્યાયથી બંને પ્રસન્ન અને સંતુષ્ટ થયા.
આ નિર્ણય સાંભળીને સિકંદરે કહ્યું, “તમારો ન્યાય તો વિચિત્ર છે. અમારે ત્યાં કોઈની જમીનમાંથી આમ ચર નીકળે, તો કોઈને ખબર પણ ન પડે તે રીતે એ ધનને ઘરમાં છુપાવી રાખે. રાજાને ખબર પડી જાય તો એ રાજાની મિલક્ત ગણાય અને તે રાજાને સોંપી દેવી પડે, માટે રાજાથી તો ખાસ છુપાવે.”
આવું હતું ભારતનું ચારિત્ર્યધન. આ દેશના લોકો સંપત્તિ કરતાં પણ વિશેષ ચારિત્ર્યની રક્ષા પર ધ્યાન આપતા હતા. પરંતુ આજે ? આજે તો સંપત્તિ આગળ ચારિત્ર્ય સંકોચાઈને બાજુમાં બેસી ગયું છે. ધર્મગ્રંથ કહે છે
મારા પ્રયનો ધર્મ ” આચાર-ધર્મનું આચરણ કરવું એ પ્રથમધર્મ છે.” ચારિત્ર્યબળનો પ્રભાવ
રાવણ અત્યંત પરાક્રમી અને ધનાઢ્ય રાજા હતો, પરંતુ એને આપણે પૂજનીય માનતા નથી. શ્રીરામની પાસે સત્તા અને સંપત્તિ થોડી હોવા છતાં પણ તે પૂજનીય મનાયા. લોકહૃદયમાં રામે સ્થાન મેળવ્યું, રાવણે નહીં. આનું કારણ શું? આનું કારણ રામનું ચરિત્ર્ય છે. રાવણે ચારિત્ર્યને ગૌણ માન્યું અને રામે મુખ્ય ગયું. ચારિત્ર્યને ગૌણ સમજનાર કે તેની ઉપેક્ષા કરનારને ભારતવર્ષે ક્યારેય સન્માન આપ્યું નથી. શ્રીરામને સાંપડેલા સન્માનનું કારણ તેમનું ઉન્નત ચારિત્ર્ય હતું. ભારતમાં અને વિદેશોમાં વિદ્વત્તાની દષ્ટિએ મહાત્મા ગાંધી કરતાં ચઢિયાતા ઘણા વિદ્વાનો હતા, પરંતુ તેઓ ગાંધીજી સામે નમતા હતા. એનું કારણ ગાંધીજીની ચારિત્ર્ય સંપત્તિ જ હતી. ગાંધીજી પાસે સત્તા કે સંપત્તિ ન હતાં, પરંતુ તેમની ચારિત્ર્યસંપત્તિ આગળ મોટા મોટા સત્તાધારી ધનિક કે વિદ્વાન નતમસ્તક થતા હતા.
ચારિત્ર્ય એ જ ધર્મ
૨૦૧